ફૂટબોલ: ડ્રીમ્સ અને ડેસ્ટીની

Someone said ‘football is more important than life and death to you’ and I said ‘Listen, it’s more important than that’.
-Bill Shanky (Former Liverpool Manager)

એક તરફ દુનિયા ની સહુથી જૂની અને પોપ્યુલર રમત એવી પોલીટીક્સ ના ભારતીય વર્ઝન ની લેટેસ્ટ ટુર્નામેન્ટ (એટલે કે લોકસભા ઇલેક્શન -૨૦૧૪) વાજતેગાજતે પૂરી થઇ ગઈ છે, અને ભારત માં સહુથી વધુ પોપ્યુલર એવી ક્રિકેટ ની લેટેસ્ટ ક્રેઝ એવી આઈ પી એલ – ૭ ની ફાઈનલ પણ રમાઈ ચુકી છે. અને આ તરફ દસ દિવસ પછી વિશ્વ ની સહુથી પોપ્યુલર રમત એવી ફૂટબોલ નો વર્લ્ડ કપ બ્રાઝિલ માં શરુ થવા જઈ રહ્યો છે ત્યારે પેશ-એ-ખિદમત છે, માઉન્ટ મેઘદૂત તરફ થી ફૂટબોલ વર્લ્ડ કપ-૨૦૧૪ માટે એક મસ્ત સીરીઝ સેલીબ્રેશન.

Quote on Football

Play For the name in front, and they will remember the name in back

ફૂટબોલ (અમેરિકનો માટે સોકર) ઓફિશિયલ આંકડા પ્રમાણે ૨૦૦ દેશ માં રમાય છે અને એટલેજ આ ફીલ્ડ ગેમ વિશ્વ ની સહુથી પોપ્યુલર ગણાય છે. ફેમસ નામ ગણાતા બ્રાઝિલ, સ્પેન, ઇંગ્લેન્ડ થી લઇ ને વિશ્વ માટે અજાણ્યા એવા જીબ્રાલ્ટર, સેનેગલ, તહીતી જેવા નાના દેશો આ ગેમ અને એની ટ્રોફીઓ ને ભારે સીરીયસલી લે છે. હમણાં જ બ્રાઝિલ માં યોજાનારો વિશ્વ કપ ઓલિમ્પિક પછી રમત જગત ની સહુથી મોટી ટુર્નામેન્ટ ગણાય છે જ્યાં આગલા મહિને થી સતત એક મહિના સુધી ૩૨ દેશો ના સહુથી પેશનેટ ફેન્ટસ બ્રાઝિલ ના સ્ટેડીયમ અને એની શેરીઓ ઘમરોળતા હશે.

આ લખાય છે ત્યારે એક તરફ વિશ્વ ની સહુથી ટેલેન્ટેડ લીગ એવી જર્મન બુન્દ્સલીગા પૂરી થઇ ચુકી છે, ટેકનીકલી એડવાન્સ્ડ અને ટોપ લીગ માં અત્યારે સહુથી રસાકસી ધરાવતી સ્પેનિશ લા લીગા પણ પૂરી થઇ ગઈ છે, જુના જમાના ની જાજરમાન હવેલી જેવી ઇટાલીયન સીરી એ ના ચેમ્પિયન નક્કી થઇ ચુક્યા છે, અને આઈ પી એલ ની પ્રેરણા જેમાંથી મળી છે, અને અત્યારે ફૂટબોલ ના સારા માં સારા અને ટેલેન્ટેડ પ્લેયર્સ ની ફેવરીટ એવી ઈંગ્લીશ પ્રીમિયર લીગ પણ ભારે ઉતાર ચડાવ અને ડ્રામા પછી પૂરી થઇ ચુકી છે. રશિયા, નોર્વે અને અમેરિકા જેવા દેશો ની લીગ અત્યારે અધ-રસ્તે છે. અને બીજી તરફ લાયોનેલ મેસ્સી, ક્રિસ્ટીઆનો રોનાલ્ડો, વેયન રૂની, લુઈસ સુઆરેઝ, મેસુત ઓઝીલ, કાગાવા, હલ્ક જેવા પચરંગી કલ્ચર માંથી આવેલા સુપર સ્ટાર પ્લેયર્સ આખું વર્ષ પોતાની ક્લબ્સ અને નેશનલ ટીમ માટે પરસેવો પાડી ચુક્યા છે અને હવે બ્રાઝિલ ના અઘરા વાતાવરણ માં પોતાના દેશ ને સહુથી ઊંચું સન્માન આપવા માટે વધારે પરસેવો પાડવાના છે.

ફૂટબોલ, ઉપર બિલ શેન્કી એ કહ્યું એમ, કેટલાક લોકો માટે જીન્દગી અને મોત નો સવાલ છે, અને કેટલાક લોકો માટે એના થી ય વિશેષ છે. જો કોઈ એક રમત જીવન ને રી-પ્રેઝેન્ટ કરી શકવાની કાબેલીયત ધરાવતી હોય તો એ બેશક ફૂટબોલ જ છે. એક તરફ કારમી ગરીબી છે અને બીજી તરફ ચિક્કાર પૈસા. એક તરફ ટ્રોફીઓ ના ઢગલા છે અને બીજી તરફ ગુમનામી નો અંધકાર. એક તરફ લોકો ના ચહિતા અને સાથી પ્લેયર્સ ના માનીતા એવા લેજેન્ડરી પ્લેયર્સ છે અને બીજી તરફ મેદાન કરતા જેલ માં વધારે સમય વિતાવનારા મૂરખા. એક તરફ ફૂટબોલ ના માધ્યમ થી ગરીબી અને રેસીઝમ થી લઇ ને હોમોફોબીયા જેવા પ્રોબ્લેમ્સ સામે લડનારા લોકો પણ છે અને બીજી તરફ આ જ ફૂટબોલ ને પોતાનો રાજકીય અને આર્થિક રોટલો શેક્નારો ચૂલો સમજનારા લોકો પણ છે.

અને એ બધા ની સાથે છે મારા તમારા જેવા ફેન્સ, સ્ટેડીયમ ને ભરી દેનારા અને ટીવી સામે ચોટી જનારા. અને એ બધા ની માટે માઉન્ટ મેઘદૂત વર્લ્ડ કપ દરમ્યાન તમારા માટે લઇ ને આવ્યું છે ફૂટબોલ સીરીઝ “ફૂટબોલ:ડ્રીમ્સ એન્ડ ડેસ્ટીની”, જેમાં આપણે ૧૩ જુલાઈ સુધી ચર્ચા કરીશું વર્લ્ડ કપ માં ભાગ લેનાર ટીમ્સ, ફોર્મેટ્સ, સ્ટાર પ્લેયર્સ, ટેકનીક્સ અને ટેકટીક્સ અને બિહાઈન્ડ ધ સીન્સ કહાનીઓ ની. પણ એ પહેલા સ્ટાર્ટર તરીકે ફૂટબોલ અને વર્લ્ડ કપ ની કેટલીક અજાણી માહિતીઓ.

 • રશિયા: વર્લ્ડ કપ માં આ એક માત્ર એવી ટીમ છે જેના દરેક પ્લેયર્સ લોકલ લીગ માટે જ રમે છે.
 • જર્મની vs U.S.A : વર્લ્ડ કપ ના ગ્રુપ ઓફ ડેથ (ગ્રુપ G) માં આ બંને ટીમ ની ટક્કર રસપ્રદ રહેવાની છે, એક તરફ U.S.A ના કોચ જ(હ)ર્ગન ક્લીન્સ્મેન જે પોતે જર્મની ના સ્ટાર પ્લેયર અને ૨૦૦૬ ના વર્લ્ડ કપ માં જર્મન કોચ રહી ચુક્યા છે, અને બીજી તરફ જર્મન કોચ હોઅકીમ લોવ પોતે ક્લીન્સ્મેન ના આસીસ્ટંટ રહી ચુક્યા છે. જર્મન ટીમ પોતાની બેસ્ટ રમત માટે જાણીતી છે અને U.S.A ૨૦૧૧ થી સતત પ્રગતિ ના પંથે છે જેની હાજરી ના લીધે ગ્રુપ G ને પણ ગ્રુપ ઓફ ડેથ ગણવું પડ્યું છે.
 • ડિયેગો કોસ્ટા : વર્લ્ડ ચેમ્પિયન સ્પેઇન ની ટીમ માં આ સ્ટ્રાઈકર નો સમાવેશ થયો એ વર્લ્ડ કપ પહેલા નો સહુ થી રસપ્રદ ડ્રામા છે. કોસ્ટા પોતે બ્રાઝીલીયન છે અને બ્રાઝિલ તરફ થી બે ફ્રેન્ડલી પણ રમી ચુક્યો છે. એક તરફ ફ્રેન્ડલી મેચ ઓફીશીયલ નથી ગણાતી અને બીજી તરફ વર્ષો થી સ્પેઇન માં રમવાને લીધે કોસ્ટા ને સ્પેનિશ નાગરિકત્વ મળ્યું હોવાને લીધે સ્પેનિશ ફૂટબોલ ફેડરેશન એ આ વાત નો ફાયદો ઉઠાવી લીધો હતો. કાયદેસર સ્પેઇન એ જયારે કોસ્ટા માટે ફીફા ને રીક્વેસ્ટ કરી ત્યારે બ્રાઝીલીયન ફૂટબોલ ફેડરેશન ઊંઘતું પકડાઈ ગયું હતું અને કોસ્ટા ને સ્પેઇન ની ઓફર સ્વીકારતો રોકવા માટે બહુ બધો ડ્રામા થયો હતો પણ એ બધો વ્યર્થ ગયો અને કોસ્ટા અત્યારે સ્પેનિશ પ્લેયર છે. વર્લ્ડ કપ માં જયારે એ સ્પેઇન ની જર્સી માં રમશે ત્યારે બ્રાઝીલીયન ફેન્સ નું રીએક્શન કેવું હશે એ જોવા જેવું હશે.જે નિયમ ને લીધે આ ડ્રામા થયો એજ નિયમ માન્ચેસ્ટર યુનાઈટેડ ના સ્ટાર કીડ અદનાન જનુંઝાય (Adnan Januzaj) પર પણ લાગુ પડતો હતો અને બેલ્જીયમ સહીત ૪ નેશનલ ટીમ માટે એ રમી શકતો હતો, અને બે કે ત્રણ વર્ષ પછી ઇંગ્લેન્ડ ની ટીમ માટે પણ એલીજીબલ થઇ શકતો હતો. જ્યાં સુધી જનુંઝાય એ બેલ્જીયમ ની ટીમ ની ઓફર નો સ્વીકાર કર્યો ન હતો ત્યાં સુધી એના માટે પણ બહુ મોટું સસ્પેન્સ ઉભું થયું હતું.
 • ફ્રાંસ : છેલ્લા બંને વર્લ્ડ કપ માં ફ્રાંસ નું ક્વોલિફિકેશન માંડ માંડ થયું હતું અને બંને વખતે ક્વોલિફિકેશન પછી ફ્રેંચ ટીમ ચર્ચા માં રહી હતી. ૨૦૧૦ વખતે ફ્રાંસ કેપ્ટન થીયરી હેન્રી ના વિવાદાસ્પદ હેન્ડ ગોલ ને લીધે ક્વોલીફાય થયું હતું. અને આ વખતે યુક્રેન સામે ૨-૦ થી થયેલી હાર ને રીટર્ન લેગ માં ૦-૩ થી પલટી ને ફ્રાંસ ૨-૩ ના ટોટલ સ્કોર ના બળ પર ક્વોલીફાય થયું છે. ફૂટબોલ માં ૨ લેગ ની મેચ (જેમાં બંને ટીમ વારાફરતી એક બીજા ના હોમ સ્ટેડીયમ માં રમે અને બંને મેચ ના ટોટલ સ્કોર પર વિજેતા નક્કી થાય) માં ૨ ગોલ ની લીડ ને વટાવવી એ અઘરું ગણાય છે.

અત્યાર પૂરતું ફક્ત એટલુજ, વર્લ્ડકપ માં ભાગ લેતી ટીમ્સ વિષે ચર્ચા ચાલુ કરીએ એ પહેલા કેટલીક જનરલ માહિતી અને ક્વોલિફિકેશન ફોર્મેટ વિષે થોડી માહિતી આપીશું, અને આ સિવાય તમારે કઈ જાણવું હોય તો તમારા સવાલ કે ક્વેરીઝ અમને મોકલી શકો છો. જો પ્રોપર ક્વોલીટી અને ક્વોન્ટીટી હશે તો એક ઓર FAQ ટાઈપ પોસ્ટ પણ થઇ શકે છે. તમારા સવાલ તમે કમેન્ટ માં, ઈ-મેઈલ તરીકે કે ફેસબુક, ગૂગલ પ્લસ પર પણ પૂછી શકો છો.

સેમીકોલોન:
ફૂટબોલ સ્પેશિયલ પ્લે-લીસ્ટ : ઓફીશીયલ થીમ સોંગ “ઓલે ઓલા” ના સાંભળ્યું હોય તો ખાસ સાંભળી લેજો. એ સિવાય.

– ફાયર વિથ ફાયર(સીઝર સિસ્ટર્સ): ઈ એ સ્પોર્ટ્સ ફીફા ૧૧ સાથે આવેલું સોંગ, લિરિક્સ ના લીધે પર્સનલ ફેવરીટ.
– યુ વિલ નેવર વોક અલોન : લિવરપૂલ ક્લબ સાથે સંકળાયેલું એક ઈમોશનલ સોંગ.
– ધ કપ ઓફ લાઈફ (રિકી માર્ટીન) : ફ્રાંસ ‘૯૮ વખતે બહુ ફેમસ થયેલું એનર્જેટીક સોંગ.
– સાઈન ઓફ ધ વિક્ટરી (રોજર કેલી) : ‘૧૦ માં વાકા વાકા સાથે ફેમસ થયેલું ઓફીશીયલ એન્થેમ.
– વેવીન ફ્લેગ્સ : ૨૦૧૦ વખતે કોકા કોલા ના કેમ્પેઈન નું ઓફીશીયલ સોંગ.

અને વર્લ્ડ કપ થીમ સોંગ ના કલેક્શન માટે ગ્રુવ શાર્ક પર બનાવેલું આ પ્લે લીસ્ટ, જેમાં હજી સોન્ગ્સ એડ કરવાના છે.

Advertisements
Leave a comment

8 Comments

 1. ફૂટબોલ વિષે તો હું તદ્દન નથી જાણતો [ રસ’નો અભાવ ] , પણ આ સીરીઝ ઘણું શીખવાડી દેશે તેમાં કોઈ બેમત નથી !

  . . પણ હાં , હમણાં થોડા દિવસો પહેલા જ ઓફીશીયલ સોંગ ” ઓલે ઓલા ” જોયું [ અને સાંભળ્યું ] પણ જરા પણ ન ગમ્યું 😦

  Reply
  • આશા રાખીએ કે રસિયાઓ માટે અને નવા નિશાળીયાઓ માટે આ સીરીઝ ઇક્વલી ઈન્ટરેસ્ટીંગ બની રહે. અને ફૂટબોલ વિષે તમારું એક્સપોઝર વધે. 🙂

   Reply
 2. ભાઈ … ભાઈ… આતુરતા નો અંત … સોક્કર થ્રીલ ઓન.

  એક બાજુ હોકી નો વર્લ્ડ- કપ ચાલુ છે જેમાં મીડિયા ને પૂરતી ટીઆરપી મળતી નથી .. વેસ્ટન મીડિયા માં ફૂટબોલ ના ભરચક બટ ઇન્ટરેસ્ટિંગ સમાચાર ની કોપી આપના મીડિયા બાળા કરે છે..

  ડિયેગો કોસ્ટા નો જરીક નાનો ફોટો મુકાય. 😛

  ભારત ક્વોલિફાય કેમ નથી થતું…?

  ઓફિશિયલ સોંગ આ વખતનું સારું છે..બાત નોટ આ માઇન્ડ બ્લોઇંગ.

  પોઈન્ટ ટુ એડ..
  -ફ્રાંસ ના ઝીનેદિન ઝીદાને પોર્ટુગલ ના રોનાલ્ડો ને મારેલી ઢીંક(!) , ફ્રાંસ ના હારનું એક કારણ બની’તી..
  -નેમાર (કે નિલમાર) આ વખતનો હોટ ફેવરિટ ખેલાડી હશે.

  Reply
  • ડિયેગો કોસ્ટા નો ફોટો આ પોસ્ટ માં તો નહિ જ મૂકી શકાય, પણ જો એલીજીબીલીટી રુલ પર કોઈ પોસ્ટ કે નાનું મોટું ડીસ્કશન થશે તો ત્યાં જરૂર થી મુકીશ. ત્યાં સુધી કોસ્ટા ને જોવો જ હોય તો આ રહી ઈમેજ ની લીંક.

   ભારત ક્વોલીફાય કેમ નથી થતું એનો એક જ શબ્દ માં જવાબ આપવો હોય તો એ શબ્દ છે એક્સપોઝર…

   અને છેલ્લે પોઈન્ટસ ટુ એડ પર મારા કેટલાક પોઈન્ટસ….

   – ઝિદાન એ જે ઇટાલીયન પ્લેયર ને ઢીંક મારેલી એ પ્લેયર નું નામ હતું માર્કો માતેરાઝ્ઝી. (એક આડ વાત, પોર્ટુગલ નો રોનાલ્ડો અત્યારે રીયાલ મેડ્રિડ માંથી રમે છે અને ઝિદાન અત્યારે એનો આસીસ્ટન્ટ કોચ છે, અને બીજી આડ વાત, ઝિદાન પોતે અલ્જીરિયા માં જન્મેલો છે ફ્રાંસ નો નાગરિક છે અને ઓછા માં ઓછા ૧૦-૧૨ વર્ષો થી સ્પેઇન માં રહે છે) 😉

   અને પોઈન્ટ ૨ વાળો ખેલાડી એટલે નેમાર…. નીલ્માર તો બે-ત્રણ વર્ષ પહેલા જ રીટાયર થઇ ગયો.. અને એ એટલો સારો ખેલાડી નહોતો….

   Reply
   • સૉરી.. મિસ-પ્લેસ્ડ વર્ડ.. રોનાલ્ડોએ કરેલી કોમેન્ટ ના ગુસ્સા માં ઝિદાને માર્કોને મારેલું…
    આ મોમેન્ટ એટલી ફેમસ થયી કે એના statue પણ બનાવ્યા છે.
    યસ, નીલ્માર રિટાયર્ડ થઈ ગયો હોય શકે પણ નેમાર તો હજુ રમે છે.. brasil નો સ્ટાર ખેલાડી છે. એમાં કોઈ શક?

    😛

 3. Harshil Pandya

   /  June 4, 2014

  આભાર
  ઍક નાનો સુજાવ છે કે જો દરેક મૅચ પહેલા બંને ટીમ વિષ તુકૂ પણ પુરી માહિતી આપી સકો તો મૅચ જોવાં ની વધારે મજા પડી જાય.
  ફુટબૉલ વિષે જાણ હતી આપની પોસ્ટ ઍ સોના મા સુંગંધ મળી

  ફરી આભાર

  Reply
 4. Rakshit

   /  June 5, 2014

  Very valuable and timely discussion…
  Will stay tuned.

  Reply
 1. ફૂટબોલ: ડ્રીમ અને ડેસ્ટીની -૨ | Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: