Serial Killer Part-3

વેકેશન માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતી સાહિત્ય માટે સારો યુગ ચાલી રહ્યો છે કેમકે ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ, અમદાવાદ નેશનલ બુક ફેર જેવા માધ્યમોથી પુષ્કળ લોકો વાંચન તરફ આકર્ષાઈ રહ્યા છે.પુસ્તક મેળાઓ, સંવાદ, વ્યાખ્યાનોની મૌસમ છે ત્યારે મિત્રો,સગાસંબંધીઓ નવા અને વાંચવા જેવા પુસ્તકો અંગે પૃચ્છા કરતા રહે છે. આવા વખતે માઉન્ટ મેઘદૂતને એક એવું લીસ્ટ હાથ લાગ્યું છે જે અમને લેખક-કોમ્યુનીટીના જનાબ જાણભેદુ તરફથી મળેલ છે.

 1. ટીંડર જોય- યુવા લેખક અને ફિલ્મપ્રેમી શ્રી અભિમન્યુ મોદીની સંદેશ અખબારમાં ચાલતી કોલમના વિશિષ્ટ લેખોનો સંગ્રહ, જેમાં સદરહુ લેખોમાં IMDB, Wikipedia, IMDB Trivia વગેરે જેવી વેબસાઈટના કન્ટેન્ટનો તુલનાત્મક અને મૂલ્યાંકનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે.
 2. મુડ કલરીયો- શ્રીમાન જયેશ અધ્યારુની નીવડેલી કલમે લખાયેલા ભાવક લેખોનો સંગ્રહ. યુવાન સ્ત્રીઓ, તરુણીઓએ અચૂક વાંચવા જેવા અને યુવાન મિત્રોએ એટલીસ્ટ નજર નાંખવા જેવા લેખો.
 3. રખડીસ્તાન- એવા જ બીજા યુવા લેખક શ્રી ભાવિન અધ્યારુની વિવિધ જગ્યાઓએ કરેલી રખડપટ્ટી પર આધારિત પ્રવાસલેખોનો સંગ્રહ. વડાપાંવથી લઈને કોન્ટિનેન્ટલ સૂપ ચાખી ચુકેલા આ પ્રવાસી લેખકની મંજાયેલી કલમે લખાયેલા પ્રવાસલેખોનો મુલ્યવાન સંગ્રહ.
 4. અંદાઝે છલિયા- મશહુર ફિલ્મ લેખક શ્રીમાન સંજય છેલ દ્વારા ‘ફિલ્મ સ્ક્રીપ્ટ કઈ રીતે ન લખવી?’ એ અંગે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા.
 5. યુવાતન, યુવામન અને ભારત ધન- સિદ્ધહસ્ત લેખક રા.રા.શ્રી જય વસાવડાના ફિટનેસ અને ભારતના બહુમુલ્ય ખજાના અંગે તીખી પણ સ્પષ્ટ જબાનમાં લખાયેલા લેખોનો સંગ્રહ. પ્રસ્તુત પુસ્તકોની નકલો બજારમાં આવી એ પહેલા એની ૨૫૦૦ નકલોનું પ્રી-બુકિંગ ધૂમખરીદી.કોમ પર થઇ ગયું હતું.
 6. લાઈટ હાઉસ ઓન ૬૪,સમર હિલ- સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રીમાન ધૈવત ત્રિવેદીની આ પૂર્વે લખાયેલી બંને નવલકથાઓના ‘મેકિંગ ઓફ’ પ્રકારના લેખોનો સંગ્રહ. ચાહકોમાં સદરહુ પુસ્તક અંગે સટ્ટો ખેલાઈ રહ્યો હોવાના પણ અહેવાલો છે.
 7. ૫૬ કોઠે હાસ્ય- સીનીયર પત્રકાર એવા શ્રીમાન ઉર્વીશ કોઠારીના (વાંચકોની) માનસિક તંદુરસ્તી જાળવવા અંગેના લેખોનો સંગ્રહ. આમાં ૫૬ નો આંકડો ગુજરાતી પુરુષોની ફાંદને અનુલક્ષીને વપરાયો છે.
 8. વિશ્વદાનવ- લેખક શ્રી જીતેશ દોંગા દ્વારા લિખિત અને તાજેતરમાં પ્રકાશિત નવલ ‘વિશ્વમાનવ’ની આ પ્રિક્વલ છે જેની પ્રી-સિકવલ લખાયા પછી આ નવલ રીલીઝ થઇ છે.
 9. જંગલીસ્તાન- અધ્યાપક-આચાર્ય અને ફિટનેસપ્રેમી ડો.મુકેશ મોદીના જંગલના અનુભવોના સ્મોલ સત્યને ઉજાગર કરતા પ્રવાસવર્ણનો.
 10. રામાયણનું મહાભારત- સીનીયર અને તેજતર્રાર લેખક-પત્રકાર શ્રીમાન કિન્નર આચાર્યના આજના યુવાનોના પ્રેમ-પ્રકરણોના અવલોકનો પર આધારિત સંશોધનાત્મક લેખોનો સંગ્રહ.
 11. કવિતા ઓનબીટ- ફૂલગુલાબી અને જીવંતતાથી ભરપુર એવા કવિ-સંચાલક-લેખક એવા શ્રીમાન અંકિત ત્રિવેદીના ‘કવિતા સ્કીલ છે કે આર્ટ છે?’ પર સંશોધિત નિબંધોનો સંગ્રહ.
 12. ચિરકુટ- સજ્જ વાંચક અને બક્ષી ફેન એવા શ્રીમાન રજની અગ્રાવતે ફેસબુકના પૂર્વસૂરી ઓરકુટમાં કરેલા ધિંગાણાઓ અને એમના નિરપેક્ષ વિશ્લેષણ અંગેની બ્લોગપોસ્ટનો સંપુટ.
 13. હું, બક્ષી અને ઓલાઓ- કવિતામાં (એટલે કે પદ્યમાં યુ નોટી બોય…) જાજરમાન નામ ધરાવતા કવિશ્રી શોભિત દેસાઈના અપ્રગટ ગદ્ય લેખો પહેલીવાર પ્રગટ થઇ રહ્યા છે, જેમાં બક્ષી સાથે મળીને કરેલા ષડયંત્રો અંગેના જીવસટોસટના વર્ણનો છે. પ્રકાશન-ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ.
 14. ગુજરાતી સાહિત્યમાં એવોર્ડ્સ-ઇનામો-અકરામો-માંગ,પુરવઠો અને ટ્રેન્ડ એનાલીસીસ-એક શોધનિબંધ. લેખકો-શ્રી ચંદુ મહેરિયા અને શ્રી ડંકેશ ઓઝા. પ્રકાશન-ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ.
 15. મંચિંગ, મંચિંગ, મંચિંગ – ‘સુરા,સુરા,સુરા’ જેવી કૃતિના લેખક શ્રી મધુ રાય દ્વારા લિખિત નવલનો ઉત્તરાર્ધ, જેમાં નશાને લીધે થતા દુષ્પરિણામોનો કરુણ અને ભયાનક ચિતાર આપવામાં આવ્યો છે.
 16. ગુજરાતી મેગેઝીનમાં લવાજમો-એક સંકલ્પનાયુક્ત અભ્યાસ— વરિષ્ઠ લેખકશ્રી સૌરભ શાહ દ્વારા સંવર્ધિત-સંપાદિત અને સંશોધિત પુસ્તકમાં વિવિધ મેગેઝીનોમાં લવાજમ ભરતા વાંચકોના દીર્ઘસૂત્રી ઈન્ટરવ્યું લેવાયા છે.   
 17. બક્ષીની નજરે– અન્ય લેખકો વિષે બક્ષીએ ઘોષેલા/બોલેલા/કરેલા વન-લાઈનર્સનું ફાંકડું સંપાદન એમના જ ચાહક શ્રીમાન નેહલ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. પેટ માટે રેચક પુરવાર થયેલ પુસ્તક ભાવનગરના શેઠ બ્રધર્સના ‘કાયમ ચૂર્ણ’ સાથે મફતમાં ચોક્કસ મુદત પુરતું ઉપલબ્ધ છે.
 18. ઝાકળમાં ખીલ્યું કમળ- ડો.શરદ ઠાકરના લોકસભા ચૂંટણી-૨૦૧૪ ના પરિણામો અંગેના વિશ્લેષણ લેખોનો સંગ્રહ,અભ્યાસુઓમાં લોકપ્રિય.
 19. હીંચકો, કૃષ્ણ અને હું: આદરણીય લેખકશ્રી ગુણવંત શાહ દ્વારા હીંચકા કઈ રીતે બનાવવા અને કઈ રીતે ખાવા તે અંગેની કસરતોના ટૂંકા,સરળ અને સચોટ ઉપાયો નું પુસ્તક.
 20. ગીધુગીતા: આદરણીય હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટના ગીધુકાકાનું આત્મબોધન, જે આત્મશ્લાઘા થી શરુ કરીને આત્મરતિ સુધી પહોંચ્યા પહેલા જ આત્મખોજ પર નીકળી પડે છે.
 21. વિષયાંતર: સજ્જ વાંચક અને પત્રકાર એવા શ્રીમાન લલિતકુમાર ખંભાયતાના પ્રગટ ન થયેલા અને રફ ડ્રાફ્ટ હોવાથી રદ કરી દેવાયેલા લેખોનો સંવર્ધિત અને સંશોધિત લેખસંગ્રહ.લેખક થવા માંગતા તમામે આરાધ્ય પુસ્તક તરીકે વસાવવા જેવા.

અને છેલ્લે,

22. Q-A વિથ ઓબી વાન કેનોબી – ટીમ મેઘદૂત દ્વારા ફૂટબોલ મેચ જોતા જોતા અચાનક લખાઈ ગયેલી સીરીઝ જેને બ્લોગ પર પબ્લીશ કરવી કે નહિ એના અંગે ટીમ મેઘદૂત હજી કન્ફૂજીયા રહી  છે. પ્રકાશન- ગૂગલ પબ્લીશર્સ, મામાકોઠા રોડ, ભાવનગર.

 

 

Advertisements
Leave a comment

8 Comments

 1. વાહ… વસવી લેવા જેવું લીસ્ટ આપ્યુ,આભાર.
  કન્ફૂજીયા થયા વગર અચાનક લખાઈ ગયેલી સીરીઝ ને
  બ્લોગ પર મૂકી દો સાહેબ,અમ જેવાને લાભ આપ્યાંનું પુણ્ય મળશે.

  Reply
 2. Kunal

   /  May 9, 2015

  “Always pass on what you have learned.”
  – Yoda

  😛

  Reply
 3. આમાં ટીકા કરી કે વખાણ એ તો ખબર નથી પડતી પણ લખ્યું છે, રસપ્રદ. વળી તમે સજ્જ વાચક, શ્રીમાન, કુમાર વગેરે ભારેખમ શબ્દો પણ વાપર્યા છે.

  Reply
  • આવું કરવું પડે લલિત ભાઈ, નહિ તો કોઈ આપણને સીરીયસલી લે જ નહિ 😉 ..

   Reply
 4. Q-A વિથ ઓબી વાન કેનોબી
  જોવાશે રાહ નહિ, દો કરી પોસ્ટ! 😛 😀

  Reply
  • માસ્ટર યોડા ને , પૂછવામાં આવશે સવાલ આ. થશે જ્યારે QA with master yoda 😛

   Reply
 5. હર્ષ, બીજું જે પણ હોય પણ મને આ શૈલી બહુ જ ગમી!!! હવે ઘણો સમય થયો, કશુંક નિયમિત અહીં મુકો…તમે તો ચચ્ચાર લોકોની ટીમ છો!! થોડી હળવાશ થી પણ કટાક્ષ થી ભરપુર એવું આવું કંઇક લખતા રહો!! 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: