ઉત્સવ થી ફેસ્ટીવલ સુધી… કૈક નવું ઉજવીએ!

“મમ્મા, મારા હેપ્પી બર્થડે પર બી દિવાલી કરવાના ને આપણે ? મને બૌ ગમે દિવાલી , એમાં  કલરફુલ લાઈટ્સ, રોશની , દાઝું દાઝું દીવા… નવા કપડા, ગિફ્ટ્સ અને તને બૌ બધા સન્ડે! ” – અજાણતા જ પૂછી ગયેલા હીર નાં પ્રશ્ન માં ઘણું બધું દાઝી ગયું અને ઘણું બધું દિલ ને બાઝી પણ ગયું! દિવાલી ની  ઝગમગતી રોશની સાથે એને મન મમ્મી ની જોબ માં રજા પણ એટલીજ ઝળહળાટ છે! નાનું દિલ , નાનાં સપના , નાની ઇચ્છાઓ  પણ મોટ્ટી સ્માઈલ અને મસ મોટ્ટી ખુશીઓ- એટલે જ કદાચ બાળક…

“હા બેબુ , તારા હેપ્પી બર્થડે પર આપણે દિવાલી કરીશું… પાક્કું! “- હીર ની એ તોફાની સ્માઈલની રોશની  અને એના પ્રશ્નો નાં ફટાકડા – મારા માટે તો આખું વર્ષ જ મન ગમતી દિવાળી…

“હે મમ્મા, તું નાની હતી ત્યારે પણ દિવાલી સેલીબ્રેટ થતી? “- હીર નાં ઘણા સવાલો તોફાન પહેલાની શાંતિ જેવા હોય!

“હા, બેબુ .. દિવાલી, દશેરા , હોલી, ઉતરાયણ, રાખી અને બીજા બધા જ ફેસ્ટીવલ મમ્મા સેલીબ્રેટ કરતી , નાની હતી ત્યારે! ” – જવાબ આપતા કદાચ મેં હીર ને ફ્યુચર ક્વેશ્ન્સ માટે રસ્તો કરી આપ્યો!

“હે મમ્મી , દશેરો એટલે પેલો રા-વન ને દાઝું કરીકરીને ભગવાનજી પાસે મોકલી દેવાનો ફેસ્ટીવલ ને ? ” – હીર નું ઓબ્ઝરવેશન+કાર્ટુન ચેનલ્સ+દાદી, માસી અને મમ્મી ની સ્ટોરીઝ = બોમ્બ જેવા ક્વેશ્ન !

“બેબુ , રા-વન તો મુવી હતી, રા-વન નઈ – રાવણ …. હા દશેરા એટલે રાવણ-દહન. બુરાઈ પર અચ્છાઈ ની જીત. આપણે જોવા ગયેલા ને…” – હજી મારો જવાબ પુરો થાય એ પહેલા તો હીર નાં મોઢા પર એક સાથે ઢગલો ક્વેશ્ન પોપ-અપ થયા જાણે..

“મોમ , પેલી સ્ટોરી હતી ને ગાંધીબાપુ વાળી , એમાં તું એમ કેહતી નોતી કે કોઈ એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરવાનો . જેવા સાથે તેવા નાં થવાય , નૈ તો આપણે પણ એમના જેવા બેડ થઇ જવાય ? તો  રાવણ ને દાઝું કરાઈને આપણે પણ રાવણ જ બની નાં જઈએ ? “- હીર ની નાની નાની ચાઈનીઝ આંખો માં અજબ કુતુહલ દેખાયું, અને પેહલી વાર મને સમઝાયુ કે નાનું બાળક પણ જોયેલી, સાંભળેલી ને સમ્ઝાવેલી વાતો ને પ્રોસેસ કરે છે અને સાથે સાથે એનો તાળો પણ મેળવે છે!

“બેબુ, એ વાર્તા સાચી જ હતી , પણ બીજી પણ એક વાર્તા છે, રાજા રામ અને રાવણ ની… આજે રાતે કહીશ ..”- મેં  હીરનાં રમકડાની  સાથે સાથે એના પ્રશ્નો ને પણ સમેટવા પ્રયાસ કર્યો!

પણ હીર ની વાત થી મને પણ પ્રશ્નો થયા કે જાણે કેટલા વર્ષો સુધી આમજ રાવણ ને આપણે દાહ આપીશું , છતાં આપણી અંદર રહેલા રાવણ ને પોષતા રહીશું!

રાવણ શું માત્ર એક માય્થોલોજીકાલ કેરેક્ટર છે ?

શું આપણે આપણી અંદર રામ અને રાવણ બંને ને નથી જીવતા , જયારે જેવી બાજી એવા બની જઈએ! – તો માત્ર રાવણ નું જ વર્ષોવર્ષ દહન કેમ?

કેમ વર્ષો થી ચાલતી કુરીતિઓ , કુરિવાજો કે અંધશ્રદ્ધા કે પછી  ધીમે ધીમે મને ને તમને ગળી રહેલા પોલ્યુંશ્ન , કરપ્શન કે આતંકવાદ નાં રાવણ ને આપણે આજ સુધી બાળવાની તો શું સામી નજર કરી ખુમારીથી પડકારવાની પણ હિંમત નથી કરી શક્યા ?

“મોમ, દિવાલી ની પણ સ્ટોરી આવે? આપણે દિવાલી કેમ સેલેબ્રેટ કરીએ? “- મારા હાથ માં થી રમકડા લઇ , મારા પ્રશ્નોપનિષદ ને અટકાવી , મારા ખોળા માં ગોઠવાઈ ને વ્હાલથી હીરે પૂછ્યું …

“હા, બેબુ , દિવાલી ની પણ સ્ટોરી આવે… રાજા રામ ૧૪ વર્ષ નાં વનવાસ પછી અયોધ્યા માં ઘેર પાછા આવેલા એટલે આપણે દિવાલી સેલીબ્રેટ કરીએ,,, ખુશી મનાવવા…”- ટૂંક માં જવાબ તો આપ્યો પણ રાતે આખી સ્ટોરી ની ડીમાંડ થશે જ એ સમઝાઈ ગયું!

“મમ્મા , આપણે ઘર ની બહાર રોશની કરીએ , ૫ દીવા પણ કરીએ.. સામે વાળા આંટી તો અગાસી એ પણ દીવા કરે , અને મારી સ્કુલ નાં રસ્તા માં પેલું બિલ્ડીંગ આવે એમા  તો આખે આખું લાઈટીંગ થાય… તો મોમ રાધામાસી ને ઘેર પેલા જી.ઈ.બી વાળા વારે વારે કેમ લાઈટ કાપી જાય? આ બધી લાઈટીંગ માંથી થોડી એમના ઘેર નાં આપી દેવાય? ” – કદાચ બાળક રહેવું એટલે જ આશીર્વાદ હશે , કેમકે તમે સત્ય ને પડકારી શકો , સત્ય બોલી શકો , પ્રશ્ન પૂછી શકો અને સહજતાથી તમરા જવાબો ની બાળ-હટ સહજ ઉઘરાણી પણ કરી શકો!

“બેબુ, …. આપણે આજ થી જ વધારાની લાઈટીંગ નઈ કરીએ અને લાઈટ સેવ કરીશું અને એમાંથી થોડી લાઈટ રાધામાસી ને આપવાનું જી.ઈ.બી વાળા ને કહીશું. પણ તું પણ મને પ્રોમીસ કર નાઈ-નાઈ કરતા પાણી વેસ્ટ નઈ કરે , તો એ વધારાનું પાણી પણ રાધામાસીનાં ઘેર જશે…”- કદાચ બચત અને સેવિંગ્સ પૈસા કરતા પાણી, વીજળી , અને કુદરતની વધુ જરૂરી છે એ જેટલી નાની ઉંમરે સમઝાય એટલું જ હિતાવહ છે , કેમકે નાની ઉમરે પડેલી આદતો જ તો જીવન ઘડતર કરે છે!

“હા મમ્મા, પ્રોમીસ. હું છબ છ્બ કરીને એજ પાણી થી નાઈ કરી લઈશ. હું એકદમ ગુડ ગર્લ છું એટલે મમ્મા કહે એમ જ કરું! હે ને મમ્મા? ….. મમ્મા દિવાલી ફિનિશ થઇ જશે પછી કાઈટ આવશે ને? ” – નેસ્ટેડ ફંકશન અને ઇન્ફાઈનાઈટ લૂપ ની પ્રેક્ટીકલ અનુભૂતિ કરી રહી હું હીરના પ્રશ્નો થી!

“હા બેબુ , તું એકદમ ગુડ ગર્લ છે. મારી ગુડ ગર્લ ને કાઈટ બૌ ગમે ને ? દિવાળી પછી ઉતરાયણ આવે, એટલે આપણે કાઈટ ફ્લાઈંગ કરવાનું. “- આગળના પ્રશ્ન માટે માનસિક તૈયારી કરીને જ  જવાબ આપ્યો, તો પણ કૈક નવું જ આવશે એની ખાતરી તો હતી જ!

“મમ્મા , કાઈટ ફ્લાઈંગ ની બી કોઈ સ્ટોરી હોઈ ? “- દરેક ફેસ્ટીવલ સાથે એક સ્ટોરી એટેચ્ડ હોય જ એ હવે જાણે હીર માં પ્રોગ્રામ થઇ ગયું.

“બેબુ , બધા ક્વેશ્ન આજે એક જ દિવસ માં પૂછી લઈશ ? કાલ માટે પણ કૈક રાખ ને …”- હીરના પ્રશ્નો હું ક્યારેય એવોઈડ નાં જ કરું પણ આજે એ પ્રશ્નો કૈક નવા જ જવાબો ખોલી રહ્યા હતા… પ્રશ્નો ને નહિ, એના જવાબો થી ઉઘડતા નવા  પ્રશ્નાર્થ ચિહ્ન ને કદાચ મેં એવોઈડ કરવા ટ્રાય કર્યો!

“મમ્મા , કાઈટ આટલી ઉંચે ઉંચે જાય .. આપણે જોઈએ એથી પણ ઉંચે… પેલા બર્ડસ ઉડે છે એટલે
ઉંચે .. તો કાઈટ અને બર્ડ ને એક્સીડન્ટ નાં થઇ જાય? કાલે આપણી ગલી માં બધા મોટા બબુ ક્રિકેટ રમતા હતા ને તો એમના બોલ નો “ગાયમાતા” સાથે એક્સીડેન્ટ થઇ ગયેલો , ને ગાયમાતા રડતીતી…” – હીર નાં ચહેરા પર એ મૂંગા પશુ ની વેદના છલકાઈ આવી- નિર્દોષ અને પારદર્શક , બાળક એટલે સાચે સાક્ષાત ભગવાન!

“બેબુ , કાઈટ ઉંચે જાય, એકદમ ઉંચે… તો આપણે એમ શીખવાનું કે – ઊંચા સપના જોવાના અને કાઈટ ની જેમ ઉંચે પહોંચવાનું… પણ ઉંચે પહોંચવામાં કાઈટ નો ને બર્ડ નો એક્સીડન્ટ થાય તો બર્ડ ને પણ વાગે અને કાઈટ પણ ફાટી જાય .. એટલે આપણે પણ ઉંચા સપના જોવાના , ઉંચે જવાનું પણ કોઈની સાથે એક્સીડન્ટ નાં થાય એનું ધ્યાન રાખીને! “- હીરને સમઝાવવા કરતા કદાચ વધુ મારી જાત ને સમઝાવી રહી !

તહેવારો .. અને એમની આગળ પાછળ ની રંગબેરંગી કથાઓ , કદાચ આજીવન રસસ્પ્રદ રહેશે … પણ નવા સમય પ્રમાણે , જો તહેવાર -ફેસ્ટીવલ બનતા જતા હોઈ તો … આપણી ઉજવણી ની રીતો માં પણ જરૂરીયાત પ્રમાણે નાવીન્ય જરૂરી નથી ?

કે પછી , રીવાજો , રીતી અને પ્રથા નાં નામેં આપણા કીમતી સંસ્કારો નો વારસો સાચવવા જુના વિચારોને જ ઉજવતા રહીશું?

Advertisements

Gray Side of GOD

વેલ, આજે આપણે માઉન્ટમેઘદુતમાં કાયમ કશુક નવું કરતા કરતા એક સાવ અજાણ્યા પર્વતની અંધારી ગુફામાં ડગ માંડી બેઠવાના છીએ. કેમ?કઈ રીતે? વેઈટ એન્ડ રીડ.

આપણો રોજીંદો અનુભવ એવું કહે છે કે બધી વસ્તુઓ આપણા કંટ્રોલમાં નથી. ક્યારેક કશુક આપણે વ્યક્તિ,વિચાર,સમય, ભગવાન કે સંજોગો પર છોડવું પડે છે. રાઈટ? આપણે સદાય આપણા અધૂરા કામો પુરા કરવા માટે ઉપર આમ જોઈને અથવા મંદિરે જઈને ભગવાનને કહેતા હોઈએ છીએ. ઘણા ભગવાન જોડે અબોલા રાખે છે,ઘણા ઝઘડી પડે છે, ઘણા આજીજી કરીને એને ભાઈબાપા કરે છે, ઘણા એને મીરાંની જેમ પ્રિયતમ માનીને પોતાનું ધાર્યું કરવા કહે છે, ઘણા સુદામાની જેમ કૈક માગતા અચકાય છે….

ઇન શોર્ટ, આપણી પાસે રસ્તા ઘણા છે એને આપણી વાત કહેવાના. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે એને આપણને કશુક કહેવું હોય,દેખાડવું હોય, કમ્યુનિકેટ કરવું હોય તો એ કઈ રીતે કરતો હશે? આપણે એકબીજા જોડે ચેટ,SMS,ફોન,રૂબરૂ વગેરે પર વાત કરીએ તો એની પાસે ક્યાં સાધનો હશે કે જેનાથી એ કમ્યુનિકેટ કરતો હશે? બસ આ વિચારે જન્મ આપ્યો એક ખોજને. જેવી તેવી ખોજ નહિ, બહાર ફાંફા મારવાની અને અંદર ઊંડા જવાની ખોજ, સ્વ થી લઈને સૌ સુધી પહોંચવાની ખોજ.

તમને માઉન્ટ-મેઘદુતની માઈલસ્ટોન કૃષ્ણ-સીરીઝ યાદ છે. પણ એ તો ખાલી એક સ્ટોપ હતું આપણી કભી ના થમનેવાલી સફરનું. પણ ઉપર કહ્યો એ સવાલ અમને બધાને અલગ અલગ રીતે, અલગ અલગ સ્થિતિમાં સરખી રીતે મૂંઝવતો હતો એટલે એક રવિવારે ટીમ મેઘદુત ભેગી થઇ અને આ મુદ્દે જબરી વાતો થઇ. વાતો શું, ઉગ્ર ચર્ચા પણ થઇ,  અને હવે એ વાતોના તારણો એના કારણો સાથે પેશે ખિદમત છે. અહીં અમે શેઠશ્રી ર.પા.ને ફોલો કરવાનું વિચાર્યું છે. “વાત ભલે આપણી હોય,એનો અનુભવ સૌ નો હોવો જોઈએ.”બસ તો અમે એ જ વે પર વિચાર્યું છે અને અહીં શેર કરવાના છીએ.

ભગવાન કોઈ દિવસ ગ્રે શેડવાળા હોય શકે? શું આ પોસિબલ છે? વેલ, જવાબ કદાચ સંદિગ્ધ છે. રજનીશના મત મુજબ જયારે તમે એક અંતિમ સુધી પહોચવા માગતા હો ત્યારે જો એ અંતિમ અદ્રશ્ય થઇ જાય તો તમે એની વિરુદ્ધના અંતિમ તરફ ધસવા લાગો છો જેને તમે પોતે રોકી નથી શકતા.હવે,આ અંતિમ એટલે આપડું સહુનું ફેવરીટ મોક્ષ પ્રાપ્તિ. હવે જયારે ભગવાન-એઝ અ કન્સેપ્ટ જ નાશ પામે ત્યારે માણસ બહુ અજાણતા ડાર્ક એલીમેન્ટ તરફ જવાનું ચાલુ કરે છે કેમકે આ પૃથ્વી પર આવેલા દરેક માનવે એક કાર્ય તો ચોક્કસ કરવાનું હોય છે.એ છે એની પોતાની ખોજ. આ ખોજ કાં એને ભગવાન તરફ લઇ જાય છે,કા શૈતાન તરફ. હવે વસ્તુ એ છે કે આ બે અંતિમમાંથી કોઈ એક અંતિમ તરફ તમે જાવ ત્યારે તમે તમારું સ્વતંત્ર અસ્તિત્વ નથી રાખી શકતા.જે તે અંતિમમાં મિશ્રિત થઇ જાવ છો અને એ અંતિમનો અમુક અંશ તમારી અંદર એક અલગ શેડ પકડી લે છે. બસ, ત્યાંથી આ આખી માયાજાળ બને છે. મીનીસ્ટ્રી ઓફ મેજીક માટે સીરીયસ બ્લેક ગુનેગાર છે અને હેરી માટે પ્રેમાળ સ્વજન. એ નક્કી કરવું મુશ્કેલ છે કે આપણે જેને સત્ય માનીએ છીએ એ સત્ય 100% છે જ કે નહિ. તમારું સત્ય,બીજાના સત્ય સાથે કેટલું મેળ ખાતું હશે એ પણ એક કોયડો છે. કલાકારનું સત્ય, રાજાના સત્ય કરતા ચડિયાતું ગણી શકાય કે કેમ એ કલાકાર નક્કી ન કરી શકે કેમકે ત્યાં રાજાના સત્યની મોહતાજી છે.સત્ય કાયમ સફેદ નથી હોતું. સત્ય ડાર્ક પણ હોઈ શકે,ગ્રે પણ હોઈ શકે. કૃષ્ણ સંપૂર્ણ ઈશ્વર છે,પણ કૃષ્ણનું સત્ય દ્રૌપદીના સત્ય સાથે હંમેશા મેચ થશે જ એ જરૂરી નથી. કૃષ્ણમાર્ગ ડાર્ક છે,અટુલા જવાની મથામણ છે અને એકલતાની-એકલા પડી જવાની,એકલા રહી જવાની પીડા છે. અને ત્યાં પહોચીને જાતને પ્રશ્ન થાય કે આ બધાનો અર્થ શું છે?એના જવાબ સાથે ગ્રે શેડનો આવિર્ભાવ થાય છે. ગ્રે શેડનું મુખ્ય હથિયાર વ્યક્તિની છુપાયેલી નાફરમાની છે. બદદાનત અને લુચ્ચાઈ એની બે અણીયાળી ધાર છે. જયારે સ્વાર્થ એનો હાથો છે.

આ બધું કદાચ નાના નાના અન્યાયો સામે લડી લેવાની દુર્વૃત્તિને લીધે થાય છે. દુર્વૃત્તિ એટલા માટે કેમકે લાઈફમાં આપણી સહી ઓળખ આપણે જે સિલેક્ટ કરીએ છીએ એના આધારે બનતી હોય છે. દરેક વ્યક્તિ કુટાય છે, અથડાય છે, ઘસાય છે. સંજોગોના ઉઝરડા કાયમ બધાને પડેલા હોય જ છે, પણ એમાં એક વ્યક્તિ નૈતિક રીતે સાચો માર્ગ પસંદ કરે છે અને બીજો પોતાની જીતને મહત્વ આપીને ખોટો માર્ગ પસંદ કરે છે જેને લીધે અંતે વ્યક્તિ એ માર્ગ મુજબનો બની જાય છે. તો સવાલ એમ કે શું કામ સચ્ચાઈના માર્ગે ચાલીને હેરાન થવું? જીત મળતી હોય તો ભાડમાં જાય દુનિયા. દુનિયા ય ક્યાં હરિશ્ચન્દ્રની ઓલાદોથી ભરેલી છે? આવું વિચારનાર વ્યક્તિ મૂળે ખરાબ નથી હોતો,સંજોગો એને એવો બનાવી દે છે જેને લીધે એ વખત જતા ગ્રે શેડ પકડે છે.ગ્રે શેડના તો કઈ કેટલાય ઉદાહરણો મૌજૂદ છે. ફિલ્મનું નામ ‘પાંચ’. લીડ કેરેક્ટરનું નામ લ્યુક. મિજાજ ચોવીસ ખાંડીનો પણ અંદરથી પ્રસિદ્ધિની અને પૈસાની ઓલ ટાઈમ ઈચ્છા. નતીજા, એનું પાત્ર ફિલ્મની સાથે ગ્રે શેડ પકડતું જાય છે. ગ્રે શેડથી આગળ વધીને બે માર્ગ બચે છે. એક બાજુ લાઈટ સાઈડ, બીજી બાજુ ડાર્ક સાઈડ. એટલે ફરી ફરીને એ જ મુદ્દો આપણી સામે આવે રાખે છે કે એ તો આપણા પર છે કે શું સિલેક્ટ કરવું? પણ જયારે તમે ગ્રે સાઈડ પર હો ત્યારે એ વિવેકભાન નથી રહેતું. ગ્રે શેડ ધર્મ જેવો નશો છે.અફીણી નશો.જેનું ઘેન માણસને સતત ઉડતો રાખે છે અને એ ભાન નથી થવા દેતો કે એ જે માર્ગ પર ચાલે છે એ ખરેખર તો આભાસી છે, વોલેટાઈલ છે. ગ્રે સાઈડ લપસણી છે, ફટકણી છે અને બટકણી છે. એ ક્યારે વ્યક્તિને લાત મારીને પાડી દે છે એ વ્યક્તિને ખબર નથી હોતી. ગ્રે માર્ગે જયારે એને જીત મળતી હોય છે ત્યારે એનું મગજ ફટકેલી અવસ્થામાં જ રહેતું હોય છે. એ વખતે એની દુનિયા તરફની માન્યતાઓ,ગુરુર અને સોચ-બટકણી હાલતમાં હોય છે. જરાક સત્ય ગલોટીયું ખવડાવે એટલે તરત ભાંગી જાય છે અને અનેક ટુકડાઓમાં એ બધું વહેંચાય જતું એ જુએ છે. એ પેઈનની તીવ્રતા જીત વખતની ખુશી કરતા અનેકગણી વધારે હોય છે. એ સહન નથી થતું કેમકે જીતની આદત પડી ગઈ હોય અને પોતાની જાતને હારતી જોવાની હિંમત નથી બચી હોતી. કુછ સુના સુના લગતા હૈ? હોય જ ને, આપણી મોટાભાગની ફિલ્મોમાં તમામ વિલન આ જ તો રજુ કરતા હોય છે. 😉

આ વૃત્તિઓ આપણા સહુમાં રહેલી જ છે. આપણે પણ થોડાક સ્વાર્થી ક્યારેક ને ક્યારેક બની જ જતા હોઈએ છીએ. રિલેશન્સમાં થોડાક લુચ્ચા પણ બનતા હોઈએ છીએ અને ક્યારેક પોતાનાઓ સામે નફફટાઈથી વર્તતા જ હોઈએ છીએ. તો ઠાકુર વાતમાં બિંદુ(પોઈન્ટ-યુ સી !!) એ કે ગ્રે શેડ હાવી થવા દેવાય નહિ. કેમકે એમાંથી જ ક્યારેય પાછા ન વળી શકાય એવા ડાર્ક સફરના ગર્ભાધાનની શક્યતાઓ રહેલી હોય છે. હા, ત્યાંથી લાઈટ સાઈડ તરફ પાછા વળવાની શક્યતાઓ પણ પારાવાર છે. જરૂરી એ છે કે વ્યક્તિને પોતાના સત્યનું ભાન થાય.એ જે છે એવો એ પોતાને જુએ તો જ પેલી ઘેનનિંદ્રા તૂટે અને તો જ સત્યનો સાક્ષાત્કાર થાય. અહીંથી જ ઈશ્વર=સત્ય -સમીકરણ સાચું હોવાની ખાતરી થાય છે. જો કે,સત્યનો સાક્ષાત્કાર મહઝ ઇત્તેફાકન થતો હોય છે. પ્રયત્નપૂર્વક સત્ય પામવાની દોટ વ્યર્થ છે કેમકે એમ ક્યારેય સત્ય લાધી ન શકે.

જીદુ કૃષ્ણમૂર્તિ માર્ગ તમને ગ્રે શેડથી પાછા લઇ જવાની ચાવીઓ આપે છે. યાદ છે ને? સ્ટાર વોર્સમાં આપણે આ વ્યક્તિની વાત કરેલી. આ જીદુ કૃષ્ણમૂર્તિ એટલે બીજું કોઈ નહિ પણ જી.કૃષ્ણમૂર્તિ. ઇન્ડિયામાં રજનીશ,મહર્ષિ અરવિંદ, પૂજ્ય શ્રી મોટા, વિમલા તાઈ પછી ભારતનું સાચું અધ્યાત્મ અને તત્વદર્શન એના મેઈન અર્ક સાથે પકડી શકનાર સાવ અલગ વ્યક્તિત્વ. (બીજી ઓળખાણ- જી.કૃષ્ણમૂર્તિ એ આચાર્ય રજનીશની માનેલી બહેનના પતિ એટલે કે બનેવી થાય. 😛 ) જી.કૃષ્ણમૂર્તિના મોટાભાગના પ્રવચનો અમેરિકામાં થયેલા છે. ગ્રે સાઈડ તરફ ન જવું અને ગ્રે સાઈડમાંથી પાછા વળવાનું એક જ મસ્ત સુચન એ આપે છે. “લાઈફને કોઈ પણ જાતના રૂલ્સમાં કે બંધનોમાં બાંધી નહિ દેવાની. વહેતા ઝરણાને આડે મોટું લાકડું મૂકી દો તો થોડો ટાઈમ જ પાણી રોકાશે. એટલે લાઈફને વહેવા દેવી. બંધનો રાખશો એટલે તકલીફો રહેશે અને એને લીધે સત્ય ખોવાઈ જશે અને તમે લાઈફના અમુલ્ય ટુકડાઓ આમ જ ફેંકી દેશો.” 

મિત્રો, દિવાળીએ અને નવા વર્ષે આપ સહુને એજ શુભેચ્છા કે તમારી લાઈફને કોઈ રૂટીનમાં બાંધી ન દેતા નિશ્ચલ ઝરણાની જેમ ખળખળી ઉઠતી ગતિ મળે અને ગ્રે સાઈડનો થોડો પાર્ટ જળવાઈ રહે કેમકે જિંદગીમાં થોડા ચાલાક બનવું પણ જરૂરી બને છે બોસ્સ… 😉 😛

%d bloggers like this: