• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  May 2013
  M T W T F S S
  « Apr   Jun »
   12345
  6789101112
  13141516171819
  20212223242526
  2728293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

સર્જક અને સર્જન – Creator and creation

ફિલ્મ મીનાક્ષી ની શરૂઆત માં આવતું માસ્ટરપીસ ગીત નુર-ઉન-અલ્લાહ જયારે પૂરું થવા તરફ જઈ રહ્યું છે ત્યારે સ્ક્રીન પર આપણને નવાબ સાહબ(રઘુવીર યાદવ) અને મીનાક્ષી(તબ્બુ) એકલા ઉભેલા દેખાય છે. નોર્મલી ફિલ્મો માં એક કપલ જયારે પ્રેમ માં ગળાડૂબ હોય અને એના માટે એક બીજા સિવાય આખી દુનિયા માં કઈ જ નથી એવી સીચ્યુંએશન દેખાડવા માટે આવા મોટીફ નો ઉપયોગ કરાય છે. અહિયા પણ આ મોટીફ નો ઉપયોગ થયો છે, લગ્ન પ્રસંગ ના જલસા ની વચ્ચે નવાબ સાહબ અને મીનાક્ષી ને એકલા ઉભેલા દેખાડ્યા છે , પોતાની અલાયદી સૃષ્ટિ માં. પણ આ બે પ્રેમીઓ ની સૃષ્ટિ નથી, આ એની કરતા ક્યાય મોટી, અને વધુ રહસ્યમય એવી સૃષ્ટિ છે જેને માદરે વતન માં બહુ ઓછા લોકો એ ફિલ્મી પડદે દેખાડવા ની હિંમત કરી છે. અને એને ય હુસૈન સાહબ જેવી બ્રીલીયન્ટલી કોઈ એ દેખાડવા ની હિંમત નથી કરી. આ સૃષ્ટિ છે સર્જક અને સર્જન ની સૃષ્ટિ.

Meenaxi and Nawab Sahab

Meenaxi and Nawab Sahab

સર્જક પોતાની સૃષ્ટિનો સદાકાળ બ્રહ્મા હોય છે. એ પાત્રો ઉભા કરે છે, એમને બાપની જેમ ખીલવા દે છે, માં ની જેમ પંપાળે છે, અને પછી લાઈફપાર્ટનરની જેમ સંવારે છે. જરૂરી નથી કે એ સર્જક ના હાથમાં કલમ કે પીંછી જ હોય. એ પડદા પર પણ ઈતિહાસની ક્રંચ ક્ષણને બોલતી કરે છે અને કલ્પનાની પાંખો પર આપણને દુર સુદૂર હોગ્વર્ટ્ઝમાં પણ લઇ જાય અને એલીસના વન્ડરલેન્ડમાં ખોવાઈ માટે મજબુર કરી દે. તો ડીયર રીડર્સ, આજે વાત માંડીએ સર્જક અને એના સર્જનની, જેની મદદ થી  એ ક્યાંક પોતાને પણ એક્સપોઝ, અપડેટ કે અપગ્રેડ કરતો હોય છે.

સર્જન એ દરેક સર્જક માટે બહુ પ્રાયવેટ મોમેન્ટ છે. એક રીતે એ ઈશ્વર/જાતની સાથેનો સંવાદ છે. સમસ્ત જગતની ચેતના ત્યારે એની અંદરુની ચેતના સાથે સિંક્રોનાઈઝેશનમાં હોય છે. અને એ ચેતનાની જ્વાળાઓ વચ્ચે જલતા જલતા એ પોતાના સર્જનને આકાર આપતો રહે છે. ઈમાનદારી અને થોડું જૂઠ અંદર ભેળવીને એ પોતાને તુટતા મોતીના હારની જેમ એમાં ચોતરફ વિખેરી નાખે છે અને ત્યારે સર્જન ‘સર્જાય’ છે. એ સર્જન જે એના સપનાઓ ને સાકાર કરે છે. એ સર્જન જે એની સહુથી બ્યુટીફુલ કલ્પના કે સહુથી ભયાનક ડર ને સાચા પાડે છે. ક્યારેક ટ્રુમેન ની જેમ એના કોચલા માંથી બહાર આવવા મથે  છે, ડાયનાસોર ની જેમ એને મારવા માંગે છે કે મીનાક્ષી ની જેમ સર્જક ને એની હદ સુધી ચેલેન્જ કરે છે.

સર્જન એ એના સર્જક નું હોરક્રક્સ છે, પોતાના દુઃખ, દર્દ, પ્રેરણા, આનંદ, અનુભવ ની અટારી એ થતું સર્જન ત્યારે થાય છે જયારે સર્જક નો આત્મા નીચોવાઈ ને એ સર્જન માં ભળી જતો હોય છે. અને લોર્ડ વોલ્ડેમોર્ટ ના હોરક્રક્સ ની જેમ જયારે એ સર્જક શારીરિક રીતે હયાત ન હોય ત્યારે એ સર્જન સતત એની હાજરી પુરાવતા રહે છે, અને જરૂર પડ્યે એ સર્જક ને બીજા શરીર માં પુનર્જીવિત પણ કરતા હોય છે, અથવા કોઈ ને કોઈ રીતે એના સર્જન ને માર્ગદર્શન આપતા હોય છે. ફિલ્મ નાઈન માં પણ આ જ કોન્સેપ્ટ છે.

એક સર્જક માટે એના સર્જન ની સફળતા બહુ અગત્યની હોય છે. (જેમ્સ બોન્ડ – ટુમોરો નેવર ડાઈઝ માં એલિયટ કાર્વર એ કહ્યું છે એમ, કે જીનીયસ અને પાગલ વચ્ચે એક સફળતા નું જ અંતર હોય છે). જો એ સફળતા ન મળે તો સર્જક એ જ જુના ટેમ્પ્લેટ માંથી નવું સર્જન કરે છે, એને પોતાના સંતાન ની જેમ “ઉછેરે છે” અને પછી જે સફળતા એને મળે છે એ અમાપ હોય છે. ગુરુદેવ સ્પીલબર્ગ અને મહાગુરુ કુબ્રિકાચાર્ય ના “સહિયારા સર્જન” એ. આઈ. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ માં પણ આવો જ એક સીન છે. જેમાં રોબોટ ડેવિડ એના સર્જક ડોક્ટર એલન હોબી (નામ પણ કેવું જોરદાર છે!! નામ માં “હોબી” હોય એ સર્જન પણ જોરદાર કરે) ને મળે છે, પણ એ જ વખતે પોતાની જાત ને એક માત્ર માનતો ડેવિડ જયારે એની જેવા બીજા મેકા(ફિલ્મ માં રોબોટ્સ માટે વપરાયેલો શબ્દ) ડેવિડ ને મળે છે અને ત્યારે આપણને જાણવા મળે છે કે ડોક્ટર હોબી એ આ ડેવિડ સીરીઝ ના રોબોટ નું સર્જન એના મૃત સંતાન પર થી કર્યું હોય છે.

David (Harry Joel Osmant- The child) talking with his creator Professor Allen Hobby - A.I. artificial intelligence

David (Harry Joel Osmant- The child) talking with his creator Professor Allen Hobby – A.I. artificial intelligence

પણ ફિલ્મ માં આગળ દેખાડ્યું છે એમ, પોતાના સર્જક થી નિરાશ થઇ ને સર્જન એ સરહદ પાર કરી દે છે જ્યાં પહોચવાનું તો શું જેના વિષે તે જાણી શકશે એવું પણ એના સર્જકે કદી વિચાર્યું નથી હોતું. આવું થાય ત્યારે સર્જન પોતે પોતાની ખોજ પૂરી કરવા નીકળી પડે છે, એક એક્સપ્લોરર બની જાય છે. જેમ આ ફિલ્મમાં ડેવિડ બ્લ્યુ ફેરીને , મીનાક્ષી-ધ ટેલ ઓફ થ્રી સીટીઝ માં મીનાક્ષી એના અસ્તિત્વને  અને પીટર વેઈર ની ધ ટ્રુમેન શો માં હીરો ટ્રુમેન (જીમ કેરી) એની આઝાદી ને શોધે છે. અને આવા સમયે એ એના સર્જક ને નકારે છે, ક્યારેક એની સામે પણ થાય છે અને અંતે ત્યાં પહોચી ને રહે છે જ્યાં તેને પહોચવું છે. ચાહે એનો સર્જક એલન હોબી જેવો પ્રેમાળ કે ક્રિસ્ટોફ જેવો જીદ્દી કેમ ન હોય, એ બધા જ તોફાનો, વાવાઝોડા ને પાર કરે છે અને એની મંઝીલ ને મેળવે છે. આ સર્જન ત્યારે ઝબાન તો સર્જકની જ બોલે છે, પણ એની અંદર પ્રાણતત્વ ફૂંકાય છે અને એ સ્વતંત્ર ચેતના બની જાય છે જેનો અહેસાસ સર્જક સિવાયની દુનિયાને થતો રહે છે.

Christoff - In Peter Weir's the Truman Show

Christoff – In Peter Weir’s the Truman Show

સર્જકે ખાલી સર્જન કરવા સુધીની જ મર્યાદા રાખવાની છે. એ પછી એ સર્જન એનું નથી રહેતું. યાદ કરો ‘મેઘદૂત’, ‘હેમલેટ’,’ઓથેલો’,’મોનાલીસા’, ‘બાઈબલ’,’ભગવદગીતા’, ‘રામાયણ’ વગેરે વગેરે.. શું આ એના સર્જકની મર્યાદામાં જ રહ્યા? એ સમયની અને ઇતિહાસના કાલખંડોની આરપાર નીકળી ગયા છે. અને ભૂતકાળ જ શું કામ? અત્યારનું જોઈએ તો ‘હેરી પોટર’, ‘સ્ટાર વોર્સ’, જેવી ફિલ્મસીરીઝ કેટલા વર્ષોથી આપણા સહુના દિમાગમાં ઘર કરી ગયેલી છે?  [જાણકારી માટે, હેરી પોટરની પહેલી બુકને પબ્લીશ થયે સોળ વર્ષ થયા છે. સ્ટાર વોર્સ 36 (અંકે છત્રીસ પુરા)વર્ષ જૂની છે.] જેમ લગ્ન થયા પછી નવપરણિત ને માં બાપ એ છુટ્ટા મુકવા પડે છે (બંને જેન્ડર ને આ વાત સરખી જ લાગુ પડે છે) એમ સર્જકે પણ પોતાના સર્જન ને અલગ અલગ પરીક્ષાઓ માંથી પસાર થવા દેવો પડે છે. અલગ અલગ કાલખંડ કે અલગ અલગ ઈન્ટરપ્રીટેશન માં થી પસાર થવા દેવો પડે છે. ટૂંકમાં સર્જન સોના સરીખું કરવું હોય તો સર્જકે એને બધી જ બાજુઓ થી તાપવવો પડે છે…

બાય ધ વે આ બધી વાતો અત્યારે કરવાનો મતલબ શું? મતલબ એટલે હું અને તમે, જેણે મળી ને માઉન્ટ મેઘદૂત ને એક અસ્તિત્વ આપ્યું છે. જીન્દગી ની આટઆટલી પરીક્ષા ઓ વચ્ચે પણ અમને ટકી અને ભવિષ્ય તરફ તાકી રહેવાની પ્રેરણા આપી છે. આજે માઉન્ટ મેઘદૂત જે રીતે દસ હજાર વ્યુઝ ને પાર કરી અને આગળ વધી રહ્યું છે એ જોતા અમને માઉન્ટ મેઘદૂત ના સર્જક તરીકે ગર્વ, આનંદ અને આભાર ની લાગણી થાય છે. અગેઇન થેન્ક્સ ટુ ઓલ માઉન્ટ મેઘદૂત ફેમીલી જે શરુ થી લઇ આજ સુધી ગમતા નો ગુલાલ કરે છે અને કરાવે છે. and for those who are new, welcome to the family. આશા રાખીએ કે આ ઇન્ફોટેઇનમેન્ટ નો સીલસીલો ચાલુ રહે.

અને  હા થેન્ક્સ ટુ જય ભાઈ, જેના ફેન હોઈએ એના જ તરફ થી રેકામેન્ડેડ થવું એ એક અભૂતપૂર્વ સિદ્ધિફૂલ સરપ્રાઈઝ  છે, આ સિદ્ધિ આપવા માટે હાર્ટલી થેન્ક્સ……

સંગીત સજેશન

વિશાલ ભારદ્વાજ ની ફિલ્મો માંથી ચુનેલા મોતી The Vishal Bhardwaj eleven…

1. પંગા ના લે (મકડી)  (ઉપજ્ઞા પંડિત (કે પંડ્યા ) ) : મસ્ત મસ્તી ભર્યું ગીત
2. રૂબરૂ (મકબૂલ) (દલેર મેહેંદી) : મસ્ત સુફી મિસ્ટિક સોંગ, ઘણા બધા રીઝન ને લીધે પર્સનલ ફેવરીટ
3. જીન મીન જીની (મકબૂલ) (સાધના સરગમ, ઉસ્તાદ સુલતાન ખાન) : આપડે ત્યાં આવી ફેશન નથી, નહિ તો લગ્ન પ્રસંગે માંડવે થી એટલીસ્ટ એક વાર આ ગીત તો વાગવું જ જોઈએ, એન્ડ માં ઉસ્તાદ સુલતાન ખાન નો પીસ એકદમ મિસ્ટિક
4. આસમાની છત્રી (છત્રી ચોર = બ્લ્યુ અમ્બ્રેલા) : ઉપજ્ઞા પંડિત (કે પંડ્યા) મેજિક નં 2
5. બર્ફાન (છત્રી ચોર = બ્લ્યુ અમ્બ્રેલા) (સુખવિન્દર સિંહ) : ટચ કરી જાય તો રીટાયર મેન્ટ લઇ ને સીમલા સેટલ થઇ જવાની ઇચ્છાઓ ઉપડે એવું શાંત ગીત .
6. જગ જા (ઓમકારા) (સુરેશ વાડકર) : ( ડિસ્ક્લેમર: અત્યાર સુધી હું એ ભ્રમ માં હતો કે આ ગીત વિશાલ ભારદ્વાજ એ પોતે ગાયેલું છે ) દરેક “દશરથ” એ પોતાની રાણી ને સવાર સવાર માં ડેડીકેટ કરવા જેવું સ્વીટેસ્ટ સોંગ .
7. ઓમકારા થીમ (ઓમકારા) : મસ્ત instrumental
8. પેહલી બાર મુહબ્બત કી હૈ (ફમીને) (મોહિત ચૌહાણ) : રાત કે ઢાઈ બજે માં સુરેશ વાડકર ના વોઈસ ના હોવા બદલ એને ફેવરીટ મૂકી શકાય, પણ આ ગીત ની ય ફીલિંગ મસ્ત આવે છે …. ચોમાસા ની બોઝિલ બપોરે કે રાતે એની સાથે સંભાળવા જેવું ગીત
9. બેકારાન (7 ખૂન માફ) (વિશાલ ભારદ્વાજ પોતે) : ફલર્ટ કરવું હોય કે પછી સમર્પણ, ફર્સ્ટ ચોઈસ સોંગ બની શકે છે … રસ્તે કી ટીપ સસ્તે મેં  : પે ક્લોઝ એટેન્શન ટુ લીરીક્સ
10. તેરે લિયે  (7 ખૂન માફ) (સુરેશ વાડકર) :  અગેઇન મસ્ત સોંગ, વિશાલ ભારદ્વાજ ના સોંગ આમ ડાર્ક વાતાવરણ માં સંભાળવા ની બહુ મજા આવે …..
એન્ડ
11. ખામખા (મટરૂ …. )  (વિશાલ ભારદ્વાજ , પ્રેમ દેહાતી) : દિલ થી ઈચ્છા છે કે આ ગીત આ વર્ષે બેસ્ટ સિંગર બેસ્ટ સોંગ માં ક્યાંક દેખા દે ….
Advertisements
Previous Post
Next Post
Leave a comment

5 Comments

 1. congratz mountain tracker buddies…
  સર્જક અને સર્જન બંન્નેને સલામ! 😉
  The Trueman show ફર્સ્ટ ટાઈમ જોઈ ત્યારે એમ થયું કે આવી પણ મૂવી બની શકે છે… એક અધભૂત અનુભવ થયો… અને જીમ કેરીને હું ‘ધ માસ્ક’ નું કોમેડી કેરેકટર સમજતો હતો ,પણ તેને ઇ ખયાલ ને ભાંગીને ભુક્કો કરી નાખ્યો..!
  એના પછી એની દરેક મૂવી જોવાની ઈચ્છા થયી.
  બીજી મૂવી The Man on the moon જોઈ ,એનું hangover ઘણા દિવસ સુધી મગજ માં રહ્યું…

  આ મસ્ત પોસ્ટ ની રાપચિક લાઇન: (બોલ્ડ અક્ષરે વાંચવું! ;))
  *સર્જન એ એના સર્જક નું હોરક્રક્સ છે, પોતાના દુઃખ, દર્દ, પ્રેરણા, આનંદ, અનુભવ ની અટારી એ થતું સર્જન ત્યારે થાય છે જયારે સર્જક નો આત્મા નીચોવાઈ ને એ સર્જન માં ભળી જતો હોય છે.*

  Reply
  • આ હોર્ક્રક્સ નું તો અચાનક જ યાદ આવ્યું … બાકી જીમ કેરી ને કોમેડિયન સમજતા લોકો માટે એનું નંબર 23 અને ઈટર્નલ સન શાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ પણ જોવા લાયક છે

   Reply
   • ઈટર્નલ સન શાઈન ઓફ ધ સ્પોટલેસ માઈન્ડ…બાકી છે.. નામ જ મુવીની હાઇપ કહી દે છે! 🙂

 2. A.I નાં કન્સેપ્ટની આછેરી ઝલક ” એસ્ટ્રોબોય ” માં પણ જોવા મળેલી કે જ્યાં જીવંત અને વાસ્તવિક પુત્રનાં મૃત્યુથી અચાનક હબકી ઉઠેલા બાપે અદલ પુત્ર જેવું જ રોબોટનું સર્જન કરેલું . . . સર્જક સર્જન કરે છે . . પણ વાસ્તવમાં તો સર્જન થકી જ સર્જકનો જન્મ થતો હોય છે .

  સુરેશ વાડેકર તો ક્યારેક હૃદયની શીરા / ધમનીઓમાં રેસોનન્સ ઉભું કરી દ્યે છે 🙂 . . . અને પહેલી બાર . . / મોહિત , તો બસ જાણે સાઈન વેવનું લચીલું ચડાણ અને ઉતરાણ !

  Reply
 3. “સર્જક સર્જન કરે છે . . પણ વાસ્તવમાં તો સર્જન થકી જ સર્જકનો જન્મ થતો હોય છે .”

  જોરદાર લાઈન દોસ્ત !!!

  સુરેશ વાડેકર તો ક્યારેક હૃદયની શીરા / ધમનીઓમાં રેસોનન્સ ઉભું કરી દ્યે છે 🙂 . . .

  અને હા સુરેશ વાડકર મારા માટે પોસ્ટ રફી યુગ ના સહુથી ટેલેન્ટેડ અને કસાયેલા અવાજ માં નો એક છે . વિશાલ ભારદ્વાજ ને લાખ લાખ પ્રણામ કે આવા અવાજ ને ભજનો માં જ ખોઈ નાખવા ને બદલે ફિલ્મો માં (આવી સરસ રીતે) જીવતો રાખ્યો છે

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: