• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  September 2013
  M T W T F S S
  « Aug   Oct »
   1
  2345678
  9101112131415
  16171819202122
  23242526272829
  30  
 • People till date enjoyed our raindrops

  • 35,840 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None
 • Advertisements

કિતને કિસ્સે હેં બસ તેરે મેરે .. ~ યાદો, લાગણીઓ અને બીજું ઘણું બધું!

“મમ્મા, તું કોઈ દિવસ બ્લુ કલરનો ડ્રેસ કેમ નથી પહેરતી? તું તો કેટલી ગોરી છે, તને બ્લુ કલર કેવો મસ્ત લાગે! “- બેબુ ડ્રોઈંગ બુકમાં “માય ફેમીલી” સબ્જેક્ટ પર ડ્રોઈંગ કરી રહી અને ચિત્રમાં મમ્મીના કપડા સ્કાય બ્લુ કલરના રંગી રહી.

બેબુએ અચાનક પૂછેલા પ્રશ્નથી જાણે તમારા શબ્દો સુન મારી ગયા અને તમે જાણે બ્લુ કલરના બધા શેડ્સમાં એક સાથે રંગાઈ ગયા.

“હેં મમ્મા તને બ્લુ કલર નથી ગમતો?”- બેબુ બ્લુ ચોકને કચકચાવીને પકડીને તમારી સામે જોઈને પૂછી રહી.

“ના બેટા, બ્લુ તો મારો ફેવરેટ કલર છે! “- તમે આંખો ઝુકાવીને જવાબ આપ્યો, જાણે આંખોમાં કૈક છુપાવી રાખ્યું છે- વર્ષો જુનું!

“બ્લુ તારો ફેવરેટ છે? તો આપણે બ્લુ કાર લેવાના હતા તો તે નાં કેમ પાડેલી? મને પેલું બ્લુ પાર્ટી ફ્રોક પણ નહોતું અપાવ્યું, યાદ છે? પપ્પાને પણ તું બ્લુ શર્ટ લેવા નથી દેતી.. અને …”- બેબુ જાણે બોઘલાઈને યાદોમાંથી બધા બ્લુ શેડ્સ ગણી ગણીને ભેગા કરી રહી!

“હા, બ્લુ મારો ફેવરેટ છે એટલેજ તો… મારો, માત્ર મારો …એટલે જ તો.. તને નહિ સમઝાય બેટા! “- તમે બેબુને ગાલ પર એક પ્યારભરી કીસ્સી કરીને કિચનમાં પરોવાયા.

***

“ઢેન ટે ણે ન… સરપ્રાઈઝ! હેપ્પી બર્થડે! “- હાથમાં યેલ્લો સનફ્લાવર લઈને પતિદેવ તમને સવારના પોરમાં વિશ્ કરી રહ્યા અને..

કેક, ચોકલેટ અને બલુનસને બાયપાસ કરી તમારી નજરો માત્ર સનફ્લાવર પર ચોંટી ગઈ!

“છે ને બાકી? શોધી કાઢ્યું ને મેં? – કે તને કોલેજકાળથી સન ફ્લાવર બહુ ગમતા? આ સિક્રેટ અમારાથી છુપાવવાનું કોઈ ખાસ કારણ? મને તો એમ હતું કે ગર્લ્સ ને સુગંધી અને સુંદર ગુલાબ જેવા ફૂલો ગમે! પણ તું તો સાચે જ જુદી!”- બર્થડે કેક પર કેન્ડલ્સ સજાવતા પતિદેવ પ્યારથી બોલી રહ્યા.

તમે સિફતતાથી સન ફ્લાવર ઉઠાવીને ડ્રોવરમાં સરકાવ્યું. દિલમાં ક્યાંક ખૂણામાં છુપાવી રાખેલા એ શબ્દો એકદમ જાણે આ સનફ્લાવરને જોઈને પ્રગટ થયા- તમને બર્થડે વિશ કરવા જ તો! – “તું એકદમ આ સનફ્લાવર જેવી જ છે, સુગંધ વગરની અને સુંદરતામાં સામાન્ય , તો પણ સામે લડવાની-પડવાની ખુમારીથી છલોછલ! તને આ સુર્યમુખીથી વધારે કે ઓછું શું ગીફ્ટમાં આપું? ”

***

“મેડમ, પાંચ રૂપિયા છુટ્ટા નથી, આ ચોકલેટ ચલાવી લો આજે!”- દુકાનદારે ફાઈવસ્ટાર ચોકલેટ તમારા હાથમાં સરકાવી.

અને જાણે કરંટ લાગ્યો હોય એમ ચોકલેટ નીચે પડી ગઈ, તમે જોઈ રહ્યા નીચે પડેલી એ ફાઈવસ્ટારના ગોલ્ડન રેપરને!

“કેમ મેડમ, આ ચોકલેટ નથી ભાવતી? તો ડેરીમિલ્ક આપું?”- દુકાનદાર તમને પૂછી રહ્યો.

“ના, ઠીક છે!”- નીચેથી ફાઈવસ્ટાર ઉઠાવી, ધીરેથી દુકાનની બહાર જઈ, સામે બેઠેલા ભિખારીના કટોરામાં ચોકલેટ મૂકીને તમે પુર ઝડપે ચાલી ગયા. જાણે એ ફાઈવસ્ટાર ચોકલેટ તમારો પીછો કરવાની હતી, અને … છતાં થોડા શબ્દો કરી રહ્યા પીછો તમારો….

“ગમે એટલું ટેન્શન, પ્રોબ્લેમ્સ કે મુશ્કેલીઓ હોય – તારું જબરું છે યાર, એક ફાઈવસ્ટાર ખાઈ લે એટલે – ઓલ ઇઝ વેલ! તું સાચે જ સેમ્પલ છે 🙂 !”

***

કોણ જાણે કેટલા કિસ્સાઓ, યાદો અને લાગણીઓ આપણે ગુંથી રાખીએ છે આપણા દિલમાં!

અને અજાણ્યે કોઈક પળે જયારે ઓચિંતા આવી કોઈક છુપાવી રાખેલી વ્હાલી યાદનો મણકો ખરી પડે છે ત્યારે…

દિલમાં ભીંસીને બંધ કરી રાખેલી લાગણીઓ કોઈક નાના સરખા કારણ-નિમિત્ત માત્રથી, ધોધમાર વરસી પડે છે ત્યારે?

આવા જ ઇમોશન્સ ડ્રો કરે છે “અસ્તિત્વ” મુવી નું સોંગ – “કિતને કિસસે હેં બસ તેરે મેરે!”

હેમા સરદેસાઈના ભીના અવાજમાં લાગણીઓની ગડીઓ સહજતાથી ખુલતી જાય છે!

સુખવિન્દર સિંઘ અને રાહુલ રનાદેના સૌંમ્ય મ્યુઝિકનાં સથવારે શબ્બીર એહમદ, ઈબ્રાહીમ અશ્ક અને મીર અલી હુસેન ના લિરિક્સ ગજબ અસર પેદા કરી જાય છે!

આવો ભીંજાઈએ આ યાદો અને છુપાવી રાખેલી મખમલી પળોના વરસાદમાં…

કિતને કિસ્સે હેં તેરે મેરે, કિતને કિસ્સે હેં બસ તેરે મેરે..

ધૂપ કડી હેં, છાવ મેં લે મુઝે આંચલ મેં તેરે,

ઓંસ બડી હેં ચૂમ લે પાવ ઝમીન સે તેરે..

કિતને કિસ્સે હેં બસ તેરે મેરે.. (૨)

અટરી પે તેરે સોકર હેં દેખે મેને અનગીન સપને,

ખિડકી સે તેરે ઝાંકે હેં, મન મેં મેરે સુરજ કિતને!

આંગન તેરે મેં ખીલી થી, જબ બનકે રજનીગંધા..

દરવાઝે સે આયે થે અંદર, મૌસમ વો ખુશી કે સારે..

કિતને કિસ્સે હેં બસ તેરે મેરે.. (૩)

યુ-ટ્યુબ લીંક: 

***

આ ગીત, તમારા દિલના કયા ઇમોશન્સ ઝણઝણાવી ગયું?- કમેન્ટ માં લખવું ભૂલશો નહિ!


Advertisements
Leave a comment

7 Comments

 1. ખુબ જ તલસ્પર્શી અને હૃદયસ્પર્શી વિવરણ .

  . . હૃદય’નું પણ ઓરડા જેવું જ હોય છે . . . ઘણી બધી સ્વીચો , જગ્યા , ખુણાઓ . . . ક્યારે કઈ સ્વીચ’ને કોઈ અડી જાય . . . બસ ફર્ક માત્ર એટલો કે કોઈ દુખતી સ્વીચ દબાવાઈ જાય ત્યારે દુખદ યાદો હૃદય’નાં ખૂણાઓમાં અંધકાર ભરી દે છે 😦

  તબ્બુ’નું અદભુત મુવી . . . ભારતીય સમાજમાં લગ્નો મહતમ રીતે એક પાત્ર’ના બીજા પાત્ર પરનાં વર્ચસ્વ સમાન જ ભાસે છે !

  Reply
  • નીરવ,
   એકદમ સાચી વાત!
   મારા ફેવરેટ મુવીસમાં એક અસ્તિત્વ છે!
   કારણ સરળ છે – અહી નારીના અસ્તિત્વ અને એની લાગણીઓને બોલ્ડ રીતે રજુ કરી છે!
   હ્યુમન શરીર, દિલ અને દિમાગ ત્રણ જુદા સેગમેન્ટ સ્ત્રી અને પુરુષ બંને માટે સરખી જરૂરીયાત- અને હુંફ માંગે છે!
   પુરુષ હક અને અધિકારથી જરૂરીયાતો શોખ અને બીજું ઘણું પામે છે જયારે સ્ત્રીને એ જ મળે છે – જે એના પુરુષ-ઘણું ખરું પતિની તેને આપવાની ઈચ્છા હોય છે!

   આ મુવી નો બદલાવ નો વિચાર દિલને અડી જાય છે!

   Reply
 2. વાહ !! તમારુ લખાણ એટલે !!!

  Reply
  • મયુર,
   શુક્રિયા, જહેનાસીબ…
   આ લખાણ નથી, દિલ અને લાગણીઓનો ક્રેપ છે મારી નજરે!
   🙂

   Reply
 3. Prashant Goda

   /  September 24, 2013

  ખુબજ સરસ વર્ણન હૃદયના તંતુઓ ને અસર કરી જાય તેવું.
  ક્યારેક શબ્દો, તો ક્યારેક સમય તો ક્યારેક વસ્તુ, જયારે તેની યાદ અપાવે ત્યારે કંઇક………………………
  જયારે આવું થાય ત્યારે શબ્દો ટૂંકા અથવા મળેજ નહિ કંઇક કેહવા માટે.

  Reply
 4. Avani Joshi

   /  October 2, 2013

  Me aa post 10 thi vadhare var vanchi che, ane sachu kahu to aa post thi darek vakhte ek feelings ne farithi jivava madyu che, j kyak koi jagya a chupavi rakhi che koi na mate.

  Thanks Bhumika Mam, A badhi yado farithi jivay gai a mate…

  Reply
  • @avni,
   કદાચ આપણે બધા આવી કેટલીય ખાટ્ટી-મીઠ્ઠી યાદો સંઘરીને આખું આયખું જીવી જઈએ છે!
   કેટલીક યાદો એટલી બધી અંગત અને નાજુક્ હોય છે કે એણે ક્યાંક અંદર છુપાવીને રાખીએ છે! જાત સાત્ઘે એકલા પાડીએ ત્યારે એ યાદો નો ખજાનો ખોલીને મહેસુસ કરીએ છે – એ બાદશાહત – પ્રેમ, લાગણીઓની – જે ક્યાંક છૂટી ગઈ છે અથવા છોડવી પડી છે!
   🙂

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: