• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,302 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

Delightful Dubai, Terrific Turkey – 10

12 July

સવારે ઉઠીને નાસ્તો કર્યો અને પછી બપોર સુધી મુવી જો જો કર્યું કેમકે બધું જોવાનું તો પતી ગયું હતું. સાંજે પાંચ વાગે એરપોર્ટ પહોચવાનું હતું એટલે લુસ લુસ ખાઈને નીકળી ગયા. એરપોર્ટ પહોચ્યા તો પેલા કસ્ટમવાળા હારે પછી માથાકૂટ થઇ કેમકે એ અમને રાતના આઠ વાગ્યા પહેલા અમારા LED TV અને Home Theater આપવાની ના પડતો હતો. ખેર, થોડા કલાકો પછી એ પણ લઈને અમે ચેક ઇન માં ગયા તો નવી રોન નીકળી. ટર્કીશ એરલાઈન્સવાળાઓએ એમ કહ્યું કે તમે અહીંથી આ સામાન ન લઇ જઈ શકો. 😦 અમે સામી દલીલ કરી કે દુબઈથી તો અમને એવું કશું જ કહેવામાં નહોતું આવ્યું તો હવે શેના પત્તર ફાડો છો?  પછી એ લોકો એ સામાન પર લાગેલા બેગેજ સ્ટીકર્સ જોયા અને એ ફાટ્યા નહોતા એટલે એ લોકોએ એવું કહ્યું કે દુબઈ એરપોર્ટની અમારી એરલાઈનની ભૂલ છે એટલે અમે તમારો આ સામાન દુબઈ મોકલી આપીશું અને એમની ‘બજાવવા’ તમારા સામાનના ફોટા લઈશું. [એ અલગ વાત છે કે ત્યાં સુધીમાં મેં અને મૌલિકે એ લોકોની બરોબરની ‘બજાવી’ હતી… 😛 😉 ]

13 July

ફોટા અને એ બધું પતી ગયા પછી અમે ચેક ઇન થયા અને હેમખેમ દુબઈ ઉતર્યા વહેલી સવારે. ત્યાં જેટ એરવેઝના કાઉન્ટર પાસે જ અમે લંબાવ્યું. થોડે દુર નીગ્રો ફેમીલી સુતેલું હતું. થોડું જ ઊંઘ્યા ત્યાં એક ભેંસનુમા બુરખાધારી બાઈ આવીને બબડવા માંડી કે અહિયા કેમ સુતા છો અને એવું એવું. વળી મને પીસ્ટન છટકાવવાની દુર્વૃત્તિ થઇ આવી અને મેં એની જોડે દલીલો કરી કે તું અને તારું ફેમીલી આવી રીતે ટ્રાવેલ કરતું હોય અને તને કોઈ આવી રીતે ઉઠાડે તો તને ગમશે? [જવાબ- એતો ન ગમે હો. જવાબ પુરો.] અમે ઉતરીને અમારા ટર્મિનલ પાસે જઈને બેઠા.

ભલું થજો ઓલા બરિસ્તાવાળાનું, જેણે અમને ગરમ પાણી આપ્યું અને એમાં ગીરનાર ચા ની ઇન્સ્ટન્ટ પેકેટ નાખીને અમે મસ્ત મસાલા ચા પીધી. ફ્લાઈટમાં બેઠા અને થોડું જમીને સુઈ ગયા. ઉતર્યા મુંબઈ એરપોર્ટ. ત્યાં કસ્ટમવાળા જોડે થોડી રકઝક થઇ કેમકે એના લીસ્ટ મુજબ અમારા એક LED TV  નો ભાવ ચાલીસ હજાર થતો હતો અને એના પરની ડ્યુટી ગણો તો લગભગ પાંચેક હજાર જેટલી થતી હતી. તરત મેં દુબઈમાંથી ગોતેલું કસ્ટમ બેગેજ રૂલ્સનું પ્રિન્ટઆઉટ આપ્યું અને કહ્યું કે તમારા રુલ જ કહે છે કે ટીવી લઇ જઈ શકાય છે. પછી તો એ લોકો રીતસર ઉતરી આવ્યા કે થોડાક તો આપો.. 😛

પપ્પા અને ઉમેશ અંકલે મેળ કરી નાખ્યો અને અમે દોડ્યા ડોમેસ્ટિક ટર્મિનલ તરફ. બોર્ડીંગ પાસ આપવા માટે કોઈ જ નહિ ને ત્યાં જેટ એરવેઝના કાઉન્ટર પર બિચારો એક એક્સીક્યુટીવ દુકાન વધાવવાની તૈયારી માં હતો ત્યાં અમે એને પકડ્યો. થોડી રીક્વેસ્ટ કરી કે અમારે મોડું થાય છે. તો એણે વોકી ટોકી પર બસ બોલાવી અને અમને ઠેઠ ડોમેસ્ટિક ટર્મિનલ તરફ મૂકી ગયો. 🙂 ત્યારે ખાતરી થઇ કે યેસ, ઇન્ડિયા એટલું બી ખરાબ નથી યાર… 🙂

ગેટ પર જઈને બેઠા તો પારાવાર ભીડ. ખબર નહિ કેમ પણ પછી ન્યુઝમાં આવ્યું કે ઓપેરા હાઉસમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. 😦 એટલે મમ્મીની સુચના અનુસાર મેં ઘરના બધાઓને મેસેજ  કન્વે કર્યા કે અમે શાંતિથી ઇન્ડિયા આવી ગયા છીએ. અહિયા બોમ્બ બ્લાસ્ટ થયા છે પણ ચિંતા જેવું નથી વગેરે વગેરે. સાત વાગે ફ્લાઈટમાં બેઠા અને ફરીવાર જાણીતી બેચેની ઘેરી વળી. બ્લુ ફીલીંગ થઇ આવી ઘરને મિસ કર્યાની, દેશની ધરતી પર કાયમ રહેલા અભિમાનની, બ્લાસ્ટને લીધે ઉકળેલા ખુનની… 😦 😦
અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા સાડા દસે. મામાનો દીકરો લેવા આવ્યો હતો અને એને પગે લાગતા પહેલા બહાર ઉડતી ધૂળને નીચે નમીને મુઠ્ઠીમાં ભરી લીધી અને માથે ચડાવી લીધી. એ પછી મન ભરીને વહેતો પવન નાકમાં ઠાંસી ઠાંસીને ભર્યો. ગમે તે સાફ સુથરા દેશમાં જાવ; હોમ કન્ટ્રીની ખુશ્બુ સાલી સૌથી વધુ ગમે છે. જાણે આપડે બહારગામ રહેતા હોઈએ અને રજાઓમાં ઘેર આવીએ ત્યારે સૌથી પહેલું મમ્મીને બથ ભરવાનું મન થાય એવું થઇ આવે. વર્ષોથી રહેતા હોઈએ અને અચાનક જાણે જન્મ્યા હોઈએ એટલું કુતુહલ એજ ગલીઓ,રસ્તાઓને જોઈને થઇ આવે એજ આ યાત્રાનું જમા પાસુ છે. 😛
પાપીની કાગવાણી:
સોને કી ચીડીયા, ડેંગ્યુ મલેરિયા,
ગુડ ભી હૈ, ગોબર ભી,
ભારત માતા કી જય… 😉 😛

Delightful Dubai, Terrific Turkey – 9

અગિયાર જુલાઈ

બ્લુ મોસ્ક [મસ્જીદ] જોઈ અને એના વિષે થોડી ફની વાત પણ જાણવા મળી. આ મસ્જીદ બંધાવનાર રાજાને આખી મસ્જીદ સોનાની બનાવવી હતી,પણ સોનું એટલી સ્ટ્રોંગ ધાતુ નથી એ આર્કિટેક્ટને ખબર હતી એટલે એણે બુદ્ધિ વાપરીને છ મિનારા બનાવ્યા. રાજાએ જયારે કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે લે,તમે સોનાની બનાવવાનું કહ્યું હતું?મેં તો છ મિનારાનું કહો છો એમ માનીને બાંધ્યું બધું. [ટર્કીશમાં સોનું અને છ બેય સમાનાર્થી થાય છે કદાચ. ;)] દરેક મોસ્કને પોતાનું બજાર છે જ્યાં ટ્રેડીશનલ ચીજો મોંઘા ભાવે વેચતા માણસો મૌજૂદ છે.બ્લુ મોસ્કમાં પ્રવેશો ત્યાં નાનો એવો ઢાળ છે અને ત્યાંથી ડાબી બાજુ મુખ્ય દરવાજો આવે છે.ત્યાંથી અંદર જાવ એટલે વિશાળ ચોગાન આવે છે જેમાં વચ્ચોવચ્ચ એક નાના મિનારા જેવું બાંધકામ છે.ત્યાંથી ડાબે જુઓ એટલે મસ્જિદમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર દેખાય.

Decorative Dishes

Entrance of Blue Mosque

Blue Mosque

Internal View of Blue Mosque

ત્યાં આગળ ઘુટણ-કોણી ઢાંકીને અને જુતા ઉતારીને અંદર જવાનું હોય છે કેમકે એ હજી પણ નમાજ અદા કરવા માટે વપરાય છે. અંદર જાવ એટલે વિશાલ ઘુમ્મટ અને ત્યાંથી કેબલના સહારે ઝૂલતા ઝુમ્મર દેખાય.મોટા મોટા પીલર્સ અંદરુની સુંદરતાને વધુ ઉજાગર કરે છે.ચક્કર મારીને બહારની બાજુ નીકળો ત્યારે જીહાન અમને રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટીન એ મુકાવેલ સ્તંભ જોવાનું કહે છે.એ સ્તંભ રોમન સામ્રાજ્યના વખતનો છે.એની સામે જ બીજો સ્તંભ છે જે ઇજિપ્શિયન વખતનો છે અને એના પર ઈજીપ્તની ચિત્રલીપીમાં લખાણ છે. ત્યાંથી આગળ વધો એટલે જર્મન સમ્રાટ વિલ્હેમ કૈઝર બીજાએ તુર્કીના રાજાને ગીફ્ટમાં આપેલો ફુવારો જોવા મળે છે.આ ફુવારો બંધાયો જર્મનીમાં અને પછી લવાયો તુર્કીમાં.

German Fountain

ફુવારાની સામે રાબેતા મુજબ જાતજાતની વસ્તુઓ વેચતી દુકાનો છે.પણ અમારું ધ્યાન ખેંચ્યું એક આઈસક્રીમવાળાએ. એ કૈક જોર દઈને સ્કૂપ ભરતો હતો અને ગ્રાહકને આઈસ્ક્રીમ પોતાના હાથે ખવડાવે છે એવો અભિનય કરે ને લલચાવે.આવા નાટકને જોવાની મજા પડી ગઈ. પાછળથી જીહાને કહ્યું કે ટર્કીશ આઈસ્ક્રીમ હાર્ડ હોય છે એટલે એ જોર દઈને સ્કૂપ કાઢે છે. હાયા સોફિયા મ્યુઝીયમ જોવાનું પોસિબલ ન થયું કેમકે દર સોમવારે એ બંધ રહે છે.પણ મજા આવી તોપ્કાપી પેલેસ જોવાની.

અહીંયા રાજાઓનો સોળમી સદીના વખતનો ખજાનો જેમનો તેમ સચવાયો છે.તમે જોઈ શકો પણ ફોટા ન પાડી શકો. પાડવા જાવ તો સિક્યુરિટી ગાર્ડ તમને ખીજાય.જાતજાતના મેડલ્સ,બ્રોચ,સિંહાસનો જોયા.પણ સૌથી વધુ આંખો ખેંચાઈ ‘મયુરાસન’માં. નાદિર શાહ ઉપાડીને લઇ આવેલો એ મયુરાસન. THRONE OF PEACOCK એવું નામ લખ્યું છે. મરુન કલરનું છે અને બીજા બધા સિંહાસનોમાં એ  સાઈઝમાં સૌથી મોટું છે. એના પાયા જુના જમાનાના ઢોલિયાના પાયાની યાદ અપાવે છે. અહીના રાજાઓ જે રત્નો યુઝ કરતા એમાં પન્ના,માણેક અને નીલમનો વપરાશ વિશેષ જોવા મળે છે. મુગટની ઉપર લગાવવાના ફૂમતા પણ રત્નોથી લાદેલા જોવા મળે છે. એ જમાનાની તલવારો પણ છે પરંતુ એ એટલી પ્રભાવક નથી લાગી.

Treasury 1

ખેર, હોટેલ પહોચ્યા અને થોડો આરામ કર્યો. સાંજે જીહાને મને અને મૌલિકને એને ત્યાં ગેટ ટુગેધર છે એવું કહીને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. મને ખાસ ઈચ્છા નહોતી પણ એણે બહુ આગ્રહ કર્યો એટલે મૌલિકને ત્યાં જવું પડ્યું. હું વાઈ-ફાઈમાં ઘોકાઘાણી કરતો મુવી જોતો તો.આ હોટેલના રૂમો પણ ભૂલ ભૂલામણી જેવા છે.કઈ કેટલુંય વટાવો એ પછી અમારો રૂમ આવે. પણ એ સારું થયું કેમકે અમારી ધાણીફૂટ સ્વસ્તીઓ મમ્મી પપ્પા ન સાંભળે એ જ વધુ હિતાવહ હતું. 😉 મૌલિક રાતે બાર વાગ્યા સુધી નહોતો આવ્યો અને ઉમેશ અંકલના ત્રણ ફોન આવી ગયેલા કે ઓલો આવ્યો કે નહિ!! પેલો આવ્યો અને ફોન બોન પર વાત કરાવી દીધી પછી પાછા અમે મુવી જોવા બેઠા. 🙂