what the hell is happening Mount Meghdoot?

ઓહ માઉન્ટ મેઘદૂત, આ શું થઇ રહ્યું છે? પહેલા આખી રાત જાગી ને નવરાત્રી નિમિત્તે રોજે રોજ એક પોસ્ટ ઠપકારી દેનારી ટીમ હવે કેમ લલિત મોદી ની જેમ “લંડન માં અન્ડરગ્રાઉન્ડ” થઇ ગઈ છે? ચચ્ચાર “લેખકો” થી સજ્જ ટીમ અચાનક કેમ મૂંગી મંતર થઇ ગઈ છે? પહેલા નિયમિત ગમતા નો ગુલાલ અને જામતા નો જલસો થતો. અચાનક આ શું થઇ રહ્યું છે? દોસ્ત પારસ ના વર્ડ્સ પ્રમાણે “છાપે ચડ્યા” પછી તો જાણે હવા ભરાઈ ગઈ છે, મોટે ઉપાડે ચાલુ કરેલી સીરીઝો (ઓલ્ટર્નેટ હિસ્ટ્રી, બ્લોગર બાતે વગેરે વગેરે) ના કેમ બાળ મરણ થઇ રહ્યા છે? વ્હોટ ધ હેલ ઈઝ હેપનિંગ માઉન્ટ મેઘદૂત?

વેલ આ સવાલ ઘણા મિત્રો ને થાય એ સ્વાભાવિક છે. ફ્રેન્કલી કહું તો ક્યારેક ક્યારેક અમને પણ એવું લાગે છે કે વ્હોટ ધ હેલ ઈઝ હેપનિંગ. જો માઉન્ટ મેઘદૂત કોઈ કંપની હોત, કે કોઈ વેન્ચર કેપિટલ ફંડિંગ હોત તો કન્ટેન્ટ અને એક્ટીવીટી ના અભાવે એના બાળ મરણ ની વરસી પણ આવી ગઈ હોત. પણ ફોર્ચ્યુનેટલી આ કોઈ કંપની નથી એટલે આ હજી જીવે છે, રીડર્સ તરીકે તમારા અણિયાળા સવાલો (I am looking at you Bhavin Adhyaru.. 😛 ) અને રાઈટર્સ તરીકે અમારી પાસે ના થોડા ઘણા આઈડિયાઝ ના લીધે આ બ્લોગ હજી બીમાર નથી પડ્યો, કદાચ વી.આર.એસ. લેવાનું ય નહિ થાય એવું લાગે છે, છતાય બેકાર યુવક ના માં બાપ ને થાય એવી ચિંતાઓ અમને અને તમને થવી સ્વાભાવિક છે. અને કદાચ એટલે જ આ પોસ્ટ નો જન્મ થયો છે.

સહુ પહેલા તો એક સ્પષ્ટ વાત, આ બ્લોગ સાથે અમે ચારેય વોલેન્ટીયરી જોડાયેલા છીએ, અહિયાં પોસ્ટ લખવી કે ના લખવી એ બધું પોત પોતાની અનુકુળતા એ ચાલે છે, અને કદાચ એટલેજ અમે એટલા આળસુ થઇ ગયા છીએ કે ક્યારેક અમારા ગ્રાફ પણ અમને “મિડલ ફિંગર” દેખાડી દે છે. ફન અસાઈડ, અહિયાં લખવું કે ના લખવું, ક્યાય બીજે લખવું, સાવ હાઈબરનેશન માં ચાલ્યા જવું કે અહિયાં જ લખવું એ દરેક ની વ્યક્તિગત મરજી ની વાત છે. એની માટે અમે ખુદ કોઈ નું પ્રેશર લેતા નથી (એમ?) કે અંદરો અંદર કોઈ ને પ્રેશર આપતા નથી (એમ?), (આગળ બંને એમ? ના જવાબ પણ મળશે, શાંત ગદાધારી ભીમ શાંત).

ઓકે ગૂગલ, શો ધ ઇન્ટરનલ થીગ્ઝ ઓફ માઉન્ટ મેઘદૂત આફ્ટર ધેટ છાપે ચડ્યા ડે. બે વર્ષ પહેલા નો એ વેકેશન નો દિવસ જયારે જય ભાઈ એ અમારા બ્લોગ નો અનાવૃત માં ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી અમારા ફેન્સ ની સંખ્યા માં અને હિટ્સ ની સંખ્યા માં આસમાની ઉછાળો આવ્યો હતો. ઘણા જુના જમાના ના સરકારી કર્મચારીઓ ની જેમ એક પણ આર્ટીકલ લખ્યા વગર અમને એટલી હિટ્સ મળતી જેટલી એક વિક માં પણ મળતી ના હતી. અને કદાચ એટલે જ અમને એક વસ્તુ નું બ્રમ્હ્જ્ઞાન આવ્યું કે વી હેવ ટુ સ્ટેપ અપ અવર ગેઈમ. અને દસમાં સુધી ૮૦ ૮૦ ટકા લાવનાર વિદ્યાર્થી બાર સાયન્સમાં ઉંધે કાંધ પછડાય એવી અમારી હાલત થઇ ગઈ. એક તરફ નવા કન્ટેન્ટ લાવવાની ચેલેન્જ, અને બીજી તરફ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માં આવેલા પોઝીટીવ ચેન્જીસ. અમને નોકરી ઓ માં બઢતી થઇ, સાંસારિક જીવન ચાલુ થયા, કેટલી વીસે સો થાય એ ગણતરી કરવાની જરૂર તો નથી પડી પણ એ સો ના સો જ રહે એ જોવાની જવાબદારી પણ લઇ લીધી અને બટ ઓબવિયસ, આ બધા ની કિંમત માઉન્ટ મેઘદૂત એ ચૂકવવી પડી. 😦

અને વેઇટ, એવું પણ નથી કે અમે કશું વાંચતા જ નથી કે ફિલ્મો જોતા નથી. થાય છે એવું જે આપણા બધાને થાય છે. ભૂલી જવાય છે. સારી ફિલ્મો, સારા ગીતો બધું થોડા સમયમાં ભૂલી જવાય છે, કે પછી એની રેલેવંસ જતી રહે છે. છતાય અમે કોઈ નવી ફિલ્મ/મ્યુઝીક/પુસ્તક કે ઘટના વિષે વિચારવાનું છોડ્યું નથી. અમારા લીસ્ટ માં હજી એવા ટોપિક પડ્યા છે જેના વિષે ખુદ અમે ય એક્સાઈટેડ છીએ. પણ અમારી સ્પીડ ઘટી રહી છે એના (ગર્વ લેવા જેવા) બે કારણ છે. ૧. આપણું બધાનું એક્સપોઝર (ટુ ધ નોલેજ – બીજું નહિ.. 😛 ) અને ૨. ઈન્ટરનેટની પહોંચ. ધૈવત ભાઈએ કહેલું એમ, લેખકડાઓ  કંઈ પણ લખે એટલે ગણતરીની સેકન્ડ્સમાં વિકિપીડિયા કે બીજી ગમે એ સાઈટમાં એની ઉપર-નીચે અને આગળ-પાછળનું બધું લોકો જાણી લે છે. અહિયાં એક વાર ખાલી કમાન્ડર ક્રીસ હેડફિલ્ડ એવું જ લખવાનું હોય છે, અને એઝ ઓડીયન્સ આપણે લોકો આખા ઈન્ટરનેટમાંથી એની કુંડળી કાઢીને લઇ આવીએ છીએ. એવા માહોલમાં નવું કન્ટેન્ટ લાવવું એ હીરાના ચણા ચાવવા જેવું કામ છે (લોઢાના ચણા તો જૂની વાત થઇ, જમાના બદલ ગયા પ્યારે પુરાની બાત નહિ હોતી.. 😛 ), તેમ છતાં ઉપર કહ્યું એમ, અમારી પાસે અમુક ટોપિક્સ છે જેના માટે અમે અંદરો અંદર એકબીજાને પુશ કરતા રહીએ છીએ( આ એક એમ? નો જવાબ). અને રહી વાત બહાર ના પ્રેશરની તો થેન્ક્સ ભાવિન, જેની બે બેક ટુ બેક કમેન્ટ્સ ના લીધે આ પોસ્ટ નો જન્મ થયો…

ચારેય જણા હજી એક આ નાનકડા તાંતણે બંધાયેલા છીએ અને એ સારું છે. દરેક વ્યક્તિને અહિયાં પોતાની રીતે જીવવાનો અધિકાર છે. એમાં આ પ્રકારનું સળેકડું ઘાલીને એમને મજબૂરન કશુંક લખવું પડે તો એની અસર થશે જ નહીં. અંદરથી આવતી વસ્તુ જ તમારી એટલે કે વાંચકોની અંદર પહોંચે છે. પણ કાયમની જેમ આ સ્થિતિ પણ (આપણા પ્રોબ્લેમ્સ,તકલીફો,પીડાઓ,આનંદ વગેરે વગેરેની જેમ) કાયમી નથી રહેવાની. હજી ય તમને એમ થાય કે હજુ ય કૃષ્ણ સીરીઝ કે સ્ટાર વોર્સ સીરીઝ પર આંટો મારીએ, તો જણાવતા આનંદ થશે કે એ કાયમ વાંચવા જેવા રહે એ માટે આ પ્રકારના લેખો અમે ધીમે ધીમે કોઈને ય જાણ કર્યા વગર એને સુધારી રહ્યા છીએ. ક્યાંક કોઈક એડીટીંગની ભૂલ હોય, ક્યાંક હકીકતો બદલાઈ હોય. એ કામ ચાલી જ રહ્યું છે. પણ ઉપર કહ્યું એમ, અનુકુળતાએ.

મિત્રો, આ શમા હજી એમ જલ્દી બુઝાશે નહીં.હા, એક વાતનું પ્રોમિસ જરૂર આપીએ છીએ કે ચારેયના મગજમાં ક્યારેય લખીએ છીએ-પોપ્યુલર છીએ એવી હવા ભરાઈ જ નથી અને ભરાવાની પણ નથી. લોકપ્રિયતા તો બાય-પ્રોડક્ટ છે.

કીપ લુકિંગ, ડોન્ટ સેટલ… 🙂

થેંક્યું ભાવિન,પારસ,રઘભા અને એમના જેવા બીજા સેંકડો મિત્રો જેમના ઇન્જેક્શનને લીધે મેઘદૂત હજી વેન્ટીલેટર સુધી પહોંચ્યું નથી.. 🙂

 

સેમીકોલોન: 

આઈ-સાઉન્ડટ્રેક : બે ગીત બાદ કરતા એ.આર.રહમાન નો ઘણો ઈન્ટેલીજન્ટ સાઉન્ડટ્રેક, હેટ્સ ઓફ ટુ “લેડી ઓ” અને “તુમ તોડો ના દિલ મેરા”. એમી જેક્સન અને વિક્રમ આહા આહા…;)

 

Advertisements

હું થી હમ,હમ થી હજાર

વેલકમ ઇન ધ પાર્ટી ફોકસ!!!! પ્યારા ઓ અને પ્યારી ઓ! આજે આ પોસ્ટ એક રીતે અમે કઈક શેર કરવા જ લખી છે, પણ આજે જે શેર કરવા અમે જઈ રહ્યા છીએ એ બધા નું કારણ તમે છો. આપણા આ બ્લોગ ને થોડો સમય અને ઘણો પ્રેમ આપનારા તમે. લોન્ચ કર્યાં ના ૫ મહિના થી ય ઓછા ગાળામાં એક હજાર હિટ સુધી લઇ જનારા તમે, જેને હાર્ટલી થેન્ક્સ કહેવા માટે અમે આ પોસ્ટ લખી છે…

પ્રસંગ છે સેલીબ્રેશનનો,માઉન્ટ મેઘદુત વિચારમાંથી આજે ક્વોલીટી રીડીંગ તરફ ગતિ કરી રહ્યો છે.તમને એમ થશે કે ખાલી હજાર વિઝીટર?યે મુંહ ઔર મસુર કી દાલ?પણ,આ આનંદ અહી જે શેર થાય છે એના આનંદ જેવો જ છે.આજે પ્રશમ,શ્રુતિ,ભૂમિકા અને હર્ષ માત્ર નામ નથી.’ટીમ મેઘદુત’નો મજબુત એહસાસ એમને સ્પેશિયલ બનાવે છે અને સ્પેશિયલ ફીલ કરાવે છે

અમે આ બ્લોગની પ્રસ્તાવનામાં જ લખેલું કે આ માત્ર સારી વસ્તુઓનો ગમતાનો ગુલાલ છે.નથીંગ એલ્સ.આજે તમે એને શબ્દશ:મૂર્ત કરી બતાવ્યો છે.
ટીમ મેઘદુત તમને ઈ-સલામ ફરમાવે છે અને માઉન્ટ મેઘદુત પર આવનાર તરબોળ થયા વગર નહિ જાય એની ઈ-ગેરંટી આપે છે. 🙂
૨૩ સપ્ટેમ્બર થી શરુ કરી ને આજ સુધી ૧૮ પોસ્ટ અને બે પેજ ભરી ને અમે આ બ્લોગ માં જેટલું ઠાલવ્યું છે એનો તમે ભરપુર આનંદ માણ્યો છે, અને તમારા આનંદ થી આમારો આનંદ હજાર ગણો વધ્યો છે અને સાથે સાથે અમે પ્રેરિત થયા છીએ કે આના કરતા ય વધારે જલસો કરાવીએ.
બહુ થોડા સમય પહેલા અમને એવો વિચાર આવેલો કે છાપાઓ માં, ટીવી પર, થીયેટરો માં, ટ્વીટર પર, ફેસબુક પર કેટલું કેટલું ઠલવાય છે, માત્ર જ્ઞાન જ નહિ, મોજ કરે અને કરાવે એવા સ્ટેટસ, સારા સારા ગીતો અને સારી સારી ફિલ્મો… શા માટે અમે એક પ્રયાસ ન કરીએ આ બધા ને એક કરી અને તમારી સામે રજુ કરવાનો ? અમને [હર્ષ,શ્રુતિ અને પ્રશમ] ને આ વિચાર ગમી ગયો અને ધેન રેસ્ટ ઈઝ પ્રેઝેન્ટ 😛 મૌસમ-મ્યુઝીક રીવ્યુ (પ્રશમ), વ્હાઈટ ટાઇગર(શ્રુતિ) અને રિસ્ક વર્સીસ એડવેન્ચર(હર્ષ) ની ગુજરાતી-અંગ્રેજી મિક્સ પોસ્ટ્સથી શરુ થયો મેઘદૂતનો વરસાદ.
પછી વિચાર આવ્યો કે માત્ર બ્લોગ બનાવવો હોત તો પોતપોતાના બ્લોગ શું ખોટા હતા?નહિ,અહીં કૈક નક્કર કામ થવું જોઈએ,અને પછી શરુ કરી અમે કડક એડીટીંગની રુલબુક.
આ રુલબુક મુજબ,કોઈ પણ એડમિનિસ્ટ્રેટર એમનેમ સીધેસીધું પબ્લીશ નહિ કરે.બાકીનાએડમિનિસ્ટ્રેટરની સલાહ લઈને,ફીડબેક લઈને, એરર દુર કરીને જ પોસ્ટ પબ્લીશ કરવામાં આવશે.જે આજ સુધી જળવાઈ રહ્યો છે.
રુલ નંબર બે: કોઈ ડેડલાઈન નહિ. જી હા, કોર્પોરેટ નવરાત્રીની સીરીઝ વખતે અમે એક ડેડલાઈન રાખી હતી: રોજના એક આર્ટીકલની.ઓફીસ, ભણવાનું અને નવરાત્રી બધુ સાથે રાખીને કોર્પોરેટ વર્લ્ડ અને એની ચેલેન્જને પસાર કરવાના અમારી મતિ પ્રમાણેના ઉપાયો આપવાના. બસ એ ઘડી અને આજ નો  દિ. અમે બહુ હાર્ડલી ડેડ લાઈન પર કામ કર્યું છે. 😛 જે કઈ લખો એ ફ્રીલી લખો, એન્જોય કરો અને કરાવો.
પણ યેસ,એવું પણ નથી કે સાવ નઘરોળની જેમ અમે આળસુ છીએ. જયારે પોસ્ટ્સ ન આવતી હોય ત્યારના સમયમાં પણ ટ્વીટર અને ફેસબુક એક્ટીવ જ હોય છે.કાયમ એકાદ વન લાઈંનર અથવા એ જ મતલબનો થોટ બંને માધ્યમો પર આવતો રહે છે અને ટ્વીટર-ફેસબુક માટે શ્રુતિને અમારે અલગથી થેન્ક્સની શાલ ઓઢાડવી પડશે… 😉
રુલ નંબર ૩ : નો સ્પૂનફીડીંગ – આજ સુધી તમારી સાથે અમે ઘણું શેર કર્યું છે, એકાદ ફિલ્મી રીવ્યુ, મ્યુઝીક રીવ્યુ અમારી પહેલી જ પોસ્ટ માં થોડા સંગીત સજેશન, પણ ક્યાય અમે સ્પૂનફીડીંગ નથી કર્યું, કેટલાક ગીત, સંગીત સજેસ્ટ કર્યા છે, પણ ક્યાય એની કોઈ લિંક નથી મૂકી.આ પાછળ નો અમારો આશય એટલો જ હતો કે જો તમને રસ હોય અને થોડી ઘણીય અનુકુળતા હોય તો તમે હાથે આ બધું શોધશો અને માણશો, અને એઝ અ રીયલ સરપ્રાઈઝ આ થયું પણ છે, રઘુવીર ખુમાણ અને પારસ દેત્રોજા એ ફેસબુક પર મ્યુઝીક શેર પણ કર્યા છે. હા કદાચ એવું બને કે તમને ક્યાય કશું ના પણ મળે, તો તમે શોખથી અમારો સંપર્ક કરી અને બિન્દાસ અમારી પાસે માગી શકો છો.
અમારા વિષે થોડુક– પ્રચલિત માન્યતા પ્રમાણે લેડીઝ ફર્સ્ટ 😉
શ્રુતિ– એ પોતે બહુ જોરદાર કેરીયર ધરાવે છે.એન્જીનીયર હોવા છતાંય શબ્દ સાથે કૈક જોડાણ ધરાવે છે એટલે ટીમ મેઘદુતનો એ ભાગ છે.પ્રશમ અને હર્ષ કરતા ક્યાંય વધુ બીઝી હોવા છતાંય એ છોકરી રોજના ત્રણ થોટ ગોતી લાવે છે અને એ પણ રીપીટ કર્યા વગર.એટલે માઉન્ટ મેઘદૂત જેટલું પ્રચલિત છે એમાં ડાયનાસોર ફાળો શ્રુતિનો છે એમ ટીમ મેઘદૂત મુઠ્ઠી પછાડીને માને છે.
ભુમ્સ ઉર્ફે ભૂમિકા કેયુર શાહ– આ પ્રાણી ભૂલ ભૂલમાં અલગ સંવેદનાઓ લઈને બેઠું છે.દિલથી વિચારે છે અને દિમાગથી વર્તે છે.પણ,આ દિલ દિમાગનો તુમુલ સંઘર્ષ એને પજવે છે.આ પજવણી કી-બોર્ડ પર ઉતરે છે અને સર્જાય છે તબિયત ખુશ થઇ જાય એવી પોસ્ટ્સ.ભુમ્સની તાસીર લડાયક છે,પણ એમની કલમમાં રહેલી દ્રષ્ટિ ઈમાનદાર છે.એ તમારી સામે દ્રઢ મુદ્દાઓ મુકે છે અને વિચારતા કરી મુકે એવા વર્ડ્સનો વઘાર કરે છે. હમણાં જ જોડાયા હોવા છતાંય એમના અનુભવનો થેલો બહુ ભારે છે. આ અનુભવને લીધે ટીમ મેઘદુત વધુ વજનદાર બની છે.
હવે આવે છે હુકમનું પાનું,એટલે કે પ્રશમ ત્રિવેણી-અરે નાના,એની અટક ત્રિવેદી જ છે.પણ અમે એનું નામ ત્રિવેણી કર્યું છે.એનું કારણ છે.એનામાં સાહિત્યની સુઝ,મુવીઝ્નો મર્મ અને સંગીતનું સ્વરાન્કન ભળેલું છે. 😉 દુનિયામાં પ્રશમને મળ્યા પછીનો મારો બિગેસ્ટ અફસોસ હોય તો એ છે કે સાલો બહુ બધું વાંચી ગયો,હર્ષ પંડ્યા કરતા પણ વધુ.લાહોલ બુલા કુવત… 😛

સાલાએ સ્ત્રીઓ બેહોશ થઇ જાય એવી કૃતિઓ અમારી પાસે કડકડાટ બોલેલી છે.દોસ્તોવસ્કીથી લઈને વીપીન પરીખ અને બેફામ થી લઈને ઘણીબધી અવનવી કૃતિઓના સ્ટેજ એડેપ્ટેશન એ ચુટકી બજાકે રચી મારે છે અને આપણને એમ થાય કે રેતીનો મુઠ્ઠો ભરીને એના મોઢામાં ઠુંસી દઈએ.કેમકે ભારોભાર ઈર્ષા જન્માવે એવી અસ્ખલિત વાણી એ એના ઢાંસુ જ્ઞાન સાથે વહાવ્યા કરે છે . ઘણીવાર એમ થાય કે હું અને પ્રશમ જો બહુ સફળ થયા,તો બક્ષી-મધુરાયની જેમ એકબીજાને શીંગડા જ માર્યા કરવાના..સિયાવર રામચંદ્ર કી જય. 😉

અને આ બધાથી ખરેખર ઉપર આવે છે અમારો સર્ટિફાઈડ પાપી કાગડો જેણે પોતાનું નામ હર્ષ રાખ્યું છે. બ્લોગના લેઆઉટ,  Q & A વિથ કૃષ્ણ અને કોર્પોરેટ નવરાત્રીની પાછળ જેનું ભેજું છે એ મેગા માઈન્ડ. ભાષાની ક્વોલીટી અને કન્ટેન્ટની વૈવિધ્યતા માટે એ રાવણ છે, સાલો દસ માથા હારે રાખીને ફરે છે અને બાકીના દસ ફિક્સમાં મુક્યા છે. માઉન્ટ મેઘદૂતનું ખરું બેકબોન જેણે બ્લોગનો મોરચો બરોબર સાચવી રાખ્યો છે. About Us પેજ હોય કે આ પોસ્ટ, બધે એના શબ્દો રાસડા લે છે. બક્ષીનો મોટો પંખો-જેણે અશોક દવે ચાલુ કરાવે એ પહેલા ઘણાય પંખા ચાલુ કરાવ્યા છે… અને ટીમ મેઘદૂતને ગર્વ છે કે આવા કાગડા સતત અમારી ઉપર ઉડતા રહે છે. 🙂
આ તો અમે લખ્યું પણ જો તમે અમને ફૂલડે ફૂલડે, [ઇન ધેટ મેટર લાઈકે લાઈકે :P] વધાવ્યા ના હોત તો આ મેઘદૂત પહેલા વરસાદ માં જ કોરોધાકોર બની ને બહાર નીકળત. પણ ભર શિયાળે ય અમને વરસવા માટે પ્રોત્સાહિત કરનારા તમને ભૂલવાની દુર્બુદ્ધિ ભગવાન અમને કદીય ના આપે. છેક પહેલી પોસ્ટ થી અમને ટેકો આપનારા મિત્રો રઘુવીર, વિશાલ, અનીલ, ઉમંગ, દીપ, આધાર, સૌરભ, જીમિષ, અભિષેક પંચાલ, મિડ નાઈટ ઇન પેરીસ નું સજેશન કરનાર અભિષેક સોહાગીયા, અલ્પેશ, મહેન્દ્ર ભાઈ, કપિલ જેઠવા, હેમાલી,કૃતાર્થ,પારસ બધા નો ટીમ મેઘદૂત દિલથી આભાર માને છે.એક બ્લોગ જયારે હાલતા શીખે ત્યારે એણે કમેન્ટ રૂપી આંગળી આપનાર , ક્યારેક આંગળી કરનાર 😛 અને દોડતા કરનાર મિત્રો ને કેમ ભૂલાય?? ભર ઠંડી માં હુંફ ના ધાબળા ઓઢાડનાર દોસ્તો જ ટીમ મેઘદૂતના ઓક્સીજન બની રહ્યા છે. દોસ્ત રઘુવીર અને દોસ્ત વિશાલ એવા જ ધાબળાઓ બની રહ્યા છે.ઉદાર દિલે કોમેન્ટો વરસાવનાર રઘુવીરની વાતમાં દમ છે જ.આશા છે,વધુ ધારદાર સોચની મદદથી અમને વધુ હેરાન કરે. 😉  વિશાલ જેઠવા,એ સાલો એક નંબરનો આળસુ છે.ખાલી લાઈક કરીને ભાગી જાય છે અને અમારું એક સિક્રેટ કામ ટલ્લે ચડાવીને બેઠો છે.વાંધો નહિ બચ્ચું,તારોય વારો છે. એ ઉપરાંત અમે જોઈએ છીએ કે વિઝીટર્સમાં મુર્તઝા પટેલ નામના મિત્રે પણ મોંઘો સમય આપીને છેક કૈરોથી આ બ્લોગ નિહાળ્યો છે. વારે તહેવારે સ્ટેટસ લાઈક કરનારાઓની સંખ્યા ઘણી બધી છે અને અમારા પહેલા સબસ્ક્રાઈબર અનીલ શિંગાળા[એના વિષે શું લખવાનું હતું હર્ષ??? અરે પોપટ,આપડી બોણી કરાવનાર એમ હવે.. :)] , દર્શિત ભાઈ [બગીચા ના માળી] ની કમેન્ટ પણ વિચાર પ્રેરક હતી.
દોસ્ત પીનાકીન જોશી ને દિલથી થેન્ક્સ કહેવાની ઈચ્છા થાય છે, એણે પણ ફેસબુકમાં બ્લોગનો ઘણો પ્રચાર પ્રસાર કર્યો છે, ઉપરાંત દરેક પોસ્ટ માં કમેન્ટ્સ લખી ને અમારો ઉત્સાહ વધાર્યો છે. બ્લોગ ના સરપ્રાઈઝ વિઝીટર અને એક લાઈક થી દિલ ગાર્ડન ગાર્ડન કરનાર રજની[કાન્ત]ભાઈ ને તો ખરેખર થેન્ક્સ..આ ઉપરાંત જેનું નામ નથી લઇ શકાયું એવા નામી અનામી દરેક મિત્રો ને હાર્ટલી થેન્ક્સ. તમારા વ્યુસ અને રીવ્યુસ અમારી આંખો સામેથી ધૂળ ઉડાડી અમને વધારે ક્લીયર બનાવે છે, બસ અમે ભગવાન ને પ્રાર્થના કરીએ કે જેટલો પ્રેમ અત્યારે આપો છો એટલો જ પ્રેમ આપતા રહો એવું અમે કરી શકીએ.

તો અમે અમારા આ લેકચર ને અહી વિરામ આપીએ, એ પહેલા તમને છેલ્લી વાત, તમે અમારા વખાણ તો કર્યાં જ છે પણ જ્યાં પણ અમારી કોઈ ભૂલ હોય, તમે અમને બિન્દાસ કહી શકો છો. અમારા સંપર્ક ના એક કરતા અનેક રસ્તા છે અને એના માટે અમે Contact Us નું પેજ પણ બનાવ્યું છે, ત્યાંથી તમને ગમતી રીતે અમારો સંપર્ક કરી શકો છો…. આભાર..

Last Nail In Coffin:
Come down selecter,
Rewind,
I thought I told you that we won’t stop,
I thought I told you that we won’t stop,
I thought I told you that we won ……
Wait a minute, we’re stoppin’,
What is this? – Bugs Bunny
From: Bugs Bunny rap – Space Jam
હર શમા જલતી હૈ, સહર હોને તક…
%d bloggers like this: