• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  December 2011
  M T W T F S S
   1234
  567891011
  12131415161718
  19202122232425
  262728293031  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

Q & A with our beloved Yuva God Krushn 3

મિત્રો,

આજે માઉન્ટ મેઘદુતની કાયમ નવું કરવાની પરંપરાને અનુસરતા નવી જ સ્ટાઈલથી કૃષ્ણ જોડેનો સંવાદ સમ+વાદ બને એ રીતે એક ગેસ્ટ લેખિકા આ લેખમાળામાં પોતાનું ‘આઇટમ સોંગ’ પેશ કરવા જઈ રહ્યા છે. 😉 😛

લેખકનો પરિચય એનું લખાણ જ બને એ સર્વોત્તમ ઇન્ટ્રો છે. પણ નામ મેં ક્યા રક્ખા હૈ? તો પેશે ખિદમત હૈ, મીસીસ ભૂમિકા કેયુર શાહ, ભૂમિકા મેમ સુરતની SCET કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર છે.એક વાક્યમાં કહીએ તો ‘લેડી ચેતન ભગત છે’… 😉

ઓવર to ભૂમિકા મેમ… ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“ગુડ મોર્નિંગ સાસુમા ….” – સવાર સવાર માં કોલેજ આવી ને જીમેઇલ અકાઉન્ટ ઓપન કરતા ની સાથે જ જમાઈ રાજ પ્રગટ થયા …

“ સુ-પ્રભાત S.I.L. [ સન ઇન લો.] ..” – આજના શિડ્યુલ નું ગુગલ કેલેન્ડરમાં એન્ટ્રી કરતા કરતા આજની ગપ્પા-ગોષ્ઠી શરુ કરી ..

“ M.I.L. , એક ક્વેશ્ચન છે, વ્હાય ધીસ કોલાવેરી ડી ? “ – હર્ષપ્રિય સ્વામીજી ઉવાચ …

“સવાર સવાર માં તને હું જ મળી ? આજે કઈ કામ નથી ? “ – પેપર ચેકિંગ માટેનું પહેલું બંડલ ખોલતા – ખોલતા સાથે યુ-ટ્યુબ પર સર્ચ કર્યું – “વ્હાય ધીસ કોલાવારી ડી …”

“M.I.L , ચીલ કરો.. અને લિસન – એ ખુદા … ફ્રોમ મર્ડર-૨ .. આખી ગીતાનો સાર છે એમાં… કામ તો ચાલ્યાજ કરશે.. સવાર માં થોડું ભગવાનનું નામ લો! “ – હર્ષપ્રિય સ્વામી ની મ્યુઝીકલ ભાગવત કથા સાંભળતા, યુ-ટ્યુબ પર કોલાવેરીના કકળાટ ને પોઝ કરી , સર્ચ કર્યું – “એ ખુદા…+ મર્ડર ૨ “

કાન માં ઇઅર-ફોન્સ, દિમાગ ને તરબતર કરતુ મર્ડર-૨ નું રીઅલ ફિલોસોફીકલ ગીત , એક હાથ માં પેપર ચેક કરવા રેડ પેન અને નજર કમ્પ્યુટર સ્ક્રીન પર.. – મલ્ટી-ટાસ્કિંગ નો જમાનો છે!

“ M.I.L , આર યુ ધેર? “ – હર્ષપ્રિય સ્વામી ફરી પ્રગટ થયા ..

“ક્યા મરી જવાની અત્યારમાં ? પેપર ચેક કરું છું! તારે કઈ એસાઈન્મેન્ટ કે એક્ઝામ એવું કઈ નથી ? સાવ નવરો છે કા ? “- એક હાથે પેપર માં માર્ક્સ મુકતા મુકતા બીજા હાથે ધીમે-ધીમે ટાઈપ કર્યું ..

“પેપર પરથી યાદ આવ્યું , આઈ.આઈ.એમ. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે, તે તમે કહેતા હતા તો, ચાલોને એકાદ પેપર નાખીએ.. એટલે રીસર્ચ વાળું પેપર હો M.I.L. , તમે તો પાછા આખી આઈ.આઈ.એમ માં મારી પાસે ગુજરાત સમાચાર , સંદેશ ને દિવ્ય ભાસ્કર નખાવો એવા છો એટલે ચોખવટ કરું છુ! “ – મ્યુઝીકલ આધ્યાત્મિક ગુરુએ હવે ટેકનોલોજીકલ કથા શરુ કરી એ સાંભળી , આઈ મીન વાંચી થોડી હાશ થઇ..

“ ગુડ આઈડિયા , સેન્ડ મી બ્રોશર , એન્ડ સબ્જેક્ટ ઓફ યોર ઇન્ટરેસ્ટ નાઉ … આઈ ગેસ, એની લાસ્ટ ડેટ સબમીશન ની આજે જ છે! હવે તારી ભાગવત, ગીતા અને કનૈયાના ભક્તિગીત બાજુ પર મૂકી ને જલ્દી સેન્ડ કર મને ડીટેઈલ્સ ! ” – આઈ.આઈ.એમ અમદાવાદ માં જવાનો મોકો મળે, એટલે કોઈ પણ બહાનું ચાલે એ ન્યાયે પેપર પબ્લીશ કરવાની આળસુ એવી હું પણ આ વખતે તૈયાર થઇ ગઈ.

“નાઉ , ઈટ્સ હાઈટ , શું કરે છે ? આઈ એમ વેઇટિંગ ફોર મેઈલ , બ્રોશરની લીંક મોકલ .. “- અડધો કલાક રાહ જોઈ, મેઈલ રીફ્રેશ કરી આખરે , ઓનલાઈન પિંગ કરી હર્ષ ને જગાડવા .

“ સાસુમા , તમે સાંભળશો ને તો માની જશો તમારા જમાઈને! – હું મારા નવા બ્લોગ- માઉન્ટ મેઘદુત માટે કૃષ્ણ ભગવાનનો ઇન્ટરવ્યું લઉં છું! એટલે, રુકાવટ કે લીયે ખેદ હે.. “- હર્ષનો રીપ્લાય વાંચી , અજાણતા જ ગુગલ પર સર્ચ મુકાઈ ગઈ, – મેન્ટલ હોસ્પિટલ + કારેલીબાગ+બરોડા.. અને હું ખડખડાટ હસી પડી ..

“ ઓહ .. અદભુત .. અદ્વિતીય .. જોરદાર … સારું તો તારા કનૈયા ને ફ્રી પડે ત્યારે અહી મોકલજે , આ રીસર્ચ પેપર નું ફોર્મેટિંગ કરવા… “ – ટાઈપ કરીને તરત સ્ક્રીન મિનીમાઈઝ કરીને હું પેપર ચેકિંગ માં ડૂબી ગઈ…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“ ભૂમિકા શાહ ? “- અચાનક મીઠા રણકાર જેવો સ્વરબદ્ધ છતાં સંભાળતા જ સંમોહિત થઇ જવાય એવો અવાજ સાંભળી ને દિલ, ડીલ ને દિમાગ બધું જ જાણે હિપ્નોટાઈઝ થઇ ગયું.

“ જી હું જ છું ભૂમિકા શાહ બોલો .. શું હું આપને ઓળખું છું ? હાઉ કેન આઈ હેલ્પ યુ? “ – બાજુની ચેર પરથી પર્સ લઇ આગંતુક માટે જગા કરી બેસવાનો ઈશારો કરતા મેં કહ્યું..

“ આપ મને ઓળખો છો ? એનો જવાબ – હા પણ છે અને ના પણ.. અને યુ નીડ નોટ ટુ હેલ્પ મી, આઈ એમ હિઅર ટુ હેલ્પ યુ! “ – આગંતુક યુવાન ના સોહામણા દિવ્ય ચહેરા અને મંદિર ના ઘંટ જેવા મન ને શાંતિ આપે એવા અવાજને સાંભળતા એના જવાબમાં રહેલી ફઝ્ઝીનેસ પણ જાણે નવાઈ ન પમાડી શકી .

“ આમ અપલક નજરે ન જોઈ રહો મેડમ , આપે જ તો હમણાં મારા સખા હર્ષને કહ્યું હતું મને કોઈ કામસર મોકલવા , એટલે હું હાજર થઇ ગયો . ઇન્ટરવ્યું પતાવ્યો-ના-પતાવ્યો, મિત્રનું આણ રાખવા દોડી આવ્યો છું! “ – જવાબ સાંભળી ફાટી આંખે હું જોઈ રહી , આંખો ચોળી , ગાલ પર હળવેકથી ચુંટલી પણ ખણી …

“હા હા હા.. વિશ્વાસ નથી આવતો.. કનૈયો, કૃષ્ણ, શ્યામ, ઘનશ્યામ , શ્રીજી  દરેક સ્વરૂપે તમે મને ઓળખો છો ને હું હાજરા હજુર છું ત્યારે શું પ્રશ્ન છે? “- બાજુની ચેર પર બિરાજીને દિવ્ય આગંતુક સંમોહિત સ્વરે બોલી રહ્યા ..

ભૂમિકા : “આપને વાંધો ના હોય તો , એક સ્નેપ લઉં તમારો ? મિસ-યુઝ નહિ કરું.. “

કૃષ્ણ : “ હા હા હા.. જરૂર,  મને શું વાંધો હોય .. પણ તમારી ડેસ્ક પર મારા વિવિધ સ્વરૂપ ની આટલી તસ્વીર છે , ત્યારે વધુ એક તસ્વીર? “

{

જવાબ પુરો થાય એ પહેલા જ મોબાઈલ થી એક સ્નેપ લઇ ને ડેટા કેબલ થી પીસી માં સ્ટોર કરી, તરત ગુગલ ઈમેજ પર હમણાજ લીધેલું સ્નેપ થી ઈમેજ સર્ચ કર્યું . અને જવાબ માં અઢળક કૃષ્ણ સ્વરૂપ એક સાથે તાદ્રશ થઇ ગયા ..

}

કૃષ્ણ : “ હજુ વિશ્વાસ નથી આવતો ? તમને ગુગલ પર વિશ્વાસ છે , પણ મારા પર નહિ ? “

ભૂમિકા : “ એવું નહિ પણ…  આપ આમ , અચાનક , એકદમ સામે, આઈ મીન, તમારે કઈ કામ નથી ? “

કૃષ્ણ : “ હું અત્યારે મારું જ કામ કરું છુ ..  આપની મદદ કરવાની અને મારા મિત્રની આણ નિભાવવાનું ..”

ભૂમિકા: “ મને હજુ નવાઈ લાગે છે… તમને વાંધો ના હોય તો એક સ્નેપ લઉં આપડો સાથે? આઈ મીન, હું લકી આઈ એમ, તમે સાક્ષાત મને મળવા આવ્યા, ફરી આવો લાહવો મળે કે ના મળે, એક યાદગીરી લઇ લઉં… “

કૃષ્ણ” “જરૂર થી.. “

અને ફરી , ફટાફટ એક ચીઝી , સ્માઇલી પીક લઇ પીસીમાં ટ્રાન્સફર કરી અને ફેસબુક પર પોસ્ટ કર્યું – વિથ સ્ટેટસ :  કોફી વિથ કૃષ્ણ , બીલીવ ઇટ ઓર નોટ!! અને એક મીનીટ માં તો ૧૧ લાઈક અને ૪ કમેન્ટ્સ … “[૧]યુ આર લુકિંગ ક્યુટ .. [૨]  નાઈસ કુર્તી સ્વીટી .. [૩] માય જે.એસ.કે. ટુ કૃષ્ણભગવાન , એન્ડ ડોન્ટ ફોર્ગેટ ટુ કેપ્ચર વીડીઓ – ઓફ હિમ પ્લેઈંગ ફ્લુટ  … [૪] ભુમ્સ , હેવ યુ ગોટ નટ્સ ?

કૃષ્ણ : “ અહો , ફેસબુકમ ! કેન આઈ યુઝ ધીસ પીસી? મારે પણ મારા મેઈલ્સ અને ફેસબુક અપડેટ્સ ચેક કરવાની છે … “

ભૂમિકા”પ્રભુ , તમે ફેસબુક પર છો? “

કૃષ્ણ: “હું તો જળ-જડ સર્વત્ર છું, ભક્તોના દિલમાં પણ છું ને એમના ફેસ પર પણ છું, બુકમાં પણ છું ને ફેસબુકમાં પણ છું .. 😉

ભૂમિકા: “ આઈ એમ ઈમપ્રેસ્ડ! હું તમને ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ મોકલું છું , એસેપ્ટ કરજો , પ્લીઝ.. “

કૃષ્ણ : “ ટ્વીટર , લિન્ક્ડ-ઇન, યાહુ-મેસેન્જર અને જી-ટોક માં પણ એડ કરી લો.. આમ તો હું આપના ફ્રેન્ડ્સ લીસ્ટ માં તમે જન્મ્યા એ ઘડી થી જ છું! “

ભૂમિકા: “ કમાલ છે, આપ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ યુઝ કરો છો એથી તમારા મંત્રીઓ, માતા-પિતાને કોઈ પ્રોબ્લેમ નથી ? આઈ મીન, ભગવાન થઇને તમે આમ-આદમીને પોતાના ફ્રેન્ડ્સ લીસ્ટમાં એડ કરી જ કેવી રીતે શકો? તમારી કોઈ ખાનગી વાતો પબ્લિકલી શેર થઇ જય તો! કોઈ દુષ્ટ અસુર તમારા ફોટો કે સ્ટેટસ પર અભદ્ર કમેન્ટ્સ કરી જાય તો? આઈ મીન, તમે જે પોસ્ટ પર છો , તમારા કામ અને કાર્યભાર પ્રમાણે તમારે મનુષ્યોથી એક અંતર ન રાખવું જોઈએ? અને આ ફેસબુકના માધ્યમથી આપ અમને શું કહેવા માંગો છો?

કૃષ્ણ [મર્માળા હાસ્ય સાથે] : “ સોશીયલાઈઝેશન તો મનુષ્ય ને જાનવર થતા અટકાવે છે! તો સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ થી કેવો છોછ?? અને રહી વાત મારા મંત્રીઓ અને માતા-પિતાની તો એમને મારામાં એમણે સિંચેલા સંસ્કાર અને લાગણીઓ પર વિશ્વાસ છે , એટલે મારા કોઈ નિર્ણયથી એમને ક્યારેય પ્રશ્ન કે અસંતોષ હોતો નથી , એ ભલે રાધા સાથેની નિર્ભેળ લાગણીઓનો પ્રશ્ન હોય કે 16000 રાણીઓનું જીવતર બચાવવાનો .. આજના સમાજને પણ પુત્ર કે પુત્રી ના ચોકીદાર/જમાદાર બની એમના મોબાઈલ, ફેસબુક/મેઈલ અકાઉન્ટ ચેક કરવાની નહિ પણ પોતાના સંસ્કાર અને લાગણીઓના ઘડતર ને ચેક કરવાની જરૂર છે!!! જેમ આજના ટેક-સેવી સમાજને ગુગલ સર્ચ અને એની પ્રોડક્ટ્સ પર જેટલો ભરોસો છે, એનાથી દસમા ભાગનો ભરોસો પણ પોતાની પ્રોડક્ટ- પોતાના સંતાનો પર નથી! અને સખા, મારી ફેસબુક વોલ પણ મારા મારા પ્રિય ભક્તો પ્રત્યેના પ્રેમ ની જેમ ઓપન અને ઓલ્વેઝ અવેલેબલ જ છે! છતાં પોતાની પ્રાયવસી તો  ફેસબુક પર કસ્ટમાઈઝ થાય જ છે એટલે કે માત્ર ઇચ્છિત વ્યક્તિ જ જોઈ, વાંચી ને કમેન્ટ કરી શકે , એમ જ મારા ભક્તો, સખાઓ અને સ્નેહી જનો સિવાય મને પામવાનો કે જાણવાનો રાઈટ કોઈને મળતો જ નથી!

ભૂમિકા : “ પ્રભુ , આપે તો ફેસબુકના માધ્યમથી બહુ ગુઢ વાત કહી દીધી… છતાં એક મુંઝવણ છે …પુછુ? “

કૃષ્ણ: “ ઈર્શાદ …. આવવા જ દો સખા.. “

ભૂમિકા: “ પ્રભુ મેં મારા આંગણામાં તુલસીનો નાનો છોડ રોપ્યો છે ,  મને એના માટે અપાર માયા-પ્રેમ અને લાગણી છે, એને પાણી આપ્યા વગર હું કેડીઓ નથી ભરતી અને એના પોષણ માટે ઋતુ- અનુસાર હું નિયમિત જે તે જોગવાઈ કરું છું.. પણ પ્રભુ હવે મારા ઘરની બહાર જ્યાં એ તુલસી નો છોડ છે ત્યાં પાકી સડક થવાની છે એટલે પરાણે મારે એને ત્યાંથી કાઢીને સાચવીને નવી જમીનમાં રોપવો પડશે.. હું એવું તે શું કરું કે મારો છોડ નવી જગાએ હેમખેમ રહે, અને ફરી પહેલાની જેમ મહેકતો ચહેકતો થઇ જાય???”

કૃષ્ણ : “ જેમ તમે લાંબા પ્રવાસે જાઓ ત્યારે કોઈ સ્નેહીજનના ઘેર લાલજી – એટલે કે મને પધરાવીને જાવ ત્યારે સ્નેહીને પ્રેમ-સુચનો કરો છો , જેવા કે .. મારા લાલજીને આટલા ભોગ ચઢાવવા, મારા લાલજીને આટલા લાડ લડાવવા … એમ તમારો તુલસી ક્યારો જે નવી ભૂમિમાં માંડો, એને પણ પ્રેમ આગ્રહ કરો.. એ ભૂમિને વંદન કરી , એક માં ના દિલથી એને પ્રાર્થો કે – આ તુલસી ક્યારો નહિ મારી પુત્રી છે , જે હું તમારા આંગણે વળાવું છું , એ હજી બાળક છે , નાસમજ છે , ભૂલ કરે તો સમજાવજો , અણધારી મુશ્કેલીથી બચાવજો, અને તમારું સંતાન ગણી પોષજો. એની આટલી આદતો ચલાવી લેજો અને સમય આવે તમારા પ્રવાહ માં વાળી લેજો [ તોડ્યા વગર]  અને આટલા લાડ લડાવવાનું ભૂલતા નહિ ..   – માત્ર એ તુલસીના છોડ ને બીજી ભૂમિમાં રોપીને તમારું કામ પતી જતું નથી, ત્યાંથી તો કામ શરુ થાય છે … એની સમયાંતરે દેખરેખ , એના પર જરૂર પડ્યે લાગણીરૂપી પાણી અને સમજણના ખાતરનો છંટકાવ તમારે જ કરવાનો છે! આ બધું જ પ્રેમથી , જવાબદારી નહિ પણ – લાગણીની માગણી સમજીને કરી જુઓ; અને પછી જુઓ , બીજાના આંગણે પણ કેવો ખીલી ને મહેકે છે તમારો અંશ , તમારી તુલસી…

ભૂમિકા: “ તુલસી ની વાત કરો છો પ્રભુ કે દીકરીની ? આપ તો ખરેખર અંતર્યામી છો , તુલસીના છોડના માધ્યમથી મેં પૂછેલા મારા પુત્રી પ્રત્યેની ચિંતાના પ્રશ્ન નો તમે એ જ સહજતા થી જવાબ આપી દીધો… પણ પ્રભુ જો પુત્ર કે પુત્રી પ્રેમ લગ્ન કરે ત્યારે માતા પિતાના સપના અને એમની અપેક્ષાઓ તોડવા માટે એમને સ્વાર્થી ગણવા કે પોતાનો જીવનસાથી જાતે પસંદ કરવાનો નિર્ણય લેવા બદલ એમની સમજદારી ને બિરદાવવી ? “

કૃષ્ણ: “ તમે પહેલી વાર જ્યારે કાર/સ્કુટી/ બાઈક લઇ ને મેઈન રોડ પર નીકળો ત્યારે મા-બાપ ને એક ભય રહે જ છે, અકસ્માત થવાનો – તમારી ચંચળતા અને બાલીશતાને કારણે જ તો !! અને તમે હેમખેમ ઘેર પરત ફરો ત્યારે એમને ગર્વ પણ થાય છે, પુત્ર/પુત્રીના મોટા થવાનો, સાચા/ખોટા નિર્ણય જાતે લઇ શકવાનો… લગ્નમાં પણ કૈક એવું જ છે, અરેન્જડ કે પ્રેમલગ્ન – સંબંધની સફળતા કે નિષ્ફળતા તો એ સંબંધમાં પરોવાયેલા [ બંધાયેલા નહિ] બે જીવ પર જ નિર્ભર છે! ક્યાં તો માતા-પિતાના પૈસે એમની પસંદગીનું વ્હીકલ ચલાવો અથવા પોતાની કમાણી એ પોતાની પસંદગીનું – અકસ્માત તો બંને માં શક્ય છે જ!! કોઈ પણ સંબંધ ભલે એ માતા-પિતાને હોય, મિત્રતાનો હોય, પ્રેમનો હોય કે લગ્નનો હોય, – પરાણે પ્રેમ ન થાય.. અને પ્રેમ થયા પછી એને લાગણીઓથી પોષવું પણ એટલું જ જરૂરી છે .. “

ભૂમિકા : “ પ્રભુ , આ બધી વાતો તો બુક્સમાં જ સારી લાગે.. મોટીવેશનલ અને રીલેશનશીપ મેનેજમેન્ટની બેસ્ટ-સેલર બુકસ માં કૈક આવું જ બધું લખે છે , પણ બધું બકવાસ છે. પ્રેક્ટીકલ લાઈફમાં કોઈ થીયરી ચાલતી નથી. તમે જેમ હાલ કહ્યું સંબંધની સફળતા એમાં પરોવાયેલા – બંધાયેલા નહિ , એવા બે જણા પર નિર્ભર છે – પણ આપણા દેશ માં તો તમે પતિ કે પત્ની સાથે નહિ પણ એના આખા ફેમીલી સાથે લગ્ન કરો છો! હવે દીકરાના લગ્ન પછી જો વહુ માથાની આવી જાય તો આખા કુટુંબ ને તહસનહસ કરી દે છે. આજકાલની જનરેશનની વહુ ને ગમે એટલું નવા પરિવાર ની પરંપરા અને રીવાજો સમજાવો , કેમેય કુટુંબ માં ભળતી જ નથી … એવી આજકાલ બધા જ દીકરાઓના કુટુંબ ની ફરિયાદ છે.. આપને શું લાગે છે ..?”

કૃષ્ણ : “ તમે કોઈ ફેમીનીસ્ટીક ચળવળ ચલાવો છો કે શું? [ હળવા હાસ્ય સાથે.. ]  રણબીર કપૂર કહે છે ને પેલી જાહેરાતમાં : કીપ ઇટ સિમ્પલ સીલી .. આપડે ધારો કે એક ખીલ્લી ક્યાંક લગાવવી છે ..  ક્યા લગાવીએ? હા આ સામેની દીવાલ સરસ અને મજબુત લાગે છે…”

ભૂમિકા: “ પ્રભુ એ દીવાલ નહિ પાર્ટીશન છે , અને લોખંડનું છે.. એમાં ખીલ્લી ન જ જાય…”

કૃષ્ણ : “ એકઝેટલી … એક ખીલ્લીને આપડે મજબુત હથોડીથી લોખંડની દીવાલ પર લગાવવા દિલથી મહેનત કરીએ.. કેમ અંદર ન જાય , આજે તો એને દીવાલમાં ખોસીને જ રહું એમ જુસ્સાથી વિચારી મંડી પડીએ.. કઠોર પરિશ્રમના આ પરિણામે લોખંડની જડતા વિચલિત નથી થતી પણ ખીલ્લી દીવાલની જડતાથી અજાણ અંદર જવાના પ્રયત્નો કરી ને અંતે એક થ્રેશોલ્ડ પછી તૂટી જાય છે …  અને એ જ ખીલ્લી ને લાકડામાં, કે કોન્ક્રીટની દીવાલમાં એ જ મહેનત થી લગાવો તો એ સમાઈ જાય છે … – વાત સ્વીકાર કરવાની છે, જગા આપવાની છે- દિલમાં . પરિવારમાં નવા સદસ્યને, એ ભલે વહુ હોય કે જમાઈ – સામેથી સ્વીકારતા એ સમાઈ જ જાય છે પણ લોખંડની જડતા બતાવો તો બટકી જાય છે.. સ્વીકાર બંને પક્ષે કરવાનો છે નવી પરિસ્થિતિ અને નવા સદસ્યનો , અઘરું છે પણ દિલથી કરો તો અશક્ય હરગીઝ નથી!!

ભૂમિકા:   ખીલ્લી … ખબર નહિ આવી કેટલી ખીલ્લીઓ અથડાઈ ને કુટાઈને , બટકી ગઈ હશે.. પ્રભુ આપે બનાવેલા આ વિશ્વમાં સંબંધો કેમ આટલા જટિલ છે ? ખીલ્લીને દીવાલની લડાઈમાં બિચારી હથોડી તો કાયમ વગર વાંકે જ પીસાતી રહે છે … 

કૃષ્ણ: “ હા હા હા …. સખા , એકદમ સાચી વાત છે.. સંબંધોમાંની આ જટિલતા માનવીએ જાતે સર્જી છે, મેં તો માત્ર લાગણી અને સંવેદનાઓ વાવી હતી મનુષ્યમાં પણ ક્યારે એ માંગણીઓ અને વેદનામાં પલોટાઈ  ગઈ મને પણ આશ્ચર્ય છે … આપના પ્રશ્નનો મર્માંર્થ હું સમજી ગયો .. ખીલ્લી અને દીવાલના આ – સંઘર્ષમાં હથોડી પણ ખુબ દુ:ખી થાય છે , પણ સ્વસ્થ મને અને સત્યના પક્ષમાં લીધેલ નિર્ણય એની આં વેદના ચોક્કસ ઘટાડી શકે છે … જો ખીલ્લીની દાનત જ ખોટી હોય, – આડાઈ કરવાની અને ન જ સમાવવાની દીવાલમાં, તો દીવાલને પ્રહારો કરી દુ:ખ ન દેતા ખીલ્લીને જ ઠમઠોરવી અનિવાર્ય છે, એ જ રીતે, ખીલ્લી જો દિલોજાનથી સમાઈ જવા પ્રયાસ કરે પણ દીવાલની જડતા ઓછી ન થાય તો , ખીલ્લીનો પક્ષ લેવો હિતાવહ છે..

સંબંધોમાં પણ કૈક એવું જ છે .. લગ્ન બાદ, પતિને માતા અને પત્ની વચ્ચે કૈક આ જ પરિસ્થિતિમાં પસાર થવું પડે છે, ત્યારે હંમેશાભાવનાઓ અને લાગણીઓને વશ થયા વગર સત્યને સમજી , સ્વસ્થતા અને સહજતાથી પરિસ્થિતિ સંભાળવી જરૂરી બને છે … ખીલીને દીવાલની અને દીવાલને ખીલીની જરૂરીયાત અને મહત્વ સમજાવવું. એમને એકરૂપ લાગણીના તાંતણે બાંધવાની સંવાદિતાનું નિર્માણ કરવાનું કામ માત્ર હથોડી જ કરી શકે છે … સંબંધ – એટલે જ સમ + બંધ , સમત્વ જાળવવું , લાગણીથી વિચલિત થયા વગર! “

ભૂમિકા:  “ પ્રભુ આટલી સરળતાથી કદાચ આ પરિસ્થિતિ આપથી વિશેષ કોઈ જ ન સમજાવી શકે! પણ વાત માત્ર કુટુંબથી પણ અટકી જતી નથી ! લગ્ન બાદ કુટુંબની સાથે સમાજની મર્યાદા અને નિયમો બંને ને પાળવા જતા , સ્વયંને જાળવવું કઠીન થઇ જાય છે! લગ્ન બાદ કુટુંબના ભરણ-પોષણની જવાબદારી માત્ર પતિની જ છે! પત્ની એ માત્ર રસોઈ અને ઘર-પરિવાર જ સાચવવો એવું કયા વેદ-પુરાણ માં લખ્યું છે! અને માની લઈએ કે લખ્યું છે – તો એ શિરોમાન્ય ગણીને જ  સદીઓ સુધી જીવવું કેટલું વ્યાજબી છે??

કારકિર્દીનું તો કોઈ જેન્ડર નથી, તો એને હર- હંમેશ પુરૂષ સાથે જ શાથી સાંકળવામાં આવે છે? જો બાળક એના પિતાના ધંધા -રોજગાર, નોકરીને સહજતાથી લઈને પિતાની નિશ્ચિત કલાકો દરમ્યાન ગેરહાજરી સ્વીકારી શકે છે તો માતાની નોકરી કે વ્યવસાયને કેમ પાપ કે સ્વાર્થ ગણવામાં આવે છે? બાળક માં માતાનું લોહી વહે છે તો એનુ સર્જન પિતા વગર તો શક્ય જ નથી – છતાં માતાને જ કેમ આ જવાબદારી અને બંધન? જો માતા અને પિતા બંનેના સરખા ક્રોમોઝોમ્સથી બાળક સર્જાય છે તો એના પ્રત્યેની જવાબદારી બંને ઉઠાવે એમાં શું ખોટું છે?

કૃષ્ણ : શાંત સખા શાંત…  સારું છે આપ અમારા સમયમાં નહોતા , નહી તો … હા હા હા… વેદ-પુરાણ કે અન્ય કોઈ સાહિત્યનું સર્જન જે-તે સમાય ના સમાજ ને અનુલક્ષીને થાય છે… અને સમાજ એટલે? તું, હું અને આપડે બધા .. સમય જતા, સદિયો વહેતા … જેમ પ્રલય [ સુનામી, પુર, ભૂકં ઈત્યાદી કુદરતી આફતો ]  આવે છે , પોતાની સાથે બધું જ નષ્ટ કરે છે, એ ખુવારી માં પણ એક સર્જનશક્તિ છે … નહિ બદલાઈ શકતી જડતાને નષ્ટ કરી સમયની માંગ પ્રમાણે નવું સર્જવાની … એમ સમાજ , સમાજ વ્યવસ્થા અને અનેં નિયમો આપણી સહુલીયત માટે છે – જે બદલાવા જરૂરી છે અને બદલવાનું આપણા જ હાથમાં છે!!!

પાર્ટનરશીપ ફર્મ જો સહજતાથી અને સફળતાથી , લાંબાગાળા માટે ચલાવવી હોય તો બંને પાર્ટનર ના મંતવ્યો અને દ્રષ્ટિકોણને મહત્વ આપવું જરૂરી જ છે! અને સમયાંતરે બંને સમજુતીથી કામ-કાજની વહેચણી પ્રેમથી , જવાબદારીનો ભાર રાખ્યા વગર કરે તો જ એ ફર્મ વિકસે , પ્રગતિ કરે.. માત્ર જવાબદારી નહિ પ્રેમભરી માવજત જરૂરી છે , વ્યવસાય હોય કે સંબંધ કે પછી બાળક.. સમાજે તો મને પણ વખોડવાનું બાકી નથી રાખ્યું સત્ય જાણ્યા વગર તો તમે કયા ખેતર નું ગાજર છો? [ મર્માળ હાસ્ય પછી…] કારકિર્દીની જેમ જ પ્રેમ અને સમજદારીને પણ જેન્ડર નથી હોતું,  આથી પરસ્પર સમજુતીથી અને પ્રેમથી સ્વીકારેલી દરેક વ્યવસ્થા જ્યાં પ્રેમભરી માવજત છે તે પ્રગતિ છે, વિકાસ છે.. બાકી કુછ તો લોગ કહેંગે.. લોગો કા કામ હે કેહના… લોકોની ચિંતા પણ આપડે કરીશું તો આપડું કોણ કરશે? “

ભૂમિકા:” પ્રભુ આટલા જટિલ લાગતા પ્રશ્નો ખબર નહિ આપની સાથે વાત કરી ને કેમ આટલા સરળ અને સહજ લાગે છે… જો કે હું બહુ ધાર્મિક જીવ નથી, મંદિરમાં પણ વર્ષે દહાડે એકાદ વાર જ આવું છુ .. છતાં.. આપની સાથે આ સંવાદ … આવો સંવાદ ફરી ખબર નહિ ક્યારે શક્ય બનશે …”

કૃષ્ણ : “ નાસ્તિક અને આસ્તિક તો આપડે ચોંટાડેલા લેબલ માત્ર છે .. હું અહી જ છુ .. મને મળવા મંદિરમાં આવવું જ એવું જરૂરી નથી! જ્યારે જ્યારે તમે નિર્દોષ ભાવે કોઈ ની મદદ કરો છો , કે જ્યારે પણ તમે કોઈને દુ:ખી નથી કરતા ત્યારે તમે મને પ્રાર્થો જ છો! આને આ સંવાદ તો તમારો – તમારા જ પોતાની સાથેનો સંવાદ છે.. હું સુક્ષ્મ સ્વરૂપે તમારા અસ્તિત્વમાં જ છું , ભલે તમે આસ્તિકનું લેબલ લગાવો કે નાસ્તિકનું! “

“ ઓ  હમદમ સુનિયો રે…” – મોબાઈલની રીંગ વાગતા એક તંદ્રા સાથે જાણે ભાવ-સ્વપ્ન તૂટ્યો , કે નવા સ્વપ્નમાં હું લીન થઇ!!!

દિલ ને એક અજીબ સુકુન મળ્યું ….નજરો સામે શોધી રહી કૈક …

કાન તરસી રહ્યા એ મીઠા રણકાર સમા અવાજ માટે..

અને બહુ દિવસે નાસ્તિક દિલ ગાઈ રહ્યું…

“પ્રભુ મોરે અવગુણ .. ચિત્ત ન ધરો… હરી મોરે અવગુણ ચિત્ત ન ધરો …”

Q & A with our beloved Yuva God Krushn 2

ગતાંકથી આગળ,

6. ફેઈલ્યોરનું શું કરવું? બધુંય સમજાય છે,ખબર બી પડે છે,પણ પચાવી નથી શકાતું… 😦

કૃષ્ણ- યાદ કરો તો જરા,તમે કૈક એચીવ કરેલું ત્યારે એમ થયું હતું કે આ એચિવમેન્ટ પચશે કે નહિ? નહિ ને? એ ન પચી હોય ત્યારે જ હારનો અપચો થાય. જીતીએ ત્યારે બેશક મૌજ કરવી,પાર્ટી કરવી, ગમતાનો ગુલાલ કરવો. પણ એ યાદ રાખવું કે આ બધું જ તબાહ થઇ જશે. તું, તારું એચિવમેન્ટ બધું જ. રહેશે તો ફક્ત તારા એ માટેના પ્રયત્નો.યેસ,યુ ગોટ રાઈટ. કર્મ.કામ.[ઓય, અત્યારે એ ‘કામ’ની વાત નથી.ચૂઊપ 😉 ] તમારું પરફોર્મન્સ અને એ માટેનું ડિવોટેડ ડેડીકેશન જ તમને જીવતા રાખશે. કામ કરતા થાકો ત્યારે આપોઆપ હું ઊંઘ આપી દઈશ કે જેથી તમે ઉઠો ત્યારે નવા વિચારો અને નવું જોમ તમારી રાહ જોતું હોય. ફેઇલ્યોરથી બીવો નહિ,એને પોતાના જોશમાં ઉમેરી દો. એક પ્રોડક્ટનો પ્રોફિટ જેમ બીજી પ્રોડક્ટમાં લગાડી દઈએ એમ જ સ્તો. 🙂

7.  જયારે કો-ઓપરેશનથી કામ પાર પડતું હોય છે ત્યારે માણસો કેમ ધક્કામુક્કી કરીને આગળ આવવા અને એ બહાને પોતાનું મહત્વ દેખાડતા ફરતા હોય છે?

કૃષ્ણ- તમે ડાર્વિનદાદાને વાંચ્યા હશે. ખાવાનું મેળવવા જેમ ધક્કામુક્કી થાય છે એનું જરા શિષ્ટ રૂપ છે તમે કહો છો એ. 😉 પણ, દુનિયામાં તમારે તમારી વાત કહેવી હોય તો દબાતા સુરે નહિ, ત્રાડભર્યા સ્વરે કહેવી પડશે. દુનિયાના કાન બહેરા છે એટલે ધડાકા વગર કોઈ નહિ સાંભળે. હા,ટીમવર્કનો મહિમા તો પાંડવોના વખતથી ચાલ્યો આવે છે. જે ન સમજે એમને કુટાવા દો..આપોઆપ ટીમમાં જોડાશે.એકાદ વાર સમજાવવામાં આપણો અહં ન ઘવાય તો તો ઉત્તમ. અહંને સાઈડટ્રેક કરવો હોય તો ટીમમાં કામ કરવું. ગુસ્સા પર પણ કંટ્રોલ આવી જાય છે જયારે તમે ટીમમાં કામ કરતા હો છો ત્યારે. હા મને ખબર છે કે અમુક અકોણાઓ ટીમમાં ધાર્યું કરાવવા માટે કુટનીતિ કાર્યમાં જ રચેલા અને એવમ પચેલા પણ હોય છે.પરંતુ, તમે ઓનેસ્ટલી ટીમ માટે કામ કરશો અને ટીમની અંદર રહીને કામ કરશો તો શીખવા તમને જ મળશે.જે એકલા હાથે ન શીખવા મળે એ ટીમમાં ચુટકીઓમાં શીખાય જાય છે.[પર્સનલ અનુભવ હો 😛 ]

8. શું પાછા આવવાનો, ભૂલ કબૂલ કરવાનો કે માફી માંગવાનો કોઈ રસ્તો છે?

કૃષ્ણ- હકન..કોણ કહે છે કે નથી?ટાઈમ મશીનથી એ સમયમાં, એ ક્ષણમાં પાછા નથી જઈ શકાતું,પરંતુ એ યાદોમાં રહે છે એટલે એક રીતે વ્યક્તિ ત્યાં હોય છે ખરી. ભૂલ તો કોનાથી ન થાય? એટલે બોજ માથે લઈને ફરવા કરતા એ હલકો કરી નાખવો. હૈયું ઠાલવી દેવું કોઈ દોસ્ત પાસે, માશુકા પાસે કે પછી કોઈ અંગત પાસે. માફી માંગવાનું જેટલું સહેલું છે ને એના કરતા ક્યાય અઘરું માફી આપવાનું છે. કોઈ શત્રુ માફી માંગે ત્યારે ખાસ ડાઉટ જાય કે આને આપવી કે ન આપવી?ત્યારે મારી જેમ વર્તવું. દુશ્મનને અધમુઓ કરી મુકવો અને પછી ‘જા,તુંય શું યાદ રાખીશ કે મળ્યો તો માથાનો…’ 😉 દોસ્તીમાં આવા ધમપછાડા ન કરવાના હોય. ખીજાયને માફી માંગનારા બહુ રેર અને ‘જેમ’ હોય છે.ડોન્ટ લુઝ ધેમ. અને તોય જો એમ થાય કે હવે કેમનો પાછો આવું?હે ભગવાન કેટલી મોટ્ટી ભૂલ થઇ ગઈ મારાથી? ત્યારે મારા પર છોડી દેજે. તારી બદ્ધી ભૂલ હું મારા માથે લઇ લઈશ. 🙂 ચીલ મેન… 😛

9. આજકાલ મને મજા પણ આવે છે અને ડર પણ લાગે છે….

કૃષ્ણ- તું કોઈ દિવસ રોલર કોસ્ટર માં બેઠો છો? જીંદગી નું એવું જ છે મારા દોસ્ત! મજા પણ આવે અને ડર પણ લાગે, એટલે આપણે તો એક જ કરવાનું, મજા કરતી વખતે એટલું છકી નહિ જવાનું કે કોઈ ખોટું થઇ જાય, અને હા ખાસ વાત…. એટલું નહિ ડરવાનું કે મજા ની પત્તર ફડાઈ જાય. હું કોઈ દિવસ કઈ પરફેક્ટ આપતો જ નથી, છેલ્લા ઘુંટડે હું નવી તરસ મુકું છું, હું તને શાંતિ થી મજા ય નહિ કરવા દઉં. એક વાત કહે, ડર નહિ હોય તો તું તારી મમ્મી ના ખોળા માં ભરાઈ પડીશ? એ બહાને તારી મમ્મીનો પ્રેમ તને મળશે? પ્રેમ માં પેલી/પેલા ને ગુમાવી દેવાનો ડર નહિ હોય તો શું તું એને પ્રેમ કરવાના, એને રીઝવવા ના નવા નવા રસ્તા ઓ ગોત્યા કરીશ, જોબ માં માથે તલવાર નહિ લટકતી હોય તો તારું પરફોર્મન્સ કોઈ દિવસ સારું જવાનું છે? મજા કર, પણ ભૂલીશ નહિ…. ડર જ છે જે તને મારા સુધી પહોચાડે છે..એટલું તો મોનોપોલી રાખવા દો યાર… 😉

10. દિલ તૂટે છે ત્યારે દર્દ નથી થતું..ખબર નહિ કેમ…

કૃષ્ણ- એનો અર્થ એ થયો કે કા તો તમે ટેવાઈ ગયા છો અને કા ખરેખર દિલ તૂટ્યું જ નથી. 😛 આ બધાના મૂળમાં અપેક્ષા છે. ક્યાંક એકાદી અપેક્ષા પૂરી ન થઇ હોય તો દિલને થોડું ખોટું લાગે છે,પણ પછી દિમાગ એને મનાવી લે છે કે ભાઈ શું કરીએ?મેળ જ ન પડ્યો…આવું જ થાય છે ને? હેહે, મુદ્દો એટલો જ કે જિંદગીને કે આપણી જાતને આપણે આમ જ મનાવી લઈએ છીએ ને પરિણામે એક વેક્યુમ સર્જાય છે. બની શકે કે એમાં તમને રાઈટર્સ બ્લોક આવે, રૂટીન તરફ આમ ઉદાસીન થઇ જવાય, એકનું એક કામ કરવા છતાય એમાં નવીનતા ન સુઝે…આ બધું જાત તરફ ઉદાસીન રહેવાને લીધે થાય છે.જીન્દગી અને જાત,બેયને સંવારતા રહેવી…બધુંય સરખું રહેશે.અને વેઈટ, હું એમ પણ નથી કહેતો કે દુ:ખ નહિ જ હોય. દુ:ખના ગર્ભમાં સુખનો જન્મ થતો હશે એ નક્કી માનવું. દિલથી કશુક ચાહતા તો શીખો.પછી એ તૂટશે,અને એ દુ:ખમાંથી કૈક જાદુઈ મળી આવશે…શું મળશે?એ આવતા અંકે… 😉

Till then, Enjoy life 

%d bloggers like this: