• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

જબ પ્યાર કિયા તો…

અચાનક આજે દિવસ એકદમ ખુશનુમા લાગે છે… ખુબ વહેલી સવારે જાતે જ ઉઠી જવાયું છે! બાલ્કનીમાં ઉભા રહીને તમે ચાની ચુસ્કીઓ લઇ રહ્યા છો અને..

તમારી ટીન-એજર દીકરીના રૂમમાંથી તમને કૈક ગણ-ગણાટ સંભળાય છે. તમારી શર્મીલી, પઢાકુ અને ચસ્મીશ દીકરી એકદમ સુરીલા અવાજે કૈક ગઈ રહી છે, જે સાંભળવા તમે સહેજ કાન સરવા કર્યા.. અને એક મોટ્ટી સ્માઈલ આવી ગઈ તમારા ચહેરા પર! દેખાવમાં તમારી કાર્બન કોપી અને સ્વભાવમાં એના પાપા જેવી અંતર્મુખી એવી તમારી દીકરી- તમારી મમ્મીના જમાનાનું છતાં તમારું અતિપ્રિય ગીત ગઈ રહી છે…

અને તમે અચાનક ટાઈમ ટ્રાવેલ કરીને ક્યાંક બીજે પહોંચી જાઓ છો!

***

તમે એજ છો, બાલ્કની બદલાઈ ગઈ છે! હાથમાં ચાનો પ્યાલો એજ છે, પણ એની મઝા બેવડાઈ ગઈ છે. આમ તો તમે ભણવામાં એકદમ સિન્સિયર! કેરીયર અને લાઈફ વિશે બહુ જ ક્લીયર એવા કોલેજીયન. “પઢાકુ”, “બહેનજી”, “મિસ-રેન્કર” વિગેરે લેબલ્સ તમે હસતા હસતા ગળે લગાવ્યા છે. તમને ક્યારેય સુંદર દેખાવાની, મેકઅપ કરવાની, ફેશનેબલ કપડા પહેરવાની જરૂર નથી લાગી.. પણ આજકાલ…

આજકાલ તમે કોલેજ ભલે જુના લઘર-વઘર વેશમાં જાઓ, બાલ્કનીમાં આવો ત્યારે અરીસામાં જોવાનું, વ્યવસ્થિત ઓળેલા વાળ ફરી સરખા કરવાનું અને પોતાની આ કોન્શિયસનેસ જોઈને હસવાનું ચુકતા નથી! શું થઇ રહ્યું છે આજકાલ તમને?

હમણાંની બાલ્કની બહુજ વ્હાલી લાગે છે અને ઉતાવળ હોય છે ચા લઈને- બહાનું કરીને બાલ્કનીમાં બેસવાની.. અને “એ”ને જોવાની, નિરાંતે.. તમે ચાનો મગ લઈને બાલ્કનીમાં આવો ત્યારે “એ” કાયમ જ સામે એના નાનાસા ગાર્ડનના હિંચકે ઝૂલતો હોય. ક્યારેક હાથમાં કોઈ બુક હોય તો ક્યારેક્ ગીટાર, ક્યારેક મમ્મીને હેલ્પ કરવા શાક સમારતો હોય તો ક્યારેક્ એમ જ બાઘા મારતો હોય! ક્યારેક તમે વિચારતા કે – શું એ પણ આજ સમયે હિંચકે અનાયાસે આવી બેસે છે કે… કે તમારી બાલ્કની અને એના હિંચકાને કોઈક લગાવ છે…

પણ…

ચાનો કપ, તમે, હિંચકો અને “એ” … કાયમ ખામોશ જ રહી જાઓ છો… અને …

અને એક દિવસ તમને જોવા છોકરાવાળા આવે છે, તમે તમારા ચાના કપ સાથે ગદ્દારી કરો છો, હીંચકાને દગો દો છો! અલબત્ત જે છોકરો જોવા આવ્યો છે એને કોઈ દેખીતા કારણ વગર નન્નો પણ ભણી દો છો…

અને રાતે બધા સુઈ જાય એ પછી કૈક અકળામણ સાથે તમે બાલ્કનીમાં આવો છો.. અને.. હસી પડો છો એ જોઈને કે..કે….સામે હિંચકો અને બાઘા મારતો “એ” બંને જ જાગે છે.. એક તડપ, ઇન્તેજારી, ઉદાસીનતા સાથે.. કોઈ સપનું, જેને રોજ ઉંચે આકાશમાં તારા રૂપે જોયું છે એ, અચાનક ખરી પડ્યાના શોક સાથે…

અને ખબર નહિ ક્યાંથી હિમત કરીને તમે… ચશ્માં ટેબલ પર મૂકી, પરાણે બાંધેલા વાળને અદાથી છુટ્ટા લહેરાવીને, સહેજ ધીમા છતાં  “એ”ને સંભળાય એમ ગાઈ ઉઠો છો…

“આજ કહેંગે દિલકા ફસાના, જાન ભી લે લે ચાહે ઝમાના,

મૌત વહી જો દુનિયા દેખે, ઘુટ ઘુટ કરયુ મરના ક્યાં…

પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યાં… “

સામે “એ” બિચારો સહેજ વાર માટે તો ઘભારાઈ જાય છે.. શું કહેવું શું નાં કહેવું એની અવઢવમાં, તમને આ નવા અવતારમાં બાઘો થઈને જોઈ રહે છે… અને …અને તમે કૈક કહેવાના, સંકેત કરવાના આશયથી કહો છો…

“ઉનકી તમન્ના દિલ મેં રહેગી, શમ્મા ઇસી મહેફિલ મેં રહેગી,

ઇશ્ક્ મેં જીના, ઇશ્ક્ મેં મરના…

ઇશ્ક્ મેં જીના, ઇશ્ક્ મેં મરના… ઔર હમે અબ કરના ક્યાં?

પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યાં.. “

અને હિંચકાની સાથે “એ” પણ ખીલી ઉઠે છે, અડધી રાતે પુરા ખીલેલા ચાંદની જેમ જ તો… ચાર આંખો કૈક વાતો કરે છે, ખામોશીમાં… અને શરમાઈને તમે તમારા રૂમમાં જતા રહો છો.. ગોરમાના વ્રત પછી કેમેયના કરી શકાતો વેરી ઉજાગરો, આજે અનાયાસે થઇ જાય છે- અલબત્ત બંને તરફથી!

અને ચાર વર્ષોની એ રાહ અને આહ પછી રાતે હિમ્મત કરીને ખોલેલા દિલના કેફમાં, આજ તમારો દિવસ પણ મોડો ઉગે છે..આજે અરીસામાં નથી જોવું, આજે ચાનો કપ લઈને બાલ્કનીમાં પણ નથી જવું, આજે થોડો ભાવ ખાવો છે, રાહ જોવડાવવી છે… આજે થોડા નખરા કરવા છે…

અને રોજની જેમ વાળને જેમતેમ બાંધીને બદામી આંખો પર બ્લેક બોરિંગ ચશ્માં ચઢાવીને તમે ઘરમાં આમ-તેમ ટહેલો છો.. ના દિલ કહ્યું માને છે, ના પગ.. અને તમે જાણે ખેંચાઈ જાઓ છો બાલ્કનીમાં.. સહેજ શર્મ, ખુબ બધી ઇન્તેજારી- પણ એ વાયડો હિંચકો આજે છે ખાલી! અને તમને અંદર દિલમાં પણ કૈક ખાલી લાગે છે..

અને … અને અચાનક પાછળ કોઈનો પગરવ સંભળાય છે. હશે કોઈ… નથી જોવું, જેને જોવાની ઈચ્છા છે એ તો… અને કોઈ તમારા વાળમાંથી અચાનક ક્લીપ કાઢી દે છે, ડાબા કાન પાસે સહેજ કૈક સંભળાય છે – જાણે કોઈના શ્વાસની રીધમ..  અને તમે શરમાઈને નીચું જોઈ જાવ છો, ત્યારેજ પૂરું થાય છે- કાલે રાતે તમે શરુ કરેલું પ્રણય-ગીત “એ”ના બેસુરા અવાજમાં…

” છુપના સકેગા ઇશ્ક્ હમારા, ચારો તરફ હેં ઉનકા નઝારા …

પરદા નહિ જબ કોઈ ખુદાસે,

પરદા નહિ જબ કોઈ ખુદા સે, બંદોસે પરદા કરના ક્યાં!

પ્યાર કિયા તો ડરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યાં..”

અહ્હ્હા, એ ચાર આંખો જે ચાર વર્ષોથી રાહ જોતી હતી, આજે એક જ બાલ્કનીમાં એક સાથે! જાણે સ્વપ્ન જોઈ રહ્યા છો, જીવી રહ્યા છો! અને વાસ્તવિકતામાં પાછળથી સંભળાય છે તમારા અને “એ”ના પેરેન્ટ્સનું હાસ્ય અને સંમતી!

તમે આંખો મીચી જાવ છો, આ મોંઘેરા સ્વપ્નને સાચવવા!

અને…

અને…

અચાનક તમે વાસ્તવિકતામાં પાછા આવી જાઓ છો!

***

બાલ્કની, તમે, ચાનો કપ.. અરે, કેમ ભૂલાઈ ગયું ..આજે તો એજ દિવસ છે અને… આજે કેમ વીસ વર્ષો પછી એજ અહેસાસ જીવાઈ ગયો?

અચાનક આજે કેમ શ્વાસની “એ”જ મહેક નજીકમાં વર્તાય છે!  “એ”તો હવે બૌ બીઝી, મારા માટે, કે આ દિવસ અને એ મોંઘી મુમેન્ટ  યાદ કરવા “એ”મની પાસે સમય જ ક્યા છે? – એમ વિચારીને તમે હજુ જ્યાં પાછા ફરો છો…

ચાનો કપ, તમે અને બાલ્કની જાણે સ્ટેચ્યુ થઇ જાય છે!

સામે “એ” ઘૂંટણીયે બેસીને, અદ્દલ આજકાલના જુવાનીયાઓની અદામાં,  હાથમાં તમારૂ પ્રિય સનફ્લાવર લઈને ધીમેથી એજ બેસુરા અવાજે ગણ-ગણે છે..

“દીવારો પે ભી લીખ દિયા તેરા નામ,   

હમ તો જી તક રહે ખુલે આમ!

કહે રહે ભરે બાઝાર મેં, કહે રહે ભરે બાઝારમેં..

પડ ગયે જી, હમ પડ ગયે તેરે પ્યાર મેં!

તેરે હી સંગ બહે રહે મહિને સાલ,

હમ તો જી ટંગ લીયે તેરે નાલ…

મિલ ગઈ ડગર મઝધારમેં, મિલ ગઈ ડગર મઝધારમેં..

પડ  ગયે જી, હમ પડ ગયે તેરે પ્યાર મેં! “

અને સામે સરપ્રાઈઝ આપવા ઉભેલા બે ટીન એજ સંતાનોની શરમ રાખ્યા વગર તમે પ્રેમથી તમારા “એ”ને ગળે વીંટળાઈ જાવ છો!

અને પાછળથી તમારી ચશ્મીસ દીકરી અને કુલ-ડુડ દીકરો કોરસમાં ગઈ ઉઠે છે -“જબ પ્યાર કિયા તો ડરના ક્યાં!”

***

વેલેન્ટાઇન્સ ડે પર “આઈ લવ યુ” કહેવાથી સ્ટોરી પતી નથી જતી, શરુ થાય છે! ખરી વાર્તા તો એ પછીની જ હોય છે!

પ્યાર કરવા અને એનો ઈઝહાર કરવા તો  હિંમત જોઈએ જ!

પણ  એ પ્યાર અને લાગણીઓભીની મુમેન્ટસને  જીવંત રાખવા -છત્રીસની છાતી, દિલથી દાનત અને પ્યારભર્યા બેશુમાર પ્રયત્નો પણ  જોઈએ જ !

જર્ની કોલ્ડ મહોબ્બત ~ ઈશ્ક્વાલા લવથી શરુ થઇ..હેટમાં એન્કોડેડ પ્યોર પ્યાર સુધી!


છેલ્લી દસ મીનીટમાં વીસ વાર નજર મોબાઈલ સ્ક્રીન પર ભટકી હશે. નજરની ગુસ્તાખી માટે દિમાગ દિલને ખખડાવી રહ્યું. ઘણી વાર ખબર જ હોય કે આ એકલતા નસીબમાં જ લખાયેલી છે, તો પણ એક રાહ રહે છે – એવા કોઈના આવવાની કે જે ક્યારેય નથી જ આવવાનું…


ઇમોશન્સ દિમાગના બધા લોજીકને મોશનલેસ- જડ કરી દે છે!


કંટાળીને મોબાઈલ ઓશિકા નીચે છુપાવીને ટીવીનું રીમોટ રમવાનું શરુ કરો છો અને…


સંભળાય છે એક ઘૂંટાયેલો પ્રેમાળ અવાજ- ચિત્રા સિંઘનો..


” હમકો દુશ્મન કી નિગાહો સે નાં દેખા કીજે…


પ્યાર હી પ્યાર હેં હમ, હમ પે ભરોસા કીજે! ”


***


ગઝલના બેનમુન શબ્દો તમારા જહેનમાં કૈક કોતરી જાય છે, ના સમઝાય એવું!


અને તમે લેપટોપ ખોલી પર્સનલ ડ્રાઈવમાં ફોલ્ડર્સના નેસ્ટીન્ગ કરીને છુપાવી રાખેલા એ ખુફિયા ફોલ્ડરને જોઈ રહો છો! હાથ જાણે થીજી ગયા છે અને આંગળીઓ ચેતાતંત્રના ઓર્ડર્સ સાંભળી જ નથી રહી! આંખો ફોલ્ડરના આઇકોન થાકી ઊંડે અંદર જઈ એ મુમેન્ટસ શોધી રહી છે, જે જીવીને તમે આખી જીન્દગી જીવી ગયા છો- છતાં ખાનગી રહી છે એ મુમેન્ટસ!


એક ક્લિક સાથે ફોલ્ડર ખોલતા જ વીંટળાઈ વળે છે એ યાદો!


એનો અગ્રેસિવ ચહેરો જાણે ચહેરા પર પથ્થરની રૂક્ષતા ઓઢી હોય, એની એ સમાજની સામે પડવાની- લડવાની ક્રાંતિકારી વાતો જાણે તમારા સિવાય આખી દુનિયાનો ભાર લઈને ફરતો હોય, એનીએ તરંગી-ગહન આંખો જેમાંથી આજ સુધી તમે બહાર નથી આવી શક્યા…


અને આંખો સ્થિર થઇ ગઈ એક ફોટો પર! આમને સામને બેઠેલા તમે બંને આ ફોટોમાં આબાદ ઝડપાઈ ગયા છો કૈક ઉગ્ર ચર્ચા કરતા! જાણે બે દુશ્મનો આર-પારની લડાઈ લડતા હોય એમ, તો પણ કેમ બંનેની આંખોમાં એ પ્રેમનો સ્પાર્ક હજુ પણ એવોજ તેજ દેખાય છે? નદીના કિનારાની જેમ કોણ જાણે કેટલા વર્ષોથી એકબીજાને તાકી રહ્યા છો તમે બંને ચુપચાપ, દુર-સુદૂર – છતાં કેટલા ભીના છો તમે લાગણીઓથી અને કેમ એટલાજ કોરા છો સામાજિક બંધનોના નામથી!


કેમ આટલા વર્ષાથી આમ અજાણ્યાની જેમ વર્તીને કે હું કેર્સ વિચારીને પણ, એના ઘર જતા રસ્તાનાં ખૂણે, એની ફેવરીટ રેસ્ટોરન્ટનાં પગથીયે કે એની ઓફીસના બિલ્ડીંગ નીચેની ચાવાળાની રેંકડી પાસે પણ દિલના ધબકારા વધી જાય છે?


***


“પ્લીસ ડોન્ટ કોલ ઓર મેસેજ મી. “- તમે એક સાંજે, સંબંધોના તાણા-વાણામાં અટવાઈને ફરમાન કરો છો!


“ઓકે! એઝ યુ વિશ્!”- એના જવાબની બેપરવાહી તમને ખટકી, જાણે તમે ઇચ્છતા હતા કે એ તમને રોકે!


તમે ધારદાર નજરે જોઈ રહ્યા, અને સામે એ પણ તમને કડવાશથી ઘુરીને જોઈ રહ્યો. કેટલો ગુસ્સો અને અકળામણ હતા એ ખોખલા સંબંધોના નામે એકબીજાને ગુમાવી દેવાની પરવરશતામાં!


વર્ષો વહી ગયા, સંબંધો વહી ગયા, પરંતુ સચવાઈ રહી છે એ (સાચા)લવ-(ખોટા)હેટની દિલચશ્પ લાગણીઓ!


***


આંખો ફરી ફરીને મોબાઈલની સ્ક્રીન પર ફરી રહી!


આજે તમારા એ આખરી ઝગડાની એનીવર્સરી છે એટલે… જાણે રાહ છે એની… કે કદાચ નથી!


મોબાઈલના સ્ક્રીન પર કોઈ નોટીફીકેશન નાં દેખાતા દિમાગને કૈક હાશ થઇ પણ દિલને….


અને પોતાને ટક્કર આપે એવી એની આ ચરબી અને ગુસ્સા પર પણ જાણે પ્રેમ ઉભરાઈ આવ્યો.


પ્રેમ અને લાગણીઓને ઉભરાઈ આવવા પણ કેવા પ્રેમાળ કારણો હોય છે!


લાગણીઓની આ તોફાની કશ્મકશમાં ચિત્રા સિંઘની હમણા જ સાંભળેલી ગઝલ એક તોફાની સ્મિત મૂકી ગઈ તમારા ક્યારના વ્યગ્ર ચહેરા પર..


***

આલ્બમ: Ecstasies (૧૯૮૪)

લિરિક્સ: રઈસ અખ્તર

સિંગર: ચિત્રા સિંઘ


હમકો દુશ્મન કી નિગાહો સે ના દેખા કીજે..

પ્યાર હી પ્યાર હેં હમ, હમ પે ભરોસા કીજે!

ચંદ યાદો કે સિવા હાથ ના કુછ આયેગા,

ઇસ તરહ ઉમરે-ગુરેઝા કા ના પીછા કીજે..

રોશની ઓરો કે દામન મેં ગવારા ના સહી,

કમ સે કમ અપને હી ઘર મેં તો ઉજાલા કીજે..

ક્યા ખબ કબ વો ચાલે આયેંગે મિલને કે લીયે,

રોઝ પલકો પે નયી શમ્મે જલાયા કીજે..

પ્યાર હી પ્યાર હેં હમ, હમ પે ભરોસા કીજે!