Delightful Dubai, Terrific Turkey – 10

12 July

સવારે ઉઠીને નાસ્તો કર્યો અને પછી બપોર સુધી મુવી જો જો કર્યું કેમકે બધું જોવાનું તો પતી ગયું હતું. સાંજે પાંચ વાગે એરપોર્ટ પહોચવાનું હતું એટલે લુસ લુસ ખાઈને નીકળી ગયા. એરપોર્ટ પહોચ્યા તો પેલા કસ્ટમવાળા હારે પછી માથાકૂટ થઇ કેમકે એ અમને રાતના આઠ વાગ્યા પહેલા અમારા LED TV અને Home Theater આપવાની ના પડતો હતો. ખેર, થોડા કલાકો પછી એ પણ લઈને અમે ચેક ઇન માં ગયા તો નવી રોન નીકળી. ટર્કીશ એરલાઈન્સવાળાઓએ એમ કહ્યું કે તમે અહીંથી આ સામાન ન લઇ જઈ શકો. :( અમે સામી દલીલ કરી કે દુબઈથી તો અમને એવું કશું જ કહેવામાં નહોતું આવ્યું તો હવે શેના પત્તર ફાડો છો?  પછી એ લોકો એ સામાન પર લાગેલા બેગેજ સ્ટીકર્સ જોયા અને એ ફાટ્યા નહોતા એટલે એ લોકોએ એવું કહ્યું કે દુબઈ એરપોર્ટની અમારી એરલાઈનની ભૂલ છે એટલે અમે તમારો આ સામાન દુબઈ મોકલી આપીશું અને એમની ‘બજાવવા’ તમારા સામાનના ફોટા લઈશું. [એ અલગ વાત છે કે ત્યાં સુધીમાં મેં અને મૌલિકે એ લોકોની બરોબરની ‘બજાવી’ હતી…😛 ;) ]

13 July

ફોટા અને એ બધું પતી ગયા પછી અમે ચેક ઇન થયા અને હેમખેમ દુબઈ ઉતર્યા વહેલી સવારે. ત્યાં જેટ એરવેઝના કાઉન્ટર પાસે જ અમે લંબાવ્યું. થોડે દુર નીગ્રો ફેમીલી સુતેલું હતું. થોડું જ ઊંઘ્યા ત્યાં એક ભેંસનુમા બુરખાધારી બાઈ આવીને બબડવા માંડી કે અહિયા કેમ સુતા છો અને એવું એવું. વળી મને પીસ્ટન છટકાવવાની દુર્વૃત્તિ થઇ આવી અને મેં એની જોડે દલીલો કરી કે તું અને તારું ફેમીલી આવી રીતે ટ્રાવેલ કરતું હોય અને તને કોઈ આવી રીતે ઉઠાડે તો તને ગમશે? [જવાબ- એતો ન ગમે હો. જવાબ પુરો.] અમે ઉતરીને અમારા ટર્મિનલ પાસે જઈને બેઠા.

ભલું થજો ઓલા બરિસ્તાવાળાનું, જેણે અમને ગરમ પાણી આપ્યું અને એમાં ગીરનાર ચા ની ઇન્સ્ટન્ટ પેકેટ નાખીને અમે મસ્ત મસાલા ચા પીધી. ફ્લાઈટમાં બેઠા અને થોડું જમીને સુઈ ગયા. ઉતર્યા મુંબઈ એરપોર્ટ. ત્યાં કસ્ટમવાળા જોડે થોડી રકઝક થઇ કેમકે એના લીસ્ટ મુજબ અમારા એક LED TV  નો ભાવ ચાલીસ હજાર થતો હતો અને એના પરની ડ્યુટી ગણો તો લગભગ પાંચેક હજાર જેટલી થતી હતી. તરત મેં દુબઈમાંથી ગોતેલું કસ્ટમ બેગેજ રૂલ્સનું પ્રિન્ટઆઉટ આપ્યું અને કહ્યું કે તમારા રુલ જ કહે છે કે ટીવી લઇ જઈ શકાય છે. પછી તો એ લોકો રીતસર ઉતરી આવ્યા કે થોડાક તો આપો..😛

પપ્પા અને ઉમેશ અંકલે મેળ કરી નાખ્યો અને અમે દોડ્યા ડોમેસ્ટિક ટર્મિનલ તરફ. બોર્ડીંગ પાસ આપવા માટે કોઈ જ નહિ ને ત્યાં જેટ એરવેઝના કાઉન્ટર પર બિચારો એક એક્સીક્યુટીવ દુકાન વધાવવાની તૈયારી માં હતો ત્યાં અમે એને પકડ્યો. થોડી રીક્વેસ્ટ કરી કે અમારે મોડું થાય છે. તો એણે વોકી ટોકી પર બસ બોલાવી અને અમને ઠેઠ ડોમેસ્ટિક ટર્મિનલ તરફ મૂકી ગયો. :) ત્યારે ખાતરી થઇ કે યેસ, ઇન્ડિયા એટલું બી ખરાબ નથી યાર…🙂

ગેટ પર જઈને બેઠા તો પારાવાર ભીડ. ખબર નહિ કેમ પણ પછી ન્યુઝમાં આવ્યું કે ઓપેરા હાઉસમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે.😦 એટલે મમ્મીની સુચના અનુસાર મેં ઘરના બધાઓને મેસેજ  કન્વે કર્યા કે અમે શાંતિથી ઇન્ડિયા આવી ગયા છીએ. અહિયા બોમ્બ બ્લાસ્ટ થયા છે પણ ચિંતા જેવું નથી વગેરે વગેરે. સાત વાગે ફ્લાઈટમાં બેઠા અને ફરીવાર જાણીતી બેચેની ઘેરી વળી. બ્લુ ફીલીંગ થઇ આવી ઘરને મિસ કર્યાની, દેશની ધરતી પર કાયમ રહેલા અભિમાનની, બ્લાસ્ટને લીધે ઉકળેલા ખુનની…😦😦
અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા સાડા દસે. મામાનો દીકરો લેવા આવ્યો હતો અને એને પગે લાગતા પહેલા બહાર ઉડતી ધૂળને નીચે નમીને મુઠ્ઠીમાં ભરી લીધી અને માથે ચડાવી લીધી. એ પછી મન ભરીને વહેતો પવન નાકમાં ઠાંસી ઠાંસીને ભર્યો. ગમે તે સાફ સુથરા દેશમાં જાવ; હોમ કન્ટ્રીની ખુશ્બુ સાલી સૌથી વધુ ગમે છે. જાણે આપડે બહારગામ રહેતા હોઈએ અને રજાઓમાં ઘેર આવીએ ત્યારે સૌથી પહેલું મમ્મીને બથ ભરવાનું મન થાય એવું થઇ આવે. વર્ષોથી રહેતા હોઈએ અને અચાનક જાણે જન્મ્યા હોઈએ એટલું કુતુહલ એજ ગલીઓ,રસ્તાઓને જોઈને થઇ આવે એજ આ યાત્રાનું જમા પાસુ છે.😛
પાપીની કાગવાણી:
સોને કી ચીડીયા, ડેંગ્યુ મલેરિયા,
ગુડ ભી હૈ, ગોબર ભી,
ભારત માતા કી જય…😉😛
Leave a comment

3 Comments

  1. thats why we say ” East or West India is the Best “

    Reply
  2. બજાતે રહો !

    ભેંસ કદાચ સફેદ પણ હોઈ શકે !

    કસ્ટમ = પગારદાર ભિખારી

    મમ્મીને બાથ ભરવાની વાત , તો તદન સાચી છે

    અને છેલ્લે , એક મારા પર સોલીડ મારા . . . જય જય જય : )

    આ સાથે આ મીની સીરીઝ પૂરી થઇ , બહુ મજા પડી , આની તો એક પોકેટ બુક બને એમ છે !

    તો ફરતા રહો , લખતા રહો , અને અમે મજાથી વાંચતા રહીશું , અલવિદા : )

    Reply
  3. એટલે જ હું બહારથી ફ્રીજ મેગ્નેટ સિવાય બીજું કશું લાવતો જ નથી😉

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: