• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,304 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

Ye laal ishq, Ye malal ishq…

ઈશ્ક પર થોડું કઈ લખાતું હશે? એ તો કવિઓ,લેખકો,ગઝલકારો એ ક્યારનુય વૃદ્ધ કરી નાખ્યું છે અનેકવાર સર્જન કરી કરીને. એટલે માઉન્ટ મેઘદૂત માટે આમ જોવા જાવ તો આ મામલે હાથ તંગ થઇ જાય એવું બને છે. 😛 પ્યાર ઈશ્ક અને મહોબ્બત પર દુનિયામાં શરાબ પછી સૌથી વધુ લખાયું છે. એટલા માટે કેમકે અનુભૂતિ સરખી રહે છે, સમય અને સાથે સાથે આપણે સહુ બદલાતા જઈએ છીએ. પ્રેમનો એકરાર કરવાના તરીકાઓ બદલાય છે, પણ ગુઝ્બમ્પ્સ એમના એમ જ રહ્યા છે. પ્રેમકી ભંગ ચડા દે ની ફીલિંગ કિક બધે સરખી છે.એમાય, વિરહ આધારિત સર્જનો સ્ત્રી માટે અને સ્ત્રીને ઉદ્દેશીને વધુ થયા છે. પણ પુરુષની ફીલિંગ ક્યાં? અહિયાં થી શરૂઆત થાય છે પુરુષના મનના પ્રેમની વાત. અરિજિત સિંઘ ના ખરજમય તાન સાથેનું ગીત, યે લાલ ઈશ્ક,યે મલાલ ઈશ્ક,યે ઐબ ઈશ્ક, યે બૈર ઈશ્ક…

રહા ના મેં ફિર અપને,જૈસા… ક્યા બાત !! રામલીલા ફિલ્મમાં ભવાડા ની સાથે આવું ગીત પણ છે જે નગાડા સંગ ઢોલ અને મોર બની થનગાટ કરે ની વચ્ચે દબાઈ ગયું છે. એ એના ફરફરતા કેશને લીધે મનની કેમિસ્ટ્રીમાં પડતા કેમિકલ લોચા, એ ખવાઈ ગયેલી ચોકલેટનું બ્લુ રેપર, એ પહેલી કિસની હોઠ પર હજી રહેલી થર્રાહટ…પુરુષ ઝડપથી હલાલ થઇ જાય છે ગમતીલી સ્ત્રીના માટે,એના હાથે,એના માટે. પુરુષ પ્રેમનો એકરાર કરવા બંધાયેલો નથી, હા-એ એવું બંધન વળગાડે છે જેમાંથી સ્ત્રી ને એકવાર જકડાઈ ગયા પછી છૂટવું ગમતું નથી. વિરહમાં મિસિંગ યુ બેડલી કહીને સ્ત્રી હળવી થાય છે.કોની પાસે? ગમતા પુરુષ પાસે.પુરુષ મિસ કરે સ્ત્રી ને?પૂછો કૃષ્ણને. પુરુષ શું મિસ કરે? એ એની હથેળીઓને કરેલો સ્પર્શ, એ ટાઈટ હગ, એ મીઠા છણકા અને ભવિષ્યના રંગીન સપના સાથે સાથે એકબીજાની આંખોમાં જોયા એ. પુરુષ ઈચ્છવા છતાં હળવો થઇ શકતો નથી. ઈશ્ક એની આ માસુમિયત પણ છીનવી લે છે. એ રૂથલેસ બને છે મહોબ્બતમાં. મલાલ ઈશ્ક પછી રુધિરયુક્ત ઈશ્કમાં પરિવર્તિત થાય છે.

ત્યાં રાંઝણા નથી થવાનું, ત્યાં કુદરત સામે બાથ ભીડવાની પોલાદી સખ્તાઈ જોઈએ છે. મહેબુબા સાથેના ઝગડામાં સ્થિર રહેવાનું છે,ભલે એ વ્યર્થ અકળાતી હોય. ત્યાં શાંત રહેવાનું ઈશ્ક શીખવે છે. મહોબ્બત તો સાયલન્ટલી થતી ઈબાદત છે. એમાં અપેક્ષા શું, અપેક્ષાનો વિચાર પણ વર્જ્ય છે. કેમકે ઈશ્વર સાથે થાય તો પરમ, અને માનવ સાથે થાય તો પ્રેમ પામી લેવાય છે. ચુપચાપ ભવિષ્ય બુનતા જવાનું મહોબ્બત શીખવે છે. સારું ખરાબ બધું ફેસ કરતા કરતા,સાથ ન છોડવાનું મહોબ્બતનું લક્ષણ છે. કોણ કહે છે પ્રેમ ચીપ થઇ ગયો છે? પ્રેમ ચીપ હોતો જ નથી, ચીપ હોય છે લોકો; જે સહજ આકર્ષણને પ્રેમ માની બેસે છે.

મહોબ્બત અને ભક્તિ લગભગ સરખા છે. બેયમાં અખૂટ ધીરજ જોઈએ છે.  ભક્તિમાં આપણે પૂછીએ છીએ કે આ મેં આટલી માળા કરી એટલે અમુકતમુક લાભ મળવા જ જોઈએ? એમાં શું છોડીએ છીએ? પોતાને.સ્વ ને.સ્વ ને ભૂલીને ત્વં તરફ ચાલી નીકળીએ છીએ. મહોબ્બત કે ઈશ્ક આ જ યાત્રા છે. એમાં લગ્ન એ અંતિમ પડાવ નથી,હા-એક માઈલ્સ્ટોન જરૂર છે.પણ એ તો થોડીવાર થાક ખાવા જેવડો વિસામો છે. અસલી સફર તો શરુ થાય છે ત્યાંથી. એજ રીતે ભક્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થઇ જાય એટલે અટકવાનું નથી. ત્યાંથી તો ચાલી નીકળવાનું છે પરમ તરફ. એક દિન કભી જો ખુદકો તલાશે મેરી નઝર સે તું ઝરા કહીને જિંદગી આગળ વધે છે. સાથે ફરવા કરતા સાથે બુઢા થતા જવાનું વધુ મુશ્કેલ અને ચેલેન્જીંગ છે.અને એટલે જ ઇન્ટરેસ્ટીંગ પણ છે. ધીમા ભરાતા ચાર કદમોની આવાઝ આવનાર ભવિષ્યના આગાઝ સાથે મળી જાય છે અને બેય મહોબ્બતો એકાકાર થઇ જાય છે.એકબીજાના સ્વ અને ત્વં માં. એટલે જ મહોબ્બત મુશ્કેલ છે, પણ જલતા દિલોની રોશની છે. ઈશ્ક હકીકી અને મિજાજી છે,પણ એ કરવામાં મહોબ્બતના મારગડે પહોંચવાનું યાદ રહે તો ઉત્તમ…

પાપીની કાગવાણી:

મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે.

યાર, દોસ્ત,બડ્ડી ફોરેવેર~ કર ચલના શુરુ તું…

અને તમે બાલ્કનીમાં ઉભા-ઉભા  નીચે રમતા બાળકોને જોઈ રહ્યા છો. અનાયાસે આંખો ભીની થઇ જાય છે. આંખ બંધ કરીને તમે આ આંસુઓને ખાળવા મથો છો  અને ….

અને…. બંધ આંખોની સામે તરવરી ઉઠે છે કેટલીક યાદોની ફ્રેમ્સ… સાયકલ પર ડબલ સવારીમાં “એની” સાથે કરેલી સફર, સ્કુલમાં “એનું” હોમવર્ક કરવાના બદલામાં ગણીને લીધેલી ડેરી-મીલ્ક્સ , વરસાદમાં બાલ્કનીમાં “એની” સાથે બેસીને પીધેલી કટિંગ ચાય, “એની” મોમને એની ગર્લફ્રેન્ડ્સની ગોસિપ કરીને “એને” ખવડાવેલો માર,  એક્ઝામ પહેલા “એની” આળસ, રીઝલ્ટ આવતા ટોપ કરવા છતાં પાર્ટી ના આપવાના “એના” નખરા, “એનો” બ્રાન્ડેડ શર્ટજ પહેરવાનો એટીટયુડ, “એનો” એ દર બે દિવસે થઇ જતો સાચો-પ્રેમ અને દર ત્રીજા દિવસનો બ્રેક-અપ, “એનું” છુપાઈને મંદિરે જઈ તમારા  રિઝલ્ટના દિવસે પ્રે કરવું, તમારી સગાઈના દિવસે “એનું” ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ, તમારા લગ્નનાં દિવસે “એનું” – હવે તું બીઝી થઇ જઈશ ની ફરિયાદ કરતા સહેજ ત્રાંસુ જોઈને રડી લેવું… અને ઘણું બધું!

મોબાઈલ હાથમાં લઇ, વોટસ એપ ઓપન કરીને તમે તરત કોન્ટેક્ટ સર્ચ કર્યું- લડ્ડુ. અને મેસેજ ડ્રાફ્ટ કરતા કરતા… સવારે બનેલું કૈક યાદ આવ્યું… થોડા છુટક ડાયલોગ્સ, થોડા ઇન્ડાયરેક્ટ ટોન્ટ, થોડા શોકિંગ શક અને બહુ બધી જાતે જ સમઝીને, સંબંધ અને શાદીને બચાવવા બનાવેલી મર્યાદાઓ!

એક આંસુ સરીને તમારા સ્માર્ટફોન પર પડ્યું, એકદમ “એના” વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચરની ઉપર… અને … કૈક તમને હસાવી ગયું…

***

“જાડી, હવે તારા લગ્ન થવાના, આ સ્માર્ટ ફોનની આદત છોડીને ડમ્બ વાઈફ બનતા શીખ! રોજ સવાર પડે “મુઆઆહ લડ્ડુ, શું કરે છે?” – ના મેસેજ કરવાના બંધ કરીને કિચનમાં જવાની આદત પાડ. “- બ્રેકફાસ્ટમાં ચા સાથે ભાખરી ખાતો સિમ્પલ અને સેન્સીટીવ લડ્ડુ તમને સમઝાવી રહ્યો.

“સ્ટોપ કોલિંગ મી જાડી. મને થોડું ઘણું કુકિંગ આવડે છે અને એટલું ઇનફ છે – લેકચરબાજી બંધ કર. સવારથી તારો મોબાઈલ કેમ ઓફ છે? આઈ સેન્ટ ૨૦ મેસેજીસ- એક પણ ડીલીવર નથી થયો! આંટી આના નખરા વધી ગયા છે, મારા લગ્નમાં હું આ બ્રાન્ડેડ-રાવણને ઈન્વાઈટ જ નથી કરવાની!”-એકદમ બિન્દાસ્ત તમે “એના” હાથમાંથી ભાખરીનો ટુકડો ખેંચતા, “એને” ચીઢવતા કહી ગયા.

“મિસ. ચબ્બી, ચરબી તો તારી ઉતરી જવાની છે, લગ્ન થાય એટલે! મોમ, વ્હાય ડોન્ટ યુ એકસપ્લેઇન હર સમથીંગ! કોના વરને ગમે કે એની વાઈફ દર દસ મીનીટે એના ફ્રેન્ડને મેસેજ કરે… દરેક નાની ખુશીમાં કે પ્રોબ્લેમમાં પતિની જગ્યાએ ફ્રેન્ડને પહેલા કોલ કરે? શી બીહેવ્સ લાઈક કીડ. જાડી હવે મોટી થઇ જા. અને મેં તને બ્લોક કરી છે એટલે તે મને કરેલા મેસેજીસ ડીલીવર નથી થતા.  આદત પાડ નવી જીન્દગી, નવા વાતાવરણ અને નવા લોકો સાથે હળી-મળી જઈને ખુશ રહેવાની!”- તમારા માથા પર હળવી ટપલી મારી, તમારા હાથમાં ચાનો કપ પકડાવી લડ્ડુએ ભીની આંખે કહ્યું અને..

“જાને બળેલા, બધા તારા જેવા પઝેસીવ અને નેરો માઈન્ડેડ ના હોય! મારો હબ્બી તો ફોરવર્ડ છે! હી નોઝ યુ! હી નોઝ યુ આર માય બડ્ડી! સો ચીલ, આવી સેડી વાતો કરીને મારી ચાનો ટેસ્ટ બગાડીશ નહિ! આંટી, આનું મગજ રીપેર કરાવોને, હજી ૧૯૮૦ના વિચારો છે આના! અનબ્લોક મી નાવ!”- ફોર્ક વળે તમે ધમકી આપી..

“હું અનબ્લોક નહિ કરું. જ્યાં સુધી તું તારી આ નાના બચ્ચાઓ જેવી આદતો નહિ સુધારે! “- લડ્ડુએ બારીની બહાર જોતા જોતા  કહ્યું…

“કમ ઓન લડ્ડુ, વોટ ઇફ આઈ હેવ અ પ્રોબ્લેમ? વ્હોટ ઇફ આઈ એમ ઇન ટ્રબલ?”- તમારો અવાજ ઢીલો થયો…

“ઈટ્સ સિમ્પલ, કોલ હિમ, નોટ મી!”- નીચે જોઈને લડ્ડુએ કહ્યું.

“હી ડોન્ટ નો મી ઓર અન્ડરસ્ટેન્ડ મી લાઈક યુ ડુ! “- નીચી નજરે તમારો સવાલ!

“હી વિલ! ગીવ હિમ ચાન્સ. આપણે એકબીજાને પચ્ચીસ વર્ષથી ઓળખીએ છે. એને તું માત્ર પચ્ચીસ અઠવાડિયા આપ- હી વિલ!”- લડ્ડુએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“બટ આઈ વોન્ટ માય બડ્ડી ટુ! હબ્બી વર્સીસ બેસ્ટ ફ્રેન્ડની લડાઈ થોડી છે આ, કે કોઈ એકને જ સિલેક્ટ કરવાનો છે!”- એક અજંપા સાથે તમે કહ્યું.

“આઈ એમ ધેર, પણ બેકગ્રાઉન્ડમાં! તને હમણાં નહિ સમઝાય, વાત લડાઈની નહિ પ્રાયોરીટીઝની છે! જા હવે ઘરે, તારો વર તને શોધતો અહી આવી જશે નહીતો!”- તમને ચીઢવતા લડ્ડુએ કહ્યું.

“અનબ્લોક મી પ્લીઝ, હું તને મેસેજ નહિ કરું. પણ મને જે ફીલ થતું હશે એ પ્રોબ્લેમ કે એ મુડનું સોંગ સ્ટેટ્સમાં મુકીશ, તું સમઝી જજે અને તારો જવાબ તારા સ્ટેટ્સમાં મૂકી દેજે! “- છેલ્લી વાર તમે “એની” આંખોમાં જોયું, એ ભીની મિત્રતા ભરી આંખો..

***

“સોહા, કીપ યોર મોબાઈલ અવે! તને કેટલી વાર કીધું કે મોમ-ડેડ ને પસંદ નથી આ બધું! લગ્ન પછી તારી પ્રાયોરીટી માત્ર ફેમીલી હોવી જોઈએ. આટલું કેરિંગ અને લવિંગ ફેમીલી છે તો પણ એવું શું રહી જાય છે ફ્રેન્ડ્સમાં? કે પછી ફ્રેન્ડશીપના બહાને….”- સવારમાં જ સાંભળેલા આ પતિદેવના શબ્દો પહેલીવારના નથી! છ મહિનામાં છસ્સોવાર યાદ કરાવ્યું હશે એમણે!

હા, પતિદેવ તમને ખુબ ચાહે છે, એકદમ પ્રેમાળ પરિવાર મળ્યો છે તમને! પરંતુ એ એક ખાલી જગ્યા અને એ એક પ્રિય મિત્ર ખૂટે છે ક્યાંક!

કાશ, સમાજ અને પરિવારને તમે ચીસો પાડી પાડીને સમઝાવી શકત કે – દરેક મૈત્રી ની પાછળ માત્ર પ્રેમની લાગણીઓ નથી હોતી! અને “પ્રેમ”શબ્દ પોતેજ મલ્ટી-ડાઈમેનશનલ છે. પ્રેમના વિવિધ સ્વરૂપ અને પરિમાણ હોઈ શકે- નિર્દોષ અને લેબલ વગર પણ!

કાશ તમે સમાજને સમઝાવી શકત કે – દોસ્તી, યારી, મિત્રતા ને વળી કેવું જેન્ડર?

કાશ તમે પરિવારની સાથે મિત્રો પણ મેઈનટેઇન કરી શકત, જેમ પતિદેવ કરી શકે છે!

અને આ કાશમાં અટવાઈને તમે વોટ્સ-એપ મેસેજ અપડેટ કરો છો- “સબ કુછ વહી હેં, પર કુછ કમી હેં.. તેરી આહ્ટે નહિ હેં!”

અને ફરી એક આંસુ સારી પડે છે.. મશીનની માફક તમે કોન્ટેક્ટલીસ્ટ રીફ્રેશ કરો છો અને …

અને લડ્ડુનું સ્ટેટ્સ વાંચો છો- ” કર ચલના શુરુ તું, મુડકે નાં દેખ તું, જેસે હેં સહી હેં… એક મેં ઓર એક તું.. “

અને “એ” અહી જ છે ની ફીલ સાથે ફરી તમે સ્માઈલ કરો છો. \

“લવ યુ હબ્બી. કમ હોમ સુન.”- મેસેજ સેન્ડ કરી, મોબાઈલ સાઈડ પર મૂકી તમે નીચે રમતા નાના બાળકોને જોઈ રહો છો!

***

સોંગ – ” કર ચાલના શુરુ તું..”

લીંક:

મુવી- “એક મેં ઓર એક તું”

મ્યુઝિક- અમિત ત્રિવેદી

સિંગર્સ- વિશાલ દદલાની અને શિલ્પા રાઓ

લિરિક્સ:

“જો હુઆ હેં વો હોતા હેં,

જો હોના હેં, વો હોના હેં..

જો તેરે બસ મેં બાતે હેં,

ઉન્હેં ખામખા કયું ખોના હેં..

હો… જીતની ભી હેં જીતની ભી હેં, ઉમ્મીદે લે કે ..

જાયે કહા તક, જાયે કહા તક રાસ્તે દેખે…

કર ચલના શુરુ તું, 

મુડકે નાં દેખ તું, 

જેસે હેં સહી હેં… એક મેં ઓર એક તું.. 

નઝરીયા દોનોકા,

મીલેના મિલે,

કદર દોનોકો હેં દોનો કી…

સફર તેય યે કરે, સાથમે ભલે ..

અલગ હેં મંઝીલે, દોનો કી…

ટુકડા ટુકડા ધૂપ હો, ચાહે મુઠ્ઠી ભરકે છાવ ભી,

બરાબરી સે બાટે હો ઝરુરત જો જિસ તરહ કી…

હો… જીતની ભી હેં જીતની ભી હેં, ઉમ્મીદે લે કે ..

જાયે કહા તક, જાયે કહા તક રાસ્તે દેખે…

કર ચલના શુરુ તું, 

મુડકે નાં દેખ તું, 

જેસે હેં સહી હેં… એક મેં ઓર એક તું.. 
જો સોચા હેં કબ હોતા હેં,

યહી હમેશા કા રોના હેં…
સોચે બિન મિલ જાયે જો,

ઉસે ખામખા કયું ખોના હેં…

હો… જીતની ભી હેં જીતની ભી હેં, ઉમ્મીદે લે કે ..

જાયે કહા તક, જાયે કહા તક રાસ્તે દેખે…

કર ચલના શુરુ તું, 

મુડકે નાં દેખ તું, 

જેસે હેં સહી હેં… એક મેં ઓર એક તું..