• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  September 2020
  M T W T F S S
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  282930  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

Delightful Dubai, Terrific Turkey – 8

Bosphorus Cruise

દસ જુલાઈ.

આજે બોસ્ફરસ ક્રુઝનો વારો છે. માર્મરા સમુદ્ર ફરતે ચક્કર લગાવવાનું છે. આ ક્રુઝમાં જ ફિલ્મ ‘ગુરુ’નું શુટીંગ થયું છે.મલ્લિકા શેરાવત કરતા પેલી ગાયક[નીતિ મોહન]નો અવાજ જેમાં વધુ જામે છે એ ‘મૈયા મૈયા’ ગીતનો આઉટડોર શૂટ અહી આ ક્રુઝ પર થયેલો છે. ક્રુઝની પછવાડે જઈને સમુદ્ર પર નજર કરી. નજર ફરતી ફરતી નીચે સુકાન પાસે ગઈ ને મન કડવું થઇ ગયું. સાલા ટુરીસ્ટોએ એમાં પાણીની બોટલ્સ, પ્લાસ્ટીકના ઝભલા અને બીજો કચરો નાખ્યો હતો. પ્લેનમાંથી જ્યારે જોયું હતું ત્યારે જે કુદરતી સૌન્દર્ય જોવા મળ્યું હતું અને ધરતી પર હૈયાફાટ પ્રેમ ઉભરાયો હતો એ જ ધરતીના સમુદ્રની આવી હાલત જોઈને મગજનો પીસ્ટન છટક્યો.

Garbage in the Sea

View through Cruise

Hotel for staying the Footballers

Government University , Istanbul

It ‘s the windscreen reflection of the view…

ક્રુઝ પૂરી કરીને ‘સ્પાઈસ બઝાર’ ગયા. આ બઝાર 1597-1664 દરમિયાન બનેલું છે અને એ મુખ્યત્વે ઇજિપ્શિયન ઢબનું છે. મુસ્તફા આગા નામના આર્કિટેક્ટ એ આ બઝારનું બાંધકામ કર્યું છે. યેની કેમી કોમ્પ્લેક્સનો એક ભાગ બનેલું આ બઝાર ઇસ્તાન્બુલની બીજા નંબરની સૌથી મોટી મસ્જીદમાં છે. દરેક મસ્જીદ પોતાનું એક બઝાર ધરાવે છે. અહિયા સોનાની વસ્તુઓમાં બે જાતના કેરેટ જોવા મળે છે. 14 કેરેટ અને 22 કેરેટ. અહીં કરન્સી રેટ 1 ડોલર=1.6 ટર્કીશ લીરા થાય છે. એ હિસાબે 1 ટર્કીશ લીરા= 28.87 INR થાય.

2nd Largest Mosque in Turkey

Spice Bazaar

Gold Products in the Bazaar

Some More…

2nd Largest Mosque in Turkey

Te amor, TE DE AMOR…

Delightful Dubai, Terrific Turkey – 7

નવ જુલાઈ.


સવારે છ વાગીને ચાલીસ મીનીટે ઇસ્તાંબુલ માટે રવાના થયા.પણ સફરમાં દુબઈથી લીધેલા ત્રણ LED TV અને બે Home Theaterની પણ ચિંતા હતી. તુર્કી પહોચ્યા ત્યારે એરાઈવલમાંથી જતા હતા ત્યાં એક કસ્ટમ અધિકારીએ રોક્યા અને તુર્કીશ ભાષામાં કૈક બોલવા લાગ્યો.અમે બને એટલી શાંતિથી એને ઇંગ્લીશમાં બોલવા કહ્યું પણ એ ન સમજ્યો અને એના સીનીયરને ઉપાડીને અમારી પાસે લઇ આવ્યો.એ પણ એમ જ તુર્કીશમાં બબડવા માંડ્યો એટલે હું ગેટ પાસે જઈને અમારા ગાઈડને ગોતવા લાગ્યો. ઝડપી વાંચવાની ટેવ ત્યાં કામ લાગી અને પેલાને બોર્ડ વાંચીને અંદર બોલાવ્યો.નામ જીહાન. એને અમે આખી મેટર સમજાવી ત્યારે એણે પેલાની વાત સમજીને અમને કહ્યું કે તમારે તમારો ઇલેક્ટ્રોનિક સામાન સાથે લઇ જવાનું એલાઉડ નથી પણ તમે અહીના લોકર રૂમમાં તમારા ઇલેક્ટ્રોનિક સામાનને મુકો એ વિધિ પતાવી અમે ગેટની બહાર નીકળ્યા ત્યાં મન તરબતર થઇ જાય એવું વાતાવરણ મળ્યું. દુબઈની માથું ફાડતી ગરમીની સામે અહિયા ખરા અર્થમાં ‘ઠંડક’ થઇ.

Istanbul-Turkey

Hotel Pera Tulip

Street View from Hotel Entrance

બાર વાગે પહોચ્યા હોટેલ ‘ટ્યુલિપ પેરા’માં. પેરા એ અહીના વિસ્તારનું નામ છે એટલે દરેક હોટેલના નામ પાછળ ‘પેરા’ લાગે છે. હોટેલ એક એવી શેરીમાં છે જ્યાં ગેટની ડાબી બાજુ નાની એવી શોપ છે જ્યાં બધું જ[!!] મળે છે. જમણી બાજુ થોડુંક ચાલો ત્યાં એક ઢાળ આવે છે. એ ઢાળ ચડતા જાવ ત્યાં ડાબા હાથે ફ્રુટની લારી છે જેમાં મસ્ત મસ્ત ફ્રુટ બાસ્કેટ ગોઠવેલા દેખાય છે. ઢાળ ઉતરો ત્યાં શહેરની ફેમસ સ્ટ્રીટ છે જે લગભગ ત્રણ કિલોમીટર લાંબી છે. અમારા ગાઈડ જીહાનનું કહેવું છે કે એ યુરોપની સૌથી બીઝી સ્ટ્રીટ છે. પુષ્કળ માણસો આવજા કરે છે.ઢાળ ઉતરીને જમણી બાજુ જુઓ તો ગલાતા ટાવર દેખાય. મ્યુનીસીપાલીટીનું બિલ્ડીંગ છે એ.પહેલાના સમયમાં દીવાદાંડી તરીકે યુઝ થતો એ ટાવર, આજે મ્યુનીસીપાલીટીનું બિલ્ડીંગ છે. એની બિલકુલ સામે મોટો એવો તુર્કીનો રાષ્ટ્રીય ધ્વજ છે.સફેદ ચંદ્ર અને એજ રંગના થોડાક તારા વિથ રેડ બેકગ્રાઉન્ડ.
પહેલાના સમયમાં તુર્કી બાઝેન્ટૈન[એટલે કે રોમન] સામ્રાજ્યમાં હતું.પછી ઓટોમાન તુર્ક લોકો એ તુર્કી જીત્યું અને ઇસ્તાન્બુલને પોતાનું પાટનગર બનાવ્યું. ઇસ્તાન્બુલનું વધુ જાણીતું નામ કોન્સ્ટેન્ટીનોપલ છે.રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટીને એ નગર બંધાવ્યું હતું. અહીં હેરીટેજને સાથે રાખીને જીવતો સમાજ મોર્ડન પણ છે અને એટલે જ; ઇસ્તાન્બુલમાં ત્રીજી સદીનું ચર્ચ પણ છે, સોળમી સદીના બાંધકામો છે, મહાકાય મસ્જિદો છે અને ડિસ્કોથેક પણ છે.જર્મની જેવી સ્ટ્રીટસ આપણને યુરોપમાં ફરતા હોવાની લાગણી આપે છે. મુખ્યત્વે ઇસ્તાંબુલ બે ભાગમાં વિભાજીત છે. યુરોપિયન સાઈડ અને એશિયન સાઈડ. બંનેને જોડતા ઓલમોસ્ટ ત્રણ જેટલા બ્રીજ છે. વચ્ચે જે સમુદ્ર છે એ માર્મારા સમુદ્ર છે જે એક સાઈડેથી કાળા સમુદ્રને અને બીજી બાજુથી ભૂમધ્ય[Mediterian] સમુદ્રને જોડે છે. માત્ર બાવીસ વર્ષનો છે જીહાન અને એનો હિન્દી સોંગ અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝીકનો શોખ અમને જાણવા મળ્યો એટલે અમારી જોડે જલ્દી મિક્સ થઇ ગયો. એના મોઢે લતા મંગેશકર, પંડિત રવિશંકર અને અનુષ્કા રવિશંકરના નામ સાંભળીને ગજવા છાતી ફૂલી ગઈ. વાતોનો દોર શરુ થયો અને જાણવા મળ્યું કે ઇસ્તાંબુલ તુર્કીનું પાટનગર નથી, ‘અંકારા’ પાટનગર છે હાહા..અહિયા આર્ટ અને હેરીટેજ મુખ્ય આકર્ષણ છે. ઉપર વાત કરી એ ત્રીજી સદીના ચર્ચમાં ઓપેરાના કોન્સર્ટ થાય છે. જીહાન પણ ઓપેરા શીખે છે અને મેં એને ભારતીય મ્યુઝીકની ડેપ્થ અને તીવ્રતા સમજાવી તો એ આભો બની ગયો. મેં ફાંકો માર્યો કે અમારી પાસે આખો એક વેદ છે મ્યુઝીક ઉપર ગાંડા…!![હસો છો શું?ખરેખર છે લે… 😛 ]એડ્યુકેશન ફી આખા વર્ષની લગભગ 300 ટર્કીશ લીરા છે.મોટા ભાગના વિદ્યાર્થીઓ આર્ટ,ટુરીઝમ,કોમર્સ એવા ફીલ્ડ પસંદ કરે છે. ટુરીઝમ એન્ડ ગાઈડ નામનો કોર્સ ચાર વર્ષનો હોય છે. ગવર્મેન્ટ અને પ્રાઈવેટ એમ બેય પ્રકારની યુનિવર્સીટી છે અહિયા. અહીયાનું ફેવરીટ આલ્કોહોલિક ડ્રીંક ‘રક્ક’ છે જેને સાદા પાણીમાં નાખો ત્યારે એનો રંગ સફેદ થઇ જાય છે. એ સિવાય એ કલરલેસ હોય છે. રાતે અહીની ઇન્ડિયન મુસાફિર રેસ્ટોરન્ટમાં જમવા ગયા ત્યારે આખી સફરમાં પહેલી વાર ભારતીય જમવાનું મળ્યું.એ હોટેલનો ઓનર એક પાકિસ્તાની છે અને એટલે જ અમે કદાચ ઇન્ડિયાની સૌથી વધુ નજીક ત્યારે પહોચી શક્યા. રૂમ તો જાણે સરસ છે પણ ટીવીમાં એક ચેનલ સમજાય એવી ભાષામાં નથી આવતી. હોટેલવાળાને કહીને Wi-fi કનેક્ટીવીટી મેળવી લીધી છે એટલે હવે શાંતિથી બધાને મેસેજ કન્વે કરવાનું ચાલુ કર્યું.
 
પાપીની સુરીલી કાગવાણી:

ધ સંગીત સજેશન ઇજ બેક:
૧.  કહાની નું કોઈ પણ સોંગ: પિયા તું કાહે રૂઠા રે, કહાની ના બંને વર્ઝન, કે બચ્ચન વિથ રબીન્દ્રનાથ ટાગોર.ફિલ્મ જેટલી મેજિકલ છે મ્યુઝીક પણ એટલું જ મજેદાર છે.
૨. ફાયર વિથ ફાયર ફ્રોમ સીઝર સિસ્ટર્સ – ઈ એ સ્પોર્ટ્સ ફીફા ૧૧ સાઉન્ડ ટ્રેક – અનધર ઇન્સ્પીરેશનલ સોંગ નોટ ટુ મિસ.
૩. માય વિશ કમ્સ ટ્રૂ – કિસના (એ આર રેહમાન) : રાધા અને કૃષ્ણ પર ગ્રાંડ ઓપેરા પરફોર્મ કરી શકાય છે.
   
%d bloggers like this: