Baxi Reloaded…

ઘણા લાંબા સમયે ફરી વીસમી ઓગસ્ટ આવી છે. યાદ કરાયે વો ભૂલી બિસરી યાદે? 😉 આજે ફરી એકવાર કી-બોર્ડનો હવાલો બક્ષીબાબુને આપવા જઈ રહ્યા છીએ. એન્જોય… 🙂

> ‘કુત્તી’ ને અશ્લીલ ગણતી હતી ગુજરાત સરકાર, એના અમુક અફસરો અને આપણા કેટલાક જ્યેષ્ઠ લેખકો. ચાર વર્ષ સુધી પ્રજાના પૈસાના અને સરકારી તંત્રનો દુર્વ્યય! આજની ગુજરાતી ફિલ્મોની અશ્લીલતા? આજના ગુજરાતી નાટકોની અશ્લીલતા? ફૂટપાથો પર ગુજરાતભરમાં વેચાતી અશ્લીલતા? શું કોમિક ધોરણો છે ગુજરાતી નીતિના?

> ‘જન્મભૂમી’માં એક સામાન્ય વાચકરૂપે પત્ર લખ્યો એમાં એક આખો તંત્રીલેખ લખાઈ ગયો, ‘ટાઈમ્સ’ માં ગુજરાતી નાટકો વિષે લખ્યું તો એમાં નાટક બજારીયા બગડ્યા અને કા-કા-કા કરી મૂકી. આ બધા એકસાથે આટલી બધી ગુલાંટો શા માટે મારવા માંડી જાય છે? શું તકલીફ છે એમને? મરાઠી નાટકના વીર્યથી ગુજરાતી રંગભૂમિનું ગર્ભાધાન થયું છે માટે? કે આપણો મૂર્ધન્ય પત્રકાર હજી બે કપ કોફી પાઈને ખરીદી શકાય છે?

> શહેર છોડીને, ઘર-બાર ધંધો છોડીને, પરિવાર લઈને, બે-ઘર થઈને દર-દર ભટકનાર માણસને, મહીને બે હજારની બેઠી કમાણી છોડીને બસ્સોની નોકરી ૩૮ વર્ષે શરુ કરનાર માણસને મુર્ખ કહેવાય, કલાકાર કહેવાય, ઝનૂની કહેવાય, ઉલ્લુનો પઠ્ઠો કહેવાય-પણ ભીરુ ન કહેવાય. અને ગુજરાતીના ‘બહાદુર’ લેખકોને હું ક્યા નથી ઓળખતો? આપાતકાલીન સ્થિતિમાં ટી.વી. પર સો-પચાસ રૂપિયાના ચેક માટે નાક રગડનારા અને કહ્યા પ્રમાણે ભસી આપનારા ગુજરાતી લેખકો મેં જોયા છે.

> જે ભાષા નવાનવા શબ્દપ્રયોગો સ્વીકારતી રહે છે એ સંવૃદ્ધ થતી રહે છે, અને જે ભાષા વાડામાં ઘૂસીને શુદ્ધિની જિદ્દ કરતી રહે છે એ અસમય વૃદ્ધ થઇ જાય છે.

> અન્વેષાણાત્મક પત્રકારીતાના બહાના નીચે ચારિત્ર્યહનન પુરબહારમાં છે, અને પાલક અન્નદાતાઓ અને દારૂદાતાઓ માટે ગુલાંટો ખાતા રહેવાના વાંદરાવેડા પણ પુરબહારમાં છે. જેમની પૂરી બોડી-લેન્ગવેજ છક્કાઓની છે, એ સ્વયંને એક્કા સમજીને ખુરશીઓમાં ફીટ થઇ ગયા છે.

> મુંબઈનું કોઈ અંગ્રેજી છાપું કે જનહિત સંસ્થા શિવસેનાના બાળાસાહેબ વિષે એકપક્ષી બદનક્ષીપૂર્ણ લખતું નથી કારણકે પરિણામની આ ડાહી માંના દીકરાઓને ખબર છે. આજે ગમે તે ત્રણ માણસો, હું, તું, અને રતનિયો પ્રકારના ત્રણ ભુક્કડો, એક ‘સંસ્થા’ બનાવીને, ગુજરાત વિષે ‘ઇન્ક્વાયરી’ કરીને રીપોર્ટ બહાર પાડી દે છે.

>  કોલમલેખક ધર્મગુરુ કે ઉપદેશક નથી, સૌદાગર કે તાબેદાર નથી, શિક્ષક કે સર્કસનો જોકર નથી, સરકાર સાથે વેવાઈ જેવું વહાલ રાખીને ખભા ઉછાળતા રહેવાનો એનો ધર્મ નથી. અઢી અક્ષરનો શબ્દ ‘સત્ય’, એ એનું નિશાન હોવું જોઈએ અને આ નિશાનની દિશામાં વાચક જ એનો બિરાદર છે, કોમરેડ છે, હમદમ છે અને દોસ્ત છે.

> હસમુખ ગાંધીની કલમ સામુરાઈની તલવાર હતી, જે એક જ ધર્મ સમજતી હતી- આતતાયીની કતલ !

> મેં મારી જીંદગીમાં સુરેશ જોશીની જેમ ચમચાઓ રાખ્યા નથી કે મધુ રાયની જેમ માલિકો રાખ્યા નથી. કોઈ ઉમાશંકર જોશીની આંગળી પકડીને કે યશવંત શુકલની આસપાસ ભમરડાની જેમ ફરીને હું ગુજરાતી સાહિત્યમાં આવ્યો નથી. મારું કોઈ જ ગુટ,ગ્રુપ કે ટોળકી નથી. હું લખું છું, વાચકો વાંચે છે. નહીં વાંચે ત્યારે એમને સલામ કરીને બંધ કરી દઈશ.

 

પાપીની કાગવાણી:

બક્ષીનું વિશિષ્ટ, સ્પેશીયાલીટી ધરાવતું લખાણ એકદમ પરફેક્ટ હોય છે. સબ્જેક્ટને વફાદાર. કડક ઇસ્ત્રીદાર: ટુ ધ પોઈન્ટ, કોમ્પેક્ટ.

– જય વસાવડા

Advertisements
Leave a comment

2 Comments

  1. જે ભાષા નવાનવા શબ્દપ્રયોગો સ્વીકારતી રહે છે એ સંવૃદ્ધ થતી રહે છે, અને જે ભાષા વાડામાં ઘૂસીને શુદ્ધિની જિદ્દ કરતી રહે છે એ અસમય વૃદ્ધ થઇ જાય છે. — સંપુર્ણ સહમત આ વિધાન/વાસ્તવિકતા સાથે.

    ..આને કહેવાય દુરંદેશિતા..અને ભાષા પ્રત્યેની વફાદારી/લાગણી/કૃતગ્નતા… જે ભાષાએ આ કોડિઓની કિંમતના લેખકો/કોલમિસ્ટ્સને બે ટંક રોટલા ભેગા કર્યા છે….એ લોકો એ જ ભાષાને પોતાના જેવી સંકુચિત કરવામાં ગૌરવ લઈ રહ્યા છે !

    Reply
  2. Kya baat..very nicely compiled Harsh.. We too published a combo of Chandrakant Bakshi’s 5 books and undoubtedly got tremendous response… Bakshi marate nahi.. 🙂

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: