કૃષ્ણ Revisited…

મિત્રો, વેકેશન ઉઘડી ગયું હશે. તમે જોબ,સ્કુલ,કોલેજ પર રેગ્યુલર ચડ્યા હશો અને હજી રજાના કેફમાં અડવડીયા ખાતા હશો…લોલ્ઝ.. 😉 પણ થોડા સમય પહેલા રીડર દોસ્ત ફરઝાના એ ડીમાંડ કરેલી કે મારે કૃષ્ણ સીરીઝ ફરીવાર જોઈએ છે…હવે ત્યારે એને એવું કહેલું કે એ એકવાર લખાઈ ગયેલી,જીવાઈ ગયેલી સીરીઝ છે.એટલે એનું રી-ક્રીએશન કરવા કરતા કૈક નવો આયામ જ લઈએ તો એની તાજગી જળવાઈ રહે.જુનો શરાબ પણ શું કામ પીરસવો? 😉

*********************************************************************************************************************

કેલેન્ડરના ડટ્ટામાં પેજ ફાડતા એક નાનકડી લાલ અક્ષરે લખેલી લાઈન પર નજર ગઈ. “રુકમણી વિવાહ” . યાદ છે કોઈને ઇન્ડિયાની સદીઓ જૂની સક્સેસફુલ લવ સ્ટોરી? કે જરા ક્વિક ફ્લેશબેક કરવું છે?

તો, રુકમણી એ દરેક આમ લડકીની જેમ ‘ધ’ કૃષ્ણના સમસ્ત ભારતમાં થતા વખાણ સાંભળીને મનમાં કૃષ્ણની એક ઈમેજ બાંધી હતી. એ છબીને એ ધીમે ધીમે ક્રશમાંથી કશ્મકશ અને છેવટે પ્રેમીમાં રૂપાંતર થતા વાર ન લાગી. બીજી બાજુ, કૃષ્ણ પાંડવો પર તોળાઈ રહેલા સંભવિત મહાયુદ્ધ માટે આખા ભારતમાં ફરીને જે-તે રાજાઓને પાંડવપક્ષે રાખવા માટે બોલાવી રહ્યા હતા. એમાં આ રુકમણીનો ભાઈ રુક્મિ એવું વિચારતો હતો કે જો આપણા રાજ્યની સેનામાં ચેદીનરેશ શિશુપાલની સેના ભળી જાય તો આપણે દુર્યોધન સાથે જોડાણ કરી શકાય. એટલે એણે આજે ઘણા ફેમીલીઓમાં હજીય જેમ થાય છે એમ  બહેનની મરજી પૂછ્યા વગર જ શિશુપાલ જોડે એનું સગપણ નક્કી કરવાની તૈયારીઓ માંડી દીધી. અને પરોક્ષ રીતે બહેનને પણ કહી દીધું કે કીધામાં માની નહિ તો જોરતલબી પણ ગુજારતા હું અચકાઇશ નહિ. 😦

આ વાતથી ગભરાયેલી રુકમણીએ ચોરીછૂપે પોતાના માનેલા જાનુંને,કૃષ્ણને મદદ માંગતો પ્રેમપત્ર લખ્યો.એમાં લખ્યું ” મેં મનથી તમને વરી લીધા છે. હવે તમે જો મને બચાવવા અને ભગાડી જવા નહિ આવો તો હું મારા રાજ્યની છેડે આવેલા ગૌરી મંદિરમાં સખીઓ સાથે પૂજન કાર્ય પછી પ્રાણત્યાગ કરીશ.

વ્હોટ અ પ્લાન !! એક જ વાક્યમાં પોતાનો ઈરાદો,પ્લાનનું સ્થળ અને કઈ રીતે જઈ શકાય એની દિશા પણ સુચવી… 😉

પત્ર કૃષ્ણને મળ્યો.વાંચ્યો.રુકમણી વિષે તો એમણે ય ઘણું સાંભળ્યું હતું. અને ‘દરેક મનુષ્યને એ મને જેમ જુએ છે એને હું એવા રૂપમાં મળું છું ‘ની પોતાની વાત રાખવા માટે, રુકમણીને આવા સિતમથી બચાવવા અને સૌથી વધુ તો ઉપરવાળાએ એમની વચ્ચે પેદા કરેલી અજીબ કેમિસ્ટ્રી માં પ્રેમ રસાયણ ભરવા માટે એમણે રુકમણીનું હરણ કર્યું. અને ભારતભરમાં ભીષ્મ પછીનું પહેલું એવું હરણ નોંધાયું,જેમાં સ્ત્રી એ પોતાની ઈચ્છા જાહેર કરતા એની ઈચ્છાનું પાલન કરવામાં આવ્યું; લીટરલી !!

રુકમણી હરણ !!!

આખી સ્ટોરી અને રુકમણીએ લખેલો લવલેટર જયભાઈની ‘પ્રીત કિયે સુખ હોય'[Page 30] માં છે જ એટલે રીપીટ ન કરવું પડે એટલે ક્વિક ફ્લેશબેકમાં પતાવ્યું. 😉

કૃષ્ણ આજેય કેમ પ્રસ્તુત છે એના વિષે ચર્ચાઓ,ડીબેટસ્ અને ગ્રુપ ડીસ્કશન ચાલ્યા કરશે. પણ એમણે એક વસ્તુ એવી આપી છે જેની જગતને સૌથી વધુ જરૂર છે. પ્રેમ. ભક્તિ અને જ્ઞાન સિવાય પણ ઈશ્વરનો એહસાસ કરી શકાય એવી વસ્તુ હોઈ શકે એ એમણે જીવીને બતાવ્યું છે. સત્યભામા જેવા અજ્ઞાની લોકો માત્ર ઘેલા થઈને પ્રેમ માંગતા હોય તો એમને પણ કૃષ્ણમાં પ્રેમ દેખાય, થોડા વધુ બુદ્ધિમાન લોકો ય એને એ રીતે ઓળખી શકે. ટૂંકમાં, કૃષ્ણ હંમેશા આપનાર છે, અને આપણે લેનાર..

બસ અહીંથી ગરબડો શરુ થાય છે. પ્રેમમાં કાયમ આપણે એવું જ માનીએ છીએ કે આપણે જ સૌથી વધુ પ્રેમ કરીએ છીએ,સામેવાળું તો આપણને ઠુંઠામાં ઠેલે છે. દોસ્ત, ડેસ્પરેટ બંને બાજુ લોકો હોય જ છે. જરૂર છે સહી ક્ષણ પે હમારી હાજરી. 😉 તમે કૃષ્ણની આખી લાઈફ જોઈ જુઓ. દરેક ક્રિટીકલ ક્ષણમાં એમનું વર્તન અને અપ્રોચ સ્થિરબુદ્ધિથી યુક્ત હતું. એના માટે ઘણું ઘણું સમાધાન અને ખેલદિલી જોઈએ. એક બાજુ ગાંધારીનો શ્રાપ અને બીજી બાજુ દુર્યોધનની જાંઘ કોમળ રહી જવી જોઈએ નો વિચાર.આમ જુઓ તો બેય ઘટનાઓમાં એક બાજુ અંદરુની ચોટ છે અને બીજું ધર્મની સંસ્થાપના કરવાની ધગશ/પેશન/પ્રતિબદ્ધતા છે.તોય ઘવાયેલો વોરિયર પાછો ઉભો થાય છે અને ધર્મ તરફ રહે છે. બસ એજ રીતે પ્રેમમાં ય એમણે દરેક ક્રિટીકલ મોમેન્ટને પ્રેમની સફરમાં જોડી દીધી. પછી એ સત્યભામાને પરણી લાવ્યા પછી રુકમણીની પઝેઝીવનેસ હોય, કે દ્રૌપદી એ શ્રેષ્ઠ પુરુષ ઓફ આર્યાવર્ત માંગતી વખતે કીધેલું ‘તથાસ્તુ’ હોય, કૃષ્ણ એ બધાયને સુર્યની જેમ તેજ આપ્યું છે. એ ત્યારે આપી શકાય જયારે અંદરથી એટલી અગ્નિ પેદા થતી હોય.

સ્વજન અને પ્રિયજન વચ્ચે અટવાતી આપણી જીન્દગીમાં આપણે એમને ખુશ કરવા દોડીએ છીએ.જાતને ખુશ કરવા નહિ. આને હું આમ કહીશ/રાખીશ તો શું થશેની અવિરત વિચારધારામાં આપણે જાત સાથે પ્રેમ કરવાનું ભૂલી બેસીએ છીએ. પ્રેમ જો જાતને થશે,તો એ બહાર નીકળીને પ્રિયજન સ્વજન સુધી પહોચશે બોન્ધુ. 😉

પાપીની કાગવાણી:

હરી વ્યાપક સર્વત્ર સમાના,

પ્રેમ તે પ્રગટ હો  હી મેં જાના…

– તુલસીદાસજી, રામચરિતમાનસ

હરી તમે તો સાવ જ અંગત, સાંભળજો આ મરજી.

ઘણા મુરતીયા લખી મોકલે ,વિગતવાર માહિતી.

એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી.

હરી હવે તો ઉમર મારી, પરણું પરણું થાય.

હરી, તમને ગમશે, જો હું , બીજે પરણી જાઉં ?

મને સીવી લે આખી, એવો બીજો ક્યાં છે દરજી ?

એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી.

હરી તમારી જનમ કુંડળી, લખજો કોરાં પાને.

મારા ઘરનાં લોકો બધા ,જન્માક્ષ્રરમાં માને.

હરી નાંખજો માંગુ ,મુશળધારે ગરજી ગરજી.

એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી.

હરી મારા માવતરને, જોવા છે જમાઇ.

એક વાર જો મળીજાવ તો નક્કી થાય સગાઇ.

હરી તમારેજ માટે, મને  રૂપ દઇને સરજી.

એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી.

ઘરવાળાં જો ના પાડે તો, આપણ ભાગી જઇશું.

લગન કરીશું, ઘર માંડીશું , અમ્રત અમ્રત થાશું.

પછી તમારી ઘરવાળી હું ,ને તમે જ મારા વરજી.

એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી.

-મુકેશજોશી.

ગાયક: ઐશ્વર્યા મજમુદાર, સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

Advertisements
Leave a comment

4 Comments

 1. અને આખરે લેખ પૂરો થતા જ બાકીનું ધુન્તાનાના ” શ્રી મુકેશ જોશી ” એ પૂરું કરી આપ્યું !

  વરસજો મુશળાધાર , એવું આ નાનકડી વાદળી છે ગરજી

  એમાં, તમે કરજો, ફોટા સાથે અરજી 🙂

  Reply
 2. Rashmi

   /  June 21, 2013

  Last ma Mukesh Joshi ni rachna…. aaye haye… maja aavi gai

  Reply
 3. ઈશ્ક હૈ ઉસસે તો સબસે ઈશ્ક કર.
  ઇસ ઈબાદત કા યહી દસ્તૂર હૈ

  Reply
 4. farzana

   /  September 10, 2013

  Harsh …

  Thnx be lated :p

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: