ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી – ઔર ફિર યું હુઆ

વેલકમ બેક ટુ રાઈડ ઓફ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી અગેઇન, આશા રાખીએ છીએ કે તમને આના પહેલા ના ભાગ માં મજા આવી હશે. જે મિત્રો એ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી નો પહેલો ભાગ ન વાચ્યો હોય એને વિનંતી છે કે અહી એને વાચી લે, જેથી આગળ વાચવા માં સરળતા રહે.

પાછલા ભાગ માં છેલ્લા પેરેગ્રાફ માં આપણે કેટલીક શક્યતા ઓ જોઈ હતી, ચાલો જોઈએ આવું ખરેખર થયું હોત તો??

હવે બન્યું એવું, કે રાવણ દ્વારા થતા અન્યાય થી ત્રસ્ત વિભીષણ એ લંકા નો દરબાર છોડવાનું નક્કી કર્યું, પણ એ લંકા નો દરબાર છોડી ને જાય ક્યાં? વિભીષણ પૂરો દેશભક્ત હતો, “રાવણે સીતા નું અપહરણ કર્યું એ સો એ સો ટકા ખોટું પણ એના માટે આપણે આપણા દેશ ને, લંકા ને દગો ન દેવાય. એમાય પાછો રાવણ બહાદુર અને બુદ્ધિમાન યોદ્ધો છે, કદાચ એ આ વાનર અને રીંછ ની સેના ને પળવાર માં મસળી દે તો? ના રે! મારે રાવણ તરફ થી નથી લડવું, પણ રામ નો ય સાથ નથી દેવો, બંને તરફ આપણી હાજરી પુરાવી નાખવી છે, જે જીતે એના પક્ષ માં રહી ને કઈ નહિ તો છેલ્લે જીવતદાન તો માગી શકાય!” આમ વિચારી વિભીષણ રામ પાસે નથી ગયો…
પણ હોની કો કૌન ટાલ સકતા હૈ… રામ રાવણ નું યુદ્ધ થયું. રામ ની સેના અને રાવણ ના રાક્ષસો બહાદુરી થી લડ્યા. ઇન્દ્રજીત, કુમ્ભકર્ણ અને લંકા ના બીજા બધા યોદ્ધા ઓ ને રામ ની વાનર અને રીંછ સેના એ વીરતા ભર્યો અંત આપ્યો, એક માત્ર આગેવાન યોદ્ધા રહ્યો હોવાથી રાવણ ને યુદ્ધ માં ઉતરવું પડ્યું. લંકા ના સેનાપતિ હોવાના નાતે અને વધારે જાનહાની રોકવા માટે રાવણે રામ ને દ્વંદ માટે લલકાર્યા.
રામ અને રાવણ નું દ્વંદ બહુ લાંબુ ચાલ્યું, આ તરફ ભારતવર્ષ ના શ્રેષ્ઠ યોદ્ધા રામ અને આ તરફ લગભગ એટલો જ શ્રેષ્ઠ અને બુદ્ધિમાન રાવણ, રામ પાસે તાકાત અને બુદ્ધિ અને રાવણ પાસે એના રહસ્યો. બે માંથી કોઈ લાંબા સમય સુધી ટસ નું મસ ના થયું… અયોધ્યા-કિષ્કિન્ધા અને લંકા વચ્ચે નું યુદ્ધ લગભગ બે વર્ષ ચાલ્યું. આખરે કંટાળી જઈ અને એકબીજા થી પ્રભાવિત થઇ રામ અને રાવણ એક બીજા સાથે સંધી પર આવ્યા. એ સંધી પ્રમાણે રાવણ જીવનપર્યંત લંકા નો રાજા અને અયોધ્યા નો સૈન્ય સલાહકાર રહ્યો, બીજી તરફ અયોધ્યા લંકા ની આર્થિક, નીતિવિષયક અને બીજી સુવિધા ઓ નું ધ્યાન રાખ્યું….. વિભીષણ નું શું થયું એ આજ સુધી કોઈ ને ખબર નથી… આજ ની તારીખે આપણે ફાગણ સુદ પૂનમ ને રામ અને રાવણ ના સંધી દિન તરીકે માનવીએ છીએ…

રામ અને રાવણ ના મૃત્યુ પછી બધું બરાબર ચાલ્યું, વર્ષો પછી ભારતવર્ષ માં કુરુ વંશ માં પાંડુ નામે એક મહાન રાજા થઇ ગયો. એ ન્યાયપ્રિય રાજા ને બાળપણ થી પાંડુ રોગ (કમળો) હતો. એ એના અંધ મોટાભાઈ ધ્રુતરાષ્ટ્ર ની મદદ થી હસ્તિનાપુર નું રાજ્ય આનંદ થી ચલાવતો હતો. એક વખત શિકાર કરતી વખતે ભૂલ માંથી એક કામાતુર ઋષિ ને જંગલી પ્રાણી સમજી મારી નાખ્યા, મરતી વખતે એ ઋષિ એ પાંડુ ને શ્રાપ આપ્યો કે જયારે એ કામક્રીડા કરશે કે તરત જ એનું મૃત્યુ થશે.દુખી  પાંડુ હસ્તિનાપુર નું રાજ્ય એના ભાઈ ધ્રુતરાષ્ટ્ર ને સોપી એની પત્ની ઓ કુંતી અને માદ્રી ને લઇ જંગલ જતો રહ્યો. જંગલ માં કુંતી એ અને માદ્રી એ કુંતી ને મળેલા દિવ્ય મંત્રો ની મદદ થી પાંડવો ને જન્મ આપ્યો.
એક વાર જંગલ માં પાંડુ અને માદ્રી એકલા હતા. ઘણા સમય થી બ્રમ્હચર્ય પાળવાને લીધે પાંડુ ને કામ આવેગ ઉત્પન્ન થઇ ગયો. અચાનક ઝાડ ના પાંદડા ખખડયા અને પાંડુ ને ભૂલ માંથી પેલા ઋષિ ની હત્યા યાદ આવી ગઈ. પાંડુ અને માદ્રી અલગ થઇ ગયા.

જંગલ માં થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પણ અચાનક વિદુર ને પાંડુ ની જરૂર પડી, ભીષ્મ, અને બીજા વડીલો ની સલાહ લઇ પાંડુ ને ફરીવાર રાજા બનાવી દેવા માં આવ્યા. પાંડુ, ધ્રુતરાષ્ટ્ર અને વિદુર ત્રણેય ભાઈઓ એ મળી ને પાંચ પાંડવો અને સો કૌરવો નો ખુબ સારી રીતે ઉછેર કર્યો હતો. સહુથી મોટા પાંડવ યુધીષ્ઠીર ની સલાહ થી ધ્રુતરાષ્ટ્ર ના સહુથી મોટા પુત્ર દુર્યોધન ને હસ્તિનાપુર નો રાજા બનાવવા માં આવ્યો અને યુધીષ્ઠીર હસ્તિનાપુર નો મહામંત્રી અને નવરચિત ઇન્દ્રપ્રસ્થ નો રાજા બનાવવા માં આવ્યો. બંને ભાઈઓ એ સૂઝ બુઝ થી વર્ષો સુધી રાજ્ય કર્યું. કહેવાય છે કે સો કૌરવો, પાંચ પાંડવો અને કેટલાક સહયોગી ઓ ને સત્તા ભોગવવા માં અને મહત્વ ના નિર્ણયો લેવા માં સહભાગી બનાવી ને યુધીષ્ઠીર અને દુર્યોધન એ આધુનિક લોકશાહી ના પાયા નાખ્યા હતા.

આ તરફ મથુરા ના રાજા કંસ એ એની બહેન દેવકી અને બનેવી વાસુદેવ ના લગ્ન ધામધૂમ થી કરાવ્યા, પણ રસ્તામાં થયેલી આકાશવાણી-કંસ અને દેવકી નું આઠમું સંતાન એની હત્યા કરશે- ને ગંભીરતા થી લઇ પોતાની સલામતી માટે કંસે વાસુદેવ અને દેવકી ને કારાગાર માં પૂરી દીધા. પરંતુ કંસે એક મોટી ભૂલ કરી હતી. બંને ને અલગ અલગ કારાગાર માં પુરવા ને બદલે એક જ કારાગાર માં રાખ્યા હતા. જાતે દહાડે દેવકી એ એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો. જો કે કંસ ત્યાં સુધી પેલી આકાશવાણી ભૂલી ગયો હતો. પોતાના ભાણેજ ને રમાડવા ગયેલા અને દેવકી-વાસુદેવ ને મુક્ત કરવા ગયેલા કંસ ને આ આકાશવાણી યાદ આવી ગઈ. અને તરત જ ગુસ્સા માં અને ગુસ્સા માં એના ભાણેજ ની હત્યા કરી દીધી. હસ્તિનાપુર ના મહામંત્રી વિદુર ની સલાહ થી કંસે વધારે અગમચેતી વાપરી ને દેવકી અને વાસુદેવ ને અલગ અલગ કારાગાર માં પૂરી દીધા.

વાસુદેવ-દેવકી એક બીજા ને કદી મળ્યા નહિ, અને બંને ને કોઈ સંતાન ના થયા. આકાશવાણી ને ખોટી સાબિત કરી કંસ મથુરા નો રાજા બની રહ્યો. વિદુર ની સલાહ થી જીવ બચ્યો હોવાને લીધે કંસ આજીવન વિદુર નો આભારી રહ્યો અને મથુરા હસ્તિનાપુર રાજ્ય નો ભાગ બની ગયું.

રામ-રાવણ, પાંડવો અને કૌરવો ની સંસ્કૃતિ બહુ ન ટકી…. એનો શતમુખ વીનીપાત શરુ રહ્યો. બહાર ના આક્રમણકારી ઓ એ આવીને દેશ ને ફોલી લીધો. બધું બાકી હતું ત્યાં અંગ્રેજો આવ્યા અને દેશ પર ૧૯૦ વર્ષ રાજ કર્યું.
દેશ જયારે આઝાદી તરફ ગતિ કરી રહ્યો હતો ત્યારે મુહંમદ અલી જિન્નાહ એ અલગ પાકિસ્તાન ની માંગણી ને પોતાનો સપોર્ટ આપી આ માંગ મજબુત બનાવી. અને આખરે અંગ્રેજો પાકિસ્તાન ની રચના કરવા ઉપર સહમત થયા. આ તરફ કોંગ્રેસ અખંડ ભારત ની માંગ રાખી ને ઉભું હતું. પરંતુ કોઈ ને ખબર ન હતી કે જિન્નાહ જીવલેણ બીમારી થી પીડાતા હતા અને લાંબુ ખેચવાના ન હતા.સમય ૧૯૪૬ ના અંત નો  હતો.
દેશ ના ઘણા યુવાનો અંગ્રેજો ના સંપર્ક માં આવી અંગ્રેજી સાહિત્ય વાચતા થઇ ગયા હતા. ડોક્ટર વિશ્વનાથન પટેલ અને ડોક્ટર રોહિણી ઘોષ પણ આમાંના એક હતા. એચ જી વેલ્સ ની “ટાઈમ મશીન” ની પ્રેરણા લઇ ટાઈમ મશીન બનાવવા એમણે આખી જીંદગી ખર્ચી નાખી હતી. હવે જયારે ટાઈમ મશીન તૈયાર હતું ત્યારે તેઓ કોઈ મહાન વિભૂતિ ને આના પ્રથમ ઉપયોગ માટે બોલાવવાના હતા. બંને એ પહેલા ગાંધીજી નો સંપર્ક કર્યો, ખરાબ તબિયત ના લીધે ગાંધીજી  આવા પ્રયોગો નો ભાગ બની શકે એમ નહોતા. જવાહર કોંગ્રેસ નો પ્રેસિડેન્ટ બને એવી મોતીલાલ ની ઈચ્છા પૂરી કર્યા પછી સરદાર ને થયેલા અન્યાય ને લીધે ગાંધીજી નું મન કોચવાતું હતું. અચાનક એમના મન માં આ ટાઈમ મશીન નું ઉદઘાટન સરદાર કરે એવી સ્ફૂરણા થઇ. એન્ડ ધ રેસ્ટ ઇસ હિસ્ટ્રી.
સરદારે ટાઈમ મશીન નો ઉપયોગ કરી ને જોઈ લીધું કે જિન્નાહ ૨ વર્ષ માં મૃત્યુ પામવાના છે. એટલે જે પાકિસ્તાન રચના ને તે સહમતી આપતા હતા એ તેના વિરોધ માં થઇ ગયા. સરદારે ગાંધીજી અને નેહરુ ને પણ અખંડ ભારત ની માંગ ને વળગી રહેવા માટે માનવી લીધા. લોર્ડ માઉન્ટબેટન પાસે ઉગ્ર દલીલો કરવા માં આવી અને આઝાદી વખતે પાકિસ્તાન ને બીજા રાજ્યો ની જેમ ટ્રીટ કરવા ની મંજુરી મળી ગઈ. એટલે હવે રાજ્યો પાસે રહેલી ત્રણ ચોઈસ- ભારત, પાકિસ્તાન અથવા સ્વતંત્રતા બે ચોઈસ માં ફેરવાઈ ગઈ- ભારત અથવા સ્વતંત્રતા. જો કે સ્વતંત્ર રાજ્યો ને ભેગા મળી એક અલગ દેશ કે ભારત નું રાજ્ય બનવું હોય તો એ છૂટ આપવા માં આવી.
સરદાર એ પોતાની કુનેહ થી બધા રાજ્યો ને ભારત માં સમાવી લીધા. હૈદરાબાદ, ગોવા અને જુનાગઢ માટે આરઝી હકુમત અને આર્મી નો ઉપયોગ કરવા માં આવ્યો. સરહદ ના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન સરહદી પ્રાંત માં સરદાર ની મદદ માં રહ્યા. આજે ભારત ૩૦ રાજ્યો નું બનેલું વિશાળ રાષ્ટ્ર છે. મુસ્લિમ લીગ ની વિનંતી ને ધ્યાન માં રાખી શરૂઆત માં સરહદી પ્રાંત અને કાશ્મીર ને પોતાની અલગ નીતિઓ આપવાનું ઠરાવ્યું. પણ ૧૯૫૭ માં સરદાર ના વડપણ હેઠળ રચાયેલી સમિતિ એ સરહદી પ્રાંત ને મુસ્લિમ લીગ ની વિનંતી થી પાકિસ્તાન નામ આપ્યું અને વિશેષ સુવિધા ભોગવતા ત્રણ પ્રાંત – સરહદી પ્રાંત(પાકિસ્તાન), કાશ્મીર અને બંગાળ ની વિશેષ સુવિધા ઓ નાબુદ કરવા માં આવી. થોડા સમય બાદ થનારી રાજ્યો ની પુનર્રચના માં બંગાળ ના બે ટુકડા કરવા માં આવ્યા, પૂર્વી બંગાળ અને પશ્ચિમ બંગાળ.
આ તરફ મહાત્મા ગાંધી સામે કેટલાક લોકો નો સૈધાંતિક અને આત્યંતિક વિરોધ શરુ હતો, પરંતુ પાકિસ્તાન ને કુનેહ પૂર્વક ભારત માં રાખવા માં એની પણ પ્રેરણા હતી એ જાણી એમનો વિરોધ શમી ગયો. ભૂતકાળ માં કરેલી કેટલીક ભૂલો નું પ્રાયશ્ચિત કરવા માટે મહાત્મા ગાંધી એ પોતાની જાહેર મુલાકાતો ઓછી કરી નાખી અને થોડો સમય અમદાવાદ આશ્રમ માં ગાળી, જીવન પર્યંતપૂર્વોત્તર ભારત માં પોતાની સામાજિક સેવાઓ આપતા રહ્યા.અંતે ૯૦ વર્ષ ની ઉંમરે દિલ્હી માં તેમનું દેહાંત થયું.

થયું? કે ના થયું? કે પછી એવી રીતે થયું કે જેવી રીતે થવું ન જોઈએ? કે પછી એવી રીતે નથી થયું જેવી રીતે થવું જોઈએ???છે ને ઓલ્ટર્નેટ હિસ્ટ્રી તારે ઝમીન પર ના પેલા ડાયલોગ જેવી

जो होता है वो दीखता नहीं
जो दीखता है वो होता नहीं
जो नहीं होता है वो कभी कभी दिख जाता है
और जो नहीं दीखता वो कभी कभी हो जाता है…. [કદાચ આ ડાયલોગ માં કઈ ભૂલ રહી ગઈ હશે…. પૂરે પૂરું યાદ શક્તિ ના આધારે લખ્યું છે, ભૂલ હોય અને કોઈ પાસે સાચો ડાયલોગ હોય તો કમેન્ટ મારી શકો છો]

સેમીકોલોન
[પ્રોગ્રામિંગ માં ઘણી બધી લેન્ગવેજ એવી હોય છે જેમાં કોઈ પણ કમાંડ પૂરો થયો છે એની જાણ કરવા માટે સેમીકોલોન મુકવા માં આવે છે, તો હવે થી હર્ષ ના પાપી કાગડા ની જેમ આપડેય પોસ્ટ નો અંત લાવવા માટે સેમીકોલોન મૂકશું]

1. આ પોસ્ટ માં હિસ્ટ્રી જે છેડખાની થઇ છે એ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી નો ખયાલ આપવા માટે જ થઇ છે, મને ખરેખર શું થયું છે એ ખયાલ છે અને એના માટે સન્માન પણ છે. આ પોસ્ટ કોઈ ની લાગણી દુભાવવા કે કોઈ ને ટાર્ગેટ રાખી ને લખવા માં નથી આવી
2.ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ની પ્રથમ પોસ્ટ નું ટાઈટલ ગાલીબ ની ગઝલ પર થી હતું, આ બીજી પોસ્ટ નું ટાઈટલ ગાલીબ ના ફોલોઅર એવા ગુલઝાર સાબ ના શબ્દો છે જે સિદ્ધાર્થ નારાયણ સ્ટારર “સ્ટ્રાઈકર” ફિલ્મ માટે વિશાલ ભારદ્વાજે સંગીતબદ્ધ કર્યા છે અને ગાયું છે. આ ફિલ્મ નું “ચમ ચમ” કરીને પણ એક સરસ ગીત છે જે સોનું નિગમ એ ગાયેલું છે. સિદ્ધાર્થ નારાયણ એટલે રંગ દે બસંતી નો કરણ સિંઘાનિયા = ભગત સિંહ. અને યુવા ના તમિલ વર્ઝન ‘આયીથા એઝુથું’ માં વિવેક ઓબેરોઈ વાળો રોલ એણે કરેલો છે.

Advertisements
Leave a comment

2 Comments

 1. હિસ્ટ્રી વાંચવાની આમ તો મને મજા આવે પણ ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી માં વાંચતાં વાંચતાં ખડખડાટ હસવું આવે છે!
  વેલડન એન્ડ વંડરફૂલ પોસ્ટ…
  ટાઈમમશીન નો કોન્સેપ્ટ પણ સુપર્બ રીતે વણી લીધો છે! 🙂

  Reply
 2. આમતો હું બહુ ડાયો(દોઢ)ના થાવ પણ મને થોડોક વિચાર આવ્યો આવી મસ્ત પોસ્ટ વાંચીને
  જયારે અંગ્રેજો જવા નું નામ નતા લેતા ત્યારે એક બંગાળી બાબુ ગયા જાપાન,ત્યાં જય ને ટાપસી પૂરી કે બોસ,ભારત ને બચાવો
  અને બધી ઇલેક્ટ્રિક આઈટ્મ તમે અમારે ત્યાં વેંચો,અને મસ્ત રસોગોલા ખવરાવી દીધો
  જાપાન વાળા ગેલ માં આવી અમેરિકા સામે લડ્યા,અમેરિકા એ બે મોટા સુતળી બમ ફેકી એને ટાઢા કરી નાખ્યા
  એ બંગાળી બાબુ જર્મની ગયા ત્યાં ચાર્લી ચેપ્લિન ના(સોતેલા)ભાઈ ને મસ્ત ચાવી ફીટ કરી
  અમારે ત્યાં બધી ગાડીઓ તમારી
  મોઢા માંથી થુંક ના અવિરત પ્રવા સાથે અને બધા ને તૈયાર કયરા
  એ દરમિયાન પોતડી વાળા ગુજુ ભાઈ એ અંગ્રજો ને ચીટીયા ભરવાનું ચાલુ રાખ્યું
  પછી તો બધાને ખબરજ છે શું થયું
  પણ એ દરમિયાન એક સાવ લુખું અને નાગુપુગું દેશ પડોસી ને ત્યાંથી ચોરી કરી અને માલ પોતાના નામે વેંચવાનો સારું કર્યો
  ત્યારે અપડા સુતળી બોમ વાળા,અંગ્રજો,કે બીજા કાય ના કરી શક્યા

  અને ખુબજ અલ્ટરનેટિવ રીતે આપડો ઇતિહાસ લખ્યો છે,મજા આવી ગય

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: