• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

VOD: અગર સિનેમા હોલ મેરે પાપા કા હોતા….

પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્યા વગર હાલતા થઇ જાત, જરૂર પડે તો પાછા એ જ મુવી મફત માં જોઈ લેત, અને એટલીસ્ટ શો ટાઈમ કેચ કરવા માટે ભાગદોડ તો ના કરવી પડત.

એ બાળક તો ઠીક, મારી તમારી જેવા ફિલ્મ પ્રેમી પુખ્તો માટે તો આવું મારા બાપ નું સિનેમા હોલ ખાસ જરૂરી છે. સ્પેશિયલી ૮૦% જોવાલાયક ફિલ્મો થીયેટર માં સ્કીપ કરવા માટે હું તો આજની તારીખે ગાળો ખાઉં છું. બોલીવુડ ની રાંજણા, ફેન, તનું વેડ્સ મનુ, દંગલ, સુલતાન, હિન્દી મીડીયમ હોય કે હોલીવુડ ની વન્ડર વુમન, વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, બોસ બેબી વગેરે ઘણી જોવાલાયક ફિલ્મો થીયેટર માં નાલાયકો ની જેમ ના જોવા માટે હું કુખ્યાત છું. અને જો તમે તમારી વ્યસ્તતા ના લીધે ફિલ્મો જોવાના સપના ને માંડી વાળ્યું હોય તો વેલકમ ટુ ગોવા સીન્ઘમ……..

અને આ તો ખાલી તરો તાજા ફિલ્મો ની વાત છે. જૂની અને ક્લાસિક ફિલ્મો થીયેટર માં જોવી એ તો પહેલા ધોરણ ના બાળક ને કેલ્ક્યુલસ શીખવવા જેટલું સહેલું કામ છે. (આપણે એટલા નવરા ખરા ને પાછા… 😉 ). અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો હોય તો એમાં અમુક સિલેક્ટેડ ફિલ્મો ને બે-ત્રણ દિવસો માટે રી-રીલીઝ થાય. જે આપણે લોકો તો જોવા થી રહ્યા. અને જો નાના શહેરો માં હો તો અમુક રેગ્યુલર ફિલ્મો પણ નથી આવતી તો ક્લાસિક ફિલ્મો ના નામ નું તો નાહી જ નાખવાનું.

પણ પ્રભુકૃપા થી એવું નથી, આ બે હજાર સત્તર છે અને ધેર ઇસ અ સોલ્યુશન ફોર ધેટ. જીવન ના બધા જ પ્રોબ્લેમ ની જેમ અહિયાં પણ એક સોલ્યુશન છે. ખરેખર એક સિનેમાહોલ છે જે આપણા (કે આપણા સંતાનો ના) પરમ પૂજ્ય પિતાશ્રી નું છે, એક્ચ્યુઅલી એક નહિ આવા ઘણા બધા સિનેમા હોલ છે. અને એ બધા નું એક સામાન્ય નામ છે VOD, એટલે વિડીઓ ઓન ડીમાંડ. જેના લીધે સિનેમા જ નહિ, ટીવી ચેનલ પણ અપને પાપા કી હો ગઈ હૈ, (સોરી ફોર ધીસ વર્ણ સંકર વાક્ય… 😀 )

અને એટલે જ આવી VOD સર્વિસ નું માર્કેટ ચગ્યું છે. જો તમે સારાભાઇ વર્સીસ સારાભાઇ ટેક ટુ કે ગેમ ઓફ થ્રોન્સ હોટસ્ટાર ઉપર જોઈ હોય, ઇનસાઇડ એજ નું નામ પણ સાંભળ્યું હોય કે શેરલોક, હાઉસ ઓફ કાર્ડ્સ, માર્વેલ ની ડેર ડેવિલ વગેરે જોવાની ઈચ્છા પણ હોય તો તમે એક ય બીજા નામે VOD થી પરિચિત છો અથવા તમને એમાં રસ છે. અને એમાં તમે એકલા નથી, મારી તમારી જેવા ઘણા યંગસ્ટર્સ છે જે એનો ઘણો મોટો ફ્રી ટાઈમ આવી સીરીયલો ને binge watch કરવા માં પસાર કરે છે (અથવા નવરાશ ના સમય માં મનગમતી ફિલ્મો જોઈ લે છે)

Why not TV?

ટીવી માં શું જોવું અને ક્યારે જોવું એ આપણે નક્કી નથી કરી શકતા, એ નક્કી કરે છે ચેનલ ના માલિકો અને ચેનલ ને કમાણી કરાવી આપતા એડ પ્રોવાઈડર્સ. અને એટલે જ આપણા માથે મરાય છે પેહરેદાર પિયા કી અને નાગિન જેવી અઢાર મી સદી ની સીરીયલો, ક્યારેય પૂરી ન થતી સીરીયલો, નવરા લોકો ને જજ (કે કોન્ટેસ્ટન્ટ) બનાવી એક ની એક રોતલ કહાની અને રીપીટેડ ટેલેન્ટ દેખાડતા રીયાલીટી શો, જાનીએ મેરી શર્ટ તેરી શર્ટ સે સફેદ ક્યુ હૈ જેવી બુડબક એક્સક્લુઝીવ ન્યુઝ આઈટમો અને દર રવિવારે આવતું સૂર્યવંશમ કે ભૂતનાથ(અને વિકડેઝ માં માથે મારતી સાઉથ ઇન્ડિયન ફિલ્મો). અને એ પણ બે એડ્સ ની વચ્ચે (એટલું ય ઓછું ના હોય એમ ચાલુ પ્રોગ્રામે સ્ક્રીન નાની કરી ત્યાં એડ માથે મારવા માં આવે છે).

And why not torrents?

પણ VOD માં આ કોઈ પાબંદી નથી, પહેલા કહ્યું એમ ગમે તે, ગમે ત્યારે, ગમે એટલી વખત જોવાની આઝાદી આ VOD આપે છે, અને એમાં આપતા કન્ટેન્ટ પણ લાજવાબ હોય છે. હા આ બધી સીરીયલો/ફિલ્મો માટે ટોરેન્ટ તો અવેલેબલ છે જ પણ ટોરેન્ટ માં પણ અમુક ગેરફાયદા હોય છે. એક તો ટોરેન્ટ ના ઓટો બેકઅપ નથી હોતા. વળી ટોરેન્ટ માં કેવું રેઝોલ્યુશન આવે અને ઓડિયો કઈ લેન્ગવેજ માં આવે એ કઈ નક્કી નથી હોતું (હું પોતે બે મુવી માં પકડાઈ ગયો છું, ડ્યુઅલ લેન્ગવેજ ના નામે એક ફિલ્મ સ્પેનીશ-ઈંગ્લીશ અને બીજી રશિયન-ઈંગ્લીશ માં ડાઉનલોડ કરી નાખેલી 😎 ). ઉપરાંત તમે ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલું એક મુવી એક જ જગ્યા એ જોઈ શકો, કાં તો તમારા PC Screen પર ને કાં તો મોબાઈલ માં. બીજી જગ્યા એ જોવું હોય તો બીજે કોપી કરવું પડે. ટોરેન્ટ માં તમે અધૂરે થી કોઈ મોટા કામ માટે ઉભા થવાના હો તો તમારે યાદ રાખવું પડે કે છેલ્લે તમે ક્યાં સુધી જોયું હતું અને પછી બીજી વખત ચાલુ કરો ત્યારે ત્યાં સુધી સ્કીપ કરવું પડે (સિવાય કે તમે અમુક વિડીઓ પ્લેયર વાપરતા હો).

VOD માં આવા કોઈ જ પ્રોબ્લેમ નથી આવતા. મોટાભાગ ના VOD પ્રોવાઈડર્સ તમને તમારા નેટવર્ક અને સ્ક્રીન પ્રમાણે વધુ માં વધુ HD રીઝોલ્યુશન આપે છે. સબટાઈટલ પણ હોય છે અને જો સબટાઈટલ અને ઓડીઓ બીજી ભાષા માં હોય તો એના ય ઓપ્શન હોય છે. અને હા, આ બધાજ (+/- ૧૦ સેકંડ ના ગાળા માં) તમે ક્યાં સુધી જોયું હતું એ યાદ રાખે છે અને બીજી વખત તમે ગમે એ સ્ક્રીન માં (કમ્પ્યુટર હોય મોબાઈલ હોય કે ટીવી) લગભગ ત્યાં થી જ ચાલુ કરે છે.

VOD is for everyone

એવું નથી કે VOD સર્વિસ ખાલી આપણા માટે જ ફાયદાકારક છે, એ ફિલ્મ અને સીરીયલ ના પ્રોડ્યુસર્સ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એક ટીવી સીરીયલ ના પ્રોડ્યુસર માટે એની સીરીયલ ક્યાં સમયે આવે છે એ વધારે અગત્ય નું હોય છે. રાત્રે ૮ થી ૧૧ વચ્ચે આવતી સીરીયલ બધા જ જોતા હોય, એમાં આવતી એડ ના ય વધારે ભાવ હોય. એટલે એ ટાઈમ સ્લોટ માં સીરીયલ કે ફિલ્મ દેખાડવી એ વધારે અગત્ય નું હોય છે. અને એટલે પ્રોડ્યુસર ને

૧. એ ટાઈમ સ્લોટ માં જોવાતી સીરીયલો જેવી જ સીરીયલો બનાવવી પડે

૨. એ ટાઈમ સ્લોટ માં જે લોકો એડ આપતા હોય, અને એ ચેનલ ના હાઈ કમાંડ ને સંતોષ થાય એવી વાર્તા અને એવા એક્ટર્સ લાવવા પડે

૩. અમુક હદ થી વધારે બોલ્ડ (કે ઇવન કોમન સેન્સ ધરાવતી) વાર્તા ના દર્શાવી શકાય, સેન્સરશીપ પણ માથે પડે.

૪. બહાર ના દ્રશ્યો, મોટા એક્ટર્સ કે ડીરેક્ટર ને ના લાવી શકાય, એક તો આનો ખર્ચો વધારે હોય અને ચેનલ બને એટલા ઓછા બજેટ માં સીરીયલો બનાવવા અને પતાવવા માંગતી હોય, અને એટલે આવી બધી સીરીયલો નું બાળ મરણ થઇ જતું હોય છે(જેમકે બચ્ચન/અનુરાગ કશ્યપ ની યુદ્ધ, આસુતોષ ગોવારીકર ની એવરેસ્ટ, અનીલ કપૂર ની 24) . કારણકે આ બધી ફ્રી ટુ એર ચેનલો છે, ચેનલો ને સબસ્ક્રિપ્શન ના એટલા બધા રૂપિયા  ય નથી મળવાના.

અને એટલે જ આ ચેનલો આપણા માથે એક નો એક માલ માર્યા કરે છે. જયારે VOD માં ગમે ત્યારે જોઈ શકાતી હોવાને લીધે પ્રાઈમ ટાઈમ નું કોઈ પ્રેશર ના હોય, અને સેન્સરશીપ ની બબાલ ના હોય એટલે સર્જકો પોતાની ક્રિએટીવીટી નો જોરદાર ઉપયોગ કરી શકે છે. VOD નું બજેટ મર્યાદિત હોવા છતાં ય એ લોકો આ બે પ્રેશર ની ગેરહાજરી ના લીધે ખુબ સરસ સ્ટોરીઝ આપણને આપી શકતા હોય છે. ઘણી વખત VOD માટે આ લોકો મેઈન એક્ટર્સ ને જ કો-પ્રોડ્યુસર્સ બનાવી ને ખર્ચ કંટ્રોલ માં રાખે છે, અને એક થી એક ચડિયાતા કન્ટેન્ટ આપે છે.

પણ, ખર્ચો???

VOD પ્રોવાઈડર્સ ભારત માં છેલ્લા ૨-૩ વર્ષ થી આવ્યા છે. ફરજીયાત D2H ચેનલો થવા પાછળ VOD નો પણ એક અગત્ય નો ફાળો છે. આપણી મોટાભાગ ની ચેનલો VOD સાથે સંકળાયેલી છે, સ્ટાર નેટવર્ક નું હોટસ્ટાર હોય કે TV 18 (કલર્સ) નું Voot અને સોની વાળા નું Sony LIV, સીરીયલો, સ્પોર્ટ્સ અને ફિલ્મો બધું અત્યારે VOD ઉપર આવી ગયું છે. એટલું ઓછું હોય એમ છેલ્લા દોઢ બે વર્ષો માં VOD ના મહામહિમ એવા નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ વિડિયોઝ પણ ભારત માં આવી ગયા છે. અને આપણી માટે ટાઈમપાસ કરવા માટે ઢગલા મોઢે કન્ટેન્ટ આપે છે. મહીને ૧૨૦૦-૧૫૦૦ રૂપિયા માં આમાંનું ઘણું બધું તમે માણી શકો છો, અને જો તમે શોખીન હો તો D2H + અમુક ચેનલો + સારું ઈન્ટરનેટ નો ખર્ચો ૯૦૦-૧૦૦૦ સુધીનો તો થઇ જ જાય છે.

તમે ઉપર કહેલી કોઈ VOD સર્વિસ ના સબસ્ક્રાઈબર છો (હું પોતે નેટફ્લીક્સ, એમેઝોન અને Sony LIV નો સબસ્ક્રાઈબર છું), તો તમારા અનુભવો અમારી સાથે શેર કરો. જો તમે VOD માં સબસ્ક્રાઈબ થવાનું વિચારતા હો અને કન્ફયુઝ હો તો અમારી આગલી પોસ્ટ સુધી રાહ જુઓ. જેમાં અમે અમુક સર્વિસ ની સરખામણી કરશું. ત્યાં સુધી, મે ધ ફોર્સ બી વિથ યુ.

સેમીકોલોન

જો તમે e-books વાચતા હો અને ખાસ તો ગૂગલ પ્લે બુક્સ નો ઉપયોગ કરતા હો તો એક સરસ trick, તમારી નોટ્સ ને વર્ડ ડોક્યુમેન્ટ તરીકે ઓટોમેટીકલી એક્સપોર્ટ કરો.

નમુના તરીકે હમણાં જ પૂરી કરેલી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો ની નોટ્સ અહિયાં અને ટ્વિન્કલ ખન્ના ની Mrs Funnybones ની નોટ્સ અહિયાં વાંચો.

‘સફારી’ ૩૫ વર્ષ-2

‘પાણીને જળ કહેવાય, H2O પણ કહેવાય અને ભૂ પણ કહેવાય. અહીંયા સાપેક્ષવાદને ભૂ તરીકે વર્ણવ્યો છે.’

‘બ્રહ્માંડ આપણે માનીએ છીએ એટલું નહીં, આપણે ધારીએ છીએ એના કરતાય વધુ અજીબોગરીબ છે.’

નોલનની વિચક્ષણ ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ જોઈએ ત્યારે ઉપરોક્ત બે વાક્યો દરેક ‘સફારી’ ના રહુડીયાને અર્જુનના ગાંડીવના ટંકારની જેમ યાદ આવે. બ્રહ્માંડ તરફ-ખગોળવિદ્યા-ટેલિસ્કોપ વગેરે તરફ લગાવ કરાવનાર મેગેઝીન તરીકે ‘સફારી’ આજે ય અજેય છે. એવું નહોતું કે માત્ર સફારી જ એક સાયન્સ મેગેઝીન તરીકે ગુજરાતમાં ચાલી રહ્યું હતું. ‘અંકુર’ નામનું મેગેઝીન પણ આવતું, જેણે ભૂકંપ વખતે સ્પેશીયલ ગીફ્ટ તરીકે એપિસેન્ટર અંજારમાં નીકળેલા લાવાની નાની રજ વાંચકોને આપી હતી. મંગળ ગ્રહનું થ્રીડી પોસ્ટર અને એ જોવાના પોલેરોઈડ ચશ્માં પણ ગીફ્ટ મળ્યા હતા. પરંતુ, દરેક સામયિકને પોતાના પ્રશ્નો નડતા હોય છે. ‘અંકુર’ ના કાગળ અને ‘સફારી’ ના કાગળના બંધારણમાં નરી આંખે જોઈ શકાય એટલો ફેર હતો. જેણે ‘અંકુર’ ને શેલ્ફ લાઈફ ઓછી આપી.

બીજું, જે વસ્તુ પર સફારીની હથોટી હોય એને અંકુર દ્વારા કઈ રીતે રજુ કરાય એ (અમારા જેવા) વાંચકો તરત પકડી લેતા હતા. બસ, પછી સફારી એ એના અંકો લાવ્યા કર્યા,અંકુરની કોઈ કથા મળતી નથી.(કોઈ ખાપરાકોડિયા વાંચકોને ખબર હોય તો ચોક્કસ જણાવજો. ‘અંકુર’ માંથી જ મંગાવેલું રીફલેકટર ટેલિસ્કોપ આજે ય કબાટમાં પડ્યું છે ચંદ્રના પર્વતો જોયાની યાદોની સાથે.)

ચોથા ધોરણમાં શિવજીના પ્રચંડ ઉપાસક અને આજીવન સ્વાતંત્ર્ય સેનાની એવા દાદાએ બ્રહ્માંડ પણ શિવજીનું સ્વરૂપ છે એવા ખ્યાલો ‘સ્કોપ’, ‘સફારી’ જેવા સામયિકો ભેટમાં આપીને સમજાવ્યા અને એ સાથે જ ‘અખંડ આનંદ’, ‘જનકલ્યાણ’ જેવા આધ્યાત્મિક લેખોથી ભરપુર મેગેઝીનોનો વારસો આપ્યો જે કોઈ પણ રાજા-રજવાડાના વૈભવ કે જમીનોના ભાવ કરતા વધુ મુલ્યવાન હતો-આજે ય છે.એ વારસો ‘સફારી’ ના તંત્રી ની કલમમાં પણ ડોકાતો ત્યારે એમ થતું કે આ ભાઈ પણ દાદા જેવું જ માને છે અને લખે છે. ‘સફારી’ નું વાંચકોમાં આગવું સ્થાન છે. પરંતુ, જુના જોગીઓને ‘સ્કોપ’ની અમુક યાદો યાદ કરાવીએ.

‘ટાઈમ ટ્રાવેલ’ નો એક લેખ હતો એમાં નીલ આર્મસ્ટ્રોંગ ની ઉંમર અને એના (કલ્પિત જોડિયા) ભાઈ બીલ આર્મસ્ટ્રોંગ વિશેની વાતો હતી. એમાં લેખકે એવી કલ્પના લડાવેલી કે એક એવું યાન બને જેની પાસે અખૂટ ઉર્જા હોય અને એની સ્પીડ લગભગ એક પ્રકાશવર્ષને આંબતી હોય. એ યાનનું નામ હતું ‘એપ્સીલોન ક્વીન’. હવે વાત એવી ટ્વિસ્ટ લે છે કે એપ્સીલોન ક્વીનની ગતિ એક પ્રકાશવર્ષને આંબે ત્યારે એવી ઘટના બને છે કે એના ચાલકને એક બીજું યાન પાછળ આવતું દેખાય છે. નજીક આવતું જાય છે એમ ખબર પડે છે કે એ યાન તો સેઈમ ટુ સેઈમ એપ્સીલોન ક્વીન જેવું જ દેખાય છે. હજી વધુ કંઈ સમજે એ પહેલા તો બેય યાન જોરદાર રીતે અથડાય છે અને બેયના ભુક્કા બોલી જાય છે. આ અકસ્માત સાપેક્ષવાદને અનુલક્ષીને જોઈએ તો પદાર્થની સ્પીડ પ્રકાશની ગતિને સ્પર્શવા લાગે એટલે એનું ઉર્જામાં રૂપાંતર થવા લાગે. પેલું બીજું યાન હતું એ એજ યાનની ભૂતકાળની પ્રતિકૃતિ હતી.રેપ્લિકા. બેય પ્રકાશની ગતિએ એકબીજામાં સમાવિત થઇ ગયા અને ઉર્જામાં બેયનું રૂપાંતર ધડાકાભેર થયું. પરંતુ, એ હિસાબે જોવા જઈએ તો ઉર્જા સિવાય કશું વધવું જ ન જોઈએ. પણ કેટલોક ભંગાર રહી જવા પામ્યો, જે આપણા બ્રહ્માંડના સર્જનનું કારણ બન્યો.આ લેખમાં જણાવેલા એક પ્રયોગમાં સમયનો ફેર માપવા માટે અણુઘડિયાળો હતી જેણે આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રિલેટીવીટીને સાચી ઠેરવી હતી. નોલનને પોતાના હીરોનું નામ કુપર રાખવાનું સુઝ્યું હશે, પણ આ લેખમાં એક અવકાશયાત્રી નામે એડવર્ડ કુપર પણ હતો જે જાણ ખાતર. એમાં જ પદાર્થ અને પ્રતિપદાર્થની કલ્પનાના વિષયમાં પણ વાત કરવામાં આવેલી. ઉપર જે વાત કરી એ બે ભાઈઓ માટે ટાઈમ ટ્રાવેલ સમજાવેલી જે ‘ઇન્ટરસ્ટેલર’ જોઈએ ત્યારે દિમાગમાં બત્તી જલાવ્યા વગર રહે નહીં. વર્મહોલ થી બીજા બ્રહ્માંડોમાં જવામાં અને ટાઈમ ટ્રાવેલમાં સરળતા રહે છે એ ‘સ્કોપ’ અને ‘સફારી’ ના વાંચકો માટે સહજ રીતે દિમાગમાં ઉતરી ગયેલી ઘટનાઓ હતી.

‘સંપાદકનો પત્ર’ હંમેશા અભિપ્રાયમાં ચણતર અને ખાતરનું કામ કરતો. અમારા જેવા વાંચકોની માંગણી છે કે ‘સંપાદકનો પત્ર’ નું પણ એક સ્વતંત્ર પુસ્તક બનવું જોઈએ.

‘સફારી’ ચાલતું હતું ત્યારે પહેલી વાર ડેવિડ કોપરફિલ્ડ અને હેરી હુડિની(અંક-૭૫/૮૫ કદાચ) જેવા જાદુગરો વિષે પણ જાણવા મળ્યું. બ્લેક હોલ, એસ.ચંદ્રશેખર, યુદ્ધો વગેરે પર એટલું બધું લખાયું છે કે હવે એમના સ્વતંત્ર પુસ્તકો થઇ ચુક્યા છે. હવે પછીના એપિસોડમાં એવા પ્રકાશનો વિષે વાત કરીશું.

(ક્રમશ:)…