ફૂટબોલ : ડ્રીમ્સ એન્ડ ડેસ્ટીની ૩

આ લખાય છે ત્યારે વર્લ્ડ કપ ને માત્ર ગણતરી ના કલાકો જ બાકી રહ્યા છે. કદાચ તમે આ વાચી રહ્યા હો ત્યારે વર્લ્ડ કપ ની ઓપનીંગ સેરેમની પણ ચાલુ થઇ ગઈ હોય. અને આની પછી ની પોસ્ટ આવે ત્યારે કદાચ તમે એકાદી મેચ જોઈ પણ ચુક્યા હો…. એવા સમયે, મેચ જોતી વખતે અથવા તો સીરીઝ ની નેક્સ્ટ પોસ્ટ વાંચતી વખતે કેટલાક છૂટ થી વપરાતા શબ્દો થી તમે અજાણ ન રહી જાઓ એટલા માટે આ પોસ્ટ પર આપણે ખાસ ફોકસ કરીશું ફૂટબોલ ના કેટલાક બેઝીક કન્સેપ્ટ્સ પર. તો ચાલો જાણીએ એ કન્સેપ્ટ્સ અને એની રસપ્રદ વાતો વિષે.

જર્સી નંબર્સ: તમે જોયું હશે કે દરેક પ્લેયર ની જર્સી પર એક નંબર જોડાયેલો હોય છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડો હમેશા ૭ નંબર પહેરે છે, લાયોનેલ મેસ્સી, વેઇન રૂની જેવા પ્લેયર્સ ૯ કે ૧૦ નંબર ની જર્સી પહેરે છે. એની માટે એક પ્રથા કારણભૂત છે. ગેઇમ ના શરૂઆત ના વર્ષો માં ઇંગ્લેન્ડ માં જયારે ક્લબ મેચ રમાતી ત્યારે પ્લેયર્સ ને અને એની પોઝીશન ને ઓળખવા માટે એ લોકો ને જર્સી નંબર્સ આપવા માં આવતા. ગોલકીપર માટે ૧ અને ૨ રીઝર્વ રહેતા. ૫ કે ૬ સુધી ના નંબર્સ ડીફેન્ડર્સ માટે, ૭,૮,૯ મોટે ભાગે મીડ-ફિલ્ડર માટે અને ૧૦ પછી ના નંબર સ્ટ્રાઈકર માટે રીઝર્વ રહેતા. અત્યારે આવો કોઈ નિયમ નથી, પણ આ પ્રથા ઘણી ટીમો પાળે છે. અને જયારે કોઈ પ્લેયર ને પોતાના પર્સનલ કારણોસર કોઈ બીજો નંબર જોઈતો હોય તો એ નંબર પણ આપવા માં આવે છે. જેમકે રોનાલ્ડો માર્કેટિંગ માટે (CR7) ૭ નંબર પહેરે છે, ઘણા પ્લેયર પોતાની બર્થ ડેઈટ સૂચવતો નંબર પણ પહેરે છે. એકજ ટીમ(સ્પેઇન) અને ક્લબ(બાર્સેલોના) તરફથી રમતા ઝાવી અને ઇનીએસ્ટા એકબીજા ના નંબર એક્સચેન્જ કરે છે, ઝાવી બાર્સેલોના માટે ૬ અને સ્પેઇન માટે ૮ નંબર પહેરે છે જયારે ઇનીએસ્ટા સ્પેઇન માટે ૬ અને બાર્સેલોના માટે ૮ નંબર પહેરે છે.

ડીફેન્ડર્સ : ગોલ ન થવા દેવા માટે ગોલકીપર ને મદદ કરતા ૪ (ક્યારેક ૫) પ્લેયર્સ જે ગોલકીપર પછી ગોલ ની સહુથી નજીક ગોઠવાય છે એ ડીફેન્ડર્સ કહેવાય છે. અહિયા સેન્ટર બેક કહેવાતા પ્લેયર્સ વચ્ચે રહે છે, અને બંને સાઈડ માં રમતા પ્લેયર્સ ફૂલ-બેક કહેવાય છે. ઘણી વખત ફૂલ બેક પ્લેયર્સ ને એટેક વખતે પણ ભાગ લેવાનો થાય છે જ્યાં એ લોકો ઝડપ થી એટેકિંગ હાફ માં પહોચી જાય છે અને ડીફેન્ડીંગ કરતી વખતે એટલી જ ઝડપ થી પોતાના હાફ માં પાછા આવી શકે છે. એવા લોકો વિંગ-બેક કહેવાય છે.

મીડ-ફિલ્ડર : મેદાન નો વચ્ચે નો ભાગ સંભાળતા પ્લેયર્સ મીડ-ફિલ્ડર્સ કહેવાય છે. એ લોકો નું મેઈન કામ ડીફેન્સ પાસે થી બોલ લઇ સ્ટ્રાઈકર પાસે બોલ પહોચાડવાનું હોય છે. કોઈ પણ ટીમ માં મીડ-ફિલ્ડર્સ ટેકટીકલી અને ટેકનીકલી વધારે ઇન્ટેલીજન્ટ હોય છે. અને છેલ્લા થોડા સમય થી આ રોલ વધારે પોપ્યુલર થયો છે. ડીફેન્સ ની સહુથી નજીક રહેતા મીડ-ફિલ્ડર ને ડીફેન્સીવ મીડ-ફિલ્ડર કહેવાય છે, જે ટીમ માટે પીવોટ એટલે કે ધરી જેવું કામ કરે છે. જો એક જ ડીફેન્સીવ મીડ-ફિલ્ડર હોય તો એ સિંગલ પીવોટ, અને બે હોય તો એને ડબલ પીવોટ કહેવાય છે. ડીફેન્સીવ ની સરખામણી માં એટેકિંગ મીડ-ફિલ્ડર ના ઘણા રોલ હોય છે.

સ્ટ્રાઈકર : જેનું કામ હરીફ ટીમ ના ગોલ પર સ્ટ્રાઈક કરવાનું હોય એ સ્ટ્રાઈકર. એ લોકો મીડ-ફીલ્ડ પાસે થી બોલ લઇ હરીફ ટીમ ના પેનલ્ટી બોક્સ ની બને એટલા નજીક રહી અને ગોલ કરવાની કોશિશ કરે છે. છેલ્લા કેટલાક વર્ષો થી ટ્રેડીશનલ સ્ટ્રાઈકર નો રોલ ઓછો થઇ રહ્યો છે અને એ લોકો ની જગ્યા મીડ-ફિલ્ડર લઇ રહ્યા છે. જો કે હજી ઘણા એવા હાઈ પ્રોફાઈલ સ્ટ્રાઈકર છે જે મેચ ના પરિણામ ને એકલા હાથે બદલી શકે છે. ઘણી ટીમ સ્ટ્રાઈકર ની જગ્યા એ મીડ-ફિલ્ડર્સ ને રમાડવા નો પ્રયોગ કરી રહી છે, જેને ફોલ્સ-૯ કહેવા માં આવે છે. સ્પેઇન ની ટીમ યુરો ૨૦૧૨ જીતી ત્યારે એના કોચ વિન્સેન્ટ ડેલ બોસ્ક એ ફોલ્સ-૯ નો ઘણી વખત ઉપયોગ કર્યો હતો, અને અત્યારે વર્લ્ડ કપ માં પણ કરી શકે છે.

ફોર્મેશન : મેદાન માં ડીફેન્ડર્સ-મીડફીલ્ડર્સ અને સ્ટ્રાઈકર્સ ની ગોઠવણ ને ફોર્મેશન કહેવાય છે. મોટા ભાગ ની ટીમ 4-3-3 ના ફોર્મેશન માં રમે છે. જેમાં 4 ડીફેન્ડર્સ, 3 મીડ-ફીલ્ડર્સ અને 3 સ્ટ્રાઈકર્સ હોય છે. ઘણી ટીમ 4-3-2-1 ના ફોર્મેશન નો પણ ઉપયોગ કરે છે. આ ફોર્મેશન મેચ માં જરૂરિયાત મુજબ અને પ્લેયર્સ ની આવડત પ્રમાણે બદલાતા રહે છે.

ઓફ-સાઈડ : એટેકિંગ ટીમ નો કોઈ પ્લેયર સામે ના હાફ માં એવી રીતે ગોઠવાયેલો હોય કે જયારે એ ગોલ-લાઈન (સરળતા માટે ગોલ-કીપર સમજી શકાય) અને એની સહુથી નજીક ના ડીફેન્ડીંગ પ્લેયર ની વચ્ચે હોય (સરળ શબ્દો માં કહીએ તો એટેકર સહુથી નજીક ના ડીફેન્ડર કરતા ય ગોલ ની નજીક હોય) અને બોલ એના તરફ પાસ થાય ત્યારે એટેકર ઓફ-સાઈડ પોઝીશન માં કહેવાય. જયારે ઓફ-સાઈડ થાય ત્યારે લાઈન મેન જ્યાં ઓફ-સાઈડ થયું છે ત્યાં જઈ ને ઉભો રહી જાય છે અને ડીફેન્ડીંગ ટીમ બોલ એ લાઈન માં મૂકી ફ્રી-કીક થી ગેમ ની ફરી વાર શરૂઆત કરે છે.

બેક-પાસ રુલ : જયારે કોઈ ટીમ નો પ્લેયર પોતાના જ ગોલ-કીપર ને પાસ આપે છે ત્યારે ગોલ કીપર પોતે એ બોલ ને હાથ અડાડી શકતો નથી એને બોલ ને ફરજીયાત ડ્રીબલ કરી ને જ ક્લીયર કરવો પડે છે. આ રુલ ને બેક પાસ રુલ કહે છે.

ટોટલ ફૂટબોલ : ડચ કોચ રીનસ માઈક્લ્સ દ્વારા શોધાયેલી આ ટેકટીક મોડર્ન ફૂટબોલ નો પાયો ગણાય છે. જેમાં જો કોઈ પ્લેયર પોતાની પોઝીશન થી આઘો-પાછો થતો હોય ત્યારે કોઈ બીજો પ્લેયર ટેમ્પરરી એની પોઝીશન પર રમે છે. આના લીધે મેદાન પર ટીમ નું સ્ટ્રક્ચર અને ફોર્મેશન જળવાઈ રહે છે, અને ટેકટીકલી સ્ટ્રોંગ પ્લેયર પોતાના નોલેજ નો ઉપયોગ ટીમ ના ફોર્મેશન ની ચિંતા કર્યા વગર પોતાના અને ટીમ ના ફાયદા માટે કરી શકે છે.

કાઉન્ટર એટેક : જયારે હરીફ ટીમ પોતાના હાફ માં કોર્નર કે ફ્રી-કીક થી એટેક કરી રહી હોય ત્યારે મોટા ભાગ ના હરીફ પ્લેયર્સ પોતાના હાફ માં હોય છે, અને સામે ના હાફ માં ડીફેન્સ માટે એકાદ બે ડીફેન્ડર્સ જ હોય છે. આ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવી પોતાના જ હાફ માં બોલ નો કંટ્રોલ લઇ ઝડપ થી દોડી ને એટેક કરવાની વ્યૂહ રચના ને કાઉન્ટર એટેક કહેવાય છે. સામે ની ટીમ એના એટેક માંથી રીકવર થઇ શકે એ પહેલા જ પોતે ઝડપ થી એટેક કરી લે એ આ ટેકટીક નો મેઈન ભાગ છે. પોર્ટુગલ, જર્મની જેવી ટીમ જેમાં સ્ટ્રાઈકર ફાસ્ટ દોડી શકે છે એવી ટીમ કાઉન્ટર એટેક માં જોરદાર હોય છે.

પાર્કિંગ ધ બસ : એટેકિંગ ટીમ જયારે સામે ની ટીમ ના ગોલ ની નજીક હોય ત્યારે ડીફેન્ડીંગ ટીમ ના મોટા ભાગ ના પ્લેયર્સ પેનલ્ટી એરિયા ની નજીક હોય છે, જેના લીધે એટેકિંગ ટીમ ગોલ ની નજીક હોવા છતાંય ગોલ સુધી પહોચી ન શકે. બોલ ના પઝેશન ના આધારે રમતી ટીમ ને બાંધી રાખવા માટે આ સ્ટ્રેટેજી વધારે કામ માં આવે છે. જો કે આ સ્ટ્રેટેજી નેગેટીવ ફૂટબોલ માં ગણાય છે.

ટીકી-ટાકા : ઉપર જણાવેલી સ્ટ્રેટેજી ટોટલ ફૂટબોલ નું સ્પેઇન માં શોધાયેલું વેરીએશન જેમાં ટીમ બોલ ને પોતાની પાસે રાખવાની વધારે ટ્રાય કરે છે. સાથે સાથે ટુંકા અને ઝડપી પાસ, પ્રોપર પોઝીશનીંગ અને સામેની ટીમ કરતા વધારે સ્પીડ નું વધારે મહત્વ હોય છે. અને એ ટીમ ના પ્લેયર્સ ટેકનીકલી વધારે પાવરફુલ હોય છે. ક્લબ લેવલે બાર્સેલોના અને નેશનલ લેવલે સ્પેઇન આ ટેકટીક ની મદદ થી ગેઇમ માં લાંબા સમય સુધી પ્રભુત્વ મેળવી અને જાળવી શક્યા છે.

ગોલ લાઈન ટેકનોલોજી : એવી ટેકનોલોજી જેમાં 7 કે 8 કેમેરા ગોલ પર નજર રાખી ને બેઠા હોય છે અને ટેકનોલોજી ની મદદ થી એ નક્કી કરે છે કે બોલ ગોલ લાઈન ને પસાર થયો છે કે નહિ. આ ટેકનોલોજી બહુ લાંબા સમય થી ચાલી આવતી માંગ પછી ગયા વર્ષે ઈંગ્લીશ પ્રીમિયર લીગ માં અને આ વર્ષે વર્લ્ડ કપ માં પહેલી વખત ઓફિશિયલી ઉપયોગ માં આવવાની છે.

ઇન્જરી ટાઈમ : ચાલુ હાફ માં કોઈ પ્લેયર ઇન્જર્ડ થયો હોય એની સારવાર માટે અને જરૂર પડે તો સબસ્ટિટ્યુશન માટે, નોર્મલ સબસ્ટિટ્યુશન માટે, કે ચાલુ હાફે થતા ઝઘડા,ફાઉલ અને સસ્પેન્શન માં ૪૫ મીનીટ માંથી જે ટાઈમ બગડ્યો હોય છે એ ટાઈમ ની ભરપાઈ કરવા માટે ફોર્થ ઓફીશીયલ ૪૫ મીનીટ પછી જે-તે હાફ કેટલો વધારે લાંબો ચાલશે એ નક્કી કરે છે. આ ટાઈમ મોટેભાગે ૧ થી ૬ મીનીટ લાંબો હોય છે.

સેમીકોલોન
ગોલ-લાઈન ટેકનોલોજી ની માંગણી જે ગોલ ના થવાને લીધે ઝોર પકડી એ ગોલ એટલે 2010 વર્લ્ડકપ ની ઇંગ્લેન્ડ v જર્મની ની રાઉન્ડ ઓફ ૧૬ મેચ, જર્મની સામે હાર ની બાજી ડ્રો માં ફેરવી શકવાનો એક જોરદાર ચાન્સ જે ઇંગ્લેન્ડ ના ફ્રાંક લામ્પાર્ડ એ બહુ સરસ રીતે ઉપાડ્યો. બોલ ક્લીયરલી ગોલ લાઈન ને ક્રોસ થયો હતો જે નિયમ પ્રમાણે ગોલ કહેવાય, પણ રેફરી એ એને ગોલ ન ગણ્યો અને ઇંગ્લેન્ડ એ ઝટકા માંથી ઉગરી ન શક્યું. જો એ ગોલ ગણાયો હોત તો કદાચ જર્મની કદાચ ત્રીજા સ્થાન ને બદલે રાઉન્ડ ઓફ ૧૬ માંથી જ ફેકાઈ ગયું હોત…..

Advertisements
Leave a comment

3 Comments

  1. ખુબજ સરસ માહિતી મળી ફૂટબોલ વિષે અને આગળ મળતી રેહશે આ સીરીઝ દરમિયાન.

    Reply
  2. Very informative stuff. Congratulations. Shall follow all the posts now on. Sharing on my wall.
    Badhir

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: