કંપની એ ટાઈમસર પગાર આપતા કર્મચારીઓ શોક્ડ, કર્યું આંદોલન.

અમારા બહુ ખાનગી સુત્રો ના જણાવ્યા મુજબ અહી અમદાવાદ ખાતે એક આઈ.ટી. કંપની ના કર્મચારીઓ એ કામ બંધ કરી દીધું હતું અને હડતાલ પર ઉતરી ગયા હતા. તેઓ રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને કંપની ના સી ઈ ઓ અને હાઈઅર મેનેજમેન્ટ સામે સુત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. અમારી ટીમ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જયારે અમને સાચું કારણ જાણવા મળ્યું ત્યારે અમે પણ શોક્ડ થઇ ગયા હતા.

સામાન્ય રીતે કર્મચારીઓ પગાર વધારવા માટે કે પગાર મોડો મળતો હોય ત્યારે આંદોલન કરતા હોય, પણ અહિયા ધાર્યા કરતા એકદમ વિપરીત કારણ નીકળ્યું. કર્મચારીઓ એટલે આંદોલન પર ઉતર્યા હતા કારણકે એમને પગાર સમયસર મળ્યો હતો અને પગારવધારો પણ ધાર્યા કરતા વધારે મળ્યો હતો.

કંપની ના કર્મચારી ઓ ના કહેવા પ્રમાણે આ કંપની ના ટોપ મેનેજમેન્ટ નું એ લોકો ને સામાજિક રીતે અલગ કરવાનું કાવતરું છે.”અમારા મિત્રો પગાર વગર બે બે મહિના કામ કરતા હોય અને અમને એક જ મહિના માં અને એ ય સમયસર પગાર મળી જાય છે, એના લીધે અમારા મિત્રો ને એવું લાગે છે કે અમારા મગજ માં રાઈ ભરાઈ ગઈ છે,અને અલ્ટીમેટલી એ લોકો અમને ક્યાય બોલાવતા ય નથી.” એક કર્મચારી એ બિન્દાસ નામ દેવાની શરતે અમારા રિપોર્ટર ને કહ્યું હતું. કંપની ના એક મહિલા કર્મચારી એ અમને એ પણ કહ્યું હતું કે આના લીધે કર્મચારીઓ ની પરાણે બચત કરવાની ટેવ પર કાપ મુકાઈ જશે અને એની અસર દેશ ની ઇકોનોમી પર પણ પડશે.

કંપની ના કર્મચારી વિકાસ ખાઉધરે એ આગળ ઉમેરતા અમારા રિપોર્ટર ને કહ્યું.”તમે લોકો ઇન્સ્ટોલમેન્ટ માં લોન ભરો, ઉધારી ચૂકવો, અમે લોકો ઇન્સ્ટોલમેન્ટ માં પગાર લઈએ છીએ, અને આ અમારી કંપની ની સ્પેશીયાલીટી છે. હવે સમયસર પગાર આપી ને આ લોકો શું સાબિત કરવા માગે છે? શું આ એકમાત્ર સ્પેશીયાલીટી એ લોકો અમારી પાસે થી છીનવવા માગે છે?”

સામાન્ય રીતે હડતાલ માં માત્ર કર્મચારીઓ જ જોડાતા હોય છે પણ આજની હડતાલ માં આશ્ચર્યજનક રીતે H.R. ડીપાર્ટમેન્ટ ના લોકો પણ જોડાયા હતા. કંપની ના રીક્રુટમેન્ટ હેડ આનંદ માથુર ના કહેવા પ્રમાણે આ પગલા ને લીધે નવા અનેક લોકો કંપની માં જોડાવા માગશે અને એના લીધે અમારું કામ પણ વધી જશે. આ તરફ અમને એ પણ જાણવા મળ્યું હતું કે કંપની માં એક ટર્મિનેશન સેલ પણ છે અને આ મહિને કોઈ પણ કર્મચારી ફાયર ના થયો હોવાને લીધે કે કોઈ એ કંપની ન છોડી હોવાને લીધે ટર્મિનેશન સેલ ના કર્મચારીઓ આખો મહિનો કામ વગર બેઠા રહ્યા હતા. અધૂરા માં પૂરું આ પગલા ને લીધે એ લોકો ની નોકરી ખતરા માં પણ હોવાની અમને બાતમી મળી હતી. પણ ટર્મિનેશન સેલ ના સભ્યો અમારી જાણ પ્રમાણે કંપની ના સી ઈ ઓ નો ટામેટા અને ઈંડા થી સજાવેલા એક માત્ર ફોટા ની સાફ સફાઈ માં હોવા ને લીધે અમને મળી શક્યા ન હતા.

સી ઈ ઓ શ્રી કેશવ કરશન ડાળકુદવાળા ઉર્ફે કે.ક.ડા. ની નજીક ના માણસ પાસે થી મળેલી ખાનગી માહિતી પ્રમાણે એ પણ અન્ડરગ્રાઉન્ડ માંથી બહાર નીકળી ગયા છે અને જીવન માં પહેલી વખત એના કર્મચારીઓ ને મોકળાશ થી મળે છે. સાંજે સાત વાગ્યા પછી બેસતા કર્મચારી ઓ ને એ પોતે ઘરે મુકવા જાય છે અને આખો દિવસ કંપની ના એ.સી. ચાલુ હોય છે. આ બધા ઘટનાક્રમ થી ગભરાઈ ને એના આસીસ્ટન્ટ આલ્બર્ટ બુદ્ધિમાન દ્વારા કેશવ ભાઈ ની બુદ્ધિ ખોવાઈ ગઈ હોવાની એફ આઈ આર પણ નોંધાઈ હોવાની અફવા આજ કાલ ફરતી થઇ છે. વોટસ એપમાં એવી પણ અફવાઓ ફરતી થઇ છે કે સદરહુ કંપનીમાં જોબ્સ છે અને મોટા પાયે ભરતી થવાની છે. આને લીધે કંપનીની વેબસાઈટના કેરિયર સેક્શનમાં ભારી માત્રામાં રીઝ્યુંમ્સ અપલોડ થઇ રહ્યા છે જેમાં અમુકમાં તો ભલામણ પત્રો પણ મળ્યા હોવાનું અંતરંગ સુત્રો જણાવી રહ્યા છે. લોકો ઓજસ વેબસાઈટને બદલે હવે કંપનીની વેબસાઈટ પર ધસારો બોલાવી રહ્યા છે. આમને આમ ચાલ્યું તો ઓજસની મોનોપોલી તૂટી જવાની ભીતિ સરકારી સૂત્રોમાં સેવાઈ રહી છે.

આ બાજુ મુખ્યમંત્રીએ આ મામલે ઉદ્યોગ વિભાગની ખબર લઇ નાંખી હોવાનું અમારા સચિવાલયના સુત્રો જણાવી રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિ લોકોમાં અવિશ્વાસ ફેલાવે છે કે કોન્ટ્રાક્ટ સીસ્ટમ ભંગાર નથી. આપણે એક બાજુ દસ દસ વર્ષથી લોકોને કરાર આધારિત રાખીએ છીએ અને આ કંપનીમાં એવા તે શું મોર ટાંક્યા છે કે લોકોને સમયસર પગાર મળે છે એ પણ વધારા સાથે? આ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં ચાલવા નહીં દેવાય. એટલે મુખ્યમંત્રી એ ઉદ્યોગ ખાતાના એક અધિકારીને આ મામલે ખાસ ફરજ પરના અધિકારી નીમી દીધા છે. એટલે હવેના સમયમાં મોટા પાયે નવાજુની થવાની સંભાવના સેવાઈ રહી છે.

Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: