• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  September 2020
  M T W T F S S
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  282930  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

May the force be with you-episode 7-ટુમોરો નેવર ડાઈસ

શોક લગા? અમને પણ. સ્ટાર વોર્સ સીરીઝ તો પતિ ગઈ હતી ને? જ્યોર્જ લુકાસ એ ચોખ્ખું કહી દીધું હતું કે મારે જે કહેવું હતું એ બધું જ છ ફિલ્મો માં કહેવાઈ ગયું છે અને હવે કોઈ નવી મુવી આવશે નહિ. પણ તોય આ લખાય છે ત્યારે સ્ટાર વોર્સ ના લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ “ધ ફોર્સ અવેકન્સ” નો પ્રિવ્યુ શો યોજાઈ ચુક્યો છે અને આ વંચાતું હશે ત્યારે ઘણા લોકોએ આ ફિલ્મ જોઈ પણ લીધી હશે. ભલે જ્યોર્જ લુકાસ નું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. તોય આપણને શોક તો લાગે જ ને!! કે એક ફિલ્મમેકર હોવા છતાં ય એ રાજકારણી ની જેમ ફરી ગયો? અને ફરી પાછો એક નવી ફિલ્મ લઇ ને આવે છે!!

લઇ ને આવે જ. કેમકે સ્ટાર વોર્સ ની એ વાર્તા ખાલી એનાકીન સ્કાયવોકર ની જ હતી, અને એના મૃત્યુ સાથે પૂરી થઇ. પણ સ્ટાર વોર્સ ની ગેલેક્સી નો અંત નથી થયો. એ તો હજી ચાલે છે, હજી એમાં કૈક થાય છે. લ્યુક, લિયા, હાન સોલો અને ચ્યુબાકા તો હજી જીવે છે. તો શું એના સાથે બનતી ઘટનાઓ બંધ થઇ ગઈ? ના એ ફિલ્મો માં એની વાર્તા ક્યાય નથી કહેવાઈ, પણ એની પોતાની પણ વાર્તા છે. જે કદાચ કહેવાની બાકી છે. આવું માત્ર સ્ટાર વોર્સ માં જ નથી, એના માનસ ભાઈ એવા હેરી પોટર સાથે પણ આવું થઇ રહ્યું છે. જે કે રોલિંગ એ ખુદ ના પાડ્યા પછી “હેરી પોટર એન્ડ ધ કર્સડ ચાઈલ્ડ” નાં નામે એક નવું નાટક લઇ ને આવે છે. જેમાં હેરી અને એના બાળક સેવેરસ આલ્બસ પોટર ની વાર્તા છે. કેમ? કેમ કે હેરી પોટર ની સીરીઝ હેરી vs લોર્ડ વોલ્ડેમોર્ટ ના જંગ ની હતી. એ સિવાય પણ ઘણું હોઈ શકે છે. જે (અગેઇન) કહેવાનું બાકી છે, અને એ વાર્તા કહેવાની ખજવાળ ખુદ સર્જકો પણ નથી રોકી શક્યા.

પણ વેઇટ! વ્હોટ અબાઉટ એક્સપાંડેડ યુનિવર્સ? એમાં પણ ઘણી બધી વાર્તા ઓ છે. આ જ સીરીઝ ના છેલ્લા એપિસોડ માં જોયું એમ સ્ટાર વોર્સ નું (હવે ભૂતપૂર્વ એવું) એક્સપાંડેડ યુનિવર્સ હજારો વર્ષ કવર કરે છે. અને હેરી પોટર ના પણ ફેન ફિક્શન લખાયા છે. એનું શું? વેલ ઓફિશિયલી કહીએ તો હેરી પોટર તો એક્સ્પાંડ થઇ રહ્યું છે. પણ ડીઝની એ સ્ટાર વોર્સ ના એક્સ્પાંડેડ યુનિવર્સ ને “લેજેન્ડ્સ” ના નામે લગભગ રીટાયર કરી દીધું છે. પણ તોય ફરી ફરી ને એક જ સવાલ થાય છે, (કમર્શિયલ કારણ બાદ કરતા) આ બધું ફરીવાર, પુનર્જીવિત કરવાનો મતલબ શું? આપણી વાર્તા તો પૂરી ના થઇ ગઈ?

[સ્પોઈલર એલર્ટ: આગળ ગમે ત્યાં લખેલું ગમે તે, સ્ટાર વોર્સ કે અહી વાત કરેલી ફિલ્મ જોવાની તમારી મજા બગડી શકે છે. આગળ તમારા જોખમે વધવા વિનંતી]

ના, કથા તો પૂરી નથી થઇ. વેદ ભલે સામાન્ય નોકરિયાત માંથી સ્ટોરી ટેલર થઇ ગયો. તનુ ના મનુ સાથે લગ્ન થઇ ગયા. લોર્ડ વોલ્ડેમોર્ટ બુરે હાલે મર્યો. ગોથામ માં શાંતિ થઇ ગઈ અને બ્રુસ વેઇન ઇટલી માં આરામ કરે છે. પણ આ તો એક ઘટના પૂરી થઇ. એ લોકો ના જીવન નહિ. અને આ એક ઘટના એની સાથે સંકળાયેલા કેટલા ય લોકો ના જીવન માં જબરી ઉથલ પાથલ કરતી ગઈ હશે. જસ્ટ વિચારો શું થતું હશે લ્યુક સાથે જયારે એને ખબર પડી જાય કે મેઈન વિલન લોર્ડ વેડર જ એનો બાપ છે? લોકો શું વિચારતા હશે, કે આપણા હીરો નો બાપ જ મેઈન વિલન હશે? હાન સોલો માટે પછી ની જીન્દગી કેવી હશે? એક ચીલાચાલુ સ્મગલર અચાનક જ બળવાખોરો સાથે જોડાય છે અને અચાનક જ એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કરી લે છે અને આખી ગેલેક્સી માટે લડતો જનરલ બની જાય છે, આ સફર કેવી હશે એના માટે?

કે શું આવડું મોટું અને ક્રૂર એમ્પાયર મુઠ્ઠી ભર બળવાખોરો એને બે બે વાર હરાવી જાય એ સહન કરી લેતું હશે? શું પોતાના પાપ નું બીલ એ રીબેલ્સ ના નામે નહિ ફાડે? અને રહી સહી બધી તાકાત એ રીબેલ્સ ના ખાત્મા માટે નહિ લગાડે? લગાડશે જ!! એમાં વર્ષો વિતી શકે, હીરોઝ ની પેઢી ઓ બદલાઈ શકે, આવડી મોટી ગેલેક્સી ઉપર કબજો મેળવવા રીબેલ્સ અને એમ્પાયર વચ્ચે જંગ પણ ખેલાઈ શકે. અને આ આસપાસ ફોર્સ એનું કામ કરવાનું ચૂકતી જ નથી, સીથ અને જેડ્ડાઈ નું બેલેન્સ હજી નથી આવ્યું, એક જેડ્ડાઈ નામે લ્યુક સ્કાય્વોકર હજી જીવે છે. એને ખતમ કરવા એક સીથ ને તો આવવું જ પડે.લ્યુક ને હેરાન કરવો પડે, એને ચેલેન્જ કરવી પડે. આ બધા વિષે, નવી પેઢી ના હીરોઝ વિષે કોઈ વાર્તા તો હશે જ.

युद्धस्य कथा: रम्या: પણ યુદ્ધ પછી પણ કૈક હોય છે. જે સિતમખોર રાજા કે સામ્રાજ્ય ને હરાવ્યા હોય એના સિતમ હજી પુરા નથી થયા. પ્રજા માટે તો ખાલી રાજા જ બદલાય છે. એક પાપ ને સહન કરતા કરતા અને એની સામે લડતા લડતા કદાચ લોકો એનાથી પણ વધારે પાપી બની જાય છે. અને પછી એજ જુના ખેલ નવા નામે કરે છે. આવી બધી છાપ ભૂંસવી પણ પડે, એનાથી સારા પણ થવું પડે. અને જો એ ના થયું તો ફરી એક બળવો. બીજું એક યુદ્ધ અને હજી નવી સિકવલ.

આને આ યુદ્ધ માં જે લડ્યા હોય એ પોતે (કદાચ ફિઝીકલી) અને ઈમોશનલી એવા નિચોવાઈ ગયા હોય છે કે કદાચ એ સ્વસ્થ રીતે યુદ્ધ ની ફર્સ્ટ હેન્ડ કથા કહી જ ન શકે. એ પોતે જે કઈ કહે એ લોકો સાચું ન જ માને, ઉપર થી કોઈ ની સારા તરીકે ની છાપ કે કોઈ ની ખરાબ તરીકે ની છાપ એટલી વચ્ચે આવે કે આ વાત મારા તમારા સુધી પહોચતા મારી મસાલા વગર ના સાદા સલાડ નું મિક્સ ઊંધિયું થઇ જાય. કોઈ અમેરિકન સૈનિક હિટલર ના સારા વર્તાવ ની વાત કરે તો મારી તમારી સામાન્ય પ્રજા આ વાત માને? પણ જો એ એમ કહે કે હિટલર એ પેલા સૈનિક ની ૩ દિવસ પૂછ પરછ કરી તો એ વાત મારા તમારા સુધી પહોચતા પહોચતા ૪૦ દિવસ નું ટોર્ચરસ કડક ઈંટરોગેશન થઇ જાય. અને એના જ બેઇઝ પર “I will finish what you have started” ની માળા જપતા કાય્લો રેન ઉભા થઇ જાય. ઉપર ની વાતો અને આ બધુજ બની શકે. અને આ વાર્તા કહેવા માટે એક ફિલ્મ તો શું. કદાચ આખી ટ્રાઈલોજી પણ ટુકી પડે.

kyloRen

Kylo Ren-Latest Star Wars villain

અને એટલે જ કહેવાયું છે કે ટુમોરો નેવર ડાઈસ. એક વાર્તા અને એનો સમય પુરા થાય છે. સમય તો ચાલતો જ રહે છે. નવી વાર્તા ઓ બનાવતો જ રહે છે. કે (જેમ્સ બોન્ડ ની સાથે થયું એમ) સમય ફૂલ સર્કલ ફરી ને ફરી એ જ વાર્તા નવા સ્વરૂપ માં કહેતો રહે છે. અને આપણને પણ યાદ દેવરાવતો રહે છે કે never stop, keep moving forward. કેમકે કશું પૂરું નથી થતું, બસ થોડા લાંબા કે ટૂંકા બ્રેક્સ હોય છે. સો એન્જોય ધ લાઈફ, એન્જોય ક્રિસમસ મુવીઝ એન્ડ મે ધ ફોર્સ બી વિથ યુ…….. એન્ડ ફ્રોમ અ ફેન. વેલકમ બેક સ્ટાર વોર્સ.

સેમીકોલોન

google.com/starwars તમારા ગૂગલ એક્સપીરીયન્સ ને સ્ટાર વોર્સ સાથે જોડો. લાઈટ સાઈડ કે ડાર્ક સાઈડ પસંદ કરો અને જુઓ તમારા ગૂગલ મેપ્સ, યુ ટ્યુબ, જી મેઈલ વગેરે તમારી ચોઈસ પ્રમાણે કેવી રીતે બદલાય છે… (માત્ર ડેસ્કટોપ માટે, મોબાઈલ માં ઘણું બધું નહિ આવે)

 

May the force be with you -episode 6- સ્ટાર વોર્સ એક્સ્પાંડેડ યુનિવર્સ

અપડેટ: આ પોસ્ટ પબ્લીશ થયા પછી ડીઝની એ સ્ટાર વોર્સ ખરીદી લીધું અને ઓફીશીયલ એક્સ્પાંડેડ યુનિવર્સ ને લેજેન્ડ્સ ના નામે લગભગ રીટાયર કરી દીધું.ડીઝની એ એક્સ્પાંડેડ યુનિવર્સ ને સાવ નકારી તો નથી જ દીધું, પણ એનું કેનન સ્ટેટસ (આ વાર્તા કેટલી ઓફીશીયલ છે એ સ્ટેટસ) નકારી દીધું છે. જો એના ઉપર થી કોઈ ઓફીશીયલ મીડિયા (ફિલ્મ, ટીવી સીરીઝ, કોમિક્સ, ગેમ કે પુસ્તક) બને તો જ એ ઓફીશીયલ કેનન બને, બાકી આ બધી વાતો દંતકથા એટલે લેજેન્ડ્સ જ છે. 

પોસીબલ સ્પોઈલર એલર્ટ: કદાચ નવા એપિસોડ માં આ પોસ્ટ માં કહેલી, અને લેજેન્ડ્સ ની ઘણી વાતો ને સ્ટાર વોર્સ ની સિકવલ ટ્રાઈલોજી ના નવા એપિસોડ માં મહત્વ ના પોઈન્ટ્સ તરીકે લઇ આવરી શકાય છે. 

આ પોસ્ટ ઓરીજીનલ ડોક્યુમેન્ટેશન તરીકે અને લેજેન્ડ્સ ના અસ્તિત્વ ની સાબિતી રૂપે as it is સ્વરૂપ માં રહેશે.

George Lucas And James Cameron

George Lucas (R In Blues) and James Cameron (L Black and White) : Two dreamers

વર્ષ ૧૯૭૭ નું, થીયેટર માં તાજી તાજી લાગેલી સ્ટાર વોર્સ જોઈ ને એક ટ્રક ડ્રાઈવર બહાર નીકળ્યો. એક સારી ફિલ્મ જોયા પછી આપણા બધા ની સાથે જે થાય છે એ જ એની સાથે થયું – સ્ટાર વોર્સ એના દિલો દિમાગ માં ચોટી ગઈ. આખો દિવસ એ ફિલ્મ અને સાયંસ ફિક્શન વિષે વિચાર્યા કરે. થોડા દિવસો માં એ ટ્રક ડ્રાઈવરના હાથમાં ચડ્યું સ્ક્રીનપ્લે કઈ રીતે લખવો એ માટે નું પુસ્તક;બસ પછી જોવાનું શું? એ પાર્ટી ની ફિલ્મ કરિયર ચાલુ થઇ ગઈ. એક વખત એવું થયું કે એ ટ્રક ડ્રાઈવર ડાયરેક્ટર તરીકે ને પહેલી ફિલ્મમાં કામ કરતો હતો ત્યારે એને એક સપનું આવ્યું કે ભવિષ્યમાંથી એક રોબોટ એને મારવા આવે છે. આ એક સ્વપ્નને લઈને એણે સ્ટોરી બનાવી કાઢી અને એ ટ્રક ડ્રાઈવર મોટો ફિલ્મ મેકર બની ગયો. એની જ હમણાં આવેલી એક ફિલ્મે એની આ પહેલા ની ફિલ્મ ની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.

ફિલ્મના અઠંગ જાણકારોને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ કોની વાત થાય છે, તોય તમારી ખાતરી અને બીજાના જ્ઞાન માટે કહી દઈએ. આ ટ્રક ડ્રાઈવર કમ ફિલ્મ ડાયરેક્ટર નું નામ જેમ્સ ફ્રાન્સીસ કેમરૂન ઉર્ફે (ટાઈટેનિક અને અવતાર ફેઈમ) ” ધ જેમ્સ કેમરૂન “.

સ્ટાર વોર્સનો પ્રભાવ માત્ર મારી તમારી જેવા સામાન્ય ફેન્સ પર જ નહિ પણ ફિલ્મ મેકર્સ, રાઈટર્સ, કોમિક બુક રાઈટર્સ વગેરે ઉપર પણ જોરદાર પડ્યો હતો. લુકાસે એમની ઈમેજીનેશનને નવી ઉંચાઈ આપી હતી એટલું જ નહિ, પણ એમની માટે બીઝનેસના નવા દ્વાર ખોલી નાખ્યા હતા. યાદ છે? એપિસોડ 1 માં આપણે મર્ચન્ડાઈઝિંગ ની વાત કરી હતી, અને સાથે સાથે “સ્પ્લીન્ટર ઓફ ધ માઈન્ડસ આય” નામની નવલકથા નો ઉલ્લેખ કર્યો હતો? આ નવલકથમાં સ્ટાર વોર્સ પછી થોડા જ સમયમાં બનેલી લ્યુક અને લિયાના સાહસો ની વાત હતી, આ એ વાત હતી કે જે ફિલ્મો માં ક્યાય કહેવાઈ નથી, પણ એનો ઉપયોગ પછીની ફિલ્મોમાં કરાયો છે. આ નવલકથા “સ્ટાર વોર્સ ધ એક્સપાન્ડેડ યુનિવર્સ” તરીકે ઓળખાનાર યુનિવર્સ નું સહુ પ્રથમ સાહસ હતું.

એક્સપાન્ડેડ યુનિવર્સ : ઘણી વખત એવું બને છે કે કોઈ સર્જકની મૂળ કથા-વાર્તામાં ક્યાંક એવું તરણું હોય જેને ઝાલીને આખી નવી સ્ટોરી બનાવી શકાય, ચાહે એ સ્ટોરી મૂળ વાર્તા ની પહેલા બને ,પછી બને, મૂળ વાર્તા ની સમાંતર ચાલતી રહે, વાર્તાના બધા જ પાત્રોને સાંકળે કે કોઈ એક પાત્ર અથવા સિચ્યુએશન પર ફોકસ કરે. આ સર્જન એના મૂળ માધ્યમ પર જ થાય (જેમકે ઓરીજીનલ પુસ્તક હોય તો આવું ડેરીવેટીવ કામ પણ પુસ્તક પર જ થાય) અથવા માધ્યમ બદલાય(જેમકે ફિલ્મ ની વાર્તા નો આધાર લઇ ને પુસ્તક લખાય અથવા ટીવી સીરીયલ બને), અને આ બધું કામ એ સર્જક સિવાય ના બીજા સર્જકો કરે. ન સમજાયું? 😛

Splinter of the mind's eye

Splinter of the mind’s eye: The first Star Wars EU publication

લાઈવ એકઝામ્પલ જોવું છે? જયભાઈ ની આ પોસ્ટ જુઓ.આખી વાર્તા વાંચી? એ પછી કમેન્ટ સેક્શનમાં સંકેતની આ કમેન્ટ વાચો.મૂળ સ્ટોરી જયભાઈએ લખેલી છે, પણ એના ઉપરથી સંકેત, અને બીજા ઘણા લેખકો એ પોતપોતાની રીતે જયભાઈએ જ્યાંથી વાર્તા પૂરી કરી ત્યાંથી વાર્તા શરુ કરી. મૂળ સ્ટોરીના પાત્રો, સેટ અપ, (પોસીબલ હોય તો સ્થળ અને કાળ) ને લઇને વાર્તા આગળ ધપાવી છે. આ ગુજરાત અને ગુજરાતી સાહિત્યમાં ડેરીવેટીવ ફિક્શનમાં થયેલા કામનું બહુ પ્રાથમિક ઉદાહરણ છે.

સ્ટાર વોર્સ અને એના એક્સપાંડેબલ યુનિવર્સ માં આનાથી ક્યાય ઊંચા લેવલ નું કામ કાજ થયેલું છે. ડાર્ક હોર્સ કોમિક્સ, એલન ડીન ફોસ્ટર, ટીમોથી ઝાહન વગેરે તો ખાલી આ વિશાળ દરિયાના કેટલાક ચમકતા મોતી છે. જરાક વિચારો, સ્ટાર વોર્સ ની છ ફિલ્મો 32 BBY થી લઇ ને 4 ABY સુધી નો જ સમય કવર કરે છે [સ્ટાર વોર્સ પાર્ટ 4 માં જે બેટલ ઓફ યાવીન થઇ હતી જેમાં રીબેલીયન ફોર્સ ડેથ સ્ટારનો ખાત્મો બોલાવે છે, એ ઘટનાને ૦ મુ વર્ષ [Year Zero] ગણી અને એ પહેલાની ઘટનાઓ બીફોર બેટલ ઓફ યાવીન(BBY) અને પછીની ઘટનાઓ આફ્ટર બેટલ ઓફ યાવીન(ABY) ગણી છે]. પણ જાયન્ટ સાઈઝ એક્સ્પાંડેડ યુનિવર્સ 25૦૦૦ BBY થી શરુ કરી ને 138 ABY નો સમય કવર કરે છે.અને હજી આ યુનિવર્સ નું એકસ્પાન્શન કામ ચાલુ જ છે.

અને આ કામ માત્ર એક મીડિયામાં જ નથી થયું, ધ ફર્સ્ટ એવી  સ્ટાર વોર્સ હોલીડે સ્પેશીયલ (જેને ફેન્સ અને જ્યોર્જ લુકાસ બંને તરફ થી રીજેકશન મળેલું) થી શરુ કરીને (અ)ત્યારે ચાલી રહેલી સ્ટાર વોર્સ-ધ ક્લોન વોર્સ જેવી ટેલીવિઝન સીરીઝ હોય, કે પછી સ્પ્લીન્ટર.., ટીમોથી ઝાહનની થોન ટ્રાયલોજી (જેને ઘણા ફેન્સ કદી ન બનેલી સિકવલ ટ્રાયલોજી માને છે.)  કે પછી ડાર્ક હોર્સ કોમિક્સની એમ્પેરરના ક્લોન્સ અને સીથ લોર્ડ લ્યુક સ્કાયવોકર (કયું? ચૌક ગયે બબુઆ?) ના સાહસો ની વાર્તા કહેતી ડાર્ક એમ્પાયર, કે હાન સોલો અને લિયા ઓર્ગાના ના સંતાનો ની સાહસ ગાથા કહેતી કોમિક્સ, કે ઇવન ઓરીજીનલ ટ્રાયલોજી વખતના રેડિયો ડ્રામા, સ્ટાર વોર્સ ના એક્સ્પાંડેડ યુનિવર્સ એ સ્ટેજ સિવાયના કોઈ માધ્યમને નથી છોડ્યું.

thrawn_trilogy

Thawn Trilogy

સ્ટાર વોર્સ નું એક્સ્પાંડેડ યુનિવર્સ કઈ પહેલી વાર નું નથી, ક્લાસિક ઈંગ્લીશ લીટરેચર માં શેરલોક હોમ્સ સાથે પણ આવું થયું હોવા નું જાણવા મળે છે. અને બીજા પણ આવા ડેરીવેટીવ વર્કસ મળી શકે છે. પણ સ્ટાર વોર્સના એક્સ્પાંડેડ યુનિવર્સને યુનિક બનાવે છે એની બે બાબતો, ૧. લુકાસ નો(હવે ડીઝની નો) કંટ્રોલ અને એનું લાઈસન્સિંગ. અને ૨. માત્ર એક તરફી નહિ પણ બંને તરફથી મળેલી પ્રેરણાઓ. યેસ, અત્યાર સુધીમાં કોઈ પણ ડેરીવેટીવ કામમાં એના મૂળ સર્જકનો આ રીતનો કંટ્રોલ જોવા નથી મળ્યો, એક્સ્પાંડેડ યુનિવર્સના બધાજ કામ જ્યોર્જ લુકાસની રહેમ નજર તળેથી જાય છે અને લુકાસ પોતે એ કામ કેટલું ઓફીશીયલ છે એ નક્કી કરે છે. માત્ર એટલું જ નહિ, લુકાસનો ઘણા સર્જનમાં એક્ટીવ ફાળો જોવા મળે છે, લુકાસ આર્ટસ બેનર નીચે રચાતી બધી જ સ્ટાર વોર્સ ગેઈમ્સ ની વાર્તા લુકાસે પોતે લખેલી છે. અને અત્યારે ચાલતી ધ ક્લોન વોર્સ ના ઘણા રાઈટર્સ પૈકી લુકાસ પણ એમનો એક છે.

 

એનો સીધો મતલબ એ થયો કે લગભગ ૩૦૦૦૦ વર્ષ કવર કરતી વાર્તામાં ક્યાય કોઈ કચાશ નહિ રહે, જે વાર્તા ફિલ્મોમાં કહેવાઈ છે એનો વિરોધ કરતી કે છેદ ઉડાડતી કોઈ વાત એક્સ્પાંડેડ યુનિવર્સમાં જોવા નહિ મળે, અને જે થોડા ઘણા આવા ઉદાહરણ જોવા મળે એના માટે પણ અલગ થી રેટકોન્સ બનાવવા માં આવ્યા છે. જે એક રીતે સારી વાત છે.

Boba Fett

Boba Fett- Popular Star Wars Character first introduced in Star Wars Holiday special

અને માત્ર એવું નથી કે સ્ટાર વોર્સ ની ફિલ્મોમાંથી જ એક્સ્પાંડેડ યુનિવર્સ રચાયું છે, એક્સ્પાંડેડ યુનિવર્સની સ્ટાર વોર્સ ની પ્રિકવલ ટ્રાયલોજી માં બહુ છુટ્ટા હાથે મદદ લેવાઈ છે. જેમકે ઈમ્પીરીયલ કેપિટલનું નામ. ઓરીજીનલ ટ્રાયલોજીમાં એ ગ્રહનું નામ ખાલી ઈમ્પીરીયલ કેપિટલ જ હતું, પણ ટીમોથી ઝાહનની થોન ટ્રાયલોજીમાં વપરાયેલું કોરુસાન્ટ નામ લુકાસને એટલું ગમી ગયેલું કે એણે પછીથી સ્પેશીયલ એડીશન અને પ્રિકવલ ટ્રાયલોજીમાં ઉપયોગ કરી લીધું,આ સિવાય બહુ લોકપ્રિય બનેલું કેરેક્ટર બોબા ફેટ્ટનું સર્જન પણ એક્સ્પાંડેડ યુનિવર્સમાં થયેલું. આ સિવાય પણ એવા ઘણા એકઝામ્પલ છે જે તમને અહી વાચવા મળશે.

બસ તો અમને આ છ પોસ્ટ લખવા માટે પ્રેરણા આપનાર ફિલ્મ સાગા અને એના અમને ગમતા કેટલાક પાસાઓ ની ચર્ચા પર અહીયાજ ફૂલસ્ટોપ ઉર્ફે પૂર્ણવિરામ(?) મૂકી દઈએ છીએ, આ સાથે જ આ પોસ્ટ અને નક્કી કર્યા પ્રમાણે સ્ટાર વોર્સ સીરીઝ નો અંત આવે છે. [જેવા લુકાસ દેવ અમને ફળ્યા એવા સહુ ને ફળજો 😛 ] . જો તમે સીરીઝ ની બધી જ ફિલ્મો જોઈ હશે તો તમને આ સીરીઝ વાંચવાની પણ કદાચ મજા આવી હશે, અને તમે આ સીરીઝ થી અજાણ હશો તો અમને આશા છે કે આ સિરીઝે પેલી સીરીઝ જોવાની કિક લગાડી દીધી હશે. અમને બંને કેસ માં તમારી સાથે આ વાત કરવાની મજા આવી….. સો અત્યારે ટીમ મેઘદૂત તરફથી અત્યાર પુરતી જ (અને કાયમ માટે નહિ)

મે ધ ફોર્સ બી વિથ યુ.

સેમીકોલોન:

And the journey of Star Wars comes to an end, Or are we expecting a new beginning from all of you? 😉

ક્યાંય ન વળતો મોડ છે આ પૂછવું કોને?

સતત ભાગતો રોડ છે આ પૂછવું કોને?

સુગંધ- વળી કઈ બલા છે,કોને ખબર?

ફૂલ વગરનો છોડ છે આ પૂછવું કોને?

તારું ય જ્ઞાન સાચું ને મારું ય જ્ઞાન સાચું,

ખાટલે મોટી ખોડ છે આ પૂછવું કોને?

આગળની ખબર નથી ને પાછળની ખબર નથી,

એક પત્તાની  જોડ છે આ પૂછવું કોને?

એક જાતવાન ઘોડો જોઈએ દાવ પર રમવા માટે,

ઉંદરડાની દોડ છે આ પૂછવું કોને?

– હસ્તે પ્રશમ ત્રિવેદી, તા. 10/6/2012.. 😛

%d bloggers like this: