• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    January 2012
    M T W T F S S
     1
    2345678
    9101112131415
    16171819202122
    23242526272829
    3031  
  • People till date enjoyed our raindrops

    • 47,304 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

હું થી હમ,હમ થી હજાર

વેલકમ ઇન ધ પાર્ટી ફોકસ!!!! પ્યારા ઓ અને પ્યારી ઓ! આજે આ પોસ્ટ એક રીતે અમે કઈક શેર કરવા જ લખી છે, પણ આજે જે શેર કરવા અમે જઈ રહ્યા છીએ એ બધા નું કારણ તમે છો. આપણા આ બ્લોગ ને થોડો સમય અને ઘણો પ્રેમ આપનારા તમે. લોન્ચ કર્યાં ના ૫ મહિના થી ય ઓછા ગાળામાં એક હજાર હિટ સુધી લઇ જનારા તમે, જેને હાર્ટલી થેન્ક્સ કહેવા માટે અમે આ પોસ્ટ લખી છે…

પ્રસંગ છે સેલીબ્રેશનનો,માઉન્ટ મેઘદુત વિચારમાંથી આજે ક્વોલીટી રીડીંગ તરફ ગતિ કરી રહ્યો છે.તમને એમ થશે કે ખાલી હજાર વિઝીટર?યે મુંહ ઔર મસુર કી દાલ?પણ,આ આનંદ અહી જે શેર થાય છે એના આનંદ જેવો જ છે.આજે પ્રશમ,શ્રુતિ,ભૂમિકા અને હર્ષ માત્ર નામ નથી.’ટીમ મેઘદુત’નો મજબુત એહસાસ એમને સ્પેશિયલ બનાવે છે અને સ્પેશિયલ ફીલ કરાવે છે

અમે આ બ્લોગની પ્રસ્તાવનામાં જ લખેલું કે આ માત્ર સારી વસ્તુઓનો ગમતાનો ગુલાલ છે.નથીંગ એલ્સ.આજે તમે એને શબ્દશ:મૂર્ત કરી બતાવ્યો છે.
ટીમ મેઘદુત તમને ઈ-સલામ ફરમાવે છે અને માઉન્ટ મેઘદુત પર આવનાર તરબોળ થયા વગર નહિ જાય એની ઈ-ગેરંટી આપે છે. 🙂
૨૩ સપ્ટેમ્બર થી શરુ કરી ને આજ સુધી ૧૮ પોસ્ટ અને બે પેજ ભરી ને અમે આ બ્લોગ માં જેટલું ઠાલવ્યું છે એનો તમે ભરપુર આનંદ માણ્યો છે, અને તમારા આનંદ થી આમારો આનંદ હજાર ગણો વધ્યો છે અને સાથે સાથે અમે પ્રેરિત થયા છીએ કે આના કરતા ય વધારે જલસો કરાવીએ.
બહુ થોડા સમય પહેલા અમને એવો વિચાર આવેલો કે છાપાઓ માં, ટીવી પર, થીયેટરો માં, ટ્વીટર પર, ફેસબુક પર કેટલું કેટલું ઠલવાય છે, માત્ર જ્ઞાન જ નહિ, મોજ કરે અને કરાવે એવા સ્ટેટસ, સારા સારા ગીતો અને સારી સારી ફિલ્મો… શા માટે અમે એક પ્રયાસ ન કરીએ આ બધા ને એક કરી અને તમારી સામે રજુ કરવાનો ? અમને [હર્ષ,શ્રુતિ અને પ્રશમ] ને આ વિચાર ગમી ગયો અને ધેન રેસ્ટ ઈઝ પ્રેઝેન્ટ 😛 મૌસમ-મ્યુઝીક રીવ્યુ (પ્રશમ), વ્હાઈટ ટાઇગર(શ્રુતિ) અને રિસ્ક વર્સીસ એડવેન્ચર(હર્ષ) ની ગુજરાતી-અંગ્રેજી મિક્સ પોસ્ટ્સથી શરુ થયો મેઘદૂતનો વરસાદ.
પછી વિચાર આવ્યો કે માત્ર બ્લોગ બનાવવો હોત તો પોતપોતાના બ્લોગ શું ખોટા હતા?નહિ,અહીં કૈક નક્કર કામ થવું જોઈએ,અને પછી શરુ કરી અમે કડક એડીટીંગની રુલબુક.
આ રુલબુક મુજબ,કોઈ પણ એડમિનિસ્ટ્રેટર એમનેમ સીધેસીધું પબ્લીશ નહિ કરે.બાકીનાએડમિનિસ્ટ્રેટરની સલાહ લઈને,ફીડબેક લઈને, એરર દુર કરીને જ પોસ્ટ પબ્લીશ કરવામાં આવશે.જે આજ સુધી જળવાઈ રહ્યો છે.
રુલ નંબર બે: કોઈ ડેડલાઈન નહિ. જી હા, કોર્પોરેટ નવરાત્રીની સીરીઝ વખતે અમે એક ડેડલાઈન રાખી હતી: રોજના એક આર્ટીકલની.ઓફીસ, ભણવાનું અને નવરાત્રી બધુ સાથે રાખીને કોર્પોરેટ વર્લ્ડ અને એની ચેલેન્જને પસાર કરવાના અમારી મતિ પ્રમાણેના ઉપાયો આપવાના. બસ એ ઘડી અને આજ નો  દિ. અમે બહુ હાર્ડલી ડેડ લાઈન પર કામ કર્યું છે. 😛 જે કઈ લખો એ ફ્રીલી લખો, એન્જોય કરો અને કરાવો.
પણ યેસ,એવું પણ નથી કે સાવ નઘરોળની જેમ અમે આળસુ છીએ. જયારે પોસ્ટ્સ ન આવતી હોય ત્યારના સમયમાં પણ ટ્વીટર અને ફેસબુક એક્ટીવ જ હોય છે.કાયમ એકાદ વન લાઈંનર અથવા એ જ મતલબનો થોટ બંને માધ્યમો પર આવતો રહે છે અને ટ્વીટર-ફેસબુક માટે શ્રુતિને અમારે અલગથી થેન્ક્સની શાલ ઓઢાડવી પડશે… 😉
રુલ નંબર ૩ : નો સ્પૂનફીડીંગ – આજ સુધી તમારી સાથે અમે ઘણું શેર કર્યું છે, એકાદ ફિલ્મી રીવ્યુ, મ્યુઝીક રીવ્યુ અમારી પહેલી જ પોસ્ટ માં થોડા સંગીત સજેશન, પણ ક્યાય અમે સ્પૂનફીડીંગ નથી કર્યું, કેટલાક ગીત, સંગીત સજેસ્ટ કર્યા છે, પણ ક્યાય એની કોઈ લિંક નથી મૂકી.આ પાછળ નો અમારો આશય એટલો જ હતો કે જો તમને રસ હોય અને થોડી ઘણીય અનુકુળતા હોય તો તમે હાથે આ બધું શોધશો અને માણશો, અને એઝ અ રીયલ સરપ્રાઈઝ આ થયું પણ છે, રઘુવીર ખુમાણ અને પારસ દેત્રોજા એ ફેસબુક પર મ્યુઝીક શેર પણ કર્યા છે. હા કદાચ એવું બને કે તમને ક્યાય કશું ના પણ મળે, તો તમે શોખથી અમારો સંપર્ક કરી અને બિન્દાસ અમારી પાસે માગી શકો છો.
અમારા વિષે થોડુક– પ્રચલિત માન્યતા પ્રમાણે લેડીઝ ફર્સ્ટ 😉
શ્રુતિ– એ પોતે બહુ જોરદાર કેરીયર ધરાવે છે.એન્જીનીયર હોવા છતાંય શબ્દ સાથે કૈક જોડાણ ધરાવે છે એટલે ટીમ મેઘદુતનો એ ભાગ છે.પ્રશમ અને હર્ષ કરતા ક્યાંય વધુ બીઝી હોવા છતાંય એ છોકરી રોજના ત્રણ થોટ ગોતી લાવે છે અને એ પણ રીપીટ કર્યા વગર.એટલે માઉન્ટ મેઘદૂત જેટલું પ્રચલિત છે એમાં ડાયનાસોર ફાળો શ્રુતિનો છે એમ ટીમ મેઘદૂત મુઠ્ઠી પછાડીને માને છે.
ભુમ્સ ઉર્ફે ભૂમિકા કેયુર શાહ– આ પ્રાણી ભૂલ ભૂલમાં અલગ સંવેદનાઓ લઈને બેઠું છે.દિલથી વિચારે છે અને દિમાગથી વર્તે છે.પણ,આ દિલ દિમાગનો તુમુલ સંઘર્ષ એને પજવે છે.આ પજવણી કી-બોર્ડ પર ઉતરે છે અને સર્જાય છે તબિયત ખુશ થઇ જાય એવી પોસ્ટ્સ.ભુમ્સની તાસીર લડાયક છે,પણ એમની કલમમાં રહેલી દ્રષ્ટિ ઈમાનદાર છે.એ તમારી સામે દ્રઢ મુદ્દાઓ મુકે છે અને વિચારતા કરી મુકે એવા વર્ડ્સનો વઘાર કરે છે. હમણાં જ જોડાયા હોવા છતાંય એમના અનુભવનો થેલો બહુ ભારે છે. આ અનુભવને લીધે ટીમ મેઘદુત વધુ વજનદાર બની છે.
હવે આવે છે હુકમનું પાનું,એટલે કે પ્રશમ ત્રિવેણી-અરે નાના,એની અટક ત્રિવેદી જ છે.પણ અમે એનું નામ ત્રિવેણી કર્યું છે.એનું કારણ છે.એનામાં સાહિત્યની સુઝ,મુવીઝ્નો મર્મ અને સંગીતનું સ્વરાન્કન ભળેલું છે. 😉 દુનિયામાં પ્રશમને મળ્યા પછીનો મારો બિગેસ્ટ અફસોસ હોય તો એ છે કે સાલો બહુ બધું વાંચી ગયો,હર્ષ પંડ્યા કરતા પણ વધુ.લાહોલ બુલા કુવત… 😛

સાલાએ સ્ત્રીઓ બેહોશ થઇ જાય એવી કૃતિઓ અમારી પાસે કડકડાટ બોલેલી છે.દોસ્તોવસ્કીથી લઈને વીપીન પરીખ અને બેફામ થી લઈને ઘણીબધી અવનવી કૃતિઓના સ્ટેજ એડેપ્ટેશન એ ચુટકી બજાકે રચી મારે છે અને આપણને એમ થાય કે રેતીનો મુઠ્ઠો ભરીને એના મોઢામાં ઠુંસી દઈએ.કેમકે ભારોભાર ઈર્ષા જન્માવે એવી અસ્ખલિત વાણી એ એના ઢાંસુ જ્ઞાન સાથે વહાવ્યા કરે છે . ઘણીવાર એમ થાય કે હું અને પ્રશમ જો બહુ સફળ થયા,તો બક્ષી-મધુરાયની જેમ એકબીજાને શીંગડા જ માર્યા કરવાના..સિયાવર રામચંદ્ર કી જય. 😉

અને આ બધાથી ખરેખર ઉપર આવે છે અમારો સર્ટિફાઈડ પાપી કાગડો જેણે પોતાનું નામ હર્ષ રાખ્યું છે. બ્લોગના લેઆઉટ,  Q & A વિથ કૃષ્ણ અને કોર્પોરેટ નવરાત્રીની પાછળ જેનું ભેજું છે એ મેગા માઈન્ડ. ભાષાની ક્વોલીટી અને કન્ટેન્ટની વૈવિધ્યતા માટે એ રાવણ છે, સાલો દસ માથા હારે રાખીને ફરે છે અને બાકીના દસ ફિક્સમાં મુક્યા છે. માઉન્ટ મેઘદૂતનું ખરું બેકબોન જેણે બ્લોગનો મોરચો બરોબર સાચવી રાખ્યો છે. About Us પેજ હોય કે આ પોસ્ટ, બધે એના શબ્દો રાસડા લે છે. બક્ષીનો મોટો પંખો-જેણે અશોક દવે ચાલુ કરાવે એ પહેલા ઘણાય પંખા ચાલુ કરાવ્યા છે… અને ટીમ મેઘદૂતને ગર્વ છે કે આવા કાગડા સતત અમારી ઉપર ઉડતા રહે છે. 🙂
આ તો અમે લખ્યું પણ જો તમે અમને ફૂલડે ફૂલડે, [ઇન ધેટ મેટર લાઈકે લાઈકે :P] વધાવ્યા ના હોત તો આ મેઘદૂત પહેલા વરસાદ માં જ કોરોધાકોર બની ને બહાર નીકળત. પણ ભર શિયાળે ય અમને વરસવા માટે પ્રોત્સાહિત કરનારા તમને ભૂલવાની દુર્બુદ્ધિ ભગવાન અમને કદીય ના આપે. છેક પહેલી પોસ્ટ થી અમને ટેકો આપનારા મિત્રો રઘુવીર, વિશાલ, અનીલ, ઉમંગ, દીપ, આધાર, સૌરભ, જીમિષ, અભિષેક પંચાલ, મિડ નાઈટ ઇન પેરીસ નું સજેશન કરનાર અભિષેક સોહાગીયા, અલ્પેશ, મહેન્દ્ર ભાઈ, કપિલ જેઠવા, હેમાલી,કૃતાર્થ,પારસ બધા નો ટીમ મેઘદૂત દિલથી આભાર માને છે.એક બ્લોગ જયારે હાલતા શીખે ત્યારે એણે કમેન્ટ રૂપી આંગળી આપનાર , ક્યારેક આંગળી કરનાર 😛 અને દોડતા કરનાર મિત્રો ને કેમ ભૂલાય?? ભર ઠંડી માં હુંફ ના ધાબળા ઓઢાડનાર દોસ્તો જ ટીમ મેઘદૂતના ઓક્સીજન બની રહ્યા છે. દોસ્ત રઘુવીર અને દોસ્ત વિશાલ એવા જ ધાબળાઓ બની રહ્યા છે.ઉદાર દિલે કોમેન્ટો વરસાવનાર રઘુવીરની વાતમાં દમ છે જ.આશા છે,વધુ ધારદાર સોચની મદદથી અમને વધુ હેરાન કરે. 😉  વિશાલ જેઠવા,એ સાલો એક નંબરનો આળસુ છે.ખાલી લાઈક કરીને ભાગી જાય છે અને અમારું એક સિક્રેટ કામ ટલ્લે ચડાવીને બેઠો છે.વાંધો નહિ બચ્ચું,તારોય વારો છે. એ ઉપરાંત અમે જોઈએ છીએ કે વિઝીટર્સમાં મુર્તઝા પટેલ નામના મિત્રે પણ મોંઘો સમય આપીને છેક કૈરોથી આ બ્લોગ નિહાળ્યો છે. વારે તહેવારે સ્ટેટસ લાઈક કરનારાઓની સંખ્યા ઘણી બધી છે અને અમારા પહેલા સબસ્ક્રાઈબર અનીલ શિંગાળા[એના વિષે શું લખવાનું હતું હર્ષ??? અરે પોપટ,આપડી બોણી કરાવનાર એમ હવે.. :)] , દર્શિત ભાઈ [બગીચા ના માળી] ની કમેન્ટ પણ વિચાર પ્રેરક હતી.
દોસ્ત પીનાકીન જોશી ને દિલથી થેન્ક્સ કહેવાની ઈચ્છા થાય છે, એણે પણ ફેસબુકમાં બ્લોગનો ઘણો પ્રચાર પ્રસાર કર્યો છે, ઉપરાંત દરેક પોસ્ટ માં કમેન્ટ્સ લખી ને અમારો ઉત્સાહ વધાર્યો છે. બ્લોગ ના સરપ્રાઈઝ વિઝીટર અને એક લાઈક થી દિલ ગાર્ડન ગાર્ડન કરનાર રજની[કાન્ત]ભાઈ ને તો ખરેખર થેન્ક્સ..આ ઉપરાંત જેનું નામ નથી લઇ શકાયું એવા નામી અનામી દરેક મિત્રો ને હાર્ટલી થેન્ક્સ. તમારા વ્યુસ અને રીવ્યુસ અમારી આંખો સામેથી ધૂળ ઉડાડી અમને વધારે ક્લીયર બનાવે છે, બસ અમે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જેટલો પ્રેમ અત્યારે આપો છો એટલો જ પ્રેમ આપતા રહો એવું અમે કરી શકીએ.

તો અમે અમારા આ લેકચર ને અહી વિરામ આપીએ, એ પહેલા તમને છેલ્લી વાત, તમે અમારા વખાણ તો કર્યાં જ છે પણ જ્યાં પણ અમારી કોઈ ભૂલ હોય, તમે અમને બિન્દાસ કહી શકો છો. અમારા સંપર્ક ના એક કરતા અનેક રસ્તા છે અને એના માટે અમે Contact Us નું પેજ પણ બનાવ્યું છે, ત્યાંથી તમને ગમતી રીતે અમારો સંપર્ક કરી શકો છો…. આભાર..

Last Nail In Coffin:
Come down selecter,
Rewind,
I thought I told you that we won’t stop,
I thought I told you that we won’t stop,
I thought I told you that we won ……
Wait a minute, we’re stoppin’,
What is this? – Bugs Bunny
From: Bugs Bunny rap – Space Jam
હર શમા જલતી હૈ, સહર હોને તક…
Leave a comment

9 Comments

  1. VIshal Gabani

     /  January 10, 2012

    મને ઘણો બધો આનદ થયો કે હૂ તમારી જેવી મહાન આત્માઓ સાથે ભણ્યો.

    આ પોસ્ટ ની contact us, about જે પણ લિંક ચે ઈ બધી ખોટા પેજ પર redirect થાય છે તો ઈ સુધારવા વિનંતી.

    બાકી તો Moz-E-Moz કરવો છો ને કાંઇ!!!

    Reply
    • તને આનંદ થયો એનો અમને વધારે આનંદ થયો, બાકી મહાન જેવું કઈ નથી….

      તારી લિંક વાળી વાત સાચી હતી, એ ભૂલ હવે સુધારી લેવામાં આવી છે, થેન્ક્સ અ લોટ

      Reply
  2. oh ho… Maru naam vaanchine I got Khooshi ke Aansoo..
    rula hi diya….
    Ye hui na baat…Super Like for this Thanks giving note….Yes..Obviously I m nt saying this bcoz my name is mentioned.. But I hv said many times and also fully believed tht this kind of thnks giving shld be done..nt only when blog reaches 1000 mark but whenever user comments on blog or cheers or criticizes….
    FB par status man and chat man to Congo kahi ja didhu 6…Atyare aa mount par fari thi congo…

    Ok Have tame heran karvani 6ut aapi ja 6…to Apun bolega..Fir mat bolana ki ye bahut bolata hai… Kyunki Baat Nikali hi hai to bahut dur takjayegi….lolzzzzz………

    1) One thing is sure..The Progress of this blog wil be slow…Now ask why..? bcoz the content of this blog is for Diwaan-e-khaas…Not for Diwaan-e-aam… .ya aa blog kacharo lakhava mate nathi…. Quality obviously high 6…and etle ja Ekta Kapoor ni serial ni jem dar 2 divase blog ni post aavati nathi… and aavavi pan na joiye…”nahitar Ba Khijay..”…(Prashambhai style…)

    And same thing for FB page…Quotes by Shruti is always fully OSM and requires too much Intelligence….

    But Diwann-e khas man jem Meenaxi jevi movie ne audience o6a male tevu banavani possibility atyare 6 nahi pan dhyan man rakhava jevi khari….

    2) Nw abt Diwaan-e-aam…. Yes Diwaan-e-aam…. 100 Diwaan-e-aam aave tema thi ja 10 Diwaan-e-khaas nikalata hoy 6 and bija 10 dhire dhire Diwaan-e-khaas banata hoy 6…. aa equation mane sachu lage 6 ane khotu lage to pan manava jevu kharu….

    3) Now for Marketing…Yes marketing shld be done….and marketing mate tame game tevi wild tricks vaparo to tema mane 1% pan khotu lagatu nathi…Why..? Because this is nt any1’s personal effort but combined effort….and also good intention of sharing….to pa6i Sam,Dam, Dand,Bhed game te vaparo tema kai khotu nathi….

    4) Now wat to do for marketing..? to Get Diwaan-e-aam and Diwaan-e-khaas together..?
    Obviously Hungama…..Light Subject….Diwaan-e-khas no dhagalo thay tevu..Satire wid Humor is most fav recent days…

    Generally Facebook status and in most pages in FB,Twitter and in some blogs manly some things are always popular and Super Hit….
    They are like this..
    4.1)Humor..
    4.2)For Lovers- Romantic lInes..
    4.3)For Heart Brokens-Sad Lines or duniya man koi koi nu nathi te type na content..
    4.4)Hope, Motivational, Inspirational
    4.5)Full Negative Satire OR Balanced Satire or Criticism wid Humor…

    All types above mentioned are evergreen super hit in any medium. There could be many others but by observation I hv come to knw this types so far..

    4.5th type nu best example “BigDowg” naam na blog writer e Ra1 par lakhelo 6..Je mane khabar 6 Prasham bhai ne bahu ja gamashe… …. here is its link..

    An open letter to SRK.

    An open letter to SRK.

    and also other blog posts by this writer is also super cool….worth to read….

    And also “Open letter to a Delhi boy” by a south indian girl…..

    http://raagshahana.blogspot.com/2011/09/open-letter-to-delhi-boy.html

    Both are open letter type blogs…both are full of satire,humor…must read,,,but thing is tht these only Single ya only single blog post pulled around 1 Lac viewers to blog….and thts very big achievement where both writers are nt national celebrity… Yes Guys this is world of sharing..Any blog or any content can get 1 lac hits in 1 month… Everything is possible….. No..I m nt saying to write negative or cheap..just take this possibility into consideration….I m nt also saying just to be crazy for just increase blog hits…but this thing amazed me too much at tht time…so just sharing wid u right nw…

    And all 5 types mentioned above shld be implemented alternatively..at different intervals and on different scenarios….So just saying tht go for each zone.. wana say Leave no stones unturned…

    And ghana Sensitive and Interesting topic par lakhi shakay..
    Ek to mare Prashambhai sathe ja discuss thayo hato…Corporate series babate…Prashambhai pase ja suggestion aavyu hatu ke jem Corporate ni negative side vishe jem lakhyu tem ghana Employee pan Jalasa karata hoy 6…Temana vishe pan funny manner man lakhavu joiye…aava bija ghana topic mali aave….

    Yes literally aavi mahan vibhuti bethi hoy tema kya subject par lakhavu te hun suggestion hun aapi shaku tetalu knowledge mari pase nathi…but yaad aavyu etle kahi didhu…

    And yaar SEO ni pan kai jarur nathi… 6elle bindaas blog ni navi post aave tyare JV ni wall par to post kari ja devaay aarma thi…. Bindaas…Ha bani shake ke aa idea tamane pan aavyo hoy but koi reason ne lidhe aaply na karyo hoy…pan jo apply thai shake tem hoy to karava jevo kharo…
    And bija je quality reading man manata hoy tene Tag pan karay….

    And JV na Lady Gaga na article man ek mast vaat hati..
    “loko ne Intelligent vaat man ras leva mate pan tricks karavi pade 6..” .. one of my fav quote… and best suitable quote for Marketing..

    5) Create Index for Blog,… as in JV blog..Where u can find all blogs written so far in Index manner….and its convenient for both.. Admin and readers also….

    6)As far as blog matters Except Prashambhai both admins hv mostly didnt reply… Ha te tamari choice 6.. Tema mane bolavano koi right nathi.. But when u r on mission of SHARING wid vision then it SHOULD BE…. ha tamari personal post man reply ke even LIKE pan na karo to chale… but ahiyan reply back thavo joiye evu hun manu 6u…Ha busy hoy.brbr 6..badha mari jem navari bajaar na hoy teni mane khabar 6..lolzzz…its ok..pan bhale 1 week pa6i reply karo pan reply hovo joiye…. May be Long Term reader aam ja banata hoy 6….

    7) Nw For FB page… Shruti continuously daily 3-4 unique and solid quotes without repetition post kare 6 to temathi ketala Prashambhai ke Harshbhai e share karya te kaho…Very Less… Aa maate pan vicharava jevu kharu..aama Laziness nu bahanu aapine 6ataki na shakay….

    OK…Bahu bla bla bla thai gayu…. But Nw its time for thnks giving frm me..

    Shruti’s blog post abt small things fully osm…I liked it…fully..

    Harshbhai’s blog on Risk/vs adventure and Also latest post on Ishu and Krishna and On movie marketing – I liked all and enjoyed reading them fully… Ha and Movie marketing ni mari lambi comment no kai pan reply aapava man aavel nathi….tenu shun karvanu 6..? ha ha..just kidding… and Kudos for ur writing ..

    Prashambhai – lolzz really aa person nu reading, GK and English Vocabulary joine mane pan kyarek jealousy thay 6…. 😉 … but Prashambhai’s posts alternative history, numbers and Midnight in Paris all are osm…and same like other blogs enjoyed fully….and teman
    a literature and English vocabulary no labh main chat man and rubaru man ghani vaar bindaas lidho ja 6… and future man pan labh levama aavashe ja…..
    Midnight in Paris mate super duper like………and thnx for suggesting tht movie…. Classy movie under the ordinary treatment by Genius Woody Ellen…and also to અભિષેક સોહાગીયા…… And Prashambhai ne reader na reply karava mate full marks aapava pade… te mate Claps….

    Really this blog is unique and fresh in many matters… aatalu fresh and unique atyare Gujarati man professional writer sivay bijana blog man bahu o6u jova male 6….thts fact… ya may be evu bane ke hun o6u vaanchato hoish…but still this scenario is thr…

    Now some clarification for this comment :

    –> First of all sorry for mixing Gujarati and English..but jem magaj man aavyu tem lakhava mandyo…and also for lots of typo and grammar mistakes….

    –> Upar na badha suggestion mind man jem aavya tem sidha lakhi nakhya 6… may be tema amuk suggestion saav bekaar hoy and amuk sara pan hoy… but je thoughts aavya te bindaas lakhi nakhya… Ha aa comment man koi jagya e vadhare negative,aggressive ke rude bhul thi thavai gayu hoy to sorry …I didnt mean tht single percent….. and same koi jagya e show off lage ke limit cross thai gai hoy to pan maafi….

    –> And giving advise is one of most easiest task to do… and upar na koi suggestion man thi tamane koi game to te hardwork pan tamare ja karvanu 6…. amari jeva readers e to khali aaram thi vaanchavanu ja 6…. even hun maro blog start karu tyare aamathi hun ketala suggestion apply karu teni mane pan khabar nathi…..seriously…

    –> Ya I hv to clarify this..becoz ahiyan je amuk suggestion 6 te babate hun pan doubt man hato ke publically lakhu ke nahi…but pa6i em thayu ke Mount Meghdoot par sachu lage te bolava man koi ne pan vaandho na hoy…..etle pa6i lakhi nakhyu….

    –> And mane nathi khabar aa comment vaanchine koi ne kantalo aavyo ke majaa aavi.. but mane lakhavani maja aavi….. ghana time pa6i aatalu lambu lakhyu…. Self like ho.. ha ha ha…

    So Just keep rocking and keep Climbing new height..

    Wishing u for 1 million Hits.. Amen………

    Reply
    • Harsh Pandya

       /  January 11, 2012

      ફરિયાદ સ’હર્ષ’ નોંધાય ગઈ છે રઘભા [પ્રશમ આ જ સંબોધન કરે છે એટલે આપડેય હલાવીએ છીએ.. 😉 ]

      વેલ,તમારી વાત ૧૦૦૦% સાચી છે કે અમે શ્રુતિના અપડેટ શેર નથી કરતા.એ રીઝોલ્વ કરી દેવામાં આવશે.ડીસ્કશન આપડે ત્યાં પણ થશે જ.પરંતુ મને જે બીક છે એ ફેસબુક જેવા ડીસ્કશનની કે જેમાં અર્થહીન વતેસર થઇ જાય છે. મને એક બીજો જ વિચાર આવ્યો છે કે જે કોઈ પણ કમેન્ટ આપડા જાણીતા મિત્રો જેમકે તમે,વિશાલ etc કરો, એમાં આપ સહુ પોસ્ટ રિલેટેડ નવું ગોતીને મુકો તો પોસ્ટ વધુ ખીલી ઉઠે અને ભવિષ્યમાં રીડર્સ માટે એક આખો મલ્ટીમીડિયા એક્સેસ ઉભો થાય એવી નમ્ર અરજ છે. સો,વધુ ને વધુ વાંચીએ અને જાણીએ તથા શેર કરીએ…

      Reply
  3. Paras Detroja

     /  January 11, 2012

    જેવી રીતે છેલ્લા ૫ મહિના માં મુલાકાતી ઓ ની સંખ્યા ૧૦૦૦ થયી તેમ જ આગલા ૫ મહિના માં ૧૦૦૦ માં થી ૧૦૦૦૦૦૦ થાય એવી હાર્દિક શુભકામનાઓ 🙂
    ખરેખર તો મુલાકાતીઓ ને આ બ્લોગ માં થી ઘણુંબધુ જાણવા મળે છે. સંપાદક મિત્રો (ટીમ મેઘદૂત) ને અંતરના અભિનંદન.

    Reply
  4. ઉપર થી વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મન માં એક મધ જેવો વિચાર આવ્યો કે સાલું મારું નામ ભી આમાં આવે અને ખરેખર એક સુખદ અચકા સાથે આવ્યું પણ ખરું
    આ બ્લોગ જે એક્ષ્પર્ત “ચોકડી” દ્વારા લખાય રહ્યો છે આ જોતા સિતારા બુલંદ છે
    ઘણી વખત બ્લોગ વાંચી ને કોમેન્ટ શું મુકવી આ વિચાર આવે છે પણ તમારો ફ્રેન્ડલી પ્રતિભાવ મળ્યા પછી દિલ થી કૈક કેવાનું મન થાય છે
    હર્ષ અને ભૂમિકા મેંમ ના બ્લોગ થી તો પરિચિત હતો પણ જ્યાંરે અહિયાં બધાનું મિક્ષ સલાડ વાંચવા મળ્યું ત્યારે મજો પડી ગયો
    keep writing like that…bcz ur readers are alwys hungry for the best

    Reply
  5. 😛
    શું કહું?
    ચકરાવે ચડ્યું મન.
    બીપ બીપ બીપ…
    ઓકે…
    થેન્ક્સ મારા વખાણ કરવા માટે… 😛
    {એક બાજુ M .tech ના થોથા,બીજી બાજુ રહ્યા કોલેજ માં ફેકલ્ટી,એક કલાક ભણાવવા બે કલાકની તૈયારી જોવે,દરરોજના બે લેકચર, એમાં પાછા સબ્જેક્ટ પરમેંન્નટ ફેકલ્ટીએ તરછોડેલા હોય એ ટોપલો આપડી માથે,સાંજે ટ્યુશન્યાના ટોળા,માંડ પૂરું થાય ત્યાં જમીને કાં એમ.ટેક અથવા કોમ્પીટીટીવ એકઝામની તૈયારી.
    જો કે મોબાઈલથી એક પગ ફેસબુકમાં હોય અને મોબાઈલમાં જ બ્લોગ કચકચાવીને વાંચી લવ છું પણ કોમેન્ટ સાલી મને ગુજરાતી માં કરવાનો ચળીયો એટલે ખાલી લાઇક કરીને ભાગી જતો કે કોમેન્ટ લેપી ખોલું એટલી વાર.એટલે ઘણી વાર રહી જાય.
    હું કઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી કે નથી મારી પાસે પ્રોફેશનલ વાપરે એવા સોફ્ટવેર્સ.
    છે ખાલી કાગળ અને પેન્સિલ.
    આપડે જયારે વાત થઇ ત્યારે મારે ટ્રેનીંગ ચાલુ થયેલી,ટાઇમ સવારે ૮ થી સાંજે ૮.
    હું એમ નથી કહેતો કે “હું બહુ વ્યસ્ત છું,પણ એ ગાળામાં અસ્ત્વય્સ્ત જરૂર હતો.” એટલે સોરી. 😦 }

    કશુક છે જે તમારી સાથે મને જોડી રાખે છે.

    હું થી હમ,હમ થી હજાર,હજાર થી દસ હજાર થોડાક મહિનામાં જ વાંચવા મળે.

    એક વાત કહું તો ક્વોલીટી માં જ ધ્યાન આપજો નહી કે ક્વોન્ટીટીમાં…,
    ઈ મેઈલ સબસ્ક્રાઈબર નું ખાનું ઉપર ડાબી બાજુ તરત દેખાય એમ મુક.
    બીજું તો લાંબુ લચક રઘભા(!)એ કીધું જ છે.

    પ્ર’શમતા’ અને ‘હર્ષ’ ની લાગણી એક સાથે મનમાં દોડે એવી ‘ભૂમિકા’ આ બ્લોગની ફલ’શ્રુતિ’ છે!
    બસ, નોલેજના વરસાદમાં પલળતા રહીએ. 🙂

    ‘માઉન્ટ મેઘદૂત’ ને અને એના ‘ચારેય’ પિલર ને દસેય આંગળીયોના ‘વિશાળ’ જે શી ક્ર્ષ્ણ! 😉

    Reply
  6. journey from head to toe of this website was awesome…!!

    took my whle evening ,but it was worth it….

    yeah… i wil teell yu to post everyweek…i love this website..all of yu r doing great…thanx fo tis…;))

    Reply
  1. સર્જક અને સર્જન – Creator and creation | Mount Meghdoot

Leave a comment