Blogger Baatein…!!!

ટાઈટલ વાંચીને ચોંકી ન જશો. આ તો અમારી અને તમારી સફરનું નવું ગલકુ છે.😉 આપણે ઘણા ઈન્ટરનેટ સેવી થઇ ગયા છીએ. તરત કશુક સર્ચ મારતા પણ શીખી ગયા છીએ અને વધુ ઉભરા આવતા હોય તો એને બ્લોગ પર લખતા પણ થઇ ગયા છીએ.😛 પરંતુ, આજે વાત માંડીશું એવા બ્લોગ્સ અને એ બ્લોગ્સના માલિકોની, જેમણે અસલ જિંદગીમાં તો ઠીક, પરંતુ ‘નેટલાઈફ’ માં પણ અનેરું સ્થાન મેળવ્યું છે. આજથી અમારી એક લેખમાળા સ્ટાર્ટ થાય છે જેમાં આવા જ અમે ચૂંટેલા એવા લોકપ્રિય અને લેખપ્રિય બ્લોગર્સ સાથે ગોઠડી/મહેફિલ/સંવાદ ગોઠવીશું. આ સંવાદમાં એમની જીન્દગી અને એમના બ્લોગ્સ વિષે વાતો કરીશું. એવા લેખકો કોણ હશે? વેઈટ એન્ડ રીડ…😉

સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે આ બ્લોગર્સ તમારી અમારી જેવા નોર્મલ હ્યુમન જ છે. દરેક વ્યક્તિ ગમા-અણગમા સાથે જીવતો હોય છે, પણ જયારે લેખનની વાત આવે ત્યારે દરેક વાંચક એને જુદા જ એન્ગલથી જોવા અને મુલવવા માંડે છે. લેખક તરીકે અમુક રીતે વર્તો [વાંચો – ‘ લખો ‘ ] તો જ તમે મહાન, એવો નિયમ વાંચકના મગજમાં જાણે અજાણે રચાઈ જતો હોય છે. અને એ રીતે ઘણીવાર લેખકને બ્લોગ કે એવા કોઈ પણ જાહેર માધ્યમમાં ટીકા/રોષ/ધમકીઓ/પ્રેમ/લોકપ્રિયતા નો સામનો કરવો પડતો હોય છે. સહજતાથી છેડાયેલો ગંભીર મુદ્દો જેને પહોચાડવાનો હોય છે ત્યાં પહોચતો નથી અને વાત સાવ જુદા પાટે ફંટાઈ જતી હોવાનું ખુદ અમે બ્લોગર્સ તરીકે અનુભવ્યું છે.

તેમ છતાય, આજે જેની વાત કરવાના છીએ એ બ્લોગમિત્ર અંગે એક વાક્યમાં કહીએ તો, ‘નાઇલ નદી ના કાચનુમા પાણીમાં હાથ ઝબોળીને એ તમારા પર અનુભવના છાંટા ઉડાડે છે જે તમારા દિમાગને અને દિલને ભીંજવી નાખે છે.’

આ વખાણ નથી, પણ માર્કેટિંગના મૂળભૂત નિયમો સાથે એમનું જોડાણ અને કંપનીઓ વિશેનું એમનું જ્ઞાન, MBA ના વિદ્યાર્થીઓને પણ આશ્ચર્ય પમાડે એવું છે કેમકે એમાં જાતઅનુભવ અને નગેન્દ્ર વિજય જેવી દ્રષ્ટિ ભળેલી છે. મેનેજમેન્ટની ભાષામાં જેને  OUT OF THE BOX થીન્કીંગ કહેવાય એવી ફિલોસોફીના એ ચાહક અને અભ્યાસુ છે. પણ હમણાં હમણાં જે રીતે એમની આજુબાજુનું રાજકીય વાતાવરણ ગરમાયું છે, એ જોતા એક વાંચક તરીકે અમે અંદરોઅંદર શરત મારવા પ્રેરાઈએ છીએ કે મસ્ત ઐતિહાસિક તથ્યો સાથેની એકાદ હિસ્ટોરિકલ પોસ્ટ એમના બ્લોગ પર માણવા મળશે.

અનુભવી વાંચકો સમજી જ ગયા હશે કે અમે કોની વાત કરીએ છીએ?😉 આજે વાત માંડીશું માર્કેટિંગ અને આપણી ગુજરાતી ભાષામાં વેપારને નેટ પર  ગજવનાર બ્લોગરબિરાદર મુર્તઝા પટેલની સાથે…

“મુર્તઝા ભાઈ, માઉન્ટમેઘદુત પર તમારું સ્વાગત છે. ટીમ મેઘદુત તમને સૌ પહેલા બ્લોગર મિત્ર તરીકે હાર્દિક આવકાર આપે છે.

સૌથી પહેલા તો થોડું તમારા વિષે જણાવો. 5 Sep., 2010 એ તમે તમારો બ્લોગ શરુ કર્યો, એ પણ કોચિંગના પેશનને અંજલીરૂપ શિક્ષક દિને, તમે ધાર્યું હતું કે આ બ્લોગને આટલું સરસ બ્રાન્ડિંગ મળશે?

 

> જ્યારે કોઈ સાથીદાર આપણને કોઈ સારી લાગે, અંદરોઅંદર ગમી જાય એવી સલાહ આપે ત્યારે સમજો કે એની સાથે તમને પણ ખૂશ થવાનો સમય અને મોકો આવી ગયો છે. અને અહીં તો મારી પત્ની હતી. તેની તરફથી મારા વાંચનના પેશનને લખાણનું પિસ્ટન મળ્યું અને કોઈ પરિણામની આશા રાખ્યા વિના બસ લખવાની સફર શરુ થઇ. નોખું નામ, અનોખું બ્રાંડ અને હટકેલાં વિચારો બસ…ઉતરી આવ્યા બ્લોગ પર અને પછી ધૂમ !

બીજો સવાલ: ગુજરાતીઓ આજે દુનિયા આખીમાં ફેલાયેલા છે. એક ગુજરાતી તરીકે તમે એવા ક્યા મુદ્દા લો,જેના થકી ગુજરાતીયતનું મસ્ત બ્રાન્ડિંગ થાય?

> ખાવું-પીવું, હરવું-ફરવું, મોજ-મસ્તી અને વાંચનનાં જંકફૂડ સાથે બેફિકરી કમાણીનાં ગૂણો સાથે રહેતાં આપણે વ્હાલાં ગુજ્જુઓને એવી જ પ્રક્રિયાની અંગત અને સ્પર્શતી વાતો વધુને વધુ જાણવા મળે તો બ્રાન્ડિંગ આપોઆપ થતું રહે. અને આજ મુદ્દાઓને ‘ઈમોશનલ’ ભાષામાં વહેતી કરો તો વાઈરલ બનવા સિવાય બીજું શું થઇ શકે?!?!?!- થાય જ બાપલ્યા.

Q : માર્કેટિંગ તમારા લોહીમાં વહે છે એવું તમે તમારા બ્લોગ પર લખ્યું છે.એ કઈ રીતે?

> મારા મતે (અને માટે) જ્યાં આપ-લે ની કોઈપણ ઘટના બને છે તે ‘માર્કેટિંગ’ છે. એમાં પછી કોઈપણ પ્રોડક્ટ, સર્વિસ, આઈડિયા કે પર્સન હોય. આવું જ્ઞાન મને જ્યારે વર્ષો પહેલા લાધ્યું ત્યારે એ ફેક્ટર મને મારા લોહીમાં પણ ફરતું જણાયું. જેનું હરવું ફરવું એ જ મારું પેશન છે. વળી, મારા વિડીયો-ગુરુ માર્કેટર એન્ડ્ર્યુ લોકે પણ કહ્યું છે: “Everything is Marketing & Marketing is Everything.” બસ આજ કારણને હું લખાણ અને વિચારો દ્વારા વ્યક્ત કરું છું.

Q : અચ્છા, તમારું શેડ્યુલ જણાવશો? પારિવારિક/સામાજિક/આર્થિક જવાબદારી સિવાય  રેગ્યુલર દિવસોમાં [બ્લોગ સિવાય] ફેસબુક વગેરેમાં પણ તમે લખતા હો છો. તો બ્લોગીંગ માટે સમય કેવી રીતે ફાળવો છો?

> કોઈ પ્રોપર શેડ્યુલ નથી. જ્યારે મન થાય ત્યારે લખવા બેસી જાઉં. એ પછી અડધી રાતે અઢી વાગે પણ હોઈ શકે, યા ભરબપોરે સાડા બારે પણ.  કારણે એટલું જ કે…ક્રિયેટીવીટીનો જ્યુસ ક્યારે ટપકી પડે એ કહી શકાતું નથી. બસ કશુંક જોવામાં કે જાણવામાં નજરે આવ્યું અને વિચારોનું વૃંદાવન સર્જાઈ જાય. કેટલીક વાર તો કોઈક સામાજિક પ્રસંગે પણ કાંઈક સૂઝી આવે ત્યારે હાથવગો ટીસ્યુ-પેપર કામે લાગી જાય અને તેની પર મંડી પડું છું. ને પછી સવાલ કરું છું કે…શું આ લખાણ મને ગમ્યું છે? અને પછી…મારા વાંચકોને એ ગમશે એ ઓપ્શનલ બની જાય છે. અને પેશનેટ બાબતે કોઈ ખાસ સમય કાઢીને જ લખવાનું હોય તો….મને લખવાની ક્યારેય ચળ ન ઉપડે. (સેક્સની જેમ જ સ્તો😉 )

Q : હવે જરા ગંભીર સવાલ. એક NRI તરીકે, ઇન્ડિયા અને ગુજરાત, આ બેય ને તમે બાકીના જગત સાથે જોડીને બહેતર જોઈ શકો છો. શું લાગે છે તમને? શું ખૂટે છે અને શું ઉમેરવાની બેયમાં જરૂર નથી ? આપણી ભાષામાં SWOT એનાલીસીસ કરવા જઈએ તો આપણે ક્યાં પાછળ છીએ બીજા દેશોની સરખામણીએ?
> ખરેખર તો કશુંયે ખૂટતું મને નથી લાગતું. જેમ પાણી પોતાનો રસ્તો આપોઆપ મેળવી લે છે એમ…સાચો ગુજરાતી કે ભારતીય પોતાની મેળે રસ્તો અને રોજી મેળવી લેતો હોય છે. છતાંય “ભારતના જુવાન પાસે શું નથી?” એ સવાલ બાબતે જય વસાવડાનું એક ક્વોટ યાદ આવે છે:

” ડેપ્થ. માત્ર ઊર્જાથી બધું ના થઇ શકે. કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવામાં આપણા યુવાનો પાછળ પડે છે. વળી, ગુજરાતી યુવાનના જીવનમાં તો નાણાં સિવાય બીજું કાંઇ નથી. અહીં સફળતાની વ્યાખ્યા માત્ર પૈસા જ છે. જ્યારે આનંદ અને સફળતા માટે બીજી ઘણી બાબતો જરૂરી છે.”

Q : હવે વાત કરીએ તમારા પેશનની. તમે બ્લોગમાં ‘મારી વિષે’માં લખ્યું છે કે તમને માર્કેટિંગ અને મેનેજેમેન્ટનું સરળ ભાષામાં કોચિંગ કરવું ગમે છે. સાથે સાથે એ પણ લખ્યું છે કે પેશન માટે રોજ એક કલાક વાંચવું. અમારો પ્રશ્ન છે કે શું વાંચવું? અને એજ સવાલ ની સાથે એ પ્રશ્ન પણ ઉભો થાય કે યુવામિત્રોએ શું વાંચવું જોઈએ?

>મસ્ત સવાલ છે. તેના પર વિસ્તારપૂર્વક લેકચર પર આપી શકું ;-)- ખૈર, આદત મુજબ થોરામાં ઘન્નું ચ.
આ ‘એક કલાક’ ફેક્ટરતો આપણે બાંધેલી સમય મર્યાદા છે. બાકી ૨૪ કલાક દરમ્યાન આપણને જ્યારે પણ, જેટલું પણ, જે વિષય પર વાંચવું હોય તે વાંચી શકીએ છીએ. ધ્યાન રહે કે વેપાર અને ટેકનોલોજી જેવી સતત અપડેટ થતી બાબતોનું વાંચન તો તાજું જ મેળવવું (એક વર્ષ અગાઉનું વાસી ન હોય). જ્યારે ક્લાસિક, સ્પિરીચ્યુઅલ અને નોસ્ટાલ્જીક વાંચકો ઓલ્ડ ઈઝ ગોલ્ડ દ્વારા મજા ઉઠાવી શકે છે. પછી જેવો જેમનો રસ. આજે નેટ અને મોબાઈલે સર્ચ અને રિસર્ચની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી આપી છે. માટે યુવા માનસ ધરાવતા દરેક લોક પોતાને જેમાં ચાંચ ડૂબે એવાં પાણીમાં ડૂબકીઓ મારી શકે છે. ‘ યેહ ઈન્ટરનેટ બસ માંગે મોર એન્ડ મોર નોલેજ-એક્સપ્લોરર !’

પણ માત્ર વાંચવું અને વાંચીને પચાવવું એ વચ્ચે ઘણો ફરક છે. જેમ જમ્યા બાદ પાચન જરૂરી છે એમ વાંચન બાદ મનન. હવે મનન કરવાની પ્રક્રીયા મન પર છોડી દેવી. કારણકે જેટલું દિલથી વંચાયું હશે એ દિમાગમાં પ્રોસેસ માટે ઉતરી જશે અને જરૂરી સમય એનું આઉટપૂટ પણ મદદ માટે બહાર આવી જશે.

Q : માર્કેટિંગની વાત નીકળી જ છે તો એનું અભિન્ન અંગ એટલે કે સેલ્સ. સેલ્સમાં કાયમ બધા નવા-જુના મિત્રો પ્રેશરની ફરિયાદ કરતા હોય છે. આ પ્રેશર આવ્યા જ કરે છે.દર મહિને. સેલ્સ-ટાર્ગેટ પુરા કરવા માટે ઓનેસ્ટી નેવે મુકીને કામ કરવું કેટલું યોગ્ય છે? જેમકે દર મહિને અમુક સંખ્યામાં એકાઉન્ટ ખોલાવવાના જ. આવું પ્રામાણિકતાથી કરવા જાવ તો ઇન્ડિયામાં ન થઇ શકે. સોલ્યુશન?

>દોસ્ત, આ વિષય પર એક આખો વર્કશોપ, સેમિનાર કે વ્યાખ્યાન જે ગણો તે આપવા તૈયાર છું. એટલાં માટે કે વર્ષોથી એના પર બહુજ મજાના અનુભવોનું ભાથું બાંધ્યું છે. ખૈર,જે વ્યક્તિ ‘માત્ર સેલ્સ કરવા ખાતર…’માત્ર ટાર્ગેટ’ પૂરો કરવા ખાતર…બોસને ખુશ કરવા માટે કે પછી (કંપની કે ટિમમાં) પોતાની વાહ વાહી મેળવવા માટે કામ કરતો હશે એ કાયમી ધોરણે ‘સેલ્સમેન’ જ રહશે. અરે ! સેલ્સ એ તો વેપારને આનંદની સતત ઉજવવાની નિજાનંદ ઘટના છે. હા, હવે એમાં જો તમે તમારા ગ્રાહકો, દોસ્ત કે સગાં-વ્હાલાંવને પણ જોડી શકતા હોવ તો ભયો ભયો…
સેલ્સ…સેક્સ જેવું છે. જેની મસ્તીનું પરિણામ તો મળવવાનું છે જ. પણ કેવું અને ક્યારે એ ‘ખુદ કરતા પણ ખુદા’ પર છોડી દેવું વધારે યોગ્ય છે. અને એમાંય ઈમાનદારી (ઓનેસ્ટી) તો સેલ્સનો જાન છે. જે છે તે છે. કોઈ ઢાંકપિછોડી કર્યા વિના ગ્રાહકને જે યોગ્ય છે, જરૂરી છે એ આપવામાં આવે પછી સંબંધોનાં તાણાવાણા સમજીને લેનારને ખરેખર શું જોઈએ છે એ જાણી લેવાય તો કોઈ ચિંતા નથી રહેવાની. કારણકે એમાં પરસ્પર સહમતિનું પરિણામ હોવાનું. એ પછી કોઈ પણ સ્થળ હોય. ઇન્ડિયા હોય કે ઇન્ડોનેશિયા, જાપાન હોય કે જલંધર, લંડન હોય કે લૂણાવાડા.
આ તો મનને મેનીપ્યુલેટ અને પોતાની જાતને પોલ્યુટ કરવાનો બદ ઈરાદો હોય ત્યારે ગ્રાહકને ઉલ્લું અને ઊંઠા ભણાવવાનો વિચાર આવે. બાકી, રોકેટસિંઘ, ૩- ઈડિયટ્સ જેવી અનેક યૌવન ફિલ્મોએ સાબિતી આપી જ છે ને કે….ઓનેસ્ટી ઇસ અને વિલ બી ધ બેસ્ટ પોલીસી.

Q : એ પણ જોયું છે કે સરખું માર્કેટિંગ ન કરી શકતા મારા જેવા મિત્રો દેશ છોડીને બીજા દેશમાં સેટલ થવાનું વિચારવા લાગે. તમેં શું સજેસ્ટ કરશો?

>તમારું દિલ કહે કે ‘મારે મારી જ ભૂમિમાં કમાણી કરવી છે યા કોઈક બીજાં જ દેશમાં જ્યાં મારા આર્ટ અને નોલેજને હું વધુ સારી રીતે ફેલાવી શકું ત્યારે…માત્ર એક સવાલનો જવાબ આપજો: “શાં માટે?”

જો જવાબ પૂરેપૂરો વિશ્વાસુ મળી આવે તો…. દુનિયાની સાડાબારી અને પરવા કર્યા વિના જે કામમાં વિકાસ કરી કમાણી કરવી જ છે તે કામ બસ….શરુ કરો. પછી ચમત્કારો સામે થતાં દેખાશે.
જ્યાં તમારું ખાન-પાન-માન મળે એવા સ્થળે વસવાટ કરવો.” – મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ. ૨૦૧૪)

Q : માઉન્ટ મેઘદૂતને ક્યાં સુધરવાની જરૂર છે?😛

>એ તમારું ખુદનું બાળક જ છે અને જો તમે એના સાચા વાલી હોવ તો તમને એનો ‘વિકાસશીલ જવાબ’ પણ ખબર જ છે, ખરું ને?- ભ’ઈ, મારું કામ પહેલા જાતને સુધારવાનું છે. બીજાંને તો જાતે જ સુધારવાનું છે. હવે આ બાબતે તમે કેવો સુધારો-વધારો કરી શકો છો?😉

ચાલો, મળતા રહીશું…આપણા સૌની સફળતા તરફ…
‘અહં’દાવાદી મિસરી દોસ્ત મુર્તઝા પટેલનાં સલામ.

 

મિત્ર મુર્તઝા પટેલ સુધી પહોંચવાના રસ્તા

FACEBOOK:
http://www.facebook.com/MurtazaPatel.vepaar.net

TWITTER:
http://twitter.com/netvepaar

LINKEDIN:
http://eg.linkedin.com/pub/murtaza-ali/6/476/646

BLOGS:
http://netvepaar.wordpress.com
http://nilenekinarethi.wordpress.com

Previous Post
Leave a comment

5 Comments

  1. જેમને જોયા નથી તે પણ જાણીતા લાગે તેનું નામ સરળતા . . . અને મુરબ્બી મુર્તઝા આવા જ એનડેન્જર્ડ સ્પિસીઝ’નાં જુજ’માંના એક છે😉 { મારા અત્યંત પ્રિય એવા રોકેટ’સિંહનું નામ લઈને તો તેઓએ ધુન્તાનાનાના કરાવી દીધું🙂 }

    મસ્ત લેખમાળા શરુ કરી [ ટીમ મેઘદૂત પાસે આવા ઓછા’માં ઓછા 20 લેખોની અપેક્ષા ખરી ]

    Reply
  2. Rocky

     /  September 6, 2014

    Nice one I like DO u more and more cheers …..!

    Reply
  3. મુર્તઝાભાઈ જેવોજ રોકિંગ બ્લોગ!

    Reply
  4. PARAG PAREKH

     /  September 6, 2014

    Jay Vasavada e mitratathi temna aa mitra sathe MILAP karavelo… ne he is now… friend 🙂
    All the best to team MEGHDUT..

    Reply
  5. બહુ જ સરસ, ઘણું જાણવા/શીખવા મળ્યું

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: