પેલા એક્ટ 2 પોપકોર્ન ની એડ વાળા બાળક ની જેમ આપણને ય ક્યારેક એવું થાય કે કાશ સિનેમા હોલ મારા બાપ નું હોત. મન માં આવે ત્યારે ગમે એ મુવી ચડાવી દેત, કોઈ કામ હોય કે કંટાળો આવે ત્યારે એક પણ રૂપિયો બગાડ્યા વગર હાલતા થઇ જાત, જરૂર પડે તો પાછા એ જ મુવી મફત માં જોઈ લેત, અને એટલીસ્ટ શો ટાઈમ કેચ કરવા માટે ભાગદોડ તો ના કરવી પડત.
એ બાળક તો ઠીક, મારી તમારી જેવા ફિલ્મ પ્રેમી પુખ્તો માટે તો આવું મારા બાપ નું સિનેમા હોલ ખાસ જરૂરી છે. સ્પેશિયલી ૮૦% જોવાલાયક ફિલ્મો થીયેટર માં સ્કીપ કરવા માટે હું તો આજની તારીખે ગાળો ખાઉં છું. બોલીવુડ ની રાંજણા, ફેન, તનું વેડ્સ મનુ, દંગલ, સુલતાન, હિન્દી મીડીયમ હોય કે હોલીવુડ ની વન્ડર વુમન, વોર ફોર ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ, બોસ બેબી વગેરે ઘણી જોવાલાયક ફિલ્મો થીયેટર માં નાલાયકો ની જેમ ના જોવા માટે હું કુખ્યાત છું. અને જો તમે તમારી વ્યસ્તતા ના લીધે ફિલ્મો જોવાના સપના ને માંડી વાળ્યું હોય તો વેલકમ ટુ ગોવા સીન્ઘમ……..
અને આ તો ખાલી તરો તાજા ફિલ્મો ની વાત છે. જૂની અને ક્લાસિક ફિલ્મો થીયેટર માં જોવી એ તો પહેલા ધોરણ ના બાળક ને કેલ્ક્યુલસ શીખવવા જેટલું સહેલું કામ છે. (આપણે એટલા નવરા ખરા ને પાછા… 😉 ). અમદાવાદ કે મુંબઈ જેવા શહેરો હોય તો એમાં અમુક સિલેક્ટેડ ફિલ્મો ને બે-ત્રણ દિવસો માટે રી-રીલીઝ થાય. જે આપણે લોકો તો જોવા થી રહ્યા. અને જો નાના શહેરો માં હો તો અમુક રેગ્યુલર ફિલ્મો પણ નથી આવતી તો ક્લાસિક ફિલ્મો ના નામ નું તો નાહી જ નાખવાનું.
પણ પ્રભુકૃપા થી એવું નથી, આ બે હજાર સત્તર છે અને ધેર ઇસ અ સોલ્યુશન ફોર ધેટ. જીવન ના બધા જ પ્રોબ્લેમ ની જેમ અહિયાં પણ એક સોલ્યુશન છે. ખરેખર એક સિનેમાહોલ છે જે આપણા (કે આપણા સંતાનો ના) પરમ પૂજ્ય પિતાશ્રી નું છે, એક્ચ્યુઅલી એક નહિ આવા ઘણા બધા સિનેમા હોલ છે. અને એ બધા નું એક સામાન્ય નામ છે VOD, એટલે વિડીઓ ઓન ડીમાંડ. જેના લીધે સિનેમા જ નહિ, ટીવી ચેનલ પણ અપને પાપા કી હો ગઈ હૈ, (સોરી ફોર ધીસ વર્ણ સંકર વાક્ય… 😀 )
અને એટલે જ આવી VOD સર્વિસ નું માર્કેટ ચગ્યું છે. જો તમે સારાભાઇ વર્સીસ સારાભાઇ ટેક ટુ કે ગેમ ઓફ થ્રોન્સ હોટસ્ટાર ઉપર જોઈ હોય, ઇનસાઇડ એજ નું નામ પણ સાંભળ્યું હોય કે શેરલોક, હાઉસ ઓફ કાર્ડ્સ, માર્વેલ ની ડેર ડેવિલ વગેરે જોવાની ઈચ્છા પણ હોય તો તમે એક ય બીજા નામે VOD થી પરિચિત છો અથવા તમને એમાં રસ છે. અને એમાં તમે એકલા નથી, મારી તમારી જેવા ઘણા યંગસ્ટર્સ છે જે એનો ઘણો મોટો ફ્રી ટાઈમ આવી સીરીયલો ને binge watch કરવા માં પસાર કરે છે (અથવા નવરાશ ના સમય માં મનગમતી ફિલ્મો જોઈ લે છે)
Why not TV?
ટીવી માં શું જોવું અને ક્યારે જોવું એ આપણે નક્કી નથી કરી શકતા, એ નક્કી કરે છે ચેનલ ના માલિકો અને ચેનલ ને કમાણી કરાવી આપતા એડ પ્રોવાઈડર્સ. અને એટલે જ આપણા માથે મરાય છે પેહરેદાર પિયા કી અને નાગિન જેવી અઢાર મી સદી ની સીરીયલો, ક્યારેય પૂરી ન થતી સીરીયલો, નવરા લોકો ને જજ (કે કોન્ટેસ્ટન્ટ) બનાવી એક ની એક રોતલ કહાની અને રીપીટેડ ટેલેન્ટ દેખાડતા રીયાલીટી શો, જાનીએ મેરી શર્ટ તેરી શર્ટ સે સફેદ ક્યુ હૈ જેવી બુડબક એક્સક્લુઝીવ ન્યુઝ આઈટમો અને દર રવિવારે આવતું સૂર્યવંશમ કે ભૂતનાથ(અને વિકડેઝ માં માથે મારતી સાઉથ ઇન્ડિયન ફિલ્મો). અને એ પણ બે એડ્સ ની વચ્ચે (એટલું ય ઓછું ના હોય એમ ચાલુ પ્રોગ્રામે સ્ક્રીન નાની કરી ત્યાં એડ માથે મારવા માં આવે છે).
And why not torrents?
પણ VOD માં આ કોઈ પાબંદી નથી, પહેલા કહ્યું એમ ગમે તે, ગમે ત્યારે, ગમે એટલી વખત જોવાની આઝાદી આ VOD આપે છે, અને એમાં આપતા કન્ટેન્ટ પણ લાજવાબ હોય છે. હા આ બધી સીરીયલો/ફિલ્મો માટે ટોરેન્ટ તો અવેલેબલ છે જ પણ ટોરેન્ટ માં પણ અમુક ગેરફાયદા હોય છે. એક તો ટોરેન્ટ ના ઓટો બેકઅપ નથી હોતા. વળી ટોરેન્ટ માં કેવું રેઝોલ્યુશન આવે અને ઓડિયો કઈ લેન્ગવેજ માં આવે એ કઈ નક્કી નથી હોતું (હું પોતે બે મુવી માં પકડાઈ ગયો છું, ડ્યુઅલ લેન્ગવેજ ના નામે એક ફિલ્મ સ્પેનીશ-ઈંગ્લીશ અને બીજી રશિયન-ઈંગ્લીશ માં ડાઉનલોડ કરી નાખેલી 😎 ). ઉપરાંત તમે ટોરેન્ટ થી ડાઉનલોડ કરેલું એક મુવી એક જ જગ્યા એ જોઈ શકો, કાં તો તમારા PC Screen પર ને કાં તો મોબાઈલ માં. બીજી જગ્યા એ જોવું હોય તો બીજે કોપી કરવું પડે. ટોરેન્ટ માં તમે અધૂરે થી કોઈ મોટા કામ માટે ઉભા થવાના હો તો તમારે યાદ રાખવું પડે કે છેલ્લે તમે ક્યાં સુધી જોયું હતું અને પછી બીજી વખત ચાલુ કરો ત્યારે ત્યાં સુધી સ્કીપ કરવું પડે (સિવાય કે તમે અમુક વિડીઓ પ્લેયર વાપરતા હો).
VOD માં આવા કોઈ જ પ્રોબ્લેમ નથી આવતા. મોટાભાગ ના VOD પ્રોવાઈડર્સ તમને તમારા નેટવર્ક અને સ્ક્રીન પ્રમાણે વધુ માં વધુ HD રીઝોલ્યુશન આપે છે. સબટાઈટલ પણ હોય છે અને જો સબટાઈટલ અને ઓડીઓ બીજી ભાષા માં હોય તો એના ય ઓપ્શન હોય છે. અને હા, આ બધાજ (+/- ૧૦ સેકંડ ના ગાળા માં) તમે ક્યાં સુધી જોયું હતું એ યાદ રાખે છે અને બીજી વખત તમે ગમે એ સ્ક્રીન માં (કમ્પ્યુટર હોય મોબાઈલ હોય કે ટીવી) લગભગ ત્યાં થી જ ચાલુ કરે છે.
VOD is for everyone
એવું નથી કે VOD સર્વિસ ખાલી આપણા માટે જ ફાયદાકારક છે, એ ફિલ્મ અને સીરીયલ ના પ્રોડ્યુસર્સ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એક ટીવી સીરીયલ ના પ્રોડ્યુસર માટે એની સીરીયલ ક્યાં સમયે આવે છે એ વધારે અગત્ય નું હોય છે. રાત્રે ૮ થી ૧૧ વચ્ચે આવતી સીરીયલ બધા જ જોતા હોય, એમાં આવતી એડ ના ય વધારે ભાવ હોય. એટલે એ ટાઈમ સ્લોટ માં સીરીયલ કે ફિલ્મ દેખાડવી એ વધારે અગત્ય નું હોય છે. અને એટલે પ્રોડ્યુસર ને
૧. એ ટાઈમ સ્લોટ માં જોવાતી સીરીયલો જેવી જ સીરીયલો બનાવવી પડે
૨. એ ટાઈમ સ્લોટ માં જે લોકો એડ આપતા હોય, અને એ ચેનલ ના હાઈ કમાંડ ને સંતોષ થાય એવી વાર્તા અને એવા એક્ટર્સ લાવવા પડે
૩. અમુક હદ થી વધારે બોલ્ડ (કે ઇવન કોમન સેન્સ ધરાવતી) વાર્તા ના દર્શાવી શકાય, સેન્સરશીપ પણ માથે પડે.
૪. બહાર ના દ્રશ્યો, મોટા એક્ટર્સ કે ડીરેક્ટર ને ના લાવી શકાય, એક તો આનો ખર્ચો વધારે હોય અને ચેનલ બને એટલા ઓછા બજેટ માં સીરીયલો બનાવવા અને પતાવવા માંગતી હોય, અને એટલે આવી બધી સીરીયલો નું બાળ મરણ થઇ જતું હોય છે(જેમકે બચ્ચન/અનુરાગ કશ્યપ ની યુદ્ધ, આસુતોષ ગોવારીકર ની એવરેસ્ટ, અનીલ કપૂર ની 24) . કારણકે આ બધી ફ્રી ટુ એર ચેનલો છે, ચેનલો ને સબસ્ક્રિપ્શન ના એટલા બધા રૂપિયા ય નથી મળવાના.
અને એટલે જ આ ચેનલો આપણા માથે એક નો એક માલ માર્યા કરે છે. જયારે VOD માં ગમે ત્યારે જોઈ શકાતી હોવાને લીધે પ્રાઈમ ટાઈમ નું કોઈ પ્રેશર ના હોય, અને સેન્સરશીપ ની બબાલ ના હોય એટલે સર્જકો પોતાની ક્રિએટીવીટી નો જોરદાર ઉપયોગ કરી શકે છે. VOD નું બજેટ મર્યાદિત હોવા છતાં ય એ લોકો આ બે પ્રેશર ની ગેરહાજરી ના લીધે ખુબ સરસ સ્ટોરીઝ આપણને આપી શકતા હોય છે. ઘણી વખત VOD માટે આ લોકો મેઈન એક્ટર્સ ને જ કો-પ્રોડ્યુસર્સ બનાવી ને ખર્ચ કંટ્રોલ માં રાખે છે, અને એક થી એક ચડિયાતા કન્ટેન્ટ આપે છે.
પણ, ખર્ચો???
VOD પ્રોવાઈડર્સ ભારત માં છેલ્લા ૨-૩ વર્ષ થી આવ્યા છે. ફરજીયાત D2H ચેનલો થવા પાછળ VOD નો પણ એક અગત્ય નો ફાળો છે. આપણી મોટાભાગ ની ચેનલો VOD સાથે સંકળાયેલી છે, સ્ટાર નેટવર્ક નું હોટસ્ટાર હોય કે TV 18 (કલર્સ) નું Voot અને સોની વાળા નું Sony LIV, સીરીયલો, સ્પોર્ટ્સ અને ફિલ્મો બધું અત્યારે VOD ઉપર આવી ગયું છે. એટલું ઓછું હોય એમ છેલ્લા દોઢ બે વર્ષો માં VOD ના મહામહિમ એવા નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ વિડિયોઝ પણ ભારત માં આવી ગયા છે. અને આપણી માટે ટાઈમપાસ કરવા માટે ઢગલા મોઢે કન્ટેન્ટ આપે છે. મહીને ૧૨૦૦-૧૫૦૦ રૂપિયા માં આમાંનું ઘણું બધું તમે માણી શકો છો, અને જો તમે શોખીન હો તો D2H + અમુક ચેનલો + સારું ઈન્ટરનેટ નો ખર્ચો ૯૦૦-૧૦૦૦ સુધીનો તો થઇ જ જાય છે.
તમે ઉપર કહેલી કોઈ VOD સર્વિસ ના સબસ્ક્રાઈબર છો (હું પોતે નેટફ્લીક્સ, એમેઝોન અને Sony LIV નો સબસ્ક્રાઈબર છું), તો તમારા અનુભવો અમારી સાથે શેર કરો. જો તમે VOD માં સબસ્ક્રાઈબ થવાનું વિચારતા હો અને કન્ફયુઝ હો તો અમારી આગલી પોસ્ટ સુધી રાહ જુઓ. જેમાં અમે અમુક સર્વિસ ની સરખામણી કરશું. ત્યાં સુધી, મે ધ ફોર્સ બી વિથ યુ.
સેમીકોલોન
જો તમે e-books વાચતા હો અને ખાસ તો ગૂગલ પ્લે બુક્સ નો ઉપયોગ કરતા હો તો એક સરસ trick, તમારી નોટ્સ ને વર્ડ ડોક્યુમેન્ટ તરીકે ઓટોમેટીકલી એક્સપોર્ટ કરો.
નમુના તરીકે હમણાં જ પૂરી કરેલી કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો ની નોટ્સ અહિયાં અને ટ્વિન્કલ ખન્ના ની Mrs Funnybones ની નોટ્સ અહિયાં વાંચો.
bhattpratik
/ August 30, 2017અદભૂત… ખાલી એક ઈચ્છા છે કે બધા english tv series ના હિન્દી ડબિંગ હોય તો 45+ ઉંમર ના લોકો પણ આ સુવિધા નો આનંદ લઈ શકે.
Prasham Trivedi
/ August 31, 2017નેટફ્લિક્સ માં મેં હિન્દી ડબિંગ જોયા હતાં. ઘણી સિરીઝ માટે નેટફ્લિક્સ હિન્દી સબટાઇટલ આપે છે(જેમકે હાઉસ ઓફ કાર્ડ્સ ની પહેલી બ સીઝન)… એમેઝોન માં જોયું નથી..
પણ પોઇન્ટ છે…
VJ
/ January 20, 2019Reblogged this on RangrezZ and commented:
TRAI ના નવા નિયમ પ્રમાણે હવે તમારે નક્કી કરવાનું છે કે કઈ ચેનલ જોવી એના પ્રમાણે ભાડું આપવાનું. હાલ તો દરેક ચેનલ ગ્રાહક ખેંચવા માટે સાવ મીનીમમ પ્રાઈઝ રાખીને લોલીપોપ આપશે.. પછી ભાડું વધારી દેશે. TRAI એ ચેનલ દીઠ રૂ. ૧૯ કેપ રાખી છે. જો તમારે ઘરે wifi ની સુવિધા હોય અને આ બધી ઝંઝટ માં ના પડવું હોય તો આવા ઓપ્શન પણ છે.