ઉત્સવ થી ફેસ્ટીવલ સુધી… કૈક નવું ઉજવીએ!

“મમ્મા, મારા હેપ્પી બર્થડે પર બી દિવાલી કરવાના ને આપણે ? મને બૌ ગમે દિવાલી , એમાં  કલરફુલ લાઈટ્સ, રોશની , દાઝું દાઝું દીવા… નવા કપડા, ગિફ્ટ્સ અને તને બૌ બધા સન્ડે! ” – અજાણતા જ પૂછી ગયેલા હીર નાં પ્રશ્ન માં ઘણું બધું દાઝી ગયું અને ઘણું બધું દિલ ને બાઝી પણ ગયું! દિવાલી ની  ઝગમગતી રોશની સાથે એને મન મમ્મી ની જોબ માં રજા પણ એટલીજ ઝળહળાટ છે! નાનું દિલ , નાનાં સપના , નાની ઇચ્છાઓ  પણ મોટ્ટી સ્માઈલ અને મસ મોટ્ટી ખુશીઓ- એટલે જ કદાચ બાળક…

“હા બેબુ , તારા હેપ્પી બર્થડે પર આપણે દિવાલી કરીશું… પાક્કું! “- હીર ની એ તોફાની સ્માઈલની રોશની  અને એના પ્રશ્નો નાં ફટાકડા – મારા માટે તો આખું વર્ષ જ મન ગમતી દિવાળી…

“હે મમ્મા, તું નાની હતી ત્યારે પણ દિવાલી સેલીબ્રેટ થતી? “- હીર નાં ઘણા સવાલો તોફાન પહેલાની શાંતિ જેવા હોય!

“હા, બેબુ .. દિવાલી, દશેરા , હોલી, ઉતરાયણ, રાખી અને બીજા બધા જ ફેસ્ટીવલ મમ્મા સેલીબ્રેટ કરતી , નાની હતી ત્યારે! ” – જવાબ આપતા કદાચ મેં હીર ને ફ્યુચર ક્વેશ્ન્સ માટે રસ્તો કરી આપ્યો!

“હે મમ્મી , દશેરો એટલે પેલો રા-વન ને દાઝું કરીકરીને ભગવાનજી પાસે મોકલી દેવાનો ફેસ્ટીવલ ને ? ” – હીર નું ઓબ્ઝરવેશન+કાર્ટુન ચેનલ્સ+દાદી, માસી અને મમ્મી ની સ્ટોરીઝ = બોમ્બ જેવા ક્વેશ્ન !

“બેબુ , રા-વન તો મુવી હતી, રા-વન નઈ – રાવણ …. હા દશેરા એટલે રાવણ-દહન. બુરાઈ પર અચ્છાઈ ની જીત. આપણે જોવા ગયેલા ને…” – હજી મારો જવાબ પુરો થાય એ પહેલા તો હીર નાં મોઢા પર એક સાથે ઢગલો ક્વેશ્ન પોપ-અપ થયા જાણે..

“મોમ , પેલી સ્ટોરી હતી ને ગાંધીબાપુ વાળી , એમાં તું એમ કેહતી નોતી કે કોઈ એક ગાલ પર મારે તો બીજો ગાલ ધરવાનો . જેવા સાથે તેવા નાં થવાય , નૈ તો આપણે પણ એમના જેવા બેડ થઇ જવાય ? તો  રાવણ ને દાઝું કરાઈને આપણે પણ રાવણ જ બની નાં જઈએ ? “- હીર ની નાની નાની ચાઈનીઝ આંખો માં અજબ કુતુહલ દેખાયું, અને પેહલી વાર મને સમઝાયુ કે નાનું બાળક પણ જોયેલી, સાંભળેલી ને સમ્ઝાવેલી વાતો ને પ્રોસેસ કરે છે અને સાથે સાથે એનો તાળો પણ મેળવે છે!

“બેબુ, એ વાર્તા સાચી જ હતી , પણ બીજી પણ એક વાર્તા છે, રાજા રામ અને રાવણ ની… આજે રાતે કહીશ ..”- મેં  હીરનાં રમકડાની  સાથે સાથે એના પ્રશ્નો ને પણ સમેટવા પ્રયાસ કર્યો!

પણ હીર ની વાત થી મને પણ પ્રશ્નો થયા કે જાણે કેટલા વર્ષો સુધી આમજ રાવણ ને આપણે દાહ આપીશું , છતાં આપણી અંદર રહેલા રાવણ ને પોષતા રહીશું!

રાવણ શું માત્ર એક માય્થોલોજીકાલ કેરેક્ટર છે ?

શું આપણે આપણી અંદર રામ અને રાવણ બંને ને નથી જીવતા , જયારે જેવી બાજી એવા બની જઈએ! – તો માત્ર રાવણ નું જ વર્ષોવર્ષ દહન કેમ?

કેમ વર્ષો થી ચાલતી કુરીતિઓ , કુરિવાજો કે અંધશ્રદ્ધા કે પછી  ધીમે ધીમે મને ને તમને ગળી રહેલા પોલ્યુંશ્ન , કરપ્શન કે આતંકવાદ નાં રાવણ ને આપણે આજ સુધી બાળવાની તો શું સામી નજર કરી ખુમારીથી પડકારવાની પણ હિંમત નથી કરી શક્યા ?

“મોમ, દિવાલી ની પણ સ્ટોરી આવે? આપણે દિવાલી કેમ સેલેબ્રેટ કરીએ? “- મારા હાથ માં થી રમકડા લઇ , મારા પ્રશ્નોપનિષદ ને અટકાવી , મારા ખોળા માં ગોઠવાઈ ને વ્હાલથી હીરે પૂછ્યું …

“હા, બેબુ , દિવાલી ની પણ સ્ટોરી આવે… રાજા રામ ૧૪ વર્ષ નાં વનવાસ પછી અયોધ્યા માં ઘેર પાછા આવેલા એટલે આપણે દિવાલી સેલીબ્રેટ કરીએ,,, ખુશી મનાવવા…”- ટૂંક માં જવાબ તો આપ્યો પણ રાતે આખી સ્ટોરી ની ડીમાંડ થશે જ એ સમઝાઈ ગયું!

“મમ્મા , આપણે ઘર ની બહાર રોશની કરીએ , ૫ દીવા પણ કરીએ.. સામે વાળા આંટી તો અગાસી એ પણ દીવા કરે , અને મારી સ્કુલ નાં રસ્તા માં પેલું બિલ્ડીંગ આવે એમા  તો આખે આખું લાઈટીંગ થાય… તો મોમ રાધામાસી ને ઘેર પેલા જી.ઈ.બી વાળા વારે વારે કેમ લાઈટ કાપી જાય? આ બધી લાઈટીંગ માંથી થોડી એમના ઘેર નાં આપી દેવાય? ” – કદાચ બાળક રહેવું એટલે જ આશીર્વાદ હશે , કેમકે તમે સત્ય ને પડકારી શકો , સત્ય બોલી શકો , પ્રશ્ન પૂછી શકો અને સહજતાથી તમરા જવાબો ની બાળ-હટ સહજ ઉઘરાણી પણ કરી શકો!

“બેબુ, …. આપણે આજ થી જ વધારાની લાઈટીંગ નઈ કરીએ અને લાઈટ સેવ કરીશું અને એમાંથી થોડી લાઈટ રાધામાસી ને આપવાનું જી.ઈ.બી વાળા ને કહીશું. પણ તું પણ મને પ્રોમીસ કર નાઈ-નાઈ કરતા પાણી વેસ્ટ નઈ કરે , તો એ વધારાનું પાણી પણ રાધામાસીનાં ઘેર જશે…”- કદાચ બચત અને સેવિંગ્સ પૈસા કરતા પાણી, વીજળી , અને કુદરતની વધુ જરૂરી છે એ જેટલી નાની ઉંમરે સમઝાય એટલું જ હિતાવહ છે , કેમકે નાની ઉમરે પડેલી આદતો જ તો જીવન ઘડતર કરે છે!

“હા મમ્મા, પ્રોમીસ. હું છબ છ્બ કરીને એજ પાણી થી નાઈ કરી લઈશ. હું એકદમ ગુડ ગર્લ છું એટલે મમ્મા કહે એમ જ કરું! હે ને મમ્મા? ….. મમ્મા દિવાલી ફિનિશ થઇ જશે પછી કાઈટ આવશે ને? ” – નેસ્ટેડ ફંકશન અને ઇન્ફાઈનાઈટ લૂપ ની પ્રેક્ટીકલ અનુભૂતિ કરી રહી હું હીરના પ્રશ્નો થી!

“હા બેબુ , તું એકદમ ગુડ ગર્લ છે. મારી ગુડ ગર્લ ને કાઈટ બૌ ગમે ને ? દિવાળી પછી ઉતરાયણ આવે, એટલે આપણે કાઈટ ફ્લાઈંગ કરવાનું. “- આગળના પ્રશ્ન માટે માનસિક તૈયારી કરીને જ  જવાબ આપ્યો, તો પણ કૈક નવું જ આવશે એની ખાતરી તો હતી જ!

“મમ્મા , કાઈટ ફ્લાઈંગ ની બી કોઈ સ્ટોરી હોઈ ? “- દરેક ફેસ્ટીવલ સાથે એક સ્ટોરી એટેચ્ડ હોય જ એ હવે જાણે હીર માં પ્રોગ્રામ થઇ ગયું.

“બેબુ , બધા ક્વેશ્ન આજે એક જ દિવસ માં પૂછી લઈશ ? કાલ માટે પણ કૈક રાખ ને …”- હીરના પ્રશ્નો હું ક્યારેય એવોઈડ નાં જ કરું પણ આજે એ પ્રશ્નો કૈક નવા જ જવાબો ખોલી રહ્યા હતા… પ્રશ્નો ને નહિ, એના જવાબો થી ઉઘડતા નવા  પ્રશ્નાર્થ ચિહ્ન ને કદાચ મેં એવોઈડ કરવા ટ્રાય કર્યો!

“મમ્મા , કાઈટ આટલી ઉંચે ઉંચે જાય .. આપણે જોઈએ એથી પણ ઉંચે… પેલા બર્ડસ ઉડે છે એટલે
ઉંચે .. તો કાઈટ અને બર્ડ ને એક્સીડન્ટ નાં થઇ જાય? કાલે આપણી ગલી માં બધા મોટા બબુ ક્રિકેટ રમતા હતા ને તો એમના બોલ નો “ગાયમાતા” સાથે એક્સીડેન્ટ થઇ ગયેલો , ને ગાયમાતા રડતીતી…” – હીર નાં ચહેરા પર એ મૂંગા પશુ ની વેદના છલકાઈ આવી- નિર્દોષ અને પારદર્શક , બાળક એટલે સાચે સાક્ષાત ભગવાન!

“બેબુ , કાઈટ ઉંચે જાય, એકદમ ઉંચે… તો આપણે એમ શીખવાનું કે – ઊંચા સપના જોવાના અને કાઈટ ની જેમ ઉંચે પહોંચવાનું… પણ ઉંચે પહોંચવામાં કાઈટ નો ને બર્ડ નો એક્સીડન્ટ થાય તો બર્ડ ને પણ વાગે અને કાઈટ પણ ફાટી જાય .. એટલે આપણે પણ ઉંચા સપના જોવાના , ઉંચે જવાનું પણ કોઈની સાથે એક્સીડન્ટ નાં થાય એનું ધ્યાન રાખીને! “- હીરને સમઝાવવા કરતા કદાચ વધુ મારી જાત ને સમઝાવી રહી !

તહેવારો .. અને એમની આગળ પાછળ ની રંગબેરંગી કથાઓ , કદાચ આજીવન રસસ્પ્રદ રહેશે … પણ નવા સમય પ્રમાણે , જો તહેવાર -ફેસ્ટીવલ બનતા જતા હોઈ તો … આપણી ઉજવણી ની રીતો માં પણ જરૂરીયાત પ્રમાણે નાવીન્ય જરૂરી નથી ?

કે પછી , રીવાજો , રીતી અને પ્રથા નાં નામેં આપણા કીમતી સંસ્કારો નો વારસો સાચવવા જુના વિચારોને જ ઉજવતા રહીશું?

Advertisements
Previous Post
Leave a comment

4 Comments

 1. Nice one…Specially this line… કદાચ બાળક રહેવું એટલે જ આશીર્વાદ હશે , કેમકે તમે સત્ય ને પડકારી શકો , સત્ય બોલી શકો , પ્રશ્ન પૂછી શકો અને સહજતાથી તમરા જવાબો ની બાળ-હટ સહજ ઉઘરાણી પણ કરી શકો!

  Reply
  • @parun
   બાળકો નાં પ્રશ્નો ખરેખર ફિલોસોફર ણે શરમાવે એવા હોય છે કેમકે એમને કોઈ આચાર સંહિતા કે નિયમો નથી નડતા-વિચારવા, પૂછવા!

   અને કદાચ કુદરત પછી સૌથી વધુ આપણે બાળકો પાસે શીખી શકીએ છે!

   Reply
 2. 1} બાળક , એ એકમાત્ર નિર્દોષ અને શુદ્ધ સર્જન છે કે જેમની પાસેથી આપણે આવતીકાલની આશા ઉધાર લઇ શકીએ 🙂

  2} અને ગાંધીબાપુ વાળો મુદ્દો , ખુબ સાહજીકતાથી રાવણના દહન સાથે જોડ્યો , A Pleasant surprise !

  Reply
  • @nirav
   કદાચ હીર ની નજરે અને એના લોજીક થી લખ્યું હોઈ બે તદ્દન જુદી વાતો, ગાંધીજી અને રાવણ દહન સંકળાઈ ગઈ ! પણ ખરેખર દરેક વાત એક યા બીજા પ્રકારે જોડાતી હોઈ છે , પણ આપના કેલ્ક્યુંલેતીવ દિમાગ ની ગણતરીઓ થી પર હોઈ , એટલે ….

   બાળક ની નિર્દોષ નજરો જે જોઈ, અનુભવી અને એન્જોઈ કરી શકે એ આજીવન કરી શકીએ તો જીવન સફળ!

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: