Required: A Masculine Writer

જોઈએ છે: ગુજરાતી સાહિત્યમાં એક મર્દ લેખક. શારીરિક ઉમર: ગમે તે. માનસિક ઉમર: 26 થી 35 ની વચ્ચે. લાયકાત: નાગાને નાગો અને લુચ્ચાને લુચ્ચો કહેવાની ત્રેવડ અને વાંચન. અનુભવીને પ્રથમ પસંદગી. વિશેષ: કલમને ઈમાન ગણવાની અને ધમકીઓ/ઉપેક્ષા/જુથવાદ/ NO ચંદ્રક/NO પુરસ્કારની પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારી.

ગુજરતી જીન્દગીમાં નદીના પુરની જેમ ઉતાર ચઢાવ આવ્યા કરતા હોય છે,પણ લાઈફની આ રોલરકોસ્ટર રાઈડમાં બેબાક બનીને જીવવાની ઈચ્છા વ્યક્તિને ઉંચે પહોચાડે છે. લેખકો અને એમનું ઓડિયન્સ, આ બેયનો સંબંધ થોડો વિચિત્ર છે. નસીબે સુડી લેખકો, ચપ્પા લેખકો, છીણી લેખકોની બણબણી રહેલી ફોજ જયારે ગુજરાતી ભાષાની પ્રજાને આપી છે ત્યારે બક્ષી ખરા અર્થમાં કટાર લેખક તરીકે ઉભરી આવે છે. કાયમ ભૂતકાળને યાદ કરવાનો ન હોય. એ જરૂરી પણ નથી અને અનિવાર્ય પણ નથી. પણ હા, એક વોઇડ ( બોલે તો ,ખાલીપો ) જરૂર લાગે છે એક વાચકને. જેમ જેમ પેઢી બદલાય છે એમ એમ એનો વોઇસ ફરતો રહે એ અનિવાર્ય શરત છે. પણ, લેખકનું સત્ય અને પ્રજાનું સત્ય, આ બેય ની વચ્ચે વાચકનું ય સત્ય છે એ અવગણી ન શકાય એવી બાબત છે અને અહીંથી લેખકોની છીનાઝપટી ની શરૂઆત થાય છે. બક્ષીને કેમ્પ ગમતા નહિ. એ વખતે પણ ગુ.સા.પરિષદના જવાન બુઢાઓ અને વસુકી ગયેલા વડીલો સામે રોષ પ્રગટ કરેલો જ હતો. મીર્ઝાપુરી લોટા જેવા તળિયા વગરના લેખકો આજે ય છે, એ વખતે પણ હતા, અને ભવિષ્યમાં પણ રહેશે. કોઈ લેખક એના વાચકો તરફ  એવી દિલી મહોબ્બત આજે બતાવી જ નથી શકતો કેમકે એના લળીલળીને તળિયા ચાટ્યા કરતા  જી-હજુરીયા અને પાયા/મગજ/વાંચન વગરના તેમજ ફેસબુક પરની ચર્ચાઓ પર કોમેન્ટ્સની કાગારોળ મચાવતા ફેસ્બુકીયા ભાવકો ; પોતાના સ્તન દબાવ્યા કરતી સ્ત્રીની જેમ રોઝી રોઝી લાગે  છે અને એ રોઝીપણું એના દિમાગને બદલે ઇન્દ્રિયમાં લોહી વહાવ્યા કરે છે. આવા ટાઈમેં બક્ષીની ગેરહાજરી ચિલ્લાય છે. શું કામ કોઈ સત્ય લખે? સત્ય લખનારની હાલત એકલા ગાતા સારસ જેવી જ થવાની છે. બક્ષીના જન્મદિવસે આ ચર્ચા નિરર્થક છે કેમકે વ્યક્તિ તરીકેની ઈમેજમાં ભલે ઘણાબધાને એમાં અપલખણ દેખાયા હોય, એને એનો ધર્મ બજાવતા આવડતો હતો. એનો ધર્મ હતો લેખકનો ધર્મ. આજે ઘણીબધી કોલમો અને કલમો મૌજૂદ છે, પણ એ પેન ખોવાઈ છે જેમાંથી સલ્ફ્યુરિક એસીડ જેવું સત્ય ટપક્યા કરતું હતું. આજે વાંચકોને થાબડભાણા કરીને એકબીજાના ખભા ખંજવાળતા અને કાર્ટલ કરીને, બદબોઈ કરીને મૈથુનનો આનંદ માણનારા લેખકો બની બેઠા છે, અને કાલ સુધી રહેલા પ્રકાશકો/Editors આજે જૂની વાતો રીસાયકલ કરવાના હાટડા માંડીને બેસી ગયા છે. ચારેતરફ સુષ્ઠુ, સ્વીટ સ્વીટ, અને ઉપદેશાત્મક લેખન જ ડીમાંડમાં છે અને જેને કદમબોસી,ખુશામત,જી-હજુરી નથી આવડતી એવા ખરા કાબેલ માણસો  આ ગંધાતા પ્રદેશમાં ઉતરવા પણ રાજી નથી.  જાણે કે ગર્લ્સ હોસ્ટેલમાં કોનું અંતર્વસ્ત્ર વધુ સારું એની હરીફાઈ આદરાઈ ગઈ છે જેના નિર્ણાયકો જ નાગા બાવા છે…

સત્ય લખનારના એક્સપોઝર પર ડીપેન્ડ કરે છે એ વાત,બે કાન પકડીને કબુલ છે. પણ, જયારે તમે લેખક બન્યા છો ત્યારે સત્યનો અનુભવ કર્યા વગર લખવું,એ બેઈમાની છે, ગાળ છે. સેક્સ કર્યા વગર કામક્રીડાના માદક વર્ણન લખવા જેવી નામર્દાઈ છે. અને એનાથી પણ મોટી નપુંસકતા છે કારણ વગર ‘ધારી લેવું’. કાલ્પનિક ભય/ઓડિયન્સ/રસ સામે વિદ્વતાની ડાહી ડાહી વાતોનો ભંડાર ખોલી, ગ્રંથોમાંથી ઉતારા કરવા એ શહેરની જૂની લાયબ્રેરીનો 3500 રૂ.માસિક મેળવતો પગારદાર પટાવાળો ય કરી શકે છે.

બક્ષીની ફાયરબ્રાંડ ઈમેજ,લેખક તરીકેની ઈમેજ, ગુજરાતી પત્રકારત્વ પરની એમની ઈમેજ; બક્ષીની હ્યુમન બ્રાંડ ઈમેજના અજવાળામાં સંતાઈ જાય છે. જે ચાપલુસીયુક્ત પત્રકારત્વ અને લેખકત્વની એમને ચીડ હતી, એ જ એમના ગયા પછી પણ ટકી ગયું છે. આ એમની નહિ, નિરપેક્ષતા અને સત્યાર્થતામાં માનતા એમના જેવા બીજા સેંકડો વાચકોની હાર છે. આજથી બાર વર્ષ પહેલા પણ સ્થિતિ એ જ હતી જે આજે છે. ‘કોઈ તમારું એટલા માટે ખરાબ નહિ કરે કેમકે તમે એમનું ખરાબ કર્યું છે. પણ એટલા માટે ખરાબ કરશે કેમકે તમે સારા છો. અહી રેકગ્નીશન મળશે નહિ, જબરજસ્તી થી મેળવવું પડશે.’ ‘ગુજરાત માટે શું શું ન કરવું એની સૂચી બહુ મોટી છે.પણ શું કરવું જોઈએ એની સૂચી નથી’. ‘ જનતાએ મતદાન કરીને અમુક પક્ષને જનાદેશ આપ્યો છે. એ પક્ષે ‘એક્સ’ને એમના નેતા તરીકે પસંદ કર્યા છે,એ ‘એક્સ’ એમની પસંદ પ્રમાણે પ્રધાનમંડળ બનાવે છે. અને આ જનાદેશ સંવિધાન પ્રમાણે પુરા પાંચ વર્ષ માટે છે,જો એ સરકાર અક્ષમ હશે, તો પાંચ વર્ષ પછી વયસ્ક જનતા ને ફરીથી નિર્વાચનની તક આપવામાં આવે છે, શાસકને એનું સાચું સ્થાન બતાવી દેવાની ! બાકી છાપાઓમાં સતત ખરાબ લખતા રહેવાથી પ્રત્યાઘાતી અસર થતી હોય છે અને ખરાબ લખવાનો આશય સિદ્ધ થતો નથી.’

હવે જો લેખકોની વચ્ચે ઈલેક્શન યોજવામાં આવે તો કદાચ આપણી લોકશાહીની ચુંટણીની જેમ જ દાદાગીરીથી ઉંચે સ્થાને બેઠનાર લેખકો જીતે, ક્યાંક અપક્ષ ઉમેદવારને એવી ઓફર થાય કે તું તારું ઉમેદવારીપત્ર પાછું ખેંચ, તને ત્રણ કોલમ અપાવી દઉં, અને લોકપ્રિય લેખકોને એવી પણ ઓફર આવી શકે કે તમને ચંદ્રકો અપાવી દઈએ અને ગુ.સ્સા.પરિષદ ‘હોલ ઓફ ફેમ’ માં કાયમી સ્થાન અપાવી દઈએ. એટલે કિન્નરભાઈએ past write up માં લખેલું એમ ચુંટણીના વિજેતા પણ નક્કી હશે અને એ વિજેતા પાછા નિર્ણાયકોની ટીમના અધ્યક્ષ હશે. પોલીટીક્સ કરતા તો અખબારોમાં વધુ બયાનબાજી અને કોલમબાજીઓ જોવા મળે છે. પણ, અહીં ફેસબુક પર પણ કોમેન્ટબાજી અને કલબલાટ દેખાય છે. ‘ધરાર વાચક’ એ વાચકની નવી પ્રજાતિ છે જેને બસ બધું વાંચવું જ છે, એની વિચારવાની શક્તિ ઉત્ક્રાંતિએ કાળક્રમે ખેરવી નાખી છે. એટલે દરેક નવી પોસ્ટ નીચે ‘ક્યા બાત, બહોત અચ્છે, ચુપ સાલા વિરોધ વાળી -તું મને તારો નંબર આપ, મારો કહેવાનો અર્થ જે હોય એ ; એ મારો મત છે, અરરર આ સિવાય કઈ સુજતુ જ નથી આને તો, अश्लील है ये लौंडा  ‘ ની કોમેન્ટ વરસતી રહે છે.આવા અનેક પ્રકારની પ્રજાતિઓ વાળા માધ્યમમાં Genuine વાચક મૂંઝાય છે. એટલે સરવાળે લેખક વાચકનો તાર તૂટવાની શરૂઆત થઇ જાય છે. બસ,અહિયાં બક્ષીએ ધર્મ નિભાવ્યો. વાચક તરફનો. એટલે હવે બ્લોગ્સ,કોલમ, મેગેઝીન્સ કે એવા કોઈ પણ માધ્યમમાં લખતા લેખકે વિચારવાની જરૂર છે કે એનું ટાર્ગેટ કોણ છે? જો એ સાઠમારીમાં વ્યસ્ત રહેવા માંગે છે તો પોતાનો બ્લોગ બનાવી મન ફાવે એટલું ઘસડી શકે છે. એના માટે કોલમની બંદુક ફોડવાની જરૂર નથી. અને જો ટાર્ગેટ નક્કી છે, તો એના તરફ ઈમાનદાર રહીને ય લખવાનો આત્મસંતોષ મેળવી જ શકાય છે. એના માટે અલગથી પ્રયત્નો કરવાની જરૂર નથી. પણ હું જાણું છું કે બધા આવું નહિ કરી શકે કેમકે દુર્યોધનની જેમ એમને એમના જળાશય માંથી બહાર આવવું જ નથી, કેમકે પાણીની અંદર પણ એઓશ્રી વસ્ત્રવિહિન થઈને બેઠા છે…

પાપીની કાગવાણી:

કા તો તમે સમાધાન કરીને સ્વીકાર કરી લો, પ્રાપ્ત સ્થિતિનો. અથવા તમે વિચાર કરો કે તમે કલાકાર શા માટે થયા, લેખક શા માટે થયા.

– બક્ષી in ‘ સંવાદ ‘

આભાર: જયભાઈ , કિન્નરભાઈ, ચિરાગ ઠક્કર, નેહલ મહેતા,શશીકાંત વાઘેલા, નીરવ પંચાલ, કુણાલ ધામી… બક્ષીનો પરિચય એમના મિજાજમાં કરાવવા બદલ… 🙂

Advertisements
Leave a comment

4 Comments

 1. આ લેખ છે કે ગુ.સ. પરિષદ ને ગાળ??
  જે હોય તે પણ આ એક જોરદાર સટ્ટાક છે !

  Reply
 2. Reblogged this on RangrezZ and commented:
  Required: A Masculine Writer

  જોઈએ છે: ગુજરાતી સાહિત્યમાં એક મર્દ લેખક. શારીરિક ઉમર: ગમે તે. માનસિક ઉમર: 26 થી 35 ની વચ્ચે. લાયકાત: નાગાને નાગો અને લુચ્ચાને લુચ્ચો કહેવાની ત્રેવડ અને વાંચન. અનુભવીને પ્રથમ પસંદગી. વિશેષ: કલમને ઈમાન ગણવાની અને ધમકીઓ/ઉપેક્ષા/જુથવાદ/ NO ચંદ્રક/NO પુરસ્કારની પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારી

  Reply
 3. લેખક અને વાચક વચ્ચેના પરસ્પર સંબંધ અંગે બાબા બગીચાનંદની અનુભવવાણી:
  જુઓ – http://marobagicho.com/2013/08/20/baba-bagichanand-says/

  Reply
 4. vp

   /  March 31, 2015

  બક્ષીના પેઢી ઉ.જોશીના પ્રભાવમાંથી બહાર આવી, એ પછીનો નવોદિતોએ સુ.જોશીને તડકે મુક્યા પણ આજની અખબારી પેઢી બક્ષીમાંથી ક્યારે બહાર આવશે તે એક સવાલ છે.દરેક લેખકની જેમ હરેક વાચક પણ તેના સમયની પેદાશ હોય છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: