May the force be with you -episode 5- Fanbways

એક પરિસ્થિતિ વિચારો- તમારા અમારા જેવા મુઠ્ઠીભર મિત્રો,મુવીઝના રસિયા. એક ફિલ્મસીરીઝ એમને ઘેલું લગાડી દે છે. ગમે એમ કરીને એ ફિલ્મ્સ તો જોવી જ જોવી એવો એમનો હઠાગ્રહ. એમાં એક કપરી ઘડી આવી પુગે છે. એક મિત્રને અસાધ્ય રોગ થાય છે અને જીવવાના દિવસો બહુ ઓછા છે. ત્યાં પેલી ફિલ્મ સીરીઝની રીલીઝ ડેટ જાહેર થાય છે.એમાં અને આ મિત્રની કાયમી વિદાયના દિવસોમાં બહુ ફરક નથી. અને શરુ થાય છે પેશન અને ડેથ ડેટ વચ્ચે મરણિયો જંગ. 😦

લાગે છે ને ટોટલ ફિલ્મી? 😛 તમને આ ફિલ્મ સીરીઝનું નામ હવે કહેવાની જરૂર નથી,પણ આ સ્થિતિ જે છે એ એક ફિલ્મની સ્ટોરી છે. નામ-ફેનબોયઝ. આની અંદર ત્રણ મિત્રો પોતાના ચોથા મિત્ર માટે ફુલ્લી ભાંગફોડિયા મોડમાં લુકાસના સ્ટુડીઓએ પહોચે છે અને ફિલ્મ વહેલી બતાવવાની જીદ પકડે છે. લુકાસ પણ મુંઝવણમાં પડે છે કે એમ જો હું બધાનું માનીને ફિલ્મ બતાવી દઉં તો કાલ ઉઠીને તો આખું ગામ મારી ફિલ્મ વહેલી જોવા આવે અને થિયેટરમાં કોઈ જાય જ નહિ!!! 😦  બહુ લાંબી રકઝકના અંતે લુકાસે વચલો રસ્તો કાઢ્યો અને જે મિત્ર બચવાનો નથી એને જ ફિલ્મ જોવા દેવી એવું ઠરાવે છે.

કહે છે ને કે મજા મંઝીલ મેળવવામાં નથી,પરંતુ મંઝીલ સુધીની સફરમાં છે. 😉  એ જ રીતે આ આખી ચેઝ જોવાલાયક છે. આ મિત્રો એ હદે પાગલ હોય છે કે ફિલ્મમાં પાર્ટી સીનમાં પણ સ્ટાર વોર્સના સૈનિકો જેવો જ વેશ પહેરીને ફરે છે. એરિક, હચ,લિનસ અને વિન્ડોઝ નામના આ ચાર મિત્રોની એન્ટ્રી પણ ઢાંસુ છે. (થોડો NSFW છે પણ) Have a look… 😛

કટ ટુ અનુરાગ કશ્યપ. આ એક એવો માથાફરેલ માણસ છે જેને સીધેસીધી સ્ટોરી કહેવી ગમતી નથી. એ રામુની જેમ એના કેમેરાને બોલવા દે છે. સંજય લીલા ભણસાલીની જેમ રંગોને હાઈલાઈટ કરે છે, અને અબાઉ ઓલ, રેફરન્સીસનો ખડકલો કરીને સિનેમેટિક સેલ્યુટ ફટકારે છે. યાદ કરો ‘ગુલાલ’, મુવીની ફ્લેવર નિહાયતી ઇન્ડિયન, પણ રણંજય સિંઘના ઘરની દીવાલ પર ફોટો  ચે ગુવેરાનો. 😉 આ વાત અહિયા માંડવાનું કારણ એટલું જ કે જેટલું કામ હોલીવુડમાં કોઈ ફિલ્મ પર ફિલ્મ બનાવવા પાછળ થયું છે એટલું આપણે ત્યાં નથી થયું. જમ્પ ટુ હોલીવુડ. 300 નામની પલંગતોડ મુવી બની. અને પછી આવી ‘Meet The Spartans‘. 300 નો ડાયરેક્ટર આ પેરોડી જોઈને ખરા અર્થમાં લોહીની નદીઓ વહાવી દે એટલી ફીરકી મૂળ ફિલ્મની ઉતારવામાં આવી છે. અને એવુંય નહિ કે ચીલાચાલુ ભવાડા, અગલી બેટ્ટી થી લઈને અમેરિકન આયડોલ અને બ્રિટની સ્પીયર્સ સુધીના સેલીબ્રીટીઓની શબ્દશ: ફિલમ ઉતારવામાં આવી છે. 😛

કટ ટુ ફેનબોયઝ. આ ફિલ્મમાં ઠેર ઠેર સ્ટાર વોર્સને અંજલી અપાઈ છે. (એક ફેનની અદાથી. ફેન હોવું એટલે શું? થોડા પેશનેટ રહેવું?કે પછી જેના ફેન હોઈએ એના વિષે સાવ ઘેલા ઘેલા થઈને એ જ સાચું અને સારું,બીજા બધા થુલીયા-એવું ગણવું? એક વસ્તુ નિશ્ચિત રીતે આપણને આ મુવી જોયા પછી સમજાય છે. પેશન = મુમકીન સે થોડા આગે જાના…!!!)ઓકે લેટ્સ કમ બેક ટુ અવર ટોક્સ. મુદ્દો અહી એ પણ છે કે આપડે ઇન્ડિયા માં કોઈ ફિલ્મ માં ફેન છીએ એ કઈ રીતે એક્સપ્રેસ કરીએ છીએ?

કિતને આદમી થે?
હમ અંગ્રેઝો કે ઝમાને કે જેલર હૈ, હાહા!
હમારા નામ સૂરમાં ભોપાલી વૈસેઈ નહિ હૈ.

આ ડાયલોગ સાંભળી ને તમને શોલે યાદ આવ્યું? બસ એવું જ છે અમેરિકા માં, તમે હાન સોલો, ચ્યુબાકા, પ્રિન્સેસ લિયા કે લેન્ડો કાર્લીસન એવા નામ લ્યો એટલે તરત જ લોકો ને સ્ટાર વોર્સ યાદ આવે. હેરીસન ફોર્ડ ને બાદ કરતા જેમ અહિયાં સ્મૃતિ ઈરાની તુલસી તરીકે ઓળખાય છે એમ જ બીલી ડી વિલિયમ્સ ને ઓળખવામાં લોકો ને લોચા પડી જાય, પણ તમે લેન્ડો કાર્લીસન બોલો એટલે તરત જ હાન સોલોનો પેલો મુછાળો દોસ્ત યાદ આવે. કેરી ફિશરે પ્રિન્સેસ લિયા સિવાય કયો રોલ કર્યો છે એ હજી ઘણા ને ખબર ન હોય. અને માર્ક હેમિલ બેટમેન ના કાર્ટૂન અને ગેમ માં પોતાની વોઈસ સ્કીલ નો છેલ્લા ૨૫ વર્ષ થી ઉપયોગ કરે છે અને જોકર થી માંડી ને આલ્ફ્રેડ ની પાછળ માર્ક હેમિલ નું ગળું છે, પણ એ યાદ રહે છે લ્યુક સ્કાય્વોકર તરીકે. ઇવન ઉપર ના ટ્રેલર માં પણ જે તે એક્ટર્સ ને એના નામ ને બદલે એના કેરેક્ટર થી જ ઈન્ટ્રો આપ્યો છે.

આ સ્ટાર વોર્સ ની ઓરીજીનલ ટ્રાયલોજી નો પ્રભાવ એવો હતો કે બાવીસ બાવીસ વર્ષ નો બ્રેક હોવા છતાય ફેન્સ સ્ટાર વોર્સ એપિસોડ 1 જોવા માટે થીયેટર માં ઉમટી પડ્યા હતા. ફેનબોય્સ ના છેલ્લા સીન માં દેખાડ્યા પ્રમાણે ફેન લોગ ને એ પણ ડર હતો કે પ્રિકવલ ટ્રાયલોજી નિષ્ફળ જશે તો? અને અન્ફોર્ચ્યુંનેટલી થયું લગભગ એવું જ. કલ્ચરલ આઇકોન તરીકે વખણાયેલી ઓરીજનલ ટ્રાયલોજી કરતા વિપરીત પ્રિકવલ ટ્રાયલોજી ને  એન્ટી ઓસ્કાર અને વર્ષ ની સહુથી બકવાસ ફિલ્મો માટે અપાતા ગોલ્ડન રાસ્પ્બરી (રેઝી) અવોર્ડ[આપડે ત્યાં બાલદી અવોર્ડ અપાય છે. 😉 ] માટે નોમીનેશન અને બે ત્રણ એવોર્ડ્સ પણ મળી ગયેલા હતા. પણ સ્ટાર વોર્સ સીરીઝ માટે આ વસ્તુ નવી નથી અને સીરીઝ ના ખરા પંખાઓ ને એનાથી કોઈ ફેર પણ નથી પડતો.

ચાલો છોડો એ બધી વાત, પ્રીક્વલ ટ્રાયલોજીના જાર જાર બીન્ક્સ અને ઓવર ઓલ માસ્ટર યોડા ઉપર ફેન્સ લોગાએ પસ્તાળ પાડવા માં કઈ બાકી નો’તું રાખ્યું. પણ આજેય એ બંનેની બોલીનો વાતચીત માંઉપયોગ કરવામાં થોડી મજા આવે છે. જાર જાર ની બોલી થોડી કોમેડી અને કૂલ લાગે છે, જેમ કે ફેલો ડેલીગેટ્સ ને બદલે ડેલો ફેલીગેટ્સ, આઈ કે મી ને બદલે મીસા અને યુ ને બદલે યુસા, સાંભળવામાં થોડું સીલી લાગતું હોય પણ બોલવામાં થોડું કૂલ લાગે. અને માસ્ટર યોડાની દૈવી બોલી તો આજકાલ ઈન્ટરનેટ પર બહુ ફેમસ થઇ રહી છે. ઇવન અમારા ફેસબુક પેજના કવર પિક્ચર તરીકે પણ માસ્ટર શોભાયમાન છે. માસ્ટર યોડા જ નહિ પણ ઓરીજીનલ ટ્રાયલોજી ના એક એક કેરેક્ટર ને બહુ મોટી ફેનડમ નો લાભ મળ્યો છે. અને એમાંથી કેટલાક નમુના ઓ નું કલેક્શન પીન્ટરેસ્ટ પર કરેલું છે. જે તમે અહી જોઈ શકશો.

સેમીકોલોન:

ઘણી વખત ફેન્સની ઈચ્છા અને સર્જક નું ઈમેજીનેશન અલગ-અલગ હોય છે, અને ક્યારેક સર્જકને ફેન્સની ઉપરવટ જવું પડે છે, જાર જાર બીન્ક્સ પર જ્યારે હદ બહારના માછલા ધોવાતા હતા ત્યારે જ્યોર્જ લુકાસે BBC ને એક ઈન્ટરવ્યું માં આપેલો જવાબ-

“There is a group of fans for the films that doesn’t like comic sidekicks. They want the films to be tough like Terminator, and they get very upset and opinionated about anything that has anything to do with being childlike. The movies are for children but they don’t want to admit that. In the first film they absolutely hated R2 and C3-PO. In the second film they didn’t like Yoda and in the third one they hated the Ewoks… and now Jar Jar is getting accused of the same thing.”

Advertisements
Leave a comment

2 Comments

  1. amazing..yaarrr…superb! B)

    Reply
  2. Reblogged this on SVBIT and commented:
    May the force be with you -episode 5- Fanbways

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: