VOD: અગર સિનેમા હોલ મેરે પાપા કા હોતા….

પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્યા વગર હાલતા થઇ જાત, જરૂર પડે તો પાછા એ જ મુવી મફત માં જોઈ લેત, અને એટલીસ્ટ શો ટાઈમ કેચ કરવા માટે ભાગદોડ તો ના કરવી પડત.

એ બાળક તો ઠીક, મારી તમારી જેવા ફિલ્મ પ્રેમી પુખ્તો માટે તો આવું મારા બાપ નું સિનેમા હોલ ખાસ જરૂરી છે. સ્પેશિયલી ૮૦% જોવાલાયક ફિલ્મો થીયેટર માં સ્કીપ કરવા માટે હું તો આજની તારીખે ગાળો ખાઉં છું. બોલીવુડ ની રાંજણા, ફેન, તનું વેડ્સ મનુ, દંગલ, સુલતાન, હિન્દી મીડીયમ હોય કે હોલીવુડ ની વન્ડર વુમન, વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, બોસ બેબી વગેરે ઘણી જોવાલાયક ફિલ્મો થીયેટર માં નાલાયકો ની જેમ ના જોવા માટે હું કુખ્યાત છું. અને જો તમે તમારી વ્યસ્તતા ના લીધે ફિલ્મો જોવાના સપના ને માંડી વાળ્યું હોય તો વેલકમ ટુ ગોવા સીન્ઘમ……..

અને આ તો ખાલી તરો તાજા ફિલ્મો ની વાત છે. જૂની અને ક્લાસિક ફિલ્મો થીયેટર માં જોવી એ તો પહેલા ધોરણ ના બાળક ને કેલ્ક્યુલસ શીખવવા જેટલું સહેલું કામ છે. (આપણે એટલા નવરા ખરા ને પાછા… 😉 ). અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો હોય તો એમાં અમુક સિલેક્ટેડ ફિલ્મો ને બે-ત્રણ દિવસો માટે રી-રીલીઝ થાય. જે આપણે લોકો તો જોવા થી રહ્યા. અને જો નાના શહેરો માં હો તો અમુક રેગ્યુલર ફિલ્મો પણ નથી આવતી તો ક્લાસિક ફિલ્મો ના નામ નું તો નાહી જ નાખવાનું.

પણ પ્રભુકૃપા થી એવું નથી, આ બે હજાર સત્તર છે અને ધેર ઇસ અ સોલ્યુશન ફોર ધેટ. જીવન ના બધા જ પ્રોબ્લેમ ની જેમ અહિયાં પણ એક સોલ્યુશન છે. ખરેખર એક સિનેમાહોલ છે જે આપણા (કે આપણા સંતાનો ના) પરમ પૂજ્ય પિતાશ્રી નું છે, એક્ચ્યુઅલી એક નહિ આવા ઘણા બધા સિનેમા હોલ છે. અને એ બધા નું એક સામાન્ય નામ છે VOD, એટલે વિડીઓ ઓન ડીમાંડ. જેના લીધે સિનેમા જ નહિ, ટીવી ચેનલ પણ અપને પાપા કી હો ગઈ હૈ, (સોરી ફોર ધીસ વર્ણ સંકર વાક્ય… 😀 )

અને એટલે જ આવી VOD સર્વિસ નું માર્કેટ ચગ્યું છે. જો તમે સારાભાઇ વર્સીસ સારાભાઇ ટેક ટુ કે ગેમ ઓફ થ્રોન્સ હોટસ્ટાર ઉપર જોઈ હોય, ઇનસાઇડ એજ નું નામ પણ સાંભળ્યું હોય કે શેરલોક, હાઉસ ઓફ કાર્ડ્સ, માર્વેલ ની ડેર ડેવિલ વગેરે જોવાની ઈચ્છા પણ હોય તો તમે એક ય બીજા નામે VOD થી પરિચિત છો અથવા તમને એમાં રસ છે. અને એમાં તમે એકલા નથી, મારી તમારી જેવા ઘણા યંગસ્ટર્સ છે જે એનો ઘણો મોટો ફ્રી ટાઈમ આવી સીરીયલો ને binge watch કરવા માં પસાર કરે છે (અથવા નવરાશ ના સમય માં મનગમતી ફિલ્મો જોઈ લે છે)

Why not TV?

ટીવી માં શું જોવું અને ક્યારે જોવું એ આપણે નક્કી નથી કરી શકતા, એ નક્કી કરે છે ચેનલ ના માલિકો અને ચેનલ ને કમાણી કરાવી આપતા એડ પ્રોવાઈડર્સ. અને એટલે જ આપણા માથે મરાય છે પેહરેદાર પિયા કી અને નાગિન જેવી અઢાર મી સદી ની સીરીયલો, ક્યારેય પૂરી ન થતી સીરીયલો, નવરા લોકો ને જજ (કે કોન્ટેસ્ટન્ટ) બનાવી એક ની એક રોતલ કહાની અને રીપીટેડ ટેલેન્ટ દેખાડતા રીયાલીટી શો, જાનીએ મેરી શર્ટ તેરી શર્ટ સે સફેદ ક્યુ હૈ જેવી બુડબક એક્સક્લુઝીવ ન્યુઝ આઈટમો અને દર રવિવારે આવતું સૂર્યવંશમ કે ભૂતનાથ(અને વિકડેઝ માં માથે મારતી સાઉથ ઇન્ડિયન ફિલ્મો). અને એ પણ બે એડ્સ ની વચ્ચે (એટલું ય ઓછું ના હોય એમ ચાલુ પ્રોગ્રામે સ્ક્રીન નાની કરી ત્યાં એડ માથે મારવા માં આવે છે).

And why not torrents?

પણ VOD માં આ કોઈ પાબંદી નથી, પહેલા કહ્યું એમ ગમે તે, ગમે ત્યારે, ગમે એટલી વખત જોવાની આઝાદી આ VOD આપે છે, અને એમાં આપતા કન્ટેન્ટ પણ લાજવાબ હોય છે. હા આ બધી સીરીયલો/ફિલ્મો માટે ટોરેન્ટ તો અવેલેબલ છે જ પણ ટોરેન્ટ માં પણ અમુક ગેરફાયદા હોય છે. એક તો ટોરેન્ટ ના ઓટો બેકઅપ નથી હોતા. વળી ટોરેન્ટ માં કેવું રેઝોલ્યુશન આવે અને ઓડિયો કઈ લેન્ગવેજ માં આવે એ કઈ નક્કી નથી હોતું (હું પોતે બે મુવી માં પકડાઈ ગયો છું, ડ્યુઅલ લેન્ગવેજ ના નામે એક ફિલ્મ સ્પેનીશ-ઈંગ્લીશ અને બીજી રશિયન-ઈંગ્લીશ માં ડાઉનલોડ કરી નાખેલી 😎 ). ઉપરાંત તમે ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલું એક મુવી એક જ જગ્યા એ જોઈ શકો, કાં તો તમારા PC Screen પર ને કાં તો મોબાઈલ માં. બીજી જગ્યા એ જોવું હોય તો બીજે કોપી કરવું પડે. ટોરેન્ટ માં તમે અધૂરે થી કોઈ મોટા કામ માટે ઉભા થવાના હો તો તમારે યાદ રાખવું પડે કે છેલ્લે તમે ક્યાં સુધી જોયું હતું અને પછી બીજી વખત ચાલુ કરો ત્યારે ત્યાં સુધી સ્કીપ કરવું પડે (સિવાય કે તમે અમુક વિડીઓ પ્લેયર વાપરતા હો).

VOD માં આવા કોઈ જ પ્રોબ્લેમ નથી આવતા. મોટાભાગ ના VOD પ્રોવાઈડર્સ તમને તમારા નેટવર્ક અને સ્ક્રીન પ્રમાણે વધુ માં વધુ HD રીઝોલ્યુશન આપે છે. સબટાઈટલ પણ હોય છે અને જો સબટાઈટલ અને ઓડીઓ બીજી ભાષા માં હોય તો એના ય ઓપ્શન હોય છે. અને હા, આ બધાજ (+/- ૧૦ સેકંડ ના ગાળા માં) તમે ક્યાં સુધી જોયું હતું એ યાદ રાખે છે અને બીજી વખત તમે ગમે એ સ્ક્રીન માં (કમ્પ્યુટર હોય મોબાઈલ હોય કે ટીવી) લગભગ ત્યાં થી જ ચાલુ કરે છે.

VOD is for everyone

એવું નથી કે VOD સર્વિસ ખાલી આપણા માટે જ ફાયદાકારક છે, એ ફિલ્મ અને સીરીયલ ના પ્રોડ્યુસર્સ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એક ટીવી સીરીયલ ના પ્રોડ્યુસર માટે એની સીરીયલ ક્યાં સમયે આવે છે એ વધારે અગત્ય નું હોય છે. રાત્રે ૮ થી ૧૧ વચ્ચે આવતી સીરીયલ બધા જ જોતા હોય, એમાં આવતી એડ ના ય વધારે ભાવ હોય. એટલે એ ટાઈમ સ્લોટ માં સીરીયલ કે ફિલ્મ દેખાડવી એ વધારે અગત્ય નું હોય છે. અને એટલે પ્રોડ્યુસર ને

૧. એ ટાઈમ સ્લોટ માં જોવાતી સીરીયલો જેવી જ સીરીયલો બનાવવી પડે

૨. એ ટાઈમ સ્લોટ માં જે લોકો એડ આપતા હોય, અને એ ચેનલ ના હાઈ કમાંડ ને સંતોષ થાય એવી વાર્તા અને એવા એક્ટર્સ લાવવા પડે

૩. અમુક હદ થી વધારે બોલ્ડ (કે ઇવન કોમન સેન્સ ધરાવતી) વાર્તા ના દર્શાવી શકાય, સેન્સરશીપ પણ માથે પડે.

૪. બહાર ના દ્રશ્યો, મોટા એક્ટર્સ કે ડીરેક્ટર ને ના લાવી શકાય, એક તો આનો ખર્ચો વધારે હોય અને ચેનલ બને એટલા ઓછા બજેટ માં સીરીયલો બનાવવા અને પતાવવા માંગતી હોય, અને એટલે આવી બધી સીરીયલો નું બાળ મરણ થઇ જતું હોય છે(જેમકે બચ્ચન/અનુરાગ કશ્યપ ની યુદ્ધ, આસુતોષ ગોવારીકર ની એવરેસ્ટ, અનીલ કપૂર ની 24) . કારણકે આ બધી ફ્રી ટુ એર ચેનલો છે, ચેનલો ને સબસ્ક્રિપ્શન ના એટલા બધા રૂપિયા  ય નથી મળવાના.

અને એટલે જ આ ચેનલો આપણા માથે એક નો એક માલ માર્યા કરે છે. જયારે VOD માં ગમે ત્યારે જોઈ શકાતી હોવાને લીધે પ્રાઈમ ટાઈમ નું કોઈ પ્રેશર ના હોય, અને સેન્સરશીપ ની બબાલ ના હોય એટલે સર્જકો પોતાની ક્રિએટીવીટી નો જોરદાર ઉપયોગ કરી શકે છે. VOD નું બજેટ મર્યાદિત હોવા છતાં ય એ લોકો આ બે પ્રેશર ની ગેરહાજરી ના લીધે ખુબ સરસ સ્ટોરીઝ આપણને આપી શકતા હોય છે. ઘણી વખત VOD માટે આ લોકો મેઈન એક્ટર્સ ને જ કો-પ્રોડ્યુસર્સ બનાવી ને ખર્ચ કંટ્રોલ માં રાખે છે, અને એક થી એક ચડિયાતા કન્ટેન્ટ આપે છે.

પણ, ખર્ચો???

VOD પ્રોવાઈડર્સ ભારત માં છેલ્લા ૨-૩ વર્ષ થી આવ્યા છે. ફરજીયાત D2H ચેનલો થવા પાછળ VOD નો પણ એક અગત્ય નો ફાળો છે. આપણી મોટાભાગ ની ચેનલો VOD સાથે સંકળાયેલી છે, સ્ટાર નેટવર્ક નું હોટસ્ટાર હોય કે TV 18 (કલર્સ) નું Voot અને સોની વાળા નું Sony LIV, સીરીયલો, સ્પોર્ટ્સ અને ફિલ્મો બધું અત્યારે VOD ઉપર આવી ગયું છે. એટલું ઓછું હોય એમ છેલ્લા દોઢ બે વર્ષો માં VOD ના મહામહિમ એવા નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ વિડિયોઝ પણ ભારત માં આવી ગયા છે. અને આપણી માટે ટાઈમપાસ કરવા માટે ઢગલા મોઢે કન્ટેન્ટ આપે છે. મહીને ૧૨૦૦-૧૫૦૦ રૂપિયા માં આમાંનું ઘણું બધું તમે માણી શકો છો, અને જો તમે શોખીન હો તો D2H + અમુક ચેનલો + સારું ઈન્ટરનેટ નો ખર્ચો ૯૦૦-૧૦૦૦ સુધીનો તો થઇ જ જાય છે.

તમે ઉપર કહેલી કોઈ VOD સર્વિસ ના સબસ્ક્રાઈબર છો (હું પોતે નેટફ્લીક્સ, એમેઝોન અને Sony LIV નો સબસ્ક્રાઈબર છું), તો તમારા અનુભવો અમારી સાથે શેર કરો. જો તમે VOD માં સબસ્ક્રાઈબ થવાનું વિચારતા હો અને કન્ફયુઝ હો તો અમારી આગલી પોસ્ટ સુધી રાહ જુઓ. જેમાં અમે અમુક સર્વિસ ની સરખામણી કરશું. ત્યાં સુધી, મે ધ ફોર્સ બી વિથ યુ.

સેમીકોલોન

જો તમે e-books વાચતા હો અને ખાસ તો ગૂગલ પ્લે બુક્સ નો ઉપયોગ કરતા હો તો એક સરસ trick, તમારી નોટ્સ ને વર્ડ ડોક્યુમેન્ટ તરીકે ઓટોમેટીકલી એક્સપોર્ટ કરો.

નમુના તરીકે હમણાં જ પૂરી કરેલી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો ની નોટ્સ અહિયાં અને ટ્વિન્કલ ખન્ના ની Mrs Funnybones ની નોટ્સ અહિયાં વાંચો.

Advertisements

Geek Gyan 2 – જરા હટકે ઓન ધ મૂવ્સ

[#નોટટુસેલ્ફ : વેલકમ બેક ટુ માઉન્ટ મેઘદૂત]

એક સર્વે પ્રમાણે મારા તમારા જેવાઓ નો મોટાભાગ નો ટાઈમ મોબાઈલ અને કમ્પ્યુટર માં પસાર થાય છે. દિવસ ના ચોવીસ માંથી ૬ કલાક થી લઇ ને (મારી જેમ કમ્પ્યુટર પ્રોફેશનલ્સ ના કેસ માં) ૧૬ કલાક કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન્સ ની સામે જ પસાર થાય છે. અને એમાંય કામ ન હોય તો ઘણો ખરો સમય વ્હોટ્સ એપ્પ અને ફેસબુક લઇ લેતો હોય છે.  અને અમારા રીડર માંથી મોટા ભાગ ના મિત્રો સ્માર્ટફોન ધરાવે છે. અને એટલે જ આ પોસ્ટ એના ઇન્ટરેસ્ટ માટે જ છે. અમે આ પોસ્ટ દ્વારા કેટલીક એવી સાઈટ્સ નો પરિચય કરાવવાના છીએ જે ટાઈટલ માં સજેસ્ટ કર્યા પ્રમાણે બીજા બધા આઈડિયા થી જરા હટકે પણ છે અને આપણા સ્માર્ટફોન માટે એની કમ્પેનીયન એપ્પ પણ છે સો ધેટ યુ કેન યુઝ ધેમ ઓન ધ મૂવ્સ.

એપ્પ્સ અને આઈડિયા નો પરિચય શરુ કરાવતા પહેલા Android ધારકો માટે કામ ની વાત. પોસિબલ છે કે ગુજરાતી માં હોવાને લીધે તમે આ પોસ્ટ તમારા ફોનમાં  વાંચી શકતા નહીં  હોવ. આ પોસ્ટ માં જે તે એપ્પ વિષે તમે વાંચશો ત્યારે એ એપ્પ ની લિંક પણ હશે. જો તમે આ એપ્પ તમારા ફોન માં ઇન્સ્ટોલ કરવા માગતા હો તો તમારે અહી થી લિંક કોપી કરી તમારા ફોન માં પેસ્ટ કરી ઇન્સ્ટોલ કરવાની કડાકૂટ કરવાની જરૂર સહેજેય નથી. એની માટે એક ઇઝી રસ્તો છે. (ચાન્સીઝ આર હાઈ કે તમને આ રસ્તા ની ઓલરેડી ખબર જ હોય)

તમારા Andorid ડિવાઇસ માં તમે જે ગૂગલ એકાઉન્ટ થી લોગીન કર્યું હશે એ જ લોગીન તમે અહિયા બ્રાઉઝર માં ગૂગલ માં લોગીન કરી લ્યો. જો તમારા ફોન માં એક થી વધારે એકાઉન્ટ હોય તો તમે ડીવાઈસ માં જે લોગીન પહેલું કર્યું હોય એ લોગીન કરવું સલાહ ભર્યું છે. લોગીન કર્યા બાદ અહિયા આપેલી android વાળી લિંક તમે ખોલશો એટલે તમને ગૂગલ પ્લે ના જે તે એપ્પ ના પેઈજ માં જ લઇ જશે. અને ત્યાં થી ઇન્સ્ટોલ બટન દબાવવાથી તમારા ફોન માં ઓટોમેટીકલી ઇન્સ્ટોલ પણ થવા માંડશે.

એક ઓર નોટ. અહિયા iOS લખ્યું છે એ એપ્પ આઈ ફોન (અને કદાચ આઈ પેડ) માટે પણ ઉપલબ્ધ છે.

તો લેટ્સ સ્ટાર્ટ વિથ આઈડિયા નંબર એક.

1. trello: ઓર્ગેનાઈઝ વિથ ફ્ન.

સાઈટ, Android, iOS , બધા પ્લેટફોર્મ્સ

ગીક જ્ઞાન ની પહેલી પોસ્ટ માં અમે સ્ટેક ઓવરફ્લો ની વાત કરી હતી. એના બે ફાઉન્ડર માંથી એક એવા જોએલ સ્પોલ્સકી ની એક બીજી કંપની તરફ થી મળેલી ટ્રેલ્લો એક ઓર્ગેનાઈઝેશન માટે એક બહુ ઉપયોગી રસ્તો છે. તમારા બધા કામ માટે એક બોર્ડ હોય છે, જેમાં ત્રણ લીસ્ટ બની ગયા હોય છે- ટુ ડુ, ડુઇંગ અને ડન. જેમાં નામ પ્રમાણે તમે કરવાના કામ, થઇ રહેલા કામ કે થઇ ચુકેલા કામ નું લીસ્ટ રાખી શકો છો. દરેક લીસ્ટ માં એક કાર્ડ બને છે જેમાં ટાઈટલ, વધારા ની માહિતી, પેટા કામ (સબ ટાસ્ક) નું એક ચેક લીસ્ટ, ઈમેજ,ડ્યું ડેટ વગેરે એડ થઇ શકે છે. એમાં તમે ડ્યું ડેટ રાખી શકો છો એને તમારી અનુકુળતા પ્રમાણે કલર કોડ પણ આપી શકો છો અને જો તમે ટીમ માં કામ કરતા હો તો કોઈ સાથીદાર ને પણ કામ સોપી શકો છો.

જે લોકો પ્રોફેશનલ કામ માટે આવા સોફ્ટવેર નો ઉપયોગ કરે છે એ લોકો માટે આ વાત નવી નથી, આવા કૈક સોફ્ટવેર છે. પણ ટ્રેલ્લો આ જ કામ ને બહુ સિમ્પલ બનાવે છે. અહિયા જે કઈ છે એ બધું આપણી સામે જ છે. એક (વધી ને બે) ક્લિક માં આપણા બધાજ કામ થઇ શકે છે.  કોઈ કાર્ડ ને એક લીસ્ટ માંથી બીજા લીસ્ટ માં લઇ જવાનું કામ ડ્રેગ અને ડ્રોપ થી થઇ જાય છે.  અને ઓર્ગેનાઈઝેશન માટે ના બીજા સોફ્ટવેર માં આવી સિમ્પલ છતાંય દર વખતે કામ કરે એવી કોઈ સુવિધા મે નથી જોઈ, (તમને આનાથી સિમ્પલ મળતું હોય તો પ્લીઝ લેટ અસ્ નો અમને એ ઓપ્શન એક્સ્પ્લોર કરવા માં રસ અને વાટકો બંને છે)

એક ઓર કામ ની વાત, ઉપર જણાવેલા બધા ફીચર્સ ફ્રી (ફોરેવર ફ્રી) છે, જેથી નવી કમાણી કરી રહેલા સ્ટાર્ટ અપસ, અમારી જેવા જસ્ટ ફોર ફ્ન બનેલા બ્લોગ્સ કે નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એનો બિન્દાસ યુઝ કરી શકે. ઓર્ગેનાઈઝેશન ના કાયમી દુશ્મન એવા અમે પણ ટ્રેલ્લો નો ઉપયોગ કરીએ છીએ.. 😛 એ સિવાય પણ પેઈડ પાવર અપ મળી શકે છે જે આ સિવાય પણ બીજી ફંકશનાલીટીઝ આપે છે.  અને રહી વાત મોબાઈલ ની, તો એની Android ફોન એપ્પ આ બધા ફીચર્સ ધરાવે છે.

2. Duolingo

સાઈટ, android, iOS

મારી જેમ તમે પણ કોઈ યુરોપિયન લેન્ગ્વેજ શીખવા માંગતા હો, અથવા તો કોઈ યુરોપિયન કન્ટ્રી માં ફરવા કે રહેવા જવાના હો તો આ સાઈટ કે એપ્પ તમને ઘણી કામ માં આવી શકે છે. જો તમે ઈંગ્લીશ ભાષા માં પકડ ધરાવતા હો તો ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન વગેરે ઘણી ભાષા શીખી શકો છો. જસ્ટ સાઈટ માં કે તમારી એપ્પ માં લોગ-ઇન કરો અને તમારી મનગમતી ભાષા શીખવાનું ચાલુ કરી દો.

ડ્યુઓલિંગો ની ભાષા શીખવવાની ટેકનીક બહુ જ સાયન્ટીફીક છે. શીખવાનો પાયો પાક્કો કરવા માટે boy, girl, man, woman, eat, drink, red જેવા બેઝીક શબ્દો નો વારંવાર ઉપયોગ કરી અને પછી જ આગળ વધે છે, અને શીખવાની પધ્ધતિ પણ ફની છે. તમે ક્લાસ માં ભણતા શિક્ષક પાસે શીખતા હો એવું નહિ પણ એક ગેઇમ રમતા હો એવું લાગે. કોઈ પણ લેસન ની શરૂઆત માં ચાર કે પાંચ હાર્ટ મળે, એક ભૂલ થઇ કે એક હાર્ટ જાય. જો તમે એક લેસન કોઈ પણ ભૂલ કર્યા વગર પૂરું કર્યું તો તમને એનું ઇનામ પણ મળે અને તમારી આ ઉપલબ્ધિઓ તમે તમારા ફ્રેન્ડ્સ જે ડ્યુઓલિંગો ના યુઝર્સ છે એની સાથે સરખાવી પણ શકો છો.

જો તમે મોબાઈલ અને વેબસાઈટ માં સરખું લોગ-ઇન યુઝ કર્યું હોય તો આપણને એક સરસ સુવિધા મળે છે, વેબસાઈટ માં જેટલી પ્રગતિ કરી હોય એ પ્રગતિ આપોઆપ મોબાઈલ માં પણ સેવ થઇ જાય છે. મતલબ કે જો તમે વેબસાઈટ પર લેસન ૨ પૂરું કર્યું હોય અને પછી મોબાઈલ માં એપ્પ ચાલુ કરો તો તમે આપોઆપ લેસન ૩ ચાલુ કરી શકો. ઉપરાંત ડ્યુઓલિંગો ની andorid એપ્પ “બ્યુટીફુલ ડીઝાઈન (સમર ૨૦૧૪)” માં સ્થાન પામી છે. આ લીસ્ટ દર છ મહિને કે વર્ષે બહાર પડે છે અને એમાં ગૂગલ ના એન્જીનીયર્સ ઉપયોગ અને ડીઝાઈન બંને ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ એવી ૧૦ એપ્પ પસંદ કરે છે.

અને આપણી હવે પછી ની એપ્પ પણ બ્યુટીફુલ ડીઝાઈન ના લીસ્ટ માં છેક ૨૦૧૩ ના ઇટરેશન માં સ્થાન પામેલી છે, અને કદાચ આ ત્રણ એપ્પ/સાઈટ માં સહુથી જાણીતી પણ છે.

3. T.E.D – Technology, Entertainment and Design

સાઈટ, android, iOS

ટેડ તરીકે જાણીતું આ ઓર્ગેનાઈઝેશન ઘણા સમય થી એક્ટીવ છે. અને બિલ ક્લીન્ટન, કિરણ બેદી, બિલ ગેટ્સ, શેખર કપૂર જેવા ઘણા મોટા માથાઓ ટેડ માટે બોલી ચુકેલા છે, પરફોર્મન્સ આર્ટ, સાયન્સ, ટેકનોલોજી, ડીઝાઈન જેવા રસિયા ઓ માટે ટેડ એ નવી વાત હોઈ શકે છે પણ ભૂલવા અને સાઈડ માં મુકવા જેવી વાત તો નથીજ. (ઈનફેક્ટ અમારી ટીમ ટેડ ની બહુ મોટી ફેન છે અને ખુદ જય ભાઈ ટેડ વિષે ફેસબુક માં પોસ્ટ કરી ચુક્યા હોવાનું યાદ છે) ટેડ ની ટોક્સ માંથી કા તો ઘણું શીખવા અને જાણવા મળે છે અને કા તો દિમાગ ફ્રેશ થઇ જાય એવી મસ્ત વાતો હોય છે.

આમ તો આ સાઈટ માં માત્ર વિડીયો જ છે પણ બીજા બધા વિડીયો થી અલગ આ સાઈટ માં જે કાઈ બોલાય છે એની ટ્રાન્સસ્ક્રીપ્ટ પણ છે, જેમાં જે સમયે જે બોલાય છે એ નીચે વાંચી પણ શકાય છે. (હોલીવુડ ની ફિલ્મો સબટાઈટલ સાથે જોનારા મિત્રો ને તો આ આઈડિયા હશેજ) ઉપરાંત આ વિડીયો યુ ટ્યુબ પર પણ ઉપલબ્ધ છે અને એ ય સબટાઈટલ સાથે. સાઈટ માંથી જો તમે વિડીયો જોતા હો, તો તમને આ બધા વિડિયોઝ ડાઉનલોડ કરવા પણ મળશે જ.

મોબાઈલ એપ્પ માં એક સરપ્રાઈઝ મી નામનું ફીચર પણ છે જે આપણે સિલેક્ટ કરેલી કેટેગરી પ્રમાણે આપણને કોઈ પણ રેન્ડમ વિડીયો દેખાડે છે. આ ફીચર સાઈટ પર પણ અહીંથી મળી શકશે.

 

ધીસ ઇસ ઇટ, હવે તમારો વારો. જો તમારી પાસે આના થી પણ વધારે સારી, એક કરતા વધારે પ્લેટફોર્મ પર મળી શકે એવા અને ઉપયોગી એવી એપ્પ્સ/ સાઈટ ની માહિતી હોય તો અમને કહો, કદાચ અમે એ એપ્પ તમારા નામ સાથે કવર કરીએ પણ ખરા.. 😉

સેમીકોલોન:

T.E.D. ટોક્સ ની જ વાત નીકળી છે ત્યારે મેં શરૂઆત માં જ જોયેલી અને T.E.D. ના ફોરેવર પ્રેમ માં પાડી દેનારી આ જોરદાર ટોક. સારાહ કે ની “ઇફ આઈ શુડ હેવ અ ડોટર“.

 

T.E.D ની સાઈટ પર નું ઓફીશીયલ પેજ:

%d bloggers like this: