• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  February 2013
  M T W T F S S
  « Jan   Mar »
   123
  45678910
  11121314151617
  18192021222324
  25262728  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

10th 12th Exam Near, Never Fear

મારા પ્રિય દસમા-બારમાવાળા વિદ્યાર્થી મિત્રો,

ફાઈનલ પરીક્ષાને લગભગ મહિનો બાકી રહ્યો છે એવું માનીને તમને આ લખી રહ્યો છું. તમારા કરતા વધુ ટેન્શન તમારા મમ્મી-પપ્પાને હશે એની ગેરેંટી જાત અનુભવથી આપું છું. તમે તૈયારી કરી જ હશે, વાંચ્યું પણ વ્યવસ્થિત જ હશે. હવે તો ટાઈમ છે ‘દે ઘૂમાકે’ નો. બંદૂકમાં ગોળીઓ ભરાઈ ચુકી છે. બસ, ફોડવાની વાર છે. પણ એક સિક્રેટ વાત કહું? આ બધા જે તમને આશીર્વાદના ગીફ્ટ રેપરમાં જે ભય બતાવે છે ને, એ તમને દેખાતો હશે, પણ તમને એ શેર કરતા બીક લાગતી હશે.સાચું ને? ‘ખુબ સારા માર્કે પાસ થાવ’ તે કઈ આશીર્વાદ ગણાય? એ તો ભય બતાવે છે કે સારા માર્ક નહિ આવે તો ફેંકાય જશો, કોઈ ભાવ નહિ પૂછે એટસેટરા.. સાચા આશીર્વાદ તો એ કહેવાય કે ‘તમારી મહેનત ઉગી નીકળો’..

આપણી સીસ્ટમ જ એવી છે કે તમારે બધું યાદ રાખીને ત્રણ કલાકમાં ઉલટી કરી બતાવવાનું. એ પણ ટેક્સ્ટબુકમાં લખ્યું છે એમ. મેમરી પાવર વધારવાના અને સારી રીતે પેપર લખવાના વર્કશોપ્સનું પણ તમે નોલેજ લઈને બેઠા છો એટલે એ વિષે કે પરીક્ષાની બીકને દુર કેમ કરવી, ક્યાં વીંટી-મંત્રો-જાપ-ભગવાનને રીઝવવા એવું એવું આમાં હું લખવાનો પણ નથી. મારે તો વાત કરવી છે એક એવા બાઘા બોચિયા બુદ્ધુની, જે આ તમામ પરીક્ષાઓમાં પાસ તો થયો જ, પણ સાથે સાથે દરેક જગ્યાએ પોતાની નોંધ લેવા લોકોને લીટરલી મજબુર કર્યા. અને માઈન્ડ વેલ, ટેક્સ્ટબુકના સવાલ-જવાબ ગોખ્યા પછી પણ એણે મગજની બારી ખુલ્લી રાખીને દુનિયાભરનું જ્ઞાન ઉલેચ્યા કર્યું. ચાલો, તમને એની સ્ટોરી કહું…

એ નાનપણથી પ્રભાવિત થતો રહેતો. નવા વિચારથી,નવી ઈમેજીનેશનથી અને નવી વાતથી. સાતમા ધોરણ સુધી કોઈ પણ ટ્યુશન વગર મમ્મી પાસે બધું ભણ્યો. સ્કુલમાં તો એક જ વાક્ય શીખ્યો- ‘સીલેબસ એ બ્રમ્હ છે અને એ જ દરેક માર્કોચ્છુક[માર્ક ઈચ્છુક.. 😉 ] વિદ્યાર્થી માટે બ્રહ્માંડ છે.’ મમ્મીએ એવા બીજ રોપ્યા કે નિબંધો ગોખવા કરતા જેવી આવડે એવી ભાષામાં લખવા. નિબંધમાળાનો સહારો ન લેવો, જાતે શબ્દો ગોતવા અને જાતે લખવું. વનસ્પતિશાસ્ત્ર એ ઘરના નાના બગીચામાં પ્રયોગો કરી કરીને શીખ્યો. આસૃતીનો સિદ્ધાંત જાતે બનાવેલા કલર અને બગીચામાં ઉગેલા પસંદીદા છોડ પર અજમાવીને શીખ્યો. ત્યાં એની જિંદગીનો સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ સાબિત થયેલી ઘટના બની. દિવાળીની સાફ સફાઈ દરમિયાન દાદાએ એક જુના મેગેઝીનની પસ્તી વેચવા માટે આપી. કુતુહલથી ‘આ શું છે?’ કરીને ‘સ્કોપ’નામના એ મેગેઝીનના એક પછી એક પાનાં ફેરવતો ગયો. અને પાને પાને એની જ્ઞાનભૂખ ઉછાળા મારતી ગઈ. તાબડતોબ બધા અંકો લારીમાંથી જીદ કરીને ઉતરાવ્યા અને ખરા તડકામાં ઉભા ઉભા વાંચ્યા. સાવ આકસ્મિક બનેલી ઘટનાએ એને એક એવી દુનિયા તરફ વાળી દીધો જે આગળ જતા એના માટે બહુ કામનો શોખ બનવાનો હતો. પછી એ બધા શોખ પડતા મુકીને,ક્રિકેટ ટીચ્યા પછીના ટાઈમમાં એ બધું વાંચવા બેસતો. છાપા ચાવી ગયો, લાયબ્રેરીમાં કેમ જવું એ ગતાગમ નહોતી, પણ ઘરના બધા કબાટો ફેંદી ફેંદીને એ વાંચવા લાગ્યો. બધું વાંચી ગયા પછી ઘરનાને એમ લાગ્યું કે હવે એ થાકીને બધું મૂકી દેશે. પણ એવું ન થયું. ઊલટાની એ ભૂખ તો ઔર વધુ ભડકે બળવા લાગી. હવે શું કરવું? અને ત્યાં ‘સફારી’ પર હોકાયંત્રની સોય ચિંધાઈ. દરમિયાનમાં એ તમારી જેમ દસમા ધોરણમાં પરીક્ષાના આરે આવીને ઉભો હતો. એકબાજુ બધાનું પ્રેશર, ‘વાંચ વાંચ’ની નિરંતર વાગતી ટેપ અને બીજી બાજુ ક્રિકેટ વર્લ્ડકપ. પ્રિલીમ એક્ઝામ આવી અને ગણિતના પેપરની આગલી રાતે ભારત-પાકિસ્તાન મેચ. સાલું કેવું થાય, નહિ??.. 😛 રીઝલ્ટમાં ધાર્યા હતા 90 અને આવ્યા 65. ખલાસ, ગમતા પેપરમાં આવો ધબડકો મેચને લીધે આવ્યો અને પરિણામ ભોગવ્યું ‘સફારી’એ. બધા મહેનતથી ભેગા કરેલા મેગેઝીન્સ એ છોકરાની ભીની નજરની સામે પસ્તીમાં જતા રહ્યા. 😦 પછી એ છોકરાએ ગાંઠ વાળી. બસ,બહુ થયું. બુદ્ધિની અને પુસ્તકોની બાઉન્ડ્રી બાંધેલા આવા સડિયલ સિલેબસની આવી શીરજોરી નથી ચાલવા દેવી. એને તો વટ કે સાથ યાદ કરીને, માર્ક લાવીને વિનરની જેમ ધૂળ ચટાડવી છે અને પછી વાંચનની સોટીથી મરણતોલ માર મારવો છે. એ સાબિત કરી બતાવવું છે કે ખાલી સિલેબસ મહત્વનો નથી, એને વર્તમાન સમય સાથે જો ન જોડો તો તમે વિદ્યાર્થી નહિ, સીમ કાર્ડ વગરના મોબાઈલ ફોન્સ જ પેદા કરો છો જેની કોઈ ઉપયોગીતા નથી રહેતી.

અને એણે પ્રણ લીધું કે જ્યાં સુધી આ મુદ્દો સાબિત ન થઇ જાય ત્યાં સુધી એક નવી ચોપડી ન વાંચવી. દસમું ધોરણ કુદવ્યા પછી લીધું સાયન્સ, કેમકે એને પ્રયોગો કરવા ગમતા. ત્યાં પણ આ જ હાલત. પુષ્કળ મહેનત પણ શીખવાનું કઈ જ નહિ. પ્રયોગમાં કૈક પૂછો એટલે ‘આ રીડીંગ આટલું જ આવવું જોઈએ’ કહીને છટકબારી કરી દેતા શિક્ષકો હતા. પણ એણે છાલ છોડ્યો નહિ, સાધનોના મેન્યુઅલ વાંચ્યા અને પછી રીડીંગ લીધા, શિક્ષકોને બતાવવાનો અર્થ નહોતો એટલે ફ્રેન્ડસને બતાવ્યું. જવાબ મળ્યો-‘હશે ભાઈ, પણ જો પ્રયોગ યાદ નહિ રહે તો માર્ક જશે.’ ફરીવાર, એ હતાશ થઈને ગોખણપટ્ટી પર લાગ્યો. સમાજશાસ્ત્રમાં બધાને કંટાળો લાવતા સબ્જેક્ટ ઇતિહાસ અને ભૂગોળ એના પ્રિય હતા. એને બહુ અચરજ થતું કે ઇતિહાસમાં ખરેખર આવું હશે? સાયન્સમાં ટકા લીધા અને એન્જીનીયરીંગમાં એડમિશન લીધું. ત્યાં કોલેજ લાઈફ પુષ્કળ મૌજથી જીવ્યો. પહેલા પાંચ સેમેસ્ટરમાં સળંગ સેકંડ ક્લાસ. અચાનક ભાન થયું. અહિયા મેં નવું શું કર્યું છે? શું કામ કોઈ મારા પ્રશ્નોને સીરીયસલી નથી લેતું? અને ફરી પાછો રીડીંગનો શોખ આળસ મરડીને બેઠો થયો. આ વખતે ગુજરાતીને તડકે મુકીને અંગ્રેજી સાહિત્યની ઘોર ખોદવાની શરુ કરી. 😛 પણ અંગ્રેજી ફિલ્મો જોતા જોતા એને કાયમ ગુજરાતીથી દુર થયાની મિસિંગની ફીલીંગ આવ્યા કરતી. એવામાં જોઈન કર્યું ઓરકુટ અને ખબર પડી કે એક લેખક ખરેખર એને સમજાય એવું લખીને એને જ્ઞાનનો ભંડાર આપી રહ્યા છે. બસ ખલાસ, એને સાંગોપાંગ વાંચવાના શરુ કર્યા. એમાં ઘણા મિત્રો થયા, ઘણા મિત્રોએ જીવનના મહામુલા ફંડા શીખવાડ્યા અને એ પણ કોઈ જ અપેક્ષા વિના. ત્યાં પણ લર્નિંગ તો ચાલુ જ હતું. અને પછી છઠ્ઠા સેમેસ્ટરમાં હનુમાન કૂદકો મારીને સીધો ફર્સ્ટ ક્લાસ.પછીના દરેક સેમ માં ફર્સ્ટ ક્લાસ સાથે એ બાઘો નવું નવું શીખતા રહેતા પાસ થયો. પણ પેલો સનાતન સવાલ તો હજીય ઉભો જ હતો.

અને પછી આવ્યો એવો રસ્તો જેના બે ફાંટા પડી જતા હતા.કા તો નોકરી લેવી, કાં આગળ ભણવું. આપડે પણ એવું કાયમ થાય છે ને? સાયન્સ લીધું હોય અને પછી એમ લાગે કે આમાંથી પાર પડશું કે નહિ?સારા માર્ક્સ નહિ આવે તો એડમિશન સારી જગ્યા એ નહિ મળે અને સરવાળે સ્ટેટસ નહિ બને,નોકરી નહિ મળે અને એવું એવું…? એને પણ સારી જોબ લેવી હતી. આખરે મેનેજમેન્ટ જેવા સાવ નવા લાગતા કોર્સમાં એડમિશન લઈને ભણવાનું સ્ટાર્ટ કર્યું. એકાઉન્ટના જમા ઉધાર કે કોસ્ટિંગની કરોળીયાના જાળા જેવી અઘરી ભાષા એને પલ્લે જ ન પડી. નતીજા, એકાઉન્ટમાં છ માર્કનું ગ્રેસિંગ. વળી પેલા સિલેબસે અટ્ટહાસ્ય કર્યું. પાછી ગાંઠ વાળી. હવે આ સિલેબસની બાઉન્ડ્રીમાં જ રહીને એવા છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવવી કે ફેકલ્ટીને બે વાર વાંચવું પડે. અને પછી એ રોજ રાતે ઈન્ટરનેટ પર બે વાગ્યા સુધી જાગીને વાંચતો. પોતાની લાયબ્રેરી ઉભી કરવાનું સ્વપ્ન પણ ધીમે ધીમે આકાર લઇ રહ્યું હતું અને યુથ ફેસ્ટિવલમાં ઇતિહાસ સર્જતો નિબંધ લખનાર એ વિદ્યાર્થી બન્યો, સ્કીટ-મોનો એક્ટિંગ એવું બધું પણ લખતો થયો. જે કોર્સ એને પલ્લે જ નહોતો પડતો એમાં એ સૌથી ક્રિયેટિવ વિદ્યાર્થી તરીકે સાહેબોમાં લોકપ્રિય બન્યો. માત્ર એટલું જ નહિ, પોતાના ફાઈનલ પ્રોજેક્ટમાં મહેનત કરીને, સાવ ઇનોવેટીવ અને ટોટલ ‘ક્રેક’ વિષય સાથે આખી બેચમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર [અને કડક એક્સ્ટર્નલ ફેકલ્ટીની તારીફ કમાનાર] વિદ્યાર્થી બન્યો. અને  એ પછી પણ એની સંઘર્ષની ડેસ્ટીની પૂરી નથી થઇ. સડિયલ સિસ્ટમનો ભોગ બનીને પણ જોબમાં પૂરી તાકાત લગાવીને એ કામ કરી રહ્યો છે, પુરા ખુન્નસથી એને એ સાબિત કરવાનું છે કે સારા વિદ્યાર્થી બનાવવા હોય તો શિક્ષકે પહેલા અપડેટ રહ્યા કરવું પડે છે. 🙂

તો મિત્રો, આ કઈ તમને પંપ મારવા માટે નથી લખ્યું. આ એટલા માટે લખ્યું છે કે તમને એ યાદ રહે કે આ સંઘર્ષ જે તમે પરીક્ષા માટે કરો છો એ અંતિમ નથી, આ તો જસ્ટ એક પગથીયું છે તમારી કભી ન થમનેવાલી સફરનું- તમારી જિંદગીનું. અભી કિતની ઉડાને ભરની હૈ તુમ્હે એ તમને ક્યાં ખબર છે? આ બાઘાની સ્ટોરી છે નિરંતર ફાઈટની, પડી આખડીને,ઝઝૂમીને ઝઝૂમીને થાકવા વારો આવે ત્યારે  છેલ્લી ઘડીએ  જીતનો પ્યાલો છીનવાઈ ગયાની, અને એ લાગણીને સામી છાતીએ ઝીલીને વટ કે સાથ રણમેદાનમાં ઝુકી પડવાની.. 🙂

લિખિતંગ,
એ જ બાઘો  બોચિયો બુદ્ધુ, એ જ પાપી કાગડો…

Advertisements
Previous Post
Leave a comment

11 Comments

 1. લાયા બોસ. પરફેક્ટ સ્ટોરી. અમારી પણ વાર્તા કંઇક આવી જ છે, પણ ખાટલે મોટી ખોડ એ કે હું ક્યારેય સારા ટકા-માર્ક-ગુણ લાવી શક્યો નહી. બ્લેમ ઇટ ઓન સફારી 😉

  Reply
  • Harsh Pandya

    /  February 20, 2013

   હા પણ રીઝલ્ટ જુઓ ને, તમે ક્યાં છો અને અમે ક્યાં છીએ? 😉

   Reply
   • બાવાને ખબર કે બંદૂકના ભડાકા કર્યા હતા કે.. વેલ, તમે પેલા લિંક્ડઇનમાં છો? 🙂

 2. ભાઇ, હું ટેન્થમાં જ છું. એક્ષામના ઓન્લી ૧૪ દીવસ બાકી છે ને હજી તમરા લેખ જ વાંચું છું…

  Reply
 3. પ્લીઝ , હવેથી કાગડાને પાપી ન કહેશો 😉 સંઘર્ષ કરીને સફળતા અને તેનો ખરો અર્થ મેળવતા કાગડા ખુબ ઓછા જોયા છે 🙂 3 Cheers for You 🙂 🙂 🙂

  Reply
 4. અને જે લોકો કહે છે કે “દસમાં પછી તો જલસા જ છે”, “બારમાં માં ધ્યાન આપો જિંદગી બની જશે”, “એન્જીનીયારીન્ગમાં બહુ સ્કોપ છે”, “કોલેજ સારી રીતે પાસ કરો પછી નોકરી સારી મળશે” એ લોકોને તો એ.કે 47 વડે વીંધી નાખવા જોઈએ !!! 😀

  Reply
  • ચાલો સાથે વીંધીએ 😀 . . . ભડાકે દયે ગુજરાત 😉

   Reply
   • Harsh Pandya

     /  February 26, 2013

    એ પહેલા જોટાળી લે ગુજરાત… 😉 😀

  • વેલ, ખાસ કરીને પેરેન્ટસ્ ને તેના પોતાના વિચારો બદલવાની જરૂર છે, અને આપણે પણ ખુદને બદલવાની જરૂર છે. કેમ કે જ્યારે પણ કોઈ 10 કે 12માં વાળા વિદ્યાર્થીઓ આપણી પાસે આગળ શું કરવું તેની સલાહ લેવા આવે ત્યારે આપણે તેને ફટાફટ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા ના રસ્તા દેખાડવા કરતા તેની આવડતને જાણવી જરૂરી છે અને તેને અનૂરૂપ સલાહ-સૂચનો આપી શકાય…

   Reply
   • ખાટલે મોટી ખોડ એ છે કે બાળક ની ઘણી આવડત ને નાનપણ થી જ દબાવી દેવા માં આવે છે, અને જયારે પાર્ટી મોટી થાય ત્યારે એને પૂછવા માં આવે છે કે તને શું આવડે છે અથવા તને શું ગમે છે? તો ત્યારે એ એ જ જવાબ દેવાનું છે જે ટીવી અને સમાજે એનું બ્રેઈન વોશિંગ કર્યું હોય . આપણને જે કઈ છે એને જાળવી રાખવાની જ (તાલીમ/પ્રોત્સાહન) આપવા માં આવ્યું છે, નવું નવું શોધવા અને એક્સ્પ્લોર કરવા નું નહિ .

   • Harsh Pandya

     /  March 2, 2013

    Perfacto Prasham…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: