In Time – ક્યા પતા કલ હો ના હો

તમે જયારે ૨૫ વર્ષ ના થાઓ છો ત્યારે તમારું શરીર એજિંગ પ્રોસેસ બંધ કરી દે છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી માનસિક અને શારીરિક રીતે તમે ૨૫ વર્ષ ના જ રહો છો. પણ નોર્મલી આવું થયા પછી આ શરીર માત્ર એક જ વર્ષ જીવી શકે છે, સિવાય કે નીચે દેખાડ્યું એમ તમારી બાયોલોજીકલ ક્લોક માં થોડો સમય હોય.

In Time

In Time

અને એટલે જ જીવવા માટે સમય ને કરન્સી તરીકે અપનાવી લેવા માં આવી છે, તમે પૈસા કે ડોલર આપવા ને બદલે સમય માં લેવડ દેવડ કરો છો. તમે કોઈ ને તમારો અડધો કલાક ઉધાર આપો છો, એક કોફી પીવા માટે ચાર મીનીટ ખર્ચો છો કે એક જગ્યા એ થી બીજી જગ્યા એ જવા માટે દોઢ કલાક આપો છો. અને આ રીતે, યોર ટાઈમ ઇઝ લીટરલી અ મની. તમારા આ “પૈસા” ખૂટી જાય એટલે માત્ર એક જ સેકંડ માં તમારું એ “ફોરેવર ટ્વેન્ટી ફાઈવ” શરીર એક ઝાટકે નિર્જીવ થઇ જાય છે. તમે તમારા વહાલા ઓ ને ગુડબાય પણ કહી શકતા નથી.

આવો ઈન્ટરેસ્ટીંગ અને ઇન્ટેલીજન્ટ જમાનો સેટ કર્યો છે ધ ટર્મિનલ (સ્ટીવન સ્પીલબર્ગ) અને ધ ટ્રુમેન શો (પીટર વેઈર) જેવી ફિલ્મો ના રાઈટર એન્ડ્રુ નિકોલ એ એની સરસ ફિલ્મ “ઇન ટાઈમ” માં. ફિલ્મ માં ટાઈમ ઇઝ મની નો કન્સેપ્ટ તો બહુ સરસ રીતે દેખાડ્યો છે, ઇન ફેક્ટ આ કન્સેપ્ટ આખી ફિલ્મ નું લોહી પાણી છે. પણ આખી વાર્તા નો ખરો પ્લોટ સામાજિક અસમાનતા છે. ફિલ્મ નો હીરો વિલિયમ(વિલ) સાલાસ(જસ્ટીન ટીમ્બરલેક) એક ઘેટ્ટો (વેસ્ટર્ન બસ્તી) માં રહે છે. જેમાં માણસો ના જીવવા માટે બહુ ઓછો ટાઈમ છે. ઘણા માણસો સરખી રીતે જીવી તો નથી જ શકતા પણ સરખી રીતે મરી પણ નથી શકતા. ફિલ્મ ની શરૂઆત માં જ આપણને એટલીસ્ટ એવા ૨ ૩ ડેડ બોડી મળી જાય છે જે લીટરલી રસ્તે રઝળતા હોય છે. એ ઘેટ્ટો ની હાલત એક દમ હિટલરે યહુદી ઓ માટે બનાવેલા ઘેટ્ટો જેવી જ હોય છે.

there’s more than enough. No one has to die before their time.

વિલ એક દિવસ એક બાર માં એક ધનવાન માણસ ને મળે છે જે ૧૨૫ વર્ષ થી જીવે છે અને હજી એની પાસે જીવવા માટે બીજા ૧૦૦ વર્ષ છે. એ આટલું બધું જીવવા થી કંટાળી ગયો હોય અને એટલે સ્યુસાઈડ કરવા માટે જ ઘેટ્ટો માં આવ્યો હોય છે. વિલ એક સાહસ કરી ને એ માણસ ને બચાવી લે છે. અને એ બંને એક ભેકાર જગ્યા માં રાતવાસો કરે છે. બંને વચ્ચે થતી ચર્ચાઓ માં એ માણસ હેરી (કે હેન્રી) હેમિલ્ટન ઉપર નો ડાયલોગ બોલે છે. પછી આપણે જોઈએ છીએ કે એ માણસ સુઈ રહેલા વિલ ના હાથ માં પોતાની પાસે પડેલા ૧૦૦ વર્ષ ડાઉનલોડ કરી દે છે. વિલ જયારે જાગે છે ત્યારે જુએ છે કે હેમિલ્ટન પુલ ની પાળે થી સ્યુસાઈડ કરવા ની તૈયારી માં હોય છે અને એની પાસે નો સમય પોતાના માં ટ્રાન્સફર થઇ ગયો હોય છે, હેમિલ્ટન ને બચાવવાની એક નિષ્ફળ તૈયારી કરવા માં એ સી સી ટીવી કેમેરા માં ઝડપાઈ જાય છે. ટાઈમ કીપર નામની પોલીસ જેવી લગતી ટીમ એની પાછળ પડે છે.

અને પછી શરુ થાય છે રન એન્ડ ચેઇઝ ની વધુ એક કહાની. એક ધનવાન બિઝનેસમેન, એની બ્યુટીફુલ દીકરી, એક અપહરણ, મહેલો મહાલયો માંથી અચાનક બસ્તી માં આવી ચડવું, સામાજિક અસમાનતા, એક દીકરી નો એના બાપ સામે બળવો, સિસ્ટમ ને જાળવી રાખવાની નિષ્ફળ ટ્રાય કરતો એક પોલીસ, અને બોની એન્ડ ક્લાઈડ (આપડા બંટી ઔર બબલી ની ગંગોત્રી સમાન અમેરિકન ગેન્ગસ્ટર કપલ) છાપ લુંટ. નોર્મલી આપણા માટે આ એક સ્ટોરી છે, પણ ડાયરેક્ટર માટે આ અંદર ની મીઠી ચોકલેટ ના રેપર સમાન છે. એણે એક દુનિયા એટલા માટે બનાવી હોય છે કારણકે એણે આવી નોર્મલ વાર્તા સિવાય પણ બીજું ઘણું બધું કહેવું હોય છે.

જેમકે જયારે વિલ ઘેટ્ટો છોડી ને ધનવાનો ના એરિયા માં જાય છે અને ત્યાની હોટેલ માં નાસ્તો કરે છે ત્યારે સિલ્વિયા એ નોટ કરે છે કે વિલ બધું જ ઉતાવળે કરતો હોય છે. અને તરત ધારી લે છે કે એ ઘેટ્ટો માંથી આવેલો હોય છે. કારણ કે ધનવાનો ને ઉતાવળ કરવા ની જરૂર નથી, એની પાસે બધું જ કરવા માટે ટાઈમ જ ટાઈમ છે.અથવા તો ન્યુ ગ્રિનવીચ (ધનવાનો નો એરિયા) માં વપરાતી કાર્સ, જે બધી થોભી ગયેલા સમય ને દર્શાવવા માટે ‘૭૦ ની આસપાસ ના મોડેલ ની છે. કે પછી ફિલીપ ના મોઢે સાંભળવા મળતો ડાયલોગ જેમાં એ કહે છે કે કોઈ ની સાથે ઉભેલી સ્ત્રી એની માં છે. પત્ની છે કે દીકરી છે એમાં સામેવાળો કન્ફયુઝ થઇ જાય છે કારણકે અહિયા તો બધા ૨૫ ના જ દેખાય છે. કે પછી ન્યુ ગ્રિનવીચ ના લોકો નો પહેરવેશ, જે લગભગ ૫૦ ના દાયકા ને જીવતો કરવા ની ટ્રાય કરે છે.

આ ડીટેઈલ સિવાય પણ ઇન ટાઈમ ના યુનિવર્સ માં એક વાત ઘણી બધી વાર કહેવાઈ છે. અને એ છે ટાઈમ નું મહત્વ, આપણને મળેલા ટાઈમ નું મહત્વ. અહિયા વિલ ની માં વિલ ને અડધો કલાક આપે છે જેથી વિલ શાંતિ થી અને સારું જમી શકે, પણ એ જ અડધો કલાક એણે બસ ની મુસાફરી કરવા માં ઓછો પડે છે. એક સેકંડ ના ફરક માં વિલ બે વખત મરતા મરતા બચે છે, અને બધું જ શાંતિ થી કરવા ટેવાયેલી સિલ્વિયા પાસે દોડવા માટે પણ સમય નથી હોતો. વિલ એના બેસ્ટ ફ્રેન્ડ ને દોસ્તી ના એક વર્ષ માટે એક વર્ષ ઉધાર આપે છે, અને બંને બીજી વખત મળે એ પહેલા એ દોસ્ત દારુ ના નશા માં મરી જાય છે, અને ત્યારે એની પાસે પુરા ૯ વર્ષ પડ્યા હોય છે. વિલ એની માં ને, એના ફ્રેન્ડ ને કઈ પણ કહે એ પહેલા જ બંને જતા રહે છે.

આવું જ કૈક આપણી સાથે નથી થતું? એ ફ્રેન્ડ ની સાથે કૈક ગાંડા કાઢવા નો સમય મળે એ પહેલા જ એ ફર્ધર સ્ટડી કરવા યુ એસ જતો રહ્યો છે અને દસ વર્ષ સુધી બંને નથી મળી શકતા? હજી જેના લગ્નમાં ધમાલ કરવાની વાતો કરતા હોઈએ, એ ટૂંકી માંદગીમાં અંધારા અજવાળાની પેલે પાર પહોચી જાય છે અને ન સહન થાય એવી અકળામણ અને ગુંગળામણ મૂકી જાય છે. કૈક નવું શીખવાની શરૂઆત કરવાની ઈચ્છા હોય પણ પૈસા કમાવવા/ઘર ચલાવવાની લ્હાયમાં એ ઈચ્છા ને દબાવી દઈએ, અને પછી રીટાયરમેન્ટ આવા અફસોસ કરવામાં જ વિતાવી દઈએ. જીન્દગી અફસોસ, ક્રોધ,,લડાઈ, રાજકારણ અને કાવાદાવા માટે બહુ ટુંકી છે, અને આ દુનિયા માં એટલી બધી સારી વસ્તુઓ પડી છે કે એ બધા ને ઇન્જોય કરવા નું વિચારીએ તો એક જીન્દગી ટુંકી પડે…

 

Sangit Suggestion By our very own  Reader Bhums:

1. Jhini Re Jhini … from movie ‘Issaq’

2. May be.. by Enrique

3. Could I have this kiss forever…by Enrique

4. Tu likh de mera Usey…from movie ‘Evil Returns 1920’

5. Iktara (Both versions)… Did we need to write movie name? 😉 😛

6. I am alive…from movie ‘Staurat Little’

7. Teri Khushbu me bhare khat… Jagjit Singh

8. Bhagan ki Rekhan ki… from movie ‘Issaq’

 

Advertisements
Previous Post
Leave a comment

1 Comment

  1. Reblogged this on RangrezZ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: