• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  August 2013
  M T W T F S S
  « Jun   Sep »
   1234
  567891011
  12131415161718
  19202122232425
  262728293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

Reddit: ઈન્ટરનેટ નું હોમ પેઈજ.

Anurag Kashyap here. Ask me anything.

કોઈ દિવસ ફેસબુક કે ટ્વિટર પર એવું જોયું છે કે (તમારી ફેવરીટ સેલેબ્રિટી) આવા મતલબ ની કોઈ પોસ્ટ મુકે, તમે એ પોસ્ટ માં ભાગ લઇ શકો અને એ સેલેબ્રિટી ખરેખર તમારી સાથે વાત કરે? તમારા સીલી સવાલ નો જવાબ આપે, તમને વિડીયો મેસેજ મોકલે કે જસ્ટ બર્થડે બોય એવા તમારા દાદા માટે સિમ્પલ હેપ્પી બર્થડે કહે?

કે પછી તમે એક જનરલ સવાલ પૂછો કે “તમારી સાથે કોઈ દિવસ એવું થયું છે કે તમે પોલીસ ની સામે પીધેલી હાલત માં ગયા હો અને ન પકડાયા હો?” અને એમાં જે લોકો રિસ્પોન્સ મોકલે એમાં નો એક માણસ એવો હોય જે ૧૦ વરસ પહેલા કોલેજ માં તમારો ચડ્ડી બડી હોય? અને તમે અચાનક જ થેન્ક્સ ટુ ધીસ ક્વેશ્ચન મળી શકો?

આવું ફેસબુક કે ટ્વિટર પર તો થયું હોવાનું સાંભળ્યું નથી પણ એક સોશિયલ નેટવર્ક સાઈટ પર ઘણી વખત થયું હોવાનું સાંભળ્યું અને જોયું પણ છે. અને એ સાઈટ, પોતાની ટેગલાઈન માં કહે છે એમ, ખરા અર્થ માં ઈન્ટરનેટ નું હોમ પેઈજ છે. એ સાઈટ છે, રેડ્ડીટ

એક સિમ્પલ વેબસાઈટ જ્યાં તમે કોઈ ઇન્ફોર્મેશન, કોઈ સવાલ કે કોઈ પણ ચર્ચા કરી શકો છો અને એમાં ભાગ લઇ શકો છો. કોઈ એક લીંક શેર કરી શકો છો, એક જોક કે એક પિક્ચર પણ શેર કરી શકો છો, રેસિસ્ટ કે સેક્સીસ્ટ થઇ ને કોઈ ને ગાળાગાળી પણ દઈ શકો છો, તમારી સાચી અને જુઠી માન્યતા અને પૂર્વગ્રહ ને વળગી ને કોઈ ની ઈમેજ ની વાટ પણ લગાડી શકો છો. ઇન શોર્ટ તમે જેવા છો એવા થઇ શકો છો અને એની આસપાસ તમારું એક સોશિયલ નેટવર્ક પણ બનાવી શકો છો.

વેલ આ બધું તો ફેસબુક માં પણ છે તો રેડ્ડીટ માં નવું શું છે? અને શા માટે માઉન્ટ મેઘદૂત એની પાછળ સમય બગાડે છે? તમને મન માં તો એવું ઘણું થતું હશે રાઈટ? રેડ્ડીટ એક એવી વેબસાઈટ છે જેના કન્ટેન્ટ નો રસપાન કરવા માટે તમારે લોગ-ઇન કરવાની જરૂર નથી પડતી, ઇવન ફેસબુક કે ટ્વીટર ની જેમ ત્યાં કોઈ પ્રાઈવસી સેટિંગ નથી. પબ્લિક કો સબ પતા ચલ સકતા હૈ, જો કે ફેક અને ડુપ્લીકેટ પ્રોફાઈલ ના કિસ્સા ત્યાં પણ બને છે. ટ્રોલ્સ (આ વેસ્ટ માં ઉદભવેલો શબ્દ છે યુ સી, શ્રાવણ માસ ના પવિત્ર “વાતાવરણ” ના રસપાન લેતી આપણી સનાતન સંસ્કૃતિ નો નહિ) મતલબ સળીબાજો ત્યાં ય ૧૬ ના ભાવે રખડે છે છતાંય ખરેખર ઈન્ટરનેટ નું હોમપેજ, ઈન્ટરનેટ ની એલીમેન્ટરી સ્કુલ કે પછી યુનિવર્સીટી ગ્રાઉન્ડ જે કહો એ બધું જ રેડ્ડીટ માં છે.

રેડ્ડીટ આમ તો ફેસબુક જેવું જ છે, સિવાય કે તમે એ સાઈટ માં શું કરો છો અને શું જુઓ છો એ માત્ર અને માત્ર તમારા કંટ્રોલ માં છે. જેમ ફેસબુક માં ગ્રુપ છે એમ અહિયા સબ રેડ્ડીટ છે. જે અલગ અલગ ટોપિક પર ની ચર્ચાઓ ને ઓર્ગેનાઈઝ કરે છે. તમે જ્યાં સુધી કોઈ સબ રેડ્ડીટ ને સબસ્ક્રાઈબ ન કરો ત્યાં સુધી તમને એ સબ રેડ્ડીટ ના કન્ટેન્ટ દેખાવવાના નથી. અહિયા યુઝર નેમ અને એની પ્રોફાઈલ છે પણ તમને કોઈ ટેગ કરી શકતું નથી, અને કોઈ તમારી કમેન્ટ ને રીપ્લાય ન કરે કે કોઈ પર્સનલ મેસેજ ન મોકલે ત્યાં સુધી તમને કોઈ નોટીફીકેશન મળવાના નથી. એટલે તમે શાંતિ થી તમને ગમતું સર્ફ કરી શકવાના છો. જો કોઈ કન્ટેન્ટ એવો હોય જે ઓફીસ માં ઓપન કરવો સેફ ન હોય તો એ કન્ટેન્ટ (અને ઘણા સબ રેડ્ડીટ) ની આસપાસ nsfw નું ટેગ લાગેલું હોય છે.

ક્રિકેટ ના અઘરા નિયમ ગોખી જાઓ પછી ઇઝી લાગતું ફૂટબોલ પણ અઘરું લાગે એમ ફેસબુક, ટ્વીટર ના કોમ્પ્લીકેશન જોયા પછી આટલું સિમ્પલ અને કંટ્રોલ્ડ લાગતું રેડ્ડીટ અઘરું નો નથી લાગતું ને? કારણ કે આ ફકરા ની કથા પતિ ગયા પછી નવા અધ્યાય માં રેડ્ડીટ જેવા મુગટ માં જે ખરા હીરા જડેલા છે એની કથા કરવાના છીએ. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન દિલ ઠામ કે બેઠિયે ક્યુંકી અબ હમ મિલેંગે રેડ્ડીટ કે કુછ ચુને હુએ ઈન્ટરેસ્ટીંગ કીરદારો સે. So presenting you my favorite and one of the most interesting subreddits ever.

Reddit

1. IamA : મતલબ I am A  અને Ask me Anything નું કોમ્બીનેશન. (reddit પોતે read અને edit નું આવું જ કોમ્બીનેશન) છે. અહિયા કોઈ પણ સેલીબ્રીટી પોતાનું AMA session રજીસ્ટર કરાવી શકે છે, અને ફેન્સ સાથે વાર્તાલાપ કરી શકે છે. અત્યાર સુધી ઇન્ડિયા માંથી અનુરાગ કશ્યપ પહેલા એવા ઈન્ડીયન છે જેણે આવું કઈ કર્યું છે. એ સિવાય અમેરિકન પ્રમુખ બરાક ઓબામા, સેલીબ્રીટી અવકાશ યાત્રી કર્નલ ક્રીસ હેડફીલ્ડ, માર્વેલ ના ક્રિયેટર સ્ટેન લી દાદા, સ્નૂપ લાયન, બ્યુટીફુલ એલેન પેજ (જુનો અને ઇન્સેપ્શન ફેઈમ) , માર્ક વ્હોલબર્ગ જેવા કેટલાય સેલીબ્રીટી ઓ એ AMA Session કરેલા છે. અહિયા Ama Sessoin કરવા માટે માત્ર સેલીબ્રીટી હોવું જરૂરી નથી, તમારી લાઈફ માં કોઈ એવો યુનિક એક્સપીરીયન્સ થયો હોય. (જેમકે તમે કોઈ અઘરી મેડીકલ કન્ડીશન માંથી પસાર થઇ રહ્યા હો, કે કોઈ ઘટના ના સાક્ષી રહ્યા હો) કે તમારો વ્યવસાય યુનિક હોય (જેમકે ઘણા ગેઇમ ડેવેલોપર, મેકડોનાલ્ડસ ના એમ્પ્લોયીસ) વગેરે પણ Ama session કરે છે. જો તમે સાવ આમનામ કારણ વગર AMA session કરવા માગતા હો તો casualAma જેવા સબ રેડ્ડીટ પણ મોજુદ છે.

2. ELI5 : મતલબ Explain like I am 5 . કોઈ સવાલ એક ૫ વર્ષ ના બાળકે પૂછ્યો હોય અને એનો જવાબ જનતા કઈ રીતે આપે છે એ સમજવું હોય. અથવા તો કોઈ અઘરી લાગતી વસ્તુ સાવ સિમ્પલ શબ્દો માં સમજવી હોય તો આ સબ રેડ્ડીટ બહુ કામનું છે. અહિયા રોજ બરોજ ની ઘટનાઓ થી માંડી ને સાયન્સ અને પોલીટીક્સ ના અઘરા અઘરા સવાલો ના જવાબ સાવ સિમ્પલ શબ્દો માં આપવા માં આવે છે. અત્યારે ઈજીપ્ત માં શું થાય છે? કે પછી ટચ સ્ક્રીન ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે? કે પછી એટલી મોટી આર્મી હોવા છતાં જર્મની કઈ રીતે વર્લ્ડ વોર ૨ હાર્યું? એવા વિવિધ સવાલો ના બહુ સિમ્પલ શબ્દો માં જવાબ મળે છે.

3. CMV : મતલબ ચેન્જ માય વ્યુ. કન્ટેન્ટ અને રૂલીંગ ની દ્રષ્ટિ એ આ રેડ્ડીટ નો ધ બેસ્ટ સબ રેડ્ડીટ હોત, બીજા સબ રેડ્ડીટ માં તમારે સિમ્પલ એક ક્વેશ્ચન કે એક લીંક મૂકી ને ડીસ્કશન શરુ કરી દેવાનું હોય. પણ અહિયા, એક ડીસ્કશન શરુ કરવા માટે પણ આપણે પોતાનો વ્યુ (જે ચેન્જ કરવાનો છે) એ પણ ઓછા માં ઓછા ૫૦૦ અક્ષરો માં મુકવો પડે છે. અને પછી લોકો એ વિચાર ની ઓશો ની જેમ ધજ્જીઓ ઉડાડવા માંડી પડે છે. જો કોઈ એ આપણો વ્યુ ચેન્જ કર્યો હોય તો એને આપણે રેકગ્નીશન તરીકે ડેલ્ટા પણ આપી શકાય.

4. TIL : મતલબ Today I Learned. તમને ઈન્ટરનેટ પર રખડતા રખડતા કોઈ નવી અને કામની જાણકારી મળી હોય. અને એની લીંક પબ્લિક હોય તો તમે એ લીંક સાથે એ ઇન્ફોર્મેશન પણ શેર કરી શકો છો. અહિયા ઘણી વખત કામની અને નકામી પણ નવી ઇન્ફોર્મેશન જાણવા મળે છે. જે જનરલ નોલેજ ના અભ્યાસુ ઓ માટે આ સબ રેડ્ડીટ કામનું છે.

5 AskReddit : નોલેજ લઇ લઇ ને થાકી ગયા? જસ્ટ થોડીક મજા લુંટવી છે? નવા નવા લોકો વિષે જાણવું છે? તો આ સબ રેડ્ડીટ તમારા માટે કામનો છે. અહિયા આવો અને કોઈ પણ સવાલ પૂછો, તમારી પર્સનલ મેટર થી માંડી ને કોઈ પણ જનરલ વસ્તુ અથવા કોઈ સીરીયસ ક્વેશ્ચન. જેમકે

તમને તમારા SO (Significant other – જીવનસાથી) ની સહુથી સારી વાત કઈ લાગે છે?

કે

તમારા પપ્પા એ તમારી સાથે કઈ એવું કર્યું છે જે એમણે તમને તમારા મમ્મી ને કહેવાની ના પાડી હોય?

કે પછી

જો તમને કોઈ એક વસ્તુ (પૈસા સિવાય) નો અનલિમિટેડ સપ્લાય આપવા માં આવે તો એ કઈ વસ્તુ હોય અને તમે એની સાથે શું કરો?

કે પછી

કોઈ એવી ફિલ્મ કે જે તમને ગમતી હોય પણ તમારી આસપાસ ના બીજા બધા ને ન ગમતી હોય?

અહિયા આવા ક્વેશ્ચન પણ પૂછવા માં આવે છે અને એના જવાબ પણ મસ્ત હોય છે.

6. AdviceAnimals : તમારી કોઈ પણ વાત તમારે એક પિક્ચર મેસેજ થી શેર કરવી છે? રમુજી રીતે? કે પછી આવા ફની પિક્ચર્સ જોવા છે? તો પછી આ સબ રેડ્ડીટ તમને મોજ મજા કરાવશે.

એ સિવાય પણ રેડ્ડીટ ની એક સરસ વાત છે એના કમ્પાઈલેશન. રેડ્ડીટ ની સહુથી સારા માં સારી પોસ્ટ્સ નું bestof માં, અને સહુથી ખરાબ પોસ્ટ નું worstof માં કમ્પાઈલેશન થાય છે, તમે ડીફોલ્ટ સબ રેડ્ડીટ ની સહુથી સારા માં સારી પોસ્ટ નું defaultgems માં કમ્પાઈલેશન જોઈ શકશો. અને રેડ્ડીટ ની સહુથી વિચારપ્રેરક પોસ્ટ depthhub માં જોવા મળશે.

પણ જેમ બધા સોશિયલ નેટવર્ક સાથે થાય છે એમ, આટલી સારી બાજુઓ છે એજ રીતે ખરાબ બાજુઓ પણ છે. અહિયા સ્યુસાઈડ કરતા રોકવા વાળા લોકો પણ છે અને સ્યુસાઈડ કરતા પ્રેરે એવા લોકો પણ છે. સારા માણસો ની જેમ ટોપિક ને વળગી રહી ને બ્રોડ ચર્ચા કરતા લોકો પણ છે અને ગમ્મે એ ટોપિક માં નાક ઘુસાડતા ડોબાઓ પણ છે. પણ આ બધું જ આપણને સોસાયટી અને સોશિયલ નેટવર્ક માં કઈ રીતે વરતવું એ શીખવાડે છે. એટલે રેડ્ડીટ હોય કે બીજું સોશિયલ નેટવર્ક, આપણી તો એક જ ઈચ્છા છે.

Be free and open, but be careful as well. Internet is loaded with too many good thingies. just not waste them with trolling and our prejudices.

બાકી એક ઓર સોશિયલ નેટવર્ક ને તમે જાણો અને માનો એના માટે ટીમ મેઘદૂત તરફ થી બેસ્ટ લક…

સેમીકોલોન:

‘કીમિયાગર’ PAULO COELHO ની બે વાર્તાઓ…

1. “Winner Stands Alone” : Sadistic Book about upper class and Cannes. Didn’t have enough courage to finish it.

2. “By the River Piedra and I sat down and Wept“: Beautiful book revolves around Love, Christianity, France and Spain.

Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: