આવારાપન~ ઇમોશન્સનું પાગલપન!

“સો વોટ્સ અપ બડ્ડી! કીથ્થે હો?” – અચાનક વોટ્સએપ પર એક મેસેજ બ્લિંક થાય છે. સહેજ જ વાયબ્રેટ થતા મોબાઈલ સાથે દિલ હજાર વાર વાયબ્રેટ થાય છે.

“ગુડ મોર્નિંગ ડ્યુડ! વિકેન્ડનો પ્લાન શું છે? આઈ એમ કમિંગ એટ યોર પ્લેસ ટુનાઈટ.”- ફરી એક નાની ચીસ મેસેજના કડવા ટોનની. આજ મેસેજનો ટોન થોડા દિવસો પહેલા કાનથી લઈને દિલ સુધી એક અજીબ મીઠી, ઉત્સુકતાભરી અને પેશનેટ ઝણઝણાટી કરી જતો હતો..

“યુ હેવ ગોટ અ મેઈલ!”- છેલ્લા એક કલાકમાં જાણે કેટલીયે વાર  જીમેઇલ એપનું ન્યુ મેઈલ નોટીફીકેશન વાગ્યું હશે. કેમ આજે એ છેક અંદર, ઊંડે, ચચરી ઉઠે એવું વાગે છે?

કેલેન્ડર નોટીફીકેશન, ફેસબુક બઝ, મિસ કોલ લીસ્ટ – આજે કશુંયે જોવા આ આંખો રાજી નથી.

બેકગ્રાઉન્ડમાં વાગતા રેડીઓ પર ગુંજી રહેલો તમારા ફેવરેટ આર.જે નો અવાજ પણ આજે શુષ્ક અને બોદો લાગે છે.

ઘડિયાળ જાણે હરેક પળ સાથે સેકંડ કે મિનિટનો કાંટો  ફેરવતા પહેલા તમને ચીઢવી રહી છે..

અને…

“આજ જાને કી ઝીદ નાં કરો! યુ હી પહેલું મેં બેઠે રહો… આજ જાને કી ઝીદ નાં કરો! ” – રેડિયો પર વાગી રહેલા એક ગીતથી અચાનક તમારા ફેસ પર હઝારો વોટની રોશની ઝગમગે છે..

નાં, આ તમારું પ્રિય ગીત તો નથી.. તો પછી? હા, આ ગીત એનું પ્રિય છે જે તમને પ્રિય છે!

પ્રિય શબ્દ તો બહુ નાનો કહેવાય, તમારી ચાહવાની ઇન્ટેન્સીટીની કમ્પેરીઝનમાં! કદાચ તમારી એના માટેની લાગણીઓને – પાગલપન જ કહી શકાય…કેમકે પ્રિય હોવાના કારણો હોય છે, પાગલપનનાં નહિ!

અને અચાનક એની યાદ માત્રથી આખું અસ્તિત્વ પાણી પાણી થઇ જાય છે. જાણે પોતાનામાં ઓગળી ગયેલી “એ” જ બદામી આંખોને મોટી કરીને તમને છેડી રહી છે. કહી રહી છે કે- આ દેવદાસગીરી નહિ ચાલે બોસ!

અને એ બદામી આંખોનું સમરણ એક ઝાટકે ખંખેરી દે છે બધી નેગેટીવીટી અને હતાશાને!

અચાનક  હાથ મોબાઈલના કી-પેડ પર ફરે છે, એક કસક સાથે, એ અવાજ સંભાળવાના ઝનુનમાં! તમારા જહેનમાં ઊંડે-અંદર કોતરાયેલા એ નંબરને ડાયલ કરે છે જેને કોઈ નામ આપીને  ફોનબુકમાં સેવ કરવું પણ તમને અલાઉડ નથી.

અને તરત તમે એક કોન્શીયસનેસ સાથે કોલ કટ કરો છો.  બંધ આંખે તમારી રૂહ વીંટળાઈ વળે છે એને, એના બ્રાઉન કલર્ડ વાળથી લઈને એના જમણા પગના તલ સુધી!  અને એક અજીબ સુકુન, શાતા અને સંતોષ મેહસૂસ થાય છે. એનામાં ભળી જવા માત્રથી, સંપૂર્ણ હોવાનો ક્ષણવાર ભાસ થાય છે.

અને આંખો બંધ કરી તમે સ્વ-ગત વિચારો છો- “તારા સુધી સદેહે પહોંચવાના કે તારી અને મારી લાગણીઓને કોઈ નામ આપી શકવાના પરવાના ભલે મને સામાજિક બંધનો અને મર્યાદાઓ આ જન્મે નહિ જ આપે! પણ તને તૂટીને ચાહવા માટે, મારી અંદર ઓગળીને, મારા અસ્તિત્વમાં એકાકાર થઇ ગયેલી- તને મહેસુસ કરવા માટે,  મારે કોઈ લીગલ સર્ટીફીકેટ કે સામાજિક પરમીશન લેવાની જરૂર નથી!

હા, હું તને ચાહુ છું અને ચાહવાના કોઈ કારણો હોતા નથી!

હા, હું તને ચાહુ છું અને મારી લાગણીઓની તપીશ પુરતી છે મને ખુમારીથી જીવડાવવા અને ફરી ફરીને તારા પ્રેમમાં પાગલ બનાવવા!

હા, હું તને ખુબ ચાહુ છું, મારી બુદ્ધિમત્તા અને સમઝદારીની સરહદોને પાર, પાગલપનના  ક્ષિતિજ સુધી!

હા, હું તને ખુબ-ખુબ જ ચાહુ છું અને એટલેજ … તુ  તારી દુનિયામાં હસી-ખુશી જીવવા, પોતાના સંબંધોને મનથી નિભાવવા, પોતાની વાસ્તવિકતાની દુનિયામાં રુક્ષ દુનિયાદારી પૂરી કરવા મુક્ત છે..

તુ મારા માટે અને હું તારા માટે- માત્ર એક સપનું છીએ, જેને બંધ આંખે જ જોવાય, જેને પોતાના પૂરતું- ખાનગી રાખવાનું હોય, જેને યાદ કરીને આંખો ખુશીથી ભીની કરી શકાય! ”

અને …

વિચારોની યાત્રા એકદમ રેડીઓમાં વાગી રહેલા ગીતમાં ભળી જાય છે.. અક્ષર-સહ જાણે તમારા ઇમોશન્સને મ્યુઝીકમાં મઠારી દીધું હોય તેમ જ તો … અને તમે એક ચિત્તે એ ગીતના લિરિક્સમાં જાતને મેહસૂસ કરો છો…

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

હર દમ હર પલ બેચેની હે, કૌન ભલા હે સીને મેં…

ઇસ ધરતી પર જિસ પલ સુરજ રોઝ સવેરે ઉગતા હે,

અપને લીયે તો ઠીક ઉસી પલ રોઝ ઢલા હે સીને મેં..

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

જાને યે કેસી આગ લગી હે, ઇસમેં ધુઆં ના ચિનગારી,

હો ના હો ઇસ બાર ભી કોઈ ખ્વાબ જલા હે સીને મેં…

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

જિસ રસ્તે પર તપતા સુરજ સારી રાત નહિ ઢલતા..

ઇશ્ક્ કી ઐસી રાહ ગુઝર કો હમને ચુના હે સીને મેં..

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

કહા કિસીકે લીયે હે મુમકીન સબકે લીયે ઇક સા હોના..

થોડા સા દિલ મેરા બુરા હે, થોડા ભલા હે સીને મેં…

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

દિલ જિસ કો હાં કહેતા હે, ઝહેન ઉસીકો કહેતા હે નાં..

ઈશ્ક મેં ઉફ્ફ યે ખુદ હી સે લડના એક સઝા હે સીને મેં..

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

ખંજર સે હાથો પે લકીરે કોઈ ભલા ક્યાં લીખ પાયા,

હમને મગર એક પાગલપન મેં ખુદ કો છલા હે સીને મેં…

આવારાપન બંજારાપન, એક ખલા હે સીને મેં..

હર દમ હર પલ બેચેની હે, કૌન ભલા હે સીને મેં…

***

મુવી  – જિસ્મ (૨૦૦૩)

સિંગર – કે.કે.

લિરિક્સ – સયીદ કાદરી

યુ ટ્યુબ લીંક :

Advertisements
Leave a comment

3 Comments

 1. Prashant Goda

   /  September 13, 2013

  એટલે જ પ્રેમને શબ્દોની જરૂર નહિ પડતી હોઈ.

  Reply
 2. પ્રેમની એ મીઠી અવસ્થા સૌથી મસ્ત હોય છે જયારે તે માત્ર એકતરફી હોય છે! આવારાપન.. બંઝારાપન વાળી એ દશા મુંઝવણભર્યા પ્રેમવાળી ભલે હોય પણ તમને હંમેશા આનંદિત રાખવા માટે પર્યાપ્ત છે.

  આવારાપન…. મારું પ્રિય ગીત. તેના લિરિક્સ તો ઉત્તમ છે જ પણ આપણને તેની અંદર લઇ જતું મ્યુઝિક પણ સુંદર છે. અને તે માટે M. M. Keeravani ને પણ શ્રેય આપવો પડે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: