• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 901 other followers

  • The Meghdoot History

  • Meghdoot Calendar

    October 2017
    M T W T F S S
    « Aug    
     1
    2345678
    9101112131415
    16171819202122
    23242526272829
    3031  
  • People till date enjoyed our raindrops

    • 41,832 times
  • Live Traffic

  • Tweetdrops

    Error: Twitter did not respond. Please wait a few minutes and refresh this page.

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

VOD-S01E02: The Players

પાછલી પોસ્ટ માં જોયું એમ, VOD સસ્તું છે. સારી ક્વોલીટી વાળો કન્ટેન્ટ આપે છે અને (લગભગ) ગમે ત્યાં આસાની થી જોઈ શકાય છે. અને આપણે અમુક VOD પ્રોવાઈડર્સ વિષે અછડતો ઉલ્લેખ પણ કર્યો હતો.અને આ પોસ્ટ માં તમને એ VOD ના સર્વિસ પ્રોવાઈડર વિષે માહિતી મળશે.

ભારત માં VOD પ્રોવાઈડર્સ ઘણા છે, અને છેલ્લા ત્રણ ચાર વર્ષો માં આ માર્કેટ માં ઘણા પ્લેટફોર્મ આવી ગયા છે. પણ એ બધા નું મેઈન કામ એક જ છે. પોતે જે ટીવી નેટવર્ક સાથે સંકળાયેલા હોય એની સીરીયલો નું રીપીટ ટેલીકાસ્ટ કરવું. જેમકે વૂટ કલર્સ કે MTVનું રીપીટ ટેલીકાસ્ટ પ્લેટફોર્મ છે, સોની લીવ સોની વાળા માટે અને હોટસ્ટાર સ્ટાર ટીવી માટે, જીઓ ટીવી આ બધા ને એક જગ્યા એ ભેગા કરે છે. અને રીપીટ ટેલીકાસ્ટ ઉપર ના ફોકસ ને લીધે ઓરીજીનલ કન્ટેન્ટ ને સાવ ભૂલીજ ગયા છે અને એ વણખેડાયેલૂં ખેતર બહાર ના માટે છોડી દીધું છે. VOD માટે ભારતીય સર્વિસ નિરાશ કરે છે, મેઇક ઇન ઇન્ડિયા સાવ ફેઈલ ગયું છે #mudiSudRezine 😉

અને એનો ફાયદો એમેઝોન અને નેટફ્લીક્સ સુંડલા મોઢે લઇ રહી છે. ફિલ્મો, ઓરીજીનલ કન્ટેન્ટ અને ટેકનીકલ સુપીરીયરીટી ના મામલે આ બંને હોટસ્ટાર સિવાય બધા જ પ્લેટફોર્મ ને હંફાવી ચુકી છે.  આ ત્રણ ઉપરાંત એક ચોથી સર્વિસ છે HOOQ જે મારી નજર માં આ પોસ્ટ લખતી વખતે જ આવી અને ઉડતી નજરે એ પણ રસપ્રદ લાગી. આ ચાર સર્વિસ નો ઉંચો હાથ હોવા છતાં બીજા બધા પ્રોવાઈડર ને અન્યાય ન કરતા બધી જ સર્વિસ નું એક શોર્ટ એન્ડ સ્વિટ કમ્પેરીઝન અહી આપેલું છે.

ઉપર નું કમ્પેરીઝન હજુ અધૂરું છે. અને અધૂરું રહેવા જ સર્જાયેલું છે. કારણકે ટેકનોલોજી એ એક સતત વહેતી નદી ની જેમ છે. અમુક ફીચર જે અત્યારે છે એ ભવિષ્ય માં જતા રહેશે. પ્રીમીયમ કન્ટેન્ટ ફ્રી માં થઇ જાય કે ફ્રી નો કન્ટેન્ટ પ્રીમીયમ માં આવવા માંડે. એમેઝોન પ્રાઈમ પર અવેલેબલ ફિલ્મ અચાનક નેટફ્લીક્સ પાસે જતી રહે કે નેટફ્લીક્સ વળી ફિલ્મ એમેઝોન માં પણ મળવા માંડે. ઉપરાંત લખવા ના સમયે મેં બધે જ બધા ફીચર જોયા કે ઉપયોગ નથી કર્યા (that’s why there is ? in sheets). અને હવે બધી સર્વિસ ઉપર મારો અભિપ્રાય.

જો મહીને 650 ખર્ચવા ની તેવડ હોય તો આંખો મીચી ને નેટફ્લીક્સ પર જાઓ. એ કદી નિરાશ નહિ કરે. જો વર્ષે 400-600 ખર્ચી શકાય એવા હોય તો તમારા રસ રૂચી પ્રમાણે એમેઝોન પ્રાઈમ, સોની લીવ કે hooq (ત્રણેય પોસાતા હોય તો બહુ સારું) માં પણ જઈ શકાય. હોટસ્ટાર પણ 200 per month પ્રમાણે સારું જ છે, જે રસ ન હોવાના લીધે મેં સબસ્ક્રાઇબ નથી કરેલું. બાકી બધા પ્રોવાઈડર્સ માટે બેસ્ટ લક. આ સીરીઝ ના નેક્સ્ટ એપિસોડ માં આપણે VOD પ્લેટફોર્મ પર જોવાલાયક ફિલ્મો કે વેબ સીરીઝ વિષે ચર્ચા કરશું.

અગત્ય ની સુચના: માઉન્ટ મેઘદૂત નેક્સ્ટ પોસ્ટ માટે તમારા સજેશન સ-હર્ષ(pun intended, થાય ઈ કરી લેવું 😉 ) આવકારે છે. VOD પ્લેટફોર્મ ઉપર તમને ગમતી કોઈ ફિલ્મ કે વેબ સીરીઝ ની માહિતી અમને અમારા મેઈલ પર કે આ પોસ્ટ ની કમેન્ટ સ્વરૂપે મોકલો. તમે જે ફિલ્મ/સીરીઝ વિષે કહેવા માંગતા હો એનું ટાઈટલ, એની લીંક અને એ તમને શા માટે ગમે છે એ એટલીસ્ટ 50/60 શબ્દો માં અમને કહો. કદાચ તમારું એ સજેશન અમારી નેક્સ્ટ પોસ્ટ (કે પોસ્ટ્સ)  આવે .

 

ઉપરાંત ઉપર ના કમ્પેરીઝન માં તમને કઈ સુધારા વધારા જેવું લાગે તો પણ અમને મોકલો.

સેમીકોલોન

All stories are the same: A Good Read….

 

%d bloggers like this: