Dear Daddy…!!!

સીન નં. એક.

“ગ્રેસ, યાદ છે બેબી-મેં તને પ્રોમીસ આપેલું? કે હું ઘેર પાછો જરૂરથી આવીશ? ગેસ વ્હોટ, હું કદાચ નહિ આવી શકું.”

“ડેડી, મને બહુ બીક લાગે છે.. 😦 ”

“ડોન્ટ વરી હની, હમણાં હું બધું ઠીક કરી દઉં છું. સાંભળ, AJ નું ધ્યાન હવેથી તારે રાખવાનું છે. I WISH I CAN BE THERE WITH YOU, WALKING WITH YOU…”

“ડેડી, મેં પણ ખોટું કહ્યું હતું કે હું તમારા જેવી નથી. હું અસલ તમારા જેવી છું. મારી અંદર જેટલા સારા ગુણો છે એ તમારામાંથી મને મળ્યા છે. I am Proud of you Daddy. ”

સીન નં. બે.

“AJ, હવેથી તારે ગ્રેસ નું ધ્યાન રાખવાનું છે, સમજાય છે હું શું કહું છું?”

“નહિ હેરી, આ મારી જોબ છે,મને કરવા દે.”

“STAY BACK AJ…મેં તને હંમેશા એક દીકરાની જેમ રાખ્યો-જોયો છે. પણ મને ગર્વ છે કે તું ગ્રેસ સાથે પરણીશ. YOU WERE MY SON, ALWAYS, LOVE YOU KID.”

કટ ટુ બીજો સીન નં. એક.

“તું ખરેખર કરવા શું આવ્યો છે ન્યુયોર્કમાં? તને ખબર છે તું નહિ જઈ શકે આ એરપોર્ટ ટર્મીનલની બહાર?”

“વેલ, આ જો” (એક પતરાનો ડબ્બો કાઢે છે. ડબ્બામાંથી ફોટો કાઢીને)

“આમાં જે બેન્ડ છે એ જોઝ બેન્ડ હતું. 1956 માં મારા ગામમાં આવેલું. મારા પપ્પાને એ એટલું ગમ્યું કે એ બેન્ડ ગામમાંથી ગયું એ પછીનું આખું વીક એમણે એના જ ગીતો સાંભળ્યા. પછી એમણે દરેક આર્ટીસ્ટને પત્રો લખીને ઓટોગ્રાફ ભેગા કરવાનું શરુ કર્યું. કેટલાકે એમના ફોટા પર સહી કરીને મોકલી પણ ખરી. અમુક રહી ગયા. એમ કરતા કરતા ચાલીસ વર્ષ થયા. મારા બાપે ચાલીસ વર્ષ એક ઓટોગ્રાફ માટે રાહ જોઈ. મરતી વખતે મેં એમને પ્રોમીસ કર્યું કે હું એ એક ઓટોગ્રાફ લઇ આવીશ. બસ એટલે જ હું અહિયા આવ્યો છું અને મારે ગમે એ ભોગે ન્યુયોર્ક જવું છે. પણ રૂલ્સ મુજબ જ. જો જવા દેશે તો ઠીક, નહીતર ફિર કભી. ”

સાયલન્સ…..

અનેક ફિલ્મોમાંથી પ્રેમ,હુંફ, ઘેલછા,પાગલપન, ધોખાધડી એ બધાની જાણકારી મળતી રહે છે; પણ અમુક ફિલ્મો-ગીતો-સંવાદો-પાત્રો મગજ અને દિલમાં કાયમ ઘર કરી જાય છે. એમાંના અમુક સેમ્પલ સંવાદ ઉપર લખ્યા છે. શું આ માત્ર ડાયલોગ છે? કે એની સ્ક્રીન મોશન પણ એને અમર બનાવી ગઈ છે? ઉત્તર મુશ્કેલ છે કેમકે એમાં સાયલન્સ પણ ઘણો મોટો રોલ ભજવે છે. વાત છે બાપ અને સંતાનની. રામનવમીના પાવન અવસરે ફિલ્મોની વાત માંડીને ચોખલિયા ચોવટિયાને જત જણાવવાનું કે રામના આદર્શો આધ્યાત્મિક પૂર્તિઓ વાંચવાથી જ નહિ, ફિલ્મોમાંથી પણ શીખી શકાય છે. ત્યાગ-બલિદાન-સેક્રિફાઇસ માનવ રામ ને પ્રભુ શ્રીરામ બનાવે છે. પિતાની ઈચ્છાને જિંદગીનો લક્ષ્ય બનાવી નાખનાર સંવાદો એકલા રામે નથી કહ્યા ડીયર રીડર, ઉપરના પહેલા બે ડાયલોગ્સ ફિલ્મ ‘આર્માંગેડન’ અને પછીનો ડાયલોગ ફિલ્મ ‘ધ ટર્મિનલ’ ના છે.

બાપ અને સંતાન- આ એક એવો કોયડો છે જેનો ઉકેલ મૌનમાંથી વધુ મળે છે, જેટલા ડાયલોગ વધુ એટલા ડીફરન્સ વધારે. ડિસ્કવરી ચેનલના એક કાર્યક્રમમાં જન્મથી જ બે શરીર લઈને જન્મેલા ઋષભ નામના બાળક પર જયારે અમેરિકી ડો. સ્ટેઇન ઓપરેશન કરવાનું કહે છે ત્યારે એનો બાપ બહુ ટૂંકા વાક્યોમાં ડોક્ટરને કહી દે છે- એની ખુશીથી વધુ મારે કઈ જોઈતું નથી. પણ મારી આવક ઓછી છે…. રામ સીતા માટે વિલાપ કરે એ દેખાય છે, દશરથનો વિલાપ એટલો ફોકસમાં જ નથી આવતો. સદાય પુરુષપ્રધાન સમાજ હોવાની ફિશીયારીઓ મારતી સ્યુડો-ફેમીનીસ્ટ સ્ત્રીઓને આ વસ્તુ દેખાશે ખરી? દશરથ શું, રામનો દશરથને મિસ કરતા રહેવાનો વિલાપ કેટલો નોંધાયો છે? કૃષ્ણ વસુદેવ માટે કેટલા ચિંતિત હતા એ ક્યાં કોઈને નોંધવાનો ટાઈમ હતો? અને ખાલી હોલીવુડ જ શું કામ? બોલીવુડનું પણ એક સેમ્પલ વાંચો…

“ઈશ્વર (માનવનું સીમ્બોલીક નામ, ઇસે કેહ્તે હૈ જેબ્બાત !! :P), તમે એને કહી કેમ દેતા નથી કે તમને લાઈલાજ કેન્સર છે?”

“હું કહી પણ દઉં એને. ઘણીવાર એવા મોકા પણ મળ્યા. પણ પછી જયારે કોઈ એને પૂછશે કે હેં આદિત્ય, તે કેમ એક્ટિંગ કેરિયર છોડી દીધી? ત્યારે એ એવો જવાબ આપશે કે- હું તો જતો જ હતો એક્ટિંગમાં, પણ અચાનક જ મારા પિતાની મૃત્યુ થવાથી મેં આ બિઝનેસ હાથમાં લીધો. ના, હું એને મારે લીધે રોકવા નથી માંગતો. મને એક લાંબી સીડી દેખાય છે. અહીંથી સ્વર્ગ સુધીની. એક તરફથી એનું બાળક આવી રહ્યું છે. બીજી તરફથી હું જઈ રહ્યો છું. બસ એ જોવાનું છે કે અમે ક્યારે ભેગા થઈએ છીએ. આ રમકડું મેં ખાસ એના માટે બનાવ્યું છે. હાહાહા, ગામ આખાના બાળકો માટે રમકડા બનાવતો માણસ, ખુદના પૌત્ર માટે રમકડું ન બનાવે તો કેવું લાગશે?”….( ફિલ્મ: વક્ત-ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ !!)

બાપ ક્યારેય માં જેટલું બોલતો નથી, પણ સંતાનના હૃદયના તાર જયારે બાપના તાર સાથે સિન્ક્રોનાઇઝ થાય ત્યારે સાયલન્ટ કોમ્યુનીકેશન સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે. મમ્મી પાસે તો સંતાન અમથુંય વધુ જ રહેલું હોય છે. બાપ સાથે જોડાવું એ અહંને પી જવા જેટલી મુશ્કેલ ક્રિયા છે. દરેક સંતાન બાપને પોતાના કરતા ઓછા જાણકાર માને છે,પણ લાઈફના અમુક તબક્કે તો એ રીઅલાઈઝ થઇ જ જાય છે કે “એ વ્યક્તિ, બાપ શું કામ છે?”  સંતાનના દરેક એચિવમેન્ટમાં મમ્મીની શીખ અને પપ્પાની ગીફ્ટ હોય છે. પપ્પા ગીફ્ટ શેની આપે? લેટેસ્ટ ગેજેટ્સ? ડબલ પોકેટમની? મસ્ત હોટલમાં લંચ-ડીનર?ના, એ ગીફ્ટ હોય છે જીત્યા પછી પગ જમીન પર ખોડાયેલા રહે એ માટેની સ્થિર બુદ્ધિની. રીલેશનશીપની ઠેસમાં મમ્મી સધિયારો આપે, તો બાપ વેલ્યુઝ યાદ કરાવે. ખુમારીથી ટટ્ટાર ઉભા રહેતા અને વિનમ્રતા રાખીને નમવામાં. સારું શું ખરાબ શું એ માં સમજાવે. બાપ શીખવાડે સત્યનો પક્ષ લેતા અને માફ કરતા. જીત માટે બલિદાન આપતા બાપ શીખવાડે છે. રીયલ લાઈફ તો આવા પારાવાર પ્રસંગોથી ભરાયેલી છે…

“ડેડી હવે હું નહિ દોડી શકું?… (સ્નાયુ ખેંચાવાને લીધે ડીપ્રેસ થયેલા અને રડતા ઓલિમ્પિક દોડવીરનું વાક્ય.)”

“અરે બસ થોડું જ છે બેટા..ચાલ હું તને ટેકો આપું. (ખચાખચ સ્ટેડીયમમાં સિક્યુરિટી વીંધીને પહોંચેલો એ દોડવીરનો બાપ)”

અને ફિનિશ લાઈન આવે ત્યારે બાપ એને છોડી દે છે. એટલા માટે નહિ કે એને એની પડી નથી, પણ એટલા માટે કે હવેની સફર એણે તય કરવાની છે. એ દોડવીર રમત જીતતો નથી, આખા સ્ટેડીયમનું સ્ટેન્ડીંગ ઓવેશન અને તમામ મેદનીના દિલો જીતી લે છે. અને એ જોઈને એના બાપની આંખોમાં દીકરા માટે ગર્વની લાગણી ડબડબ થાય છે.

ફ્રેન્ડઝ, અહિયા વાત મમ્મી કે પપ્પામાંથી કોણ વધુ સારું એ છે જ નહિ. રામનવમીએ આ વાત યાદ આવવાનું એક કારણ છે, એ છે પેરેન્ટ્સ તરફનું બોન્ડીંગ, અન્કડીશનલ લવ. પછી એ હેરી પોટર હોય, કૃષ્ણ હોય કે જે.કે.રોલિંગ હોય. એ બોન્ડીંગ કાયમ આવું જ રહે છે. માં-બાપ જીવે ત્યાં સુધી, એ આપણાથી દુર ચાલ્યા જવાના છે એ જાણ્યા પછી પણ સતત તમને એ ચેતનાનો અહેસાસ થતો રહે છે. જે વાર્તા મમ્મી માટે લખી, એ વાર્તાની તોતિંગ સફળતા જોવા માટે મમ્મી ન રહી ત્યારે જે.કે.રોલિંગે જે ફીલ કર્યું હશે એ જ વસ્તુ હેરી પોટર પણ વાર્તામાં અનુભવે જ છે. અડધી રાતે ઊંઘમાંથી ઉઠી જવાય ત્યારે દુર જતા રહેલા પપ્પાનો ચહેરો બારણા પાસે દેખાય છે અને જાણે કહેતો હોય એવું લાગે છે- ડોન્ટ વરી દીકરી, હું અહી જ છું. આ ફીલીંગ-આ અનુભૂતિ સરખી જ રહેવાની છે.

પાપીની કાગવાણી:

આપણા સ્વજનો, મૃત્યુ પામ્યા હોય તો પણ, હંમેશા આપણી સાથે જ રહે છે. આપણા દિલમાં.

–          સીરીયસ બ્લેક, (હેરી પોટર)

Advertisements
Leave a comment

3 Comments

 1. પિતા – પુત્રનું એક પ્યારું ઇલમ કરે તેવું ફિલમ . . . વિલ સ્મિથ અને જેડન સ્મિથનું , The Pursuit of Happyness . . . ચાલો મારા બાપુને એક નાનકડી બથ ભરતો આવું 🙂

  Reply
 2. પુત્રના શબ્દોમાં પિતાએ આપેલા સાથ અને “નેવર સે યુ કાન્ટ” જેવા હેલ્પીંગ વર્ડ્ઝ વાળું બ્રુનો માર્સનું આ સોંગ પણ સાંભળવા જેવું છે…..

  Reply
 3. I know that feel bro!!!

  જયારે આપણને રીયલાઈઝ થાય કે આપણને મળેલી સફળતા પર ગર્વ કરવા માટે આપણા પેરન્ટસ હાજર નથી ત્યારે જે રડવું આવે છે, એ ડૂસકું ન બહાર નીકળી શકે, ના અંદર જઈ શકે .

  અને જ્યારે એ માણસ, જેને આપણે નાનપણ થી દરેક નાની નાની વસ્તુઓ માં અને દરેક મોટી મોટી સફળતાઓ માં મિસ કર્યો છે એ અચાનક પાછો આવે ત્યારે શું થાય એ નીચે ના વિડીયો માં દેખાડ્યું છે

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: