• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

VOD: અગર સિનેમા હોલ મેરે પાપા કા હોતા….

પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્યા વગર હાલતા થઇ જાત, જરૂર પડે તો પાછા એ જ મુવી મફત માં જોઈ લેત, અને એટલીસ્ટ શો ટાઈમ કેચ કરવા માટે ભાગદોડ તો ના કરવી પડત.

એ બાળક તો ઠીક, મારી તમારી જેવા ફિલ્મ પ્રેમી પુખ્તો માટે તો આવું મારા બાપ નું સિનેમા હોલ ખાસ જરૂરી છે. સ્પેશિયલી ૮૦% જોવાલાયક ફિલ્મો થીયેટર માં સ્કીપ કરવા માટે હું તો આજની તારીખે ગાળો ખાઉં છું. બોલીવુડ ની રાંજણા, ફેન, તનું વેડ્સ મનુ, દંગલ, સુલતાન, હિન્દી મીડીયમ હોય કે હોલીવુડ ની વન્ડર વુમન, વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, બોસ બેબી વગેરે ઘણી જોવાલાયક ફિલ્મો થીયેટર માં નાલાયકો ની જેમ ના જોવા માટે હું કુખ્યાત છું. અને જો તમે તમારી વ્યસ્તતા ના લીધે ફિલ્મો જોવાના સપના ને માંડી વાળ્યું હોય તો વેલકમ ટુ ગોવા સીન્ઘમ……..

અને આ તો ખાલી તરો તાજા ફિલ્મો ની વાત છે. જૂની અને ક્લાસિક ફિલ્મો થીયેટર માં જોવી એ તો પહેલા ધોરણ ના બાળક ને કેલ્ક્યુલસ શીખવવા જેટલું સહેલું કામ છે. (આપણે એટલા નવરા ખરા ને પાછા… 😉 ). અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો હોય તો એમાં અમુક સિલેક્ટેડ ફિલ્મો ને બે-ત્રણ દિવસો માટે રી-રીલીઝ થાય. જે આપણે લોકો તો જોવા થી રહ્યા. અને જો નાના શહેરો માં હો તો અમુક રેગ્યુલર ફિલ્મો પણ નથી આવતી તો ક્લાસિક ફિલ્મો ના નામ નું તો નાહી જ નાખવાનું.

પણ પ્રભુકૃપા થી એવું નથી, આ બે હજાર સત્તર છે અને ધેર ઇસ અ સોલ્યુશન ફોર ધેટ. જીવન ના બધા જ પ્રોબ્લેમ ની જેમ અહિયાં પણ એક સોલ્યુશન છે. ખરેખર એક સિનેમાહોલ છે જે આપણા (કે આપણા સંતાનો ના) પરમ પૂજ્ય પિતાશ્રી નું છે, એક્ચ્યુઅલી એક નહિ આવા ઘણા બધા સિનેમા હોલ છે. અને એ બધા નું એક સામાન્ય નામ છે VOD, એટલે વિડીઓ ઓન ડીમાંડ. જેના લીધે સિનેમા જ નહિ, ટીવી ચેનલ પણ અપને પાપા કી હો ગઈ હૈ, (સોરી ફોર ધીસ વર્ણ સંકર વાક્ય… 😀 )

અને એટલે જ આવી VOD સર્વિસ નું માર્કેટ ચગ્યું છે. જો તમે સારાભાઇ વર્સીસ સારાભાઇ ટેક ટુ કે ગેમ ઓફ થ્રોન્સ હોટસ્ટાર ઉપર જોઈ હોય, ઇનસાઇડ એજ નું નામ પણ સાંભળ્યું હોય કે શેરલોક, હાઉસ ઓફ કાર્ડ્સ, માર્વેલ ની ડેર ડેવિલ વગેરે જોવાની ઈચ્છા પણ હોય તો તમે એક ય બીજા નામે VOD થી પરિચિત છો અથવા તમને એમાં રસ છે. અને એમાં તમે એકલા નથી, મારી તમારી જેવા ઘણા યંગસ્ટર્સ છે જે એનો ઘણો મોટો ફ્રી ટાઈમ આવી સીરીયલો ને binge watch કરવા માં પસાર કરે છે (અથવા નવરાશ ના સમય માં મનગમતી ફિલ્મો જોઈ લે છે)

Why not TV?

ટીવી માં શું જોવું અને ક્યારે જોવું એ આપણે નક્કી નથી કરી શકતા, એ નક્કી કરે છે ચેનલ ના માલિકો અને ચેનલ ને કમાણી કરાવી આપતા એડ પ્રોવાઈડર્સ. અને એટલે જ આપણા માથે મરાય છે પેહરેદાર પિયા કી અને નાગિન જેવી અઢાર મી સદી ની સીરીયલો, ક્યારેય પૂરી ન થતી સીરીયલો, નવરા લોકો ને જજ (કે કોન્ટેસ્ટન્ટ) બનાવી એક ની એક રોતલ કહાની અને રીપીટેડ ટેલેન્ટ દેખાડતા રીયાલીટી શો, જાનીએ મેરી શર્ટ તેરી શર્ટ સે સફેદ ક્યુ હૈ જેવી બુડબક એક્સક્લુઝીવ ન્યુઝ આઈટમો અને દર રવિવારે આવતું સૂર્યવંશમ કે ભૂતનાથ(અને વિકડેઝ માં માથે મારતી સાઉથ ઇન્ડિયન ફિલ્મો). અને એ પણ બે એડ્સ ની વચ્ચે (એટલું ય ઓછું ના હોય એમ ચાલુ પ્રોગ્રામે સ્ક્રીન નાની કરી ત્યાં એડ માથે મારવા માં આવે છે).

And why not torrents?

પણ VOD માં આ કોઈ પાબંદી નથી, પહેલા કહ્યું એમ ગમે તે, ગમે ત્યારે, ગમે એટલી વખત જોવાની આઝાદી આ VOD આપે છે, અને એમાં આપતા કન્ટેન્ટ પણ લાજવાબ હોય છે. હા આ બધી સીરીયલો/ફિલ્મો માટે ટોરેન્ટ તો અવેલેબલ છે જ પણ ટોરેન્ટ માં પણ અમુક ગેરફાયદા હોય છે. એક તો ટોરેન્ટ ના ઓટો બેકઅપ નથી હોતા. વળી ટોરેન્ટ માં કેવું રેઝોલ્યુશન આવે અને ઓડિયો કઈ લેન્ગવેજ માં આવે એ કઈ નક્કી નથી હોતું (હું પોતે બે મુવી માં પકડાઈ ગયો છું, ડ્યુઅલ લેન્ગવેજ ના નામે એક ફિલ્મ સ્પેનીશ-ઈંગ્લીશ અને બીજી રશિયન-ઈંગ્લીશ માં ડાઉનલોડ કરી નાખેલી 😎 ). ઉપરાંત તમે ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલું એક મુવી એક જ જગ્યા એ જોઈ શકો, કાં તો તમારા PC Screen પર ને કાં તો મોબાઈલ માં. બીજી જગ્યા એ જોવું હોય તો બીજે કોપી કરવું પડે. ટોરેન્ટ માં તમે અધૂરે થી કોઈ મોટા કામ માટે ઉભા થવાના હો તો તમારે યાદ રાખવું પડે કે છેલ્લે તમે ક્યાં સુધી જોયું હતું અને પછી બીજી વખત ચાલુ કરો ત્યારે ત્યાં સુધી સ્કીપ કરવું પડે (સિવાય કે તમે અમુક વિડીઓ પ્લેયર વાપરતા હો).

VOD માં આવા કોઈ જ પ્રોબ્લેમ નથી આવતા. મોટાભાગ ના VOD પ્રોવાઈડર્સ તમને તમારા નેટવર્ક અને સ્ક્રીન પ્રમાણે વધુ માં વધુ HD રીઝોલ્યુશન આપે છે. સબટાઈટલ પણ હોય છે અને જો સબટાઈટલ અને ઓડીઓ બીજી ભાષા માં હોય તો એના ય ઓપ્શન હોય છે. અને હા, આ બધાજ (+/- ૧૦ સેકંડ ના ગાળા માં) તમે ક્યાં સુધી જોયું હતું એ યાદ રાખે છે અને બીજી વખત તમે ગમે એ સ્ક્રીન માં (કમ્પ્યુટર હોય મોબાઈલ હોય કે ટીવી) લગભગ ત્યાં થી જ ચાલુ કરે છે.

VOD is for everyone

એવું નથી કે VOD સર્વિસ ખાલી આપણા માટે જ ફાયદાકારક છે, એ ફિલ્મ અને સીરીયલ ના પ્રોડ્યુસર્સ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એક ટીવી સીરીયલ ના પ્રોડ્યુસર માટે એની સીરીયલ ક્યાં સમયે આવે છે એ વધારે અગત્ય નું હોય છે. રાત્રે ૮ થી ૧૧ વચ્ચે આવતી સીરીયલ બધા જ જોતા હોય, એમાં આવતી એડ ના ય વધારે ભાવ હોય. એટલે એ ટાઈમ સ્લોટ માં સીરીયલ કે ફિલ્મ દેખાડવી એ વધારે અગત્ય નું હોય છે. અને એટલે પ્રોડ્યુસર ને

૧. એ ટાઈમ સ્લોટ માં જોવાતી સીરીયલો જેવી જ સીરીયલો બનાવવી પડે

૨. એ ટાઈમ સ્લોટ માં જે લોકો એડ આપતા હોય, અને એ ચેનલ ના હાઈ કમાંડ ને સંતોષ થાય એવી વાર્તા અને એવા એક્ટર્સ લાવવા પડે

૩. અમુક હદ થી વધારે બોલ્ડ (કે ઇવન કોમન સેન્સ ધરાવતી) વાર્તા ના દર્શાવી શકાય, સેન્સરશીપ પણ માથે પડે.

૪. બહાર ના દ્રશ્યો, મોટા એક્ટર્સ કે ડીરેક્ટર ને ના લાવી શકાય, એક તો આનો ખર્ચો વધારે હોય અને ચેનલ બને એટલા ઓછા બજેટ માં સીરીયલો બનાવવા અને પતાવવા માંગતી હોય, અને એટલે આવી બધી સીરીયલો નું બાળ મરણ થઇ જતું હોય છે(જેમકે બચ્ચન/અનુરાગ કશ્યપ ની યુદ્ધ, આસુતોષ ગોવારીકર ની એવરેસ્ટ, અનીલ કપૂર ની 24) . કારણકે આ બધી ફ્રી ટુ એર ચેનલો છે, ચેનલો ને સબસ્ક્રિપ્શન ના એટલા બધા રૂપિયા  ય નથી મળવાના.

અને એટલે જ આ ચેનલો આપણા માથે એક નો એક માલ માર્યા કરે છે. જયારે VOD માં ગમે ત્યારે જોઈ શકાતી હોવાને લીધે પ્રાઈમ ટાઈમ નું કોઈ પ્રેશર ના હોય, અને સેન્સરશીપ ની બબાલ ના હોય એટલે સર્જકો પોતાની ક્રિએટીવીટી નો જોરદાર ઉપયોગ કરી શકે છે. VOD નું બજેટ મર્યાદિત હોવા છતાં ય એ લોકો આ બે પ્રેશર ની ગેરહાજરી ના લીધે ખુબ સરસ સ્ટોરીઝ આપણને આપી શકતા હોય છે. ઘણી વખત VOD માટે આ લોકો મેઈન એક્ટર્સ ને જ કો-પ્રોડ્યુસર્સ બનાવી ને ખર્ચ કંટ્રોલ માં રાખે છે, અને એક થી એક ચડિયાતા કન્ટેન્ટ આપે છે.

પણ, ખર્ચો???

VOD પ્રોવાઈડર્સ ભારત માં છેલ્લા ૨-૩ વર્ષ થી આવ્યા છે. ફરજીયાત D2H ચેનલો થવા પાછળ VOD નો પણ એક અગત્ય નો ફાળો છે. આપણી મોટાભાગ ની ચેનલો VOD સાથે સંકળાયેલી છે, સ્ટાર નેટવર્ક નું હોટસ્ટાર હોય કે TV 18 (કલર્સ) નું Voot અને સોની વાળા નું Sony LIV, સીરીયલો, સ્પોર્ટ્સ અને ફિલ્મો બધું અત્યારે VOD ઉપર આવી ગયું છે. એટલું ઓછું હોય એમ છેલ્લા દોઢ બે વર્ષો માં VOD ના મહામહિમ એવા નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ વિડિયોઝ પણ ભારત માં આવી ગયા છે. અને આપણી માટે ટાઈમપાસ કરવા માટે ઢગલા મોઢે કન્ટેન્ટ આપે છે. મહીને ૧૨૦૦-૧૫૦૦ રૂપિયા માં આમાંનું ઘણું બધું તમે માણી શકો છો, અને જો તમે શોખીન હો તો D2H + અમુક ચેનલો + સારું ઈન્ટરનેટ નો ખર્ચો ૯૦૦-૧૦૦૦ સુધીનો તો થઇ જ જાય છે.

તમે ઉપર કહેલી કોઈ VOD સર્વિસ ના સબસ્ક્રાઈબર છો (હું પોતે નેટફ્લીક્સ, એમેઝોન અને Sony LIV નો સબસ્ક્રાઈબર છું), તો તમારા અનુભવો અમારી સાથે શેર કરો. જો તમે VOD માં સબસ્ક્રાઈબ થવાનું વિચારતા હો અને કન્ફયુઝ હો તો અમારી આગલી પોસ્ટ સુધી રાહ જુઓ. જેમાં અમે અમુક સર્વિસ ની સરખામણી કરશું. ત્યાં સુધી, મે ધ ફોર્સ બી વિથ યુ.

સેમીકોલોન

જો તમે e-books વાચતા હો અને ખાસ તો ગૂગલ પ્લે બુક્સ નો ઉપયોગ કરતા હો તો એક સરસ trick, તમારી નોટ્સ ને વર્ડ ડોક્યુમેન્ટ તરીકે ઓટોમેટીકલી એક્સપોર્ટ કરો.

નમુના તરીકે હમણાં જ પૂરી કરેલી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો ની નોટ્સ અહિયાં અને ટ્વિન્કલ ખન્ના ની Mrs Funnybones ની નોટ્સ અહિયાં વાંચો.

મેં ખેલેંગા…!!!

આ લખાય છે ત્યારે ‘સચિન- અ બિલિયન ડ્રીમ્સ’ રીલિઝ થઇ ચુક્યું છે. સચિન તેન્ડુલકર. એ માત્ર નામ નથી, મારી-તમારી જેવા કરોડો ક્રિકેટના રસીયાઓને આજે પણ વગર ઠંડીએ ઉકારાટા લાવી દે, આંખો ઝનુનથી લાલ કરી દે અને દિમાગમાં ક્રાક્રાતોઆ જવાળામુખી ફાટે એટલી તીવ્રતાથી દેશપ્રેમ ભરી દે એવો ધાંય ધાંય અહેસાસ છે. ધૈવતભાઈએ ઓરકુટ સમયે લખ્યું હતું કે, ‘આજે ય ૧૨૫ કરોડ લોકોને સચિન ક્રીઝ પર હોય ત્યાં સુધી છાતીએ પાણી હોય છે કે ના, હજુ આપણે નહીં હારીએ.’ આટલી તોતિંગ પ્રતિભા ખડી કરનાર મુંબઈ ચા મુલગાએ કંઈ કેટલાય લોકોને પરોક્ષ રીતે આગળ વધવા, મૂંગા મોઢે ટીકા પચાવતાં રહેવા અને તોય પોતાના લક્ષ્ય તરફ ધપતાં રહેવા સતત પ્રેરણા આપી છે. એક આખી જનરેશન એની સાથે મોટી થઇ છે, એની સાથે આપણે આપણી જુવાની કાઢી છે; અને પેલો છ મિનીટનો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે છે એ વિડીયો કહે છે એમ, We waited; and 1 man waited with us…

અને એટલે જ માઉન્ટ મેઘદૂત આવી પર્સનલ ફેવરીટ પ્રતિભા વિષે પોતાના વિચારો/પોતાની યાદો કહેવા કેટલાંક લોકોને કિ-બોર્ડ હવાલે કરે છે. આ લોકો ક્રિકેટ સાથે જોડાયેલા છે. ક્રિકેટના ફેન છે, પોતે ક્રિકેટ રમે છે અને ક્રિકેટના વિશેષ રસિયા છે. (કહો કે ચરસી છે.. 😉 ) તો, આજે જેને કિ-બોર્ડ હવાલે કરીએ છીએ એ મિત્ર ઉત્તમ વાંચક હોવાની સાથે સાથે ક્રિકેટના એન્સાયકલોપીડિયા તરીકે મિત્રવર્તુળમાં નામના ધરાવે છે.

પ્રસ્તુત છે, અપને સચિનની કહાની, નીરવ પંચાલ કી  ઝુબાની…
(Disclaimer: અમે ઈરાદાપૂર્વક ઈમેજીસ નથી મૂકી, કેમકે સચિન માટે ઈમેજ મુકવી પડે તો શું ખાક તમે ફેન છો ક્રિકેટના? 😛 )


મોટેભાગે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન દ્વારા ચુનંદા ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભારતમાં સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં આ એવોર્ડ સર્વશ્રેષ્ઠ છે. વર્ષ 1998 ની 29 ઓગસ્ટે ભારતના રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણ દ્વારા એક ચોક્કસ ક્રિકેટરને આ એવોર્ડ અપાયો હતો અને પછીની ઘટના આ એવોર્ડનું કવરેજ કરતા ભારતીય મીડિયા માટે આશ્ચર્ય જનક હતી.

સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયાની ટુર બાદ એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન આવી પહોંચ્યો હતો. એજ દિવસે સૌરવ ગાંગુલી અને અજય જાડેજાનું અર્જુન એવોર્ડ દ્વારા સન્માન થવાનું હતું. ભારતના એ સમયના ક્રિકેટિંગ સ્ટાર્સ આવવાના હોઈ સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિ ભવનમાં હલચલ સામાન્ય કરતા વધુ હતી. જે બેઠકો પ્રેસ માટે અનામત હતી એના પર પ્રેસિડેન્શિયલ સ્ટાફ અને એમના કુટુંબીજનોએ બઠાવી લીધી હતી. એવોર્ડ સેરેમની પત્યા પછી સ્નેહમિલન સમારોહ હતો જેમાં બધા એવોર્ડવિજેતાઓ સાથે રાષ્ટ્રપતિ પોતે વાતચીત કરે એવો સામાન્ય ધારો હોય છે. એ દિવસે કૈંક અલગ બન્યું. એવોર્ડ પત્યા પછી તમામ આમંત્રિત મહેમાનો, બીજા ખેલાડીઓ, પ્રેસિડેન્શિયલ સ્ટાફ એમના કુટુંબીજનો, ખુદ રાષ્ટ્રપતિના અંગરક્ષકો, મંત્રીમંડળ અને અન્ય વીઆઈપી મહેમાનો સચિનનો ઓટોગ્રાફ લેવા ધસી ગયા. ત્યાં સૌરવ ગાંગુલી અને અજય જાડેજા પણ હાજર હતા પણ એમને એ ઘટના શોકિંગ નહોતી લાગી। પણ જયારે મીડિયાકર્મીની નજર બીજી દિશામાં ગઈ ત્યારે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ હાથમાં  ચા નો કપ લઇને, વિસ્ફારિત આંખોથી ભીડ સામે જોતા ભવનના એક ખૂણામાં જોવા મળ્યા. આ પ્રકારની ઘટના ના ભૂતો: ના ભવિષ્યતિ પ્રકારની હતી.
કોણ છે સચિન તેંડુલકર? માત્ર એક ક્રિકેટર તો નથી જ? તો? અંગ્રેજીમાં જેમ કહે છે એમ The Man or The Myth?

ભારતીય ક્રિકેટ ટીમ 1932 થી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચીસ રમે છે. 1932 થી લઇને 2017 સુધીના દાયકાઓમાં કેવા પ્લેયર્સ ભારત માટે રમ્યા? 1930ના દાયકામાં કર્નલ સી.કે. નાયડુ, 1940માં વિજય મર્ચન્ટ, 1950માં ઓલરાઉન્ડર વિનુ માંકડ, 1960માં મન્સુર અલી ખાન “ટાઇગર” પટૌડી, 1970માં ગાવસ્કર, 1980માં કપિલદેવ, 1990માં સચિન, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ, 2000માં એમ.એસ.ધોની અને 2010 પછી વિરાટ કોહલી. આમાંથી એક અવ્વલ નામ કે જે બાકીના દિગ્ગજો પણ સ્વીકારે છે એ સચિન તેંડુલકર. શું આટલી ઓળખ પૂરતી ખરી? ના.

સચિનને ઓળખવા માટે પહેલા મુંબઈ ક્રિકેટને ઓળખવું પડે. મુંબઈ ક્રિકેટથી વધુ સ્પર્ધાત્મક ક્રિકેટ આખા દેશમાં ક્યાંય નથી. સ્કૂલ લેવલથી લઇને ઓફિસ લેવલ સુધીનું સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ તૈયાર થઇને ઉભરી આવ્યું હોય, તો મુંબઈ ક્રિકેટ સિવાય બીજે ક્યાંય એટલું સફળ નથી. મુંબઈ ક્રિકેટનો દબદબો એટલે સુધી છે કે મુંબઈની રણજી ટીમ ભારતના ડોમેસ્ટિક ક્રિકેટની અગ્રેસર રણજી ટ્રોફી 41 વાર જીતી છે. એમાં પણ 1958-59 થી લઇને 1972-73 સુધી સળંગ 15 વર્ષ સુધી વિજેતા રહી છે. ઘણા વર્ષો સુધી મુંબઈના ક્રિકેટર્સ ભારતની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામતા રહ્યા એમનું એક કારણ આ હતું. મુંબઈ બેટિંગ સ્કૂલએ પ્લેયર્સ પણ કેવા આપ્યા? વિજય મર્ચન્ટ, રુસી મોદી, પોલી ઉમરીગર, દિલીપ સરદેસાઈ, નરીમાન કોન્ટ્રાકટર, વિજય માંજરેકર, અજિત વાડેકર, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, સંજય માંજરેકર, વિનોદ કામ્બલી અને સર્વશ્રેષ્ઠ સચિન તેંડુલકર ! “ખડુસ” બેટિંગના ધોરણે એક જ નિયમ હતો. બેટ વન્સ, બેટ બિગ.

મુંબઈ ક્રિકેટના ક્રોસ મેદાન કે આઝાદ મેદાનનું અવલોકન કરો તો તમને મિડવિકેટ પોઝિશનમાં ફિલ્ડિંગ કરતો પ્લેયર સામાન્ય કરતા વધુ નજીક ઉભેલો લાગે તો ફરી અવલોકન કરવું! એ ખેલાડી એ જ મેદાનમાં બાજુની પીચ પર રમાતી મેચમાં ફાઈન લેગ પોઝિશન પાર ફિલ્ડિંગ ભરતો દેખાશે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સામટી આટલી મેચો એક મેદાનમાં રમાતી હોય અને આ જ ઘટના રોજેરોજ થતી હોય તો એ સિસ્ટમમાંથી બહાર આવતા પ્લેયર્સની એકાગ્રતા અને ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી રાખવાનું પ્રેશર અભૂતપૂર્વ હોય છે.

કાંગા લીગ ચોમાસામાં દરેક રવિવારે રમાતી હોય છે. ટાઈમ્સ શિલ્ડ એ ઇન્ટર ઓફિસ લીગ છે. અંડર 15 અને અંડર 17 માટે હેરિસ શિલ્ડ અને જાઈલ્સ શિલ્ડ ટુર્નામેન્ટ હોય છે, આમ દરેક ઉમરના પ્લેયર્સ માટે આખું વર્ષ ક્રિકેટ રમી શકાય એમ કેલેન્ડર ગોઠવાતું હોય છે.શારદાશ્રમ એ એવા વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ હતી જેઓ ક્રિકેટને સિરિયસ સ્પોર્ટ્સ તરીકે ગણતા હતા અને સ્કૂલમાં એને અનુરૂપ વાતાવરણ પણ હતું. ભણવા માટે બીજી ઘણી સ્કૂલ્સ હતી પણ ક્રિકેટમાં એક જ અવ્વ્લ સ્કૂલ, શારદાશ્રમ. શારદાશ્રમમાં થી ભારતને 4 ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ મળ્યા છે. ચંદ્રકાન્ત પંડિત, પ્રવીણ આમરે, સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલી  ! સચિન તેંડુલકર શારદાશ્રમમાં હતો ત્યારે તેના કોચ રમાકાન્ત આચરેકર હતા.

1988ની હેરિસ શિલ્ડ ટ્રોફીની સેમિફાઇનલ યાદગાર છે. તે મેચમાં સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલીએ કોચ રમાકાન્ત આચરેકરની ગેરહાજરીનો ભરપૂર ફાયદો ઉઠાવીને સેન્ટ ઝેવિયર્સની ટીમની ભરપૂર ધોલાઈ કરી હતી. સચિનની કપ્તાનીમાં ટોસ જીતીને શારદાશ્રમે બેટ વન્સના નિયમ મુજબ પહેલા બેટિંગ લીધી. 84/2 ના સ્કોર પર સચિન તેંડુલકર ને વિનોદ કામ્બલીનો સાથ મળ્યો. પ્રથમ દિવસના અંતે વિનોદ નો સ્કોર 182* અને સચિન 192*. આચરેકર પ્રથમ દિવસે મેદાનમાં હાજર હતા પણ બીજા દિવસે કોઈ કારણોસર હાજર નહોતા રહી શક્યા  એટલે એમને આસિસ્ટન્ટ કોચ લક્ષ્મણ ચવાણને ટીમના 500 રન થાય એટલે ઇનિંગ ડિક્લેર કરાવવાની સૂચના આપી હતી. સચિનને કોચ હાજર નથી એ વાતની જાણ હતી એટલે એણે વિનોદને સૂચના આપી કે લક્ષ્મણ ચવાણ સામે જોયા વગર બેટિંગ કરતા રહીએ. બીજા દિવસના લંચ બ્રેક પર ટીમનો સ્કોર 748/2 અને સચિનને ફરજીયાત ઇનિંગ ડિક્લેર કરવાની ફરજ પડી. એ વખતે તેંડુલકર નો સ્કોર 326* અને કામ્બલી નો સ્કોર 349* હતો.  માત્ર 120 ઓવરમાં બંને બેટ્સમેનએ નિર્દયતાથી 748 રન કર્યા હતા અને અંતે મેચ જીતી ગયા. (સાઇરાજ બાહુતુલે સેન્ટ ઝેવિયર્સનો કપ્તાન હતો.)

અહિંયા એક વાત નોંધવી રહી કે તેંડુલકરની શરૂઆતી પ્રેક્ટિસ સિમેન્ટ પીચ પર ભીના થયેલા રબર બોલ પર આધારિત હતી જેનાથી એના નૈસર્ગીક રીતે સ્ટ્રોંગ ફ્ર્ન્ટ ફુટ સ્ટ્રોક્સ અને  ઓન ધ રાઈઝ હતા જેનો સ્વાદ દુનિયાભરના ફાસ્ટ બોલર્સ ચાખવાના હતા. ન્યુઝીલેન્ડના બેટિંગ લીજેન્ડ ગ્લેન ટર્નરને તેંડુલકરની ક્રોસ બેટેડ ગ્રીપ જોઈને નવાઈ લાગી હતી પણ આજ ગ્રીપને કારણે તેંડુલકર ઓફ સ્ટમ્પના બોલની લાઈન કવર કરીને મીડ વિકેટ, સ્ક્વેર લેગ, પોઇન્ટ, થર્ડમેન, કવર, લોન્ગ ઓફ અને લોન્ગ ઓન બાજુ મરજી મુજબ શોટ્સ મારી શકતો। છેલ્લા 5 વર્ષથી ક્રિકેટમાં  ડેટા એનાલિસિસ વધવાને કારણે બોલર્સ આસાનીથી જાણી શકે છે કે કયા બેટ્સમેનને ક્યાં બોલ નાખવો પરંતુ જે બેટ્સમેનની સ્ટ્રોક રેન્જ આટલી મોટી હોય ત્યાં એક ઇંચની ભૂલ પણ ટીમને 4 કે 6 રન જેટલી મોંઘી પડી જાય.

16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત પાકિસ્તાનની ટુર થી ઇમરાન ખાન, વસીમ અક્રમ, વકાર યુનુસ, આકીબ જાવેદ અને અબ્દુલ કાદિર જેવા ધરખમ બોલિંગ એટેક સામે થઇ. શોટ પૂરો થાય એ પહેલા બોલ સુસવાટાભેર નીકળી જતો હોય, બનાના યોર્કર સ્વિંગિંગ બોલ સામે સ્ટમ્પ્સ ગુલાંટ ખાઈ જતા હોય અને ગુડ લેન્થ ડિલિવરી ખભા ઉપરથી પાર થતી હોય, અને ક્રાઉડ સપોર્ટ ઝીરો હોય એવા સંજોગોમાં બીજી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ઉપયોગી  59 રન બનાવ્યા.

અસલી ધમાકો ચોથી ટેસ્ટમેચમાં થયો. અગાઉ 3 મેચ ડ્રો થઇ હતી અને બંને ટીમ એકબીજા સામે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી રહી હતી. વકાર યુનુસનો એક બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો અને બેટની ટોપ એજ લાગીને તેંડુલકરના નાક પર વાગ્યો, એની હેલ્મેટ ગ્રીલ વગરની હતી. મેચ જોવા આવેલ ક્રાઉડ લોહી તરસ્યું થઇને હુરિયો બોલાવી રહ્યું હતું। ટીમના ફિઝિયો સચિનના લોહી નીકળતા નાક સામે રૂ ના પેલ મૂકી રહ્યા હતા અને રિટાયર્ડ હર્ટ થવાની સલાહ આપતા હતા. તેંડુલકરે એમને હડસેલીને કહ્યું ” મેં ખેલેંગા” લોહી નીકળતા નાક સાથે ફરી સ્ટાન્સ લીધું। વકાર યુનુસનો રનઅપ, આઉટસાઇડ ઑફ સ્ટમ્પ ફુલ લેન્થ સ્વિંગિંગ ડિલિવરી અને તેંડુલકરે અદભુત સ્કવેર ડરાઇવ રમીને બાઉન્ડરી બહાર મોકલી આપી. ફ્લુક સમજીને ફરી વકાર યુનુસનો રનઅપ, આઉટસાઈડ ઑફ સ્ટમ્પ શોર્ટ પીચ્ડ, તેંડુલકરે એને કવર પોઇન્ટ પરથી કુદાવીને ઓન ધ રાઈસ શોટ માર્યો અને ફરી એજ  પરિણામ, બોલ બાઉન્ડરી બહાર। પહેલી વાર એવું થયું હતું કે કોઈ ભારતીય બેટ્સમેને પાકિસ્તાની ફાસ્ટ બોલર્સને ક્રૂરતાથી એમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. જે ક્રાઉડ હુરિયો બોલાવી રહ્યું હતું તે ક્રિકેટિંગ જીનિયસના શોટ સિલેક્શન અને એના ટેમ્પરામેન્ટને જોઈને સ્તબ્ધ થઇ ગયું હતું. ભારતના પ્રખ્યાત સ્પોર્ટ્સસ્ટાર મેગેઝીનની હેડલાઈન હતી – The Wonder Boy is Here to Stay…

સચિનને અપાતા ટ્રિબ્યુટમાં વિખ્યાત મેગેઝીન ટાઈમનો એક લેખ ખુબ અદભુત છે.

સમય દરેક મનુષ્યને પોતાનો પરચો બતાવે છે પણ એણે એક વ્યક્તિને બાકાત રાખ્યો લાગે છે. સચિન તેંડુલકર સામે સમય થંભી જાય છે. આપણે વિજેતાઓ જોયા છે, આપણે લીજેન્ડરી પ્લેયર્સ જોયા છે, પણ આ પહેલા આપણી પાસે સચિન નહોતો અને ભવિષ્યમાં પણ સચિન જેવો બીજો ખેલાડી નહિ મળે.

જયારે સચિન સૌ પ્રથમવાર પાકિસ્તાન ટુર પાર ગયો ત્યારે માઈકલ શુમાકરની પહેલી ફોર્મ્યુલા 1 રેસ થવાની બાકી હતી, લાન્સ આર્મસ્ટ્રોંગે હજી ટુર-ડી-ફ્રાન્સમાં ભાગ લીધો નહોતો। ડિએગો મેરાડોના વિશ્વ વિજેતા આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનો કેપ્ટ્ન હતો અને પિટ સામ્પ્રાસે ગ્રાન્ડ સ્લેમ જીત્યું નહોતું. રોજર ફેડરરનું નામ અજાણ્યું હતું, લાયનલ મેસી હજુ બાળક હતો, ઉસૈન બોલ્ટનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, બર્લિન વૉલ હજુ સાબૂત હતી અને યુ.એસ.એસ.આર. એક મોટો દેશ હતો.

લેખનું તાત્પર્ય એ હતું કે સચિનના કાળખંડ દરમિયાન જેટલા પણ મોટા ખેલાડીઓ હતા, (ક્રિકેટ અને ક્રિકેટ સિવાયની રમતોમાં) એ બધા અસ્ત થઇ ગયા, કોઈની કારકિર્દી સમાપ્ત થઇ ગઈ કે પછી કોઈ સચિન જેટલું લોકપ્રિય રહ્યું નહિ. સચિન નિવૃતિ બાદ પણ જો ક્યાંય દેખા દે તો એ આજે પણ એટલીજ મોટી ખબર છે. ફેન્સ હજુ પણ ફોટો અને ઓટોગ્રાફ માટે આતુર હોય છે. મારા જેવા ફેન્સની એક આખી પેઢી સવારે 4.30 વાગે ઉઠીને એની ઇનિંગ જોવા ટીવી સામે ગોઠવાઈ જતી હતી. ન્યુયોર્કમાં આખો દિવસ કોલેજ અને બીજી જફાઓ વચ્ચે રાતે ઘરે પહોંચીને લાઈવ સ્ટ્રીમ કરીને તેંડુલકરની સ્ટ્રેટ ડરાઇવ જોવાથી થાક ઉતરી ગયાના અનુભવો પણ છે. રાતે આંખો બંધ કર્યા  બાદ કેટકેટલી વાર તિરંગાના સ્ટીકર વળી હેલ્મેટ પાછળનો ચેહરો જોવા મળે. ગાર્ડ એડજસ્ટ કરીને લેગ સ્ટમ્પ પાર લેવાતું સ્ટાન્સ , પગની ટ્રીગર મુવમેન્ટ અને ફાસ્ટબોલરની પાસેથી ગોળીની જેમ નીકળતો શોટ કે જેને જોતા મીડ ઑફ પર ઉભેલો ફિલ્ડર નિઃસહાય  બની માથું ઝુકાવી દે.

કોઈ પણ બેટ્સમેનના ફોર્મ માટે એક શબ્દ વપરાય છે. પર્પલ પેચ, સચિન માટે પર્પલ સીઝન હતી. ટી-20ના આગમન પહેલા 1994માં તેંડુલકરે ન્યુઝીલેન્ડના ડેની મોરિસન અને ક્રિસ પ્રિંગલ જેવા અનુભવી બોલરોની ઓકલેન્ડમાં સર્વિસ કરી હતી. એ ઇનિંગ મોડર્ન ટી-20નું ટેમ્પ્લેટ હતી. 49 બોલમાં 82 રન. 24 ઓવેર માં 143 રન નો ટાર્ગેટ ચેસ કરીને દુનિયાને અચંબિત કરી દીધી હતી. એવું નહોતું કે પહેલા આવી ઇનિંગ રમાઈ નહોતી. ગેરી સોબર્સ, વિવિયન રિચાર્ડસ, બ્રાયન લારા કે પછી મોહંમદ અઝહરુદ્દિન આવા કારનામા કરી ચુક્યા હતા પણ તેંડુલકર જેવું એગ્રેશન અને સંતુલન દુનિયાએ પહેલીવાર જોયું હતું. તેંડુલકરની તાકાત તેના આત્મવિશ્વાસમાં હતી. વિરોધી ટિમના શ્રેષ્ઠ બોલર્સને બેખોફ રીતે ફ્રન્ટ ફુટ પર રમીને ધૂળ ચટાવવા જેવી સ્ટ્રેટેજી તેંડુલકર બાદ જયસુરીયાએ વિકસાવી. એનું એક ઉદાહરણ કોકોકોલા કપ છે. ફાઇનલ પહેલા ઝિમ્બાબ્વેના હેન્રી ઓલૉન્ગાએ ભારતીય ટોપ ઓર્ડરને વીંખી નાખ્યો હતો અને પછીની મેચમાં ઓલૉન્ગાએ સચિનનું વિશ્વસ્વરૂપ જોયું. ફરીથી એજ લેગ સ્ટમ્પ પર સ્ટાન્સ અને ઓલૉન્ગાની કારકિર્દીની સૌથી ખરાબ ધોલાઈ. ઝિમ્બાબ્વેના 196 રન ના ટાર્ગેટને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 30 ઓવર્સમાં ચેઝ કરીને જાણે ચેલેંજ આપી. When you come at the King, you best not miss.  ઑફ સ્ટમ્પ બહારના બોલને પોઇન્ટ પરથી સિક્સ માર્યા બાદ પીચ પર જઈ બેટ વડે રૂટિન ઠક, ઠક, ઠક અને વળી પછી ધોલાઈ શરુ. આખરે એ મેચમાં 6 ઓવર બાદ ઓલૉન્ગાને ફરી ક્યારેય ઓવર કરવા ના મળી.

શારજાહના મેદાનમાં આ પહેલા પણ આવી ફિલ્મ ભજવાઈ ગઈ હતી, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને બેરહેમીથી ફટકારવામાં આવ્યા હતા, માઈકલ કાસ્પ્રોવિકસ, ડેમિયન ફ્લેમિંગના જેન્યુઈન વિકેટ ટેકિંગ બોલ બાઉન્ડરી લાઈનની બહાર મોકલી દેવાતા હતા. આઉટસ્વિંગ બોલને ફ્રન્ટ ફુટ કવર ડ્રાઈવ અને ઇનસ્વિંગિંગ બોલને બેકફૂટ પંચ દ્વારા એજ દિશામાં જતો જોઈ બોલર્સ હતાશ થઇ ગયેલા। ચોપડીમાં લખ્યું હોય તેમ પેજ નો. 54, બીજા ફકરામાં લખ્યું હોય એમ હાઈ એલ્બો, સ્મૂધ ફોલૉ થ્રુ અને પ્રેક્ષકોના હાઈ ડેસીબલ અવાજની વચ્ચે બેટ અને બોલના સંગમ દ્વારા આવતો એક જાણીતો અવાજ। થડ! અને કેમેરો બોલની દિશામાં ફરે એ પહેલા બોલ બાઉન્ડરી લાઈન પાસે પહોંચી ગયો હોય.

સચિન કોણ છે એનો જવાબ મારી પાસે નથી, પણ સચિનની સામે નોન સ્ટરાઇક પર ઉભા રહી ને જેમ મેં પણ શેન વોર્નના લેગ સ્ટમ્પની બહાર ટપ્પી પડતા બોલને બહાર આવીને એના માથા પરથી સિક્સ મારતો જોયો છે.  કાસ્પ્રોવિક્સના પરફેક્ટ બ્લોક હોલ બોલને એના માથા પરથી કુદાવીને એને ઊંધા હાથની લપડાક મારી ત્યારે હું પણ ત્યાં જ હતો. મેક્ગ્રાથના અહંકારને નૈરોબી જીમખાના ગ્રાઉન્ડમાં તોડ્યો ત્યારે એની હતાશા જોઈને  કર્યું હતું. સિડનીના ગ્રાઉન્ડ પર સચિનની સાથે રહીને જેમ મેં આખી ઇનિંગમાં એક પણ કવર ડરાઇવ નથી મારી। મેં પણ મેકડરમોટને સ્કવેર લેગ પર ફ્લીક કરી છે.  ગુવાહાટીમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સને દોડાવી દોડાવીને માર્યા ત્યારે હું પણ ત્યાંજ હતો. મેં પણ શોએબ અખ્તરને સેન્ચ્યૂરીયનમાં થર્ડમેન પર ઝંઝાવાતી સિક્સ મારીને નાથ્યો છે, અને છેલ્લે જયારે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારત વિશ્વકપ જીત્યું ત્યારે મારી જોડે તમે બધાએ એ કપ ઉચક્યો હતો.