• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    January 2013
    M T W T F S S
     123456
    78910111213
    14151617181920
    21222324252627
    28293031  
  • People till date enjoyed our raindrops

    • 47,282 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

પાનાયણ

Disclaimer : આ પોસ્ટ લખનારને પાનનો [Occasional] શોખ છે, તમાકુનો નહિ એટલે પોસ્ટ વાંચ્યા પછી ‘આખો દિવસ ગલ્લે જ પડ્યા રહો છો કે શું?’ ટાઈપના #કોશચન પૂછવાની મનાઈ છે. વાહિયાત સવાલો પૂછવાની એજન્સી અમોએ રાખી છે એટલે કોઈ જાતની તકરાર ચલાવી લેવામાં નહિ આવે…હુકમથી…

હાય હાય,આ શું લખવા બેઠી જવાયું? 😛 વેલ, તારીખ જોઈએ તો ધનારક એટલે કે કમુરતા ચાલે છે. જાન્યુઆરી મહિનાની પંદરમી સુધી શાંતિ છે. બેન્ડવાળા, DJ, ‘યે દેશ હૈ વીર જવાનો કા’,’મેં હું ડોન’, રાતના ફુલેકામાં માથે પેટ્રોમેક્સ લઈને ચાલતા મજુરો, પીળીચટ્ટક સાડીમાં-ચકચકિત ઘરેણાં અને/અથવા કાળોમશ વાન ધરાવતી પરસેવાયુક્ત સ્ત્રી-પુરુષોથી ખદબદતી રસ્તાની બધી બાજુઓ, આ બધું ભુલાવી દેતી અને નિજાનંદમાં ડુબાડી દેતી વસ્તુની આજે વાત માંડવાની છે. યેસ, પાન. 😛  હરકોઈ વ્યક્તિ જાન/માંડવા પક્ષ તરફથી જમી તો આવે છે પણ પાર વગરના મુખવાસના જમેલામાં ય દરેક નજર તો ભૂખાળવી થઈને પાનને જ ગોતતી રહેતી હોય છે.સાચું કે નહિ? 😉

2012-12-14 19.42.47

ચોરવાડી પાન

અચ્છા, પાનનું ઓરીજીન, એ ક્યાં ઉગે છે, કેવી રીતે દેશના વિવિધ ભાગોમાં જાય છે એ વિગતો જાણવાનું જરા મહેનત માંગી લેતું કામ છે. પણ ફિકર નોટ રીડરિયા ફ્રેન્ડ્સ, વસ્ત્ર માંગતા આખેઆખો તાકો હાથ આવી ચડેલો છે. 😛

તો ઇતિશ્રી “પાન કથા” આરંભ કુરુમિ !! 😉

પાન ઘણી બધી જાતના આવે છે. જે-તે પ્રદેશોની ખાસિયતો એમાં ભળેલી છે એટલે એ મુજબ એના નામ પડ્યા છે. થોડા પ્રકાર જે અમારા ધ્યાનમાં આવેલા છે એ આ મુજબ છે.

– આતુર કપૂરી-ચોરવાડ કપૂરી-બંગલા પાન- હાવરા બંગલો-ચોરવાડી-બનારસી-કલકત્તી-મીઠી વગેરે વગેરે.

હવે જ્યુસપ્રદ વાત આવે છે. આતુર કપૂરી પાન તામિલનાડુમાં થાય છે. ત્યાં આગળ આતુર નામનું ગામ છે જ્યાં આગળ આ પાનના વેલા ઉગે છે. એજ રીતે ચોરવાડ કપૂરી આપડા ગુજરાતના ચોરવાડ ગામમાંથી આવે છે.ચોરવાડ બંગલા પાન પણ ત્યાંથી જ સપ્લાય થાય છે.[ ચોરવાડ સે યાદ આયા કે સ્વ.ધીરુભાઈ અંબાણી પણ ચોરવાડના જ છે. 🙂 ]

વેલ, આ તો થઇ પાનની વાત. પણ આપડી જેવાને એને ઓળખવા હોય તો? જવાબ હાજર છે. કલકત્તી પાન સ્વાદમાં મીઠું અને ડાર્ક ગ્રીન કલરનું હોય છે જયારે બનારસી પાન થોડું પીળાશ પડતા લીલા રંગનું હોય છે. બંગલા પાન કડવાશભર્યું હોય છે જ્યારે કપૂરી પાન તીખાશભર્યું અને લીલાશ પડતું હોય છે. કપૂરી પાનની થોડીક ખાસિયતો છે જે એને વધુ પોપ્યુલર બનાવે છે. પહેલી તો એ કે હેવી જમ્યા હો તો જમ્યા પછી ખાવાથી એ પાચનમાં મદદ કરે છે અને પાચનશક્તિને પણ બુસ્ટ-અપ કરે છે. આ કપૂરી પાન ધાર્મિકવિધિઓમાં પણ સંડોવણી ધરાવે છે. લગ્ન, પૂજાવિધિ અને ભગવાનને ભોગ ધરવામાં પણ કપૂરીનું જ એકચક્રી શાસન છે. એ ઉપરાંત, નાના બચ્ચાલોગને કફ-શરદીમાં કપૂરી પાનનો શેક છાતીએ કરવાથી રાહત મળે છે. 🙂 એ સિવાય તમાકુ ખાતા લોકો કપૂરી પાન વધુ પ્રીફર કરતા હોવાનું અમારી જાણમાં છે. આ બધામાં હાવરા બંગલો સૌથી જાડું અને સાઈઝમાં સૌથી મોટું હોય છે. ચોરવાડી બંગલો પાન ઓછું તીખું હોય છે જયારે આતુર કપૂરી પાન કલકત્તામાં વધુ ચલણમાં છે. બનારસમાં એક પાનના બે ટુકડા કરીને તમને આપે જેથી મોઢામાં બેય બાજુ એક એક મૂકી શકાય. બીજી તરફ રાજકોટ બાજુ વધુ ફેમસ એવું શિંગોડા પાન શિંગોડા જેવા ત્રિકોણ આકારનું હોવાથી આવું નામ ધરાવે છે.

આ તો થઇ પાન અને એના પ્રકારોની વાત. મુખ્ય મુદ્દો તો એની અંદર નાખવામાં આવતું કન્ટેન્ટ છે. 😉 સૌથી પ્રાઈમ કન્ટેન્ટ એટલે સોપારી. આ સોપારી પણ સાઉથ ઇન્ડિયામાં અને એમાંય કેરાલામાં વધુ ઉગે છે. ગુજરાતમાં માંગરોળ જીલ્લાની સોપારી સારા માંહ્યલી ગણવામાં આવે છે.આખા ગુજરાતમાં માંગરોળની સોપારી ખવાય છે.જો કે, એમાંય ઘણા પ્રકાર છે. એક તો આ માંગરોળી. એના પછી ફટોળ. નામ સાંભળીને હસવું આવે પણ આ નામ એટલે પડ્યું છે કેમકે એની અંદર નાની એવી ફાટ હોય છે.સોપારીનું સમગ્ર બંધારણ તડવાળું હોવાથી એને આ નામ મળ્યું છે. એ પછી છે વચરાસ.વચરાસની ખુબીલીટી એ કે એની સાઈઝ બહુ નાની હોય છે જયારે મોરો સોપારી સાઈઝમાં કદાવર માલુમ પડેલ છે. પણ સૌથી મોંઘી સોપારીની જાત હોય તો એ છે સેવર્ધન. ગમે એટલા રૂપિયા ખર્ચો, સેવર્ધન મળવી બહુ જ મુશ્કેલ છે. યેસ,તમે ક્યાંક આ નામ આપના દાદા દાદી પાસે સાંભળ્યું હશે. 🙂 પછી આવે છે ચૂનો. પાનવાળા સૌથી પહેલા પાનને પાણીમાં ઝબોળે અને એના પર લાકડાના નાના દાંડિયાથી ચૂનો લગાડે. આ ચૂનો આપડે ત્યાં મકાન ધોળાવવામાં વપરાય છે એ જ ચૂનો છે. પણ પાનમાં એને વાપરતી વખતે એને મંદ એટલે કે DILUTE કરી નાખવામાં આવે છે. એ રીત પણ રેગ્યુલરલી થતી પ્રોસેસ છે. સૌથી પહેલા તો એમાં ઝાઝું પાણી નાખવામાં આવે છે. સમયાંતરે એ પાણી બદલાવી નાખો એ અનિવાર્ય છે. ચુનાના એક-બે મોટા ગાંગડાને સાદા માટલામાં નાખી પલાળી દેવામાં આવે છે જ્યાં એને મંદ કરવામાં આવે છે.એકથી દોઢ વર્ષ ચાલે એટલું પાનચુના માટેનું દ્રાવણ એમાંથી બની જાય છે પણ એ યાદ રહે કે પાણી બદલાવવું જરૂરી છે, નહિતર મોઢું બાળી નાખે એવું એ તેજ બની જાય છે. અઠંગ પાનવીરો પોતાના પાનમાં ચૂનો તેજ રખાવે છે. 😛 અચ્છા, હવે વાત આવે છે કાથાની. મોટાભાગના પાનવાળા હવે કાથાનો પાવડર જ વાપરે છે એટલે પ્રવાહી રૂપે કાથો મળવો જરા અઘરો છે. હા એ જ કથ્થાઈ કલરનું પેસ્ટ જે પાન પર ચુના પછી લગાડાય છે. આ કાથો એ જ નામના વૃક્ષના થડની છાલમાંથી બને છે.એનાય ત્રણ પ્રકાર ધ્યાનમાં આવ્યા છે. વ્હેર કાથો  કડવાશભર્યા સ્વાદનો હોય છે અને એનું કલર ટેક્સચર આપડે ઘરમાં વપરાતા ધાણાજીરું જેવું હોય છે. કાનપુરી કાથો વધુ ચોળો તો ફીણ પેદા કરે છે એટલે જ્લ્દીં ઓળખી શકાય છે. આ કાથાની સાથે જેઠીમધ પાવડર નાખીને પાન ખાવ તો ગળાની તકલીફમાં રાહત મળે છે. એ સિવાય ટીકડી કાથો પણ ચલણમાં છે. ક્યારેક જો મોઢું આવ્યું હોય તો ચણોઠીના પાનની પટ્ટી એ કાથા સાથે ભેળવીને ખાવાથી આરામ મળે છે. એક ડાઉટ અમને એ વાતનો થતો હતો કે સાલું આ પાનની રગ/નસ જે વડીલો કહેતા હોય -કાકડીના છેડાની જેમ ઝેરવાળી હોય-એ ખરેખર કઈ? તો જવાબ એ છે કે પાનને તમારા હાથમાં લઈને ફોલ્ડ કરો ત્યારે જે  અણીયાળો V શેપ બને એ એની ખરી નસ/રગ છે. એ દરેક પાનવાળાને ખબર નથી હોતી.આ રગ/નસ આગળ તમે પાનને ચાખો તો ટેસ્ટ અલગ જ વર્તાય છે,પણ એ માટે વર્ષોનો અનુભવ કામ લાગે છે. 🙂 એજ રીતે સોપારીને પણ આગળનું ટોપકું સૂડીથી ફાડો પછી જ ઉપયોગમાં લેવાય છે. ધરતીકંપ આવ્યો એ પહેલા કેટલાય વર્ષોથી અંજારની સૂડી વખણાય છે. હવે તો જો કે,ઇલેક્ટ્રિક સુડા આવી જવાથી સોપારી જલ્દી કપાય જાય છે.પરંતુ એનાથી સૂડા સ્પેશીયાલીસ્ટો બેકાર બન્યા છે. આજની તારીખે ભાવનગરમાં હાઈકોર્ટ રોડ પાસે એક ખૂણામાં ખાટખાટખાટખાટ ના અવાજ સાથે મેન્યુઅલી સોપારી કાપતા લોકો મૌજૂદ છે. પાન સંસ્કૃતિને ઉંચી લાવવામાં આ લોકોનું સ્થાન પણ મજબુત પાયા તરીકે અંકિત છે. 🙂

એ પછીનું અગત્યનું કન્ટેન્ટ એટલે એની ચટણી. એમ તો આપણે ત્યાં આ ચટણીની ઘણી લોકલ બ્રાન્ડ્સ છે પણ સારામાં સારી અને મોંઘામાં મોંઘી ચટણી બાબા બ્રાન્ડની છે. દિલ્હીના ચાંદની ચોકમાં આ ચટણી મળે છે. આપણે ત્યાં માંગરોળમાં ઓરીજીનલ મીનાક્ષી બ્રાંડની ચટણી શોધવી હોય તોય ઘણી મહેનત લાગે છે.ચુના કાથા પછીનું થર આ ચટણીનું હોય છે. એ પછી ગ્રાહકોની જરૂરિયાત મુજબ જે-તે કન્ટેન્ટ અલગ પડે. વધુ એક ધ્યાન ખેચતું કન્ટેન્ટ સુમનસલ્લી નામની ગળી સોપારી છે, જે હકીકતમાં સોપારી છે જ નહિ. 😛 એ ખારેકના ટુકડામાંથી બનાવવામાં આવે છે. જયારે ગ્રાહક [પાનવાળાને.. :P] એમ કહે કે સુમનસલ્લી આપો ત્યારે સમજવું કે એ એના મોટા ટુકડા માંગે છે. સુમનકતરી બોલે ત્યારે સમજવું કે એની ઝીણી ઝીણી સમારેલી અવસ્થાની પણ એ જ વસ્તુ માંગવામાં આવી રહી છે. એ ઉપરાંત મીઠી સોપારી,એલચી,લવિંગ,લક્ષ્મી ચૂરો [કાળા કલરનો પાવડર], મેન્થોલ [જેને લોકો “પાન બહાર”ના નામે વધુ ઓળખે છે], ચેરી, ટુટીફૂટી[ જે પપૈયાની બને છે.] એ બધા કન્ટેન્ટ અંદર નાખવામાં આવે છે. મીઠું પાન હોય તો ટોપરું પાવડર, ગળ્યો મુખવાસ એવું બધું નાખવામાં આવે છે. ઘણા પાનવીરો તો પાનમાં રજનીગંધા નખાવે છે. આ રજનીગંધાનું સેશે પેક ગરબડીયા ક્વોલીટીનો માલ ધરાવે છે જયારે એનું જ મોટું કન્ટેનર પેક લો તો સારી ક્વોલીટીનું હોવાનું માલુમ પડેલ છે. એ સિવાય પાનપરાગ પણ વધુ પોપ્યુલર છે. પાનપરાગ બે રૂપિયાની પડે છે  જયારે ‘પરાગ’ એક રૂપિયાની પડે છે એટલે ઓફીસવાળા માટે એ આશીર્વાદરૂપ છે. બેયમાં મટીરીયલની દ્રષ્ટિ એ બહુ ફરક નથી. એ સિવાય RMD વધુ ખવાય છે. ઘણા લોકો પાનમાં જ એ નખાવી દે છે. એમાં RMD સાદી અને ગુટખા એમ બેય પ્રકાર છે.

પાન જેટલી જ પોપ્યુલર પ્રોડક્ટ ‘માવો’ છે. માવા ધર્મ-જાતીના ભેદ રાખતું નથી એટલે એને ઐક્ય પેદા કરતુ એલીમેન્ટ ગણી શકાય. 😛 લગભગ બધી જગ્યા એ તમે માવો માંગો ત્યારે 120 નંબરની તમાકુવાળો જ માવો આપે. જી હા,માવાનો પ્રકાર એમાં વપરાતી તમાકુ પરથી નક્કી થાય છે. 120 નંબરની તમાકુ સ્ટાન્ડર્ડ છે.એનાથી નીચલી જાતની તમાકુ એટલે 35 અને એનાથી વધુ તેજ તમાકુ એટલે 300. બાબા બ્રાન્ડની તમાકુ મોંઘી હોય છે કેમકે એમાં એ લોકો કેસર અને ચાંદીનો વરખ પણ નાખતા હોય છે એટલે એ સુગંધી તમાકુ હોય છે.

“સોપારીથી લોહી પાતળું થાય છે એટલે જેનું લોહી જાડું હોય એણે સોપારી ખાવી.” આવું ઘણા સલાહરૂપે કહેતા હોય છે. સોરી, આ વાત તદ્દન ગલત છે,બેબુનિયાદ છે. સોપારીની પૂજા થાય છે એ વાત જો કે સ્વીકાર્ય છે અને એજ રીતે પાન પણ શુકનરૂપે વપરાય જ છે. માવો એ નક્કામું વ્યસન છે કેમકે એ ઘણા કુટુંબોને તહસનહસ કરી નાખે છે. સામે પક્ષે પાનને જો સમજીને તમાકુ વગર ખાવામાં આવે તો લિજ્જત જ લિજ્જત છે. 😛 અને હા, સારી ક્વોલીટીના અને નવી વેરાયટીવાળા પાન ખાવા હોય તો રાજકોટમાં ‘ગેલેક્સી પાન’,ભાવનગરમાં ‘માફક પાન’,અમદાવાદમાં ‘પ્રભુ પાન’-‘અશોક પાન’ છે. 😉 [બાકી પોતપોતાના ગામની સારી પાનશોપ હશે જ.. :P]

“Special thanks to અધીર અમદાવાદી અને રણુભા પાનવાળા, દીપક ચોક,ભાવનગર”… 🙂

સંગીત સજેશન:
રેર વિથ રેહમાન : બર્થડે બોય એ.આર. રેહમાન સાથે બહુ ઓછી વખત (અત્યાર ના ક્રાઇટેરિયા મુજબ વધુ માં વધુ બે વખત) કોલાબોરેશન કરેલું હોય એવા ગાયકો અથવા ગાયક જોડીઓ..
૧. સુનિધિ ચૌહાણ અને હંસ રાજ હંસ : સૈયાં (નાયક) જોવું અને સાંભળવું ગમે એવું ગીત.. બે માંથી એક પણ ગાયક રેહમાન સાથે કે એકબીજા સાથે એ પછી રીપીટ નથી થયા [ Correction:  દોસ્ત પ્રકાશ ની કમેન્ટ માં જણાવ્યા પ્રમાણે સુનિધિ એ “અદા …. અ વે ઓફ લાઈફ” માં ગુલ્ફીશા ગાયેલું જે સોનું નિગમ સાથે ડ્યુએટ હતું …. ક્રાઈટેરીયા માં ચેન્જ નથી પણ ઇન્ફોર્મેશન માં ચેન્જ ખરો.. 😛 થેન્ક્સ પ્રકાશ. 🙂  ].
૨. અનુરાધા પૌડવાલ : કિસ્મત સે તુમ હમકો મિલે હો (પુકાર) માધુરી ના અમારા જેવા પંખા ઓ માટે જોવો ગમે એવો નજારો, જય ભાઈ એ પણ ફેસબુક માં આ ગીત માટે માધુરીના વખાણ કર્યા હતા.
૩.  રેમો ફર્નાન્ડીઝ : હમ્માં હમ્માં (બોમ્બે) ખુદ ગબ્બર [રેહમાન] દ્વારા ગવાયેલા ઓરીજીનલ એનર્જી પાવર હાઉસ ટ્રેક (અન્દા અરબી કદ્લોરમ) ની સાથે ઉભું રહી શકે એવું પોપ્યુલર ટ્રેક.
૪. અભિજિત ભટ્ટાચાર્ય : એ નાઝની સુનો ના (દિલ હી દિલ મેં) બહાર વરસાદ પડતો હોય ત્યારે પ્રિયતમા ને ઈમેજીન કરી ને સાંભળવા જેવું ગીત.
૫. દલીપ (ઓર દિલીપ) તાહિલ : ઓળખાણ પડી પેલા વિલન તરીકે ફેમસ બનેલા એક્ટરની? એન્ડ્રુ લોઈડ વેબર ના બોમ્બે ડ્રીમ્સ (જેમાં ARR નું મ્યુઝીક છે) એમાં એણે નહિ નહિ તો ચાર પાંચ ગીતો ગયેલા છે… અને એમાં ‘ડોન્ટ બીલીવ મી’ માં તો એક માત્ર વોઈસ એનો જ સંભળાય છે.
૬. એ આર રેહમાન અને સુખવિન્દર સિંહ : આમ તો સુખવિંદર સિંહ અને રેહમાન બંને રેગ્યુલરલી સાથે કામ કરે છે પણ બંને એ સાથે ગાયેલા હોય એવા બે જ ગીત :  વેડિંગ કવ્વાલી (બોમ્બે ડ્રીમ્સ) અને દેસ મેરે (ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ). એન્ડ લાસ્ટ,બટ ઓલ અબોવ,
૭. ‘ધ’ નુસરત ફતેહ અલી ખાન : ગુરુઝ ઓફ પીસ (વંદે માતરમ) :

Musical Maestro… ‘THE’ A R Rahman

Leave a comment

14 Comments

  1. 1} બહુ જ ‘પાન’દાર લેખ . . { રાજકોટ માટે ; જબ તક હે પાન . . થુંન્કેગે હમ , ઓ સનમ તેરી કસમ 😉 }

    2} અને બધા જ અમારા મનપસંદ ગીતો ઉપાડી લીધા કે શું 🙂 . . . એમાય પેલું ઓ નાઝનીન સુનો નાં . . . ઓહોહો . . સોનાલી બેન્દ્રે યાદ આવી ગઈ 😀 . . . . . ઘડીક વાર તો સમાધિમાં લઇ જાય તેવું ગીત .

    Reply
    • આ સોન્ગ્સ નું લીસ્ટ બનાવવા માટે આખું કલેક્શન ઉથલાવી લીધું છે, આ આખા લીસ્ટ નો આઈડિયા છલ્લા માંથી આવેલો છે…રબ્બી ભાઈ પોતે બહુ મોટું માથું પણ બીજા બધા કેસ ની જેમ એ પણ “રેર વિથ રેહમાન” ન બની જાય તો સારું.

      યે એક આઈડિયા ઔર ઉસને બદલ દિ હમરી દુનિયા. અને પછી એક આખું લીસ્ટ બની ગયું, તોય ધ બાબા સેહગલ નો ઉલ્લેખ રહી જ ગયો, રોઝા ના રુકમણી સોંગ માટે… 🙂

      Reply
  2. Ankita H. Vaidya

     /  January 6, 2013

    1. Image..wow..
    2. Ahmedabad ma PANCHAYAT PAAN ma rs. 11 to 1111 na paans ni varieties mle 6e…sanstha na knowledge addition mate. B-)
    3. superb songs… bdha j…

    Reply
  3. ખુબ સરસ! પાન, પાટીયું, પંચીયું, પંચાત અને પાણી એમાં પાન ને સરસ રીતે હાઇલાઈટ કર્યું.

    Reply
  4. Really Informative article….jamavat… aa post mate pelu song o video ke audio mukay.. Paan khaye saiyan hamaro….

    biji vaat mane pan evo vahem hato ke “સોપારીથી લોહી પાતળું થાય છે ” .. 😉

    nice research and detailed illustration … thumbs up for this post…. (y)

    and last osm suggestion list of song.. bravo for tht…

    Pukar nu Kismat se tum hamko miley ho… aa song jamavat 6… most fav…. felt so happy by seeing in this list….

    @Prashambhai : ek idea… ghana time pehala Holi par Jaybhai no ek artice hato… tema eva song nu list hati jeni photography and picturisation mast hoy…. rango ni rangoli hoy song man… to have aa blog man pan evu thai shake.. most of badha song na Youtube video ali jay.. etle direct video add kairne post banavay.. colorful…..

    Reply
    • Raghbha!! Idea saras chhe pan eva visually masterpiece songs nathi malta jene repeat karya vagar ek theme ma bandhi shakay.

      Baki jyare male tyare aa idea with due credits postva ma aavshe aava songs 🙂

      Reply
  5. પારસ દેત્રોજા

     /  January 9, 2013

    ખુબ જ સરસ અને માહિતીપ્રદ લેખ, મજા પડી ગયી બાકી.

    આમ તો હું પણ ચોરવાડી છું. ચોરવાડ માં અંદાજીત 160~175 માણસોદીઠ એક પાનની દુકાન છે, અહી લોકો ખુબ પાન-માવા ખાય છે.

    નાગરવેલ ને ઉછેરવા માટે ભર ઉનાળામાં પણ AC ને ઝાંખા પડે તેવા ચોક્કસ પ્રકારના માંડવા બાંધવામાં આવે છે.

    એક આડ વાત, જો ટીમ મેઘદૂત ચોરવાડની મુલાકાતે આવે તો (આ નાચીઝ સ્પોન્સર્ડ) સરસ મજાના પીકનીક નું આયોજન થઇ શકે.

    પાનની વાત નીકળી છે તો રાજકોટ ના CK (ચામુંડા) પાન નો પણ ઉલ્લેખ કરી લઈએ, 150 ફીટ રીંગ રોડ પર આવેલી આ પાન શોપ માં ice cream અને chocolate કોટેડ પાન મળે છે.

    એક તદન નવીન પ્રકારની કુરકુરે ભેલ પણ આ બંદો બનાવે છે, લોકલ છાપા માં તેની નોંધ પણ લેવાણી છે.

    થોડા નવા songs હું છેલ્લા થોડા સમયથી સાંભળું છું

    (1) Saathi Salaam from Coke Studio India season 2 by Clinton Cerejo and Sawan Khan

    (2) Karma is a ***** from Shor in the city

    (3) Two songs of Zeb and Haniya from Coke Studio Pak [both non Hindi/English]
    –> Nazar Eyle (similar to parshian/turkish)
    –> Bibi Sanam Janam (dari/afghan)

    (4) Ni aaja ve from Speedy Sings

    (5) Danza Kuduro by Don Omar from Fast Five [ FnF 5].

    (6) Last Goodbye by Poets of the Fall

    Reply
    • એક તદન નવીન પ્રકારની કુરકુરે ભેલ પણ આ બંદો બનાવે છે, લોકલ છાપા માં તેની નોંધ પણ લેવાણી છે.

      અરે વાહ! કોન્ગ્રેટ્સ ….

      અહિયાં નવા સોન્ગ્સ સાંભળવાના હમણાં ઓછા થઇ ગયા છે . દગાબાઝ હુક્કાબાર થી કંટાળી ને હમણાં હમણાં ટીવી પરથી નિવૃત્તિ લઇ લીધી છે . બાકી નવા સોન્ગ્સ માં જયભાઈ ની પોસ્ટ “હેતાળ હાલરડું” માં પાઈઝ લલબાય સંભાળવા જેવું છે . બીજા મ્યુઝીક કાલે ટ્રાય કરવા માં આવશે .

      Reply
  6. Sunidhi Chauhan has done another song for A R Rahman – “Gulfisha” for the film “Ada.. A Way of Life”. Do check it out.

    Reply
    • Harsh Pandya

       /  January 16, 2013

      agreed…but as we mentioned that criteria is વધુ માં વધુ બે વખત 😛

      Reply

Leave a comment