ફૂટબોલ: ડ્રીમ અને ડેસ્ટીની -૨

પહેલા તો સીરીઝ ની ઓપનીંગ સેરેમની ને એટલો સરસ રિસ્પોન્સ આપવા માટે થેન્ક્સ અ લોટ. બહુ વાતો અને ટાઈમ બગાડ્યા વગર જલ્દી થી આ પોસ્ટ ના મેઈન પાર્ટ પર આગળ વધીએ. આજે વાત કરવાની છે ફીફા, અને એના એક્ચ્યુઅલ વર્લ્ડ કપ ની.

અહીંથી આગળ વાચો એ પહેલા એક નાનકડું સ્પોઈલર એલર્ટ : બ્રાઝિલ માં શરુ થનાર ટુર્નામેન્ટ એ વર્લ્ડ કપ નથી. આ ટુર્નામેન્ટ નું સત્તાવાર નામ છે વર્લ્ડ કપ ફાઈનલ્સ જે નામ પ્રમાણે વર્લ્ડ કપ નો છેલ્લો ફેઝ છે. એક્ચ્યુઅલ વર્લ્ડ કપ ૨૦૧૪ ની શરૂઆત એના ૩ વર્ષ પહેલા એટલે કે ૧૫ જુન ૨૦૧૧ થી થઇ હતી, જેનું સત્તાવાર નામ છે ક્વોલિફિકેશન ફેઝ.

Fédération Internationale de Football Association (એટલે કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફૂટબોલ) મતલબ ફીફા પોતે ૨૦૬ મેમ્બર્સ નું બનેલું ફેડરેશન છે અને વહીવટી સરળતા માટે પોતે ૬ એસોસિયેશન માં વહેચાયેલું છે. વર્લ્ડ કપ ના આયોજન ના ૮-૧૦ વર્ષ પહેલા જ એના યજમાન નક્કી થઇ જતા હોય છે અને એ યજમાન રાષ્ટ્ર વર્લ્ડકપ માટે ઓટોમેટીકલી ક્વોલીફાય થઇ ગયું હોય છે. બાકી ના ૨૦૫ રાષ્ટ્રો ને ક્વોલિફિકેશન નો સરખો ચાન્સ મળી રહે એટલા માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ યોજાતી હોય છે. અને દરેક એસોસિયેશન ની ક્વોલિફિકેશન બર્થ પ્રમાણે એની અલગ ટુર્નામેન્ટ થતી હોય છે, અને એ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ ના પરિણામ પર થી ફાઈનલ્સ માટે ૧ યજમાન + ૩૧ ક્વોલીફાઈડ રાષ્ટ્રો એમ ૩૨ રાષ્ટ્રો ની ફાઈનલ્સ ટુર્નામેન્ટ યોજાય છે (જે હમણાં બ્રાઝિલ માં શરુ થવાની છે).

આ ૩૨ રાષ્ટ્રો ને એના રેન્કિંગ પ્રમાણે ૪-૪ ના એક એવા ૮ ગ્રુપ માં વહેચી દેવામાં આવે છે. દરેક ગ્રુપ માંથી ટોપ ૨ ટીમ્સ આગલા રાઉન્ડ માં જાય છે. આ રાઉન્ડ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ અથવા રાઉન્ડ ઓફ ૧૬ કહેવાય છે. અહિયા જીતનારી ટીમ ક્વાર્ટર ફાઈનલ માં આવે છે અને હારનારી ટીમ ટુર્નામેન્ટ માંથી નીકળી જાય છે. આજ નોક-આઉટ ફોર્મેટ માં ક્વાર્ટર ફાઈનલ, અને એના પછી સેમી-ફાઈનલ રમાય છે. સેમી-ફાઈનલ માં જીતનારી બંને ટીમ નિયમ મુજબ ફાઈનલ માં ટકરાય છે. અને હારનારી બંને ટીમ ત્રીજા સ્થાન માટે એક બીજા સાથે એક મેચ રમે છે.

વિજેતા ટીમ ને વર્લ્ડ કપ ની ટ્રોફી મળે છે એ સિવાય, બેસ્ટ પ્લેયર ને ગોલ્ડન બોલ, ટોપ સ્કોરર ને ગોલ્ડન બુટ, બેસ્ટ ગોલકીપર ને ગોલ્ડન ગ્લોવ, ૨૧ વર્ષ થી ઓછી ઉંમર વાળા બેસ્ટ પ્લેયર ને બેસ્ટ યંગ પ્લેયર, નિયમો નું પાલન કરી ને શ્રેષ્ઠ રીતે રમનારી ટીમ ને ફીફા ફેર-પ્લે ટ્રોફી જેવા અલગ થી ઇનામ તો મળે જ છે.

કદાચ આ બધું તમે પહેલા ક્યાંક વાચી લીધું હશે, અથવા તો તમને ખબર હશે. પણ હવે તમે જે કઈ વાંચશો એ બધું કદાચ તમારા માટે નવું હોય. ઉપર કહ્યું એમ, ફીફા પોતે ૬ મેમ્બર એસોસિયેશન માં વહેચાયેલું છે, જે દરેક ખંડ (બોલે તો કોન્ટીનેન્ટ) ના ફૂટબોલ ને હેન્ડલ કરે છે. દરેક રાષ્ટ્ર, અથવા મેમ્બર નું પોતાનું એક FA એટલે કે ફૂટબોલ એસોસિયેશન હોય છે જે આ કોન્ટીનેન્ટલ એસોસિયેશન સાથે જોડાયેલું હોય છે. દરેક FA ની સાથે જે-તે દેશ ની ફૂટબોલ ક્લબ્સ રજીસ્ટર્ડ હોય છે અને એ બધા મળી ને લીગ બનાવે છે. તો આવો મેળવીએ એક ફૂટબોલ રિલેટેડ પરિચય ફીફા ના ૬ એ ૬ કોન્ટીનેન્ટલ એસોસિયેશન નો.

શરૂઆત કરીએ હોસ્ટ એસોસિયેશન CONMEBOL થી. ૧૦ મેમ્બર હોવા ને લીધે ફીફા નું સહુથી નાનું પણ સહુથી મજબુત એસોસિયેશન ગણાય છે. એમનું ગવર્નીંગ સાઉથ અમેરિકા માં થાય છે અને બ્રાઝિલ, આર્જેન્ટીના, ઉરુગ્વે, ચીલી જેવા વર્લ્ડ ચેમ્પિયન્સ અને સહુથી મજબુત ટીમ્સ આ એસોસિયેશન ની સભ્ય છે. ફૂટબોલ ના દરેક એસોસિયેશન માં આ એક એસોસિયેશન ની વર્લ્ડ કપ ક્વોલીફાયર ટુર્નામેન્ટ સહુથી અઘરી ગણાય છે. ૧૦ જ રાષ્ટ્ર હોવા થી દરેક ટીમ એક બીજા સામે બે વાર ટકરાય છે અને ટોપ ૪ ને ડાયરેક્ટ એન્ટ્રી મળે છે જયારે ૫ માં નંબર પર રહેલી ટીમ ને ઇન્ટર-કોન્ટીનેન્ટલ પ્લે-ઓફ માં રમવું પડે છે જેમાં એની સામે એશિયા-ઓશનિયા કે આફ્રિકા ની એકાદ ટીમ હોય છે.

CONMEBOL પછી આપણા લીસ્ટ માં વારો આવે છે ફૂટબોલ ના સહુથી પોપ્યુલર એવા UEFA નો. ફૂટબોલ ના ઘર એવા યુરોપ નું ગવર્નીંગ હેન્ડલ કરતુ આ એસોસિયેશન યુરોપ ની પોલીટીકલ હિસ્ટ્રી ને લીધે સહુથી વધારે ચેન્જ નો ભોગ બન્યું છે. અને અત્યારે ફૂટબોલ વર્લ્ડ માં સહુથી વધારે એટેન્શન મેળવતું એસોસિયેશન છે. વર્લ્ડ કપ માં ૧૩ એન્ટ્રી સાથે યુએફા સહુથી મોટું એસોસિયેશન છે, અને વર્લ્ડ કપ માટે એની ડાયરેક્ટ કોમ્પીટીશન કોન્મેબોલ સાથે છે. ફૂટબોલ ના ફાધર નેશન એવા ઇંગ્લેન્ડ, વર્લ્ડ ચેમ્પિયન સ્પેઇન, અને એ સિવાય ડાર્ક હોર્સ ગણાતા જર્મની કે પછી પોપ્યુલર એવા ઇટલી, બેલ્જીયમ, ફ્રાંસ વગેરે યુએફા ના મેમ્બર્સ છે. યુરોપ માં રમવું એ વિશ્વ ના દરેક ફૂટબોલ પ્લેયર્સ નું એક સપનું હોય છે.

લગભગ UEFA જેટલું જ મોટું અને ફૂટબોલ ની રો-ટેલેન્ટ ના ઘર સમાન ગણાતું CAF વર્લ્ડ કપ ના ડાર્ક હોર્સ ગણાતી ટીમ નું ઘર ગણાય છે. આફ્રિકન રાષ્ટ્રો ને ગવર્ન કરી રહેલું CAF ડ્રોગ્બા, યાયા ટુરે, કોલો ટુરે, સેમ્યુઅલ એટો જેવા યુરોપિયન ફેવરીટ પ્લેયર્સ નું ઘર ગણાય છે. નેશનલ લેવલે આફ્રિકન રાષ્ટ્રો ની ક્વોલીટી એટલી સારી નથી હોતી છતાંય ૨૦૦૨ (જર્મની) માં સેનેગલ, અને ગયા વર્લ્ડ કપ માં ઘાના ની ક્વાર્ટર ફાઈનલ માં એન્ટ્રી ઘણા લોકો માટે સરપ્રાઈઝિંગ હતી.

આફ્રિકા જેટલું જ મોટું અને આપણા માટે ઘરનું કહેવાય એવું એસોસિયેશન એટલે એશિયા નું AFC. જાપાન, ચીન, દક્ષીણ કોરિયા, ઈરાન જેવા વર્લ્ડ કપ ના નિયમિત પાર્ટીસીપંટસ એશિયા માંથી આવે છે. એ સિવાય કમ્પીટીશન ના અભાવે ઓશનયા છોડી એશિયા માં જોઈન થનારું ઓસ્ટ્રેલીયા પણ AFC નું સભ્ય છે. જોવા જેવું તો એ છે કે જીયોગ્રફીકલી બે ખંડ માં પથરાયેલા રશિયા, તુર્કી, કઝાખસ્તાન જેવા રાષ્ટ્રો એ AFC ને બદલે UEFA પસંદ કર્યું છે, અને પોલીટીકલ કારણો ને લીધે અરેબિયન રાષ્ટ્રો સાથે ન રમવું પડે એટલે ઈઝરાઈલ ની ટીમ પણ AFC ને બદલે UEFA ની મેમ્બર છે. પણ બધા જાણે છે એમ, ફૂટબોલ માટે AFC સહુથી નબળું એસોસિયેશન છે. વર્લ્ડ કપ માં 2002 માં યજમાન દ.કોરિયા ચોથા નંબરે આવ્યું હતું એ સિવાય રાઉન્ડ ઓફ 16 માં પણ AFC ની ટીમો માંડ માંડ પહોચે છે.

વર્લ્ડ કપ માં AFC જેટલી જ બર્થ જેને મળી છે એ CONCACAF ટેલેન્ટ ની દ્રષ્ટિ એ AFC કરતા ચાર ચાસણી ચડે એવું છે. નોર્થ, સેન્ટ્રલ અમેરિકા અને કેરેબિયન ટાપુ ઓ ના ફૂટબોલ નું ગવર્નીંગ કરતા આ એસોસિયેશન માં યુએસ, મેક્સિકો, હોન્ડુરાસ, કોસ્ટારિકા જેવી ટીમ્સ આવે છે. આગળ પહેલી પોસ્ટ ના ટ્રીવીયા માં લખ્યું એમ યુ એસ ની ટીમ (USMNT) પાછલા વર્લ્ડ કપ પછી સતત પ્રગતિ ના પંથે છે. અને મેઈન ક્વોલીફયિંગ રાઉન્ડ ગણાતી હેક્સ ટુર્નામેન્ટ (જેમાં છ ટીમ એક બીજા ફાઈનલ રાઉન્ડ રમે, ટોપ 3 ટીમ ઓટોમેટીકલી ક્વોલીફાય થાય અને ચોથી ટીમ ઓશાનીયા ના વિજેતા સાથે પ્લે-ઓફ રાઉન્ડ રમે) બહુ આસાની થી જીતી ગઈ હતી.પણ અત્યારે એ જ યુએસ જર્મની, ઘાના અને પોર્ટુગલ સાથે ગ્રુપ ઓફ ડેથ -2 (Group G) માં સલવાઈ છે. અને આજ હેક્ઝાગોનલ ટુર્નામેન્ટ માંથી માંડ માંડ બહાર નીકળનારી મેક્સિકો (બીજી પોપ્યુલર ટીમ) ગ્રુપ A માં બ્રાઝીલ, કેમેરુન અને ક્રોએશિયા જેવી ટીમ સામે ટકરાવાની છે.

આખા વર્લ્ડ કપ નું સહુથી નબળું અને બિચારું એસોસિયેશન હોય તો એ છે OFC જે ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડ ની આસપાસ ના ટાપુઓ નું ફૂટબોલ સંભાળે છે. 2006 સુધી ઓસ્ટ્રેલીયા આ એસોસિયેશન નું સભ્ય હતું પરંતુ કોમ્પીટીશન ના અભાવે AFC માં જતું રહ્યું. માત્ર 11 સભ્ય ધરાવતા આ એસોસિયેશન ને ક્વોલીટી ના અભાવે કોઈ ડાયરેક્ટ ક્વોલિફિકેશન આપવા માં આવ્યું નથી. OFC ના ક્વોલીફાયર ટુર્નામેન્ટ ના વિજેતા ને મોટેભાગે CONCACAF માં છેલ્લા નંબરે રહેલ ટીમ સાથે પ્લે-ઓફ માં રમવું પડે છે અને એ પ્લે-ઓફ ના વિજેતા ને જ વર્લ્ડકપ માં એન્ટ્રી મળે છે. ગયા વર્લ્ડ કપ માં ન્યુઝીલેન્ડ ક્વોલીફાય થયું હતું પણ ગ્રુપ સ્ટેજ માંથી જ એક પણ મેચ જીત્યા વગર નીકળી ગયું હતું. આ વર્લ્ડ કપ માં ન્યુઝીલેન્ડ પ્લે-ઓફ માં મેક્સિકો સામે 9-3 (5-1 & 4-2) થી હારી ગયું હતું.

અત્યારે કહાની ઓફ વર્લ્ડ કપ માં આટલું જ. સીરીઝ ના નેક્સ્ટ ભાગ માં ફૂટબોલ ને વધારે એક્સ્પ્લોર કરીશું.. ત્યાં સુધી, હેવ અ ગુડ ટાઈમ અહેડ.

સેમીકોલોન
આર્જેન્ટીના vs. ઇંગ્લેન્ડ ૧૯૮૬ ના વર્લ્ડ કપ ની ક્વાર્ટર ફાઈનલ. ફૂટબોલ ના ઇતિહાસ ની સહુથી યાદગાર મેચ જેમાં ૫ મીનીટ ના અંતરે ગેઇમ નો અત્યાર સુધી નો સહુથી વિવાદાસ્પદ ગોલ (હેન્ડ ઓફ ગોડ) અને ગેઇમ નો સહુથી ગ્રેટેસ્ટ ગોલ(ગોલ ઓફ ધ સેન્ચુરી) થયા. અને બંને ગોલ માં એક જ પ્લેયર નો હાથ હતો, ડિયેગો અર્માડો મેરેડોના…. પ્રસ્તુત છે ગોલ ઓફ ધ સેન્ચુરી નો વીડીઓ જેમાં મેરેડોના એકલ પંડે બોલ પોતાના હાફ માંથી ઇંગ્લેન્ડ ના પેનલ્ટી બોક્સ સુધી લઇ જાય છે અને ગોલ કરે છે. અને સાથે સાથે સંભાળવા મળશે પેશનેટ સ્પેનિશ કોમેન્ટ્રી

Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: