મેરી ક્રિસમસ,તેરી ક્રિસમસ..

નિર્ભય ભવ…

ક્રિસમસ એ કદાચ દુનિયામાં સૌથી વધુ સેલેબલ સીઝન છે.બીજું ગમે તે હોય, બાજુવાળો દુર્ગંધ મારતો હોય, એના બોચિયા જેવા લાગતા સંતાનો કરતા શેરીના ગલુડિયા વધુ સારા લાગતા હોય, તોય ક્રિસમસમાં તો બધાએ મોઢું હસતું જ રાખવાનું. વાત ઇન્ડિયાની નથી, વાત છે જ્યાં ક્રિસમસ ખરેખર બહુ જબરદસ્ત રીતે ઉજવાય છે એવા દેશોની અને ત્યાં રહેનારા આપડી જેવા ગુજ્જુ મિત્રોની. આ સીઝનમાં યુરોપીય દેશોમાં મસ્ત બર્ફીલી ચાદર જોવા મળે છે એટલે એને વેલકમ કરવા અને ઇસુ ખ્રિસ્તના જન્મદિનને ઉજવવા માટે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. વેલ,તહેવાર-ઉજવણી-નાચગાન-જલસા-ડ્રીન્કસ-ગીફ્ટ લે-દે-સાંતાક્લોઝ-ક્રિસમસ ટ્રી એ બધું તો જાણે સમજ્યા,પણ એમાં આપડી જેવા બહારથી આવેલાઓને શું ખબર પડે? એટલે ગુજ્જુ મિત્રો માટે નવેમ્બર-ડીસેમ્બર [કદાચ] વતનવાપસી ના મહિનાઓ છે. છોકરાવને વેકેશન હોય એટલે વતન જઈ આવીએ.સારી વાત છે. વતનની ખુશબો વરસાદ અને શિયાળામાં વધુ સારી આવે છે. મુદ્દો ક્રિસમસના સાર તત્વને પકડવાનો છે. એવું તે શું છે કે આ બધા આટલી જોરશોરથી એની ઉજવણી કરે છે? શું ખાલી ઇસુ ખ્રિસ્તના જન્મની જ આ અસર છે? જવાબ સંદિગ્ધ છે.એટલે આજે જરા ઓફ ધ ટ્રેક થઈને ક્રિસમસની અને એની પાછળની નાની શી ઉંમરની મસમોટી શ્રદ્ધાની વાત માંડીએ.

કોને કહેશું આપણે ક્રિસમસ સ્પીરીટ? એક વસ્તુ કોમન છે આ બધામાં.એ છે લવ,પ્રેમ,વ્હાલ.ભલે પ્રેમના તરીકા અલગ હોય,અનુભૂતિ એક જ છે. ચૈતન્ય/ઈશ્વર એ બધું ન સમજાય એવું લાગતું હોય તો સિમ્પલી કોઈ નાના બચ્ચાને તટસ્થ નજરે જોજો. ઈશ્વર ત્યાં મૂર્ત રૂપે હાજર છે. બાળકથી મોટું કોઈ યોગી નથી.એને ધ્યાનથી જોશો તો એ એની જ દુનિયામાં ખોવાયેલું હશે. એ દરમિયાન એને આખી દુનિયાની પડી જ નથી હોતી.અચ્છા, ઘરમાં મમ્મી માટે કેટલું બધું લખાય છે,બોલાય છે,ગવાય પણ છે. પણ નાના બાળ માટે આપડે ત્યાં રોયલ ટ્રીટમેન્ટ છે.એ છે હાલરડું. હાલરડું એ માં ની એના બાળકને સૌથી મોટી ભેટ છે. ત્યાંથી સુરના,સંગીત તરફ ખેચાણના,ચૈતન્ય તરફના પહેલા પહેલા અનુભવના અને કોસ્મિક હાર્મનીના સંગીતને સમજવાની સુઝ્ની ઇંટો મુકાતી હોય છે. એક તરફ ઘોડિયામાં હિચકા ખાતું  છોટુ-મોટું-રોલુપોલું-ગુગલીબુગલી બાળક અને બીજી બાજુ સુર-તાલ-લયના ગણિતને કોનેમેં ડાલકે માત્ર પ્રેમથી ગાતી એની મમ્મી-એ મીલીયન ડોલર મોમેન્ટ છે. 🙂 ત્યાં આગળ વિશ્વના તમામ નેગેટીવ ફેક્ટર ઓગળી જાય છે.રહી જાય છે બસ ભાગીરથી નદી જેવી સ્ફટિકનુમા શુદ્ધતા-જેનો ભાર ક્યારેય લાગતો નથી કે ક્યારેય એ ખૂટી જતું નથી.એટલે જ હેરી પોટર પરનો એટેક વોલ્ડેમોર્ટ પર રીબાઉન્ડ થાય છે, એટલે જ પીટર પાન મોટો નથી થવા માંગતો, એટલે જ આ વાંચતા આપ સૌ હજી એકવાર નાના થઇ જવા માટે તત્પર છો, એટલે જ ઝવેરચંદ મેઘાણી-કૈલાસ પંડિતના હાલરડાં આજેય જેમના તેમ ઓડીયન્સને રડાવી શકે છે, એટલે જ આજેય મન મમ્મીનું વ્હાલ અને પપ્પાનું અભેદ્ય ઢાલ ઝંખતું હોય છે.

શ્રદ્ધા એ પ્રેમનું મૂર્તરૂપ છે.પ્રેમ અમૂર્ત અવસ્થા છે. શ્રદ્ધા જોઈ શકાય છે. પ્રેમમાં વિશ્વાસ ઉમેરાય એટલે શ્રદ્ધા જન્મ લે છે. મમ્મી તરફ બાળક જે રીતે વર્તતું હોય છે એવું પપ્પા તરફ નથી વર્તી શકતું કેમકે પપ્પા સતત સાથે નથી હોતા. મમ્મી લાઈફની મેન્ટોર હોય તો પપ્પા પેઈન્ટર હોય છે. મમ્મી શિસ્ત શીખવે છે,પપ્પા સમાધાન.મમ્મી નીરક્ષીર વિવેક શીખવે,પપ્પા સત્ય જોતી નજર આપે છે. સ્વ.પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે તીર્થયાત્રા કરો ત્યારે માં-બાપની પૂજા કરો,નહિતર એમની પૂજા વિના કરેલું ધાર્મિક કાર્ય દેવો પણ નહિ સ્વીકારે.વેલ,સામી બાજુ જો તમે તમારા બાળકને જવાબદારીથી ઉછેરવાને બદલે હસતા રમતા વ્હાલનું મેજિક આપશો તો એ ઈશ્વર છે એ યાદ રાખજો-બમણું આપશે.[પણ આ વાત કદાચ આ વાચનાર તમામના પેરેન્ટ્સને ઓલરેડી જાણે જ છે. 😉 ]

તમામ માં-બાપો અને સંતાનો માટે આનાથી મસ્ત બીજું સોંગ બીજું ન મળ્યું…એન્જોય 🙂

પાપીની કાગવાણી:

” फर्स्ट ही आना है तो  Breed Horses Damn it!! बच्चे क्यों पैदा करते है? ”

– Aamir Khan in ‘Taare Zameen Par’

બાળક એકલું એવું નથી જે મથામણ અનુભવે છે પરફોર્મ કરતી વખતે…  વાંચજો

Advertisements
Leave a comment

4 Comments

 1. વ્યક્તિ જયારે જન્મ લે છે ત્યારે એક બાળક તરીકે સંપૂર્ણ ( મોજે મસ્તરામ ) હોય છે . . . ધીમે ધીમે તે અપૂર્ણ બને છે ( વિચારશીલ , ચિંતાયુક્ત ) અને આખીરમાં વળી પાછા સંપૂર્ણ ( વૃદ્ધાવસ્થા ) બનવાની કોશિશ કરે છે . . . અને તે દરમ્યાન બાળકના બાળપણ જેવો વિસામો તેને ક્યાય નથી મળતો . . પહેલા તો પોતાનામાં જ , પછી પોતાના બાળકોમાં અને ત્યાર બાદ પોતાના પૌત્રોમાં કે અન્યના બાળકોમાં 🙂 . . . બાળક સતત આપણને એક આશા પૂરી પાડે છે . . . આગળ વધો . . નીચે પડો . . ફરી ઉભા થાઓ અને ફરી નીકળી પડો . . .

  બાળક સાથે આપણે પણ મોટા થતા હોઈએ છીએ , માત્ર તેમને થાક નથી લાગતો અને રાત્રે ઘસઘસાટ ઊંઘી જાય છે 😉 માટે જ બાળક = બિન્ધાસ્ત 🙂

  Reply
 2. પેહલી વાર લાઈફ માં ચર્ચ ગયો..મને આશા હતી કે કૈક એમની સંસ્કૃતિ ની જલક જોવા મળશે..ટુ બી ઓનેસ્ટ..કઈ પણ જોવા ના મળ્યું…લોકો લાઈન માં અંદર જવા ધક્કા મુક્કી કરતા હતા..પણ અંદર જઈ ને ખાલી ફોટા જ પડતા હતા…અડધી પબ્લિક તો છોકરીઓ જ જોવા આવેલી…હું ૧૦ મિનીટ બેઠો પણ કોઈએ પ્રાથના ના કરી ત્યાં જઈ ને…મને જે સાચો ખોટો ક્રોસ કરતા આવડતો એ મેં કર્યો..બહાર પણ એજ વાતવરણ..બસ ફોટા પાડો અને હાલવા માંડો..શું આજ છે આપડે ત્યાં તેહવારો ની ઉજવણી..લોકો બસ તેહવારો ના અલ્ટરનેટીવ ગોતવા લાગ્યા છે..સાતમ અઠામ માં પત્તા રમવા..ન્યુ યર માં દારૂ પીવો..હોલી માં છોકરીઓ પટાવી..આવતી કાલ નું યુથ કદાચ આજ રીતે તેહવારો ને ઓળખશે…

  Reply
  • પર્સનલ એક્સપીરીયન્સ : ચર્ચ અને મંદિર માં પહેલી નજરે કઈ ફરક હોય એવું મને નથી લાગતું. તમારા પ્રભુ ની મૂર્તિ ની ત્યાં સ્થાપના કરી દેવા માં આવી છે, એક પુજારી ત્યાં તમારા વતી પ્રાર્થના કરવા કે તમને મદદ કરવા હાજર હોય છે. મૂર્તિ ની આસપાસ નો થોડો ભાગ આમ જનતા માટે નથી હોતો પણ આમ જનતા પ્રાર્થના કરી શકે એટલે મૂર્તિ ની સામે ના ભાગ માં યથાશક્તિ મોટી જગ્યા રાખે છે. આ બધું શા માટે? પ્રાર્થના કરવા માટે. પણ આપણે શું કરીએ છીએ? ટોળ ટપ્પા.

   ચર્ચ ના હોલી વાતાવરણ નો સરસ એક્સપીરીયન્સ કરવો હોય તો એવા સમયે ત્યાં જવું જયારે ત્યાં માત્ર ગણ્યા ગાઠયા લોકો જ હોય, મન શાંત થવા માગતું હશે તો બેંચ પર બેઠતા વેત અને હાથ જોડતા વેત શાંત થઇ જશે, બાકી આવા ધાર્મિક સ્થળો એ મન જે ઉધામા લેતું હોય એ જ બહાર આવે.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: