ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી – ઔર ફિર યું હુઆ

વેલકમ બેક ટુ રાઈડ ઓફ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી અગેઇન, આશા રાખીએ છીએ કે તમને આના પહેલા ના ભાગ માં મજા આવી હશે. જે મિત્રો એ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી નો પહેલો ભાગ ન વાચ્યો હોય એને વિનંતી છે કે અહી એને વાચી લે, જેથી આગળ વાચવા માં સરળતા રહે.

પાછલા ભાગ માં છેલ્લા પેરેગ્રાફ માં આપણે કેટલીક શક્યતા ઓ જોઈ હતી, ચાલો જોઈએ આવું ખરેખર થયું હોત તો??

હવે બન્યું એવું, કે રાવણ દ્વારા થતા અન્યાય થી ત્રસ્ત વિભીષણ એ લંકા નો દરબાર છોડવાનું નક્કી કર્યું, પણ એ લંકા નો દરબાર છોડી ને જાય ક્યાં? વિભીષણ પૂરો દેશભક્ત હતો, “રાવણે સીતા નું અપહરણ કર્યું એ સો એ સો ટકા ખોટું પણ એના માટે આપણે આપણા દેશ ને, લંકા ને દગો ન દેવાય. એમાય પાછો રાવણ બહાદુર અને બુદ્ધિમાન યોદ્ધો છે, કદાચ એ આ વાનર અને રીંછ ની સેના ને પળવાર માં મસળી દે તો? ના રે! મારે રાવણ તરફ થી નથી લડવું, પણ રામ નો ય સાથ નથી દેવો, બંને તરફ આપણી હાજરી પુરાવી નાખવી છે, જે જીતે એના પક્ષ માં રહી ને કઈ નહિ તો છેલ્લે જીવતદાન તો માગી શકાય!” આમ વિચારી વિભીષણ રામ પાસે નથી ગયો…
પણ હોની કો કૌન ટાલ સકતા હૈ… રામ રાવણ નું યુદ્ધ થયું. રામ ની સેના અને રાવણ ના રાક્ષસો બહાદુરી થી લડ્યા. ઇન્દ્રજીત, કુમ્ભકર્ણ અને લંકા ના બીજા બધા યોદ્ધા ઓ ને રામ ની વાનર અને રીંછ સેના એ વીરતા ભર્યો અંત આપ્યો, એક માત્ર આગેવાન યોદ્ધા રહ્યો હોવાથી રાવણ ને યુદ્ધ માં ઉતરવું પડ્યું. લંકા ના સેનાપતિ હોવાના નાતે અને વધારે જાનહાની રોકવા માટે રાવણે રામ ને દ્વંદ માટે લલકાર્યા.
રામ અને રાવણ નું દ્વંદ બહુ લાંબુ ચાલ્યું, આ તરફ ભારતવર્ષ ના શ્રેષ્ઠ યોદ્ધા રામ અને આ તરફ લગભગ એટલો જ શ્રેષ્ઠ અને બુદ્ધિમાન રાવણ, રામ પાસે તાકાત અને બુદ્ધિ અને રાવણ પાસે એના રહસ્યો. બે માંથી કોઈ લાંબા સમય સુધી ટસ નું મસ ના થયું… અયોધ્યા-કિષ્કિન્ધા અને લંકા વચ્ચે નું યુદ્ધ લગભગ બે વર્ષ ચાલ્યું. આખરે કંટાળી જઈ અને એકબીજા થી પ્રભાવિત થઇ રામ અને રાવણ એક બીજા સાથે સંધી પર આવ્યા. એ સંધી પ્રમાણે રાવણ જીવનપર્યંત લંકા નો રાજા અને અયોધ્યા નો સૈન્ય સલાહકાર રહ્યો, બીજી તરફ અયોધ્યા લંકા ની આર્થિક, નીતિવિષયક અને બીજી સુવિધા ઓ નું ધ્યાન રાખ્યું….. વિભીષણ નું શું થયું એ આજ સુધી કોઈ ને ખબર નથી… આજ ની તારીખે આપણે ફાગણ સુદ પૂનમ ને રામ અને રાવણ ના સંધી દિન તરીકે માનવીએ છીએ…

