• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  September 2020
  M T W T F S S
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  282930  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

સફારી 35 વર્ષ -3- To Infinity and Beyond

35 વર્ષ, લગભગ 0 એડ્સ અને સતત સારી ક્વોલીટી નું ઉંચી કોટી નું જ્ઞાન, સફારી માટે આ માઈલસ્ટોન તો બેશક છે જ. પણ સફારી ને અહીંથી પણ આગળ જવાનું છે. જે ઘડતર એણે આપણી પેઢીઓનું કર્યું છે એ જ ઘડતર આગળ પણ કરવાનું છે. અને આપણને ખબર છે કે સ્માર્ટફોન અને વિકિપીડિયા ના જમાના માં ખાલી ટ્રેડીશનલ રીતે સફારી આગળ નહિ વધી શકે. ખાસ કરી ને જયારે બાળકો ના હાથ માં પુસ્તક પછી અને મોબાઈલ પહેલા આવે છે, અને બુદ્ધિશાળી વાચકો ધીમે ધીમે ઈલેક્ટ્રોનિક વાચન તરફ વળ્યા છે ત્યારે પ્રિન્ટ મીડિયા (એટલી જાહેરાતો છતાય) એનો ટ્રેડીશનલ ટચ ગુમાવી રહી છે ત્યારે આગળ ના ૩૫ વર્ષ સફારી માટે થોડા મુશ્કેલ તો છે જ. પણ સાવ અઘરા નથી. મેગેઝીન માં થોડા ફેરફારો કરી ને સફારી પોતે પોતાનો મૂળ ટચ તો જાળવી જ શકશે સાથે સાથે જમાના પ્રમાણે રિલેવન્ટ પણ રહી શકશે.

સહુ પહેલા તો કન્ટેન્ટ. બુદ્ધિશાળી વાચકો ને સંતોષતું મેગેઝીન ધીમે ધીમે પોલીટીકલ થઇ રહ્યું છે, આ વાત થોડા સમય પહેલા સાંભળેલી, સંપાદકના પત્રમાં પણ પોલીટીકલ ઝુકાવ નજરે આવે છે એવી ફરિયાદ ફેસબુકમાં સાંભળેલી. લેટેસ્ટ અંક માં આ વાત નજરે જોઈ લીધી, જયારે ઇન્દિરા ગાંધીનું નામ લીધા વગર ફેક્ટ ફાઈન્ડર માં “એક દિવંગત વડાપ્રધાને ગરીબી હટાઓ નું સૂત્ર આપેલું ” એવા મતલબ નું એક વિધાન નજરે ચડ્યું. જ્ઞાન અને માહિતી હંમેશા પૂર્વગ્રહ થી મુક્ત હોય છે, અને એટલીસ્ટ જયારે અમે લોકો સફારી વાંચતા ત્યારે (કે ત્યાં સુધી) એવું જ રહ્યું હતું. જો જ્ઞાન વિજ્ઞાન અને ઈતિહાસથી આપણી નવી પેઢીના વાચકો ને સમૃદ્ધ કરવા હોય તો પોલીટીકલ ઝુકાવ અને નામ ન લીધા વગરની (પહેલી નજરે અધુરી લાગતી) (અને ઇઝરાયેલ નીતિ તરફી) માહિતીઓથી સફારી એ અંતર રાખવું જોઈએ. ખાસ કરી ને આજે જયારે પોલીટીક્સના નામે જુનો માલ નવા પેકિંગમાં વેચાતો હોય ત્યારે કોઈ પણ એન્ગલ થી પોતાનો પોલીટીકલ ઝુકાવ સફારી જેવા જ્ઞાન વિજ્ઞાનના પ્લેટફોર્મમાં દેખાવા પણ દેવો એ એક નોઝ ડાઈવથી કમ નથી. એટલે એક વાચક અને સફારીના લાઈફ લોંગ ફેન તરીકે સફારીના રાઈટર્સને વિનમ્રતા કે સાથ વિનંતી છે કે પોલીટીકલ ઝુકાવ વગરનું જ્ઞાન પીરસે.

પોલીટીકલ ઝુકાવ સિવાયના સફારીના લેખ, ફેક્ટ ફાઈન્ડર, સુપર સવાલ હજી આજે પણ વાચવામાં મજેદાર લાગે છે. પણ એની સામે પ્રિન્ટ મીડિયા એક એન્ગલથી નીરસ થઇ જાય છે, છતાં ય પ્રિન્ટેડ મેગેઝીન સફારીની ઓળખ છે. એને જરાક ઇન્ટરએક્ટીવ બનાવીએ તો? એક બ્લેકહોલ પર સરસ લેખ લખ્યો છે, એ કા તો સફારીના આર્કાઇવમાંથી હશે અથવા ઇન્ટરનેટમાંથી ફંફોસ્યો હશે. એ લેખ પરના ટોપ ૫ કે ૩ સંદર્ભ ઈન્ટરનેટ પર ક્યાં મળશે એની લેખના અંતે એક રેફરન્સ લીંક હોય તો? એક સરસ વિડીઓ, એક સરસ લેખ, કોઈ ન્યુઝ આઈટમ, કોઈ એક્સપર્ટનો પ્રતિભાવ, ઈન્ટરનેટ પર કોઈ એક ટોપિક પર મળતી માહિતીની કમી નથી, અને એક નાનકડી બારી અનેક ખુલ્લા મેદાનો દેખાડી શકે છે. સફારીનો મૂળ હેતુ પણ સાર્થક થશે અને એ ઉપરાંત સમય સાથે રિલેવન્ટ રહીને સફારી એની યુનિકનેસના મુગટ માં એક ઓર પીછું ઉમેરી શકશે.

એ સિવાય પણ,  સફારી ની વેબસાઈટ છે. જેમાં સફારી પોતાના જુના મેગેઝીન ને ડીજીટાઈઝ કરી ને વાચકો માટે મૂકી શકે છે, જેમાં ઉપર જણાવ્યું તેમ રેફરન્સ ની ભરમાર હોય. પોસીબલ હોય તો આને સફારી ની એપ્પ સ્વરૂપે પણ લાવી શકાય.

આ સાથેજ એક ઓર વસ્તુ યાદ આવે છે જે સફારી સારી રીતે કવર કરે તો ઓર મજા આવે, અને એ છે ડીજીટલ ક્રાંતિ, છેલ્લા ૧૦ વર્ષ માં ટેકનોલોજી કંપનીઓ ના સહિયારા પ્રયાસ થી ટેકનોલોજી માં ક્રાંતિ આવી છે. ૧૦ વર્ષ પહેલા ના નોકિયા ફોનથી લઇ ને આજની જરૂરિયાત બની ગયેલા ટચ સ્ક્રીન ફોનની વચ્ચે ઘણું બધું બદલાયું છે. સ્માર્ટ ફોનથી લઇને સ્માર્ટ વોચ, એમેઝોનની સ્વ-સંચાલિત ફેક્ટરીઓ, ગૂગલની સેલ્ફ ડ્રીવન કાર, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ગૂગલના પ્રોજેક્ટ જેકાર્દ અને પ્રોજેક્ટ સોલી (જે આપણા કપડા ને રડાર ની મદદ થી ટચ સ્ક્રીન માં બદલવા ઉપર રીસર્ચ કરે છે) આ બધી વસ્તુઓનું જ્ઞાન લોકો માટે એટલું ઉપયોગી છે કે આના ઉપર આખા બીઝનેસ ઉભા થઇ શકે. અને સફારી એ આ ઉપર કઈ ફોકસ જ નથી કર્યું. સફારી એને પણ કવર કરી શકે છે.

આ સિવાય પણ કેટલાક નાના નાના સજેશન્સ છે જેમ કે:

જો કોઈ લેખ વર્તમાન પરિસ્થિતિ ઉપર હોય(જેમકે પર્યાવરણ ને લાગતું કોઈ આંદોલન, કોઈ મ્યુઝીયમ, કોઈ મજેદાર વસ્તુ ઓ ના કલેકટર કે કોઈ મજેદાર વૈજ્ઞાનિક) તો એના સુધી કઈ રીતે પહોચવું એની ડીટેઇલ પણ હોય (જો જે તે વ્યક્તિ કે સમૂહ એને આપવા રાજી હોય અને કોઈ ની પ્રાઈવસી નો ભંગ ના થતો હોય)  તો વધારે મજા આવે.

એ સિવાય પણ વર્ષે કે છ મહીને એક વાર કોઈ હિસ્ટોરીક કે સાયન્ટીફીક ફિલ્મ નું વિશ્લેષણ થાય, જેમકે ઇન્સેપ્શન, ગ્રેવિટી, ઇન્ટરસ્ટેલર, ધ માર્સીયન જેમાં ઘણા સાયન્ટીફીક ફેક્ટસ ને આવરી લેવાયા હોય અને એનું સફારી વિશ્લેષણ કરી શકે કે પછી પોલીટીકલ હિસ્ટોરીકલ ફિલ્મો જેવી કે  આર્ગો, ચાર્લી વિલ્સન્સ વોર કે આપણી મદ્રાસ કાફે. અને માત્ર ફિલ્મો જ નહિ કેટલાક સારા પુસ્તકો જેમકે મેલુહા સીરીઝ,અશોક બેન્કર ની ધ બેટલ ઓફ ટેન કિંગ્સ. આવા ઘણા બધા વણખેડાયેલા મહાસાગર છે જેના ઉપર સફારી કોઈ સાયન્ટીફીક ને હિસ્ટોરીકલ રીસર્ચ કરી ને બ્રાંડ ન્યુ માહિતી પીરસી શકે છે, આમ પણ અમુક સુખદ અપવાદો ને છોડતા ફિલ્મોના અને પુસ્તકો ના મામલે ‘સફારી’એ બહુ ઓછું કવર કર્યું છે.

 

સેમીકોલોન:

ઓકે કન્મની(Ok Kanmani) સાઉન્ડ ટ્રેક(મણીરત્નમ, એ આર રહમાન): સારા સંગીત ને ભાષા ના સીમાડા નથી નડતા એનો એક જોરદાર પુરાવો.

dailylit.com – કોઈ પણ પુસ્તક નો એક એપિસોડ. આપણા ઈ-મેઈલબોક્સ માં જયારે આપણે જોઈતો હોય ત્યારે. અને એક મેઈલ વાચવા માં લગભગ ૧૦-૧૫ મિનીટ લાગે. મેં પોતે ડેઈલી લીટ ની મદદ થી ધ ટેલ ઓફ ટુ સીટીઝ પૂરી કરેલી છે. નેક્સ્ટ ડેસ્ટીનેશન: ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો…

Geek Gyan 2 – જરા હટકે ઓન ધ મૂવ્સ

[#નોટટુસેલ્ફ : વેલકમ બેક ટુ માઉન્ટ મેઘદૂત]

એક સર્વે પ્રમાણે મારા તમારા જેવાઓ નો મોટાભાગ નો ટાઈમ મોબાઈલ અને કમ્પ્યુટર માં પસાર થાય છે. દિવસ ના ચોવીસ માંથી ૬ કલાક થી લઇ ને (મારી જેમ કમ્પ્યુટર પ્રોફેશનલ્સ ના કેસ માં) ૧૬ કલાક કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન્સ ની સામે જ પસાર થાય છે. અને એમાંય કામ ન હોય તો ઘણો ખરો સમય વ્હોટ્સ એપ્પ અને ફેસબુક લઇ લેતો હોય છે.  અને અમારા રીડર માંથી મોટા ભાગ ના મિત્રો સ્માર્ટફોન ધરાવે છે. અને એટલે જ આ પોસ્ટ એના ઇન્ટરેસ્ટ માટે જ છે. અમે આ પોસ્ટ દ્વારા કેટલીક એવી સાઈટ્સ નો પરિચય કરાવવાના છીએ જે ટાઈટલ માં સજેસ્ટ કર્યા પ્રમાણે બીજા બધા આઈડિયા થી જરા હટકે પણ છે અને આપણા સ્માર્ટફોન માટે એની કમ્પેનીયન એપ્પ પણ છે સો ધેટ યુ કેન યુઝ ધેમ ઓન ધ મૂવ્સ.

એપ્પ્સ અને આઈડિયા નો પરિચય શરુ કરાવતા પહેલા Android ધારકો માટે કામ ની વાત. પોસિબલ છે કે ગુજરાતી માં હોવાને લીધે તમે આ પોસ્ટ તમારા ફોનમાં  વાંચી શકતા નહીં  હોવ. આ પોસ્ટ માં જે તે એપ્પ વિષે તમે વાંચશો ત્યારે એ એપ્પ ની લિંક પણ હશે. જો તમે આ એપ્પ તમારા ફોન માં ઇન્સ્ટોલ કરવા માગતા હો તો તમારે અહી થી લિંક કોપી કરી તમારા ફોન માં પેસ્ટ કરી ઇન્સ્ટોલ કરવાની કડાકૂટ કરવાની જરૂર સહેજેય નથી. એની માટે એક ઇઝી રસ્તો છે. (ચાન્સીઝ આર હાઈ કે તમને આ રસ્તા ની ઓલરેડી ખબર જ હોય)

તમારા Andorid ડિવાઇસ માં તમે જે ગૂગલ એકાઉન્ટ થી લોગીન કર્યું હશે એ જ લોગીન તમે અહિયા બ્રાઉઝર માં ગૂગલ માં લોગીન કરી લ્યો. જો તમારા ફોન માં એક થી વધારે એકાઉન્ટ હોય તો તમે ડીવાઈસ માં જે લોગીન પહેલું કર્યું હોય એ લોગીન કરવું સલાહ ભર્યું છે. લોગીન કર્યા બાદ અહિયા આપેલી android વાળી લિંક તમે ખોલશો એટલે તમને ગૂગલ પ્લે ના જે તે એપ્પ ના પેઈજ માં જ લઇ જશે. અને ત્યાં થી ઇન્સ્ટોલ બટન દબાવવાથી તમારા ફોન માં ઓટોમેટીકલી ઇન્સ્ટોલ પણ થવા માંડશે.

એક ઓર નોટ. અહિયા iOS લખ્યું છે એ એપ્પ આઈ ફોન (અને કદાચ આઈ પેડ) માટે પણ ઉપલબ્ધ છે.

તો લેટ્સ સ્ટાર્ટ વિથ આઈડિયા નંબર એક.

1. trello: ઓર્ગેનાઈઝ વિથ ફ્ન.

સાઈટ, Android, iOS , બધા પ્લેટફોર્મ્સ

ગીક જ્ઞાન ની પહેલી પોસ્ટ માં અમે સ્ટેક ઓવરફ્લો ની વાત કરી હતી. એના બે ફાઉન્ડર માંથી એક એવા જોએલ સ્પોલ્સકી ની એક બીજી કંપની તરફ થી મળેલી ટ્રેલ્લો એક ઓર્ગેનાઈઝેશન માટે એક બહુ ઉપયોગી રસ્તો છે. તમારા બધા કામ માટે એક બોર્ડ હોય છે, જેમાં ત્રણ લીસ્ટ બની ગયા હોય છે- ટુ ડુ, ડુઇંગ અને ડન. જેમાં નામ પ્રમાણે તમે કરવાના કામ, થઇ રહેલા કામ કે થઇ ચુકેલા કામ નું લીસ્ટ રાખી શકો છો. દરેક લીસ્ટ માં એક કાર્ડ બને છે જેમાં ટાઈટલ, વધારા ની માહિતી, પેટા કામ (સબ ટાસ્ક) નું એક ચેક લીસ્ટ, ઈમેજ,ડ્યું ડેટ વગેરે એડ થઇ શકે છે. એમાં તમે ડ્યું ડેટ રાખી શકો છો એને તમારી અનુકુળતા પ્રમાણે કલર કોડ પણ આપી શકો છો અને જો તમે ટીમ માં કામ કરતા હો તો કોઈ સાથીદાર ને પણ કામ સોપી શકો છો.

જે લોકો પ્રોફેશનલ કામ માટે આવા સોફ્ટવેર નો ઉપયોગ કરે છે એ લોકો માટે આ વાત નવી નથી, આવા કૈક સોફ્ટવેર છે. પણ ટ્રેલ્લો આ જ કામ ને બહુ સિમ્પલ બનાવે છે. અહિયા જે કઈ છે એ બધું આપણી સામે જ છે. એક (વધી ને બે) ક્લિક માં આપણા બધાજ કામ થઇ શકે છે.  કોઈ કાર્ડ ને એક લીસ્ટ માંથી બીજા લીસ્ટ માં લઇ જવાનું કામ ડ્રેગ અને ડ્રોપ થી થઇ જાય છે.  અને ઓર્ગેનાઈઝેશન માટે ના બીજા સોફ્ટવેર માં આવી સિમ્પલ છતાંય દર વખતે કામ કરે એવી કોઈ સુવિધા મે નથી જોઈ, (તમને આનાથી સિમ્પલ મળતું હોય તો પ્લીઝ લેટ અસ્ નો અમને એ ઓપ્શન એક્સ્પ્લોર કરવા માં રસ અને વાટકો બંને છે)

એક ઓર કામ ની વાત, ઉપર જણાવેલા બધા ફીચર્સ ફ્રી (ફોરેવર ફ્રી) છે, જેથી નવી કમાણી કરી રહેલા સ્ટાર્ટ અપસ, અમારી જેવા જસ્ટ ફોર ફ્ન બનેલા બ્લોગ્સ કે નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એનો બિન્દાસ યુઝ કરી શકે. ઓર્ગેનાઈઝેશન ના કાયમી દુશ્મન એવા અમે પણ ટ્રેલ્લો નો ઉપયોગ કરીએ છીએ.. 😛 એ સિવાય પણ પેઈડ પાવર અપ મળી શકે છે જે આ સિવાય પણ બીજી ફંકશનાલીટીઝ આપે છે.  અને રહી વાત મોબાઈલ ની, તો એની Android ફોન એપ્પ આ બધા ફીચર્સ ધરાવે છે.

2. Duolingo

સાઈટ, android, iOS

મારી જેમ તમે પણ કોઈ યુરોપિયન લેન્ગ્વેજ શીખવા માંગતા હો, અથવા તો કોઈ યુરોપિયન કન્ટ્રી માં ફરવા કે રહેવા જવાના હો તો આ સાઈટ કે એપ્પ તમને ઘણી કામ માં આવી શકે છે. જો તમે ઈંગ્લીશ ભાષા માં પકડ ધરાવતા હો તો ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન વગેરે ઘણી ભાષા શીખી શકો છો. જસ્ટ સાઈટ માં કે તમારી એપ્પ માં લોગ-ઇન કરો અને તમારી મનગમતી ભાષા શીખવાનું ચાલુ કરી દો.

ડ્યુઓલિંગો ની ભાષા શીખવવાની ટેકનીક બહુ જ સાયન્ટીફીક છે. શીખવાનો પાયો પાક્કો કરવા માટે boy, girl, man, woman, eat, drink, red જેવા બેઝીક શબ્દો નો વારંવાર ઉપયોગ કરી અને પછી જ આગળ વધે છે, અને શીખવાની પધ્ધતિ પણ ફની છે. તમે ક્લાસ માં ભણતા શિક્ષક પાસે શીખતા હો એવું નહિ પણ એક ગેઇમ રમતા હો એવું લાગે. કોઈ પણ લેસન ની શરૂઆત માં ચાર કે પાંચ હાર્ટ મળે, એક ભૂલ થઇ કે એક હાર્ટ જાય. જો તમે એક લેસન કોઈ પણ ભૂલ કર્યા વગર પૂરું કર્યું તો તમને એનું ઇનામ પણ મળે અને તમારી આ ઉપલબ્ધિઓ તમે તમારા ફ્રેન્ડ્સ જે ડ્યુઓલિંગો ના યુઝર્સ છે એની સાથે સરખાવી પણ શકો છો.

જો તમે મોબાઈલ અને વેબસાઈટ માં સરખું લોગ-ઇન યુઝ કર્યું હોય તો આપણને એક સરસ સુવિધા મળે છે, વેબસાઈટ માં જેટલી પ્રગતિ કરી હોય એ પ્રગતિ આપોઆપ મોબાઈલ માં પણ સેવ થઇ જાય છે. મતલબ કે જો તમે વેબસાઈટ પર લેસન ૨ પૂરું કર્યું હોય અને પછી મોબાઈલ માં એપ્પ ચાલુ કરો તો તમે આપોઆપ લેસન ૩ ચાલુ કરી શકો. ઉપરાંત ડ્યુઓલિંગો ની andorid એપ્પ “બ્યુટીફુલ ડીઝાઈન (સમર ૨૦૧૪)” માં સ્થાન પામી છે. આ લીસ્ટ દર છ મહિને કે વર્ષે બહાર પડે છે અને એમાં ગૂગલ ના એન્જીનીયર્સ ઉપયોગ અને ડીઝાઈન બંને ની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ એવી ૧૦ એપ્પ પસંદ કરે છે.

અને આપણી હવે પછી ની એપ્પ પણ બ્યુટીફુલ ડીઝાઈન ના લીસ્ટ માં છેક ૨૦૧૩ ના ઇટરેશન માં સ્થાન પામેલી છે, અને કદાચ આ ત્રણ એપ્પ/સાઈટ માં સહુથી જાણીતી પણ છે.

3. T.E.D – Technology, Entertainment and Design

સાઈટ, android, iOS

ટેડ તરીકે જાણીતું આ ઓર્ગેનાઈઝેશન ઘણા સમય થી એક્ટીવ છે. અને બિલ ક્લીન્ટન, કિરણ બેદી, બિલ ગેટ્સ, શેખર કપૂર જેવા ઘણા મોટા માથાઓ ટેડ માટે બોલી ચુકેલા છે, પરફોર્મન્સ આર્ટ, સાયન્સ, ટેકનોલોજી, ડીઝાઈન જેવા રસિયા ઓ માટે ટેડ એ નવી વાત હોઈ શકે છે પણ ભૂલવા અને સાઈડ માં મુકવા જેવી વાત તો નથીજ. (ઈનફેક્ટ અમારી ટીમ ટેડ ની બહુ મોટી ફેન છે અને ખુદ જય ભાઈ ટેડ વિષે ફેસબુક માં પોસ્ટ કરી ચુક્યા હોવાનું યાદ છે) ટેડ ની ટોક્સ માંથી કા તો ઘણું શીખવા અને જાણવા મળે છે અને કા તો દિમાગ ફ્રેશ થઇ જાય એવી મસ્ત વાતો હોય છે.

આમ તો આ સાઈટ માં માત્ર વિડીયો જ છે પણ બીજા બધા વિડીયો થી અલગ આ સાઈટ માં જે કાઈ બોલાય છે એની ટ્રાન્સસ્ક્રીપ્ટ પણ છે, જેમાં જે સમયે જે બોલાય છે એ નીચે વાંચી પણ શકાય છે. (હોલીવુડ ની ફિલ્મો સબટાઈટલ સાથે જોનારા મિત્રો ને તો આ આઈડિયા હશેજ) ઉપરાંત આ વિડીયો યુ ટ્યુબ પર પણ ઉપલબ્ધ છે અને એ ય સબટાઈટલ સાથે. સાઈટ માંથી જો તમે વિડીયો જોતા હો, તો તમને આ બધા વિડિયોઝ ડાઉનલોડ કરવા પણ મળશે જ.

મોબાઈલ એપ્પ માં એક સરપ્રાઈઝ મી નામનું ફીચર પણ છે જે આપણે સિલેક્ટ કરેલી કેટેગરી પ્રમાણે આપણને કોઈ પણ રેન્ડમ વિડીયો દેખાડે છે. આ ફીચર સાઈટ પર પણ અહીંથી મળી શકશે.

 

ધીસ ઇસ ઇટ, હવે તમારો વારો. જો તમારી પાસે આના થી પણ વધારે સારી, એક કરતા વધારે પ્લેટફોર્મ પર મળી શકે એવા અને ઉપયોગી એવી એપ્પ્સ/ સાઈટ ની માહિતી હોય તો અમને કહો, કદાચ અમે એ એપ્પ તમારા નામ સાથે કવર કરીએ પણ ખરા.. 😉

સેમીકોલોન:

T.E.D. ટોક્સ ની જ વાત નીકળી છે ત્યારે મેં શરૂઆત માં જ જોયેલી અને T.E.D. ના ફોરેવર પ્રેમ માં પાડી દેનારી આ જોરદાર ટોક. સારાહ કે ની “ઇફ આઈ શુડ હેવ અ ડોટર“.

 

T.E.D ની સાઈટ પર નું ઓફીશીયલ પેજ:

%d bloggers like this: