Delightful Dubai, Terrific Turkey – 9

અગિયાર જુલાઈ

બ્લુ મોસ્ક [મસ્જીદ] જોઈ અને એના વિષે થોડી ફની વાત પણ જાણવા મળી. આ મસ્જીદ બંધાવનાર રાજાને આખી મસ્જીદ સોનાની બનાવવી હતી,પણ સોનું એટલી સ્ટ્રોંગ ધાતુ નથી એ આર્કિટેક્ટને ખબર હતી એટલે એણે બુદ્ધિ વાપરીને છ મિનારા બનાવ્યા. રાજાએ જયારે કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે લે,તમે સોનાની બનાવવાનું કહ્યું હતું?મેં તો છ મિનારાનું કહો છો એમ માનીને બાંધ્યું બધું. [ટર્કીશમાં સોનું અને છ બેય સમાનાર્થી થાય છે કદાચ. ;)] દરેક મોસ્કને પોતાનું બજાર છે જ્યાં ટ્રેડીશનલ ચીજો મોંઘા ભાવે વેચતા માણસો મૌજૂદ છે.બ્લુ મોસ્કમાં પ્રવેશો ત્યાં નાનો એવો ઢાળ છે અને ત્યાંથી ડાબી બાજુ મુખ્ય દરવાજો આવે છે.ત્યાંથી અંદર જાવ એટલે વિશાળ ચોગાન આવે છે જેમાં વચ્ચોવચ્ચ એક નાના મિનારા જેવું બાંધકામ છે.ત્યાંથી ડાબે જુઓ એટલે મસ્જિદમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર દેખાય.

Decorative Dishes

Entrance of Blue Mosque

Blue Mosque

Internal View of Blue Mosque

ત્યાં આગળ ઘુટણ-કોણી ઢાંકીને અને જુતા ઉતારીને અંદર જવાનું હોય છે કેમકે એ હજી પણ નમાજ અદા કરવા માટે વપરાય છે. અંદર જાવ એટલે વિશાલ ઘુમ્મટ અને ત્યાંથી કેબલના સહારે ઝૂલતા ઝુમ્મર દેખાય.મોટા મોટા પીલર્સ અંદરુની સુંદરતાને વધુ ઉજાગર કરે છે.ચક્કર મારીને બહારની બાજુ નીકળો ત્યારે જીહાન અમને રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટીન એ મુકાવેલ સ્તંભ જોવાનું કહે છે.એ સ્તંભ રોમન સામ્રાજ્યના વખતનો છે.એની સામે જ બીજો સ્તંભ છે જે ઇજિપ્શિયન વખતનો છે અને એના પર ઈજીપ્તની ચિત્રલીપીમાં લખાણ છે. ત્યાંથી આગળ વધો એટલે જર્મન સમ્રાટ વિલ્હેમ કૈઝર બીજાએ તુર્કીના રાજાને ગીફ્ટમાં આપેલો ફુવારો જોવા મળે છે.આ ફુવારો બંધાયો જર્મનીમાં અને પછી લવાયો તુર્કીમાં.

German Fountain

ફુવારાની સામે રાબેતા મુજબ જાતજાતની વસ્તુઓ વેચતી દુકાનો છે.પણ અમારું ધ્યાન ખેંચ્યું એક આઈસક્રીમવાળાએ. એ કૈક જોર દઈને સ્કૂપ ભરતો હતો અને ગ્રાહકને આઈસ્ક્રીમ પોતાના હાથે ખવડાવે છે એવો અભિનય કરે ને લલચાવે.આવા નાટકને જોવાની મજા પડી ગઈ. પાછળથી જીહાને કહ્યું કે ટર્કીશ આઈસ્ક્રીમ હાર્ડ હોય છે એટલે એ જોર દઈને સ્કૂપ કાઢે છે. હાયા સોફિયા મ્યુઝીયમ જોવાનું પોસિબલ ન થયું કેમકે દર સોમવારે એ બંધ રહે છે.પણ મજા આવી તોપ્કાપી પેલેસ જોવાની.

અહીંયા રાજાઓનો સોળમી સદીના વખતનો ખજાનો જેમનો તેમ સચવાયો છે.તમે જોઈ શકો પણ ફોટા ન પાડી શકો. પાડવા જાવ તો સિક્યુરિટી ગાર્ડ તમને ખીજાય.જાતજાતના મેડલ્સ,બ્રોચ,સિંહાસનો જોયા.પણ સૌથી વધુ આંખો ખેંચાઈ ‘મયુરાસન’માં. નાદિર શાહ ઉપાડીને લઇ આવેલો એ મયુરાસન. THRONE OF PEACOCK એવું નામ લખ્યું છે. મરુન કલરનું છે અને બીજા બધા સિંહાસનોમાં એ  સાઈઝમાં સૌથી મોટું છે. એના પાયા જુના જમાનાના ઢોલિયાના પાયાની યાદ અપાવે છે. અહીના રાજાઓ જે રત્નો યુઝ કરતા એમાં પન્ના,માણેક અને નીલમનો વપરાશ વિશેષ જોવા મળે છે. મુગટની ઉપર લગાવવાના ફૂમતા પણ રત્નોથી લાદેલા જોવા મળે છે. એ જમાનાની તલવારો પણ છે પરંતુ એ એટલી પ્રભાવક નથી લાગી.

Treasury 1

ખેર, હોટેલ પહોચ્યા અને થોડો આરામ કર્યો. સાંજે જીહાને મને અને મૌલિકને એને ત્યાં ગેટ ટુગેધર છે એવું કહીને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. મને ખાસ ઈચ્છા નહોતી પણ એણે બહુ આગ્રહ કર્યો એટલે મૌલિકને ત્યાં જવું પડ્યું. હું વાઈ-ફાઈમાં ઘોકાઘાણી કરતો મુવી જોતો તો.આ હોટેલના રૂમો પણ ભૂલ ભૂલામણી જેવા છે.કઈ કેટલુંય વટાવો એ પછી અમારો રૂમ આવે. પણ એ સારું થયું કેમકે અમારી ધાણીફૂટ સ્વસ્તીઓ મમ્મી પપ્પા ન સાંભળે એ જ વધુ હિતાવહ હતું. ;) મૌલિક રાતે બાર વાગ્યા સુધી નહોતો આવ્યો અને ઉમેશ અંકલના ત્રણ ફોન આવી ગયેલા કે ઓલો આવ્યો કે નહિ!! પેલો આવ્યો અને ફોન બોન પર વાત કરાવી દીધી પછી પાછા અમે મુવી જોવા બેઠા.🙂

Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: