what the hell is happening Mount Meghdoot?

ઓહ માઉન્ટ મેઘદૂત, આ શું થઇ રહ્યું છે? પહેલા આખી રાત જાગી ને નવરાત્રી નિમિત્તે રોજે રોજ એક પોસ્ટ ઠપકારી દેનારી ટીમ હવે કેમ લલિત મોદી ની જેમ “લંડન માં અન્ડરગ્રાઉન્ડ” થઇ ગઈ છે? ચચ્ચાર “લેખકો” થી સજ્જ ટીમ અચાનક કેમ મૂંગી મંતર થઇ ગઈ છે? પહેલા નિયમિત ગમતા નો ગુલાલ અને જામતા નો જલસો થતો. અચાનક આ શું થઇ રહ્યું છે? દોસ્ત પારસ ના વર્ડ્સ પ્રમાણે “છાપે ચડ્યા” પછી તો જાણે હવા ભરાઈ ગઈ છે, મોટે ઉપાડે ચાલુ કરેલી સીરીઝો (ઓલ્ટર્નેટ હિસ્ટ્રી, બ્લોગર બાતે વગેરે વગેરે) ના કેમ બાળ મરણ થઇ રહ્યા છે? વ્હોટ ધ હેલ ઈઝ હેપનિંગ માઉન્ટ મેઘદૂત?

વેલ આ સવાલ ઘણા મિત્રો ને થાય એ સ્વાભાવિક છે. ફ્રેન્કલી કહું તો ક્યારેક ક્યારેક અમને પણ એવું લાગે છે કે વ્હોટ ધ હેલ ઈઝ હેપનિંગ. જો માઉન્ટ મેઘદૂત કોઈ કંપની હોત, કે કોઈ વેન્ચર કેપિટલ ફંડિંગ હોત તો કન્ટેન્ટ અને એક્ટીવીટી ના અભાવે એના બાળ મરણ ની વરસી પણ આવી ગઈ હોત. પણ ફોર્ચ્યુનેટલી આ કોઈ કંપની નથી એટલે આ હજી જીવે છે, રીડર્સ તરીકે તમારા અણિયાળા સવાલો (I am looking at you Bhavin Adhyaru.. 😛 ) અને રાઈટર્સ તરીકે અમારી પાસે ના થોડા ઘણા આઈડિયાઝ ના લીધે આ બ્લોગ હજી બીમાર નથી પડ્યો, કદાચ વી.આર.એસ. લેવાનું ય નહિ થાય એવું લાગે છે, છતાય બેકાર યુવક ના માં બાપ ને થાય એવી ચિંતાઓ અમને અને તમને થવી સ્વાભાવિક છે. અને કદાચ એટલે જ આ પોસ્ટ નો જન્મ થયો છે.

સહુ પહેલા તો એક સ્પષ્ટ વાત, આ બ્લોગ સાથે અમે ચારેય વોલેન્ટીયરી જોડાયેલા છીએ, અહિયાં પોસ્ટ લખવી કે ના લખવી એ બધું પોત પોતાની અનુકુળતા એ ચાલે છે, અને કદાચ એટલેજ અમે એટલા આળસુ થઇ ગયા છીએ કે ક્યારેક અમારા ગ્રાફ પણ અમને “મિડલ ફિંગર” દેખાડી દે છે. ફન અસાઈડ, અહિયાં લખવું કે ના લખવું, ક્યાય બીજે લખવું, સાવ હાઈબરનેશન માં ચાલ્યા જવું કે અહિયાં જ લખવું એ દરેક ની વ્યક્તિગત મરજી ની વાત છે. એની માટે અમે ખુદ કોઈ નું પ્રેશર લેતા નથી (એમ?) કે અંદરો અંદર કોઈ ને પ્રેશર આપતા નથી (એમ?), (આગળ બંને એમ? ના જવાબ પણ મળશે, શાંત ગદાધારી ભીમ શાંત).

ઓકે ગૂગલ, શો ધ ઇન્ટરનલ થીગ્ઝ ઓફ માઉન્ટ મેઘદૂત આફ્ટર ધેટ છાપે ચડ્યા ડે. બે વર્ષ પહેલા નો એ વેકેશન નો દિવસ જયારે જય ભાઈ એ અમારા બ્લોગ નો અનાવૃત માં ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી અમારા ફેન્સ ની સંખ્યા માં અને હિટ્સ ની સંખ્યા માં આસમાની ઉછાળો આવ્યો હતો. ઘણા જુના જમાના ના સરકારી કર્મચારીઓ ની જેમ એક પણ આર્ટીકલ લખ્યા વગર અમને એટલી હિટ્સ મળતી જેટલી એક વિક માં પણ મળતી ના હતી. અને કદાચ એટલે જ અમને એક વસ્તુ નું બ્રમ્હ્જ્ઞાન આવ્યું કે વી હેવ ટુ સ્ટેપ અપ અવર ગેઈમ. અને દસમાં સુધી ૮૦ ૮૦ ટકા લાવનાર વિદ્યાર્થી બાર સાયન્સમાં ઉંધે કાંધ પછડાય એવી અમારી હાલત થઇ ગઈ. એક તરફ નવા કન્ટેન્ટ લાવવાની ચેલેન્જ, અને બીજી તરફ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માં આવેલા પોઝીટીવ ચેન્જીસ. અમને નોકરી ઓ માં બઢતી થઇ, સાંસારિક જીવન ચાલુ થયા, કેટલી વીસે સો થાય એ ગણતરી કરવાની જરૂર તો નથી પડી પણ એ સો ના સો જ રહે એ જોવાની જવાબદારી પણ લઇ લીધી અને બટ ઓબવિયસ, આ બધા ની કિંમત માઉન્ટ મેઘદૂત એ ચૂકવવી પડી. 😦

અને વેઇટ, એવું પણ નથી કે અમે કશું વાંચતા જ નથી કે ફિલ્મો જોતા નથી. થાય છે એવું જે આપણા બધાને થાય છે. ભૂલી જવાય છે. સારી ફિલ્મો, સારા ગીતો બધું થોડા સમયમાં ભૂલી જવાય છે, કે પછી એની રેલેવંસ જતી રહે છે. છતાય અમે કોઈ નવી ફિલ્મ/મ્યુઝીક/પુસ્તક કે ઘટના વિષે વિચારવાનું છોડ્યું નથી. અમારા લીસ્ટ માં હજી એવા ટોપિક પડ્યા છે જેના વિષે ખુદ અમે ય એક્સાઈટેડ છીએ. પણ અમારી સ્પીડ ઘટી રહી છે એના (ગર્વ લેવા જેવા) બે કારણ છે. ૧. આપણું બધાનું એક્સપોઝર (ટુ ધ નોલેજ – બીજું નહિ.. 😛 ) અને ૨. ઈન્ટરનેટની પહોંચ. ધૈવત ભાઈએ કહેલું એમ, લેખકડાઓ  કંઈ પણ લખે એટલે ગણતરીની સેકન્ડ્સમાં વિકિપીડિયા કે બીજી ગમે એ સાઈટમાં એની ઉપર-નીચે અને આગળ-પાછળનું બધું લોકો જાણી લે છે. અહિયાં એક વાર ખાલી કમાન્ડર ક્રીસ હેડફિલ્ડ એવું જ લખવાનું હોય છે, અને એઝ ઓડીયન્સ આપણે લોકો આખા ઈન્ટરનેટમાંથી એની કુંડળી કાઢીને લઇ આવીએ છીએ. એવા માહોલમાં નવું કન્ટેન્ટ લાવવું એ હીરાના ચણા ચાવવા જેવું કામ છે (લોઢાના ચણા તો જૂની વાત થઇ, જમાના બદલ ગયા પ્યારે પુરાની બાત નહિ હોતી.. 😛 ), તેમ છતાં ઉપર કહ્યું એમ, અમારી પાસે અમુક ટોપિક્સ છે જેના માટે અમે અંદરો અંદર એકબીજાને પુશ કરતા રહીએ છીએ( આ એક એમ? નો જવાબ). અને રહી વાત બહાર ના પ્રેશરની તો થેન્ક્સ ભાવિન, જેની બે બેક ટુ બેક કમેન્ટ્સ ના લીધે આ પોસ્ટ નો જન્મ થયો…

ચારેય જણા હજી એક આ નાનકડા તાંતણે બંધાયેલા છીએ અને એ સારું છે. દરેક વ્યક્તિને અહિયાં પોતાની રીતે જીવવાનો અધિકાર છે. એમાં આ પ્રકારનું સળેકડું ઘાલીને એમને મજબૂરન કશુંક લખવું પડે તો એની અસર થશે જ નહીં. અંદરથી આવતી વસ્તુ જ તમારી એટલે કે વાંચકોની અંદર પહોંચે છે. પણ કાયમની જેમ આ સ્થિતિ પણ (આપણા પ્રોબ્લેમ્સ,તકલીફો,પીડાઓ,આનંદ વગેરે વગેરેની જેમ) કાયમી નથી રહેવાની. હજી ય તમને એમ થાય કે હજુ ય કૃષ્ણ સીરીઝ કે સ્ટાર વોર્સ સીરીઝ પર આંટો મારીએ, તો જણાવતા આનંદ થશે કે એ કાયમ વાંચવા જેવા રહે એ માટે આ પ્રકારના લેખો અમે ધીમે ધીમે કોઈને ય જાણ કર્યા વગર એને સુધારી રહ્યા છીએ. ક્યાંક કોઈક એડીટીંગની ભૂલ હોય, ક્યાંક હકીકતો બદલાઈ હોય. એ કામ ચાલી જ રહ્યું છે. પણ ઉપર કહ્યું એમ, અનુકુળતાએ.

મિત્રો, આ શમા હજી એમ જલ્દી બુઝાશે નહીં.હા, એક વાતનું પ્રોમિસ જરૂર આપીએ છીએ કે ચારેયના મગજમાં ક્યારેય લખીએ છીએ-પોપ્યુલર છીએ એવી હવા ભરાઈ જ નથી અને ભરાવાની પણ નથી. લોકપ્રિયતા તો બાય-પ્રોડક્ટ છે.

કીપ લુકિંગ, ડોન્ટ સેટલ… 🙂

થેંક્યું ભાવિન,પારસ,રઘભા અને એમના જેવા બીજા સેંકડો મિત્રો જેમના ઇન્જેક્શનને લીધે મેઘદૂત હજી વેન્ટીલેટર સુધી પહોંચ્યું નથી.. 🙂

 

સેમીકોલોન: 

આઈ-સાઉન્ડટ્રેક : બે ગીત બાદ કરતા એ.આર.રહમાન નો ઘણો ઈન્ટેલીજન્ટ સાઉન્ડટ્રેક, હેટ્સ ઓફ ટુ “લેડી ઓ” અને “તુમ તોડો ના દિલ મેરા”. એમી જેક્સન અને વિક્રમ આહા આહા…;)

 

%d bloggers like this: