Letter to my Queen…!!!

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે ?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,દિવસોની વાત મને યાદ છે,
દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?-  

રમેશ પારેખની આ રચના ખાલી પ્રેમીઓ પુરતી જ સીમિત નથી. એમાંથી મેચ્યોર લવની ઝીણી પણ ઝાંયવાળી પ્રકાશિત ફ્લેર દેખાય છે. પ્રસંગ છે વુમન્સ ડે નો. આપણે ત્યાં તકલીફ એ છે કે ગુજેશકુમારને જેટલી ખબર ફાયનાન્સ/શેરમાર્કેટ/ખણખોદ/ગામની ટાંગ ખેંચવામાં પડે છે એટલી આર્ટ/લવ/રોમાન્સ/કિલર કર્વ્ઝમાં નથી પડતી.. 😉 વુમન્સ ડે એ બીજું કઈ ન આપતા એક લેટર જ આપીએ છીએ જેમાં કદાચ દરેક પુરુષ જે એમને કહેવા માંગે છે એ આવી જતું હશે. હા ભાઈ, અમને ખબર છે સ્ત્રીઓ કે તમારી ફરિયાદો ઘણી છે..લેકિન કિન્તુ પરંતુ, આ એ વાતો છે જે એક પુરુષની અંદર રહેલી કુણી લાગણી બતાવે છે અને એ લાગણીની ભીની વાછટ સ્ત્રી જ સમજી શકે એવી વાતો  છે. આ એવી અનકહી અનસુની વાતો છે જે ક્યારેય, રીપીટ ક્યારેય તમને તમારા પુરુષસાથી/પ્રેમી/ફિયાન્સ/પતિએ નથી કહી…

અને હા, આ સાથે ટીમ મેઘદૂત એક નવો પ્રયોગ આરંભ કરે છે. મેઘદૂત થીયેટર. અહિયાં એવા મોનોલોગ લખવામાં આવશે જે થીયેટર એટલે કે રંગમંચ પર સીધા ભજવી શકાય એવું અમને લાગે છે, એટલે એને તમારી સાથે શેર કરીએ છીએ. 😛 આ મોનોલોગ એનું જ એક ઉદાહરણ છે.

To the queen

To the queen

ઓવર to પુરુષ…

” હાય ડાર્લિંગ,

તને કદાચ આ સિવાયના નામે બોલાવું તો તને ગમે છે એવું તે મને એકવાર કીધેલું. હા હો, મને થોડુક યાદ રહે પણ છે. 😉 તારી એ ફરિયાદ છે કે હું બધું ભૂલી બહુ જાઉં છું, પણ શું કરું? યાદ રાખવા માટે બહુ બધું છે. જેમકે તારી સાથે અને તારા વગર પસાર થતી હર એક શામ!!! તારી સાથે શેર કરેલા એ કલાકોનું બધું તો યાદ નથી કેમકે એ વખતે હું; હું નથી રહેતો. એ ક્યાંક દુર સુદૂર ફેંકાય જાય છે. એ વખતે ખાલી એક અહેસાસ જ આપણી વચ્ચે રહે છે જેમાં હું મારી જાતને ફ્રીઝ કરી દઉં છું. ઓફિસની રામાયણ, ઘરના રોજીંદા કકળાટ, એ બધામાંથી હું સ્માઈલ ગોતી શકતો હોઉં તો એ તારી સાથેની એ ક્ષણોમાંથી ગોતું છું. કદાચ આ ફીઝીકલ ક્લોઝ્નેસને લીધે આવ્યું હોય તો હું ના નહિ પાડું, પણ કાયમ એ જ એક રીઝન નથી હોતું. મને પણ ઘણીવાર એવું થાય કે આપણે માત્ર હાથ પકડીને બેઠા રહીએ, હું એકાદ ગીત ગણગણતો હોઉં અને તારું માથું મારા ખભા પર ઢળેલું હોય. મને પણ એવું ગમે કે હું તારા માટે મારા હાથે ખીચડી બનવું અને પછી એ બળેલી ખીચડી મનમાં કચવાટને લીધે ગટરમાં નાખી દઉં કેમકે ત્યારે જ તે કહ્યું હોય કે ચાલો,આજે બહાર જમવા જઈએ. એવી તો કેટલીય મુવી ટીકીટ, મનમાં જ બનાવેલા આઉટીંગના પ્લાનિંગ કેમ્પફાયરની આગના તણખાઓની જેમાં ઉડી ગયા છે, પણ તે જ કહ્યું એમ; હું બહુ ભુલકણો છું. 🙂

આપણી એનીવર્સરી આવશે ત્યારે જ મારા પર મર્ફી’ઝ લો લાગુ પડશે, હાહા..શું કરીએ ભાઈ? પણ તે હા પાડી એ વખતે આપેલા વચનો હું હજુ ભૂલ્યો નથી કેમકે એને જીવવાના બાકી છે. તારી ગહેરાઈવાળી આંખોથી હું મારી જાતને જોઉં છું ત્યારે એવું આશ્વાસન મળે છે કે ચાલો,હજી આપડે સાવ ગયેલા નથી.. 😛 ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરતા કરતા કદાચ હું તે આપેલા પ્રેમનું રીટર્ન ફાઈલ નથી કરી શક્યો, પરંતુ હા, આપણી સામે આવતી દરેક મુશ્કેલીઓમાં સૌથી પહેલા તલવાર ઉઠાવનાર હું જ હોઈશ એ તો ફાઈનલ જ છે. જો તું મને સધિયારો આપીને મારી ઢાલ બની શકતી હો, તો હું એ તલવાર છું જે એક ઝાટકે બધું વાઢી નાખે છે. મને એ પણ ખબર છે કે આવા સુંવાળા લવ લેટર લખતા મને કોઈ દિવસ આવડવાનું જ નથી, પણ એના વગર પણ મારા એક ટાઈટ હગમાં મારી હાર્ટ્બીટ સાંભળી શકનાર તું જ રહેવાની છો, કાયમ, હંમેશા. 🙂

તારા પર પોએટ્રી કરું એવી જો તને અપેક્ષા હોય તોય એમાં હું મીંડું છું કેમકે બંદાને પોએટ્રી આવડતી જ નથી. 😦 પણ એકાદી ઉપર લખી એવી પોએટ્રી વાંચીને અંદરથી જે ફીલિંગ  કિક આવે એમાં ચહેરો તો તારો જ દેખાય છે. તને યાદ છે? મેં ખાલી પ્રયોગ માટે મુવી મેકરમાં આપણી યાદો ઓડિયો સાથે મુકેલી? અને તે જેવા રસથી એને જોયેલું, એવો પારાવાર પ્રેમ તો હું ક્યારેય પણ લાવી શકીશ કે કેમ એ એક સવાલ છે, પણ હા; તારી સામે જયારે નૌટંકી કરીને તને હસાવું છું ત્યારે તારા એ ખડખડાટ હાસ્યમાં હું મારા આંસુ તને ખબર ન પડે એમ સંતાડી દઉં છું. તું નહાયા પછી જયારે વાળ સુકવતી હો છો ત્યારે મને ખબર પડી જાય છે કે તું મારી સામું તીરછી નજરે જુએ છે,પણ ત્યારે મને મારો બોસ મારા કામ માટે જે રીતે મને ખખડાવશે એ વાત યાદ આવતી હોવા છતાય તને આંખ મારવાનું રહી જાય છે.

નવરાત્રી માં તારા જેટલો કે તારી બાજુ માં ઉભો રહી શકું એ કેટેગરી ના ગરબા મને નથી આવડતા. પણ એ જ નવરાત્રી માં ઘેર આવ્યા પછી થાકી પાકી તને આરામ થી મારી છાતી પર માથું મુકાવી તારો થાક ઉતારતા મને બેશક આવડે છે. જાણે મારા આખા દિવસ નો થાક ઉતારવા ની ચાવી તારા એ વાળ માં હોય એમ જેમ જેમ તારા માથા પર હાથ ફેરવવા નું ચાલુ કરું એટલે આખા દિવસ નો થાક કોણ જાણે ક્યાં ઓગળવા માંડે છે? જેટલી તું કામઢી છો એટલો જ હું આળસુ છું, પણ તને ખબર છે એ આળસ હું કેમ કરું છું? તને ઘુટડે ને ઘુટડે પીવા માં એવો નશો ચડે છે કે એની સરખામણી માં  ચા કોફી સાઈડ તો ઠીક આજ કાલ ટકીલા પણ પાણી જેવી લાગવા માંડી છે.

તને યાદ છે આપણી બીજી મુલાકાત? થોડા થોડા એકબીજાને જાણતા થયેલા અને તોય ઘણું જાણવાનું જાણે બાકી હતું. મેં તને સિમ્પલ ડેરી મિલ્ક આપી હતી કેમકે એ તને ભાવતી. સાલું, મને એમ હતું કે તું એકાદ બાઈટ તો શેર કરીશ, પણ એના બદલે તું આખેઆખી ખાઈ ગઈ લે..:) ચલો કઈ નહિ, ફિર કભી ખા લેંગે એમ કરીને વાત પડતી મૂકી. પણ, એ ડેરી મિલ્ક વગર ખાધે પણ મને મળી ગઈ કેમકે એમાં મારી ફર્સ્ટ સેલેરીમાંથી બચાવેલા રૂપિયાની ખુશીઓ હતી. એ આનંદ મેં તારી સાથે વહેંચવા માટે જ તને આખી ખાવા દીધી. મને ખબર છે કે સ્ત્રીને માલિકીભાવ હોય છે પોતાની બહુ ગમતી ચીજો પર. હા, ડેરી મિલ્ક જ નહિ, મારા દરેક ડે પર પણ તારો માલિકીભાવ રહેવાનો છે. ગરમી/અપૂરતી ઊંઘને લીધે બળતી આંખોએ જયારે રવિવારે બપોરે આડો પડું છું ત્યારે હાથ અજાણતા બાજુમાં જતો રહે છે એ સ્યોરીટી સાથે કે તું હોઈશ જ. થાકી જતી હોઈશને બધું મેનેજ કરતા કરતા? સાલું ગીલ્ટ એ વાતનું રહે છે કે મને ખાલી અમુક વસ્તુઓ જ કેમ આવડે છે? પાછું તું ‘તું રહેવા દે, હું કરું જ છું ને?’ કહીને મને કામ ન કરવા દે એટલે એ ગીલ્ટ ઔર વધે.

યાદ છે? મેં એકવાર કહેલું, “લાઈફ બહુ સિમ્પલ હશે મારી સાથે, બસ એને જીવવા માટે આપણે બેયને બહુ બધા લોકો સાથે જોડાયેલા રહેવું પડશે, ઈચ્છા હશે તોય, નહિ હોય તોય” અને તે કહેલું, “તું સાથે છો તો દુનિયા જખ મારે છે..” હા, તારી સાથે લાઈફ સિમ્પલ તો છે, પણ એવા ય દિવસો આપણે જોશું કે જેમાં આપણે એકબીજા સામે આવ્યા હોઈશું. ભૂતકાળમાં પણ We had hard times, પણ તું જ કહે, તું મારી પાસે તારા દુ:ખ હળવા કરી શકે છે એ સુખ નથી? તારો સંઘર્ષ બેશક મારા સંઘર્ષ કરતા વધુ છે કેમકે તારે તો પરિવાર સાથે પણ કામ પડે છે. પણ એનાથી ત્રાસવાને બદલે આ નવા યરથી આપણે  એક સિમ્પલ હગથી બધું સોલ્વ કરીએ તો કેવું? જયારે જયારે આપણી વચ્ચે તણાવ આવે ત્યારે બીજું કઈ જ નહિ બોલવાનું, બોલવાથી આર્ગ્યુમેન્ટ વધે, અને પછી ઝગડો થાય; જે આપણને બેયને નથી ગમતું. તો ખાલી એક ટાઈટ હગ કરી લેવાનું. કોઈ  જ વાત મનમાં નહિ રાખવાની ડાર્લિંગ. બોલ, ક્યા કેહતી હો? 😉 🙂

સંગીત સજેશન :

ટીમ મેઘદૂત પહેલી વાર પોતાના “નો સ્પૂનફીડીંગ” વાળા રુલ ની ઐસી કી તૈસી કરી ને બધી જ ફીમેલ્સ ને (એના મન ના માણીગર તરફ થી) ડેડીકેટ કરે છે સુરેશ વાડકર ના અવાજ માં ગવાયેલું આ મસ્ત સોંગ.

Advertisements
Leave a comment

2 Comments

 1. એક જ ટાઈટ હગ અને . . .

  મારી મૂંઝવણ તારી અને તારી સમજણ મારી . . . .

  ખુબ જ સરસ . . . મોનોલોગ [ અમારી મોનોલોગમાં જાજી ચાંચ ડૂબતી નથી , પણ હવે તમે ભીંજવી જ દીધા છે તો ઘડીક સુકાવું નથી 🙂 ]

  Reply
 2. RAMESH LAKHANI ( Mumbai )

   /  May 11, 2013

  Nice very nice summer na tadka ma prem na shbdo thi bhinjava ni maza aavi keep it up.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: