GLF અને બક્ષી- ‘હું’, તું; ન તભલો કે ચાર પાંચ વાક્યો?

મહેરબાન-કદરદાન-પાનદાન-થુંકદાન, સાહિત્યનો વાંદરો ફરી પાછો ડુગડુગી સાથે ઠુમકા મારી રહ્યો છે. આ વખતે, હા જી આ વખતે, ગુજરાતી ભાષા અને એની અસ્મિતાને  ગુજરાતીઓ તરફ વાળવાનો અને એ બહાને એમને પણ ગુજરાતી ભાષાને પ્રેમ કરતા કરવાનો જરા હટકે પ્રયત્ન નામુરાદ સાહિત્ય પરિષદ વગર (પણ) થઇ રહ્યો છે. નામે ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ. પહેલા ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલ નામ હતું અને હવે ગુજરાત. કાલ ઉઠીને અમદાવાદ લિટરેચર ફેસ્ટીવલની રાહમાં આ પાપી છે. 😉

તો, અહિયાં માત્ર બક્ષીનું નામ જ કેમ? ભઈ, તમારે તમારું ધ્યાન ખેંચવું હોય તો બક્ષીના કે એવા ધાંય ધાંય સર્જકોના નામ સાથે જ વાત કરવાની. ભલેને પછીનો તમે મુકેલો માલ રદ્દી કે ફોર ધેટ મેટર, પસ્તીમાં ય બે રૂપિયે કિલોમાં ન જતો હોય !! નામ પહેલા મહાઆઆન લેવાનું, પછી ગંદી નાલીમાં બણબણ કરતી માખીઓ પેઠે પોતાની વાત મૂકીને સનસનાટી મચાવી, તાળીઓ ઉઘરાવી હાલી નીકળવાનું. આ તમારું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બોલે તો કોન્ટ્રીબ્યુશન છે. ઠોકો તાલી બચ્ચેલોગ…

સાહિત્યમાં માઉન્ટ મેઘદૂતનું એવું નમ્ર પણ ઠોસ મંતવ્ય છે કે કોઈ પણ સર્જકે એના સર્જનના કુલ વર્ષોમાં સાહિત્યમાં અલગ અલગ કેટલું-કેવું પ્રદાન આપ્યું છે એના પર એની ઉંચાઈ નક્કી થવી જોઈએ. નહીં કે એને મળેલા કે અપાયેલા ઇનામો/ પુસ્તકોની સંખ્યા. સર્જકનું દરેક પુસ્તક ગુણવત્તાવાળું હોય એ જરૂરી છે. કેમકે આંકડાની દ્રષ્ટીએ તો ડો. જીતેન્દ્ર અઢિયાના પુસ્તકો વધુ વેચાય છે. એટલે જે-તે સર્જકનું પ્રદાન આખું સમગ્રતયા(ટોટાલીટી)માં ગણાવું જોઈએ. અહીંયાંથી સાહિત્યનુ વાંદરું હાથમાંથી ભાગી છૂટે છે. એને પેલા કાકડી-ગાજર-ટમેટા આપતા બકાલાવાલા સાહિત્યકારો વધુ પ્રિય છે. અને વાંદરાને પોતાની તરફ આવેલો ભાળીને આખા બકાલાબજારમાં વાંદરાને પોતાનું ગણવા-ગણાવવાની હરીફાઈઓ-સટ્ટો ખેલાવા લાગે છે.

૨૫ માર્ચ,૨૦૦૨. આ દિવસે બક્ષીબાબુએ જગત પરથી વિદાય લીધી હતી. એ ગુજરી ગયા ત્યારે પણ ત્રણ લેખો લખાયેલા તૈયાર હતા કેમકે એ શિસ્ત સાથે લખવામાં માનતા હતા. હવે નીચેનું લીસ્ટ પુરા જાગ્રત મગજે અને જાગતી આંખે વાંચજો.

નવલકથાઓ
પડઘા ડૂબી ગયા
રોમા
એકલતાના કિનારા
આકાર
એક અને એક
પેરેલિસિસ
જાતકકથા
હનીમૂન
અયનવૃત્ત
અતીતવન
લગ્નની આગલી રાતે
ઝિન્દાની
સુરખાબ
આકાશે કહ્યું
રીફ-મરીના
દિશાતરંગ
બાકી રાત
હથેળી પર બાદબાકી
હું, કોનારક શાહ…
લીલી નસોમાં પાનખર
વંશ
પ્રિય નીકી…
કોરસ
મારું નામ તારું નામ
સમકાલ
વાર્તાસંગ્રહો
પ્યાર
એક સાંજની મુલાકાત
મીરા
મશાલ
ક્રમશ:
પશ્ચિમ
ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ
ઇતિહાસ/સંસ્કૃતિ
આભંગ
તવારીખ
વિજ્ઞાન વિશે
સ્ટૉપર
સ્પાર્કપ્લગ
એ-બી-સીથી એક્સ-વાય-ઝી
ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધો
ગુજરાત/પ્રવાસ
મહાજાતિ ગુજરાતી
ગુજરે થે હમ જહાં સે
પિતૃભૂમિ ગુજરાત
અમેરિકા અમેરિકા
રશિયા રશિયા
દક્ષિણ આફ્રિકા
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ
ઈંગ્લંડ અને અમેરિકા (1997)
આત્મકથા
બક્ષીનામા
જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીના લેખસંગ્રહો
જ્ઞાન-વિજ્ઞાન ભાગ-1, ભાગ-2
શિક્ષણ ભાગ-1, ભાગ-2
અર્થશાસ્ત્ર
ઇતિહાસ ભાગ-1, ભાગ-2
રાજકારણ ભાગ-1, ભાગ-2
સમાજ ભાગ-1, ભાગ-2
ગુજરાત ભાગ-1, ભાગ-2
ગુજરાતી ભાષા અને સાહિત્ય ભાગ-1, ભાગ-2
સ્ત્રી
રમતગમત
પત્રકારત્વ અને માધ્યમ ભાગ-1, ભાગ-2
દેશ
વિદેશ
આનંદરમૂજ ભાગ-1, ભાગ-2
વિવિધા ભાગ-1, ભાગ-2
યુવાનોને સપ્રેમ શ્રેણી
યુવતા
સાહસ
સંસ્કાર
શિક્ષણ
સામયિકતા
જીવનનું આકાશ શ્રેણી
ઉપક્રમ
ક્રમ
અનુક્રમ
અતિક્રમ
યથાક્રમ
વિક્રમ
પરાક્રમ
પ્રકીર્ણ
અન્ડરલાઈન
આદાન
પ્રદાન
ઈંગ્લિશ વર્ડ : ગુજરાતી પર્યાય
નવાં નામો
સેક્સ : મારી દ્રષ્ટિએ
વિકલ્પ શ્રેણી
સંસ્કાર અને સાહિત્ય
ધર્મ અને દર્શન
માદા અને નારી
કાલ અને આજ
રાજકારણ
રાજકારણ ગુજરાત (1989-1995)
રાજકારણ ભારત (1989-1995)
ગોધરાકાંડ : ગુજરાત વિરુદ્ધ સેક્યુલર તાલિબાન
મહાત્મા અને ગાંધી
આઝાદી પહેલાં
આઝાદી પછી
નવભારત શ્રેણી
સ્ત્રી વિષે
મિજાજ અને દિલદરિયા
અસ્મિતા ગુજરાતની
મૅનેજમેન્ટ અને બિઝનેસ
ટી.વી. પહેલાં અને ટી.વી. પછી
મેઘધનુષ્ય
વાગ્દેવી શ્રેણી
બસ, એક જ જિંદગી
ખાવું, પીવું, રમવું
દેશ-પરદેશ
રમૂજકાંડ
ખુરશીકારણથી રાષ્ટ્રકારણ
શબ્દ અને સાહિત્ય
નમસ્કાર શ્રેણી
યાદ ઇતિહાસ
ભારત મહાન
દર્શન વિશ્વ
દેશ ગુજરાત
વાતાયન શ્રેણી
જીવન અને સફર
સાહિત્ય અને સર્જન
ગુજરાત અને ગુજરાતી
સ્ત્રી અને કવિતા
વર્તમાન શ્રેણી
મૌજ અને શોખ
દૂધમાં લોહીનાં ટીપાં
મિડિયા, કાવ્ય, સાહિત્ય
રાજનીતિ અને અનીતિકારણ
64 લેખો
અન્ય
લવ… અને મૃત્યુ
નેપથ્ય
શબ્દપર્વ
વિવિધ ગુજરાત
35 લેખો
શ્વાસની એકલતા
માઈક્રોસ્કોપ
ટેલિસ્કોપ
પડાવ અને મંઝિલ
યાર બાદશાહો
મિસિંગ બક્ષી
ક્લોઝઅપનું સ્માઈલ પ્લીઝ
કહેવત-વિશ્વ
ઈગો

હવે જરા બક્ષીબાબુની વાર્તાઓની આવૃત્તિઓ કેટલી થઇ એ જુઓ.. (મિત્ર નેહલ મહેતાના સૌજન્યથી…)

(1) પડઘા ડૂબી ગયા: 1st Ed: 1957, 2nd: 1985, Third: August 2000

(2) રોમા: 1st Ed: 1959, 2nd: 1985, Third: May 2000
(3) એકલકતાના કિનારા: 1959 અને 2001
(4) એક અને એક: 1965, 1985, 1998
(5) પેરેલિસિસ: 1967, 1978, 1981, 1985, 1990, 1992, 1996, 2000, 2005
(6) હનીમૂન: 1972, 1996
(7) અયનવૃત્ત: 1972, 1985
(8) અતીતવન: 1973, 1979, 2000
(9) લગ્નની આગલી રાતે: 1973, 1977, 1990, 2001
(10) ઝિન્દાની: 1975, 1980, 1998
(11) સુરખાબ: 1974, 1994
(12) રીફમરીના: 1976, 1999
(13) દિશા તરંગ; 1979, 1999
(14) બાકી રાત: 1980, 1993
(15) હથેળી પર બાદબાકી: 1980, 1993
(16) હું, કોનારક શાહ: 1983, 1997
(17) લીલી નસોમાં પાનખર: 1984, 1995
(18) પ્રિય નીકી: 1987, 1998
(19) કોરસ: 1991
(20) મારું નામ તારું નામ: 1995
(21) સમકાલ: 1998
(22) વંશ: 1986, 1992, 1999
(23) આકાશે કહ્યું: 1975
(24) જાતકકથા: 1969

લેખક-કોલમિસ્ટ અને ટીન્ડરબોક્સમાં ભલભલા રોકેટો જે-તે સંબંધિતોની ચોક્કસ જગ્યાએ ઘુસી જાય એ રીતે કાંડી ચાંપી દેનાર અભિમન્યુ દ્રઢમતધારી મોદી(નામ કર્ટસી : ખુદ લેખકશ્રીનું લખાણ) એ અહિયાં યોગ્ય રીતે મુલવણી કરી છે. લેકિન કિન્તુ પરંતુ, આપણે વાત રવિવારની કરીએ છીએ. ફેબ્રુઆરીસ્ય પ્રથમ દિવસે GLF ના આખા દિવસના સેશન્સમાં આ પાપી પણ હાજર હતો. અને હતો એટલે સાહિત્યની પત્તર રગડાઈ જવી સ્વાભાવિક હતી. તો મિત્ર અભિમન્યુના રીવ્યુ સાથેનું એક્સટેન્શન  પેશે ખિદમત હૈ…

સેશન નં ૨. વેન્યુ-૨

* ‘ગુજરાતી સાહિત્યની બબાલો: એવોર્ડ ફિક્સિંગ’

  >  સ્ટેજ પર – શ્રી ડંકેશ ઓઝા, શ્રી ચંદુ મહેરિયા અને શ્રી ઉર્વીશ કોઠારી

  > સરસ સંચાલક- શ્રી નૈષધ પુરાણી

     – ચર્ચા શરુ થઇ ઉર્વીશભાઈના મુદ્દાથી. એમના જ શબ્દોમાં- ‘જુઓ, આ ફિક્સિંગ અને એવોર્ડ્સ અને એમના પસંદગીના ધોરણો અંગે કંઈ-કેટલાય નામો એવા આદરપાત્ર છે કે એમના નામ હું અહીંથી નહીં લઉં, પણ જરૂર હશે તો સ્ટેજ નીચે આપણે બેસીશું જ.’ વેલ સ્ટાર્ટ અને વિષયને ચુસ્તપણે વળગી રહેતું સ્ટેટમેન્ટ.

પછી ચર્ચા આગળ શરુ થઇ અને એમાં આવ્યું કે મુળ પ્રક્રિયામાં જ ઘણા લૂપ હોલ્સ છે જેને કારણે આ પ્રકારની ચર્ચાઓ છેડાય છે. એમાંથી વાત ગઇ શ્રી અશ્વિન મહેતાને ઇનામ અપાયા બાબતે. (આ કંઇ મીનીટ્સ નથી હોં ભાયા…ધીરજ રાખો, તમારું ય આવશે જ…) સંચાલક શ્રી નૈષધે એવો સવાલ પુછ્યો કે એવોર્ડ માટે કોઇ ધારા ધોરણ હોય છે ખરા? અને ઉર્વીશભાઇની કોમેન્ટ- “બસ, તમે આ સવાલ પુછ્યો છે એટલે હવે તમે ઇનામો માટે ગેરલાયક થઇ ગયા. તમને ઇનામ શું, ઉભા રહેવાની જગ્યા પણ મળશે નહીં…”

આગળ ઉમેરતા એમણે જણાવ્યું કે ‘છેલ્લા ૩૦ વર્ષોથી નગેન્દ્ર વિજય સાહિત્યમાં પ્રદાન કરે છે પણ આપણે એને ઇનામ શું, સન્માનથી પણ નવાજતા નથી.’ ઓડીયન્સમાંથી શ્રી રાજેન્દ્ર મહેતાએ અશ્વિન મહેતાના નામનો વિવાદ અને પસંદગી પ્રક્રિયામાં થતા ગોલમાલ અંગે સરસ રજુઆત કરી. અને પછે દોર શરૂ થયો ઇનામના અસ્વીકારનો. સ્વાભાવિક રીતે શ્રી ડંકેશ ઓઝાએ બક્ષીબાબુ સાથે થયેલી ફોન પરની વાતચીત કહી સંભળાવી અને કહ્યું, “એમને મેં ફોન કરીને પહેલા જાણ કરવાનું નક્કી કર્યું કેમકે બક્ષીની છાપથી સૌ બીતા. એટલે મેં વળી ફોન કર્યો. એમને કહ્યું કે ઇનામ આપવાનું નક્કી થયું છે. બક્ષીબાબુએ પૂછ્યું કે કેટલાનો એવોર્ડ છે? મેં કહ્યું,’લગભગ ૧૧-૧૨ હજાર રૂપિયાનો.’ એમણે કહ્યું કે વિચારીને કહીશ. બીજે દિવસે બક્ષીબાબુએ મુંબઈના છાપામાં લખી નાખ્યું કે હું આ એવોર્ડનો અસ્વીકાર કરું છું. ત્યારે ખબર પડી કે એમણે ઇનામનો અસ્વીકાર કર્યો હતો. આ રીતે થોડું કરાય?”

આ મુદ્દે શ્રી ચંદુ મહેરીયા, “એમને તો હું આમ હું તેમ હતું, પણ મને બક્ષીમાં એવું કંઇ ખાસ લાગ્યું નથી. હી વોઝ ઓન્લી ઇગો. બસ. ” અને શ્રી નૈષધ પુરાણીએ ચર્ચાને ઓપન કરી. ઓડીયન્સમાંથી બક્ષી વિશેના વાક્યોથી ઓલરેડી હસાહસ અને ગણગણ થવા લાગ્યું હતું. આગલી હરોળમાં બેઠેલા કવિશ્રી શોભિત દેસાઇએ ઉભા થઇને બોલવાનું શરુ કર્યું. પણ એ પહેલા કોઇ યુવાન ઓલરેડી પોતાની વાત મુકી રહ્યો હતો ત્યારે એ જોઇને ગુસ્સે ભરાઇને કહ્યું, “પ્લીઝ લેટ મી સ્પિક ફર્સ્ટૅ. વચ્ચે ન બોલો.” પેલો બિચારો ઝંખવાઇને બેસી ગયો.

હવે આવે છે કવિશ્રી શોભિત દેસાઇનો વારો. “બક્ષી એ ઇનામ ન લીધું એ સાચું છે. મને બક્ષીનામા ગમી નથી. બક્ષીના તમામ સર્જનોમાંથી ‘હું’ કાઢી નાંખો તો ચાર-પાંચ વાક્યો સિવાય કંઇ વધે નહીં.”  આટલું બોલીને એ વોક આઉટ કરી ગયા. ઓડીયન્સમાંથી થોડી વધુ હસાહસ થઇ અને તાળીઓ પણ પડી.

ઓડીયન્સમાંથી તરત અભિમન્યુ મોદીએ આ મામલે કહેવા હાથ ઉંચો કર્યો. અને કહ્યું કે તોય એ ચાર-પાંચ વાક્યોમાં ઓરિજીનાલીટી હતી.પણ શ્રી શોભિત દેસાઇ તો જતા જ રહ્યા હતા એટલે વધુ ચર્ચા ન થઇ. આ સાથે સમય પણ જઇ રહ્યો છે એવું સંચાલક શ્રી નૈષધે જાહેર કર્યું અને વાત ત્યાં જ પતી ગઇ.

ના,

વાત ત્યાંથી શરુ થઇ છે. અમે કવિ શ્રી શોભિત દેસાઇને જાહેર માધ્યમમાં જ, જે રીતે એમણે પોતાનો મત પ્રગટ કર્યો છે એ જ રીતે થોડાં પ્રશ્નો પુછવા માંગીએ છીએ.

> શું કવિશ્રી  શોભિત દેસાઇને બક્ષીના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન અંગે ખબર છે? શું એમને ખબર છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિશ્રી ડો. દક્ષેશ ઠાકરે ચંદ્રકાંત બક્ષી ના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન પર પી.એચ.ડી. કર્યું છે? શું શોભિત દેસાઇના ગુજરાતી સાહિત્યમાં પ્રદાન અંગે કોઇ ભવિષ્યમાં પણ પી.એચ.ડી. કરશે એવુ એમને લાગે છે? એટલું સાહિત્ય એ સર્જી શક્યા છે કે સર્જી શકશે? શ્રી મૌલિકા દેરાસરીએ બક્ષીબાબુએ ઉપયોગમાં લીધેલા શબ્દો વિશેનું આખું પુસ્તક બનાવ્યું છે. શ્રી શોભિત દેસાઇની કવિતાઓમાં કોઇ પણ વાંચક ” રબારણ, પાંદડાઓ, ગમી ગયા, રહી ગયા” સિવાયના શબ્દો શોધી શકશે ખરો?

> શું બક્ષીનો વિરોધ કરીને તાળીઓ ઉઘરાવી લેવાથી તમે GLF ના મૂળ ઉદ્દેશ્યને અને તમારી હાજરીને સાર્થક કરી હોય એવું તમે માનો છો?

> શ્રી શોભિત દેસાઇ એ એવું તે કેવું તીર માર્યું છે કે એ નક્કી કરી શકે કે બક્ષીના સર્જનોમાંથી ચાર-પાંચ વાક્યો જ વધે? એમણે એટલું ક્વોલીટીવાળું સાહિત્ય સર્જ્યું છે? શું એ ભુલી ગયા છે કે રાજકોટમાં કરેલી ગાલિબ કથા કરતાં તો ગુલઝારે બનાવેલી ‘મિર્ઝા ગાલિબ’ સીરિયલ વધુ ક્વોલીટીવાળી છે?

> શ્રી શોભિત દેસાઇને તાળીઓ ઉઘરાવવા માટે ય બક્ષીના નામની જરૂર પડે છે. મ્રુત્યુના ૧૩ વર્ષે પણ એ માણસ હજીય સાહિત્યમાં વાંચકોની ચાર ચાર પેઢીઓની જીભ પર રહે છે. તમને તમારા મ્રુત્યુના ૧૩ વર્ષ સુધી વાંચકો યાદ રાખે એટલી લાયકાત તમે સિધ્ધ કરી છે કે એમ જ સનસનાટી મચાવવા અને નોંધ લેવડાવવવા જ તમે આ વિધાન કર્યું હતું?

બીજાના(એટલે કે ગાલીબ, ર.પા.ના) સર્જન પર સ્ટેજ ઉપર કુદાકુદ કરનાર શ્રી શોભિત દેસાઈ; સ્વ. ચંદ્રકાંત બક્ષી સ્ટેજ પરથી શું બોલતા તેના વધુ અભ્યાસુ છે, એ એમના આ વિધાન પરથી ફલિત થાય છે.

આ પોસ્ટનો મૂળ હેતુ સાહિત્યના મામલે ખુલ્લી વિચારધારા રાખવાનો છે. તમને કોઇ સર્જક નથી ગમતો તો નથી ગમતો. એ તમારો પ્રશ્ન છે. પણ જ્યારે તમે એમ કહો છો કે આ સર્જકને તમે ય ન ગમાડો, એ વાત જ બોદી છે. ગુજરાતી સાહિત્યમાં યુવાનોને લોકપ્રિય કે ગમતી બાબતો હોય કે ન હોય, એક આખો ધંધો ચાલે છે એવા બધાથી વંચિત રાખવા માટે. એ ચલાવનારાનો ઉદ્દેશ્ય એક જ છે. જે લોકપ્રિય હોય, એનાથી આભડછેટ રાખવી. બક્ષી નથી ગમતા? કાઢો એને લીસ્ટમાંથી. ર.પા. ના કાવ્યો વેવલા લાગે છે? કોઇ બીજા શાયરના કાવ્યો સ્વરબધ્ધ કરો પણ રમેશ પારેખ આલ્બમમાં ન જવો જોઇએ. છી છી, આવું તે લખાય? લથબથ ભીંજાણી હું બાથમાં…કેવી અસર પડે આપણા નવા ભાવકો ઉપર? અશ્વિની ભટ્ટ? અરરર, આવી તે વાર્તાને નોવેલ કહેવાતી હશે? મેઘાણી? એ સાહિત્યકાર થોડા કહેવાય? બકૌલ શ્રી સૌમ્ય જોશી, “જો મેઘાણી સાહિત્યકાર નથી, તો બાકીના તો અમીબા પણ કહેવડાવવાને લાયક નથી…”

માઉન્ટ મેઘદુત એટલું જ પુછવા માંગે છે. તમે નક્કી કરશો કે આવનારી પેઢી એ શું વાંચવું? લોકપ્રિય હોય અને અદભુત વાતવાળું-વીર્યવાન સર્જન હોય એ જરૂરી છે અને પોસિબલ પણ છે. એનો આસ્વાદ થવો જ જોઇએ. કોઇ દુરી,તીરી કે છગ્ગા, અંગત વિરોધના નામે એનાથી આવનારી પેઢીને વંચિત રાખવા માંગતી હોય તો યાદ રાખે, તુમ્હારી દાસ્તાન તક નહીં રહેગી દાસ્તાનો મેં… ટકશે એ જ જે ખરેખર ટકવા યોગ્ય હશે. શરદબાબુ કહેતા એમ, અંતે તો સમયની અદાલત નક્કી કરશે કે ક્યું સાહિત્ય ખરું સાહિત્ય છે….

પાપીની કાગવાણી:

મૈ ઈન બેપનાહ અંધેરો કો સુબહ કૈસે કહુ?

મૈ ઈન નઝારો કા અંધા તમાશબીન નહી..

– દુષ્યંતકુમાર

Advertisements
Previous Post
Leave a comment

6 Comments

 1. બક્ષીનામા મોડું તો મોડું હમણાં જ વંચાયું અને એ પુસ્તક વિષે મારે કહેવું હોય તો . . . આ માણસે બારે મેઘ ખાંગા કરી નાખ્યા છે !! આઈ શપથ , આલાતરીન પુસ્તક છે , આ આત્મકથાનક !

  Reply
 2. aniket

   /  March 5, 2015

  Wonderful and sharp content….!!!

  Reply
 3. Kunal

   /  March 5, 2015

  Superb article..

  Reply
 4. karara jawab

  Reply
 5. આ શોભિત દેસાઇનું તો વિકિપીડિઆમાં પાનુંય નથી તો શું તંબૂરો એના પર કોઇ પીએચ.ડી. કરે એના પર!!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: