• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  March 2013
  M T W T F S S
  « Feb   Apr »
   123
  45678910
  11121314151617
  18192021222324
  25262728293031
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

Baxi – Forevergreen…!!!

મૃત્યુ અલ્ટીમેટ રીઆલીટી છે.પણ,ખાલીપાને લીધે આવતો ઝુરાપો સાલો છાલ નથી છોડતો.ચિરકાળ રહેતી યાદો કાયમ દિલના એકાદ ખૂણામાં ખજાનાની જેમ સચવાયેલી પડી હોય છે અને તક મળે કરંડિયામાંના સાપની જેમ ફૂંફાડા મારતી મનને તરબતર કરી દે છે.મૃત્યુ અને મોન્સુન,આ બે ઋતુ યાદોની હોય છે.સતત વરસતો વરસાદ અને મૃત્યુ પછીનો તન્હા બનેલો રૂમ,બેય ફલેશબેકમાં લઇ જાય છે અને શરુ થાય છે યાદોના ઝંઝાવાત,જેની ગુંગળામણ ક્યારેક ભીંસી નાખે છે. અને બહાર આવે છે ડુસકા,ક્રોધ,ધોધમાર આંસુ અને એ પત્યા પછીનું ચીલ્લાતું મૌન. સાથે મળેલો અને કરેલો પ્રેમ,ઝગડા,નોકઝોંક ત્યારે બાજુ પર રહી જાય છે અને રહે છે પડઘાતા અવાજો અને સ્મૃતીચિત્રો.સ્વજનનું સ્મરણ ત્યારે સતત ધબકતું હૃદયનું અંગ બની જાય છે. મૃત્યુ કેટલું બધું પોતાની સાથે ઘસડીને લઇ જાય છે અને કેટલી વસ્તુઓ એના આવી ગયા પછી એમની એમ રહી જાય છે? સવાલ વિચિત્ર છે. ઉત્તર એનાથીય વિચિત્ર. એ ન વાપરી શકાય એવું બ્રશ, એ પડી રહેલા સ્લીપર, એ ગમતી વાનગી ખવાઈ ગયા પછી મોંમાં અટકી જતો કોળીયો, એ મૃત્યુ પછીનો આવતો પહેલો ઉત્સવ, પહેલો જન્મદિવસ…સમય આ બધા ઝખ્મો પર મલમપટ્ટી કરતો જાય છે અને એ ઘા પર એક પછી એક નવા દિવસોની પર્તોં ચડતી જાય છે. કાળક્રમે એ ઝખ્મને પણ પગના દર્દની જેમ આપણા શરીરમાં જીવતા આવડી જાય છે. માતા કે પિતા,એ બેમાંથી એક જો જાય,તો વધુ દુ:ખ થાય છે કેમકે જેને સદાય રોલ મોડેલ કરતાય વધુ ગણ્યા હોય એને ફોટામાં જડાઈ જતા જોવા,મને-કમને તણાઈને દિનચર્યામાં જોતરાવું,મૃત્યુ પામેલી વ્યક્તિની ભાવતી વાનગીઓ મોઢામાં પડતા જ ખાલીપાની ફીલિંગ આવવી,સદાબહાર બની ગયેલા ડાયલોગ્સ-મુવીઝ-વસ્ત્રો આ બધું જોવાથી થતું પીન્ચિંગ…અસહ્ય બની જાય છે.ડીટ્ટો બાળકના કેસમાં પણ આવું બને છે.ઇવન,માતા અને પિતા માટે સંતાન મૃત્યુ પામ્યાનો આઘાત જુદો હોય છે.સ્ત્રી રડી શકે છે,પુરુષ એટલી ઝડપથી નથી રડી શકતો.આ એક મામલે પુરુષ વધુ લાચાર હોય છે.ધીમે ધીમે એ દર્દ યુઝ્ડ ટુ થતું જાય છે.દર્દ સાથે જીવવાની આદત પડતી જાય છે અને આંસુઓ સુકાતા જાય છે.

તમને વાંચીને એમ થતું હશે કે સાલું આ ટાઈટલ અને લખાણ, એ બેયમાં મેળ કેમ નથી? 😛 તો મિત્રો, આજે 25 મી માર્ચ. બક્ષીબાબુની મૃત્યુતિથી. હા અમને યાદ છે કે લાસ્ટ યર પણ અમે એમના બર્થડે પર એમના નામે  મહેફીલ સજાવી હતી, પણ આજે અમે શું વિચારીએ છીએ એ અમે નથી કહેવાના. આજે એમને જ કી-બોર્ડનો હવાલો આપીને તમને એવા વાક્યોનું મેનુ આપવાના છીએ જેથી જેમ અમારું દિલ ફોરેસ્ટ ફોરેસ્ટ થઇ ગયું એમ તમારું પણ થાય… 😉 એન્જોય… 🙂

બક્ષી – સિર્ફ નામ હી કાફી હૈ…!!!

Over to બક્ષીબાબુ…

> કલાકાર પ્રકૃતિથી જ, એના વર્તમાનકાળ તરફ એક સુકી ઉદાસીનતા ઉગાડી લે છે, તડબુચની છાલની જેમ, અંદરની લાલઘુમ મીઠી ભીનાશ સંતાડીને…

> સત્યનો એક શબ્દ આખી પૃથ્વી કરતા ભારે વજનદાર છે.

> સ્ત્રીના નિતંબો જોઇને આધ્યાત્મિક આનંદ થવો કે શરાબનો ગ્લાસ જોઇને બ્રહ્મની કલ્પના કરવી મારે માટે શક્ય નથી.

> જીવવું એ કલા છે, બીઝનેસ નથી.

> આયનાની ઉપર તારીખ લખી હોતી નથી. આયનામાં હસતા ચહેરાની કઈ ઉંમર હોય છે?

> જીવન અને મૃત્યુ વિશેની મારી સમજ બહુ સરળ છે. વહેતું પાણી છે. પાણીમાં બરફનો ટુકડો તરી રહ્યો છે. બરફની અંદર બંધ પાણી છે. એક દિવસ બરફનું બંધન ઓગળશે કે તૂટશે. એક દિવસ બરફની કેદમાંથી પાણી મુક્ત થશે. એક દિવસ અંદરનું બંધ પાણી બહારના વહેતા પાણીમાં ડૂબી જશે. કદાચ એને જ મૃત્યુ કહેતા હશે. મુક્તિનું બીજું નામ.

> એકલતા, પુરુષત્વની અગ્નિપરીક્ષા છે.

> હું શોધી રહ્યો છું મારી યોગ્યતા કેટલી છે, પ્રેમ કરવાની કે મૈત્રી નિભાવવાની? પ્રશ્નો સરળ હોય છે, ઉત્તરો અઘરા બનાવી દેવા આપણી કમજોરી છે કે લાચારી, કે દાનત કે બહાદુરી?

> યાદ કેટલો સહારો આપી શકે? ‘હું હતો,’ એટલો જ અહેસાસ કરાવી શકે. ખુશી પહેરી લેવાની ચાલાકી દુશ્મનો શીખવી દે છે.

> જયારે માણસનો પોતાનો પડછાયો માણસની અંદર જ સંતાઈ જાય છે ત્યારે અસહાયતાની એ કઈ કક્ષા હોય છે? અંધકારનો દુનિયાભરમાં એક જ રંગ હોય છે.

> વહેંચાતો નથી ત્યારે પ્રેમ વિષાદી બની જાય છે.

> મૃત્યુ ઈશ્વર માં વિશ્વાસ અને અવિશ્વાસ બંને લાવી દે છે.

>ભગવાન કરામત કરે છે અને મોતની ધાર પર ઝુલાવી દે છે. અને મોતની ધાર પરથી ગુજરેલી જિંદગીનો નઝારો જેટલો ખૂબસૂરત લાગે છે એટલો ક્યારેય લાગતો નથી !

> એક મૃત્યુ ટ્રેજેડી છે, પણ દસ લાખ મૃત્યુ માત્ર આંકડા છે.

> મોત મારી દ્રષ્ટિએ તો ફક્ત એક ભૌતિક અને ઐતિહાસિક પૂર્ણવિરામ છે. એક સ્થિતિ અથવા તબક્કાનું આંખોથી જોઈ શકાય એ પ્રકારનું સ્વરૂપ. બાકી ઘણાય જીવી રહ્યા હોય છે, પણ ક્યારનાય મરી ગયા હોય છે. કોઈ કોઈ મરી ગયા પછી પણ જીવ્યા જ કરતા હોય છે. કોઈ કોઈ જવાનીમાં થાકીને બુઢ્ઢા થઈ જાય છે. કોઈ બૂઢાપામાં ડબલ જોશથી જીવવા માંડે છે.

> માણસ ઈશ્વરનો ઉપકાર એક વસ્તુ માટે કોઈ દિવસ નહીં ભૂલી શકે – મોત.

પાપીની કાગવાણી:

એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.

થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.

ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.

થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો

હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું?
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો…

પ્રશમ ત્રિવેદી

Advertisements
Leave a comment

11 Comments

 1. લાસ્ટ યરની જેમ જ સુપર પોસ્ટ!!

  Reply
 2. મૃત્યુ પણ ધન્ય થયું હશે,બક્ષી ના પ્રાણ લઈને.

  Reply
 3. પ્રશમ ,’ખાલીપા’થી કોરા કાગળ ભરાય જાય!

  Reply
 4. હર્ષભાઇ,

  ખુબ જ સરસ. બક્ષી સાહેબને સીરીયસલી વાંચવાની શરૂઆત ૧૯૮૧થી કરેલી. એમના ગુજરાત અને ગુજરાતી ઉપરના એક લેખથી (તે વખતે ગુજરાત સમાચારમાં કોલમ આવતી) અને એ પછી ઘરમાં પડેલી પસ્તીમાંથી મળ્યા એટલા રવીવારના છાપાં કાઢી પુર્તીના તમામ લેખો વાંચી ગયેલો. પણ ત્યારે એ સમજ ન હતી કે કટીંગ્સને સાચવીને રાખીએ.

  આપનો આ પ્રયાસ ખુબજ ઉમદા છે. હેટ્સ ઓફ્ફ.

  Reply
 5. સરસ પોસ્ટ.

  Reply
 6. I love to see Gujaratis in social networks and blogs. Happy to see this blog. Got to know about it from an article by Jay Vasavda in Guj Samachar.
  Cool 🙂

  Reply
  • Harsh Pandya

    /  May 8, 2013

   Thnx…also read other posts…happy reading 🙂

   Reply
 7. Nirlep

   /  May 8, 2013

  gr8 job – got reference of yr blong frm JV’s article 🙂 ..will keep visiting yr blog…all the best to team

  Reply
 8. Aha…!! khub maja aavi Megdoot na aakash ma vihar karvani… aa pacharangi Meghdoot na vadal ma udvani salah Jay Bhai emna article ma aapi ti… ne aaje office ma pohchine pelu kam aa blog visit karvanu karyu… Boss maja padi gayi.. ketli badhi variety chhe ek j vadal ma…. 🙂

  Reply
 1. મીસીંગ બક્ષીબાબુ | મારા વિચારો, મારી ભાષામાં!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: