ઇન્તેઝાર એઝ ઈમોશન: હર એક સોંગ કુછ કહેતા હે!

ઢેન ટે ણે ણ…

વર્ષોની આળસ પછી, ગેર હાજરી પછી, ખાસ તો કૈજ કન્ટ્રીબ્યુટ ના કરી શકવાની શરમ સાથે પણ…

પેશ-એ-ખિદમત છે, ભુમિકા-સ્પેશિયલ ~ “મ્યુઝિક મસાલા”!

બોલે તો –  ઈમોશનલ, કલાસિક, સોલફૂલ કે પછી  ઢીન્ચાક/રાપચીક સોન્ગ્સની કાનથી દિલ સુધી પહોંચી જવાની ફીલીન્ગ્ફુલ ઈ-સ્ટોરી!

“તમને કયું સોંગ સૌથી વધુ ગમે?” – કોઈ તમને આ પ્રશ્ન પૂછે તો?

સાચું કહેજો, કોમામાં(કે સેમીકોલોનમાં 😉 ) જતા રહો કે નૈ?

મ્યુઝિક મેટ્સ, ફેવરેટ સોંગ એક નાં હોય, એનો તો ઢગલો હોય!

કોઈ પણ ગીત ગમી જવા પાછળ ઘણા રીઝ્ન્સ હોય છે, જેમકે –

-યાર લિરિક્સ ટચી છે! –

-મુવી એટલું મસ્ત છે કે આ સોંગ પણ દિલ માં ઉતરી ગયું!

– યાર, આ સોંગ એની યાદ અપાવે છે.. 😉 !

– આઈ જસ્ટ લવ ધ સિંગર ઓફ ધીસ સોંગ!

– યાર, આ સોંગમાં હીરો/હિરોઈન શું લાગે છે…!!

અને બેસ્ટ રીઝન…

“યાર, ગમવા ના પણ કઈ કારણ અને લોજીક હોતા હશે??;)  ”

આઓ ત્યારે, એક સફર પર જ્યાં જોડી શકીએ શબ્દોને સંવેદના સાથે અને સંગીતને સોલ સાથે!

અને આ મ્યુઝિક, મસ્તી અને મેડનેસ ભરી – “તુફાન એક્સપ્રેસ”માં સૌથી પહેલા આજે  શેર કરીશ મારા દિલને સૌથી અઝીઝ ઈમોશન- ઇન્તેઝાર!

***

“તું ક્યાં સુધી આમ મારી રાહ જોઇશ? ” – એની આંખોમાં જોઈને એને ફરી ફરીને એક નો એક સવાલ પૂછવો.

“તારાથી મારી નાનકડી ખુશી પણ સહન નથી થતી?”- એજ નફ્ફટ, શરારતી,બેફિકરો તો પણ વ્હાલો જવાબ!

“નાં, તારે મારી રાહ નથી જોવાની! રાહ એની જોવાય જેના આવવાની કોઈ આશા હોય!”- એ આંખોનું ઝુકી જવું.. કેમ કરીને એને કહેવું કે જ્યાં સુધી તું રાહ જુવે છે, મને પણ એક આશા છે અને આ શ્વાસ ચાલે છે, ચાલી શકે છે!

“કોન  કમબખ્ત તુ આયે ઇસ લીયે ઇન્તેઝાર કર રહા હે! હમ તો ઇસ લીયે પલકે બિછાયે બેઠે હે ક્યુંકી યે પલકે ઉઠી તો વો ખ્વાબ જો હમને સાથ દેખે થે, કહી બિખર ના જાયે- કોઈ ઇન્હે ભી ના છીન લે હમસે! “- એનો એકદમ ફિલ્મી છતાં ફના થઇ જવા મજબુર કરી દે એવો ફીલીન્ગફૂલ  જવાબ!

“તું રાહ જોઇશ તો હું બંધાઈ જઈશ! તું રાહ જોઇશ તો મારે આવવું પડશે! તું રાહ જોઇશ તો મારી રૂહ તારી પાસે દોડી આવશે!”- એક આખરી વિનંતી..

“જેમ તું કહે! હું તારી રાહ નહિ જોઉં! પણ હા, હું મારી રાહ જોઇશ! તારામાં ક્યાંક, કશેક કાયમ માટે સમાઈ ગયેલા “મારી” રાહ જોઇશ…”- એનું ફરી શબ્દો અને લાગણીઓ થી જીતી જવું!

જે કરી દે છે સંવેદનાઓને  ઝાર, ઝાર અને તો પણ એક ખુમારી, ટણી અને નશો રહે છે જે કરવામાં એ – ઇન્તેઝાર !

***

જો ક્યારેય તમે કોઈને માટે રાહ જોઈ હોય, કે પછી એ રાહમાં જ જીવન શોધી લીધું હોય તો…

પેશ-એ-ખિદમત છે, ઋતુપર્ણો ઘોષની મેસ્મરાઈઝીંગ લિરિક્સ, શોભા મુદગલના ઘૂંટાયેલા સ્વર અને દેબોજ્યોતિ મિશ્રાનું  સંગીત –  બંગાળના રસગુલ્લા અને સંદેશને પણ ભૂલી જાઓ એટલુ જોરદાર, અફલાતુન, સોલ્ફુલ અને સુધીંગ!

મુવી છે – ૨૦૦૪ માં રીલીઝ થયેલી – “રેઇનકોટ”. (મુવી પર એક આખો આર્ટીકલ પેન્ડીંગ!  )

તો એન્જોય ઇન્તેઝારના મલ્ટી-ફેસેટ ઇમોશન્સ, વિથ ધ સોંગ- “રાહ દેખે”

***

હાયે કિતને બરસ બીતે તુમ ઘર નાં આયે રે…(૨)

રાહ દેખે સાવન ભાદો, દરિયા બહાર…(૨)

ઓ રે તેરે લીયે રાહ દેખે સજના સારા સંસાર..

રે બિન તરસે ફિર બરસે, મોરે બાલમ કે લીયે..(૨)

હાયે કિતને બારસ બીતે તુમ ઘર નાં આયે રે…(૨)

રાહ દેખે કાલે મેઘા, નાદિયા કા પાની…(૨)

ઓ રે તેરે લીયે રાહ દેખે બલમાં સારી ઝીન્દગાની…

રે બિન તરસે ફિર બરસે, મોરે બાલમ કે લીયે..(૨)

ઓ રે લૌટ આઓ સજના મેરા દિલ બુલાયે રે..(૨)

યુ- ટ્યુબ લીંક:

Advertisements
Leave a comment

6 Comments

 1. Reblogged this on Toofan Express ………………… and commented:

  My Musical Melodies! 🙂

  Reply
 2. My Every Time Favorite Movie….and your touchy write up…Superb…Full Emotions…Mesmerized…:)

  Reply
  • ઇન ફેકટ આખું મુવી જ ઈમોશનલ સફર છે જે દિલો-દિમાગ ને ઝંઝોળી દે, ઇમોશન્સનાં બધા મોશન્સ બંધ કરાવી દે!
   અને સ્પેશિયલી આ મૂવીનું મ્યુઝિક એટલું તો માઈન્ડ બ્લોઇંગ છે કે જો તમારી આંખો ભીનીના થઇ જાય… તો કાન કે મગજ બે માંથી કે તો ચેક કરાવ્વવું જ પડે!

   Reply
 3. એકદમ સાચું કહ્યું….એક એવી સફર કે જ્યાંથી પરત ફરવાનું મન ના થાય….

  Reply
  • મોર ટુ કમ, આજ બેઝ લાઈન પર:)
   આ સફરમાં બીજા ઘણા જાણીતા અને અજાણ્યા ગીતો સાથે- બી~ ઓન ધ રોક્સ!
   કીપ્ ઓન રીડીંગ એન્ડ શેરિંગ સજેશન્સ!

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: