• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    November 2011
    M T W T F S S
     123456
    78910111213
    14151617181920
    21222324252627
    282930  
  • People till date enjoyed our raindrops

    • 47,296 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

Movie Marketing

મુવી માર્કેટિંગ- આ શબ્દ સાંભળતા જ સ્ટાર્સ અને એમના વિવિધ નખરા યાદ આવે જે એઓ અલગ ચેનલ્સ પર જઈને કરી બતાવતા હોય છે. રા.વન રીલીઝ થવાની હતી એ પહેલા શાહરુખ ખાને લગભગ દરેક ચેનલ પર શક્ય ભવાડા કરવામાં કસર બાકી નહોતી રાખી. જો કે,આ કઈ નવું નથી. લગભગ દરેક નવી ફિલ્મની રીલીઝ ટાણે વિવિધ રીયાલીટી શો માં સ્ટાર્સને બોલાવવામાં આવે છે. યાદ હોય તો રાઝ-૨ વખતે ઝી પર સારેગામાપા નામનો સરસ શો આવતો.પણ, મુવીના પ્રમોશન પાછળ એ આખો એપિસોડ એવો વિકૃત કરી મુકવામાં આવ્યો હતો કે આપણને એમ થાય કે આ શો છે કે સાળંગપુરનો પેલો ભૂત કાઢવાનો ઓરડો?તરત પકડાય જાય એવી વિઝ્યુઅલ ઈફેક્ટસ, જજીસનું સમજી શકાય એવું વર્તન આ બધું ફોર્મ્યુલેટ કરેલું લાગે. આદર્શ શ્રીવાસ્તવ નામક એક કપિને જજ તરીકે જોઈને ઘોર નિરાશા ઉપજે એવું એનું વર્તન હતું. સદરહુ એપિસોડની આ અલ્પમતિ પર એવી અસર પડી છે કે હજીય સારેગામાપા કે ફિલ્મ પ્રમોશન નું નામ પડે એટલે ચેનલ બદલી નાખવામાં આવે છે… 😛

હકીકતે, ફિલ્મને મારી મચડીને હીટ કરાવવામાં પ્રોડ્યુસરનું પ્રેશર અને ફાયનાન્સરનો ફીયર વધુ જવાબદાર હોય છે. જો તમારી ફિલ્મ સારી હશે, સ્ક્રીપ્ટ સારી હશે, સ્ક્રીનપ્લે સારું હશે તો બેશક હીટ જવાની જ છે.પણ, આપણી ફિલ્મોનો પ્રેક્ષક્ બધાયનો બાપ છે. એને શું ગમશે એ કાયમ ‘એના હુકમનું પાનું’ છે. આપણો પ્રેક્ષક્ છુપો રૂસ્તમ છે. એ ક્યારેય પોતાની પસંદગી જાહેર કરતો નથી. મુવીઝ થી લઈને મેરેજ સુધી આ ફંડા ફીટ બેસે છે. પરિણામે ‘ફેન્સી’ એટલું વધુ સારું એવી ફોર્મ્યુલા લઈને ડિરેક્ટર્સ મચી પડે છે. યાદ કરો ‘દબંગ’. રેઢિયાળ ફિલ્મની કેટેગરીમાં સલ્લુની અભિનય ક્ષમતા(LMAO!!) અને એની રિક્ષાવાળાથી લઈને રીચ માંમુલોગ સુધીની પ્રચંડ લોકપ્રિયતાના જોરે પબ્લીકને ગમે તેવા(ફરીવાર LMAO!!) ફિલ્મના મસાલા ઉમેરેલા જોઈને ચાલું ફિલ્મે ઉબકો આવી જાય તોય તમે ગળા નીચે ઉતારી ન શકો કે થૂંકી પણ ન શકો એવી હાલત હોય ત્યારે તમને તમારા ટીકીટના રૂપિયા પર દયા આવે. તોય દબંગ હીટ નહિ,સુપરડુપર હીટ જાય છે.

પ્રમોશનની વાત હોય અને આમીર ખાન ને ભૂલો તો ‘ખાન હત્યા’નું પાપ લાગે. વેલ,અલગ ફિલ્મો માં અલગ કીરદાર કરીને ફેમસ બનેલો આ ખાન પ્રમોશન માટે નવું નવું ગોતી કાઢે છે. ‘મંગલ પાંડે’ વખતે મોટી મૂછો અને ‘તારે ઝમીન પર’ વખતે યુંનીકોર્ન શીંગડા જેવી હેર સ્ટાઈલ જેવા નાટકથી એ ફિલ્મને પ્રમોટ કરે છે. પરંતુ સાથે એ ન ભુલાય કે એની ફિલ્મો અર્થપૂર્ણ હોય છે. મંગલ પાંડે ફ્લોપ ગઈ હતી પણ આમિરના લુક્સના વખાણ થયા હતા, ‘તારે ઝમીન પર’ દબંગ જેટલી તો નહીં,પરંતુ સંવેદનશીલ ફિલ્મ ગણાવી શકાય એવી તો હતી જ. એજ રીતે જોવા જઈએ તો તરણ આદર્શ અને એવા અમુક ફિલ્મ ક્રિટીક્સ જાણે ફિક્સ થઇ ગયા હોય એમ સ્ટાર કાસ્ટ અને બજેટને અનુલક્ષીને ફિલ્મને પાંચમાંથી ચાર સાડા ચાર સ્ટાર આપી દે છે. અલ્યા ભાઈ, જો સ્ટાર કાસ્ટને અને બજેટને જ જોવા જઈએ તો રા.વનને સિનેમાના ઈતિહાસની સૌથી મોટી હીટ ગણવી પડે. છે હીટ?ના. વેલ, આ માર્કેટમાં પોતાની ચીજ ઉત્તમ છે એ ગાઈ વગાડીને કહેશો તો જ એ વેચાશે એવું લગભગ દરેક વેપારી માનતો હોય છે. પણ,માર્કેટ એના નામ મુજબ જ વોલેટાઈલ છે. અહીં ચુપચાપ આવેલી ફિલ્મો હીટ જાય છે(ઉડાન, સ્લમડોગ વગેરે) અને બહુ ગાજેલી ફિલ્મો(રા.વન) ઉકરડે પટકાય છે. ફિલ્મના પ્રમોશન માટેના નીતનવા ગતકડા PR એજન્સીઓ કરતી હોય છે એ બધાને ખબર છે. ચોક્કસ સમયે ફિલ્મ સાથે જોડાયેલા રદ્દી ન્યુઝ પણ ‘બ્રેકિંગ’ કરીને તરતા મુકવા, સ્ટાર્સને રીયાલીટી શો માં બોલાવીને એમની ચાપલુસી કરતા ગીતો સ્પર્ધકો પાસે ગવડાવવા, શુટીંગ સમયે એક સ્ટાર બીજા સ્ટારને કેવી ‘કમાલ’રીતે હેરાન કરતો, પાત્રમાં ‘ઘુસવા’ કેવી રીતે એક સ્ટાર સ્મોકિંગ/ડ્રગ્સ/દારુ શરુ કરી દે…આ બધું સ્ટ્રેટેજીના ભાગરૂપ હોય છે. દરેક ફિલ્મે મુખ્ય સ્ટારનું નામ બદલાય છે, પ્રચારનો તરીકો નથી બદલાતો. લગભગ દરેક મોટા બેનરની ફિલ્મનું પ્રમોશન રવિ પાડ્ડા અને બિન્ની પાડ્ડાના હાથમાં હોય છે એવું ઓબ્ઝર્વેશન હોય છે. આઉટડોર મીડિયા પાર્ટનર તરીકે બ્રાઈટ મીડિયા હોય છે. એ ન હોય તો દૈનિક ભાસ્કર હોય છે.

સૌથી વધુ જાણીતો બનેલો નવો તરીકો છે ફિલ્મના મ્યુઝીકનું શરૂઆતમાં લોન્ચ. એકાદ પ્રાઈવેટ રેડીયો સ્ટેશન પકડો અને એકાદા પોપ્યુલર RJ પાસે એમ કહેવડાવી દો કે ‘આ સોંગ એક્સક્લુઝીવલી …FM પર’. દિવસમાં દસ વાર વગાડો એટલે મ્યુઝીક હીટ. જે ખર્ચો નીકળ્યો એ. વધુ વસુલ કરવા હોય તો એકાદા સ્ટારને રેડિયો સ્ટેશન એ બોલાવો(જો કે, મુંબઈમાં બોલાવીને ત્યાની ઓડિયો રેકોર્ડીંગમાં કટ કરીને દરેક સ્ટેશન એ જરૂરિયાત મુજબ ખેલ કરીને વગાડવામાં આવે છે. 😉 ), બે ત્રણ ચવાયેલ કિસ્સા બોલવા દો અને ફોર્મ્યુલેટેડ એક્સાઈટમેન્ટથી RJ બોલશે, ‘વાઉ…તો આ હતા ફિલ્મ … ના સ્ટાર… સ્ટે ટ્યુનડ ટુ … FM ’

દરેક વસ્તુ/પ્રોડક્ટ કસ્ટમરથી જ હોય છે, ટકે છે અને હીટ જાય છે. પણ,કસ્ટમર ડીમાંડ કરતા કસ્ટમર સેટીસ્ફેકશન વધુ મહત્વનું છે એમ આ લોકો કેમ ભૂલી જાય છે? માર્કેટિંગ એટલે માત્ર ગતકડા નથી, રદ્દીછાપ ગીમીક્સ નથી, એમ તો ‘હેરી પોટર’નુંય જબ્બર માર્કેટિંગ થયું છે. પણ,એનાથી ફિલ્મ કે બુક ભંગાર નથી થઇ જતી. માર્કેટિંગ એમાં એક બેકબોન તરીકે કામ કરે છે. લોર્ડ ઓફ ધ રિંગ્સ વખતે પણ જોરદાર માર્કેટિંગ કે પ્રમોશન-ગતકડા નહોતા કરવામાં આવ્યા. આજકાલ સોશિયલ સાઈટ્સ પર સીધા પેજ બનાવીને એક્સક્લુઝીવ વિડિયોઝ શેર કરવામાં આવે છે અને ચટપટી વાતો મુકવામાં આવે છે. મુખ્ય ફેક્ટર ‘વર્ડ ઓફ માઉથ’ ચેનલ થ્રુ થતું માર્કેટિંગ છે. એક કોઈક ફિલ્મ જુએ એટલે બીજાને કહે અને બીજો એમાંથી પોતાના કામનું રાખીને ત્રીજાને વાત કરે એટલે બે કામ થાય. કા તો ફિલ્મની વાતની વાટ લાગી જાય અને કા ત્રીજો મુવી જોવા જવાનું નક્કી કરે. મોટાભાગની પ્રજા આ જ સિદ્ધાંત પર મુવી જોવી કે નહિ એ નક્કી કરતા હોય છે. મુવીની પ્રજામાં ચર્ચા થવી એ મુખ્ય ચેલેન્જ છે જેમાં આજકાલ આ એજન્સીઓ નબળી પડતી જણાય છે. ટાઈમ ટુ થીંક અગેઇન ફ્રેન્ડ્સ. વસ્તુ એ છે કે તગડું માર્કેટિંગ કરો ત્યારે પ્રજા એમ વિચારે છે કે એવું તે શું હશે કે માર્કેટિંગ કરે છે?નક્કી ફિલ્મમાં ભલીવાર નહિ હોય.ડીટ્ટો મેરેજ માટે શોધાતું પાત્ર. કોઈ સરસ પાત્ર હોય,નેચરમાં પણ સારું હોય પરંતુ એની કોઈ રીલેશનશીપ હોય અને ગામ આખામાં ફરવાને લીધે ખબર પડી ગઈ હોય,ત્યારે એની હાઈ એડ્યુકેશનલ ડીગ્રી કે અધધ પે સ્કેલ ન જોવાતા એનું લફરું જ જોવાય છે.ભલેને એના સગાવહાલા એના સારા નેચરના ગુણગાન ગાતા હોય.

માર્કેટિંગ મેનેજમેન્ટના ગુરુ દ્રૌણ ફિલીપ કોટલર કહે છે કે Instincts બેઝ્ડ માર્કેટિંગ હંમેશા હીટ જાય છે. કોકાકોલાની એડ્સ જોઈ છે? એમાં કોમન ફેક્ટર તમારી અંદરના ફીલિંગ્સના નાના નાના ઘૂંટડાઓ છે જે તમે જીવનમાં ક્યારેક ફેસ કર્યા હોય છે, શેર કર્યા હોય છે. મુવીઝ્માં આ ફેક્ટર જરૂરથી હીટ જાય એવો છે. સ્ટીરીયોટાઈપ પેંતરા અજમાવવાથી પ્રજા બોર થઇ જાય છે અને સરવાળે ફિલ્મવાળા બધાયને ઠળિયા બનવાનો વારો આવે છે. માર્કેટિંગ જરૂરથી થવું જોઈએ,નહિતર સારી વસ્તુ/ફિલ્મને પ્રશંસાના વાંકે અંધારામાં ખોવાઈ જવું પડે છે. વિચાર કરો, જો ‘લગાન’નું લોબીઈંગ ન થયું હોત તો ઓસ્કાર સુધી પહોચી શકી હોત? ‘પીપલી લાઈવ’ પ્રજામાં આવો આવકાર પામત? ચેતન ભગતની જબ્બર યુથ અપીલને વટાવી ખાવા ‘થ્રી ઈડિયટ્સ’ બની હોત ખરી?અને એ બહાને ફરીથી કોલેજ લાઈફ હીટ ગઈ હોત?

પાપીની કાગવાણી:

માર્કેટિંગમાં બે જ વસ્તુ ટકે છે: કસ્ટમર અને એની માનસિકતામાં આવતો ચેન્જ.

Leave a comment

4 Comments

  1. Hi Harshbhai nice post and some cool one liners…
    I wana say something i dnt knw its related to this post or nt…

    First among current super stars SRK has started to promote movies by attending shows and to find newly and different idea of marketing….People say Aamir Khan is marketing Guru but I think SRK has started many time ago…..but here is not point abt SRk ,Aamir Khan or any1 else..so leaving this discussion nw….

    But ya I think every one who thinks tht movie is something good or above than average should go for extensive marketing….because if we take example of movie Udaan this movie is awesome but it came silently but this movie is more clicked and talked when it got awards and people started to watch on TV cables or on channels…Same thing I think for Singham…personally I like movie Singham more…but it worked more on mouth publicity than becoz of its promotion.and this case it satisfies the principle of Mouth Publicity…….Otherwise Singham business would be much more not only 106 cr….but chalata hai..Its choice of Singham team….becoz I dnt think they would hv problem of Marketing Budget….(Thodi cars no kacharo o6o karat etle thai jaat..ha ha)

    Nw for what I wana say lets take case study of R1..but let me clarify one thing wat i m writting in this case is just related with marketing….not for cinematic quality or not as a biased fan of SRK…

    –>Lets say R1 is pathetic movie ..too worst movie.. but marketing strategies managed to arise storm of buzz in public for movie…and some got excited..some got thrilled..some got puzzled..some stay in mystery..dekhate hai movie main hoga kya..?(just as like u mentioned..) and also SRk haters also gone to watch movie so tht they can criticize well..(lolz…strange but true,,…aankhe joyelu 6e….ane pa6i bahar aavine kahe ke hun keto ja hato ne ke R1 SRk na movie man kai na hoy….ha ha ha) ..and by all these marketing strategies and help of Diwali vacation R1 managed to stay in profit in spite of its too heavy budget…So sometimes I say like this : “Sometimes its nt about Winning…Its Abt Marketing…”

    –> But R1 has opened many doors in areas of marketing….like Internet..Yes R1 is also the first movie in India Cinema who has spent 15 cr in Internet marketing….During promotions R1 was not only on all TV channels but also on many web pages…..and also Web Promotions suits more to theme of techy movie R1….so I find it appropriate,….

    –> Also If we think to be big like Hollywood in terms of Budget (Ya in terms of Budget becoz script,direction and other many things are just another point of Discussion) then we are still far 450 crs less…
    Becoz R1’s budget was 150 crs….where Hollywood super hero movies Spider Man 1,Iron Man 1 and also Dark Knight have budget around 600 crs…..
    Even if we think tht movie making in India is cheaper in comparison of Hollywood but still we hv need to increase budget to make more giant movies…at least wid nice script not like R1…
    then main thing is tht how this money wil be recovered..? Only by selling tickets and rights of satellites and music.??.No…we wil need more sources of revenue generation also….and tht wil be selling merchandise and Game Selling for every platform and for most of electronic medium….R1 has done this very well….R1 has made awesome and nice games with India Games….and it wil generate revenues frm it also ..and also by merchandise….

    –> SRK is also smart in one thing tht many few persons noticed…R1’s much shooting is also done in UK…. so he got 25 crs frm UK government for shooting in UK….aa vaat bahu o6a loko na dhyan man aavi 6e..

    –> R1 study case here Ends nw….Assignments will be put on noticeboard..ha ha ha..just kidding…..

    And last one thing which is totally not related to this subject…
    Dabangg mane pan saav falatu movie lagi hati…but Salmaan says one thing…Rikshawala ne mate shun kaam na movie banavava joiye….shun te loko pan manas nathi…? shun te loko ne entertainmnet na malavu joiye….? (Ha te alag vastu 6e ke tema aapana magaj ni nas khenchai jaay….pan thik 6e….chalata hai…multiplex main siti baje to movie hit hai boss….)

    Chalo to ahiyan hun aa mari essay – cum – coment puri karu 6u…Again liked this post and liked this subject for blogging…too hatke and very rarely seen in Gujarat Blog World………Kabhi blog ki duniya main hum bade hoke hum bhi aisa ku6 likhenge…he he he ….:-)..

    And killer line : “માર્કેટિંગમાં બે જ વસ્તુ ટકે છે: કસ્ટમર અને એની માનસિકતામાં આવતો ચેન્જ…” niceeeeee………….

    Last Important Thing…Vastu sari hoy ke kharab…it needs marketing…..Take Example of this blog….This blog and FB page of Meghdoot ‘s quality is awesome.and also decent amount of blogs has posted…but tenu marketing kai thayu ja nathi…..come on Go For Wild marketing..khali tame 3 admins pote potana FB and twitter account par aa badhani link share karo tenathi puru na thay…….
    Obviously not for increasing the numbers of viewers but increase the number of sharing….ha je vaanchashe ane gamashe te share karashe ane dhire dhire followers vadhashe ja..no doubt in it…pan tamari side thi pan strong,unique and constant efforts to thava ja joiye..I feel tht..and I strongly believe tht…
    Sorry If it sounds like unwanted suggestion….

    P.S.-also sorry for typo or grammar mistakes….

    Reply
  2. Ya one thing….R1 ni marketing creativity jova mate R1 ni youtube ni official channel ni visit leva jevi khari…Youtube Gadget for R1 is too creative and unique..R1 is also first Bollywood movie for having this kind of Gadget ..I liked it very much for its creativeness and uniqueness………Give a try….nice to watch………….

    Reply
  3. Bhai Bhai maja avi gai ho……
    thanks to prashmbhai and Raghubha both……

    Reply
  4. ankur

     /  September 3, 2013

    Hmm.. To tame uparoi book na marketing mate aa post muki emne

    Reply

Leave a comment