• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

બલ્લીમાંરાં સે દરીબે તલક…આશિયાના ઢુંઢતા હૈ!!

इक सूरज निकला था
कुछ तारा पिघला था,
इक आँधी आयी थी
जब दिल से आह निकली थी
दिल से रे…

दिल तो आखिर दिल है ना, मीठी सी मुशकिल है ना
पिया पिया, पिया पिया ना पिया
जिया जिया, जिया जिया ना जिया
दिल से रे…

ગુલઝાર સાહેબ સાથે ના મારા પહેલા એન્કાઉન્ટર માં નું આ એક. વર્ષ ’99 નું,  એક “બુટિક શોપ” માંથી પહેલી વખત જાતે પસંદ કરેલી દિલ સે ની કેસેટ અને લેસન કરતા કરતા મગજ માં કોઈ એક રેન્ડમ ક્ષણે ક્લિક થઇ ગયેલું આ ગીત. તરત જ ક્યુરીઓસીટી ના કાતિલ કીડા ને શાંત પાડવા માટે કેસેટ પર જોયું અને ત્રણ નામ નજરે ચડ્યા, એ.આર.રહમાન, મણિરત્નમ અને ગુલઝાર. ત્રણ માંથી કોઈ નામ પહેલી વખત સાંભળતો હતો એવું ના હતું. મણી સર ની રોઝા જોયેલી હતી, ARR ને પણ એ વખતે સાંભળેલા હતા. પણ ગુલઝાર સાહેબ નું તો ખાલી નામ જ સાંભળ્યું હતું, એ પણ થોડા ઘણા અહોભાવ થી. અને પહેલી વાર ‘ધ ગુલઝાર સાહેબ’ ને હાથો હાથ માણવા નો આ પહેલો મોકો હતો.

અને બસ, પછી પંખા ચાલુ થઇ ગયા…….

Gulzar

સંપૂર્ણ સિંઘ કાલરા.આ નામ અને પછી કામ જેવું તેવું હોય? 😛 છેલ્લા ત્રણ દશકના આલાતરીન સંગીતકારોના કમ્પોઝીશન એમના શબ્દો સાથે હજીય ચાહકોમાં ગુંજે છે. R.D., રહેમાન અને વિશાલ ભારદ્વાજ. ત્રણેયના ઝોનર જુદા, સ્ટાઈલ જુદી અને મિજાજ જુદા. પણ ગીતકાર કોમન. ગુલઝાર મેઘધનુષ્યની જેમ અનેકરંગી છે. એ કવિ છે, ગીતકાર છે, ફિલ્મ ડીરેક્ટર છે, સ્ક્રીનપ્લે લખે છે અને બડા મસ્ત હસ્કી વોઈસના એ માલિક છે. એ માણસ ‘કજરા રે’ જેવા સાવ ચાલુ ગીતો ય લખી શકે છે અને એમાં ય ‘બલ્લીમારા સે દરીબે તલક’ જેવો ખુલ્લે ખુલ્લો ગાલીબનો રેફરન્સ ઘુસાડી શકે છે, અને આ માણસ ફિલ્મ ‘માસુમ’ માં લખે છે ‘જીને કે લિયે,સોચા હી નહિ,દર્દ સંભાલને હોંગે, મુસ્કુરાયે તો,મુસ્કુરાને કે, કર્ઝ ઉતારને હોંગે..’ અને આ જ માણસ લખે છે ‘નૈનો કી ઝુબાન પે ભરોસા નહિ આતા, લીખત પઢત ના રસીદ ના ખાતા’.

ખાલી મોટી મોટી ફિલોસોફી જ નહિ અમારી જેવા ટ્વેન્ટી સમથીંગ ને આજ ની તારીખે વીસ વરસ પહેલા પાછળ લઇ જવા માં જેનો બહુ મોટો હાથ છે એવું “ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ” કે ૭૦ અને થોડા ઘણા ૮૦ ના દસક ના બાળપણ ના ટ્રેડમાર્ક સમા “લકડી કી કાઠી કાઠી પે ઘોડા” કે ઇવન હમણાં હમણાં ના “પંગા ના લે” કે પછી “નીલી આસમાની છત્રી” આવા બાળક જેવા ઇન્નોસન્ટ ગીતો પણ એ જ કલમ માંથી આવ્યા છે જે કલમ માંથી આનેવાલા પલ કે જેવા હાઈલી ફિલોસોફીકલ ગીતો આવ્યા છે. આ ગુલઝાર સાહેબ ગીતોમાં જિંદગીને અલગ નજરે જ લખે છે. દુરદર્શન માટેની બનાવેલી મિર્ઝા ગાલીબ સીરીઝ હોય કે બીડીને જલાવીને વિશાલ ભારદ્વાજ જેવા શિષ્યને પોતાની આર્ટની ધુરા સોંપવાની હોય, ગુલઝાર સાબ વહેતા ઝરણાની જેમ વિસ્તરતા જાય છે. કોઈ પણ ફ્રેમમાં જાતને ન બાંધીને એ પોતાના શબ્દોની ધૂણી ધખાવીને બેઠા છે જેમાં શિયાળાની સવાર જેવી તાજગી વર્તાય છે. રહેમાન અને ગુલઝાર ભેગા થાય છે ત્યારે વાતાવરણ અને એનો સમો જુદો જ શેડ પકડી લે છે. મેરા યાર મિલા દે સાઈયા માં કોક જોગણના પ્રેમમાં પડેલા જેવી દાહક અસર છે અને ગરમીમાં આસમાનમાં ઘૂમને ચલે હમની ફીલિંગ વસંતમાં ધબકે છે.  તો ક્યાંક કોઈની ઝુલ્ફો કી લહેરાતી અંગડાઈયામાં પ્રેમ ધસમસે છે.

ગુલઝારે આર્ટ ફિલ્મોના ગ્રામરને ફેરવીને દર્શક સમજી શકે એવી શૈલીમાં કન્વર્ટ કરી દીધું છે. ગુલઝાર કહે છે કે જયારે તમે કોઈ સાહિત્યિક લખાણ પર થી ફિલ્મ/સીરીયલ બનાવો ત્યારે સૌથી મોટી ચેલેન્જ સાયલન્સની હોય છે. You need to convert silence on the screen. (કર્ટસી: જયભાઈનું પ્રવચન- સિનેમા અને એની સામાજિક અસર, અસ્મિતા પર્વ, 2008) ગાલીબ નિરાશ થઈને ઘરમાં ચાલ્યો ગયો એ સીન કેમેરાનો લેન્સ કેવી રીતે ઝીલશે  એ જ ડીરેક્ટરની કસોટી છે. અને એટલે જ આવા ગુરુના શિષ્ય વિશાલની ફિલ્મોમાં ગુરુની શૈલી હોવા છતાંય એનો આગવો વોઈસ રીફ્લેકટ થાય છે. આવા મેઘધનુષરંગી ગુલઝારસાબ નાના બચ્ચુઓ માટે સ્ટોરીઝની ઓડીઓબુક માટે પોતાનો અવાજ પણ આપી ચુક્યા છે.

વેલ, ગુલઝારાયણ ઘણી લાંબી ચાલે એમ છે. પણ, આપણી વાતને અહિયાં જ થંભાવી દઈએ છીએ કેમકે હું મારું ગુલઝાર પ્લેલિસ્ટ પોઝ કરીને આ લખું છું… 😛

Ye laal ishq, Ye malal ishq…

ઈશ્ક પર થોડું કઈ લખાતું હશે? એ તો કવિઓ,લેખકો,ગઝલકારો એ ક્યારનુય વૃદ્ધ કરી નાખ્યું છે અનેકવાર સર્જન કરી કરીને. એટલે માઉન્ટ મેઘદૂત માટે આમ જોવા જાવ તો આ મામલે હાથ તંગ થઇ જાય એવું બને છે. 😛 પ્યાર ઈશ્ક અને મહોબ્બત પર દુનિયામાં શરાબ પછી સૌથી વધુ લખાયું છે. એટલા માટે કેમકે અનુભૂતિ સરખી રહે છે, સમય અને સાથે સાથે આપણે સહુ બદલાતા જઈએ છીએ. પ્રેમનો એકરાર કરવાના તરીકાઓ બદલાય છે, પણ ગુઝ્બમ્પ્સ એમના એમ જ રહ્યા છે. પ્રેમકી ભંગ ચડા દે ની ફીલિંગ કિક બધે સરખી છે.એમાય, વિરહ આધારિત સર્જનો સ્ત્રી માટે અને સ્ત્રીને ઉદ્દેશીને વધુ થયા છે. પણ પુરુષની ફીલિંગ ક્યાં? અહિયાં થી શરૂઆત થાય છે પુરુષના મનના પ્રેમની વાત. અરિજિત સિંઘ ના ખરજમય તાન સાથેનું ગીત, યે લાલ ઈશ્ક,યે મલાલ ઈશ્ક,યે ઐબ ઈશ્ક, યે બૈર ઈશ્ક…

રહા ના મેં ફિર અપને,જૈસા… ક્યા બાત !! રામલીલા ફિલ્મમાં ભવાડા ની સાથે આવું ગીત પણ છે જે નગાડા સંગ ઢોલ અને મોર બની થનગાટ કરે ની વચ્ચે દબાઈ ગયું છે. એ એના ફરફરતા કેશને લીધે મનની કેમિસ્ટ્રીમાં પડતા કેમિકલ લોચા, એ ખવાઈ ગયેલી ચોકલેટનું બ્લુ રેપર, એ પહેલી કિસની હોઠ પર હજી રહેલી થર્રાહટ…પુરુષ ઝડપથી હલાલ થઇ જાય છે ગમતીલી સ્ત્રીના માટે,એના હાથે,એના માટે. પુરુષ પ્રેમનો એકરાર કરવા બંધાયેલો નથી, હા-એ એવું બંધન વળગાડે છે જેમાંથી સ્ત્રી ને એકવાર જકડાઈ ગયા પછી છૂટવું ગમતું નથી. વિરહમાં મિસિંગ યુ બેડલી કહીને સ્ત્રી હળવી થાય છે.કોની પાસે? ગમતા પુરુષ પાસે.પુરુષ મિસ કરે સ્ત્રી ને?પૂછો કૃષ્ણને. પુરુષ શું મિસ કરે? એ એની હથેળીઓને કરેલો સ્પર્શ, એ ટાઈટ હગ, એ મીઠા છણકા અને ભવિષ્યના રંગીન સપના સાથે સાથે એકબીજાની આંખોમાં જોયા એ. પુરુષ ઈચ્છવા છતાં હળવો થઇ શકતો નથી. ઈશ્ક એની આ માસુમિયત પણ છીનવી લે છે. એ રૂથલેસ બને છે મહોબ્બતમાં. મલાલ ઈશ્ક પછી રુધિરયુક્ત ઈશ્કમાં પરિવર્તિત થાય છે.

ત્યાં રાંઝણા નથી થવાનું, ત્યાં કુદરત સામે બાથ ભીડવાની પોલાદી સખ્તાઈ જોઈએ છે. મહેબુબા સાથેના ઝગડામાં સ્થિર રહેવાનું છે,ભલે એ વ્યર્થ અકળાતી હોય. ત્યાં શાંત રહેવાનું ઈશ્ક શીખવે છે. મહોબ્બત તો સાયલન્ટલી થતી ઈબાદત છે. એમાં અપેક્ષા શું, અપેક્ષાનો વિચાર પણ વર્જ્ય છે. કેમકે ઈશ્વર સાથે થાય તો પરમ, અને માનવ સાથે થાય તો પ્રેમ પામી લેવાય છે. ચુપચાપ ભવિષ્ય બુનતા જવાનું મહોબ્બત શીખવે છે. સારું ખરાબ બધું ફેસ કરતા કરતા,સાથ ન છોડવાનું મહોબ્બતનું લક્ષણ છે. કોણ કહે છે પ્રેમ ચીપ થઇ ગયો છે? પ્રેમ ચીપ હોતો જ નથી, ચીપ હોય છે લોકો; જે સહજ આકર્ષણને પ્રેમ માની બેસે છે.

મહોબ્બત અને ભક્તિ લગભગ સરખા છે. બેયમાં અખૂટ ધીરજ જોઈએ છે.  ભક્તિમાં આપણે પૂછીએ છીએ કે આ મેં આટલી માળા કરી એટલે અમુકતમુક લાભ મળવા જ જોઈએ? એમાં શું છોડીએ છીએ? પોતાને.સ્વ ને.સ્વ ને ભૂલીને ત્વં તરફ ચાલી નીકળીએ છીએ. મહોબ્બત કે ઈશ્ક આ જ યાત્રા છે. એમાં લગ્ન એ અંતિમ પડાવ નથી,હા-એક માઈલ્સ્ટોન જરૂર છે.પણ એ તો થોડીવાર થાક ખાવા જેવડો વિસામો છે. અસલી સફર તો શરુ થાય છે ત્યાંથી. એજ રીતે ભક્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થઇ જાય એટલે અટકવાનું નથી. ત્યાંથી તો ચાલી નીકળવાનું છે પરમ તરફ. એક દિન કભી જો ખુદકો તલાશે મેરી નઝર સે તું ઝરા કહીને જિંદગી આગળ વધે છે. સાથે ફરવા કરતા સાથે બુઢા થતા જવાનું વધુ મુશ્કેલ અને ચેલેન્જીંગ છે.અને એટલે જ ઇન્ટરેસ્ટીંગ પણ છે. ધીમા ભરાતા ચાર કદમોની આવાઝ આવનાર ભવિષ્યના આગાઝ સાથે મળી જાય છે અને બેય મહોબ્બતો એકાકાર થઇ જાય છે.એકબીજાના સ્વ અને ત્વં માં. એટલે જ મહોબ્બત મુશ્કેલ છે, પણ જલતા દિલોની રોશની છે. ઈશ્ક હકીકી અને મિજાજી છે,પણ એ કરવામાં મહોબ્બતના મારગડે પહોંચવાનું યાદ રહે તો ઉત્તમ…

પાપીની કાગવાણી:

મહોબ્બતનો હિસાબ જુદો છે. એ મેટલ ગાળીને બનાવેલો કાચો બાંધો છે. રો મટીરીયલ છે. પણ નક્કર છે, પોલાદી છે કેમકે સંજોગોની આગની ભઠ્ઠીએ એને એવો ઘાટ આપ્યો છે.