• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,304 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

‘સફારી’ ૩૫ વર્ષ-1

“આ મેગેઝીન છે તો સરસ, પણ ચાલશે નહીં. આપણા વાંચકો આવું બધું વાંચવા ક્યાં ટેવાયેલા જ છે?”

“વાંધો નહીં, એ ટેવ હું પાડીશ.”

પહેલા શ્રીમાન લલિતકુમાર ખંભાયતાએ આ જ વિષય પર લખેલી એક પોસ્ટ વાંચો અહિયાં

વો બીતે દિન યાદ હૈ, વો પલ મુજે યાદ હૈ, ગુઝારે તેરે સંગ જો, લગા કે તુજે અંગ જો…

ઉપરનો સંવાદ આજે ય છાતીમાં પ્રિયતમાના પહેલા ચુંબનના એહસાસની જેમ સોને મઢેલો અને જડેલો છે. ના ના, નોસ્ટાલ્જિક થવાની વાત જ નથી. પરંતુ હા, એક એવી જ્ઞાનની પાઠશાળાની વાત કરવી છે જે ઓપન સોર્સ હતી. સદાકાળ સર્વસુલભ. ગુજરતી જતી આ જિંદગીમાં અનેક બનાવ એવા બને છે જેને માટે આપણે ‘ડોટ્સ’ ની ઉપમા યથાર્થ લાગે. એ ડોટ્સ કનેક્ટ કરીએ ત્યારે ખબર પડે કે હા જી, આ બનાવ બન્યો ન હોત તો આપણું ભાવિ જુદું ઘડાયું હોત. જેમ ‘સમકાલીન’ મેગેઝીને આજે ગુજરાતી સાહિત્યમાં અનેક એક્સ્ટર્નલ અને સજ્જ લેખકોના કોશેટો થવાનું કાર્ય કર્યું હતું, એમ જ આ મેગેઝીને પણ જ્ઞાન-વિજ્ઞાનની એવી ઝુંબેશ હાથ ધરી જેની સામે રાજ્યની સ્કુલોમાં ચાલતા વિજ્ઞાન મેળાઓ આજેય નર્યા તુક્કા લાગે છે.

હા, આજે એ બાળપણની સફર કરવી છે. જેની ‘સફારી’ આજે ય તરોતાજા છે. અનેક લેખો કડકડાટ મોઢે છે. જીવનની ઘટનાઓને વૈજ્ઞાનિક અભિગમથી જોવા માટે જેને ટોટલ ક્રેડીટ ગર્વભેર દઈ શકાય એવા આ મેગેઝીનની વાત કરવી છે. ઉપર લખ્યો એ સંવાદ સફારી ના ૧૦૦ માં અંકની શરૂઆતમાં લખ્યો છે. તંત્રી નગેન્દ્ર વિજય દાદા. સંપાદક ‘હર્ષ’લ પુષ્કર્ણા. આ બેય જુગલ જોડીએ ધમધમાવીને જ્ઞાન-વિજ્ઞાન જીવન માટે જરૂરી છે એ મુદ્રાલેખ હેઠળ આ મિશન આગળ ધપાવ્યે રાખ્યું છે. ચુપચાપ, કોઈ પણ જાહેરાત સ્વીકાર્યા વગર. ફિલ્મો તરફ લગાવ કરાવનાર પહેલુવહેલું મેગેઝીન એટલે સફારી. યાદ કરો જુના જોગીઓ, અંક નંબર ૬૪. ફિલ્મ ‘ટાયટેનિક’ પરનો સૌથી પહેલો લેખ જેમાં એમાં વપરાતી સ્પેશિયલ ઈફેક્ટસ અંગે હેરતઅંગેજ માહિતી હતી. એ અંક સાથે ફ્રી માં ટાયટેનિકનું પોસ્ટર પણ ભેટમાં આવતું જે જોઇને ફિલ્મ જોવાની પ્રેરણા મળેલી અને પછીથી એ આજે ય મોસ્ટ ફેવરીટ ફિલ્મનો એકચક્રી દરજ્જો ભોગવતી રહી છે.

આ સફરમાં બાયોલોજી, શસ્ત્રો, યુદ્ધવિજ્ઞાન, સંઘર્ષગાથાઓ અંગે કેટકેટલું પાનાઓ ભરીભરીને આપ્યું છે, એનો હિસાબ થઇ શકે એમ નથી. ‘ આજનો વાંચક આવતીકાલનો વિચારક બનવો જોઈએ ‘ એવો ઉદ્દેશ્ય લઈને મચી પડેલા આ મેગેઝીને એના મોટાભાઈ ‘સ્કોપ’ ના લખાણો ય વિષયવાર પોતાનામાં ધીરેધીરે સમાવી લીધા છે. રાષ્ટ્રવાદ કોને કહેવાય એ શીખવાડનાર ‘સફારી’ પહેલુવહેલું હતું જેના વિચારોએ તરુણાઈની વિચારધારાઓને સમુળગી પલટી નાંખી છે.  ગુજરાતી સાહિત્ય પરિષદ ઉંધી થઇ જાય તોય આ જાતનો પરિવર્તનનો દૈવી પવન (કામીકાઝી: શબ્દ સોર્સ- વિશ્વયુદ્ધની યાદગાર યુદ્ધકથાઓ ભાગ-૨,લેખ નંબર-૪) પેદા કરી શકશે નહીં એ સ્વીકારવું પડશે. ત્રણ ત્રણ પેઢીઓ સુધી જે મેગેઝીને પોતાનું સ્થાન લાયબ્રેરી માં જાળવી રાખ્યું હોય, એના પર પણ શું આફતો નહીં આવી હોય? શું એને દરેક લોકપ્રિય વ્યક્તિ-વસ્તુ ની જેમ ટીકાઓ નહીં સહન કરવી પડી હોય? જરૂરથી. બિલકુલ સહન કરવી પડી છે.

એ સત્ય પણ સમજી લઈએ કે ફોટા સહીત ઉઠાંતરી ગુજરાતી મીડિયાના અખબારોની અમુક કોલમોમાં ઘણી નબળી રીતે થાય છે. પરંતુ, અનુવાદો એક વસ્તુ છે અને સમજણ બીજી. બીજું, જે વાંચકો સફારીને વાંચીને મોટા થયા છે એમને માટે હવે વિકિપિડીયા સુલભ છે. એક કહેતા અનેક સંદર્ભો મળી જાય છે એટલે ‘સફારી’ એવા તમામ વાંચકો માટે સ્પ્રિંગબોર્ડ સાબિત થયું છે જેમના વાંચન પ્રત્યે રસ-રૂચી ઘડાયા છે અને જેમની જ્ઞાનની ભૂખ સતત વધતી જાય છે. એટલે એ રીતે જોઈએ તો સફારી પર ભલે એ પ્રકારના આક્ષેપો થતા રહે, સફારીએ સતત વાંચન તરફ લોકોને ‘વાંચે ગુજરાત’ ના ઘણા સમય પહેલાથી આકર્ષાયેલા રાખ્યા છે એ નતમસ્તકે કબુલ કરવું જ રહ્યું. કોઈ વસ્તુ વિષે મગજમાં એક શબ્દ આવે જેમકે ‘અત્તીલા ધ હૂણ’..તો એ શબ્દની દેન સફારી છે અને માહિતી આપનાર વિકિપીડિયા છે.

આ રીતે ‘સફારી’ એ અનેક વાંચકોને સજ્જ બનાવ્યા છે જે દરેક વ્યક્તિ કબુલ કરશે. તરુણાઈમાં જયારે હજી શરીરના અંત:સ્રાવો વિકસતા હોય એ ઉંમરે જો કોઈ તમને આજીવન કામ લાગે એવી ભેટ આપી દે તો એ ભેટ જિંદગીભર તમારી સાથે રહે છે. વાંચન આવી જ ભેટ છે જે ‘સફારી’ના સ્વરૂપમાં મળી ગઈ હતી.

અને એક દિવસ ચોથા ધોરણથી સાથ આપનાર ‘સફારી’ એ દસમાં ધોરણના બોર્ડની પરીક્ષા સામે પરાજય સ્વીકારી લીધી…..

(ક્રમશ:)…

the last temptation-લાલચ આહા લપલપ

ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ની પહેલીજ પોસ્ટ માં આપણે ધ લાસ્ટ ટેમ્પટેશન નો ઉલ્લેખ કરેલો હતો યાદ છે? ડિરેક્ટર માર્ટીન સ્કોર્સેસ્સે ની હાઈલી વિવાદાસ્પદ ફિલ્મ ફાઈનલી હમણાં જોઈ. ફિલ્મ ઘણી રીતે વિવાદાસ્પદ પણ છે અને સાથે સાથે એટલી સરસ પણ છે. અને આ પોસ્ટ થોડા ઘણા અંશે એ ફિલ્મ ને સમર્પિત પણ છે. ણ જો તમારી ધાર્મિક લાગણી એટલી સુંવાળી હોય કે એક ફિલ્મ કે રાધર એક બ્લોગ પોસ્ટથી દુભાઈ જવાની હોય તો આ પેરેગ્રાફ થી આગળ કંઈ જ સેફ નથી, એટલે આગળની મુસાફરી તમારા ખર્ચે અને જોખમ પર ખેડવા વિનંતી.

બીબ્લીકલ (પુરાણ નું એટલે પૌરાણિક એમ બાઈબલ નું એટલે બીબ્લીકલ-biblical) વાર્તાઓ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત જયારે રણ માં ૪૦ દિવસ ના ઉપવાસ કરવા ગયા હતા ત્યારે શેતાન એ એને ત્રણ લાલચ (ટેમ્પટેશન્સ) આપ્યા હતા. પથ્થર માંથી રોટલો બનાવવાની, મૃત્યુ ને જીતવાની અને આખા વિશ્વ પર રાજ કરવાની. અને જીસસ એ ત્રણેય લાલચોને નકારીને આગળ વધ્યા. પથ્થરમાંથી રોટલાનો તો ખ્યાલ નથી પણ પ્રચલિત લોકવાયકા પ્રમાણે ત્રીજા દિવસે થયેલું એસેન્શન(ઓલમોસ્ટ પુનર્જન્મ જેવું જ કૈક – R.D.J ની શેરલોક હોમ્સ માં લોર્ડ બ્લેકવુડ જેમ પુનર્જીવિત થાય છે એમ જ) અને અત્યારે ખ્રિસ્તી ધર્મનો દુનિયામાં વ્યાપ જોતા ખુદ પ્રભુ એ જ એને આ બેય સિધ્ધિઓ સામે થી આપી દીધી. આ હતી પ્રસ્તાવના, હવે બાઈબલ પૂરું અને ફિલ્મ ચાલુ.

પ્રચલિત માન્યતાઓ અને ચિત્રો થી સાવ અલગ વિલિયમ ડિફો (ટોબી મેગ્વાયર વાળી સ્પાઈડર મેન નો ગ્રીન ગોબ્લીન) નો જીસસ શરૂઆત ના સીન માં જ નબળો અને કન્ફ્યુઝ્ડ છે. યહુદી રીત રીવાજો થી વિપરીત સબ્બાથ ના દિવસે જ કામ કરતો અને યહુદી વિદ્રોહી માટે ક્રોસ બનાવતો નાઝરેથ નો જીસસ એક તરફ પોતાની અંગત ઈચ્છાઓ અને બીજી તરફ એને સાંભળવા મળતા અવાજો થી પીડિત છે. સ્થાનિક યહુદી પ્રજા એના થી નારાજ છે અને વિદ્રોહીઓ એ એને મારવાના કાવતરા ઘડ્યા છે. એ વચ્ચે જ એ રણ માં જાય છે, અને ત્યાં એને ભેટો થાય છે જુડાસ નો. જેને યહુદી વિદ્રોહીઓ એ જીસસ ને મારવા મોકલ્યો હોય છે.

Willem defoe as jesus

Willem defoe as jesus

જુડાસ ને એવું લાગે છે કે લોકવાયકા પ્રમાણેનો મસીહા, જે યહુદીઓને રોમનથી આઝાદ કરાવશે એ આ જીસસ જ છે અને જીસસને વિદ્રોહ માં જોડવા આમંત્રણ આપે છે, પણ જીસસ વિદ્રોહ અને પ્રેમ વચ્ચે પ્રેમની પસંદગી કરે છે અને જુડાસ એનાથી પ્રભાવિત થઇ જીસસની સાથે જોડાઈ જાય છે.

THE NSFW (Not safe for work) image.

THE NSFW (Not safe for work) image. આ ફિલ્મ શરૂઆત થી અંત સુધી NSFW છે. બ્લડ બાથ અને ફ્રન્ટલ ન્યુડીટી આ ફિલ્મ નું અભિન્ન અંગ છે

પહેલા સીન થી છેલ્લા સીન વચ્ચે સતત જીસસ પોતાને સાંભળવા મળતા અવાજ ફોલો કરે છે, શરૂઆતમાં એ પ્રેમના રસ્તે ચાલે છે. પછી ૪૦ દિવસના ઉપવાસ પછી જીસસ વિદ્રોહના રસ્તે ચાલે છે. ફિલ્મમાં આ આખો ભાગ કુહાડીથી સરસ રીતે દેખાડ્યો છે. શરૂઆતમાં બધાને શાંતિથી સમજાવતા જીસસ અચાનક જ એગ્રેસીવ થઇ જાય છે, યહુદીઓનું મંદિર ખેદાન મેદાન કરી નાખે છે અને એક આર્મી કમાન્ડર ની જેમ બધા ને પોતાનો મેસેજ સંભળાવે છે. ફિલ્મનો આ ભાગ મારો સહુથી ફેવરીટ પાર્ટ છે, આપણે જે જીસસને સાંભળ્યા અને વાંચ્યા છે એ સૌમ્ય સ્વરૂપ થી અલગ એ પ્રેમ, એગ્રેસીવનેસ, કોન્ફીડન્સ અને એનો અભાવ(જે શરૂઆત માં જોવા મળે છે) એનું કન્ફ્યુઝન બહુ આબાદ રીતે આપણને દેખાય છે, જાણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને નહિ પણ નાઝરેથ ના માનવ જીસસ ને જોઈએ છીએ. ખાસ તો જયારે એકાંતમાં એ એના ખાસ દોસ્ત જુડાસ સામે ખુલે છે, એ સીન જીસસ ના અંદર ના કન્ફ્યુઝન ને જોરદાર ઉઘાડું કરે છે.

Jesus' aggressiveness.

Jesus’ aggressiveness.

જુડાસ પણ એક નોખી માટીનો માણસ છે. ગોસ્પેલ્સ પ્રમાણે આ એ જ માણસ હતો જેણે જીસસને દગો આપેલો, અને રોમન સૈનિકોના હાથમાં પકડાવી દીધેલો. અહીંયા પણ જુડાસ એ જ કરે છે, પણ જીસસના આદેશથી. જુડાસ એ માત્ર જીસસનો ફોલોઅર નહિ પણ શ્રેષ્ઠ ફોલોઅર છે, જેમ કૃષ્ણને ઉદ્ધવ હતો તેમ. કોઈ પણ આનાકાની કર્યા વગર એ જીસસની સાથે રહે છે એટલું જ નહિ,  “જો તું માર્ગ ભટકીશ તો તારું ખુન કરતા એક પણ વખત નહિ અચકાઉં” કહેનારો જુડાસ દર વખતે એની સાથે રહે છે. એ માત્ર બ્લાઈન્ડ ફોલોઅર નથી. જીસસના દરેક ફોલોઅરમાં સહુથી ઠરેલ અને ડાહ્યો છે, દર વખતે સવાલ ઉઠાવે છે, જીસસ ને જાણે છે, સમજે પણ છે. અને એટલેજ જયારે જીસસ ને બલિદાન નો રસ્તો લેવાનો હોય છે ત્યારે એ જુડાસ ની જ મદદ માગે છે. અને એટલે જ જીસસ ને “મારે તો મરી જવાનું છે, એ સહુથી સહેલું છે. અને એટલે જ દગો કરવા જેવું અઘરું કામ તારા માથે નાખ્યું છે”, જેવું કહેવા જેટલો જુડાસ પર વિશ્વાસ છે.

Jesus And Judas

Jesus and Judas..

આ દગો દીધા પછી જયારે જીસસ ને ક્રોસ પર ચડાવવા માં આવે છે ત્યારે શેતાન જીસસ સાથે છેલ્લી રમત રમે છે. એને સંસાર વસાવવાની અને સામાન્ય માણસ ની જેમ જીવવાની લાલચ આપે છે. (સ્પોઈલર એલર્ટ) જીસસ ના મગજ માં થોડી વાર માટે એ વિચાર આવી પણ જાય છે. અને ફિલ્મ ની સહુથી વિવાદાસ્પદ એવી ૧૦ મીનીટ ચાલુ થાય છે. પણ અંતે જો હોના હૈ વહી હોતા હૈ, શૈતાન ની આ છેલ્લી લાલચ (ધ લાસ્ટ ટેમ્પટેશન) ને ય જીસસ નકારી ને ગર્વ થી ક્રોસ પર મૃત્યુ પામે છે.

જેમ જીસસ પહેલા પ્રેમ અને પછી કુહાડી નો માર્ગ પકડે છે એમ સમય અને સંજોગો પણ આપણને અલગ અલગ રસ્તાઓ પકડાવે છે, વાનગીઓ ના ભાવવા-ન ભાવવા થી લઇ ને વિચારોના સમૂળગા બદલાવ પણ આ વહેતી જિંદગી નો ભાગ છે. અને જીસસ ની જેમ આપણને પણ ડગલે અને પગલે લાલચ મળતી રહે છે. અને આ લાલચ હંમેશા ફાયદાના સ્વરૂપે આવે છે, ઉગતી કરિયર કે હસતો ખેલતો પરિવાર. શોખ કે નોકરી, ભાઈબંધ કે ગર્લફ્રેન્ડ જેવી અનેક ચોઈસ આપણને મળે છે અને ભગવાન આપણા ઉપર આમાંથી સાચી ચોઈસ કરવાનું અઘરું કામ નાખી દે છે. જીસસની પાસે પણ ચોઈસ હતી પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની, પણ અંતે તો એણે પોતાને સંભળાતા (અંતરાત્મા કે ભગવાન ના) અવાજ ને જ પ્રાધાન્ય આપ્યું. પોતાની સંસાર વસાવી સામાન્ય માણસ જેવા જીવન ની લાલચ પણ એણે આપવા માં આવી જે એમણે નકારી અને અંતે એ નાઝરેથ ના જીસસ માંથી જીસસ ક્રાઈસ્ટ બન્યા.

અગેઇન લાઈફ ઇઝ નોટ ઓન્લી વ્હાઈટ એન્ડ બ્લેક.ધેર ઇઝ અ ગ્રે મેટર. આ ફિલ્મ કેરેક્ટર થી લઇ ને મેકિંગ સુધી વિરોધાભાસનું ઉદાહરણ છે.જેમ પ્રચલિત રીતે સૌમ્ય એવા જીસસ એગ્રેસીવ પણ બની શકતા હોય એમ જ ચુસ્ત કેથોલિક ડિરેક્ટર એવા માર્ટીન સ્કોર્સેસ્સે ધ લાસ્ટ ટેમ્પટેશન બનાવી જે જીસસ પર બનલી કદાચ સહુથી વિવાદાસ્પદ ફિલ્મ છે. અને એવાજ બીજા ચુસ્ત ખ્રિસ્તી મેલ ગીબ્સને બનાવેલી ધ પેશન ઓફ ક્રાઈસ્ટ; જે મે જોયેલી સહુથી લોહીયાળ ફિલ્મોમાંની એક છે. આ બંને એ પોતાના સમાજના પૌરાણિક આઈકોન્સ ની બીજી બાજુ કે અજાણી બાજુ જોવાનો પ્રયાસ કરેલો. ભારતમાં પણ આવા બે પ્રયાસ મને યાદ આવે છે  એક નોટેબલ પણ નબળો પ્રયાસ એટલે મણીરત્નમ ની રાવણ. અને એક હેટ્સ ઓફ પ્રયાસ, કમલ હસન ની હે રામ. જે એવા ભારતમાં બનાવાયેલી છે જેમાં એક મીનીટમાં જેટલી વાર હૃદય ધબકતું હશે એના કરતા વધારે માણસો ની ધાર્મિક લાગણીઓ દુભાતી હશે. જેના પર કૈક માઉન્ટ મેઘદૂતો કે કૈક જય વસાવડાઓ લખે કંઈ ખાસ ફરક નથી પડવાનો.

સો ધેટ્સ ધ મુવી એન્ડ ધેટ્સ ધ એન્ડ….  હેવ અ હેપ્પી સમર અહેડ…

સેમીકોલોન:

IIN જેવી સાવ બકવાસ એડ અને પોતાની પ્રોડક્ટ્સ આપણા માથે મારવાના હિચકારા પ્રયાસ વચ્ચે રણમાં મીઠી વીરડી જેવી બે એડ:

૧. નેસ્કાફે ની ર…ર…ર…રિશી અને

૨. એક્સીસ બેંક ની બઢતી કા નામ ઝીંદગી.

હેટ્સ ઓફ ટુ ધોઝ એડ્સ એન્ડ એડ મેકર્સ…