રામ અને રાવણ ના મૃત્યુ પછી બધું બરાબર ચાલ્યું, વર્ષો પછી ભારતવર્ષ માં કુરુ વંશ માં પાંડુ નામે એક મહાન રાજા થઇ ગયો. એ ન્યાયપ્રિય રાજા ને બાળપણ થી પાંડુ રોગ (કમળો) હતો. એ એના અંધ મોટાભાઈ ધ્રુતરાષ્ટ્ર ની મદદ થી હસ્તિનાપુર નું રાજ્ય આનંદ થી ચલાવતો હતો. એક વખત શિકાર કરતી વખતે ભૂલ માંથી એક કામાતુર ઋષિ ને જંગલી પ્રાણી સમજી મારી નાખ્યા, મરતી વખતે એ ઋષિ એ પાંડુ ને શ્રાપ આપ્યો કે જયારે એ કામક્રીડા કરશે કે તરત જ એનું મૃત્યુ થશે.દુખી  પાંડુ હસ્તિનાપુર નું રાજ્ય એના ભાઈ ધ્રુતરાષ્ટ્ર ને સોપી એની પત્ની ઓ કુંતી અને માદ્રી ને લઇ જંગલ જતો રહ્યો. જંગલ માં કુંતી એ અને માદ્રી એ કુંતી ને મળેલા દિવ્ય મંત્રો ની મદદ થી પાંડવો ને જન્મ આપ્યો.
એક વાર જંગલ માં પાંડુ અને માદ્રી એકલા હતા. ઘણા સમય થી બ્રમ્હચર્ય પાળવાને લીધે પાંડુ ને કામ આવેગ ઉત્પન્ન થઇ ગયો. અચાનક ઝાડ ના પાંદડા ખખડયા અને પાંડુ ને ભૂલ માંથી પેલા ઋષિ ની હત્યા યાદ આવી ગઈ. પાંડુ અને માદ્રી અલગ થઇ ગયા.

જંગલ માં થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પણ અચાનક વિદુર ને પાંડુ ની જરૂર પડી, ભીષ્મ, અને બીજા વડીલો ની સલાહ લઇ પાંડુ ને ફરીવાર રાજા બનાવી દેવા માં આવ્યા. પાંડુ, ધ્રુતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય ભાઈઓ એ મળી ને પાંચ પાંડવો અને સો કૌરવો નો ખુબ સારી રીતે ઉછેર કર્યો હતો. સહુથી મોટા પાંડવ યુધીષ્ઠીર ની સલાહ થી ધ્રુતરાષ્ટ્ર ના સહુથી મોટા પુત્ર દુર્યોધન ને હસ્તિનાપુર નો રાજા બનાવવા માં આવ્યો અને યુધીષ્ઠીર હસ્તિનાપુર નો મહામંત્રી અને નવરચિત ઇન્દ્રપ્રસ્થ નો રાજા બનાવવા માં આવ્યો. બંને ભાઈઓ એ સૂઝ બુઝ થી વર્ષો સુધી રાજ્ય કર્યું. કહેવાય છે કે સો કૌરવો, પાંચ પાંડવો અને કેટલાક સહયોગી ઓ ને સત્તા ભોગવવા માં અને મહત્વ ના નિર્ણયો લેવા માં સહભાગી બનાવી ને યુધીષ્ઠીર અને દુર્યોધન એ આધુનિક લોકશાહી ના પાયા નાખ્યા હતા.

આ તરફ મથુરા ના રાજા કંસ એ એની બહેન દેવકી અને બનેવી વાસુદેવ ના લગ્ન ધામધૂમ થી કરાવ્યા, પણ રસ્તામાં થયેલી આકાશવાણી-કંસ અને દેવકી નું આઠમું સંતાન એની હત્યા કરશે- ને ગંભીરતા થી લઇ પોતાની સલામતી માટે કંસે વાસુદેવ અને દેવકી ને કારાગાર માં પૂરી દીધા. પરંતુ કંસે એક મોટી ભૂલ કરી હતી. બંને ને અલગ અલગ કારાગાર માં પુરવા ને બદલે એક જ કારાગાર માં રાખ્યા હતા. જાતે દહાડે દેવકી એ એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો. જો કે કંસ ત્યાં સુધી પેલી આકાશવાણી ભૂલી ગયો હતો. પોતાના ભાણેજ ને રમાડવા ગયેલા અને દેવકી-વાસુદેવ ને મુક્ત કરવા ગયેલા કંસ ને આ આકાશવાણી યાદ આવી ગઈ. અને તરત જ ગુસ્સા માં અને ગુસ્સા માં એના ભાણેજ ની હત્યા કરી દીધી. હસ્તિનાપુર ના મહામંત્રી વિદુર ની સલાહ થી કંસે વધારે અગમચેતી વાપરી ને દેવકી અને વાસુદેવ ને અલગ અલગ કારાગાર માં પૂરી દીધા.

વાસુદેવ-દેવકી એક બીજા ને કદી મળ્યા નહિ, અને બંને ને કોઈ સંતાન ના થયા. આકાશવાણી ને ખોટી સાબિત કરી કંસ મથુરા નો રાજા બની રહ્યો. વિદુર ની સલાહ થી જીવ બચ્યો હોવાને લીધે કંસ આજીવન વિદુર નો આભારી રહ્યો અને મથુરા હસ્તિનાપુર રાજ્ય નો ભાગ બની ગયું.

રામ-રાવણ, પાંડવો અને કૌરવો ની સંસ્કૃતિ બહુ ન ટકી…. એનો શતમુખ વીનીપાત શરુ રહ્યો. બહાર ના આક્રમણકારી ઓ એ આવીને દેશ ને ફોલી લીધો. બધું બાકી હતું ત્યાં અંગ્રેજો આવ્યા અને દેશ પર ૧૯૦ વર્ષ રાજ કર્યું.
દેશ જયારે આઝાદી તરફ ગતિ કરી રહ્યો હતો ત્યારે મુહંમદ અલી જિન્નાહ એ અલગ પાકિસ્તાન ની માંગણી ને પોતાનો સપોર્ટ આપી આ માંગ મજબુત બનાવી. અને આખરે અંગ્રેજો પાકિસ્તાન ની રચના કરવા ઉપર સહમત થયા. આ તરફ કોંગ્રેસ અખંડ ભારત ની માંગ રાખી ને ઉભું હતું. પરંતુ કોઈ ને ખબર ન હતી કે જિન્નાહ જીવલેણ બીમારી થી પીડાતા હતા અને લાંબુ ખેચવાના ન હતા.સમય ૧૯૪૬ ના અંત નો  હતો.
દેશ ના ઘણા યુવાનો અંગ્રેજો ના સંપર્ક માં આવી અંગ્રેજી સાહિત્ય વાચતા થઇ ગયા હતા. ડોક્ટર વિશ્વનાથન પટેલ અને ડોક્ટર રોહિણી ઘોષ પણ આમાંના એક હતા. એચ જી વેલ્સ ની “ટાઈમ મશીન” ની પ્રેરણા લઇ ટાઈમ મશીન બનાવવા એમણે આખી જીંદગી ખર્ચી નાખી હતી. હવે જયારે ટાઈમ મશીન તૈયાર હતું ત્યારે તેઓ કોઈ મહાન વિભૂતિ ને આના પ્રથમ ઉપયોગ માટે બોલાવવાના હતા. બંને એ પહેલા ગાંધીજી નો સંપર્ક કર્યો, ખરાબ તબિયત ના લીધે ગાંધીજી  આવા પ્રયોગો નો ભાગ બની શકે એમ નહોતા. જવાહર કોંગ્રેસ નો પ્રેસિડેન્ટ બને એવી મોતીલાલ ની ઈચ્છા પૂરી કર્યા પછી સરદાર ને થયેલા અન્યાય ને લીધે ગાંધીજી નું મન કોચવાતું હતું. અચાનક એમના મન માં આ ટાઈમ મશીન નું ઉદઘાટન સરદાર કરે એવી સ્ફૂરણા થઇ. એન્ડ ધ રેસ્ટ ઇસ હિસ્ટ્રી.
સરદારે ટાઈમ મશીન નો ઉપયોગ કરી ને જોઈ લીધું કે જિન્નાહ ૨ વર્ષ માં મૃત્યુ પામવાના છે. એટલે જે પાકિસ્તાન રચના ને તે સહમતી આપતા હતા એ તેના વિરોધ માં થઇ ગયા. સરદારે ગાંધીજી અને નેહરુ ને પણ અખંડ ભારત ની માંગ ને વળગી રહેવા માટે માનવી લીધા. લોર્ડ માઉન્ટબેટન પાસે ઉગ્ર દલીલો કરવા માં આવી અને આઝાદી વખતે પાકિસ્તાન ને બીજા રાજ્યો ની જેમ ટ્રીટ કરવા ની મંજુરી મળી ગઈ. એટલે હવે રાજ્યો પાસે રહેલી ત્રણ ચોઈસ- ભારત, પાકિસ્તાન અથવા સ્વતંત્રતા બે ચોઈસ માં ફેરવાઈ ગઈ- ભારત અથવા સ્વતંત્રતા. જો કે સ્વતંત્ર રાજ્યો ને ભેગા મળી એક અલગ દેશ કે ભારત નું રાજ્ય બનવું હોય તો એ છૂટ આપવા માં આવી.
સરદાર એ પોતાની કુનેહ થી બધા રાજ્યો ને ભારત માં સમાવી લીધા. હૈદરાબાદ, ગોવા અને જુનાગઢ માટે આરઝી હકુમત અને આર્મી નો ઉપયોગ કરવા માં આવ્યો. સરહદ ના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન સરહદી પ્રાંત માં સરદાર ની મદદ માં રહ્યા. આજે ભારત ૩૦ રાજ્યો નું બનેલું વિશાળ રાષ્ટ્ર છે. મુસ્લિમ લીગ ની વિનંતી ને ધ્યાન માં રાખી શરૂઆત માં સરહદી પ્રાંત અને કાશ્મીર ને પોતાની અલગ નીતિઓ આપવાનું ઠરાવ્યું. પણ ૧૯૫૭ માં સરદાર ના વડપણ હેઠળ રચાયેલી સમિતિ એ સરહદી પ્રાંત ને મુસ્લિમ લીગ ની વિનંતી થી પાકિસ્તાન નામ આપ્યું અને વિશેષ સુવિધા ભોગવતા ત્રણ પ્રાંત – સરહદી પ્રાંત(પાકિસ્તાન), કાશ્મીર અને બંગાળ ની વિશેષ સુવિધા ઓ નાબુદ કરવા માં આવી. થોડા સમય બાદ થનારી રાજ્યો ની પુનર્રચના માં બંગાળ ના બે ટુકડા કરવા માં આવ્યા, પૂર્વી બંગાળ અને પશ્ચિમ બંગાળ.
આ તરફ મહાત્મા ગાંધી સામે કેટલાક લોકો નો સૈધાંતિક અને આત્યંતિક વિરોધ શરુ હતો, પરંતુ પાકિસ્તાન ને કુનેહ પૂર્વક ભારત માં રાખવા માં એની પણ પ્રેરણા હતી એ જાણી એમનો વિરોધ શમી ગયો. ભૂતકાળ માં કરેલી કેટલીક ભૂલો નું પ્રાયશ્ચિત કરવા માટે મહાત્મા ગાંધી એ પોતાની જાહેર મુલાકાતો ઓછી કરી નાખી અને થોડો સમય અમદાવાદ આશ્રમ માં ગાળી, જીવન પર્યંતપૂર્વોત્તર ભારત માં પોતાની સામાજિક સેવાઓ આપતા રહ્યા.અંતે ૯૦ વર્ષ ની ઉંમરે દિલ્હી માં તેમનું દેહાંત થયું.

થયું? કે ના થયું? કે પછી એવી રીતે થયું કે જેવી રીતે થવું ન જોઈએ? કે પછી એવી રીતે નથી થયું જેવી રીતે થવું જોઈએ???છે ને ઓલ્ટર્નેટ હિસ્ટ્રી તારે ઝમીન પર ના પેલા ડાયલોગ જેવી

जो होता है वो दीखता नहीं
जो दीखता है वो होता नहीं
जो नहीं होता है वो कभी कभी दिख जाता है
और जो नहीं दीखता वो कभी कभी हो जाता है…. [કદાચ આ ડાયલોગ માં કઈ ભૂલ રહી ગઈ હશે…. પૂરે પૂરું યાદ શક્તિ ના આધારે લખ્યું છે, ભૂલ હોય અને કોઈ પાસે સાચો ડાયલોગ હોય તો કમેન્ટ મારી શકો છો]

સેમીકોલોન
[પ્રોગ્રામિંગ માં ઘણી બધી લેન્ગવેજ એવી હોય છે જેમાં કોઈ પણ કમાંડ પૂરો થયો છે એની જાણ કરવા માટે સેમીકોલોન મુકવા માં આવે છે, તો હવે થી હર્ષ ના પાપી કાગડા ની જેમ આપડેય પોસ્ટ નો અંત લાવવા માટે સેમીકોલોન મૂકશું]

1. આ પોસ્ટ માં હિસ્ટ્રી જે છેડખાની થઇ છે એ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી નો ખયાલ આપવા માટે જ થઇ છે, મને ખરેખર શું થયું છે એ ખયાલ છે અને એના માટે સન્માન પણ છે. આ પોસ્ટ કોઈ ની લાગણી દુભાવવા કે કોઈ ને ટાર્ગેટ રાખી ને લખવા માં નથી આવી
2.ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ની પ્રથમ પોસ્ટ નું ટાઈટલ ગાલીબ ની ગઝલ પર થી હતું, આ બીજી પોસ્ટ નું ટાઈટલ ગાલીબ ના ફોલોઅર એવા ગુલઝાર સાબ ના શબ્દો છે જે સિદ્ધાર્થ નારાયણ સ્ટારર “સ્ટ્રાઈકર” ફિલ્મ માટે વિશાલ ભારદ્વાજે સંગીતબદ્ધ કર્યા છે અને ગાયું છે. આ ફિલ્મ નું “ચમ ચમ” કરીને પણ એક સરસ ગીત છે જે સોનું નિગમ એ ગાયેલું છે. સિદ્ધાર્થ નારાયણ એટલે રંગ દે બસંતી નો કરણ સિંઘાનિયા = ભગત સિંહ. અને યુવા ના તમિલ વર્ઝન ‘આયીથા એઝુથું’ માં વિવેક ઓબેરોઈ વાળો રોલ એણે કરેલો છે.

Advertisements

ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી- યું હોતા તો ક્યા હોતા

न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता
डुबोया मुझको होने ने,न होता मैं तो क्या होता?

हुआ जब ग़म से यूं बेहिस तो ग़म क्या सर के काटने का
न होता गर जुदा तन से तो जुनून पर धरा होता

हुई मुद्दत के ‘ग़ालिब’ मर गया पर याद आता है
वो हर एक बात पे कहना,के यूं होता तो क्या होता?

યું હોતા તો ક્યા હોતા, આવું થાત તો શું થાત…. દરેક ના મન માં દર વખતે આ વિચાર ટપકી પડે છે, ઓલી ફેમસ જોક પ્રમાણે, મોબાઈલ અને જીવન સાથી પસંદ કાર્ય પછી તો ખરુજ, કે આનાથી સારો માલ મળ્યો હોત તો શું થાત… જોક્સ અપાર્ટ પણ દર વખતે લોકો ના મન માં આવું જ થાય છે. મેં કોમર્સ ને બદલે સાઈન્સ રાખ્યું હોત તો, માસ્ટર ડીગ્રી કરવા ને બદલે જોબ મળી ગઈ હોત તો, બોન્ડ ના પૈસા જતા કરવા ને બદલે એ ને એ જ કંપની માં જ જાળવી રાખ્યું હોત તો… જીંદગી એ ન હોત જે અત્યારે છે.

Yuvvraj

Yuvvraj

જરા વિચારો, સુભાષ ઘઈ એ પોતાની મહાબકવાસ યુવરાજ માટે “જય હો” બનાવરાવ્યું હતું, પણ વાર્તા માં કઈ મેળ નો પડ્યો એટલે આ ગીત યુવરાજ માંથી કાઢી નાખ્યું, અને પાછળ થી ડેની બોયલ ને સ્લમડોગ માટે આપી દીધું, જરા વિચારો, સુભાષ ઘઈ એ આ ગીત એની ફિલ્મ માં પરાણે ઘુસાડી દીધું હોત તો?? વિચારો, જે આખી દુનિયા જય હો જય હો ગાય છે એ ગાત? આ સામાન્ય ગીત યુવરાજ જેવી ફિલ્મ માં ક્યાય ખોવાઈ ગયું હોત, અને સ્લમડોગ ના બીજા નંબર્સ ના વખાણ થયા હોત….. પણ સહુથી મોટી વાત, શું એ આર રહમાન ને ઓસ્કાર મળ્યો હોત? અને ના જ મળ્યો હોત તો અત્યારે એની લાઈફ કેવી હોત? ઓસ્કાર ને લીધે સર્જાયેલી વ્યસ્તતા ના હોવાને લીધે એણે આસુતોષ ગોવારીકર ની “વોટ્સ યોર રાશી” પણ કરી હોત અને આપણને સુહેલ સેન નો ય પરિચય ના થાત….. કેટ કેટલી કલ્પના ના ઘોડા ડર્બી રેસ માં ભાગતા હોય એ હદે દોડે છે.

A R Rahman with Oscars

A R Rahman with Oscars

આ જ વસ્તુ નું નામ છે ઓલ્ટર્નેટીવ કે ઓલ્ટરનેટ હિસ્ટ્રી, જે નથી થયું એ થઇ ગયું હોત તો આપણી જીંદગી કેવી હોત એની કલ્પના અને એના આધારે ચણાયેલા મિનારા ને માણવાની મજા.

ઈતિહાસ એક એવી વસ્તુ છે જેમાં જે થયું છે એની વાસ્તવિકતા કરતા જે નથી થયું એની કલ્પના વધારે રોમાંચક છે, જોકે આપણે અહિયાં ઈતિહાસ ટેક્સ્ટ બૂક અને કેટલાક ઈતિહાસકારો ની જડ્બુદ્ધી માં જ સમાઈ ગયો છે, એટલે આપડે હિસ્ટરી તો ઠીક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી માં પણ કોઈ રસ કે વાટકો નથી. પણ પશ્ચિમ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી, સિક્રેટ હિસ્ટરી બહુ ચગ્યા છે. તો ચાલો જાણી લઈએ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી એટલે શું?

પહેલા તો આ શબ્દ નું ડીસેક્શન કરીએ તો એ શબ્દ ના બે ભાગ છે, ઓલ્ટર્નેટ અને હિસ્ટ્રી, ઓલ્ટર્નેટ એટલે બદલાઈ ગયેલું અને હિસ્ટ્રી એટલે ઈતિહાસ, એટલે ઈતિહાસ માં જે થયું હતું એ ના થયું હોત, ટાળી શકાયું હોત અથવા તો જે નથી થઇ શક્યું એ થયું હોત તો? જેમ કે, હિટલર નો જન્મ જ ન થયો હોત તો[જેના પર સ્ટીફન ફ્રાઈ એ “મેકિંગ હિસ્ટ્રી” લખી છે] ? કે વાસ્કો દ ગામા પોર્ટુગલ પાછો જ ના ગયો હોત તો [જેના પર પ્રભુદેવા,જેનેલિયા ડી’સુઝા ની સાઉથ ઇન્ડિયન “ઉરુમી” આવી છે]? અને પછી આ સવાલો ના જવાબ શોધવાની મથામણ અને એનાથી બનતી રચના એટલે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી.

Prithviraj with Robin Pratt(Vasco Da Gama) poster of Urumi

Prithviraj with Robin Pratt(Vasco Da Gama) poster of Urumi

અને સિક્રેટ હિસ્ટ્રી એટલે એવી સત્ય કથા કે ફિક્શન જે એવી હિસ્ટ્રી પર પ્રકાશ ફેકવાની ટ્રાઈ કરે છે જે થયું છે [હોઈ શકે છે] પણ સામાન્ય જનતા ને ખબર નથી. જેમકે ઇસુ અને મેરી મેગ્ડેલીન નો સંબંધ, ડેન બ્રાઉન, નીકોસ કાઝંત્ઝાકીસ જેવા લેખકો ની “દા વિન્ચી કોડ” કે “લાસ્ટ ટેમ્પટેશન” જેવી રચના ઓ સિક્રેટ હિસ્ટ્રી માં આવે, ઉપર વાત કરી એ ફિલ્મ ઉરુમી પણ સિક્રેટ હિસ્ટ્રી છે જેમાં વાસ્કો દ ગામા ની હત્યા નો પ્લાન ફેઈલ જાય છે. અને મારી જેવા ઘણા લોકો છે જે સિક્રેટ હિસ્ટ્રી અને ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ને સરખી ગણે છે. કેમકે બંને માં ઘણું સામ્ય છે, એક તો એ બંને કલ્પના જ લાગે છે, બંને ઈતિહાસ ના કોઈ એક પોઈન્ટ થી ફંટાય છે, પણ ઉડી ને આંખે વળગે એવો ફરક છે ટ્રુથ અને ફિક્શન વચ્ચે નો… સિક્રેટ હિસ્ટ્રી માં ટ્રુથ હોય કે ફિક્શન હંમેશા ટ્રુથ ની ખુબ નજીક રાખવી પડે છે. જયારે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી માં તમે કલ્પના ના ઘોડા છુટ્ટા મૂકી શકો છો.

જેમકે, માની લ્યો કે હિટલર ને મારવા એક જાસૂસ મોકલ્યો છે, આ ઉપર થી એક સિક્રેટ હિસ્ટ્રી લખવી છે અને એક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી પણ લખવી છે. હવે જો સિક્રેટ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ ને એક નામ આપવું પડે, એને યોગ્ય રીતે જર્મની પાર્સલ કરવો પડે, હિટલર ની નજીક લાવવો પડે અને પછી એક પરફેક્ટ એસેસિનેશન[હત્યા] નો પ્લાન બનાવરાવવો પડે, અને પછી આખી વાત ને મૂળ હિસ્ટ્રી ની સાથે જોડવા આ જ પ્લાન ને ફેઈલ પણ કરવો પડે.

પણ જો ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ તરીકે આપડો જેમ્સ બોન્ડ પણ હાલે, એકાદ જર્મન સુંદરી [મોટે ભાગે એક એક્ટ્રેસ રાખી દઈએ] ની સાથે મુલાકાત, અને મુક્કાલાત, થોડું flirting … એ એક્ટ્રેસ નું હિટલર ના એક વિશ્વાસુ એસ એસ ના ઓફિસર ને આકર્ષણ હોય, એની પાસે થી કેટલીક ઇન્ફોર્મેશન લઇ ને બોન્ડ બર્લિન ના હિટલર ના સ્ટ્રોંગ હોલ્ડ માં એન્ટ્રી મારે, હર્મન ગોરીંગ, ગોબેલ્સ અને બીજા બે ત્રણ નાઝી ઓ સાથે હિટલર ની અગત્ય ની મીટીંગ ચાલતી હોય એમાં બોન્ડ એ ઓફિસર ના સ્વરૂપ માં એન્ટ્રી મારે..થોડી માથાકૂટ અને પરિંદા(વિધુ વિનોદ ચોપરા) માં જેમ જેકી શ્રોફ નાના પાટેકર ની આલ્કોહોલ + આગ થી હત્યા કરે છે એમ સિમ્પલી આ મોટા માથા ઓ ની હત્યા કરી જેમ્સ બોન્ડ આસાની થી બહાર નીકળી જાય.

હિટલર ખતમ, પૈસા હજમ?? નહિ, હવે જ શરુ થાય છે અસલી ખેલ, સ્ટીફન ફ્રાય ની મેકિંગ હિસ્ટ્રી માં લખ્યું એ પ્રમાણે હિટલર ને ય સીધો કહેવડાવે એવો નવો ફયુહરર પણ આવી જાય, અથવા તો કોઈ પણ સમયે જર્મની ની નવી નેતાગીરી શરણાગતિ સ્વીકારી લે, એવું પણ બને કે અમેરિકા એ વિશ્વયુદ્ધ માં ઝંપલાવ્યું ના હોય, એટલે જાપાન પર અણુબોમ્બ પણ ન પડે……….

Freedom Fighters Cover

Freedom Fighters Cover

ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના ઘણા બધા ઉદાહરણો પશ્ચિમ માંથી મળે છે. જેમકે હમણાં જ શરુ કરેલી ગેમ ફ્રીડમ ફાઈટર્સ જેનો કન્સેપ્ટ જ એ છે કે શિતયુદ્ધ માં રશિયા નો હાથ ઉપર રહે છે અને અમેરિકા સામ્યવાદી બની જાય છે, આપણે એમાં ફ્રીડમ ફાઈટર્સ બની ને અમેરિકા ને સામ્યવાદી ઓ ના હાથ માંથી છોડાવવાનું છે. [આડ વાત: ગેમ નું મ્યુઝીક પણ જબરદસ્ત છે, કોઈની પાસે હોય તો લિંક આપવા વિનંતી]. ક્વેનટીન ટારાન્ટીનો [ગાળ નથી,નામ છે 😛 ] ની લેટેસ્ટ “ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડસ” જેમાં અમેરિકન યહૂદી સૈનિકો હિટલર, ગોબેલ્સ, રોમેલ અને હિમ્લર [નાઝી પાર્ટી ના મોટા માથા] ને પતાવી દે છે (ઉપર ની જેમ્સ બોન્ડ ની વાર્તા માં ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડસ, ટોમ ક્રુઝ સ્ટારર વોલ્કીરી અને જેમ્સ બોન્ડ ની વાર્તા ઓ ની ખીચડી બનાવવા માં આવી છે 😉 ). પશ્ચિમ માં જ લોકપ્રિય થયેલી સીરીઝ “ડોક્ટર વ્હૂ” ના થોડા ઘણા એપિસોડ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી આવે છે, જેમાં એક માં અગાથા ક્રિસ્ટી ૧૧ દિવસ માટે ગાયબ થઇ ગઈ હતી એ દિવસો એણે ડોક્ટર વ્હૂ ની સાથે ગાળેલા એવું દેખાડે છે.[સોર્સ વિકિપીડિયા]. આવા તો ઘણા સોર્સ છે જે તમે વિકિપીડિયા ના ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના પેજ પર થી જોઈ શકો છો.

વિચારો, જો આવી ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ભારત માં થઇ હોત તો? વિભીષણ રામ ને મળ્યા જ ન હોત તો? પાંડુ ને માદ્રી પર કામાવેગ ઉત્પન્ન ના થયો હોત તો? કંસે પ્રથમ બાળક ના જન્મ પછી વાસુદેવ ને દેવકી ને અલગ કરી દીધા હોત તો? જલિયાવાલા બાગ ની ઘટના પછી અંગ્રેજો એ દેશ છોડી દીધો હોત તો? ખલાસી ઓ નો બળવો ન થયો હોત તો? ઇન્દિરા ગાંધી અચાનક અજ્ઞાતવાસ માં રહ્યા હોત અને અત્યારે બહાર આવત તો? મોતીલાલ નેહરુ એ જવાહરલાલ ના નામ ની જીદ ના કરી હોત તો? આઝાદી સમય ના કોંગ્રેસ લીડરો ને જિન્નાહ ની બીમારી ની ખબર પડી ગઈ હોત તો? ગાંધી જી એ એની ૫૫ કરોડ ની જીદ પકડી ના રાખી હોત તો? રાજીવ ગાંધી એ શ્રીલંકા માં શાંતિ સેના ના મોકલી હોત તો? નરસીમ્હારવ એ મનમોહન સિંહ ને નાણાપ્રધાન ના બનાવ્યા હોત તો? વિચારો વિચારો….. તમેય વિચારો….. હું તમને મારા મગજ માં દોડાવેલા તુક્કા ઓ ફરી ક્યારેક કહીશ.. ત્યાં સુધી હેવ અ હેપ્પી ટાઈમ અહેડ.

%d bloggers like this: