• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  January 2012
  M T W T F S S
  « Dec   Feb »
   1
  2345678
  9101112131415
  16171819202122
  23242526272829
  3031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી- યું હોતા તો ક્યા હોતા

न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता
डुबोया मुझको होने ने,न होता मैं तो क्या होता?

हुआ जब ग़म से यूं बेहिस तो ग़म क्या सर के काटने का
न होता गर जुदा तन से तो जुनून पर धरा होता

हुई मुद्दत के ‘ग़ालिब’ मर गया पर याद आता है
वो हर एक बात पे कहना,के यूं होता तो क्या होता?

યું હોતા તો ક્યા હોતા, આવું થાત તો શું થાત…. દરેક ના મન માં દર વખતે આ વિચાર ટપકી પડે છે, ઓલી ફેમસ જોક પ્રમાણે, મોબાઈલ અને જીવન સાથી પસંદ કાર્ય પછી તો ખરુજ, કે આનાથી સારો માલ મળ્યો હોત તો શું થાત… જોક્સ અપાર્ટ પણ દર વખતે લોકો ના મન માં આવું જ થાય છે. મેં કોમર્સ ને બદલે સાઈન્સ રાખ્યું હોત તો, માસ્ટર ડીગ્રી કરવા ને બદલે જોબ મળી ગઈ હોત તો, બોન્ડ ના પૈસા જતા કરવા ને બદલે એ ને એ જ કંપની માં જ જાળવી રાખ્યું હોત તો… જીંદગી એ ન હોત જે અત્યારે છે.

Yuvvraj

Yuvvraj

જરા વિચારો, સુભાષ ઘઈ એ પોતાની મહાબકવાસ યુવરાજ માટે “જય હો” બનાવરાવ્યું હતું, પણ વાર્તા માં કઈ મેળ નો પડ્યો એટલે આ ગીત યુવરાજ માંથી કાઢી નાખ્યું, અને પાછળ થી ડેની બોયલ ને સ્લમડોગ માટે આપી દીધું, જરા વિચારો, સુભાષ ઘઈ એ આ ગીત એની ફિલ્મ માં પરાણે ઘુસાડી દીધું હોત તો?? વિચારો, જે આખી દુનિયા જય હો જય હો ગાય છે એ ગાત? આ સામાન્ય ગીત યુવરાજ જેવી ફિલ્મ માં ક્યાય ખોવાઈ ગયું હોત, અને સ્લમડોગ ના બીજા નંબર્સ ના વખાણ થયા હોત….. પણ સહુથી મોટી વાત, શું એ આર રહમાન ને ઓસ્કાર મળ્યો હોત? અને ના જ મળ્યો હોત તો અત્યારે એની લાઈફ કેવી હોત? ઓસ્કાર ને લીધે સર્જાયેલી વ્યસ્તતા ના હોવાને લીધે એણે આસુતોષ ગોવારીકર ની “વોટ્સ યોર રાશી” પણ કરી હોત અને આપણને સુહેલ સેન નો ય પરિચય ના થાત….. કેટ કેટલી કલ્પના ના ઘોડા ડર્બી રેસ માં ભાગતા હોય એ હદે દોડે છે.

A R Rahman with Oscars

A R Rahman with Oscars

આ જ વસ્તુ નું નામ છે ઓલ્ટર્નેટીવ કે ઓલ્ટરનેટ હિસ્ટ્રી, જે નથી થયું એ થઇ ગયું હોત તો આપણી જીંદગી કેવી હોત એની કલ્પના અને એના આધારે ચણાયેલા મિનારા ને માણવાની મજા.

ઈતિહાસ એક એવી વસ્તુ છે જેમાં જે થયું છે એની વાસ્તવિકતા કરતા જે નથી થયું એની કલ્પના વધારે રોમાંચક છે, જોકે આપણે અહિયાં ઈતિહાસ ટેક્સ્ટ બૂક અને કેટલાક ઈતિહાસકારો ની જડ્બુદ્ધી માં જ સમાઈ ગયો છે, એટલે આપડે હિસ્ટરી તો ઠીક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી માં પણ કોઈ રસ કે વાટકો નથી. પણ પશ્ચિમ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી, સિક્રેટ હિસ્ટરી બહુ ચગ્યા છે. તો ચાલો જાણી લઈએ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી એટલે શું?

પહેલા તો આ શબ્દ નું ડીસેક્શન કરીએ તો એ શબ્દ ના બે ભાગ છે, ઓલ્ટર્નેટ અને હિસ્ટ્રી, ઓલ્ટર્નેટ એટલે બદલાઈ ગયેલું અને હિસ્ટ્રી એટલે ઈતિહાસ, એટલે ઈતિહાસ માં જે થયું હતું એ ના થયું હોત, ટાળી શકાયું હોત અથવા તો જે નથી થઇ શક્યું એ થયું હોત તો? જેમ કે, હિટલર નો જન્મ જ ન થયો હોત તો[જેના પર સ્ટીફન ફ્રાઈ એ “મેકિંગ હિસ્ટ્રી” લખી છે] ? કે વાસ્કો દ ગામા પોર્ટુગલ પાછો જ ના ગયો હોત તો [જેના પર પ્રભુદેવા,જેનેલિયા ડી’સુઝા ની સાઉથ ઇન્ડિયન “ઉરુમી” આવી છે]? અને પછી આ સવાલો ના જવાબ શોધવાની મથામણ અને એનાથી બનતી રચના એટલે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી.

Prithviraj with Robin Pratt(Vasco Da Gama) poster of Urumi

Prithviraj with Robin Pratt(Vasco Da Gama) poster of Urumi

અને સિક્રેટ હિસ્ટ્રી એટલે એવી સત્ય કથા કે ફિક્શન જે એવી હિસ્ટ્રી પર પ્રકાશ ફેકવાની ટ્રાઈ કરે છે જે થયું છે [હોઈ શકે છે] પણ સામાન્ય જનતા ને ખબર નથી. જેમકે ઇસુ અને મેરી મેગ્ડેલીન નો સંબંધ, ડેન બ્રાઉન, નીકોસ કાઝંત્ઝાકીસ જેવા લેખકો ની “દા વિન્ચી કોડ” કે “લાસ્ટ ટેમ્પટેશન” જેવી રચના ઓ સિક્રેટ હિસ્ટ્રી માં આવે, ઉપર વાત કરી એ ફિલ્મ ઉરુમી પણ સિક્રેટ હિસ્ટ્રી છે જેમાં વાસ્કો દ ગામા ની હત્યા નો પ્લાન ફેઈલ જાય છે. અને મારી જેવા ઘણા લોકો છે જે સિક્રેટ હિસ્ટ્રી અને ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ને સરખી ગણે છે. કેમકે બંને માં ઘણું સામ્ય છે, એક તો એ બંને કલ્પના જ લાગે છે, બંને ઈતિહાસ ના કોઈ એક પોઈન્ટ થી ફંટાય છે, પણ ઉડી ને આંખે વળગે એવો ફરક છે ટ્રુથ અને ફિક્શન વચ્ચે નો… સિક્રેટ હિસ્ટ્રી માં ટ્રુથ હોય કે ફિક્શન હંમેશા ટ્રુથ ની ખુબ નજીક રાખવી પડે છે. જયારે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી માં તમે કલ્પના ના ઘોડા છુટ્ટા મૂકી શકો છો.

જેમકે, માની લ્યો કે હિટલર ને મારવા એક જાસૂસ મોકલ્યો છે, આ ઉપર થી એક સિક્રેટ હિસ્ટ્રી લખવી છે અને એક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી પણ લખવી છે. હવે જો સિક્રેટ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ ને એક નામ આપવું પડે, એને યોગ્ય રીતે જર્મની પાર્સલ કરવો પડે, હિટલર ની નજીક લાવવો પડે અને પછી એક પરફેક્ટ એસેસિનેશન[હત્યા] નો પ્લાન બનાવરાવવો પડે, અને પછી આખી વાત ને મૂળ હિસ્ટ્રી ની સાથે જોડવા આ જ પ્લાન ને ફેઈલ પણ કરવો પડે.

પણ જો ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ તરીકે આપડો જેમ્સ બોન્ડ પણ હાલે, એકાદ જર્મન સુંદરી [મોટે ભાગે એક એક્ટ્રેસ રાખી દઈએ] ની સાથે મુલાકાત, અને મુક્કાલાત, થોડું flirting … એ એક્ટ્રેસ નું હિટલર ના એક વિશ્વાસુ એસ એસ ના ઓફિસર ને આકર્ષણ હોય, એની પાસે થી કેટલીક ઇન્ફોર્મેશન લઇ ને બોન્ડ બર્લિન ના હિટલર ના સ્ટ્રોંગ હોલ્ડ માં એન્ટ્રી મારે, હર્મન ગોરીંગ, ગોબેલ્સ અને બીજા બે ત્રણ નાઝી ઓ સાથે હિટલર ની અગત્ય ની મીટીંગ ચાલતી હોય એમાં બોન્ડ એ ઓફિસર ના સ્વરૂપ માં એન્ટ્રી મારે..થોડી માથાકૂટ અને પરિંદા(વિધુ વિનોદ ચોપરા) માં જેમ જેકી શ્રોફ નાના પાટેકર ની આલ્કોહોલ + આગ થી હત્યા કરે છે એમ સિમ્પલી આ મોટા માથા ઓ ની હત્યા કરી જેમ્સ બોન્ડ આસાની થી બહાર નીકળી જાય.

હિટલર ખતમ, પૈસા હજમ?? નહિ, હવે જ શરુ થાય છે અસલી ખેલ, સ્ટીફન ફ્રાય ની મેકિંગ હિસ્ટ્રી માં લખ્યું એ પ્રમાણે હિટલર ને ય સીધો કહેવડાવે એવો નવો ફયુહરર પણ આવી જાય, અથવા તો કોઈ પણ સમયે જર્મની ની નવી નેતાગીરી શરણાગતિ સ્વીકારી લે, એવું પણ બને કે અમેરિકા એ વિશ્વયુદ્ધ માં ઝંપલાવ્યું ના હોય, એટલે જાપાન પર અણુબોમ્બ પણ ન પડે……….

Freedom Fighters Cover

Freedom Fighters Cover

ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના ઘણા બધા ઉદાહરણો પશ્ચિમ માંથી મળે છે. જેમકે હમણાં જ શરુ કરેલી ગેમ ફ્રીડમ ફાઈટર્સ જેનો કન્સેપ્ટ જ એ છે કે શિતયુદ્ધ માં રશિયા નો હાથ ઉપર રહે છે અને અમેરિકા સામ્યવાદી બની જાય છે, આપણે એમાં ફ્રીડમ ફાઈટર્સ બની ને અમેરિકા ને સામ્યવાદી ઓ ના હાથ માંથી છોડાવવાનું છે. [આડ વાત: ગેમ નું મ્યુઝીક પણ જબરદસ્ત છે, કોઈની પાસે હોય તો લિંક આપવા વિનંતી]. ક્વેનટીન ટારાન્ટીનો [ગાળ નથી,નામ છે 😛 ] ની લેટેસ્ટ “ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડસ” જેમાં અમેરિકન યહૂદી સૈનિકો હિટલર, ગોબેલ્સ, રોમેલ અને હિમ્લર [નાઝી પાર્ટી ના મોટા માથા] ને પતાવી દે છે (ઉપર ની જેમ્સ બોન્ડ ની વાર્તા માં ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડસ, ટોમ ક્રુઝ સ્ટારર વોલ્કીરી અને જેમ્સ બોન્ડ ની વાર્તા ઓ ની ખીચડી બનાવવા માં આવી છે 😉 ). પશ્ચિમ માં જ લોકપ્રિય થયેલી સીરીઝ “ડોક્ટર વ્હૂ” ના થોડા ઘણા એપિસોડ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી આવે છે, જેમાં એક માં અગાથા ક્રિસ્ટી ૧૧ દિવસ માટે ગાયબ થઇ ગઈ હતી એ દિવસો એણે ડોક્ટર વ્હૂ ની સાથે ગાળેલા એવું દેખાડે છે.[સોર્સ વિકિપીડિયા]. આવા તો ઘણા સોર્સ છે જે તમે વિકિપીડિયા ના ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના પેજ પર થી જોઈ શકો છો.

વિચારો, જો આવી ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ભારત માં થઇ હોત તો? વિભીષણ રામ ને મળ્યા જ ન હોત તો? પાંડુ ને માદ્રી પર કામાવેગ ઉત્પન્ન ના થયો હોત તો? કંસે પ્રથમ બાળક ના જન્મ પછી વાસુદેવ ને દેવકી ને અલગ કરી દીધા હોત તો? જલિયાવાલા બાગ ની ઘટના પછી અંગ્રેજો એ દેશ છોડી દીધો હોત તો? ખલાસી ઓ નો બળવો ન થયો હોત તો? ઇન્દિરા ગાંધી અચાનક અજ્ઞાતવાસ માં રહ્યા હોત અને અત્યારે બહાર આવત તો? મોતીલાલ નેહરુ એ જવાહરલાલ ના નામ ની જીદ ના કરી હોત તો? આઝાદી સમય ના કોંગ્રેસ લીડરો ને જિન્નાહ ની બીમારી ની ખબર પડી ગઈ હોત તો? ગાંધી જી એ એની ૫૫ કરોડ ની જીદ પકડી ના રાખી હોત તો? રાજીવ ગાંધી એ શ્રીલંકા માં શાંતિ સેના ના મોકલી હોત તો? નરસીમ્હારવ એ મનમોહન સિંહ ને નાણાપ્રધાન ના બનાવ્યા હોત તો? વિચારો વિચારો….. તમેય વિચારો….. હું તમને મારા મગજ માં દોડાવેલા તુક્કા ઓ ફરી ક્યારેક કહીશ.. ત્યાં સુધી હેવ અ હેપ્પી ટાઈમ અહેડ.

Advertisements
Leave a comment

11 Comments

 1. Je tyare kahelu same atyare tevu ja ho.. osm article… and aa article ravipurti na front page par aave to..? (shatdal use karel 6 etle.. ;-)..)

  super like…………

  Reply
 2. And ha osm lines of Ghalib used in beginning…… perfect choice………

  Reply
 3. આ ટાઇટલ વાંચ્યું તો જૂની પોસ્ટ યાદ આવી ગયી,જેનું ટાઇટલ ન ભૂલતો હોય તો આ જ હતું.
  વિચારતા કરી દે એવો આ કોન્સેપ્ટ છે. જો કે એ જ તો હિસ્ટ્રી ની મિસ્ટ્રી છે.
  ઘણી વાત વણી લીધી છે…જેમ કે પ્રભુદેવા,જેનેલિયા ડી’સુઝા ની સાઉથ ઇન્ડિયન “ઉરુમી” આવી છે એ તો સ્હેજ પણ ખબર ન હતી.થેંક્સ ફોર ધેટ.
  અને આ લિન્ક કામની છે કે નહીં કે જે…

  http://downloads.khinsider.com/game-soundtracks/album/freedom-fighters-original-soundtrack

  Reply
 4. ટાઇટલ વાંચ્યું ત્યારે આ ટાઇટલ પરની જૂની પોસ્ટ યાદ આવી ગઈ.
  ઘણી વાતો વણી લીધી છે.જેમકે પ્રભુદેવા,જેનેલિયા ડી’સુઝા ની સાઉથ ઇન્ડિયન “ઉરુમી” આવી છે એ ની તો મને સ્હેજ પણ ખબર ના હતી,થેંક્સ ફોર ધેટ.
  કોન્સેપ્ટ એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે મનના ઘોડા દોડ્યા જ કરે…જો કે એ જ તો આ હિસ્ટ્રી ની મિસ્ટ્રી છે.
  ગેમના સાઉન્ડ ટ્રેક ની લિન્ક: આ જ છે કે નહીં કેમ કે આ ગેમ મે રમી નથી.

  http://downloads.khinsider.com/game-soundtracks/album/freedom-fighters-original-soundtrack

  Reply
  • વાહ વિશાલ, ગોતી લાવ્યો બાકી તું તો..સાઉન્ડ ટ્રેક ડાઉનલોડ થઇ રહ્યો છે. થેન્ક્સ….

   હા તારી વાત સાચી છે, મારા બ્લોગ ની જ એક પોસ્ટ નો અહિયાં પુનરાવતાર છે, નવા વાઘા અને થોડા નવા કન્ટેન્ટ સાથે આ પોસ્ટ અહિયાં એટલે શરુ કરી છે કેમકે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ની સીરીઝ નો પ્લાન છે, પાર્ટ ટુ પર કામ શરુ થઇ ગયું છે ….

   અને ઉરુમી માં પ્રભુદેવા, જેનેલિયા, વિદ્યા બાલન અને કદાચ તબ્બુ પણ છે પણ પ્રભુદેવા અને જેનેલિયા સિવાય બધા ગેસ્ટ એપીરીયંસ માં છે. ફિલ્મ નો હીરો પ્રીથ્વીરાજ છે.

   Reply
 5. tanaatan post prasham bhai…

  yu hav nicely explained wit help of movies..
  i enjoy reading..;)

  i must add movie ‘Action replay’ and ‘back to the future’ also in the list as these are also based on alternating histiry..

  P.S:: if any one of you hav time m/c then pls let me know i want to alternate some history of my life…

  Reply
  • થેન્ક્સ કપિલ,

   મુવીઝ ની વાત છે તો એક નવી વાત…
   અહિયાં રજુ કરેલા લગભગ દરેક પશ્ચિમી નામ ની સાથે મુવીઝ સંકળાયેલા છે.

   દા વિન્ચી કોડ નું મુવી એડેપ્ટેશન તો ઘણા લોકો ને ખબર હશે જ.
   ધ લાસ્ટ ટેમ્પ્ટેશન નું પણ માર્ટીન સ્કોર્સેસે એ મુવી એડેપ્ટેશન કરેલું છે, જેમાં ઇસુ ખ્રિસ્ત નો રોલ વિલિયમ ડેફો એ કરેલો, જેનો વધુ જાણીતો રોલ સ્પાઈડર મેન ૧ માં ગ્રીન ગોબ્લીન નો છે.

   સ્ટીફન ફ્રાય જેની નવલકથા મેકિંગ હિસ્ટ્રી નો ઉલ્લેખ છે એ ભાઈ હમણાં આવેલી શેરલોક હોમ્સ : ગેમ ઓફ શેડોસ માં હોમ્સ ના મોટાભાઈ માયક્રોફટ હોમ્સ નો રોલ કરેલો છે, અને લોર્ડ ઓફ ધ રિંગ્સ ની પ્રિકવલ ધ હોબીટ માં પણ એનો રોલ છે.

   અને ડોક્ટર વ્હુ નું મુવી એડેપ્ટેશન શરુ થઇ રહ્યું છે એવા આઈ એમ ડી બી તરફ થી સમાચાર છે.

   Reply
 6. હિસ્ટરી મારો મનગમતો વિષય છે અને ખાસ કરીને જયારે આમાં કાકરી ચારા કરવા માં આવે ત્યારે અંતે અપણને આવા જ્ઞાન નો ખજાનો મળે કે જે ખરેખર અસ્તિત્વ માજ નથી
  એક એવા વિષય ઉપર પ્રકાશ પડ્યો છે કે જે મજા કરાવે છે
  બીજી પોસ્ટ ની રાહે છીએ

  Reply
 7. splendid!

  A really different subject and awesome treatment!
  a real GEM write up 🙂

  Reply
 1. ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી – ઔર ફિર યું હુઆ « Mount Meghdoot
 2. the last temptation-લાલચ આહા લપલપ | Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: