• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    October 2020
    M T W T F S S
     1234
    567891011
    12131415161718
    19202122232425
    262728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,304 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

May the force be with you-episode 8-ડિઝની,વ્હોટ ધ ……

ખાસ નોંધ: આ પોસ્ટ અને આગળની પોસ્ટમાં સ્ટાર વોર્સ ની ફિલ્મો અને સિરીઝ ની વિષે ના સ્પોઈલર્સ ની છૂટ થી ચર્ચાઓ કરવામાં આવી છે, જો તમે સ્ટાર વોર્સ ના ફેન હો, સિક્વલ ટ્રાઈલોજી, ક્લોન વોર્સ, મેન્ડેલોરિયન કે કોઈ પણ સ્ટાર વોર્સ મટીરીયલ બાકી હોય તો આ અને આગલી પોસ્ટ પોતાના જોખમે વાંચવા વિનંતી.

આપ સહુ જાણો છો કે સ્ટાર વૉર્સ એક ફિલ્મ સિરીઝ જ નથી, ઘણા બધા લોકો માટે એક સંસ્કૃતિ છે, અને ઘણા નવા, જુના, જાણીતા અને અજાણ્યા ફિલ્મ મેકર્સ, વૈજ્ઞાનિકો અને વાર્તાકારો માટે એક અખૂટ પ્રેરણાસ્ત્રોત પણ છે. અને એટલે, ડિઝની દ્વારા ખરીદાયા પછી, અને ખાસ તો એપિસોડ 7 ની રિલીઝ પછી સ્ટાર વૉર્સ ની બાકીની 4 ફિલ્મો (એપિસોડ 7 ની બે સિક્વલ એટલે કે સિક્વલ ટ્રાઈલોજી) પર ફેન્સ ની ઘણી આશાઓ હતી. ડિઝનીએ સ્ટાર વૉર્સ (અને લુકાસ ફિલ્મ્સ) ખરીદી લીધી, એ વખતે જ્યોર્જ લુકાસ ઓલરેડી રીટાયર થઇ ગયા હતા, અને એટલે સ્ટાર વોર્સની જવાબદારી ડિઝનીએ સ્ટીવન સ્પીલબર્ગ ના લોન્ગ ટાઈમ પાર્ટનર અને એની ઘણી ફિલ્મોના કો-પ્રોડ્યુસર કેથેલિન કેનેડીને આપી.

સ્ટાર વોર્સ સિક્વલ ટ્રાઈલોજી ના ત્રણ મુખ્ય પાત્રો: ડાબે થી ફિન (જોન બોયેગા), રે (ડેઈઝી રીડલી) અને પો (ઓસ્કાર આઈઝાક), પાછળ ચ્યુબાકા અને સી થ્રિ પી ઓ પણ દેખાય છે.
સ્ટાર વોર્સ સિક્વલ ટ્રાઈલોજી ના ત્રણ મુખ્ય પાત્રો: ડાબે થી ફિન (જોન બોયેગા), રે (ડેઈઝી રીડલી) અને પો (ઓસ્કાર આઈઝાક), પાછળ ચ્યુબાકા અને સી થ્રિ પી ઓ પણ દેખાય છે.

ઘણા ફેન્સ ને એવું હતું કે ડિઝની જેવા માતબર સ્ટુડીઓ અને કેથેલિન કેનેડી જેવા અનુભવી પ્રોડ્યુસર ના હાથમાં જવાથી સ્ટાર વૉર્સ ની નવી ત્રણ ફિલ્મો માં સરસ અને નવી વાર્તાઓ, નવા પાત્રો અને નવા સાહસો હશે. જેમ સ્ટાર વૉર્સ ના એક્સ્પાન્ડેડ યુનિવર્સ માં પણ સરસ વાર્તાઓ હતી એમ જ અલગ અલગ પાત્રોની ફ્રેન્ડશીપ, ફોર્સ અને એની આસપાસ સંકળાયેલી દંતકથાઓ ને લગતી સારી સ્ટોરીઝ અને સારી ફિલ્મો માણવા મળશે. 2012 માં સિક્વલ ટ્રાઈલોજી અને સિક્વલ ટ્રાઈલોજી ની બે ફિલ્મો વચ્ચે એક એંથોલોજી ફિલ્મ (એક અલગ જ વાર્તા) જેમાં સ્કાયવોકર ફેમિલી કે ફોર્સ જેવું કઈ નહિ હોય, એમ 2020 સુધીમાં છ ફિલ્મો રિલીઝ કરવાનો ડિઝની નો પ્લાન હતો. અને જયારે ફોર્સ અવેકન્સ રિલીઝ થઇ ત્યારે સ્ટાર વોર્સ નો ફેન બેઇઝ ભવિષ્ય માટે ખુબજ ઉત્સુક હતો. બધાને એવું લાગી રહ્યું હતું કે ડિઝીની અને કેથેલિન કેનેડી યોગ્ય દિશામાં જઈ રહ્યા હતા.

પણ સાથે સાથે ફેન્સ ના ગ્રુપ બે અલગ અલગ વિચારધારામાં વિભાજીત પણ હતા, એક ગ્રુપને(ઓપ્ટિમિસ્ટિક ગ્રુપને) ડિઝની અને કેનેડી પર ઘણી આશાઓ હતી. અને બીજું ગ્રુપ(પેસીમીસ્ટીક ગ્રુપ) એવું વિચારતું હતું કે ડિઝનીએ ફોર્સ અવેકન્સ ના નામે એપિસોડ 4 અ ન્યુ હોપ ની જ જૂની વાર્તા નવી બોટલમાં પધરાવી દીધી હતી અને ડિઝની પાસે સ્ટાર વોર્સને આગળ લઇ જવા માટે કોઈ નક્કર આઈડિયા નથી. બંને પોતપોતાની રીતે સાચા હતા, ફોર્સ અવેકન્સ માં જૂની બંને ટ્રાઈલોજી ની જેમ ત્રણ મિત્રો હતા, એના પાત્રાલેખન પણ સારા હતા, એક વિલન તરીકે કાયલો રેન અને એનો ગુરુ સ્નોક પણ જામી રહ્યા હતા. નવા સાઈડ પાત્રો તરીકે ક્યૂટ બી-બી 8 રોબોટ, માઝ કટાના, કેપ્ટન ફાઝ્મા વગેરે એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, અને બાકીની બે ફિલ્મો આ સારી શરૂઆત નો ધમાકેદાર ફાયદો ઉઠાવશે એની લોકોને આશા હતી.

રોગ વન(Rogue One): ધ સ્ટાર વૉર્સ સ્ટોરી નું પોસ્ટર

અને ફોર્સ અવેકન્સ પછી આવેલી ફિલ્મ રોગ વન(Rogue One ): ધ સ્ટાર વૉર્સ સ્ટોરી એ આશાવાદી ફેન્સ ની આશાઓ ઓર વધારી દીધી, પહેલા ડેથ સ્ટાર નો પ્લાન કઈ રીતે ચોરાયો અને કઈ રીતે એપિસોડ 4 ની શરૂઆતમાં રીબેલ્સ સુધી પહોંચ્યો એની વાર્તા કહેતી આ ફિલ્મ માં ઘણું બધું સારું હતું, ફિલ્મની વાર્તા, ફિલ્મનું મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, ફિલ્મમાં પહેલી (અને છેલ્લી) વાર દેખાયેલા પાત્રો આ બધું વખાણવા લાયક હતું. ઇવન જ્યોર્જ લુકાસે રોગ વન ને ફોર્સ અવેકન્સ કરતા સારી ગણી. ફેન્સ અને ડિઝની બંને ખુશ હતા.

અને સ્ટાર વોર્સ ના ફેન્સ અને ડિઝની ની આ ખુશી અને હનીમૂન પીરીયડનો આ છેલ્લો ભાગ હતો. એ પછીના જ વર્ષે આવેલી સિક્વલ ટ્રાઈલોજી ની આગલી ફિલ્મ સ્ટાર વોર્સ એપિસોડ 8: ધ લાસ્ટ જેડાઈ થી સ્ટાર વોર્સ ના પેલા પેસીમીસ્ટીક ફેન્સ ધીરે ધીરે સાચા પડવા લાગ્યા હતા, એપિસોડ 8 ની વાર્તા ઘણી રીતે વિવાદાસ્પદ હતી. અને એને મળેલો રિસ્પોન્સ પણ એટલો જ વિવાદાસ્પદ હતો. અને એ પેસીમીસ્ટીક ફેન્સ ની વાત સાચી ત્યારે સાબિત થઇ જયારે સ્ટાર વોર્સ એપિસોડ 9 (જે સ્કાયવોકર પરિવાર ની વાર્તા કહેતી સ્કાયવોકર સાગા, જેમાં રોગ વન અને સોલો સિવાયની બધી સ્ટાર વોર્સ ફિલ્મો આવી જાય છે) રિલીઝ થઇ અને ઊંધા મોઢે પછડાઈ.

સ્ટાર વોર્સ ની સિક્વલ ટ્રાઈલોજી એટલે પછડાઈ કેમકે ડિઝનીએ સ્ટાર વોર્સ અને એની વાર્તાઓ પર કોઈ જ ધ્યાન ન આપ્યું. ત્રણ અલગ અલગ ડિરેક્ટર્સને એક જ ફિલ્મ સિરીઝની ફિલ્મો બનાવવાને બદલે ત્રણ અલગ અલગ ફિલ્મો બનાવવાની આઝાદી આપી, અને એટલે એવું થયું કે એપિસોડ 7 (ફોર્સ અવેકન્સ) ની વાર્તામાં જે હોય એને એપિસોડ 8 (ધ લાસ્ટ જેડાઈ) એ નકારી દીધું, અને એપિસોડ 8 (ધ લાસ્ટ જેડાઈ) ની વાર્તાને એપિસોડ 9, અને મહદ અંશે અત્યાર સુધીના બધા એપિસોડની વાર્તા નકારી દીધી. અને એ પણ ફેન સર્વિસના નામે પીરસાયેલી સહુથી ભંગાર વાર્તાઓ રૂપે.

સહુથી પહેલા વાત કરીએ સ્ટાર વોર્સ એપિસોડ 7: ધ ફોર્સ અવેકન્સ ની, 30 વર્ષનો ઈન-યુનિવર્સ ગેપ, નવા પાત્રો અને નવી વાર્તાઓનું કઈ જ મહત્વ ન હોય એમ ડિરેક્ટર જે જે અબ્રામ્સ ની ફોર્સ અવેકન્સ એક કે બીજી રીતે 38 વર્ષ પહેલાની સ્ટાર વોર્સ અ ન્યુ હોપ ની જ રીમેક હતી. જે રીતે 1977 ની ન્યુ હોપ માં રણ પ્રદેશના એક સુદૂર ગ્રહ પર જીવતો લ્યુક સ્કાયવોકર હતો એમ જ 2015 ની ફોર્સ અવેકન્સમાં રણ પ્રદેશના એક સુદૂર ગ્રહ પર જીવતી રે હતી. 1977 માં સબળ એમ્પાયર હતું, અને લડવૈયા રિબેલ ફોર્સ હતી, 2015 માં સબળ ફર્સ્ટ ઓર્ડર હતો અને નબળું ન્યુ રિપબ્લિક હતું. બંને માં એક જૂનો મેન્ટર હતો જેને ફિલ્મ ના અંતમાં સિરીઝ નો વિલન મારી નાખે છે, અને સિરીઝ ના વિલન અને એ મેન્ટરનું પણ એક જૂનું કનેક્શન નીકળે છે. બંને માં એક ફોર્સ માં પાવરફુલ મેઈન પાત્ર હોય છે, વિલન થી કંટાળેલું એક પાત્ર હોય છે જે જાણે અજાણે પેલા ફોર્સ માં પાવરફુલ મેઈન પાત્ર સાથે જોડાઈ જાય છે. અને એક હોશિયાર પણ એરોગન્ટ પાયલટ કમ લડવૈયો હોય છે જે પહેલા અનિચ્છાએ અને અંતમાં પોતાની ઈચ્છા થી આ બંને મેઈન પાત્રો સાથે જોડાય છે. એપિસોડ 4 માં ફોર્સ પાવરફુલ લ્યુક, એમ્પાયર થી કંટાળેલી લિયા, હોશિયાર કમ એરોગન્ટ પાત્ર હાન સોલો હોય છે, મેન્ટર તરીકે ઓબી વાન કેનોબી અને વિલન તરીકે લોર્ડ વેડર, જયારે એપિસોડ 7 માં ફોર્સ પાવર ફૂલ રે, એમ્પાયરના અવશેષ એવા ફર્સ્ટ ઓર્ડર થી કંટાળેલો ફિન, હોશિયાર કમ એરોગન્ટ પાત્ર પો, મેન્ટર તરીકે હાન સોલો અને વિલન તરીકે કાયલો રેન.

સ્ટાર વોર્સ એપિસોડ 7: સ્ટારકિલર બેઝ

પણ પહેલા કહ્યું એમ, ફોર્સ અવેકન્સ માં ઘણા સારા અને રસપ્રદ પાત્રો આપણી સામે આવેલા, જેમકે ફોર્સ યુઝર અને જેડાઈ નહિ અને બહુ ઉંમરલાયક એવી માઝ કટાના, ફિન ની કડક બોસ અને ફર્સ્ટ ઓર્ડર ની આર્મી માં ચમકદાર બખ્તર થી અલગ પડતી કેપ્ટન ફાઝ્મા, કાયલો રેન નો ગુરુ ખુબ ઊંચો અને વિકૃત ચહેરો ધરાવતો સ્નોક, કાયલો રેન સાથે દેખાતી એની ટિમ ધ નાઈટ્સ ઓફ રેન, જનરલ હક્સ જેવા પાત્રો નવા અને સારી રીતે લખાયેલા હતા. એ ઉપરાંત રે પાસે ફોર્સ ની આટલી બધી શક્તિ કઈ રીતે આવી? રે ના માતા-પિતા કોણ હતા? સ્નોક કોણ હતો? અને જો એ એટલો પાવરફુલ અને વૃદ્ધ હતો તો એ અત્યારસુધી (સ્ટાર વોર્સ ના એપિસોડ 1-6 જે સમયગાળામાં થાય છે ત્યારે) તે ક્યાં હતો? એવું શું થયું કે જેના લીધે બેન સોલો એ એના મામા અને જેડાઈ ગુરુ લ્યુક સ્કાયવોકર ની એકેડમી નષ્ટ કરી નાખી, બેન સોલો કાયલો રેન બની ગયો અને લ્યુક સ્કાયવોકર આ બધાથી દૂર ભાગી બેઠો? આ કેપ્ટન ફાઝ્મા ની શું વાર્તા છે? (કેપ્ટન ફાઝ્મા તરીકે જે ગ્વેનડોલીન ક્રિસ્ટી ને લેવામાં આવેલી જે આ ફિલ્મ પહેલા ગેમ ઓફ થ્રોન્સ માં બ્રીએન ઓફ ટાર્થ તરીકે બીજી સીઝન થી પ્રખ્યાત હતી)

ફેન્સ ને આ બધા પ્રશ્નોના જવાબ સ્ટાર વોર્સ એપિસોડ 8: ધ લાસ્ટ જેડાઈ માંથી મળશે એવી આશાઓ હતી. સામે ડિરેક્ટર રિયાન જોન્સન ની પહેલાની ફિલ્મો, ખાસ તો લૂપર સારી વખણાયેલી (જોકે એની પછીની ફિલ્મ નાઇવ્સ આઉટ પણ ઘણી સારી અને વખણાયેલી). પણ રિયાન જોન્સને એપિસોડ 8 એવી રીતે બનાવેલી જાણે એપિસોડ 7 નું અસ્તિત્વ જ નહોતું અને આ બધા પાત્રો અને વાર્તાઓનો ઉપયોગ કરવો એ રિયાન જોન્સનની મજબૂરી હોય એવું લાગ્યું. એપિસોડ 7 ના મેઈન વિલન સ્નોક ને કોઈ પણ પ્રકારની બેક સ્ટોરી આપ્યા વગર જ મારી નાખ્યો, કેપ્ટન ફાઝ્મા ને કોઈ પ્રકારની વાર્તા કે મહત્વ આપ્યા વગર જ મારી નાખી અને એ પણ ઓફ સ્ક્રીન. રે પાસે ફોર્સ ની આટલી બધી શક્તિ કેમ આવી એ બતાવ્યું જ નહિ, અને એવું કહેવામાં આવ્યું કે એના માતા પિતા પણ કોઈ સામાન્ય વ્યક્તિ હતા, અને એ પણ બહુ બકવાસ રીતે.

સ્ટાર વોર્સ એપિસોડ 8 માં લ્યુક સ્કાયવોકર (ડાબે) અને કાયલો રેન (જમણે) વચ્ચે ની અંતિમ લડાઈ.

જો કે રિયાન જોન્સન નો આ આઈડિયા સારો હતો, કે ફોર્સ કોઈ કુટુંબ કે કોઈ બ્લડ લાઈનેજ માં જ આવે એવું જરૂરી નથી, ફોર્સ ગમે તે વ્યક્તિમાં હોઈ શકે છે. અને એ વાત કહેવા માટે એણે એક સાઈડ સ્ટોરી બનાવી જેમાં અમુક ઝાડુ વાળવા વાળા અને ગુલામ બાળકો માં પણ અમુક ફોર્સ ની શક્તિઓ હોય. આ ઉપરાંત લાસ્ટ જેડાઈ માં રે અને કાયલો રેન વચ્ચે એક એવું સરસ ફોર્સ બોન્ડ બનતું અને વિકસતું દેખાયું જેમાં ફોર્સ ની મદદ થી રે અને કાયલો રેન એક બીજા થી દૂર હોવા છતાં એકબીજા ની સામે અને સાથે જ છે એ રીતે એકબીજાનો સંપર્ક કરી શકે છે. આ ફોર્સ બોન્ડ, રે અને કાયલો ની લવ સ્ટોરી વગેરે ના લીધે ધ લાસ્ટ જેડાઇ થોડી ઘણી બચી ગઈ. પણ લોકોને હવે ક્લિયરલી લાગવા માંડ્યું હતું કે સ્ટાર વોર્સ લિટરલી કોઈ પ્રકારના માર્ગદર્શન વગર જઈ રહ્યું છે.

અને જે કોઈને લાગતું હતું કે સ્ટાર વોર્સ સિક્વલ ટ્રાઈલોજી હજુ બચી શકે એમ હતી એ લોકોના બધા ભ્રમ સ્ટાર વોર્સ એપિસોડ 9: ધ રાઇઝ ઓફ સ્કાયવોકર એ ભાંગી નાખ્યા, જ્યોર્જ લુકાસ ની છ ફિલ્મો ની બધી મહેનત અને સ્ટાર વોર્સ ફિલ્મોના લેજેન્ડરી સ્ટેટસ નો આ એક ફિલ્મે કચરો કરી નાખ્યો. અને આ કચરા ની પાછળ એ જ લોકો હતા જેણે 4 વર્ષ પહેલા ફેન્સ ને એક “ન્યુ હોપ” આપેલી, જે જે અબ્રામ્સ, ડિઝની અને કેથેલિન કેનેડી.

જો સ્ટાર વોર્સ એપિસોડ 8 એ ખાલી એપિસોડ 7 ની વાર્તા “કેન્સલ” કરી હોય, તો સ્ટાર વોર્સ એપિસોડ 9 એ એપિસોડ 8 ની વાર્તાને તો કચરાપેટીમાં પધરાવી દીધેલી, પણ સાથે સાથે આખી સ્ટાર વોર્સ સાગા ની વાર્તા કેન્સલ કરી નાખેલી. આપણે એમ્પરર લોર્ડ સિડિયસ જેવું પાત્ર ક્રિએટ કરેલું, રિયાન જોન્સને એને મારી નાખ્યું? તો આપણે એમ્પરર ને પોતે લઇ આવીએ. રે ના પેરન્ટ્સ મહત્વના હતા, રિયાન જોન્સને એ પ્લોટ પોઇન્ટ નો કચરો કર્યો? તો આપણે રે ના પેરન્ટ્સ થી ય ઉપર એના ગ્રાન્ડ પેરન્ટ્સ ને મહત્વના બતાવીએ. કાયલો રેન આપણો લોર્ડ વેડર હતો, રિયાન જોન્સને એ પાત્ર ને હેલ્મેટ તોડાવી ને કાયલો ને વેડર ના ઓછાયા માંથી મુક્ત કર્યો? આપણે એ જ હેલ્મેટ પાછુ રીપેર કરાવીએ અને કાયલો ને પાછો ક્રાય-બેબી બતાવીએ. રે આપણી લ્યુક સ્કાયવોકર હતી, પણ રિયાન જોન્સને આખી બ્લડલાઇન ની વાર્તા નકામી બનાવી દીધી? આપણે છેલ્લે રે ને “સ્કાયવોકર” બનાવી દઈએ, નહીતો હાન સોલો, લ્યુક, લિયા અને બેન સોલો ના મર્યા પછી આપણે ક્યા “સ્કાયવોકર” નો રાઇઝ કરશું? આમ એક ટ્રાઈલોજી ની ત્રણ ફિલ્મોમાં પાત્રો, મેઈન પ્લોટ કે કેરેક્ટર ડેવલપમેન્ટ કશું જ ન હતું. સિરિયસલી, ડિઝની વ્હોટ ધ…..

સ્ટાર વોર્સ એપિસોડ 9: ધ રાઇઝ ઓફ સ્કાયવોકર નો એક સીન

અને આખી ટ્રાયલોજી ની વાર્તા, જે ડચકા ખાતી ખાતી આગળ વધતી હતી, એમાં એમ્પરર ને નાખીને લોકોએ મુર્ખામીનું મહા-પ્રદર્શન કર્યું. આ બે ફિલ્મોમાં જેટલા પ્રશ્નો હતા એ બધાનો એક જ જવાબ, એમ્પરર . રે નો ફોર્સ પાવર? એ એમ્પરર ની પૌત્રી હતી. પહેલી દોઢ ફિલ્મો નો “મહા-વિલન” સ્નોક? એ “પહેલે થી” એમ્પરર દ્વારા કંટ્રોલ્ડ હતો. બેન સોલો નું ડાર્ક સાઈડ માં જઈ ને કાયલો રેન બનવું? “પહેલે થી” એમ્પરર એને ગાઈડ કરતો હતો. આ આખો ફર્સ્ટ ઓર્ડર, સ્ટારકિલર બેઝ અને બધું? એમ્પરર “પહેલે થી” આ બધાની પાછળ હતો. અને જે એમ્પરર “પહેલે થી” આ બધાની પાછળ હતો એનો પહેલી બે ફિલ્મો માં કોઈ પ્રકારનો ઉલ્લેખ કેમ નથી? અને જો એ એટલો બધો પાવરફુલ હતો અને એ એના ક્લોન્સ દ્વારા જીવતો રહ્યો, તો પછી એનાકીન સ્કાયવોકર ની ચુઝન વન ની પ્રોફસી અને એપિસોડ 6 માં એણે કરેલું બધું બલિદાન એળે જ ગયું ને? જો કે આમ જે જે અબ્રામ્સ પાસે એક સરસ વાર્તા લખવાનો ટાઈમ જ નહોતો અને એપિસોડ 9 ના ઓરીજીનલ ડિરેક્ટર કોલીન ટ્રેવોરો ના ફાયર થવાના લીધે જે જે અબ્રામ્સ અને એની રાઇટિંગ ટીમને છેલ્લી ઘડીએ બોલાવવામાં આવેલી. જે જે અબ્રામ્સ ને “નવી વાર્તા” લખી અને ફિલ્મ રિલીઝ કરવા માટે માત્ર 16 મહિનાનો સમય મળેલો, જે સ્ટાર વોર્સ ની ફિલ્મ માટે ઘણો ઓછો હતો. અને આ ડિઝની, લુકાસફિલ્મ અને સ્ટાર વોર્સ માટે કોઈ પહેલી વાર નું ન હતું.

આ પહેલા બે-ત્રણ મહિના પહેલા જ ક્રિયેટિવ ડિફરન્સ ના લીધે સોલો ધ સ્ટાર વોર્સ સ્ટોરી ના ડિરેક્ટર્સ ફીલ લોર્ડ અને ક્રિસ્ટોફર મિલર ને પણ કાઢી મુકવામાં આવેલા અને એના બદલે રોન હાવર્ડ ને હાયર કર્યા. અને એ પછી સોલો ધ સ્ટાર વોર્સ સ્ટોરી માં મોટા પાયે બદલાવ આવ્યા અને ફિલ્મનું રિશુટિંગ થયું. આવું જ ડિઝની ના આવ્યા પછી બહુ વખણાયેલી રોગ વન માં પણ થયું હતું, ડિરેક્ટર ગેરેથ એડવર્ડ્સ ની વાર્તામાં ઘણા બદલાવ લાવવામાં આવ્યા, અને ફિલ્મના મેઈન શૂટિંગ જેટલું જ લાબું રી-શૂટિંગ ચાલ્યું, અને આ આખી પ્રોસેસ માં ગેરેથ એડવર્ડ્સ એ હદે કંટાળી ગયો કે 2016 થી આજ સુધી એણે બીજી કોઈ ફિલ્મ કે સિરીઝ નું ડિરેક્શન નથી કર્યું.

વોર્નર બ્રધર્સ + ડીસી મુવીઝ ની જેમ જ, સ્ટાર વોર્સ ની બધી ફિલ્મો ના ડિરેક્ટર્સ ને ડિઝની અને કેથેલિન કેનેડીએ જાતે પસંદ કરેલા. અને વોર્નર બ્રધર્સ + ડીસી મુવીઝ ની જેમ જ સ્ટાર વોર્સ ની એકાદ બે ને બાદ કરતા બધી ફિલ્મો ને ફેન્સે નકારી દીધી હતી. કાઢી મુકેલા કોલીન ટ્રેવોરો અને ફીલ લોર્ડ + ક્રિસ્ટોફર મિલર ની જોડી હોય કે જેને આગળ વધવા દીધેલા એવા ગેરેથ એડવર્ડ્સ, જે જે અબ્રામ્સ કે રિયાન જોન્સન આ બધા ડિઝની અને લુકાસ ફિલ્મ્સની પહેલી પસંદ હતી.અને ડિઝની દ્વારા ખરીદાયા પછી ની સ્ટાર વોર્સ ફિલ્મો માં સ્ટાર વોર્સ એપિસોડ 7 અને રોગ વન આ બે જ એવી ફિલ્મો છે જેને કોઈ વિવાદ વગર બધા જ લોકો એ વખાણી હોય (સોલો સારી ફિલ્મ હતી, પણ એ આ ડિરેક્ટર્સ ને ફાયર કરવાના લીધે વિવાદો માં ઘેરાઈ હતી).

જોકે એવું પણ નથી કે આમાંથી કોઈ બકવાસ ડિરેક્ટર્સ હતા. કોલીન ટ્રેવોરો ના ખાતામાં બુક ઓફ હેન્રી (જેના ધબડકાના લીધે એને સ્ટાર વોર્સ માંથી કાઢી મુક્યો) સિવાય કોઈ ખરાબ ફિલ્મ નથી, ઉલટું જુરાસિક વર્લ્ડ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ એણે ડિરેક્ટ કરેલી છે. ફીલ લોર્ડ અને ક્રિસ્ટોફર મિલર ની જોડીએ ક્લાઉડિ વિથ ચાન્સ ઓફ મીટબોલ્સ, ધ લેગો મુવી જેવી ફિલ્મો આપેલી છે, કે સ્પાઈડર મેન પર બનેલી ફિલ્મો માની બેસ્ટ એવી સ્પાઈડર મેન ઇન્ટુ ધ સ્પાઈડરવર્સ લખેલી છે. સામે રિયાન જોન્સન નાઇવ્સ આઉટ માટે ઓસ્કાર સુધી જઈ આવે છે અને જે જે અબ્રામ્સ ની કરિયર એટલી મોટી અને વખણાયેલી છે કે સ્ટાર વોર્સ ને સેબોટેજ કરવા છતાં સામાન્ય જનતા માટે એ એક જાણીતા ડિરેક્ટર છે. આ બધા જીનિયસ છે પણ આ બધા પર કોઈ એવું વ્યક્તિ નથી જે સ્ટાર વોર્સ ને સારી રીતે જાણતું હોય અને આ બધા પર કંટ્રોલ રાખી શકે.

સ્ટાર વોર્સ ની સિક્વલ ટ્રાઈલોજી ને એક “શો-રનર” ની જરૂર હતી. જેમ માર્વેલ ના શો રનર તરીકે કેવિન ફેઇજ છે,પિક્સાર માં એન્ડ્રુ સ્ટેન્ટન કે બ્રેડ બર્ડ જેવા સિનિયર્સ છે, સ્ટાર વોર્સ ને એવા જ એક પેશનેટ, સિનિયર અને કંટ્રોલિંગ શો રનર ની જરૂર હતી. જો આવા શો રનર હોત તો જે એપિસોડ 8 અને 9 માં ભૂલો થઇ હતી એ ટાળી શકાત. એવું પણ નથી કે સ્ટાર વોર્સ ની સિક્વલ ટ્રાઈલોજી ને ત્રણ અલગ અલગ ડિરેક્ટર્સ નું હોવું નડ્યું છે. સ્ટાર વોર્સ ની ઓરીજીનલ ટ્રાઈલોજી, જે આજે પણ આઇકોનિક છે એમાં પણ ત્રણ અલગ અલગ ડિરેક્ટર્સ હતા. પણ એ બધા ના માથે જ્યોર્જ લુકાસ હતા અને એનું સતત માર્ગદર્શન, અને સતત ટકોર હતી. વોર્નર બ્રધર્સ + ડીસી મુવીઝ , અને સ્ટાર વોર્સ બંને માં આવા પેશનેટ શો રનર્સ હતા નહિ એટલે આ બંને બ્રાન્ડ્સ આઇકોનિક હોવા છતાં એના લેટેસ્ટ વર્ઝન માં પીટાઈ ગઈ.

જોકે હજુ બધુજ હાથ માંથી ગયું નથી, સ્ટાર વોર્સ નું લેજેન્ડરી સ્ટેટસ હજુ ય જળવાઈ રહ્યું છે. તાજેતરના પ્રયાસો અને એના પરિણામો એ સાબિત કરે છે કે એક પેશનેટ અને સારા વાર્તાકારના હાથમાં બધો કંટ્રોલ દઈ દેવામાં આવે તો સ્ટાર વોર્સ માં હજુય નવા અને સારા મુદ્દાઓ પડ્યા છે જેની વાર્તા ઓ ફરી એકવાર સ્ટાર વોર્સ ને, આપણી સ્ટાર વોર્સ ને એના જુના લેજેન્ડરી સ્ટેટસ માં મૂકી શકે છે.

એ બધા વિષે મે ધ ફોર્સ બી વિથ યુ ના આવતા અને અંતિમ અંક માં વાત કરીએ…. ત્યાં સુધી

મે ધ ફોર્સ બી વિથ યુ….

Leave a comment

1 Comment

  1. May the force be with you-chapter 9 અ ન્યુ હોપ | Mount Meghdoot

Leave a comment