Sardar – Nehru Remembered,Yet Unforgotten

બહુ ચર્ચાઓ ચાલી છે સરદારના નામે. માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કેરમની કુકરીને સ્ટ્રાઈકર મારે એમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની જાહેરાત કરી અને આખું મીડિયા ‘બ્રેકીંગ ન્યુઝ ઓર્ગેઝમ’ પામીને ધન્ય થઇ ગયું. અચાનક સરદાર સરદાર થઇ ગયું. 😛 અહિયાં એટલું બધું જ્ઞાન એમના વિષે ઠલવાઈ ગયું છે કે સરદાર પર પી.એચ.ડી કરનારા પણ રીટાયર થવા આવ્યા હશે. નવી પેઢી માટે સરદાર કોણ એ મીડિયા કહેતું નથી, અને જે કહે છે એ મોટાભાગે એકતરફી અને અધૂરું હોય છે. સરદાર આપણા વડાપ્રધાન હોત તો? નામની રોઝી ચર્ચા હજીય વકતૃત્વ સ્પર્ધાઓમાં હોટ ફેવરીટ ટોપિક છે. 😉

 

Nehru & Sardar

 

સરદાર-નેહરુ મતભેદ એ દેશવ્યાપી ચર્ચાનો વિષય છે.તમે કોઈ પણ ગાંધીતરફી કે ગાંધી વિરોધી વ્યક્તિને આ બાબતે પૂછો એટલે જાણે પોતે ગાંધીજી[કે ફોર ધેટ મેટર, ખુદ નેહરુ]હોય એમ પોતાનો વ્યુ આપવા માંડે. એના પર જે લેવલે જેટલા વિવેચનો થયા છે કે વિવાદો થયા છે એના બે ટકા પણ જો રામમંદિર બનવું જોઈએ કે નહિ એ લેવલમાં વાતો થઇ હોત તો એ પ્રશ્ન ક્યારનોય ઉકેલાઈ ગયો હોત લોલ્ઝ.. 😛 મુદ્દો એ છે કે કોઈ એ વખતના માહોલ, બંનેની ફેમીલીની હાલત કે પોતાના કરતા દેશ વધુ છે એ ભાવનાને જોતું જ નથી. માણસનું વ્યક્તિત્વ એના ડીસીશન અને એના ફેમિલીના સંજોગો વખતના રીફ્લેક્સીસ પર વધુ ડીપેન્ડ કરે છે.તોય, તમે એને પુરેપુરો તો સમજી જ નથી શકતા.

કેતન મહેતાએ ‘સરદાર’ બનાવી એમાં સિનેમેટિક લીબર્ટી લીધી છે એવું કહેવું થોડું પક્ષપાતી લાગે પણ અમુક વિગતો બહુ જ સરસ ઉપસાવી છે. રમખાણો વચ્ચે ગાંધીજીની જેમ જ સરદાર રીતસરના ધસી ગયા હતા અને રમખાણમાંથી ભાગી છૂટીને પોલીસ સ્ટેશન એ આવેલા માનવીને ‘તું શું જખ મારવા ઉભો હતો ?’ ટાઈપ ઘઘલાવી નાખવામાં પણ જવાબદાર વ્યક્તિના દર્શન થાય છે. આ બધાની સાથે સરદાર ‘લે બોધુ ને કર સીધું’ વાળું વ્યક્તિત્વ ધરાવતા હોય એવી છાપ અનેક લોકોમાં પડી છે. નેહરુ અને સરદારના મતભેદને ગાંધીજી સુપેરે ઓળખતા હતા પણ એ અંગે સરદાર-ગાંધી-નેહરુ વચ્ચે જે પત્રબાજી થઇ હતી એ ખુબ ટૂંકમાં પણ અસરકારક રીતે કેતન મહેતા એ ઉપસાવી છે.

ગાંધીજીના જ બે અલગ અલગ ગુણો રૂપે સરદાર અને નેહરુ ઉપસ્યા હતા. ગાંધીજી જેવો કેરીઝ્મેટીક પાવર અને લખાણ નેહરુમાં ઉતર્યા હતા અને આખા જનસમૂહને પકડી રાખવાની કળા સરદારમાં ઉતરી હતી. એક જ વ્યક્તિત્વમાંથી વડવાઈની જેમ બે ફાંટા પડ્યા હોવા છતાંય સરદાર અને નેહરુ ગાંધીજીને વળગી રહ્યા હતા. ફિલ્મમાં બેયના મતભેદોને માઉન્ટબેટન ગાંધીજીના વિંધાયેલ મૃતદેહ પાસે પુરા કરાવે છે એ દ્રશ્ય ઇતિહાસે સ્થિર કરી દીધું છે.

પાપીની કાગવાણી:

“પુ.બાપુ,

દેશને સરદાર જેવા સમર્થ અને મજબુત નેતા મળે એ જરૂરી નહિ પણ અતિ આવશ્યક છે. મને એ વડાપ્રધાનપદ માટે યોગ્ય ગણે છે એ એમની મહાનતા છે. જે રીતે એમણે અત્યાર સુધી આંદોલનોની બાગડોર સંભાળી છે એ જોતા મારી દ્રષ્ટિએ એ સર્વાથાયોગ્ય પસંદગી છે. હું અનેક વર્ષોની રઝળપાટ અને જેલવાસોથી થાક્યો છું.શરીરને આરામની જરૂર છે. તેમ છતાય મારી જાત ચાલે છે ત્યાં સુધી દેશની સેવા જે રૂપે કરવા મળશે એ રીતે કરતો રહીશ એ બાબતે બેફીકર રહેજો.મારી અને સરદાર વચ્ચે મતભેદ છે, મનભેદ નથી. હું સરદારને કાયમ સાથ આપતો રહીશ. હું એ બરાબર જાણું છું કે સરદાર આ પ્રસ્તાવનો વિરોધ કરશે જ, પણ દેશને જેવી મજબુત દિશા આપનાર ખલાસીની જરૂર છે, એ લાયકાત સરદારની છે; મારી નથી. એ જમીનથી જોડાયેલા ઇન્સાન છે. દેશના સામાન્ય માનવીની વેદનાને મારી કરતા વધુ પિછાણે છે. હું આ દેશના સર્વોચ્ચ સ્થાનરૂપી કાંટાળો તાજ અને એનો ભાર સહન કરી શકું એવી મારી સ્થિતિ નથી. માટે મારી આગ્રહભરી નમ્ર વિનંતી છે કે આપ એમને આ  સ્થાને બેસાડો. હું એમના અદના સેવક તરીકે દેશસેવામાં મદદરૂપ થઇ શકું એનાથી મોટી સદભાગ્યની બાબત બીજી હોઈ જ ન શકે.”

– લી. એ જ આપનો,

જવાહર.

“દેશ આખામાં એવી છાપ છે કે ગાંધીજીએ સરદારને અન્યાય કરીને વડાપ્રધાન બનવા ન દીધા. જાણે અજાણે બીજી કેટલીય એવી બાબતોમાં ગાંધીજીએ એમનું ધાર્યું કરીને સરદારને યોગ્ય પગલા લેવા નથી દીધા એવું ઇતિહાસનું કલંક એમના માથે લાગેલું છે ત્યારે આ પુસ્તક, વિશેષ તો ગાંધીજીના પ્રપૌત્ર હોવાના નાતે સરદાર તરફનું ઋણસ્વીકાર છે,તર્પણ છે એ ભૂલોનું, જે ગાંધીજીએ કરી હતી.”

આટલું વાંચીને અંદર કૈક થયું? તો આ વાંચો :

> સરદાર- એક સમર્પિત જીવન by રાજમોહન ગાંધી.

Advertisements

ટાર્ગેટ એચિવર્સ – ખરેખર?

આ દેશમાં સત્યની સાથે ચાલવું એ કોઈ જંગથી કમ નથી, ખાસ તો ત્યારે જયારે અસત્ય સત્તામાં હોય અને આપણે સત્યની મશાલ જલતી રાખવા પોતાની જાતને અને આસપાસના વ્યક્તિઓ,વિચારોને પૂળો મુકવાનો હોય. સત્ય એટલે અભય. સત્ય એટલે પારદર્શિત નજર. સત્ય એટલે વિસ્ફારિત આંખે જોયેલી અભિભૂત કરતી આભા જેનો પ્રકાશ એને આત્મસાત કરનારને નહિ,એનો વિરોધ કરનારને આંજી મુકે છે. ડીટ્ટો ભૂતપ્રેત કાઢવાની વિધિ. ભૂતપ્રેત છે કે નહિ એ ચર્ચા ફિર કભી,પરંતુ સાળંગપુર ગયા હશે એને ખબર હશે કે નોર્મલ માણસોને કષ્ટભંજન દેવના દર્શનથી પીડા નથી થતી.હા,કઠેડામાં બેસનારને પીડા મળે છે કેમકે ત્યાં ઈશ્વરનો વિરોધ છે. કદાચ એટલે જ સત્યને શિવસ્વરૂપ ગણવામાં આવ્યું છે.

તો વાત ચાલી રહી છે ઇન્ડિયાની. આ દેશ એક દંભપ્રધાન સમાજનો બનેલો છે. પોતાની નીચે રેલો આવે ત્યારે તમામ નિયમો,નીતિશાસ્ત્રની તોતિંગ વાતો ચુપકીદીપૂર્વક અને નાગી નફફટાઈથી ભૂલી જવામાં આવે છે. અહિયા ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની પેલા વ્રુક્ષને ખસેડવાની એડ એવોર્ડ લઇ જાય છે અને એ જ ટાઈમ્સમાં ગુજરાત રાયોટીંગ કેસમાં મુખ્યમંત્રી માનવાધિકાર ક્યાં ક્યાં ભૂલ્યા એ વિગતવાર છાપવામાં આવે છે.અફકોર્સ, સ્યુડો સેક્યુલારીયા ડોગીઓના કાંઉ કાંઉ મિશ્રિત ઓર્કેસ્ટ્રા સાથે જ સ્તો. ઘણીવાર બધું ફોર્મ્યુંલેટેડ લાગવાનું કારણ એ કે એ ખરેખર ફોર્મ્યુલેટેડ જ હોય છે. શેત્રુંજી પાઈપલાઈનમાં ભંગાણ પડવાની ખબર પડે તો કોણે પાડ્યું એ ખબર ન પડી શકે? વાહિયાતપણાના અલગ કોર્સીસ નથી થતા.કોઈ પણ છાપા કે ન્યુઝના તંત્રીઓને મળો એટલે તરત સમજાય જાય.

સવાલ એ છે કે માત્ર ન્યુઝ ફેબ્રીકેટેડ નથી હોતા, બીજું ઘણું ફેબ્રીકેટ કરવામાં આવે છે. કમ ઓન ટુ કોર્પોરેટ્સ. આજે વાત કરીએ સેલ્યુલર ઓપરેટર્સની. એવરેજ ઓપરેટર્સ કે બીજા સર્વિસ પ્રોવાઈડર્સ પોતાની સર્વિસ આપે છે એના માટે પૈસા લે છે. આ બધા પ્લેયર્સ, કોમ્પીટીશનમાં ટકી રહેવા સેલ્સ રેવન્યુ વધુને વધુ જનરેટ થાય એવા પ્રયત્નો કરતા રહે છે. હવે આ કાઈ જાદુની છડી તો છે નહિ કે સેલ્સ આમ વધી જાય.એટલે નીચલા લેવલે ગરબડો સ્ટાર્ટ થાય છે. ઉપરથી પ્રેશર આવે કે તમે સેલ્સ વધારો,વધુ ને વધુ સીમ કાર્ડ વેચો. પણ, રીયલ ફિલ્ડમાં જનારાને ખબર હોય છે કે એમ કોન્ફરન્સ રૂમમાં સ્ટ્રેટેજી ઘડવાથી કે આંકડાઓ માંડવાથી સેલ્સ વધી ન જાય. એટલે આરામપ્રિય આળસુ પ્રજા નવો તરીકો ગોતી લે છે. ડીલર્સ, સબ ડીલર્સ અને એજન્સીઓ ફેક નામે સીમકાર્ડ ઇસ્યુ કરે છે જેને વાપરનાર પાછા એ જ એજન્સીના લોકો હોય છે.

હવે,ટ્રાઈ એ સીમકાર્ડ ઇસ્યુ કરવા માટે અમુક ગાઈડલાઈન્સ બહાર પાડેલી છે, જે અંતર્ગત તમારે સીમકાર્ડ જોઈતું હોય તો ફોટો + આઈડી પ્રૂફ + એડ્રેસ પ્રૂફ જોઈએ. આ એજન્સીઓ ઝેરોક્સ સેન્ટર્સ, સ્ટુડીઓવાળા પાસેથી આ ડેટા લે છે. યાદ હોય તો તમે જયારે સીમકાર્ડ લેવા જાવ છો ત્યારે તમારી પાસે એક નહિ, બે ફોટા માંગવામાં આવે છે. એક ફોટો ફોર્મ પર અને બીજો ક્યાં ચોટાડવામાં આવે છે એ પૂછ્યું છે કોઈ દિવસ? બીજો ફોટો જાય છે બીજા ફોર્મ પર. બીજા નામે. આઈડી પ્રૂફ ની ઝેરોક્સ કરાવવા જાવ છો ત્યારે એ સ્કેન કરીને સેવ કરે છે કે એમનેમ કોપી કરી આપે છે એ માર્ક કર્યું છે?

હવે,આ ફોટા અને આઈડી પ્રૂફ સાથેનું ફોર્મ જે-તે એજન્સીના એક્સીક્યુટીવ જ ભરે છે અને સહી પણ પોતે જ કરે છે. નતીજા, નવું સીમકાર્ડ અને જે-તે એજન્સીના નામે અક્મ્પ્લીશ્ડ ટાર્ગેટ. જે આ ખેલ વધુ સારી રીતે કરે એને કંપની ઇનામોથી નવાજે છે. ટાવર એતો નક્કી ન કરી શકે ને કે રવજીભાઈના નામનું સીમકાર્ડ એ પોતે જ વાપરે છે કે બીજા ગામમાં રહેનાર સવજીલાલ? ડેટા એન્ટ્રી જુઓ તો ખબર પડે કે ઠેઠ હરિયાણાના એડ્રેસ પ્રૂફ પર ભાવનગરમાં કાર્ડ ઇસ્યુ થાય છે. અને આ વસ્તુ અસલી ફોર્મ જુઓ તો જ ખબર પડે, કમ્પ્યુટરની એન્ટ્રી જુઓ તો બધું વ્યવસ્થિત જ લાગે. ઓથેન્ટિકેશન કરવાનું કોઈને શું કામ સુઝે? કંપનીને પૈસા મળી ગયા, સરકારને બતાવવાનું પ્રૂફ મળી ગયું, ભાડમાં જાય બાકી બધું. હોલસેલ ડીલર્સ આ સીમકાર્ડના આગોતરા પૈસા આપીને બલ્કમાં સીમકાર્ડ ખરીદી લે છે અને પછી મન થાય એ રીતે વહીવટ કરવામાં આવે છે. આખું વ્યવસ્થિત ચક્ર ચાલે છે જેમાં પૂરી બારાત જમે છે.જાનૈયા સહીત.

મુદ્દો એ છે કે આવી અન-એથીકલ પ્રેક્ટીસ શું કામ ચાલે છે? પ્રેશર અને ટેલેન્ટની કશ્મકશમાં અંતે પેટ જીતે છે અને જયારે બે છેડા ભેગા કરવાના હોય ત્યારે આ બધું બહુ આમ લાગે છે,ઇન્સેન્ટીવ છૂટ્યું, કંપનીમાં જે તે એજન્ટ/એજન્સીના નામે રેકોર્ડ જમા થઇ જાય એટલે દુનિયા જખ મારે છે. ક્યારેક ગાંધીજીની સાધન શુદ્ધિની વાતો ખરેખર કચરામાં નાખવાની ઈચ્છા થઇ આવે કેમકે કંપનીને આંકડાઓથી મતલબ છે, હ્યુમનથી નહિ. પ્રોફિટ વધશે તો તમે ખાઈ શકશો. અને ઇન્ડિયા ‘ખાવા’માં તો ચેમ્પિયન છે. આ ટાર્ગેટ એચીવ કરવામાં પણ સાઠમારી હોય છે. અંદરોઅંદરની લડાઈ પણ એટલી જ અસર કરતી હોય છે. એક તો બોસ કોલ પર જાય નહિ અને જો જાય તો પોતાનું વાહન વાપરે નહિ. આ તો બહુ નાની વાત છે. આ જ બોસ તમને ખાવાનુંય ન પૂછે કેમકે સેલ્સની જોબમાં લંચ અવર નથી હોતો. બે કોલની વચ્ચે ગળચી લેવાનું હોય છે. એ જ બોસ ચેક ન લાવો તો ‘સેલ્સ હો કયું નહિ રહા?’ ચિલ્લાતો હોય છે.

આફ્ટર ઓલ, દુનિયા સારા અને ખરાબ માણસોથી ભરી પડી છે અને કોર્પોરેટસ્ આ બેમાંથી જે પ્રોફિટેબલ હોય એમાં માર્ગ પકડીને ચાલતા હોય છે. ક્લાયન્ટ્સને ઉલ્લુ બનાવવા, એ જ ટાઈમે એની પાસેથી ચેક લેવા માટે ડિસ્કાઉન્ટની લાલચ આપી એના લાળા પણ ચાવવાના…ક્યાંક ક્યાંક નહિ,બધે જ એથીક્સની ધજ્જિયા ઉડાડીને કામ કરવામાં આવે છે.

પાપીની કાગવાણી:

આવું તમારી આસપાસ પણ ચાલતું જ હશે.

થાય તો વિરોધ કરજો , કચકચાવીને… જય હિન્દ

%d bloggers like this: